CIA ALERT
19. April 2024

અંગારકી ચોથ Archives - CIA Live

September 13, 2022
angaraki.png
1min255

વિક્રમ સંવંત ૨૦૭૮ની અંતિમ અંગારકી ચોથ

-ગણેશ મંદિરોમાં ભક્તો ઉમટશે : ગણપતિ અથર્વશીર્ષ, ગણપતિ સ્તોત્રના પઠનનું મહાત્મ્ય

ભગવાન ગણેશની કૃપા મેળવવા માટે આવતીકાલે ઉત્તમ દિવસ છે.આવતીકાલે ૨૧ ચોથ કર્યાનું ફળ આપતી અંગારકી સંકષ્ટ ચતુર્થી છે.આવતીકાલે રાત્રે ૮ઃ૫૨ના ચંદ્રોદય છે.

વિક્રમ સંવંત ૨૦૭૮માં કુલ ૩ અંગારકી સંકષ્ટ ચતુર્થી આવે છે. જે પૈકીની પ્રથમ ૨૧ નવેમ્બરના આવી હતી જ્યારે બીજી ૧૯ એપ્રિલના હતી. હવે આવતીકાલે વિક્રમ સંવત ૨૦૭૮ની  અંતિમ અંગારકી ચોથ છે. આવતીકાલના શુભ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી લાંબા સમયથી અટકેલા કાર્યો નિવધ્ને પૂર્ણ થાય છે.આ દિવસે શ્રીગણપતિ અથર્વશીર્ષ, શ્રીસંકષ્ટનાશન ગણપતિ સ્તોત્રનું પઠન પણ ઉત્તમ ફળદાયી માનવામાં આવે છે. આ સાથે જ આ દિવસે ગણેશયાગનું ભક્તિ-ભાવપૂર્વક અનુાન કરવાથી પણ ઇચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે.

ગણેશજીને પ્રિય એવી આ સંકટ ચોથનું વ્રત કરવાથી વિઘ્નો અને બંધનમાંથી પણ મુક્તિ મળે છે, તમામ કાર્ય સિદ્ધ થાય છે. ધન-ધાન્ય, સંતાનસુખ, સમૃદ્ધિ વગેરેની પણ પ્રાપ્તિ થાય છે.   આ દિવસે વિદ્યાસુખદાતા, ભગવાન ગણેશજી અને મનનાં સ્વામી એવા ચંદ્રમાની પૂજા કરવામાં આવે છે. ૨૧, ૫૧ કે ૧૦૮ વખત ગણેશજીનાં મંત્રનો જાપ પણ કરવામાં આવે છે.