CIA ALERT
25. April 2024

Sensex માં સપ્તાહના પહેલા જ દિવસો કડાકોઃ 1300 પોઇન્ટ ડાઉન

Share On :
Print Friendly, PDF & Email

આજે તા.18મી એપ્રિલ 2022ને સોમવાર, સપ્તાહના પહેલા જ દિવસે ભારતીય શેરબજારમાં મોટો કડાકો બોલી હતો. માર્કેટના મુખ્ય ઇન્ડેક્સ પૈકી એક બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ આજે 1300થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 57,338 પર ખૂલ્યો હતો. જે આ પહેલાના કામકાજના સત્રમાં એટલે કે 13 એપ્રિલ બુધવારના રોજ 58,338 પોઈન્ટ પર બંધ થયો હતો. અહીં નોંધનીય છે કે આ વખતે શેરમાર્કેટમાં ચાર દિવસનો વીકેન્ડ આવ્યો હતો.

માર્કેટ ગુરુવાર, શુક્રવાર અને શનિ-રવિ બંધ રહ્યું હતું. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો મુખ્ય ઇન્ડેક્સ Nifty50 પણ આજે 250 પોઈન્ટના કડાકા સાથે ખૂલ્યો છે. છેલ્લા કામકાજના દિવસ 13 એપ્રિલ, બુધવારના રોજ નિફ્ટી 17,475 પર બંધ થઈ હતી. જે આજે 17,183 પોઈન્ટ પર ખૂલી રહી. મહત્વનું છે કે છેલ્લા 15 જ દિવસમાં શેરબજાર ફરી એકવાર 57 હજારની આસપાસ આવી ગયું છે. જે માર્ચ એન્ડ અને એપ્રિલની શરુઆતમાં વધીને 4 એપ્રિલના રોજ 60,611 સુધી પહોંચી ગયું હતું. જે બાદ માર્કેટમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને 4 એપ્રિલથી 18 એપ્રિલ પંદર જ દિવસના સમયગાળમાં માર્કેટ કુલ 3000 પોઈન્ટ તૂટ્યું છે.

શેરબજારમાં આજે પડેલા ગાબડા પાછળ આંતરરાષ્ટ્રીય બજારનું વિપરિત વલણ અને આંતરાષ્ટ્રિય બજારોમાં બોલેલા કડાકાને આભારી છે. ભારતીય બજારોએ આંતરરાષ્ટ્રીય શેરબજારની સ્થિતિને અનુરુપ પોતાનું આજનું પ્રદર્શન કર્યું હતું. તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં યુક્રેન રશિયા વચ્ચે યુદ્ધ હજુ પણ લાંબુ ખેચાવાની શક્યતા વચ્ચે કડાકો બોલ્યો હતો. આજે શેરબજારની સાથે સાથે માર્કેટના મિડકેપ અને લાર્જકેપ ઇન્ડેક્સમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં નિફ્ટિ મિડકેપ 100 તેના પાછલા બંધ 30796થી 269 પોઈન્ટ તૂટીને 30565 પોઈન્ટ પર પહોંચી ગયો હતો. તો નિફ્ટી બેંક પણ 592 ટકા જેટલો ઘટીને 36870 પહોંચી ગયો હતો.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :