હૉટેલ રૂમના ભાડાં પરના GST માં ઘટાડો : ક્યાં કેટલો ઘટાડો જુઓ
કેન્દ્રનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જીએસટી કાઉન્સિલની બેઠક બાદ હૉટેલ રૂમના ભાડાં પરના જીએસટીમાં ઘટાડો કરવાની અને કૅફીનવાળા પીણાં પરના વેરામાં વધારો કરવાની જાહેરાત કરી હતી.
- જીએસટી કાઉન્સિલે કૅફીનવાળા પીણાં પરના વેરાનો દર ૧૨ ટકા સેસ સાથે વધારીને ૨૮ ટકા કરવાની જાહેરાત કરી હતી.
- ઍરેટેડ ડ્રિંક્સના ઉત્પાદકોને કમ્પોઝિશન સ્કીમમાંથી બાકાત રખાયા છે.
- હૉટેલ રૂમના ભાડાં પર રૂપિયા ૧,૦૦૦ સુધી જીએસટી લાગુ નહિ પડે, જ્યારે રૂપિયા ૧,૦૦૦થી રૂપિયા ૭,૫૦૦ની વચ્ચેના હૉટેલ રૂમના ભાડાં પર ૧૨ ટકાનો જીએસટી લાગુ પડશે. આ ઉપરાંત, રૂપિયા ૭,૫૦૦થી વધુના ટેરિફ્સ પરના જીએસટીને ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરાયો છે.
- નિકાસની જ્વેલરી માટે આયાત કરાયેલા પ્લેટિનમને જીએસટીમાંથી બાકાત રખાયું છે.
- ૧૦થી ૧૩ બેઠકવાળા પ્રવાસીઓ માટેના વાહન પરના જીએસટી સેસમાં એકથી ત્રણ ટકાનો ઘટાડો કરાયો છે.
- હીરાના જૉબવર્ક્સ પરના જીએસટીમાં કાપ મૂકવાનો નિર્ણય લેવાયો હતો.
- સંરક્ષણ ક્ષેત્રના ચોક્કસ સામાનને જીએસટી દરમાંથી માફી આપવાની જાહેરાત કરાઇ હતી.
- કટ અને પોલિશ્ડ સેમિ પ્રેસિયસ સ્ટોન્સ પરનો દર ઘટાડાયો છે. અમુક જ્વેલરીની નિકાસ કેટલીક શરતોને આધીન હોય તો તેને જીએસટી લાગુ નહિ પડે.
- સામાનના પેકિંગ માટે વપરાતા પોલિપ્રૉપિલિન અને પોલિઇથેલિન બેગ પર એક સમાન ૧૨ ટકાનો દર લાગુ પડશે.
- સૂકી આમલી પરનો જીએસટીનો દર નાબૂદ કરવાનો નિર્ણય લેવાયો હતો.
- મશીન જૉબની સપ્લાય પરનો જીએસટીનો દર ૧૮ ટકાથી ઘટાડીને ૧૨ ટકા કરાયો છે.
- રેલવે વેગન અને કૉચ પર જીએસટીનો દર પાંચ ટકાથી વધારીને ૧૨ ટકા કરાયો છે.
- આઉટ ડોર કેટરિંગનો જીએસટી ૧૮ ટકા (ઇનપુટ ટેક્સ ક્રેડિટ સાથે)થી ઘટાડીને પાંચ ટકા કરાયો છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now