CIA ALERT

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ લૉ (IIL) નો ઉદઘાટન સમારોહ શાનદાર રીતે સંપન્ન

Share On :

“IIL વર્તમાન શિક્ષણની સંસ્કૃતિને પ્રોત્સાહન આપશે”: માનનીય ન્યાયમૂર્તિ શ્રી ઉદય ઉમેશ લલિત, સુપ્રીમ કોર્ટ

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ લૉ (IIL)ની ફાઉન્ડેશન તકતીનું અનાવરણ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ, માનનીય ન્યાયમૂર્તિ શ્રી ઉદય ઉમેશ લલિત, માનનીય ન્યાયાધીશ શ્રી ભૂષણ રામકૃષ્ણ ગવઈ અને માનનીય ન્યાયમૂર્તિ શ્રી વી.રામાસુબ્રમણ્યમના હસ્તે કરાયું. આ અનાવરણ કાર્યક્રમ 20 ફેબ્રુઆરી 2021 ના રોજ KIIT યુનિવર્સિટી, ભુવનેશ્વર ખાતે યોજાયો. આ સમારોહમાં વરિષ્ઠ વકીલ અને અને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) અને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ટ્રસ્ટ (BCIT) ના પ્રમુખ શ્રી મનન કુમાર મિશ્રા, ઓડિશાના એડવોકેટ જનરલ, શ્રી અશોક પરીજા, વરિષ્ઠ એડવોકેટ અને BCITના અધ્યક્ષ શ્રી દેબી પ્રસાદ ધલ, BCITના એસોસિયેટ મેનેજિંગ ટ્રસ્ટી અને KIIT તથા KISSના સંસ્થાપક પ્રો. અચ્યુત સામંત સહિત ઘણી કાનૂની હસ્તીઓ હાજર રહી હતી અને સભાને સંબોધન કર્યું હતું.

IILની સ્થાપના બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ટ્રસ્ટ (બીસીઆઈટી) તથા KIITTના સહકારથી થઈ છે. જે કાયદા શિક્ષકોના કૌશલ્ય વિકાસ અને વકીલાતના અભ્યાસની સાથે સાથે નિરંતર શિક્ષણ અને સંશોધનને પ્રોત્સાહિત કરવાત તથા કાયદાના શિક્ષકોની એકેડેમી માટે એક મોડેલ સંસ્થા બનશે. આ સંસ્થા દેશની કાયદાની સ્કૂલોના યુવા શિક્ષકોની સુવિધા વધારશે અને તેમની ખૂબીઓ, વ્યાવસાયિક કુશળતા અને હોશિયારી વધારવામાં મદદરૂપ બનશે. દેશમાં આ પ્રકારની આ પ્રથમ સંસ્થા હશે.

ફાઉન્ડેશન સમારોહમાં સંબોધન કરતા માનનીય ન્યાયમૂર્તિ શ્રી ઉદય ઉમેશ લલિતે આઈ.આઈ.એલ.ની સ્થાપનાનું સ્વાગત કર્યું અને આ પ્રકારના કાર્ય બદલ BCIT અને KIIT ડીમ્ડ યુનિવર્સિટીની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે “જીવનમાં પરિવર્તન એકમાત્ર સ્થિર છે, સતત શિક્ષણ દરેક વ્યવસાય માટે અગત્યની છે જે દરેકના જીવનનો મહત્વનો ભાગ છે.” વધુમાં તેમણે ઉમેર્યું કે કદાચ આ એક પહેલું પગલું છે જે સંસ્કૃતિને ફરીથી આત્મસાત કરશે, જ્યારે આપણી પાસે આ પ્રકારની વધુમા વધુ સંસ્થાઓ હશે ત્યારે આપણે આ શિક્ષણ યથાવત રાખવાના વિચારો દરેકના મનમાં મૂળિયા જમાવશે.. માનનીય ન્યાયમૂર્તિ શ્રી ભૂષણ રામકૃષ્ણ ગવઈએ આ મહત્વપૂર્ણ નિર્ણય માટે BCI અને KIITને શુભેચ્છાઓ પાઠવી.

ન્યાયમૂર્તિ ગવઈએ કહ્યું કે “BCI દ્વારા વર્ષ 1988માં બેંગલુરૂમાં સ્થાપિત નેશનલ લૉ યુનિવર્સિટીએ કાયદા શિક્ષણ અને વકીલોની ગુણવત્તામાં એક મોટું પરિવર્તન લાવ્યું. આ જ રીતે IILની સ્થાપના પણ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ઈતિહાસમાં માઈલસ્ટોન છે.” તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે BCI અને KIIT ડીમ્ડ યુનિવર્સિટીના સહયોગથી IIL એવી ફેકલ્ટીઝનું નિર્માણ કરશે જે સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ પ્રદાન કરશે. તેમણે એમ પણ કહ્યું કે એવા શિક્ષકોનું પણ નિર્માણ થશે જે વિદ્યાર્થીઓમાં બંધારણીય મૂલ્યોને આત્મસાત કરશે.

આ કાર્યક્રમ પ્રસંગે સંબોધન કરતા માનનીય ન્યાયમૂર્તિ શ્રી.વી.રામાસુબ્રમણ્યમે કહ્યું કે હાલ દેશમાં એક હજારથી વધુ લૉ કોલેજ છે. જે દર વર્ષે અંદાજે અઢી લાખ લૉ ગ્રેજ્યુએટ તૈયાર કરે છે. તેમણે કહ્યું કે IIL શિક્ષણવિદો અને વ્યવસાયિકો વચ્ચે અંતર સ્પષ્ટ કરવા પર વિચાર-વિમર્શ કરશે.

શ્રી મનન કુમાર મિશ્રાએ પોતાના સ્વાગત ભાષણમાં કહ્યું કે હાલ કાયદાના શિક્ષકો અને વકીલોના કૌશલ્ય વિકાસની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે દેશમાં કાયદાની કોઈ તાલીમ સંસ્થા નથી. તેમણે પ્રોફેસર અચ્યુત સામંતની પહેલ અને ઉદાર સમર્થન બદલ તેમનો આભાર માન્યો. તેમણે કહ્યું કે KIIT ડીમ્ડ યુનિવર્સિટી આ સંસ્થા માટે જમીન અને પાયાની સુવિધાઓ માટે જરૂરી તમામ સહાયતા પ્રદાન કરી રહી છે. શ્રી મિશ્રાએ કલિંગ ઈન્સ્ટીટ્યૂટ ઓફ સોશલ સાઈન્સેઝ (KISS) કે જે સંપૂર્ણપણે વિનામૂલ્યે ચાલતી નિવાસી સંસ્થા છે. અહીં 30 હજાર વંચિત આદિવાસી બાળકોને શિક્ષણ અપાઈ રહ્યું છે. આ માધ્યમથી સમાજ માટે નિઃસ્વાર્થ ભાવે સેવા કરનાર પ્રોફેસર સામંતની તેમણે પ્રશંસા કરી.

પ્રોફેસર અચ્યુત સામંતે કહ્યું કે ભુવનેશ્વરમાં રાષ્ટ્ર માટે મહત્વની IIL જેવી સંસ્થાની સ્થાપના, ઓડિશા માટે ગૌરવની વાત છે. KIIT સાથે ભાગીદારી બદલ BCIનો આભાર માનતા પ્રોફેસર સામંતે કહ્યું કે KIIT એક યુવા યુનિવર્સિટી છે, પરંતુ તેને ભારત સરકાર દ્વારા “ઈન્સ્ટીટ્યૂશન ઑફ એમિનેન્સ” ટેગથી નવાજવામાં આવી છે. KIIT ટાઈમ્સ હાયર એજ્યુકેશન (THE) દ્વારા ‘વર્કપ્લેસ ઓફ ધ ઈયર’ શ્રેણીમાં ‘એવોર્ડ્સ એશિયા 2020’ના વિજેતા છે. શિક્ષણવિદો અને સંશોધન ઉપરાંત રમતગમત અને સામાજિક ક્ષેત્રે પણ મહત્વનું યોગદાન આપ્યું છે.
આ પ્રસંગે શ્રી અશોક પરીજાએ કહ્યું કે છેલ્લા ત્રણ દાયકામાં કાયદાના શિક્ષણમાં ખૂબ વધારો થયો છે. વધુમાં કહ્યું કે આજે એન્જિનિયરિંગ, મેડિકલ અને મેનેજમેન્ટની સાથે સાથે કાયદા શિક્ષણ યુવાનોની પસંદગીનું ક્ષેત્ર બની ગયું છે. IIL દેશમાં લૉ ફેકલ્ટીની ગુણવત્તા સુધારવામાં લાંબી મંજીલ કાપશે.

આ પહેલા IILનો એક સંક્ષિપ્ત પરિચય આપતાં પ્રસિદ્ધ કાયદા શિક્ષણવિદ પ્રોફેસર એન.એલ.મિત્રાએ કહ્યું કે આ સંસ્થા દેશમાં કાયદા શિક્ષણનું વ્યાવસાયીકરણ કરશે. પ્રોફેસર મિશ્રા જે KIIT ડીમ્ડ યુનિવર્સિટીના પૂર્ણ ચાંસલર પણ રહી ચૂક્યા છે. તેમણે કહ્યું કે ” એકતા, નિર્માણ ક્ષમતા અને ન્યાય” થકી આ સંસ્થાને રાષ્ટ્રીય ચરિત્રની એક સંસ્થા તરીકે વિકસિત કરાશે. આ પહેલ માટે તેમણે BCIની પ્રશંસા કરી..

શ્રી માનસ રંજન મહાપાત્રા, સીનિયર એડવોકેટ અને સભ્ય, વિશેષ સમિતિ, ઓડિશા સ્ટેટ બાર કાઉન્સિલે ધન્યવાદ પ્રસ્તાવ આપ્યો.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :