Zoom ને YouTube લગભગ બધી સ્કુલો ભણાવે તો પણ LP સવાણી ગ્રુપની સ્કુલ્સમાં જ કેમ ઓનલાઇન અભ્યાસમાં સૌથી વધુ મજા આવે?
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
ગત માર્ચ 2020માં કોરોના કાળ શરૂ થયા પછી ભારતમાં બંધ થયેલું પ્રત્યક્ષ સ્કુલિંગ હજુ સુધી શરૂ થઇ શક્યું નથી. ભારતમાં હજુ પણ શાળાકીય અભ્યાસ ઓનલાઇન કરાવવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં જેવી શાળા એવી ઓનલાઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટી અને એ રીતે ઓનલાઇન સ્ટડી કરાવવામાં આવે છે. હાલમાં ઝુમ, માઇક્રોસોફ્ટ, ગુગલ, યુ ટ્યુબ જેવા માધ્યમોથી વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવે છે. જ્યારે સરકારી સ્કુલોના વિદ્યાર્થીઓ હજુ પણ ટેલિવિઝન ચેનલથી અભ્યાસ કરી રહ્યા છે કેમકે તેમની પાસે એન્ડ્રોઇડ ફોનની સુવિધા નથી.
બિન આકર્ષક અને કંટાળાજનક બની રહેલી ઓનલાઇન સ્ટડી સિસ્ટમને એલ.પી. સવાણી ગ્રુપ ઓફ સ્કુલ્સે આકર્ષક બનાવી
કંટાળાજનક ઓનલાઇન અભ્યાસના અનેક ઉપદ્રવો વર્તાવાના શરૂ થઇ ચૂક્યા છે. જેમકે વિદ્યાર્થીઓની આંખો બળે છે, સતત ઓનસ્ક્રીન રહેવા સાથે અન્ય સમસ્યાઓ પણ થઇ રહી છે અને હવે ઓનલાઇન સ્ટડી બિનઆકર્ષક બનવા માંડ્યું છે. ટીચર્સને પણ ભણાવવાની મજા આવતી નથી.
સુરતમાં લગભગ 20 હજાર જેટલા વિદ્યાર્થીઓ જેની સાથે સંકળાયેલા છે એ એલ.પી. સવાણી ગ્રુપ ઓફ સ્કુલ્સે 2021ના પહેલા જ દિવસે ઓનલાઇન સ્ટડીને આકર્ષક બનાવતા એક તરોતાજા સિસ્ટમ પોતાની સ્કુલમાં લોંચ કરી છે અને એ સિસ્ટમનું નામ છે વર્ચ્યુઅલ એક્સેલન્સ.

આ સિસ્ટમ અંગે વધુ જાણકારી આપતા એલ.પી.એસ. ગ્રુપ ઓફ સ્કુલ્સના ધર્મેન્દ્ર સવાણીએ સી.આઇ.એ. લાઇવને જણાવ્યું હતું કે આ એક એવું પ્લેટફોર્મ છે જે વિદ્યાર્થીઓ, પેરેન્ટ્સ, ટીચર્સ, ગેસ્ટ સ્પીકર્સ તમામને ફીલ આપે છે. એમ્બિયન્સમાં થિયેટર અને સ્ટેજની અનુભૂતિ કરાવે છે. વર્ચ્યુઅલ એક્સેલેન્સનો સૌથી મોટો ફાયદો એ છે કે આમાં યુ ટ્યુબ અને ઝૂમ પણ ઇનેબલ છે પણ વિદ્યાર્થીઓને ઓનલાઇન સ્ટડીમાં જબરદસ્ત રીતે જકડી રાખે છે અને ઓનલાઇન સ્ટડીને કંટાળાજનક બનાવવાથી દૂર રાખે છે.
ધર્મેન્દ્ર સવાણીએ ઉમેર્યું કે પહેલા જ દિવસે વર્ચ્યુઅલ એક્સેલેન્સનું પરફોર્મન્સ આકર્ષક બન્યું હતું જે અમારા માટે પ્રોત્સાહિત કરનારી ઘટના છે. તેમણે કહ્યું કે આ પ્લેટફોર્મ એક નોલેજ શેરીંગ સાથે જુદા જુદા ચાર અલગ થિયેટર સ્ટેજિસની અનુભૂતિ ઓનસ્ક્રીન કરાવે છે, જેને લઇને નાના બાળકોથી લઇને તેમના પેરેન્ટ, ગ્રાન્ડ પેરેન્ટસ તેમજ ટીચર્સ તમામ માટે એક જ સમયે જુદા જુદા ચાર પ્રકારના કાર્યક્રમો યોજી શકાશે અને તેમાં એક્ટીવ પાર્ટીસિપેસન્સની સાથે સોશ્યલ મિડીયા શેરીંગની સુવિધા પણ ઉપલબ્ધ છે.
LP Savani Group of Schools Launched Virtual Excellence System

ઘરે બેઠા થિયેટરમાં બેઠા હોવાની ફિલ કરાવતી સિસ્ટમ છે વર્ચ્યુઅલ એક્સેલેન્સ



આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


