NEET 13 September & JEE Main 1 to 6 September
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
વિદ્યાર્થીઓના અનુરોધ અને વિરોધ બાદ જેઈઈ મેઈન અને નીટની પરીક્ષાને સ્થગિત કરી દેવાઈ છે. આ બંનેની પરીક્ષાઓ હવે સપ્ટેમ્બરમાં લેવામાં આવશે. માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ટ્વિટ કરી આ જાણકરી આપી.
પોખરિયાલે ટ્વિટ કરી લખ્યું કે, ‘વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા અને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ સુનિશ્ચિત કરવા માટે અમે #JEE અને #NEET પરીક્ષાઓને સ્થિગિત કરવાનો નિર્ણય લીધો છે. JEEની પરીક્ષા 1થી 6 સપ્ટેમ્બર વચ્ચે આયોજિત કરાશે. JEE એડવાન્સ્ડની પરીક્ષા 27 સપ્ટેમ્બર અને NEETની પરીક્ષા 13 સપ્ટેમ્બરે આયોજિત કરાશે.’
Dated 1 July 2020
NEET-JEE અંગે બે દિવસમાં ફેંસલો : ઘણુંખરું પરીક્ષાની તારીખ બદલાવાની સંભાવના
દેશભરના 25 લાખ જેટલા વિદ્યાર્થીઓ જેની કાગડોળે વાટ જોઇ રહ્યા છે એ એન્જિનિયરિંગની નેશનલ ટેસ્ટ જેઇઇ મેઇન્સ અને મેડીકલ ડેન્ટલની નેશનલ એન્ટ્રન્સ નીટ પરીક્ષા ચાલુ જુલાઇ દરમિયાન લેવી કે નહીં લેવી એ અંગે કેન્દ્ર સરકારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી પાસેથી ભલામણો મંગાવી છે અને આગામી એકાદ બે દિવસમાં નીટ અને જેઇઇ મેઇન્સ પરીક્ષા લેવી કે નહીં તે અંગેની સત્તાવાર જાણકારી સાર્વજનિક કરવામાં આવશે એમ દેશના શિક્ષણ પ્રધાન શ્રી રમેશચંદ્ર પોખરીયાલે આજે જણાવ્યું હતું.
તેમણે ટ્વીટર, ફેસબુક પર પોતાના હેન્ડલ પર નીટ અને જેઇઇ અંગે આ મુજબની સ્પષ્ટતા મૂકી છે.
HRD Minister on Twitter (Dt. 7.2)

HRD Minister on Facebook (Dt 7.2)
દેશમાં મોટા ભાગની પરીક્ષાઓ મુલતવી રાખી દેવાઇ છે, નીટ જેઇઇમાં પણ આવું જ થવાની શક્યતા
ભારતમાં મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત, તમિલનાડુ જેવા રાજ્યોમાં કોવીડ-19ના કેસોની વધી રહેલી સંખ્યા ઉપરાંત સમગ્ર ભારતભરમાં હાલ સરેરાશ 18-19 હજાર દૈનિક કેસો આવી રહ્યા હોઇ, આવી સ્થિતિમાં આગામી તા.18થી 24 જુલાઇ દરમિયાન જેઇઇ મેઇન્સ, અને 26 જુલાઇએ નીટ રાષ્ટ્રવ્યાપી ધોરણે લેવાની ઘોષણા કરવામાં આવી હતી. પરંતુ, હવે દેશની વર્તમાન સ્થિતિ જોતા આ પરીક્ષા યોજી શકાય તેવી સ્થિતિ ન હોઇ, વધુ એક વખત પરીક્ષા મુલતવી રાખીને ભવિષ્યમાં નવી તારીખોનું એલાન કરવામાં આવે તેવી શક્યતા છે.
Latest on CiA Live
- ગુજરાતના પત્રકારો નાગાલેન્ડના પ્રવાસે, નાગાલેન્ડ PIB ટીમે ઉષ્માભેર આવકાર આપ્યો
- ચારધામ યાત્રામાં હવે ‘REEL’ પર રોક: કેદારીનાથ-બદ્રીનાથ સહિતના મંદિરોમાં મોબાઈલ પર સંપૂર્ણ પ્રતિબંધ
- Gujaratના Dy. CM હર્ષ સંઘવી વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં વિકસિત ગુજરાતનો Road Map રજૂ કરશે
- 18/01/26 ગાઢ ધુમ્મસને કારણે Surat Airport પર ડઝનથી વધુ ફ્લાયટો late
- BMC Election: BJPની હરણફાળ, ઉદ્ધવ જૂથ પાછળ: નાગપુરમાં BJP+ બહુમતીમાં


આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


