CIA ALERT
03. May 2024
May 4, 20191min5960

Related Articles



મુંબઇમાં ચોમાસામાં 28 મોટી ભરતી નીપ ટાઈડના 12 દિવસ

Share On :
Print Friendly, PDF & Email

ચોમાસામાં દરિયામાં મોટી ભરતી હોય અને તે દિવસે મુશળધાર વરસાદ પડયો તો મુંબઈમાં પાણી ભરાઈ જતાં હોય છે. તો હવે ભરતીની સાથે જ નીપ ટાઈડ મુંબઈ માટે જોખમી બનતી જઈ રહી છે. આ વર્ષે ચોમાસામાં 28 દિવસ મોટી ભરતી તો 12 દિવસ નીપ ટાઈડ હોવાનું મુંબઈ મહાનગરપાલિકાએ જણાવ્યું હતું. જેમાં સૌથી મોટી ભરતી પહેલી સપ્ટેમ્બર 2019ના રોજ છે, તે દિવસે દરિયામાં 4.91 મીટર જેટલાં ઊંચા મોજાં ઉછળશે.

12 દિવસ નીપ ટાઈડ

દરિયામાં 28 દિવસ મોટી ભરતી અને 12 દિવસ નીપ ટાઈડ છે. જયારે દરિયામાં મોટી ભરતી પણ ના હોય અને દરિયામાં ઓટ પણના હોય તેને નીપ ટાઈડ કહેવાય છે. જૂન મહિનામાં 25, 26, 27ના જુલાઈ મહિનામાં 25, 26, 27 તો 24 અને 25 ઑગસ્ટના, સપ્ટેમ્બર મહિનામાં 7, 8, 22 અને 23 સપ્ટેમ્બરનો સમાવેશ થાય છે.

મુંબઈમાં વરસાદી પાણીનો નિકાલ કરનારી પાઈપલાઈનની ક્ષમતા એક કલાકના 50 મિલીમીટર પાણીનું વહન કરવાની છે. જોકે મોટી ભરતી હોય ત્યારે દરિયામાં મોજાં 4.5 મીટર ઊંચા ઉછળતા હોય છે અને આવા સમયે જો મુશળધાર વરસાદ પડયો તો મુંબઈના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાની ભારોભાર શકયતા હોય છે. તેથી દર વર્ષે ચોમાસા પહેલા આવી મોટી ભરતીની યાદી તૈયાર કરીને તે દિવસે પાલિકા દ્વારા ખાસ તકેદારીના પગલાં લેવામાં આવતા હોય છે.

બે વર્ષ પહેલા નીપ ટાઈડના દિવસે મુશળધાર વરસાદ પડયો હતો અને મુંબઈમાં પાણી ભરાઈ ગયા હતા. તેથી તે અનુભવને ધ્યાનમાં રાખીને મોટી ભરતીની સાથે જ નીપ ટાઈડના દિવસની પણ પાલિકા યાદી તૈયાર કરવા માંડી છે અને આ દિવસો દરમિયાન પાલિકા, પોલીસ, ફાયરબ્રિગેડ સહિત અન્ય સરકારી યંત્રણા પણ સતર્ક રહેતી હોય છે, જેથી જાનહાની સાથે જ વિત્તહાની ટાળી શકાય.

જૂન મહિનામાં આ વર્ષે છ દિવસ મોટી ભરતી છે, જેમાં 3 જૂનના બપોરના 12.12 વાગે 4.53 મીટર, ચાર જૂનના બપોરના 12.53 વાગે 4.64 મીટર, પાંચ જૂનના બપોરના 1.36 વાગે 4.68 મીટર, 6 જૂનના બપોરના 2.20 વાગે 4.65 મીટર, 7 જૂનના બપોરના 3.07 વાગે 4.55 મીટર અને 17 જૂનના બપોરના 12.18 વાગે દરિયામાં 4.51 મીટર જેટલાં ઊંચા મોજાં ઉછળશે.

જુલાઈ મહિનામાં સાત દિવસ મોટી ભરતી છે, જેમાં બે જુલાઈના સવારના 11.52 વાગે 4.54 મીટર, 3ના બપોરના 12.35 વાગે 4.69 મીટર, ચાર જુલાઈના બપોરના 1.20 વાગે 4.78 મીટર, પાંચ જુલાઈના બપોરના 2.06 વાગે 4.79 મીટર, છ જુલાઈના બપોરના 2.52 વાગે 4.74 મીટર, 7 જુલાઈના બપોરના 3.41 વાગે 4.60 મીટર અને 31 જુલાઈના સવારના 11.31 વાગે દરિયામાં 4.53 મીટર ઊંચા મોજાં ઉછળશે.

ઑગસ્ટ મહિનામાં આઠ દિવસ દરિયામાં મોટી ભરતી છે, તેમાં પણ સૌથી મોટી ભરતી 3 અને 31 ઑગસ્ટના બપોરના હશે એ દિવસે દરિયામાં 4.90 મીટર જેટલા ઊંચા મોજા ઉછળશે. પહેલી ઑગસ્ટના બપોરના 12.16 વાગે 4.74 મીટર, બે ઑગસ્ટના બપોરના 12.59 વાગે 4.87 મીટર, ચાર ઑગસ્ટના બપોરના 2.29 વાગે 4.83 મીટર, પાંચના બપોરના 3.14 વાગે 4.65 મીટર અને 29 ઑગસ્ટના સવારના 11.11 વાગે 4.53 મીટર જેટલા મોજાં ઊંચા ઉછળશે.

સપ્ટેમ્બરમાં સાત દિવસ દરિયામાં મોટી ભરતી છે, જેમાં ચોમાસાના ચારેય મહિનાની સૌથી મોટી ભરતી પહેલી સપ્ટેમ્બરના બપોરના 1.15 વાગે હશે. એ દિવસે દરિયામાં 4.91 મીટર જેટલા ઊંચા મોજાં ઉછળશે. બે સપ્ટેમ્બરના મધરાતે 1.33 વાગે 4.67 મીટર અને બપોરના 1.58 વાગે 4.79 મીટર, 3 સપ્ટેમ્બરના મધરાતે 2.19 વાગે 4.58 મીટર અને બપોરના 2.41 વાગે 4.54 મીટર, 27 સપ્ટેમ્બરના સવારના 10.47 વાગે 4.51 મીટર, 28 સપ્ટેમ્બરના સવારના 11.27 વાગે 4.72 મીટર અને રાતના 11.48 વાગે 4.63 મીટર, 29ના બપોરના 12.07 વાગે 4.82 મીટર અને 30ના રાતના 12.34 વાગે 4.83 મીટર અને બપોરના 12.47 વાગે દરિયામાં 4.79 મીટર જેટલા ઊંચા મોજાં ઉછળશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :