CIA ALERT
18. May 2024
November 8, 20191min3060

Related Articles



અયોધ્યા : સુપ્રીમ કોર્ટના ચુકાદા પહેલા સુરક્ષા બંદોબસ્ત સઘન

Share On :
Print Friendly, PDF & Email

૧૭મી નવેમ્બર અગાઉ કોઇ પણ દિવસે રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદનો સુપ્રીમ કોર્ટ ચુકાદો આપી શકે છે તે ધ્યાનમાં રાખીને સરકારે તકેદારીના તમામ પગલાં ભરવાનું શરૂ કર્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુરુવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક એડવાઇઝરી મોકલી છે જેમાં તેમને તમામ સંવેદનશીલ સ્થળો પર પર્યાપ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા નિર્દેશ આપ્યા છે. ઉશ્કેરણીજનક ટિપ્પણી અથવા અફવા ફેલાવવા સામે જાગૃત રહેવા રાજકીય નેતાઓ જાહેર અપીલ કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં અર્ધલશ્કરી દળોના ચાર હજાર જવાનોને મોકલી આપવામાં આવ્યા છે. રેલવે દ્વારા તેમના દળના જવાનોની રજાઓ રદ કરવામાં આવી છે. ૭૮ મોટા સ્ટેશન પર અને ટ્રેનોમાં નજર રાખવાની અને સુરક્ષા વ્યવસ્થા સઘન કરવાની તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે.

વડા પ્રધાન મોદીએ બુધવારે તેમના પ્રધાન મંડળ સાથે અયોધ્યા મુદ્દે ચર્ચા કરી હતી અને આ વિષયે બિનજરૂરી નિવેદન કરવાથી દૂર રહેવા અને દેશમાં શાતિ અને સૌહાર્દનું વાતાવરણ જાળવી રાખવા જણાવ્યું હતું. આગામી સપ્તાહમાં કાર્તિક પૂર્ણિમા નિમિત્તે શ્રદ્ધાળુઓનો ધસારો અયોધ્યામાં આવશે તે ધ્યાનમાં રાખી સ્થાનિક વહીવટી તંત્રે પણ સુરક્ષા તૈયારી કરવા માંડી છે. કાર્તિક પૂર્ણિમા સ્નાનનો લાભ લેવા લાખો શ્રદ્ધાળુ બારમી નવેમ્બરના મંગળવારે ભેગા થશે તેમ માનવામાં આવે છે. રેલવેએ તમામ ઝોનને સાત પાનાની માર્ગદર્શિકા મોકલી છે જેમાં સુરક્ષા વ્યવસ્થા અંગેની વિસ્તૃત સૂચનાઓ આપવામાં આવી છે. પ્લેટફોર્મ, રેલવે સ્ટેશન, યાર્ડ, પાર્કિંગ સ્થળ, પૂલો અને ટનલમાં તથા વર્કશોપ વિગેરે દરેક સ્થળે સુરક્ષાના નિર્દેશો આપવામાં આવ્યો છે. રેલવે સ્ટેશન નજીક અથવા તેના કંપાઉન્ડમાં આવેલા તમામ ધર્મસ્થાનો પર ચાંપતી નજર રાખવા કહેવામાં આવ્યું છે. મુંબઇ, દિલ્હી, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં ૭૮ મોટા સ્ટેશનની ઓળખ કરવામાં આવી છે જ્યાં આરપીએફ જવાનોની હાજરી વધારવામાં આવી છે. (પીટીઆઇ)

વીએચપીએ રામ મંદિરનાં પથ્થરોનું કોતરકામ બંધ કરાવ્યું

અયોધ્યા: અયોધ્યાના રામ મંદિર વિશેનો ચુકાદો આવવાની તૈયારીમાં છે, ત્યારે વિશ્ર્વ હિંદુ પરિષદ (વીએચપી)એ ૧૯૯૦ બાદ પહેલી વખત રામ મંદિરનાં પથ્થરોનું કોતરકામ બંધ કરાવ્યું છે.

વીએચપીના પ્રવક્તા શરદ શર્માએ જણાવ્યું હતું કે બધા જ મૂર્તિકારો પોતપોતાના ઘરે પાછા ફર્યા છે. કોતરણીનું કામ થોભાવવાનો નિર્ણય વીએચપીના વરિષ્ઠ નેતાઓએ લીધો છે.

ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી પાંચ જજની ખંડપીઠ ૧૭મી નવેમ્બરે ગોગોઇ નિવૃત્ત થાય એ અગાઉ અયોધ્યા મામલાનો નિર્ણય જાહેર કરવાની છે.

શર્માએ જણાવ્યું હતું કે અમે પથ્થરનું કોતરકામ બંધ કર્યું છે અને ફરીથી એ ક્યારે શરૂ કરવું એનો નિર્ણય રામ જન્મભૂમિ ન્યાસ લેશે.

અયોધ્યાના ચુકાદાને ધ્યાનમાં રાખીને અમે અમારી વિવિધ પ્રવૃત્તિઓને લગતા બધા જ પ્રસ્તાવિત કાર્યક્રમો મોકૂફ રાખ્યા છે. રામ મંદિર નિર્માણ કાર્યશાળામાં વીએચપીએ ૧૯૯૦માં પથ્થરોની કોતરણીનું કામ શરૂ કરાવ્યું હતું. ત્યારથી મૂર્તિકારો દ્વારા કોતરણીનું કામ સતત ચાલું રહ્યું હતું. આ પહેલી વખત કામ થોભાવવામાં આવ્યું છે.

વીએચપીના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં ૧.૨૫ લાખ ક્યુબિક ફૂટ પથ્થરની કોતરણી થઇ ગઇ છે, જે પ્રસ્તાવિત મંદિરનો પહેલો માળ બનાવવા માટે પર્યાપ્ત છે. બાકીનું મંદિર બાંધવા માટે ૧.૭૫ લાખ ક્યુબિક ફૂટ પથ્થર કોતરવાના બાકી છે.

વીએચપીના કેન્દ્રીય ઉપ-પ્રમુખ ચંપત રાઇએ પોતાના કાર્યકર્તાઓને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે આ ચુકાદો હિંદુ કે મુસ્લિમનો ન હોવો જોઇએ. આ સત્ય સ્વીકારવા વિશેનો છે. આ કારણસર વિજ્યોત્સવ ન મનાવતા કે અન્યોને ટોણાં ન મારતાં.

વકીલોની દલીલો અને જજોની ટિપ્પણી પરથી એવું લાગે છે કે ચુકાદો સત્યની તરફેણમાં આવશે અને એ સાંભળીને સમાજમાં ખુશીની લાગણી ફેલાશે. (પીટીઆઇ)

અયોધ્યાના ચુકાદા અગાઉ બેંગલુરુ પોલીસે સતર્કતાના પગલાં લીધા

બેંગલુરુ: અયોધ્યાનો ચુકાદો આવે એ વખતે કોઇ અઘટિત ઘટના ન બને એ માટે બેંગલુરુની પોલીસે અગાઉથી સતર્કતાના પગલાં લીધા હોવાની માહિતી પોલીસ કમિશનર ભાસ્કર રાવે આપી હતી.

રાવે જણાવ્યું હતું કે એમણે સતર્કતાની દૃષ્ટિએ બધા જ પગલાં લીધાં છે. એમણે વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજીને આ મામલે ચર્ચા કરી છે અને ટૂંક સમયમાં તેઓ ડીસીપી રેન્કના અધિકારીઓ સાથે પણ બેઠક યોજશે.

ચુકાદો આવશે ત્યારે બધા જ અધિકારીઓ હાજર રહેશે. અર્ધલશ્કરી દળ અને રેપિડ ઍક્શન ફોર્સના જવાનોને તહેનાત કરવામાં આવશે.

ભાઇચારો વધારવાના હેતુથી લઘુમતી અને બહુમતી કોમના વિવિધ જૂથો સાથે બેઠક યોજીને ચર્ચા કરવામાં આવી છે. તેઓ બધા જ સુપ્રીમ કોર્ટના ચુકાદાને માન્ય રાખવા માટે સહમત થયા છે.

રાવે જણાવ્યું હતું કે ચુકાદો જાહેર થયા બાદ તેઓ નિરાશા વ્યક્ત નહીં કરે કે ફટાકડાં ફોડીને અથવા એકબીજા પર રંગ ઉડાડીને આનંદ વ્યક્ત નહીં કરે. પોતાના વિચારો જાહેર કરવા કોઇ જાતનો સૂત્રોચ્ચાર પણ નહીં કરવામાં આવે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :