લીગ રાઉન્ડના બન્ને મેચમાં ચેન્નાઇ સામે જીત મેળવનાર મુંબઇની ટીમ ફેવરિટ
ધોનીની ટીમ સીએસકેને હોમ ગ્રાઉન્ડનો ફાયદો મળી શકે છે
આઇપીએલ-12નો લીગ તબકકો સમાપ્ત થઇ ચૂકયો છે. હવે આવતીકાલ મંગળવારથી પ્લેઓફના મુકાબલા શરૂ થશે. મંગળવારે પહેલા કવોલીફાયર મેચમાં પોઇન્ટ ટેબલ પરની બે ટોચની ટીમ મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સની કાંટે કી ટકકર થશે. આ મેચમાં જીત હાંસલ કરનાર ટીમનો સીધો ફાઇનલમાં પ્રવેશ થશે. જયારે પરાજીત ટીમને વધુ એક તક મળશે. આ મેચ એમ. એ. ચિંદમ્બર સ્ટેડિયમ પર રમાશે. જે ધોનીની ટીમનું હોમ ગ્રાઉન્ડ છે. આથી સીએસકેને ફાયદો મળી શકે છે. જો કે આ જ મેદાન પર રમાયેલા પાછલા લીગ મેચમાં મુંબઈની ટીમે ચેન્નાઇને હાર આપી હતી. એ મેચમાં ધોની અનફિટ હોવાથી રમ્યો ન હતો. આઇપીએલની વર્તમાન સિઝનના બન્ને લીગ મેચમાં મુંબઇની ટીમે ચેન્નાઇની ટીમને હાર આપી હતી. આથી આવતીકાલના પ્લેઓફના મેચમાં રોહિત શર્માની ટીમને એસએસ ધોનીની ટીમ સામે ફેવરિટ માનવામાં આવી રહી છે. આઇપીએલમાં બન્ને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં 26 મેચની ટકકર થઇ છે. જેમાં મુંબઇનો હાથ ઉપર રહ્યો છે. તેને 1પમાં જીત મળી છે. જયારે ચેન્નાઇને 11 મેચમાં વિજય પ્રાપ્ત થયો છે.
ચેન્નાઇની ધીમી પિચ પર ધોનીનું સૌથી મુખ્ય હથિયાર તેની સ્પિન બોલિંગ હશે. ઇમરાન તાહિર, રવિન્દ્ર જાડેજા અને અનુભવી હરભજનસિંઘ મુંબઇના બેટધરોને સંયમમાં રાખવા સક્ષમ છે. ઇજા બાદ વાપસી કરનાર ઓલરાઉન્ડર બ્રાવો ફોર્મમાં નથી. આથી તેના સ્થાને કિવિ સ્પિનર મિચેલ સેન્ટરને તક મળી શકે છે. ઇજાગ્રસ્ત કેદાર જાધવના સ્થાને મુરલી વિજયને લગભગ અજમાવવામાં આવશે.
આ સામે મુંબઇની ટીમ તેના બે મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ અને લાસિથ મલિંગા પર વધુ નિર્ભર રહેશે. તેના સાથમાં યુવા ઓલરાઉન્ડર હાર્દિક પંડયા, સુકાની રોહિત શર્મા, કિવંટન ડિ’કોક, કિરોન પોલાર્ડ, દીપક ચહર, કુણાલ પંડયા અને સૂર્યકુમાર યાદવ રહેશે. મુંબઇની ટીમમાં કેરેબિયન બેટધર ઇવિન લૂઇસને તક મળી શકે છે. મેચ મંગળવારે સાંજે 7-30 વાગ્યાથી શરૂ થશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
