સુરત ડાયમંડ એસોસીએશનના હોદ્દેદારોની 2026-27 માટે સર્વાનુમતે પુનઃવરણી

ચાલુ વર્ષની ટર્મના તમામ હોદ્દેદારોને આગામી વર્ષ માટે પણ જવાબદારી સોંપવાનો કારોબારી મિટીંગમાં નિર્ણય
ગુજરાતના હીરા ઉદ્યોગપતિઓના સૌથી મોટા સંગઠન સુરત ડાયમંડ એસોસીએશનની કારોબારી મિટીંગ તા. 7 સપ્ટેમ્બર, 2026ના રોજ યોજાઇ હતી. મિટીંગમાં એસોસીએશનના વર્ષ 2026-27 માટે નવા હોદ્દેદારોની વરણી અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. ચાલુ વર્ષની ટર્મમાં ફરજ બજાવી રહેલા તમામ હોદ્દેદારોને આગામી ટર્મ માટે પણ રિપીટ કરવાનો નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો હતો.
એસોસીએશન દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ વર્ષ 2026-27 માટે પણ હાલના હોદ્દેદારો જ પોતાની જવાબદારી સંભાળશે. આ નિર્ણયથી એસોસીએશનની વર્તમાન ટીમ પર કારોબારી સભ્યો દ્વારા ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.
વર્ષ 2026-27 માટેની હોદ્દેદારોની વરણીમાં પ્રમુખ તરીકે શ્રી જગદીશભાઇ પી. ખુંટ, ઉપપ્રમુખ તરીકે શ્રી જયેશભાઇ એમ. પટેલ, મંત્રી તરીકે ધીરુભાઇ પી. સવાણી, સહમંત્રી તરીકે શ્રીકિર્તીકુમાર એલ. શાહ તથા ખજાનચી તરીકે શાંતિલાલ વી. ધાનાણીની જવાબદારી યથાવત્ રાખવામાં આવી હોવાનું એસોસીએશનની અખબારી યાદીમાં જણાવાયું છે.
એસોસીએશનની કારોબારી મિટીંગમાં સર્વાનુમતે લેવાયેલા આ નિર્ણયને પગલે આગામી વર્ષ દરમિયાન પણ સંગઠનની કામગીરી અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વિવિધ પ્રશ્નો અંગે હાલની ટીમ જ આગેવાની કરશે. હોદ્દેદારોની પુનઃવરણી અંગેનો નિર્ણય એસોસીએશનની સતત કામગીરી અને વર્તમાન ટીમના અનુભવને ધ્યાનમાં રાખીને લેવાયો હોવાનું મિટીંગની વિગતો પરથી સ્પષ્ટ થાય છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now

