CIA ALERT
06. May 2024
March 13, 20203min10370

Related Articles



Corona Updage : કોરોનાગ્રસ્ત દર્દીમાં મહારાષ્ટ્ર પહેલે સ્થાને

Share On :
Print Friendly, PDF & Email

ભારતમાં 16 March 2020 નોવેલ કોરોના વાઇરસ કેસોની સંખ્યા વધીને 112 થઇ હતી. મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૩૩ કેસ અને કેરળમાં ૨૨ કેસ નોંધાયા હતા.

ભારતે ઇટાલી અને ઇરાનથી ૪૫૦ ભારતીયોને ઍરલિફ્ટ કર્યા હતા અને તેમને ક્વોરન્ટાઇનમાં મૂકવામાં આવ્યા હતા.

રવિવારે મધ્યરાત્રિથી સરકારે કરતારપુર સાહિબ ગુરુદ્વારા જનારા શ્રદ્ધાળુઓની નોંધણી બંધ કરી હતી અને આંતરરાષ્ટ્રીય સરહદ પરથી પાકિસ્તાનમાં જવાનું બંધ કરાવ્યું હતું. આ અગાઉ ભારત-બંગલાદેશ, ભારત-નેપાળ, ભારત-ભુતાન અને ભારત-મ્યાનમાર સરહદ પરથી લોકોનું આવનજાવન બંધ કરાવી હતી. જોકે, કેટલાક ચેકપોસ્ટ પર અવરજવર ચાલુ રાખવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આપેલા આંકડા મુજબ હજી સુધી ભારતમાં ૧૭ વિદેશી સહિત ૯૬ કેસ નોંધાયા છે. કર્ણાટકમાં એક અને દિલ્હીમાં એકનું મોત નોંધાયું હતું. મહારાષ્ટ્રમાં વધુ કેસ પોઝિટિવ નોંધાતા આંકડો વધીને ૩૩ થયો હતો. કેરળમાં ૨૨, ઉત્તર પ્રદેશમાં ૧૧ અને દિલ્હીમાં ૭ પોઝિટિવ કેસ નોંધાયા છે. આંધ્રપ્રદેશની સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી છ સપ્તાહ માટે લંબાવી દેવામાં આવી હતી. કેન્દ્ર સરકારે લોકોને ગભરાયા અને રઘવાયા નહી બનવાની અપીલ કરી હતી.

Corona Update : on 14 March 2020

ભારત : 83 કેસ : 2 ના મોત : 10 સાજા થઇ ગયા : 71ની ટ્રીટમેન્ટ ચાલુ : અડધું ભારત બંધ139 દેશોમાં : મૃત્યુઆંક 5429, કન્ફર્મ કેસ 145369

લગભગ અઢી મહિના પહેલા ચીનના વુહાનથી શરૂ થયેલો કોરોના વાઈરસ હવે વિશ્વના 139 દેશોમાં ફેલાઈ ગયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા કોરોનાને વેશ્વિક મહામારી જાહેર કરાયા બાદ મૃત્યુઆંક 5429 સુધી પહોંચી ગયો છે. તેમજ 145369 કન્ફર્મ કેસ નોંધાઈ ચૂક્યાં છે.

ભારતમાં 10 દર્દી સાજા થઇ ગયા, 71ની ટ્રીટમેન્ટ ચાલે છે, 2 ના મોત

ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસે બે લોકોના જીવ લીધા છે. બન્ને વૃદ્ધ વ્યક્તિઓ હતા. સદનસીબ ભારતનું એ પણ છે કે કોરોનાના કહેર વચ્ચે ખુશી થાય તેવા સમાચાર એ છે કે નવા સાત દર્દી અને કેરળના પહેલાના 3 મળીને કુલ 10 દર્દીઓ સાજા થઇ ગયા છે અને તેમના ઘરે પહોંચી ચૂક્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, તા.14મી માર્ચે બપોરે 12 વાગ્યાન સ્થિતિએ ભારતમાં કોરોનાના કુલ 83 દર્દીઓ નોંધાયા હતા. જેમાં દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં દાખલ થયેલા કોરોનાના 7 દર્દી સાજા થઈ ગયા છે. આ સિવાય કેરળમાં પણ ત્રણ દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પહોંચી ગયા છે. મતલબ કે, દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 82 કેસ નોંધાયા હતા જેમાંથી 10 દર્દી સાજા થયા છે. હાલ 71 દર્દીઓની સારવાર ચાલી રહી છે કારણકે બેનાં મોત થયા છે.

