CIA ALERT

રાજ્ય સરકારની ફાઇવ સ્ટાર રેટિંગ મહોર સાથે સુરતની પીટી સાયન્સ દક્ષિણ ગુજરાતની નંબન વન કોલેજ બની

Share On :

Jayesh Brahmbhatt 98253 44944

ગુજરાત સરકારના નોલેજ કોન્સોર્ટીયમ દ્વારા તા.22મી જૂન 2021ના રોજ જાહેર કરવામાં આવેલા રાજ્યની કોલેજો અને યુનિવર્સિટીઓના રેટિંગ્સમાં સુરતની પીટી સાયન્સ કોલેજને ફાઇવ સ્ટાર રેટિંગ સાથે રાજ્ય ટોપ ફાઇવ કોલેજોમાં સ્થાન મળ્યું છે આ સાથે જ પીટી સાયન્સ કોલેજ દક્ષિણ ગુજરાતની નંબર વન કોલેજ બની છે.

PT Sarvajanik College of Science, Surat Courses & Fees 2021-2022

આગામી જુલાઇ મહિનાથી રાજ્યમાં કોલેજ પ્રવેશ કાર્યવાહી શરૂ થઇ રહી છે ત્યારે ગુજરાત સરકારે રાજ્યમાં આવેલી જુદી જુદી યુનિવર્સિટીઓ તથા કોલેજોના રેટિંગની આજે ઘોષણા કરી હતી સુરત માટે ગર્વ લઈ શકાય એવી વાત એ છે કે સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત ગ્રાન્ટ-ઇન-એ ઇડ કોલેજ, પી.ટી.સાયન્સ કોલેજ ને રાજ્ય સરકારના વેઇટિંગમાં ફાઇવ સ્ટાર રેટિંગ મળતા તેને ગુજરાતની ટોચની પાંચ કોલેજોમાં સ્થાન આપવામાં આવ્યું છે. રાજ્ય સરકારે આ વખતે જીએસઆઈઆરએફમા રેન્કિંગ દૂર કરીને સ્ટાર રેટિંગ આપવાની પરંપરા શરૂ કરી છે. રાજ્યમાં કુલ પાંચ કોલેજોને ફાઇસ્ટાર રેટિંગ મળ્યા છે જેમાં સુરતની પી.ટી.સાયન્સ કોલેજ નો સમાવેશ થાય છે એવી જ રીતે સુરતની કે.પી કોમર્સ કોલેજને થ્રી સ્ટાર તથા અમરોલી કોલેજને ટુ સ્ટાર રેટિંગ મળવા પામ્યા છે.

બીજી તરફ યુનિવર્સિટીના ની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓને આવરી લેતી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ને સ્ટેટ રેટિંગમાં આ વખતે ફોર સ્ટાર રેટિંગ મળ્યું છે ગત વર્ષે આજ યુનિવર્સિટીનું રેટિંગ થ્રી સ્ટાર માં આવ્યું હતું આ વખતે એક સ્ટાર વધુ મળતા યુનિવર્સિટીના અધિકારીઓને કર્મચારીઓમાં ખુશીનો માહોલ પ્રવર્તી ઉઠ્યો હતો.

યુનિવર્સિટીઓના વેઇટિંગમાં દક્ષિણ ગુજરાતની બે અન્ય પ્રાઇવેટ યુનિવર્સિટીઓને થ્રી સ્ટાર રેટિંગ મળ્યા છે. જેમાં બારડોલી નજીક આવેલી ઉકા તરસાડીયા યુનિવર્સિટી અને થ્રી સ્ટાર રેટિંગ તેમજ અંકલેશ્વર નજીક આવેલી પી પી સવાણી યુનિવર્સિટી ને પણ થ્રી સ્ટાર રેટિંગ મળ્યું છે.

Gsirf રેટિંગ કેવી રીતે અપાય છે?

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ ના નોલેજ કોન્સોર્ટીયમ ઓફ ગુજરાત (કે. સી. જી) દ્વારા આયોજીત GSIRF  (ગુજરાત સ્ટેટ ઈન્સટીટ્યુશનલ રેટીંગ ફ્રેમવર્ક) ની શરૂઆત કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત ચેન્નઈ સ્થિત Indian Centre for Academic Rankings & Excellence (ICARE) એજન્સીને નિયુક્ત કરવામાં આવેલ છે. આ રેટીંગ નો હેતુ શિક્ષણની ગુણવત્તા ઉંચી લાવવાનો છે. વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન રાજયની કુલ ૩૫ યુનિવર્સિટીઓએ અને ૧૮૯ કોલેજો દ્વારા ગુજરાત સ્ટેટ રેટિંગમાં ભાગ લેવામાં આવેલ હતો. વર્ષ ૨૦૨૦-૨૧ની રેટીંગ પ્રક્રિયામાં ભાગ લેવા કે. સી. જી. દ્વારા ગુજરાતમાં આવેલી યુનિવર્સિટીઓ અને કોલેજો પાસેથી Letter of Intent અને રજીસ્ટ્રેશન ફી કે. સી. જી. ખાતે જમા કરાવવામાં આવેલ હતી. તથા નિયત ફોર્મેટમાં ડેટા મોકલી આપવામાં આવેલ હતા. ICARE, Chennai દ્વારા યુનિવર્સિટીઓ અને કોલેજો દ્વારા સબમિટ કરવામાં આવેલ ડેટા ફોર્મેટ પરથી રેટીંગ એસેસમેન્ટ કરવામાં આવે છે.

વિદ્યાર્થીઓને નોલેજ સાથે તેનું એપ્લિકેશન કેવી રીતે થાય એ ભારપૂર્વક શીખવીએ છીએ : ડૉ પૃથુલ દેસાઇ, આચાર્ય, પીટી સાયન્સ કોલેજ

સમગ્ર રાજ્યમાં ફાઇવ સ્ટાર રેટિંગ ધરાવતી ફક્ત પાંચ કોલેજો પૈકીની એક કોલેજ સુરતની પી.ટી.સાયન્સ કોલેજના આચાર્ય ડો. પ્રથુલ દેસાઈએ જણાવ્યું હતું કે તેઓ બેઝિક ટીચિંગ મેથોડોલોજી ને વર્ગને કોલેજમાં અભ્યાસ કરાવવામાં આવે તેની ખાસ તકેદારી રાખીએ છીએ. વિદ્યાર્થીઓ યોગ્ય રીતે નોલેજ એપ્લિકેશન કરી શકે એ પ્રકારે અમે ભણાવવાનો પ્રયાસ કરીએ છીએ ગુજરાત સરકાર નો ફાઈવ સ્ટાર રેટિંગ મળ્યું એ અમારા સૌ માટે ગર્વની વાત છે અને હું તેનું શ્રેય મારી તમામ ટીમને આપું છું
ડો. પ્રુથુલ દેસાઈ,આચાર્ય, પી. ટી. સાયન્સ કૉલેજ, સુરત

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :