CAPE Verde fifa world cup Archives - CIA Live

June 28, 2026
image-22.png
1min10

ફિફા વર્લ્ડ કપ 2026માં મોટો અપસેટ સર્જાયો છે. આફ્રિકાના પશ્ચિમ કિનારે આવેલા 5 લાખની વસ્તી ધરાવતા નાના દેશ કેપ વર્ડેએ ડેબ્યૂ કરતા જ નોકઆઉટ (રાઉન્ડ ઓફ 32) સ્ટેજમાં સ્થાન મેળવી ઇતિહાસ રચ્યો છે. સ્પેને ઉરુગ્વેને હરાવતા કેપ વર્ડેની ટિકિટ પાકી થઈ હતી. હવે તેનો સામનો ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિના સામે 3 જુલાઈએ મિયામી ગાર્ડન્સ ખાતે થશે.

Cape Verde Qualified for FIFA: ફિફા વર્લ્ડ કપ 2026માં એક મોટો ઉલટફેર જોવા મળ્યો છે. પ્રથમ વખત વર્લ્ડ કપ રમી રહેલા નાનકડા દેશ કેપ વર્ડેએ તા.27 જૂન 2026ને શનિવારે ઇતિહાસ રચી દીધો છે. માત્ર 5 લાખની વસ્તી ધરાવતો આ દેશ વર્લ્ડ કપના નોકઆઉટ (રાઉન્ડ ઓફ 32) સ્ટેજમાં પહોંચી ગયો છે. શનિવારે રમાયેલી મેચમાં સ્પેને ઉરુગ્વેને 1-0થી હરાવતાની સાથે જ કેપ વર્ડેનું રાઉન્ડ ઓફ 32નું ટિકિટ કન્ફર્મ થઈ ગયું છે, જ્યાં હવે તેનો સામનો ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિના સામે થશે. આ પહેલાં કેપ વર્ડેએ હ્યુસ્ટન ખાતે સાઉદી અરેબિયા સામે 0-0થી ડ્રો રમીને ગ્રુપ Hમાં કોઈ પણ ટીમને પોતાની સામે જીતવા દીધી નહોતી.
આફ્રિકાના પશ્ચિમ કિનારે આવેલો આ આઇલેન્ડ નેશન ક્ષેત્રફળ અને વસ્તીની દ્રષ્ટિએ વર્લ્ડ કપના નોકઆઉટ રાઉન્ડમાં પહોંચનારો અત્યાર સુધીનો સૌથી નાનો દેશ બની ગયો છે. લીગ રાઉન્ડના અંતે કેપ વર્ડે ગ્રુપ Hમાં બીજા સ્થાને રહ્યું અને પોતાના ડેબ્યૂમાં જ નોકઆઉટમાં જગ્યા બનાવી લીધી. 56 વર્ષીય હેડ કોચ બુબિસ્ટાની આ ટીમે માત્ર 8 મહિના પહેલાં જ પ્રથમ વખત વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરીને બધાને ચોંકાવ્યા હતા.
અજેય રહીને ગ્રુપ સ્ટેજ પાર કર્યું: ડિફેન્સ અને એટેકનો શાનદાર સમન્વય
કેપ વર્ડેએ ટૂર્નામેન્ટમાં પોતાની સફરની શરૂઆત 2010ના વર્લ્ડ કપ વિજેતા સ્પેન સામે 0-0થી ડ્રો રમીને કરી હતી, જેનાથી સાબિત થયું કે તેમનું ડિફેન્સ ખૂબ મજબૂત છે.

બીજી મેચ: બે વખતની વર્લ્ડ ચેમ્પિયન ઉરુગ્વે સામે 2-2થી ડ્રો રમીને કેપ વર્ડેએ દર્શાવ્યું કે તેમનો એટેકિંગ લાઇન-અપ પણ શાનદાર છે.
ત્રીજી મેચ: શુક્રવારે સાઉદી અરેબિયા સામે 0-0થી ડ્રો રમ્યા બાદ કેપ વર્ડે 3 પોઇન્ટ્સ સાથે ગ્રુપ Hમાં બીજા સ્થાને રહ્યું. તેઓ સ્પેનથી પાછળ પરંતુ દિગ્ગજ ઉરુગ્વે કરતાં 1 પોઇન્ટ આગળ રહ્યા.
ઐતિહાસિક રેકોર્ડ: વર્ષ 2002માં સેનેગલના પ્રદર્શન બાદ કેપ વર્ડે વિશ્વનો એવો પ્રથમ દેશ બન્યો છે, જે પોતાના ડેબ્યૂ વર્લ્ડ કપમાં ગ્રુપ સ્ટેજ દરમિયાન એક પણ મેચ હાર્યા વગર નોકઆઉટમાં પહોંચ્યો હોય.
ચાંદની ચોક કરતાં પણ ઓછી વસ્તી, મોટા દેશોને આપી માત
કેપ વર્ડેની કુલ વસ્તી આશરે 5,25,000 છે, જે દિલ્હીના પ્રખ્યાત વિસ્તાર ચાંદની ચોકની વસ્તી કરતાં પણ ઓછી છે. વસ્તીની દ્રષ્ટિએ કુરાકાઓ અને આઇસલેન્ડ જેવા નાના દેશો પણ વર્લ્ડ કપ રમ્યા છે, પરંતુ તેઓ ગ્રુપ સ્ટેજથી આગળ વધી શક્યા નહોતા. કેપ વર્ડે આ તમામથી આગળ નીકળીને નવો રેકોર્ડ બનાવ્યો છે.

સાઉદી અરેબિયા સામેની નિર્ણાયક મેચમાં કેપ વર્ડેના 40 વર્ષીય અનુભવી ગોલકીપર વોઝિન્હા ગોલપોસ્ટ સામે દીવાલ બનીને ઉભા રહ્યા હતા. તેમણે મેચ દરમિયાન અદભુત સેવ કર્યા:

66મી મિનિટે હવામાં અદભુત ડાઇવ લગાવીને મોહમ્મદ અબુ અલ-શમતનો આકરો શોટ નિષ્ફળ બનાવ્યો.
92મી મિનિટે અબ્દુલ્લા અલ-હમદાનના ગોલ કરવાના પ્રયાસને નાકામ કરી મેચ ડ્રો રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી.

કેપ વર્ડેની ટીમ હવે 3 જુલાઈના રોજ મિયામી ગાર્ડન્સ ખાતે રમાનારા રાઉન્ડ ઓફ 32ના મુકાબલામાં વર્તમાન ચેમ્પિયન આર્જેન્ટિના સામે મેદાને ઉતરશે. આ નાનકડા દેશ માટે લિઓનલ મેસીની ટીમ સામે રમવું એ પોતે જ એક ઐતિહાસિક ક્ષણ હશે.