શનિવારથી અડધું ભારત બંધ અત્યાર સુધીમાં દેશનાં કુલ 11 રાજ્યોમાં કોરોનાના ચેપગ્રસ્તો નોંધાયા છે.

ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, મુંબઈ અને મહારાષ્ટ્ર, કર્ણાટક, પંજાબ, ઝારખંડ, ઓડિશા, હરિયાણા અને દિલ્હીમાં સરકારો શુક્રવારે હરકતમાં આવી ગઈ હતી અને રાજ્યોએ તકેદારીરૂપે સ્કૂલો, કોલેજો, જિમ, જાહેર સમારંભો, મોલ્સ, મલ્ટીપ્લેક્સીસ અને સ્વીમીંગ પુલ્સ સહિતનાં ભીડ એકઠી થતી હોય તેવાં સ્થળો પર પાબંદી લાદી દીધી છે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઝારખંડ, બિહાર, ઓડિશા, પંજાબ, દિલ્હી, હરિયાણા, મુંબઈ સહિત મહારાષ્ટ્ર, કર્ણાટકમાં સ્કૂલો, કોલેજો, થિયેટરો, મલ્ટીપ્લેક્સીસ સહિતનાં જાહેર સ્થળો પર લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. 

દિલ્હીમાં વૃદ્ધાનું મોત, ભારતમાં 2ના મૃત્યુ

કર્ણાટકમાં કોરોના વાઇસરથી ૭૬ વર્ષના વૃદ્ધનું મોત થયા બાદ શુક્રવારે દિલ્હીમાં ૬૮ વર્ષની વૃદ્ધાનું પણ મોત થયું હતું. મૃત્યુ પામેલી મહિલા ડાયાબિટીસ અને હાઇપર્ટેન્શનથી પીડાતી હતી. વૃદ્ધાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ વૃદ્ધા સારવાર માટે રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ થઇ હતી. કોરોના વાઇરસથી વૃદ્ધાનું મૃત્યુ થતાં હવે મરણાંક બે પર પહોંચ્યો છે. નોંધનીય છે કે કર્ણાટકમાં સારવાર દરમિયાન મગંળવારે વૃદ્ધનું મોત થયું હતું. વૃદ્ધ તાજેતરમાં સાઉદી અરેબિયાથી આવ્યો હતો અને તે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયો હતો.

ઈટાલી : કોરોનાથી એક જ દિવસમાં 250ના મોત

ઈટાલી માટે ગઈ કાલનો શુક્રવાર કોઈ ‘બ્લેક ફ્રાઈડે’થી ઉતરતો નહતો. ફક્ત એક જ દિવસ એટલે કે 24 કલાકની અંદર ઈટાલીમાં 250 લોકોના મોત નિપજ્યા છે. આશ્ચર્ય પમાડનારી વાત તો એ છે કે શુક્રવારે કોરોના વાયરસન કારણે દુનિયાભરમાં સૌથી વધારે લોકોએ ઈટાલીમાં અંતિમ શ્વસ ભર્યા હતા. શુક્રવારના રોજ ચીન કરતા પણ વધારે મોત ઈટાલીમાં નિપજ્યા છે. ચીનના વુહાનમાંથી કોરોના વાયરસનો ઉદ્ભવ થયો હતો અને ત્યાં જ આ વાયરસે સૌથી પ્રચંડ તારાજી સર્જી હતી, પરંતુ હવે ઈટાલીની પરરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે જાણે ઈટાલી, ઈટાલી નહીં રહને વુહાન થઈ ગયું હોય. પહેલા કોરોનાનું કેન્દ્ર ચીન હતું, પરંતુ હવે યુરોપ તેનું કેન્દ્ર બની ગયું છે. 

