CIA ALERT
28. April 2024
February 12, 20201min4020

Related Articles



LRD : આંદોલનનો પડઘો : ગુજરાત સરકારે વિવાદિત પરિપત્ર રદ કરવો પડ્યો

Share On :
Print Friendly, PDF & Email

LRD એટલે લોક રક્ષક દળ (પોલીસ જવાન)

એલઆરડી ભરતી પ્રક્રિયામાં કોઇપણ બહેનને અન્યાય ના થાય અને કાયદાકીય રીતે આ સમસ્યાનો ઉકેલ આવે તે દિશામાં રાજ્યસરકારે પુરી સંવેદનાથી નિર્ણય કરી વિવાદિત પરિપત્રને રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. હવે નવા સુધારા સાથેનો પરિપત્ર જાહેર કરવામાં આવશે.

પરિપત્ર રદ્દ કર્યાની જાહેરાત સાથે જ એસસી, એસટી, ઓબીસી દિગ્ગજ નેતાઓ પારણા કરાવવા માટે આંદોલન સ્થળ પર પહોંચ્યા હતા.અને’ મહિલાઓને સાંત્વના આપવામાં આવી હતી કે, 1-8-18નો જે પરિપત્ર છે તે રદ્દ કરવામાં આવ્યો છે’ પરંતુ આંદોલનકારી વિદ્યાર્થીઓએ અસમંજસ વચ્ચે પારણા કરવાની મનાઇ કરી દીધી હતી.

જ્યાં સુધી પરિપત્ર હાથમાં નહીં આવે ત્યાં સુધી તેઓ આંદોલન

જ્યાં સુધી પરિપત્ર હાથમાં નહીં આવે ત્યાં સુધી તેઓ આંદોલન સમેટશે નહીં. એલઆરડી ભરતી મુદ્દે ઉભા થયેલા વિવાદને કારણે રાજ્યસરકારે 1-8-18નો પરિપત્ર રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી છે. હવે સુધારા સાથેનો નવો પરિપત્ર જાહેર કરવામાં આવશે તેવી વાત સાથે સરકારના પ્રધાન કુંવરજી બાવળિયા આંદોલન છાવણી ખાતે પહોચ્યા હતા.

સરકારના મંત્રી કુંવરજી બાવળિયાએ શું કહ્યું

સરકારના મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું કે, રાજ્યકક્ષાના પ્રધાનો વચ્ચે મુખ્યપ્રધાન કક્ષાની વ્યક્તિએ કીધુ હોય કે પરિપત્ર રદ્દ થશે તો તે થાય જ. સરકાર પર ભરોસો રાખવો જોઇએ.અહીં નોંધવું ઘટે કે, રાજ્યસરકાર દ્વારા ઓગસ્ટ 2018માં પોલીસ વિભાગની એલઆરડી સંવર્ગની કુલ 9713 જગ્યાની જાહેરાત થઇ હતી. જેમાં મહિલાઓ માટે 3077 જગ્યાઓ ખાલી રખાઇ હતી. જેની 6 જાન્યુઆરી 2019ના દિવસે પરીક્ષાનું આયોજન થયું હતું.

જો કે મેરિટમાં અનામત વર્ગની મહિલાઓ ઉચ્ચ મેરિટ ધરાવતી હોવા છતાં તેની બાદબાકી પરિપત્રના કારણે મેરિટમાંથી થઇ હતી. જેના કારણે એસસી, એસટી, ઓબીસી સમાજની મહિલાઓ 64 દિવસથી ગાંધીનગર ખાતે ઉપવાસ આંદોલન ઉપર ઉતરી હતી. દરમિયાન એલઆરડીની ભરતીમાં અનામત અનામત વર્ગને અન્યાયના મુદ્દે કોંગ્રેસે પણ ઝંપલાવતા સરકારે બજેટ સત્ર પહેલાં જ આ આંદોલનનો સુખદ ઉકેલ શોધવાની કવાયત હાથ ધરી હતી. ઓબીસી સમાજની યુવતીઓ સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની મુલાકાત બાદ સરકારે તેમની માંગ સ્વીકારી લીઘી હતી અને 1-8-18ના પરિપત્રમાં સુધારો કરવાની બાંયધરી આપી હતી.

મુખ્યપ્રધાન રૂપાણીએ આ મામલે અગાઉ કહ્યુ હતુ કે, એલઆરડી ભરતી પ્રક્રિયામાં કોઇપણ બહેનને અન્યાય ના થાય અને કાયદાકીય રીતે આ સમસ્યાનો ઉકેલ આવે તે દિશામાં રાજ્યસરકાર પૂરી સંવેદનાથી આગળ વધી રહી છે.દરમિયાન કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો ચોટીલાના ઋત્વિક મકવાણા, દસાડાના નૌશાદ સોલંકી અને સિદ્ધપુરના ચંદનજી ઠાકોર આવતીકાલથી 72 કલાકના આમરણ ઉપવાસ પર ઉતરવાના હતા પરંતુ એ પહેલા જ સરકારે પરિપત્ર રદ્દ કરવાનો નિર્ણય જાહેર કરી વિપક્ષની રણનીતિને નિષ્ફળ બનાવી દીધી છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :