CIA ALERT
18. May 2024
October 28, 20191min3320

Related Articles



મોદીએ સરહદ પર સૈનિકો સાથે દિવાળી ઉજવી

Share On :
Print Friendly, PDF & Email

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દિવાળીના દિવસે જમ્મુ-કાશ્મીરના રાજોરી જિલ્લામાં એલઓસી ખાતે ફરજ બજાવતાં સૈનિકોને મળતા તેઓ વડા પ્રધાનની અચાનક મુલાકાતથી અત્યંત ખુશ થઇને ગૌરવ અનુભવ્યું હતું. સૈનિકો ભાવવિભોર થયા હતા

જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ ૩૭૦નાબૂદી બાદ વડા પ્રધાન મોદીની જમ્મુના સરહદી જિલ્લામાં પ્રથમ મુલાકાત હતી. ઇન્ફેન્ટ્રી ડે ની ઉજવણી પણ સાથે થઇ છે.

બી. જી. બ્રિગેડ વડા કાર્યાલય ખાતે વડા પ્રધાને સૈનિકો સાથે વાતચીત કરી હતી. વડા પ્રધાનની મુલાકાતે અમારી દિવાળી યાદગાર બનાવી છે, એમ સૈનિકોએ કહ્યું હતું. વડા પ્રધાનની મુલાકાતથી અમે આશ્ર્ચર્યચકિત થઇ ગયા હતા અને ગૌરવ અનુભવીએ છીએ. સૈનિકોનું નૈતિક મનોબળ મજબૂત બન્યું છે, એમ સૈનિકોએ કહ્યું હતું.

દેશની સરહદની સુરક્ષા કરતા જવાનોની કામગીરીના વડા પ્રધાને વખાણ કર્યા હતા. સરકાર તમારી પડખે છે એવી ખાતરી તેમણે આપી હતી. પાકિસ્તાને આ વર્ષે ૨૧૦૦ વખત શસ્ત્રવિરામનો ભંગ કર્યો છે. ૨૯ ભારતીયોનાં મોત થયા છે. સરહદ પર તકેદારી રાખવાનું ચાલુ રાખવા મોદીએ સૈનિકોને કહ્યું હતું. નરેન્દ્ર મોદી

૨૦૧૪માં વડા પ્રધાન બન્યા બાદ દિવાળી દર વર્ષે જવાનોની સાથે મનાવે છે. ૨૦૧૪માં લડાખના સિયાચીનમાં સૈનિકો સાથે દિવાળી મનાવી હતી. ૨૦૧૫માં પંજાબ સરહદે સુરક્ષા જવાનો સાથે દિવાળીમાં રહ્યા હતા. ૨૦૧૬માં હિમાચલપ્રદેશમાં ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ સાથે દિવાળીનો સમય પસાર કર્યો હતો. ૨૦૧૭માં ઉત્તર કાશ્મીર અને ૨૦૧૮માં ઇન્ડો-ચાઇના બોર્ડર નજીક આર્મીના જવાનો સાથે દિવાળી ઉજવી હતી.

રવિવારે દિવાળી એલઓસી નજીક ફરજ બજાવતાં સુરક્ષા જવાનો સાથે ઉજવી હતી. તેઓ બે કલાક રહ્યા હતા. થોડા સમય અગાઉ જ પાક આર્મીએ ફોરવર્ડ પોસ્ટ પર હુમલો કર્યો હતો દેશના જવાનો મારા પરિવાર જેવા છે એમ મોદીએ કહ્યું હતું.

તેમણે રાજોરીમાં હોલ ઓફ ફેમની મુલાકાત લીધી હતી. રાજોરી અને પુંચ વિસ્તારની સુરક્ષા માટે શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે હોલ ઓફ ફેમને પરાક્રમ-પ્રેરણા અને પાવનભૂમિ ગણાવી હતી આપણા બહાદુર સૈનિકો સાથે ઉજવણી કરીને દિવાળી વધુ મધુર બની છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :