NEET પરીણામની ગણાતી ઘડીઓ : Drop લેનારાની સંખ્યા વધશે : આજે ફાઇનલ આન્સરકી જાહેર થશે : દેશમાં MBBSની 80,055 સીટ, BDS 26,949 સીટ
Jayesh Brahmbhatt 98253 44944
આમ તો દેશભરમાં એવી હવા વહેતી થઇ છે કે મેડીકલ ડેન્ટલના પહેલા વર્ષમાં પ્રવેશ માટેની સિંગલ એન્ટ્રન્સ ટેસ્ટ, નીટ 2020નું પરીણામ તા.12મી ઓક્ટોબર 2020ના રોજ જાહેર થશે. જોકે, પરીક્ષા લેનાર સંસ્થા નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ સત્તાવાર રીતે (તા.11 ઓક્ટોબર સવારે 10 વાગ્યા સુધી) કોઇ ફોડ હજુ સુધી પાડ્યો નથી. આમ છતાં નીટ 2020ના પરીણામની ઘડીઓ ગણાવાનું શરૂ થઇ ચૂક્યું છે. જોકે, ગયા વર્ષના પરીણામ અને આ વર્ષના પરીણામમાં ખાસ્સો ફેર જોવા મળે તેમ નિષ્ણાંતો માની રહ્યા છે.
નીટ 2020 પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને સ્પર્શે એવી કેટલીક ઉપયોગી માહિતી ટીપ્સ અહીં રજૂ કરી રહ્યા છીએ.
આ વર્ષે ડ્રોપ આઉટ લેનારાઓની સંખ્યા વિક્રમી રીતે વધવાના સંકેતો નીટ પરીક્ષા અંગે એન.ટી.એ. એ જાહેર કરેલી પ્રોવિઝનલ આન્સર કી જોયા પછી જ મળવાના શરૂ થઇ ગયા છે. કેમકે પરીક્ષાર્થીઓએ જે પ્રશ્નપત્ર આપીને બહાર આવ્યા બાદ જે ગણતરીઓ કરી હતી એ ઉંધી પડી છે. સાથોસાથ એવું પણ બન્યું છે કે અમૂક સેટના પ્રશ્નપત્રો સહેલા હતા જેમાં વિદ્યાર્થીઓ સારા માર્કસ ખેંચી લાવશે તો કોમ્પિટીશનનું લેવલ પણ વધશે. કોવીડ-19ની સ્થિતિના કારણે કથળેલી આર્થિક વ્યવસ્થાની આડઅસર રૂપે પણ અનેક વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પ્રવેશ લેવાનું વિચારતા હતા એ હવે ફેરવિચારણાના લેવલ પર આવી ચૂક્યા છે. આવા અનેક કારણોથી ડ્રોપ આઉટનું લેવલ વધે તેવી શક્યતા જોવાય રહી છે.
- તા.11મી ઓક્ટોબર 2020ના રોજ રવિવારે એન.ટી.એ. નીટ પરીક્ષાના પ્રશ્નપત્રોની ફાઇનલ આન્સરકી જાહેર કરે તેવી સંભાવના છે. તા.12મી ઓક્ટોબરે ઓલ ઇન્ડિયા રેન્ક સાથેનું મેરીટ લિસ્ટ જાહેર થાય તેવી શક્યતાઓ જોવાય રહી છે.
- નીટ પરીક્ષાથી દેશભરમાં એમ.બી.બી.એસ., બી.ડી.એસ., આયુષ ડિપાર્ટમેન્ટ સંચાલિત અભ્યાસક્રમો, એઇમ્સ, જીપમેર વગેરેમાં પ્રવેશ મળી શકે.
- ગુજરાતમાં નીટ પરીક્ષાના સ્કોરથી મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથી અને નેચરોપેથી એમ 5 કોર્સમાં પ્રવેશ મળે છે.
- દેશભરમાં MBBSની 80,055 સીટ, BDS 26,949 સીટ છે.
- ગુજરાતમાં હાલ એમ.બી.બી.એસ.ની કુલ 5400 જેટલી સીટો છે, આ વર્ષે વધારાની શક્યતા છે. બીડીએસની 1100 પ્લસ બેઠકો છે.
- નીટ 2020ની આન્સર કી બાદ જે રીતે સોશ્યલ મિડીયામાં ઉમેદવારો અને તેમના વાલીઓ બળાપો કાઢી રહ્યા છે એ જોતા હજારો વિદ્યાર્થીઓની અપેક્ષા કરતા પરીણામ અલગ આવશે અને શિક્ષણ સર્વદા, કાઉન્સિલર્સ પ્રિડીકશન વગેરે જોતા આ વખતે નીટના પરીણામથી અસંતોષ વધારે જોવા મળશે અને તેની અસર ડ્રોપ આઉટ રેશીયો વધવા પર પડશે. સેંકડો વિદ્યાર્થીઓ આવતા વર્ષે ફરી નીટ આપવાનું પસંદ કરશે.
admissions to AIIMS and JIPMER will be done on the basis of marks and rank secured by candidates in NEET 2020
2019 Marks vs Rank
| Marks range | Rank range |
| 701 | 1 |
| 690-681 | 20-88 |
| 680-671 | 99-214 |
| 670-661 | 223-476 |
| 660-651 | 568-930 |
| 650-640 | 946-1714 |
| 639-631 | 1809-2570 |
| 630-621 | 2788-3956 |
| 620-611 | 4074-5630 |
| 610-601 | 5692-7580 |
| 600-591 | 7784-10036 |
| 590-581 | 10248-12898 |
| 580-571 | 13064-16008 |
| 570-561 | 16173-19478 |
| 560-551 | 19967-23501 |
| 550-541 | 23695-27650 |
| 540-531 | 27994-32317 |
| 530-521 | 32796-37464 |
| 520-511 | 37780-38736 |
| 518-508 | 38822-44553 |
| 507-497 | 45023-51086 |
| 496-486 | 51498-58114 |
| 485-475 | 58214-65316 |
| 474-464 | 65801-73197 |
| 463-453 | 73337-81607 |
| 452-442 | 82216-89872 |
| 441-431 | 90825-99323 |
| 430-420 | 99914-109429 |
| 419-409 | 109937-120258 |
| 408-398 | 121183-130881 |
| 397-387 | 131606-142409 |
| 386-376 | 143021-154839 |
| 375-365 | 155526-166885 |
| 364-354 | 168240-180534 |
| 353-343 | 181904-194475 |
| 342-330 | 196229-212737 |
| 329-319 | 213657-228146 |
| 318-308 | 229715-244438 |
| 307-297 | 246358-262168 |
| 296-286 | 264920-281164 |
| 285-275 | 282209-301278 |
| 274-264 | 301630-321670 |
| 263-253 | 323239-342377 |
| 252-242 | 345392-365681 |
| 241-231 | 367875-389513 |
| 230-220 | 390772-415591 |
| 219-209 | 417086-443048 |
| 208-198 | 444437-473780 |
| 197-187 | 474172-504471 |
| 186-176 | 505827-537501 |
| 175-165 | 541048-576326 |
| 164-154 | 578413-615798 |
| 144-134 | 619072-700772 |
| 133-123 | 704652-753821 |
| 122-112 | 760098-815858 |
| 111-101 | 816706-879718 |
| 100-90 | 881132-950796 |
| 83-73 | 1000399-1071321 |
| 70-59 | 1094305-1168705 |
| 58-50 | 1174669-1228755 |
| 34-18 | 1318393-1374142 |
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


