SGEMA Evolve 2 Archives - CIA Live

August 11, 2026
image-17.png
1min8

ગુજરાતના વેડિંગ, ઇવેન્ટ, હૉસ્પિટાલિટી અને એક્સપિરિએન્શિયલ ટુરિઝમ ક્ષેત્રને વૈશ્વિક મંચ આપવાનો પ્રયાસ; ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીના અગ્રણીઓ એક મંચ પર આવશે

સુરત : સાઉથ ગુજરાત ઇવેન્ટ મેનેજમેન્ટ એસોસિએશન (SGEMA) દ્વારા ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીની વાર્ષિક ફ્લેગશિપ કોન્ફરન્સ **‘Evolve 2.0’**નું આયોજન કરવામાં આવ્યું છે. એક દિવસીય આ ઇન્ડસ્ટ્રી કોન્ક્લેવનો ઉદ્દેશ ઇવેન્ટ ક્ષેત્ર સાથે સંકળાયેલા વિવિધ વ્યવસાયોને એક મંચ પર લાવીને જ્ઞાન, નેટવર્કિંગ, બિઝનેસ તકો અને નવીનતાને પ્રોત્સાહન આપવાનો છે.

આ વર્ષે Evolve 2.0નો વ્યાપ સાઉથ ગુજરાતથી આગળ વધારીને સમગ્ર ગુજરાતને કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે. ‘Local to Global’ થીમ હેઠળ ગુજરાતને વેડિંગ, સેલિબ્રેશન, કોર્પોરેટ ઇવેન્ટ્સ, ફેસ્ટિવલ્સ, એક્ઝિબિશન્સ અને એક્સપિરિએન્શિયલ ટુરિઝમ માટે અગ્રણી ડેસ્ટિનેશન તરીકે પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

કોન્ફરન્સમાં ઇવેન્ટ પ્લાનર્સ, વેડિંગ પ્રોફેશનલ્સ, વેન્યુ માલિકો, હોટેલિયર્સ, હોસ્પિટાલિટી લીડર્સ, કલાકારો, પ્રોડક્શન કંપનીઓ, ટુરિઝમ ક્ષેત્રના પ્રતિનિધિઓ, ટેક્નોલોજી પ્રોવાઇડર્સ, સ્ટાર્ટઅપ્સ, સપ્લાયર્સ, ઉદ્યોગસાહસિકો અને વિદ્યાર્થીઓ સહિતના વિવિધ ક્ષેત્રોના લોકો ભાગ લેશે.

ચાર મુખ્ય અનુભવથી કોન્ફરન્સનું આયોજન

Evolve 2.0માં ‘SGEMA Sangam’ હેઠળ નેટવર્કિંગ સેશન, ‘SGEMA Manthan’ હેઠળ નોલેજ કોન્ફરન્સ, ‘SGEMA Bazaar’ હેઠળ બિઝનેસ શોકેસ અને ‘SGEMA Utsav’ હેઠળ એવોર્ડ્સ, મનોરંજન અને સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવશે.

‘SGEMA Manthan’માં વેડિંગ અને ડેસ્ટિનેશન ટુરિઝમ, ઇવેન્ટ બિઝનેસ ગ્રોથ, AI અને ટેક્નોલોજી, લક્ઝરી એક્સપિરિઅન્સ, માર્કેટિંગ, ફોટોગ્રાફી-કન્ટેન્ટ ક્રિએશન, ડિઝાઇન-ડેકોર, હોસ્પિટાલિટી, લીડરશિપ અને સસ્ટેનેબિલિટી જેવા વિષયો પર નિષ્ણાતો માર્ગદર્શન આપશે.

ગુજરાતના ઇવેન્ટ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાનો ઉદ્દેશ

Evolve 2.0ને માત્ર પરંપરાગત કોન્ફરન્સ નહીં પરંતુ લર્નિંગ, નેટવર્કિંગ, બિઝનેસ શોકેસ અને સેલિબ્રેશનને એકસાથે જોડતા સંપૂર્ણ ઇન્ડસ્ટ્રી પ્લેટફોર્મ તરીકે વિકસાવવાનો પ્રયાસ છે. ગુજરાતની સંસ્કૃતિ, વારસો, ડેસ્ટિનેશન્સ અને હોસ્પિટાલિટી ક્ષેત્રને રાષ્ટ્રીય સ્તરે પ્રદર્શિત કરી નવી બિઝનેસ તકો અને સહયોગ ઊભા કરવાનો પણ તેનો ઉદ્દેશ છે.