CIA ALERT
26. April 2024
August 22, 20191min4190

Related Articles



આજથી ટીમ ઇન્ડિયાના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો પ્રારંભ

Share On :
Print Friendly, PDF & Email

ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના અભિયાનનો પ્રારંભ અહીં ગુરૂવારથી વેસ્ટ ઇન્ડિઝ સામે પહેલા ટેસ્ટમાં મેદાને પડીને કરશે. ત્યારે ટીમ ઇન્ડિયાનું લક્ષ્ય સમતોલ ઇલેવનના સંયોજન સાથે વિજયનું રહેશે.

ભારત જો વેસ્ટ ઇન્ડિઝ સામેનો આ ટેસ્ટ મેચ જીતશે તો કેપ્ટનના રૂપમાં વિરાટ કોહલીની 27મી જીત હશે અને તે પૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોનીની બરાબરી કરી લેશે. આ મેચમાં સદી કરવાથી કપ્તાનના રૂપમાં તે 19 ટેસ્ટ સદી સાથે ઓસ્ટ્રેલિયાના રીકિ પોન્ટિંગની પણ બરાબરી કરી લેશે. બે ટેસ્ટની શ્રેણીમાં પહેલો મેચ ભારતીય સમય અનુસાર ગુરૂવારથી સાંજે 7-00 વાગ્યાથી શરૂ થશે.

સુકાની વિરાટ કોહલી, ચેતેશ્વર પુજારા, કેએલ રાહુલ અને રોહિત શર્માના રહેતા ભારતીય ટીમ કાગળ પર મજબૂત લાગી રહી છે. આમ છતાં જેસન હોલ્ડરના નેતૃત્વ હેઠળની કેરેબિયન ટીમને હળવાશથી ન લઇ શકાય. ઇંગ્લેન્ડ તેનો અનુભવ કરી ચૂકયું છે. જેને આ જ વર્ષે વેસ્ટ ઇન્ડિઝની જીવંત પિચો પર 1-2થી પરાજય સહન કરવો પડયો હતો.

એન્ટીગ્વાના સર વિવિયન રિચર્ડસ સ્ટેડિયમની પિચ ઝડપી બોલરોને મદદગાર રહેશે. પિચમાં ગતિ અને ઉછાળ હોવા પર સુકાની કોહલી ચાર વિશેષજ્ઞ બોલર સાથે ઉતરવાનું પસંદ કરશે. અહીં પાછલા ટેસ્ટમાં ઇંગ્લેન્ડની ટીમ 187 અને 132 રનના સ્કોર પર ઓલઆઉટ થઇ હતી. ભારતીય ઇલેજનમાં ત્રણ ઝડપી બોલર અને એક સ્પિનરનું સંયોજન હશે. સ્પિનર તરીકે કુલદિપ અને અશ્વિનમાંથી એકને તક મળી શકે છે. અશ્વિન અનુભવ અને સારા બેટિંગને લીધે લગભગ પસંદ થશે.’ જ્યારે ત્રણ ફાસ્ટ બોલરના રૂપમાં જસપ્રિત બુમરાહ, ઇશાંત શર્મા અને મોહમ્મદ શમી હશે.

ટેસ્ટ ક્રિકેટમાં વેસ્ટ ઇન્ડિઝના હાલના રેકોર્ડને જોતા ભારતની ઇલેવનમાં વધારાના એક બેટધરને મોકો મળી શકે છે. આથી રોહિત શર્મા અને અંજિકયા રહાણે મીડલઓર્ડરમાં જોવા મળી શકે છે. જો પાંચ બોલર સાથે ભારતીય ટીમ ઉતરવાનું પસંદ કરશે તો ઓલરાઉન્ડરના રૂપમાં રવીન્દ્ર જાડેજાને તક મળશે. ઓપનિંગમાં મયંક અગ્રવાલ સાથે ઓપનિંગમાં હનુમા વિહારી અને કેએલ રાહુલમાંથી એકની પસંદગી થશે.

બીજી તરફ વેસ્ટ ઇન્ડિઝ પાસે સાઇ હોપ, જોન કેંપબેલ, શિમરોન હેટમાયર જેવા પ્રતિભાશાળી બેટધર છે. અનુભવી ડેરેન બ્રાવો, રોસ્ટન ચેસ, ક્રેગ બ્રેથવેટ ભારતને સારી ટકકર આપવા સક્ષમ છે. ખાસ કરીને વિન્ડિઝની પેસ બેટરી’ મજબૂત છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :