SCET – એન્જિનિયરિંગ કોલેજમાં સ્પેશ્યલાઈઝેશન સાથે બી.ટેક. કરી શકાશે
સુરત સમેત સમગ્ર દક્ષિણ ગુજરાતની નંબર વન એન્જિનિયરિંગ કોલેજ ગણાતી સુરતની સાર્વજનિક એજ્યુકેશ સોસાયટી સંચાલિત સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરિંગ ટેક્નોલોજી (સ્કેટ) કોલેજ હવે બેચલર એન્જિનિયરિંગમાં સ્પેશ્યલાઇઝેશન કોર્સ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. સ્કેટ કોલેજ હવે સાર્વજનિક યુનિવર્સિટીના કાર્યક્ષેત્રમાં કામગીરી કરશે.

SCET કોલેજમાં ચાલતા બી.ટેક. અભ્યાસક્રમો
- B.TECH. CO – Bachelor of Computer Technology
- B.TECH. CHEM – Bachelor of Chemical Technology
- B.TECH. CIVIL – Bachelor of Civil Technology
- B.TECH. EL – Bachelor of Electrical Technology (NBA Accredited course)
- B.TECH. EC – Bachelor of Electronics & Communications Technology (NBA Accredited course)
- B.TECH. IC – Bachelor of Instrumentation & Control (NBA Accredited course)
- B.TECH. IT – Bachelor of Information Technology
- B.TECH. TT – Bachelor of Textile Technology (NBA Accredited course)
- B.TECH. MECH – Bachelor of Mechanical Technology
- B.TECH AI & DS – Bachelor of Artificial Intelligence & Data Science
સ્કેટ કોલેજને કોમ્યુટરમાં આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નીગ અથવા સાઇબર સીકયોરીટી, ઇલેકિટ્રકલમાં ઇલેક્ટ્રિકલ ઍન્ડ કમ્યુટર તથા સિવીલમાં સ્માર્ટ સિટી જેવા અભ્યાસક્રમોના સ્પેશ્યલાઇઝેશન માટે જીટીયુની મંજૂરી મળી.
ટેક્નોલોજીના ક્ષેત્રમાં ઝડપથી નવી નવી ટેક્નોલોજીનો વિકાસ થઇ રહ્યો છે, તેની સાથે સાથે આપણા દેશમાં જાહેર થયેલ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-NEP-2020ની લાગુ થવાથી ધણા નવા તથા ઝડપી ફેરફારો જોવામાં આવી રહ્યા છે.
સામાન્ય રીતે એજીનીયરીંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને કોઈ પણ એક ડિસિપ્લિન કે બ્રાન્ચ માં જ પારંગત બનાવવાની કલ્પના વિધમાન હતી, પરંતુ બદલાયેલા વૈશ્વિક પ્રવાહો અને ઇન્ડસ્ટ્રીની માંગને આધારે નવી નવી અને બહુવિધ ટેક્નોલોજીના જાણકાર એજીનીયરોની માંગ થવા લાગી છે. આવા સમયે નવા તૈયાર થનારા એજીનીયરોને મલ્ટી-ડિસીપ્લીનરી અને આધુનિક ટેક્નોલોજીના જ્ઞાનથી પ્રચુર બનાવવા જરૂરી થઇ પડે છે.
આ સંદર્ભે SCET-એજીનીયરીંગના પ્રિન્સીપાલ ડૉ. હિરેન પટેલ દ્વારા જીટીયુ-સંલગ્નિત વિધાર્થીઓને પણ નવા અને આધુનિક વિષયો સાથે સ્પેશ્યિલાઇઝેશન મળે તેની અરજી તાજેતરમાં જીટીયુ દ્વારા માન્ય રખાતા, સ્કેટ-એજીનીયરીંગમાં ભણતા બી. ઈ. ના વિદ્યાર્થીઓ કે જેઓ શૈક્ષણિક વર્ષ 2020-21માં નોંધાયેલા હતા, તેઓ ચાલુ વર્ષથી વિવિધ વિદ્યાશાખામાં સ્પેશ્યલાઈઝેસન લેવાનું પસંદ કરી શકશે.
આ ઉપરાંત ડિપ્લોમા ટુ ડીગ્રી માં પ્રવેશ લેનાર નવા વિદ્યાર્થીઓને પણ ડિગ્રી અભ્યાસક્રમ ના બીજા વર્ષથી આ લાભ મળનાર છે. જે ડિસિપ્લિનમાં મંજૂરી મળી છે તે અનુક્રમે કોમ્યુટર-આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નીગ, કૉપ્યુટર-સાઇબર સીક્યોરીટી, ઇલેકિટ્રકલ-ઇલેક્ટ્રિકલ ઍન્ડ કમ્યુટર તથા સિવીલ-સ્માર્ટ સિટી અભ્યાસક્રમોને જીટીયુ દ્વારા યોગ્ય રીતે રચાયેલી ચકાસણી સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવેલ છે.
આનાથી એજીનીયરીંગ ના ક્ષેત્રમાં વિકસેલા અદ્યતન અને મલ્ટીડિસીપ્લીનરી ક્ષેત્રમાં ભણવાની અને તે વિષયો સાથે સ્પેશ્યિલાઇઝેશન કરવાની વિદ્યાર્થીઓને તક મળશે. આ તકની ઉપલબ્ધતા ની સાથે જ વિધાર્થી આલમમાં ખુશી જોવા મળેલી છે. વધુમાં નવા પ્રવેશ મેળવનાર વિધાર્થીઓને પણ સ્કેટ-એજીનીયરીંગની કુલ 10 બ્રાન્ચમાં સ્પેશ્યલાઇઝેશન પ્રાપ્ત કરવાની તક મળનાર છે, સાથે સાથે આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સાયન્સ જેવા આધુનિક ક્ષેત્રમાં બી.ટેક.નો નવો કોર્સ શરુ થનાર છે. એજીનીયરીંગ ક્ષેત્રમાં ઉપલબ્ધ થયેલા આ સ્પેશ્યલાઈઝેશન કે માઇનોર ના નવા ઓપ્શનથી વિધાર્થી અલમમાં હર્ષની લાગણી ફેલાઈ છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
