પાંચ હજાર પદયાત્રીઓ સાથે રથમાં આવી રહેલા શ્રી હરિચરિત્રામૃતસાગર ગ્રંથનું આજે તા.16મી નવેમ્બર 2018ના રોજ સાંજે વડતાલમાં
પૂષ્પવૃષ્ટિ સાથે ભવ્યાતિભવ્ય સ્વાગત !!
————————————–
પ.પૂ.આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ
તથા સંતો દ્વારા થશે વધામણાં ॥
—————————-
❏ શ્રી હરિચરિત્રામૃતસાગર ❏
સ્વામિનારાયણ સંપ્રદાયનો હિન્દી સાહિત્ય માં આલેખાયેલો આ સૌથી મોટો અને
પ્રથમ મહાગ્રંથ છે..!! હિંદી સાહિત્યની
દ્રષ્ટિએ આ ગ્રંથ અદ્વિતીય છેઃ એટલું જ
નહિ રાષ્ટ્રિય એકતા તથા સાંપ્રદાયિક
એકતા સિધ્ધ કરતો મહા સેતુ છે..!!
સ્વામિનારાયણ ભગવાનના સમકાલિન
નંદ સંત સદગુરુ આધારાનંદ સ્વામીએ
૫૯ વર્ષની વયે વડતાલની પ્રસાદીભૂત
સંત ધર્મશાળાના પૂર્વ તરફના છેડે આવેલ
ગોળ ઓરડા પ્રકારના બુરજમાં હિન્દી
ભાષામાં આ હરિચરિત્રામૃતસાગર ગ્રંથ
વિ.સં.૧૯૧૪, જેઠ સુદ-૮ ના રોજ લખવાની શરૂઆત કરી હતી.! આ ગ્રંથની
હસ્તપ્રતો પૂજ્ય જ્ઞાનજીવનદાસ સ્વામીએ
સંપાદિત કરી તેના પરથી આ તમામ પ્રકરણ પ્રતોને લેસર ટેકનોલોજી દ્વારા ટીટેનીયમ ધાતુમાં પેઝ રૂપે ઢાળી આખો
ગ્રંથ તૈયાર કરવામાં આવ્યો છે..!!
❏ વિશ્વનો આવો મોટો પ્રથમ ગ્રંથ જેનું વજન અધધધ…એક ટન !! ❏
——————————————
અગ્નિ બાળી શકે નહિ, પાણી ભીંજવી
શકે નહિ ! એટલું જ નહિ Long Life
ઓહોહોહો ! દસ હજાર વર્ષનું તેનું આયુષ્ય.!!!
———————
સંત, શાસ્ત્ર અને મંદિર એ તો સંસ્કૃતિના
આધારસ્થંભ છે અને એને લઇને સંસ્કૃતિ
ટકે છે એમ યુવા સંત શાસ્ત્રી પૂજ્ય
પૂર્ણવલ્લભદાસજીએ માહિતી આપતા
જણાવ્યું હતું. ” હરિ કે ચરિત્ર હરિ સ્વરૂપ
જાના….! ” ગ્રંથ એ ભગવાનનું સ્વરૂપ છેઃ
સદગુરુ પૂજ્ય જ્ઞાનજીવન સ્વામીએ શાસ્ત્ર સ્વરૂપ પરમાત્માની મોટી સેવા
કરી છેઃ
આ હરિચરિત્રામૃતસાગર ગ્રંથ વડતાલમાં
રચાયો હોય તેથી વડતાલનો આ વૈભવી
ગ્રંથ વડતાલને જ અર્પણ કરવાનો પૂજ્ય
સ્વામીએ સંકલ્પ કર્યો હતો જે તા.૨૦ મી
ને મંગળવારે સવારે શુભમુહૂર્તે વડતાલને
અર્પણ થનાર છેઃ
વડોદરા કારેલીબાગ સ્વામિનારાયણ
મંદિરેથી આ ગ્રંથને એક કલાત્મક રથમાં
પધરાવી તા. ૧૬ મીએ પદયાત્રા સાથે વડતાલ લવાશે અને તા.૧૯ મીએ
શોભાયાત્રા સાથે તેનો મહાઅભિષેક થશે.!! ગ્રંથની અર્પણવિધિ સમારંભમાં
ગુજરાતના અગ્રણી સાહિત્યકારો પણ
ઉપસ્થિત રહે તેવી સંભાવના છેઃ
આ ભવ્ય સાગર સમર્પણ પદયાત્રા વડતાલ આવી પહોંચે ત્યારે પ.પૂ.આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ, બોર્ડના
ચેરમેન પૂજ્ય દેવપ્રકાશ સ્વામી, બોર્ડના સભ્યો, મુખ્ય કોઠારી પૂજ્ય ઘનશ્યામપ્રકાશદાસજી તથા પૂજ્ય નૌતમ સ્વામી સહિતના સંપ્રદાયના વિદ્વાન સંતો તથા સત્સંગીઓ વધામણાં કરશે
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944