જાણો GUJCET ટોપર્સને : બળેવ પર્વે ત્રણ બહેનોનો ભાઇ પિયુષ કલસરીયા ગુજકેટમાં Surat First આવ્યો : પીપી સવાણીનું ગૌરવ
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
Gujcet માં 120માંથી 117.50 માર્કર્સ મેળવીને સુરતમાં ફર્સ્ટ આવેલા પીપી સવાણી સ્કુલના પિયુષ કલસરીયાએ ડોક્ટર બનવું છે

સુરતના વરાછા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા અને પીપી સવાણી સ્કુલમાં ધો.12 બાયોલોજી ગ્રુપમાં અભ્યાસ કરનાર કલસરીયા પિયુષ રમેશભાઇએ આજરોજ જાહેર થયેલા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટના પરીણામમાં 120માંથી 117.50 માર્કર્સ મેળવીને સમગ્ર સુરત શહેરમાં ટોપ કર્યું છે. ત્રણ બહેનો વચ્ચે એક ભાઇ એવા પિયુષ કલસરીયાએ બળેવની પૂર્વ સંધ્યાએ યોગાનુયોગ બહેનોને પોતાની આ વિરલ સિદ્ધિની ભેંટ આપી છે. પિયુષ કલસરીયાના પિતા હીરામાં મજૂરીનું કામ કરે છે અને સુરતમાં પોતાની માલિકીનું નાનું ઘર પણ નથી તેઓ ભાડાના મકાનમાં હાલ વસવાટ કરી રહ્યા છે. પરંતુ, આ પરિવારનું ભાવિ ઉજ્જવળ એટલા માટે છે કેમકે પિયુષની બે મોટી બહેન પૈકી એક બહેન સ્મીમેરમાં એમબીબીએસમાં અભ્યાસ કરી રહી છે જ્યારે બીજી બહેન હોમિયોપેથી એટલે કે પેરામેડીકલમાં અભ્યાસ કરી રહી છે. જ્યારે પિયુષ કલસરીયાને તબીબ બનવું છે.
અત્યંત સામાન્ય પરિવારના દિકરાઓ ધ્રુવ તંતી અને પાર્થ લાઠીયા ગુજકેટમાં 120માંથી 116.25 માર્કર્સ હાંસલ કર્યા, બન્ને આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સમાં ભણ્યા
સમગ્ર દેશમાં જ્યારે ધો.12 બોર્ડની કોઇપણ પરીક્ષા ઓફલાઇન લઇ શકાઇ ન હતી ત્યારે ગુજરાતમાં ધો.12 સાયન્સના પરીણામમાં જેને સૌથી નિર્ણાયક પરીક્ષા માનવામાં આવે છે એ ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ-2021)નું પરીણામ આજે જાહેર કરાયું હતું. (સી.આઇ.એ. લાઇવ) ગુજરાતમાં ધો.12 સાયન્સમાં ગુજકેટ જ એવી પરીક્ષા છે કે જે ઓફલાઇન લેવામાં આવી હતી. ગુજકેટ ઓફલાઇન લેવામાં આવી હોઇ એન્જિનિયરિંગ અને ફાર્મસી કોલેજમાં પ્રવેશ માટે મેરીટની ગણતરીમાં તેનું વેઇટેજ પણ 50 ટકા કરવામાં આવ્યું છે.
ધો.12 સાયન્સમાં સુરતની આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સનો દબદબો યથાવત્ રહ્યો છે અને આ વખતે ભલે બોર્ડની પરીક્ષા ન યોજાઇ હોય પરંતુ, અગાઉ જેઇઇ મેઇન્સની ત્રણેય પરીક્ષાઓ તેમજ (સી.આઇ.એ. લાઇવ) આજરોજ જાહેર થયેલા ગુજકેટ 2021ના પરીણામમાં પણ આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સના બે વિદ્યાર્થીઓએ 120માંથી 116.25 માર્કર્સ હાંસલ કરીને સુરતમાં ટોપ કર્યું છે. ( 21-8-21ના રોજ સવારે 11.30 વાગ્યા સુધી મળેલી સત્તાવાર માહિતી મુજબ)
ડાયમંડમાં મહિના માંડ 15 હજાર કમાતા પિતાઓના દિકરાઓની અદ્વિતિય સિદ્ધિ

આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સમાં ધો.12 મેથ્સમાં અભ્યાસ કરતા ધ્રુવ બાલુભાઇ તંતીએ ગુજકેટમાં કુલ 120માંથી 116.25 માર્કર્સ મેળવ્યા છે. ધુવ તંતીએ સી.આઇ.એ. લાઇવને જણાવ્યું કે તે સોફ્ટવેયર એન્જિનિયર બનવા ઇચ્છે છે અને એટલે જ કમ્પ્યુટર સાયન્સમાં પ્રવેશ મેળવશે. (સી.આઇ.એ. લાઇવ) ધ્રુવના પિતા બાલુભાઇ ડાયમંડના કારખાનામાં ફેન્સી કટિંગનું કામ કરે છે અને મહિને માંડ પંદરેક હજાર રૂપિયા કમાઇ શકે છે, તેની માતા સાડીઓ પર સ્ટોન ચોંટાડવાનું કામ કરીને પરિવારની આર્થિક મદદ કરે છે.
ધુવ તંતીએ એક મહત્વની વાત કહી કે ધો.12ની પરીક્ષા ન યોજાઇ એ તેના માટે હાનિકર્તા નિવડી છે કેમકે ધો.10માં તેના ફક્ત 83 ટકા જ આવ્યા હતા. (સી.આઇ.એ. લાઇવ) ધો.12 સાયન્સ માસ પ્રમોશનમાં ધો.10ના કુલ 50 ટકા માર્કર્સ ગણતરીમાં લેવાયા હોઇ, તેના ધો.12માં આ વખતે ફક્ત 87 ટકા જેટલા માર્કર્સ આવ્યા છે. જો વાસ્તવમાં પરીક્ષા લેવાઇ હોત તો એમાં પણ ધ્રુવને ટોપ કરવાનો લક્ષ્યાંક હતો.
પાર્થ લાઠીયા બી ગ્રુપનો સ્ટુડન્ટ છે અને તેમણે ડોક્ટર બનવું છે
આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સમાં ધો.12 બી ગ્રુપમાં અભ્યાસ કરનાર પાર્થ નિલેશભાઇ લાઠીયાએ આજે ગુજકેટમાં કુલ 120માંથી 116.25 માર્કર્સ હાંસલ કર્યા છે. પાર્થના પિતા ડાયમંડ ફેક્ટરીમાં નોકરી કરે છે અને મહિને તેમને પંદરેક હજાર રૂપિયા મહેનતાણું મળે છે. તેમના દિકરા પાર્થે તબીબ બનવું છે અને હાલ તેઓ નીટની તૈયારી કરી રહ્યા છે.
સુરતના સ્વામીનારાયણ ગુરુકુળના શ્વેત પટેલે વગર ટ્યુશને 200થી વધુ પરીક્ષાઓ જાતે આપી ને ગુજકેટમાં 120માંથી 115.25 માર્કર્સ મેળવ્યા
ગુજરાતના ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓની વાસ્તવિક પરીક્ષા ગણાતી ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2021નું પરીણામ આજે જાહેર થયા બાદ સૌથી વધુ માર્કર્સ 115.25 (120) જેણે મેળવ્યા છે એ (સી.આઇ.એ. લાઇવ) સિંગણપોર સ્થિત શ્રી સ્વામીનારાયણ ગુરુકુળના ધો.12 મેથ્સ ગ્રુપના વિદ્યાર્થી શ્વેત સુરેશભાઇ લખાણી કહ્યું કે ગુજરાત બોર્ડની પરીક્ષા ભલે ના યોજાઇ હોય પરંતુ, મેં પ્રમાણિકતાથી 200થી વધુ પરીક્ષાઓ આપી છે ત્યારે હું આ મુકામ હાંસલ કરી શક્યો છે. CiA Live
કોઇપણ પ્રકારના ટ્યુશન કે કોચિંગ વગર ફક્ત શ્રી સ્વામીનારાયણ ગુરુકુળના સ્કુલ એજ્યુકેશન પર શ્વેત લખાણી નિર્ભર રહ્યો અને ઝળહળતું પરીણામ મેળવ્યું CiA Live

શ્વેત લખાણીએ કહ્યું કે કોરોના અને લોકડાઉનની પરિસ્થિતિમાં અભ્યાસની ગાડી વારે ઘડિએ પાટા પરથી ઉતરી જતી હતી, આમ છતાં મેં ફોકસ કરવાના અનેક પ્રયાસો કર્યા હતા અને તેમાં હું સફળ થયો છું. CiA Live બોર્ડની ઓફલાઇન પરીક્ષા યોજાઇ ન હોવાથી ગુજકેટ પરીક્ષા જ નિર્ણાયક પરીક્ષા ગણાય છે ત્યારે 120માથી મારા 115.25 માર્કસ આવ્યા છે અને હું મારા પરફોર્મન્સથી ખુશ છું.
શ્વેત લાખાણીએ સીઆઇએ લાઇવ સાથે વાતચીતમાં જણાવ્યું કે તેના પરફોર્મન્સનું શ્રેય તે ગુરુકુળને આપે છે. આચાર્ય શ્રી ઠેસીયા સાહેબની આગેવાની હેઠળ મેથ્સના ચિરાગભાઇ, કેમેસ્ટ્રીના મહેશભાઇ અને ફિઝિક્સના નરેન્દ્રભાઇ નામના શિક્ષકોએ ખૂબ જહેમત કરીને તેમને ભણાવ્યા છે.
શ્વેત લખાણી એક મીડલ ક્લાસ પરિવારનો દિકરો છે અને તેના પિતા સુરેશભાઇ ડાયમંડ કંપનીમાં જોબ કરી રહ્યા છે. CiA Live શ્વેત પટેલે કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરીને સોફ્ટવેયર એન્જિનિયર બનવું છે.
શ્વેત લખાણીનું ગુજકેટનું પરીણામ

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
