CIA ALERT
06. May 2024
June 6, 20191min3720

Related Articles



ICC World Cup : ભારતે આફ્રિકાને હરાવ્યું, હવે રવિવારે હવે ઑસ્ટ્રેલિયા સાથે મુકાબલો

Share On :
Print Friendly, PDF & Email

ભારતે ગઈ કાલે અહીં ૧૨મા વર્લ્ડ કપમાં વિજયી-આરંભ કર્યો હતો. એણે સાઉથ આફ્રિકાને ૬ વિકેટે પરાજિત કર્યું હતું. ૨૨૮ રનના લક્ષ્યાંક સામે ભારતે ૪૭.૩ ઓવરમાં ૪ વિકેટે (૧૫ બૉલ બાકી રાખીને) ૨૩૦ રન બનાવ્યા હતા.

વિરાટસેનાએ આ વિજયના રૂપમાં દેશને ‘ઇદની ભેટ’ આપી હતી. ભારત વન-ડેમાં નંબર-ટૂ છે અને બૅટ્સમેનોમાં રોહિત શર્મા (૧૨૨ અણનમ, ૧૪૪ બૉલ, બે સિક્સર, તેર ફોર) પણ નંબર-ટૂ છે. તે પોતાની આ રૅન્કને છાજે એ રીતે ગઈ કાલે રમ્યો હતો અને ભારતને શાનદાર વિજય અપાવ્યો હતો. મૅન ઑફ ધ મૅચ રોહિત ઉપરાંત સ્પિનર યુઝવેન્દ્ર ચહલ (૧૦-૦-૫૧-૪) પણ ગઈ કાલની જીતનો હીરો હતો.

રોહિતને ગઈ કાલે મહેન્દ્રસિંહ ધોની (૩૪ રન, ૪૬ બૉલ, બે ફોર)નો બહુ સારો સાથ મળ્યો હતો. તેમની વચ્ચે ચોથી વિકેટ માટે ૭૪ રનની બહુમૂલ્ય ભાગીદારી થઈ હતી. ધોની આઉટ થયા બાદ હાર્દિક પંડ્યાએ ૭ બૉલમાં ત્રણ ફોરની મદદથી અણનમ ૧૫ રન બનાવીને ભવ્ય જીત માટે ‘ફિનિશિંગ ટચ’ આપ્યો હતો.

આ પરાજય સાથે સાઉથ આફ્રિકાએ આ વખતના વર્લ્ડ કપમાં સતત ત્રીજો પરાજય જોયો છે. ૩૦મી મેએ પ્રારંભિક મૅચમાં એની યજમાન ઇંગ્લૅન્ડ સામે અને બીજી જૂને બંગલાદેશ સામે હાર થઈ હતી.

ભારતે ૧૯૯૯ના વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા સામે પોતાની પહેલી જ મૅચમાં ૪ વિકેટે પરાજય ખમવો પડ્યો હતો, પરંતુ ગઈ કાલે ભારતે એ હારનો ૨૦ વર્ષે બદલો લીધો હતો.

રોહિતને ૧૧૦ રન પૂરા કર્યા બાદ કવરમાં તેને ડેવિડ મિલરના હાથે જીવતદાન મળ્યું હતું. મિલરે તેનો આસાન કૅચ છોડ્યો હતો.

એ પહેલાં, ભારતે સાઉથ આફ્રિકાને ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૨૨૭ રન સુધી સીમિત રાખ્યું હતું. વાદળિયાં હવામાન વચ્ચે બૅટિંગ લેવાનો ફૅફ ડુ પ્લેસીનો નિર્ણય ‘ખોટી ગણતરી’ જેવો સાબિત થયો હતો, કારણકે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ શરૂઆતમાં જ ત્રાટક્યો હતો. તેણે બન્ને ઓપનરો (અમલા, ડી’કૉક)ને આઉટ કર્યા ત્યાર બાદ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે ક્લીન બોલ્ડમાં બે વિકેટ (હી વૅન ડર ડુસેન તથા કૅપ્ટન ફૅફ ડુ પ્લેસી) લીધી હતી. જોકે, ચાઇનામૅન બોલર કુલદીપ યાદવે જેપી ડુમિનીને આઉટ કર્યો ત્યાર પછી પૂંછડિયાઓએ ભારતને પરેશાન કરવાની શરૂઆત કરી દીધી હતી.

ટૉપ-ઑર્ડરના બૅટ્સમેનો કરતાં ટેઇલ-એન્ડરોની ભાગીદારીઓ ભારતને વધુ નડી હતી. છઠ્ઠી વિકેટ માટે ડેવિડ મિલર અને ઍન્ડીલ ફેહલુકવાયો વચ્ચે ૪૬ રનની, સાતમી વિકેટ માટે ક્રિસ મૉરિસ અને ફેહલુકવાયો વચ્ચે ૨૩ રનની તથા ખાસ કરીને આઠમી વિકેટ માટે મૉરિસ તથા કૅગિસો રબાડા વચ્ચે ૬૬ રનની પાર્ટનરશિપ થઈ હતી. આ ભાગીદારીએ મિડલ-ઑર્ડરની ડુ પ્લેસી તથા વૅન ડર ડુસેનની ત્રીજી વિકેટ માટેની ૫૪ રનની ભાગીદારી ઝાંખી પાડી દીધી હતી. આઠમી વિકેટની ૬૬ રનની ભાગીદારીમાં મૉરિસના ૩૩ રન તથા રબાડાના ૨૮ રન હતા. અન્ય પાંચ એક્સ્ટ્રા રન હતા.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :