આજથી ગુજરાતમાં સંવત ૨૦૭૬નો પ્રારંભ
પ્રકાશના પર્વ દિવાળીની ધામધૂમથી ઊજવણી કરવામાં આવી હતી. આસ્થા, ઉમંગ અને દોડધામભર્યા જીવનમાં નવા ઉત્સાહનો સંચાર કરતું પાવન પર્વ દિવાળીની રવિવારે લોકોએ મનભરીને ઊજવણી કરી હતી. ફટાકડા તેમ જ મીઠાઈ દ્વારા દિવાળીની ઉજવણી કરવા લોકોમાં ભારે ઉત્સાહ અને થનગનાટ જોવા મળ્યો હતો. દરમિયાન લોકોએ સંવત ૨૦૭૫ની વિદાય અને ૨૦૭૬ના નૂતન વર્ષને અવકારવા આગોતરી તૈયારીઓ કરી લીધી હતી.

આજરોજ તા. ૨૮મી ઑક્ટોબર કારતક સુદ એકમને સોમવારે ગુજરાતમા પરંપરાગત રીતે નૂતન વર્ષ નિમિત્તે પરિજનો નવાં વસ્ત્રો પહેરી એક બીજાને ઘરે મળવા પહોંચ્યા હતા અને નવા વર્ષની શુભકામનાઓની આપ-લે કરી હતી.
આજરોજ સોમવાર તા.28મી ઓક્ટોબરના રોજ રાજ્યભરમાં બેસતું વર્ષ ઉજવાઇ રહ્યું છે અને નવા વર્ષની શુભેચ્છાની આપ-લે થઇ રહી છે. નૂતન વર્ષ નિમિત્તે અન્નકૂટ પણ ભરવામાં આવ્યો હતો. હિન્દુનો આ સૌથી મોટો તહેવાર હોવાથી લોકોમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો. દરમિયાન રાજ્યમાં દિવાળી પર્વ ઉજવવા માટે લોકોમાં ઉત્સાહ છવાઈ ગયો હતો અને બજારોમાં રોનક જોવા મળી હતી.
દરમિયાન તા.27મી ઓક્ટોબર 2019ના રોજ દિવાળી નિમિત્તે વેપારીઓએ શુભમુહૂર્તમાં ચોપડાપૂજન કર્યાં હતા. કેટલાક ઠેકાણે ચોપડાને બદલે કોમ્પ્યુટરનું પણ પૂજન કરવામાં આવ્યું હતું. મંદિરો અને દેવસ્થાનકોમાં અન્નકૂટ ભરાવામાં આવ્યું હતું.
પ્રકાશના પર્વ દિવાળી નિમિત્તે અક્ષરધામ મંદિર પરિસરમાં ૧૦ હજાર દીવડાનો શણગાર કરવામાં આવ્યો હતો. દિવાળીના દિવસે રાત્રીના સમયે ફટાકડાની આતશબાજી સર્જાઈ હતી અને સૌ કોઈએ અવનવા ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરી હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


