CIA ALERT
16. May 2024

ICAI Finals Archives - CIA Live

July 15, 2022
cia_edu-1280x925.jpg
1min418

Jayesh Brahmbhatt 98253 44944

આજે તા.15 જુલાઇ 2022ના રોજ સી.એ. ફાઇનલ્સ પરીક્ષાનું પરીણામ જાહેર કરાયું હતું. સુરતમાં રવિ છાવછરીયાના કોચીંગ ઇન્સ્ટીટ્યુટમાંથી અભ્યાસ કરનાર ચાર વિદ્યાર્થીઓ સી.એ. ઇન્ડીયા ટોપ ફીફ્ટીમાં સ્થાન પામ્યા છે. જેમાંથી શ્રૃષ્ટી સંઘવી ઇન્ડીયા થર્ડ અને સુરત ગુજરાત ફર્સ્ટ, ઉપરોક્ત ફોટામાં રવિ છાવછરીયાની બાજુમાં અર્હમ પારખ ઇન્ડીયામાં 40મો અને સુરતમાં ચોથો તેમજ રોહીત સિધ્ધા ઇન્ડીયામાં 42મો અને સુરતમાં પાંચમા ક્રમે પાસ થયા છે. સી.આઇ. લાઇવ

સમગ્ર દેશમાં ચાર્ટર્ડ અકાઉન્ટન્સીના અભ્યાસ માટેનું હબ બની ચૂકેલા સુરત શહેરમાંથી આજે સી.એ. ફાઇનલની પરીક્ષાનું પરીણામ જાહેર થતાં એક જ ઝાટકે 138 ઉમેદવારોને સી.એ.નો દરજ્જો મળી ગયો હતો. સુરતનું પરીણામ સમગ્ર દેશના એવરેજ પરીણામ કરતા ડબલ આવ્યું છે એટલું જ નહીં પણ સુરત બ્રાન્ચમાંથી પરીક્ષા આપનારા કુલ 5 ઉમેદવારોએ સી.એ. ફાઇનલના પરીણામમાં ઇન્ડીયા ટોપ-50માં સ્થાન પણ હાંસલ કરી લીધું છે.

છેલ્લા ઘણાં વર્ષો પછી આ વખતે આઇ.સી.એ.આઇ.ની સુરત બ્રાન્ચે સી.એ. ફાઇનલ્સના પરીણામો અધિકૃત રીતે ઘોષિત કર્યા હતા. આઇસીએઆઇ સુરત બ્રાન્ચના પ્રેસિડેન્ટ નિકેશ કોઠારીએ જણાવ્યું હતું કે આજે જાહેર થયેલા સીએ ફાઇનલ્સ પરીક્ષાના પરીણામમાં સુરત બ્રાન્ચમાંથી કુલ 585 વિદ્યાર્થીઓએ ગ્રુપ એ અને બી બન્નેની પરીક્ષા આપી હતી. જેમાંથી વિદ્યાર્થીઓ આજે 138 ઉમેદવારો સી.એ.નો દરજ્જો મેળવી ચૂક્યા છે. સુરત બ્રાન્ચમાંથી આ વખતે 1582 ઉમેદવારોએ સી.એ. ફાઇનલ્સ એ ગ્રુપ, બી ગ્રુપ, બન્ને ગ્રુપ એ રીતે પરીક્ષા આપી હતી.  65 ઉમેદવારો ફક્ત એ ગ્રુપ તેમજ 62 ઉમેદવારોએ ફક્ત દ્વિતિય ગ્રુપન પરીક્ષા પાસ કરી છે.

બીજી તરફ સુરત શહેરના પાંચ ઉમેદવારોએ ઇન્ડીયા ટોપ-50 ઉમેદવારોમાં સ્થાન મેળવ્યું છે. જેમાં શ્રૃષ્ટી કેયુર સંઘવી ગુજરાત ફર્સ્ટ, સુરત ફર્સ્ટ અને દેશમાં ત્રીજા ક્રમે, અરુણ કિશનલાલ બોરાણા દેશમાં 32માં ક્રમે અને સુરતમાં સેકન્ડ, અર્હમ સુનિલ પારખ દેશમાં 37માં ક્રમે અને સુરતમાં ત્રીજા ક્રમે, સિદ્ધાર્થ સહારીયા દેશમાં 40માં ક્રમે અને સુરતમાં ચોથા ક્રમે તથા રોહીત સદાનંદ સિદ્ધા દેશમાં 42માં ક્રમે અને સુરતમાં પાંચમા ક્રમે માર્કસ લાવવામાં સફળ નિવડ્યા છે. સુરતના આ ટોપ-ફાઇવ પૈકી દ્વિતિય નંબરને બાદ કરતા બાકીના તમામ વિદ્યાર્થીઓ સી.એ. રવિ છાવછરીયાના કોચીંગ ઇન્સ્ટીટ્યુટમાંથી અભ્યાસ કર્યો છે.

સી.એ. ફાઇનલ્સમાં દેશમાં ઝળકેલા સુરતના ઉમેદવારો

  • ઉમેદવારો      દેશમાં ક્રમ      સુરતમાં ક્રમ
  • શ્રૃષ્ટી કેયુર સંઘવી      03     01
  • અરુણ કિશન બોરાણા   32     02
  • અર્હમ સુનિલ પારખ    37     03
  • સિદ્ધાર્થ સહારીયા        40     04
  • રોહિત સદાનંદ સિદ્ધા    42     05