રિપોર્ટેડ ઓન 13 માર્ચ

કોરોના વાઇરસથી ભારતમાં પહેલું મૃત્યુ થયું છે. કર્ણાટકમાં સારવાર દરમિયાન મંગળવારે રાતે ૭૬ વર્ષના વૃદ્ધનું મૃત્યુ થયું હતું, જેને કોરોના થયો હોવાનું ગુરુવારે ક્ધફર્મ થયું હતું. આ વૃદ્ધ તાજેતરમાં જ સાઉદી અરેબિયાથી આવ્યો હતો. તે ખાનગી હોસ્પિટલમાં પણ ગયો હતો.

રાજ્યના આરોગ્ય પ્રધાન બી. શ્રીરામુલુએ ટ્વિટ કર્યું હતું કે પ્રોટોકોલ પ્રમાણે તબીબી કાર્યવાહી કરવામાં આવી રહી છે. મૃત્યુ પામેલો વૃદ્ધ કલબુર્ગીનો રહેવાસી હતો. આ વૃદ્ધ જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયે સાઉદી અરેબિયા ગયો હતો અને ૨૯ ફેબ્રુઆરીએ પાછો ફર્યો હતો. બાદમાં તાવ આવતાં તે ખાનગી હોસ્પિટલમાં દાખલ થયો હતો જ્યાં ડોક્ટરોએ તેને હૈદરાબાદ લઇ જવાની તેના પરિવારને સલાહ આપી હતી. હૈદરાબાદમાં રાત્રે ૧૧ વાગે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. મૃતક હાઈપર્ટેન્શન, ડાયાબીટીસ અને અસ્થમાથી પીડાતો હતો. તેના મૃતદેહને સરકારી પ્રોટોકોલ પ્રમાણે નિકાલ કરવામાં આવ્યો હતો.ભારતમાં કોરોનાથી મૃત્યુનો પહેલો કિસ્સો નોંધાતા લોકોમાં ભય ફેલાયો છે.

ભારતમાં કોરોના વાઇરસના કેસ વધીને ૭૩

નવી દિલ્હી: ભારતના મહારાષ્ટ્રમાં નવ, દિલ્હી, લડાખ અને ઉત્તર પ્રદેશ પ્રત્યેકમાં એક અને એક વિદેશી નાગરિક મળીને ૧૩ નવા નોંધાયેલા કેસ સાથે દેશમાં કોરોના વાઇરસના કેસ વધીને ૭૩ થયા હોવાની માહિતી ગુરુવારે સ્વાસ્થ્ય મંત્રાલયે આપી હતી.

મંત્રાલયે રાજ્ય પ્રમાણે આંકડા જાહેર કરતા જણાવ્યું હતું કે દિલ્હીમાં છ, ઉત્તર પ્રદેશમાં ૧૦, કર્ણાટકમાં ચાર, મહારાષ્ટ્રમાં ૧૧ અને લડાખમાં ત્રણ કેસ પોઝિટિવ હોવાની જાણ થઇ છે.

આ સિવાય રાજસ્થાન, તેલંગણા, તમિળનાડુ, જમ્મુ અને કાશ્મીર અને પંજાબમાં પ્રત્યેકમાં એક કેસ નોંધાયો છે.

કેરળમાં અત્યાર સુધીમાં ૧૭ કેસ નોંધાયા છે અને એમાંથી ત્રણ દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

કુલ ૭૩ કનફર્મ્ડ કેસમાંથી ૧૭ વિદેશી, ૧૬ ઇટાલીના પર્યટક અને એક વિદેશી નાગરિકનો સમાવેશ થાય છે.

ભારતીય ડૉક્ટરોની એક ટીમ ગુરુવારે ઇરાન જવા રવાના થઇ હતી. ત્યાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓના સેમ્પલ એકઠાં કરીને તપાસ માટે તેઓ અહીં મોકલશે જેથી એમના આવ્યા અગાઉ ટેસ્ટના પરિણામ જાણી શકાય.

ઇરાનમાં જે ભારતીય નાગરિકો ફસાયા છે એમાં તીર્થયાત્રીઓ, વિદ્યાર્થીઓ અને માછીમારોનો સમાવેશ થાય છે.

કોરોનાની રસી ડેવલપ કરી હોવાનો ઈઝરાયલના વૈજ્ઞાનિકોનો દાવો

કોરોના વાઈરસ સામે રક્ષણ આપે તેવી વેક્સિન બનાવવામાં સફળતા મળી છે, તેવી જાહેરાત ઈઝરાયલના વૈજ્ઞાનિકો ટૂંક સમયમાં કરશે, તેવું મીડિયાના એક અહેવાલામાંથી જાણવા મળ્યું છે. વાઈરસના ગુણધર્મો અને રચના સમજવામાં ઈઝરાયલના ઈન્સ્ટિટ્યૂટ ફોર બાયોલોજિકલ રિસર્ચના વૈજ્ઞાનિકો સફળ થયા છે, તેવું અહેવાલમાં કહેવામાં આવ્યું છે. જો કે સંરક્ષણ મંત્રાલયે મીડિયા અહેવાલને સમર્થન આપ્યું ન હતું. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે ‘કોરોના વાઈરસ સામેની વેક્સિન અથવા પરીક્ષણ માટેની કિટ તૈયાર થઈ નથી. ઈન્સ્ટિટ્યૂટની કામગીરી યોજના પ્રમાણે ચાલતી હોય છે. હાલમાં ૫૦થી વધુ અનુભવી વૈજ્ઞાનિકો વાઈરસનો ઈલાજ શોધવામાં કાર્યરત છે.’

ઈઝરાયલના સૌથી લોકપ્રિય પોર્ટલ વાયનેટએ ત્રણ સપ્તાહ અગાઉ એવો અહેવાલ આપ્યો હતો કે જાપાન, ઈટાલી અને અન્ય દેશોમાંથી પાંચ વાઈરસ સેમ્પલ મેળવવામાં આવ્યા હતા. આ સેમ્પલ માઈનસ ૮૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર ઈન્સ્ટિટ્યૂટ ફોર બાયોલોજિકલ રિસર્ચમાં રાખવામાં આવ્યા હતા. નિષ્ણાતો સહિત વૈજ્ઞાનિકો દ્વારા વેક્સિન વિકસાવવાનું સંશોધન સતત ચાલી રહ્યું છે. દોઢ વર્ષ સુધીમાં વેક્સિન વિકસાવી શકાશે, તેવું નિષ્ણાતો માને છે.

ઈઝરાયેલના નેસ ઝિયોના શહેરમાં સ્થિત ઈન્સ્ટિટ્યૂટ ૧૯૫૨માં શરૂ કરવામાં આવ્યું છે. પ્રાઈમ મિનિસ્ટર્સ ઑફિસની દેખરેખમાં આ સંસ્થાનું કામ ચાલતું હોય છે. પહેલી ફેબ્રુઆરીએ વડા પ્રધાન બેન્ઝામિન નેતાન્યાહુએ વેક્સિન વિકસાવવાનો ઈન્સ્ટિટ્યૂટને આદેશ આપ્યો હતો.

વિશ્ર્વમાં સંખ્યાબંધ સંશોધકો વેક્સિન વિકસાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે. પ્રાણીઓમાં વાઈરસની પ્રવૃત્તિ બાબતમાં ઘણા સંશોધકો ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. જ્યારે વાઈરસ પ્રાણીઓમાંથી માનવીઓમાં પ્રવેશે છે ત્યારે તેમાં જે બદલાવ થઈ જાય તે સમજવાનો પકડાર મોટો છે.

જાન્યુઆરીમાં વાઈરસથી રોગચાળો ફેલાયો તે પછી ચીને વાઈરસની જિનેટિક સિકવન્સ જાહેર કરી હતી. આ રીતે સંશોધકોને સેમ્પલ વગર વેક્સિન અને સારવારની પદ્ધતિ વિકસાવવાની તક મળી હતી. તાજેતરમાં બોસ્ટનની બાયોટેક્નોલોજિ કંપનીએ વેક્સિન તૈયાર કરી હોવાની જાહેરાત કરી હતી. જોકે, તેનું પરીક્ષણ એપ્રિલમાં કરવામાં આવશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :