CIA ALERT

પદ-પ્રશંસાની પરવાહ નહીં, કોઇને પણ મદદ કરવાનો સ્વભાવ ધરાવતા કમલેશ સેલરના નેતૃત્વમાં અનેક સંસ્થાઓ ખીલી ઉઠી છે

Share On :

1990ના દાયકાથી સતત સક્રિય કમલેશ સેલરમાં સુરતીઓએ સાચા લોકસેવકને જોયો જાણ્યો છે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કમલેશ સેલર. એક મળવા જેવો માણસ. 1990ના દાયકાથી સુરતીઓએ જેને સતત લોકોની સેવા માટે તત્પર રહેતા જોયો હોય એવો સાચો લોક સેવક.

મિત્ર હોવાના નાતે અત્યંત નજીકથી લેખકે કમલેશ સેલરના વ્યક્તિત્વને જોયું જાણ્યું છે. 1995માં ભાજપામાંથી કોર્પોરેટર બન્યા, પાણી સમિતિના ચેરમેન બન્યા. સુરત શહેરના શાસકોમાં આગળ પડતું નામ બન્યા પણ એ નામનું તેમને ક્યારેય અભિમાન નહીં. કોઇપણ જાતના પદ કે પ્રશંસાની ઝંખના કર્યા વગર કોઇપણ વ્યક્તિ ભલેને એ અપરિચિત હોય પરંતુ સતત તેને કોઇપણ મુદ્દા પર મદદ કરવા માટે કમલેશ સેલર હંમેશા તત્પર રહે છે. એ કમલેશ સેલરની લિડરશીપ હેઠળ એક નહીં એવી અનેક સંસ્થાઓ છે જે આ જે વસંતમાં ખીલતા પુષ્પોની જેમ ખીલી ઉઠી છે.

રાંદેર પીપલ્સ બેંક હોય કે કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ, આ સંસ્થાઓનો વિકાસ જોઇને સુરતીઓ ખુશ થાય છે

રાંદેર પીપલ્સ બેંક, એક સમયે અત્યંત નાજુક પરિસ્થિતિમાંથી પસાર થઇ રહી હતી એ સમયે જ કમલેશ સેલરે તેનું નેતૃત્વ હાથમાં લીધું. અનેક તકડી છાંયડી, અનેક ટેકનિકલ, કાયદાકીય આંટીઘૂંટીમાંથી પસાર થઇને એ જ રાંદેર પીપલ્સ બેંકને આજે અપટુ ડેટ અને પ્રોફિટ મેકિંગ સાથે નેત્રદિપક કામગીરી.

એવી જ રીતે જહાંગીરપુરા તાપી કિનારે સ્થિત કુરુક્ષેત્ર સ્મશાનભૂમિ. અહીં પણ અપર્યાપ્ત માળખાગત સુવિધાઓ વચ્ચે રાંદેર અડાજણ આખા વિસ્તારમાં એક માત્ર સ્મશાનભૂમિ હતી. લોકોને અનેક અગવડો, અસુવિધાઓ થતી હતી. કમલેશ સેલરના નેતૃત્વમાં એક પછી એક કામો થતા ગયા આજે કુરુક્ષેત્ર સ્મશાનભૂમિ કે જ્યાં સામાન્ય સેવકોને કામ કરવાની પણ સૂગ આવે ત્યાં તેમણે કાબિલેતારીફ વિકાસ કામો કર્યા.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ સમયે હંમેશા તેમની સેવાઓ જોવા મળી

શહેરમાં જ્યારે જ્યારે તાપી પૂર કે ખાડી પૂરનો વખત આવ્યો ત્યારે ત્યારે વહીવટીતંત્રોએ કમલેશ સેલરની સેવાઓ લીધી છે. સિમાડા વિસ્તારમાં ફરી વળેલા ખાડી પૂરના સમયે સૌથી પહેલા સ્થળ પર કમલેશ સેલરની ટીમ પહોંચીને બચાવ રાહતની કામગીરી શરૂ કરી દીધી હતી. એવી જ રીતે શહેરમાં 1998, 2002 અને 2006ની તાપી રેલ વખતે પણ કમલેશ સેલરની આગેવાની હેઠળ તેમની ટીમોએ સુરતને ઘણી મોટી જાનહાની અને નુકસાનીમાંથી બચાવવાની ભગીરથ કામગીરી કરી છે. કમલેશ સેલર માટે કહેવાય છે કે એ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કરતી બિનસરકારી વ્યક્તિ છે.

સ્પોર્ટસનો સૌથી મોટો સમર્થક

કમલેશ સેલર માટે કહેવાય છે કે તેઓ સ્પોર્ટસના સૌથી મોટા સમર્થક છે. ભાણકી સ્ટેડીયમને ડેવલપ કરવાની તીવ્ર માગ કમલેશ સેલરે વખતોવખત કરી છે. એથી વિશેષ સુરતમાં ફુટબોલ એસોસીએશનના સ્થાપકથી લઇને રાષ્ટ્રીયસ્તરની ટુર્નામેન્ટ પણ તેઓ યોજી ચૂક્યા છે.

આવી સંસ્થાઓના જો નામ લેવા જઇએ તો લાંબુ લિસ્ટ થાય કે જ્યાં કમલેશ સેલરે કોઇપણ જાતની ક્રેડિટ, પદ, પ્રતિષ્ઠા કે પ્રશંસાની પરવાહ કર્યા વગર ફક્તને ફક્ત કોઇને મદદરૂપ થવાનો સ્વભાવને અનુસરીને કામો કર્યા.

May be an image of 1 person
Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :