NEET માં 500 + માર્કસ ધરાવનારાઓ 2019માં 48,519 હતા જે 2020માં 97,093 થઇ ગયા છે !!સ્વયં નક્કી કરો લો કે પ્રવેશ મળશે કે નહીં મળે
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
નીટ-2020નું પરીણામ ગઇ તા.16મી ઓક્ટોબર 2020ના રોજ જાહેર થયા બાદ 15 ટકા ઓલઇન્ડિયા ક્વોટા માટે પ્રવેશ કાર્યવાહી શરૂ થઇ છે. ગુજરાતમાં પ્રવેશ કાર્યવાહી તા.2 નવેમ્બરથી શરૂ થશે.
સી.આઇ.એ. લાઇવ સાથે શિક્ષણ સર્વદાએ અહીં નીટ-2020ના પરીણામનું એવું એનાલિસીસ રજૂ કર્યું છે કે જેને યોગ્ય રીતે એસેસ કરવામાં આવે તો ઉમેદવાર ખુદ જાણી શકશે કે આ વખતે તેમને મેડીકલ કે ડેન્ટલમાં પ્રવેશ મળશે કે નહીં.
નીટ-2020માં 500 પ્લસ માર્કસ લાવનારાઓનો રાફડો ફાટ્યો
નીટ-2020માં વ્યક્તિગત ટોપ સ્કોર ધરાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા અધધ એટલે કે જંગી પ્રમાણમાં વધી છે. નીટ 2020માં કુલ 97,093 વિદ્યાર્થીઓએ 500 પ્લસ સ્કોર હાંસલ કર્યો છે. 2019 નીટમાં 500 પ્લસ સ્કોર કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા 49,581 હતી. આમ ગયા વર્ષ 2019માં નીટમાં 500 પ્લસ સ્કોર ધરાવનાર વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કરતા આ વખતે 2020માં 37,512 વધુ વિદ્યાર્થીઓ 500 પ્લસ સ્કોર ધરાવે છે. આ જ સૂચવે છે કે નીટ-2020માં મેડીકલ કોલેજોના કટઓફ અકલ્પ્ય રીતે ઉંચા જશે.
ગત વર્ષ 2019 કરતા આ વખતે 400 પ્લસ સ્કોરર વધ્યા
નીટ 2020માં 400 પ્લસ સ્કોર કરનારાઓની સંખ્યા 56,857 જેટલી વધી છે.
બીજા રાજ્યોના ટોપ સ્કોરર ફેક્ટર પર નજર કરો
- કેરળમાં 2019માં નીટમાં 650 કે તેથી વધુ માર્કસ મેળવનારાઓની સંખ્યા 115 હતી જે 2020માં વધીને 643 થઇ છે.
- રાજસ્થાનમાં 2019માં નીટમાં 500 કે તેથી વધુ માર્કસ લાવનારાઓની સંખ્યા 7,659 હતી જે 2020માં વધીને 11,698 પર પહોંચી ગઇ છે.
- તમિળનાડુમાં નીટમાં 600 પ્લસ સ્કોર ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા 2019માં ફક્ત 146 હતી જે 2020માં વધીને 1,029 જેટલી થઇ ગઇ છે.
- મહારાષ્ટ્રમાં 600 પ્લસ સ્કોર ધરાવતા 2019ના વિદ્યાર્થીઓની સંખ્યામાં 2020માં 220 ટકા જેટલો જંગી વધારો થયો છે.



આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
