CIA ALERT
29. April 2024
May 5, 20191min11340

Related Articles



રાજસ્થાનની સાયકલોનીક સિસ્ટમથી ગુજરાતમાં અનેક સ્થળોએ કમૌસમી વરસાદ

Share On :
Print Friendly, PDF & Email
– 24 કલાક સુધી માવઠાની આગાહી : અમરેલી, ચલાલા, બાબરા, જામકંડોરણા, ભાવનગરમાં હળવા ભારે ઝાપટાં પડયાં
દક્ષિણ રાજસ્થાનમાં સક્રિય થયેલી સાયક્લોનીક સરક્યુલેશન સિસ્ટમના કારણે ગુજરાતના અંબાજીમાં કોટેશ્વર ખાતે કરાં સાથે વરસાદ થયો હતો. અંબાજીની સાથે રાજ્યના અમરેલીમાં પણ આજે બપોરે હળવા છાંટા પડયા હતાં. હવામાન ખાતા તરફથી આગામી 24 કલાક દરમિયાન રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, રાજકોટના અમુક વિસ્તારોમાં વરસાદના હળવા ઝાપટાની આગાહી’ કરવામાં આવી છે.
રાજ્યમાં શનિવાર તા.4 મે થી વાતાવરણમાં પલટો અનુભવાઇ રહ્યો છે. આગામી 24 કલાકમાં રાજ્યના અમૂક જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છૂટ્ટો છવાયો વરસાદ વરસી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે. જ્યારે રાજ્યના અંબાજીમાં છેલ્લા બે દિવસથી આવેલા વાતાવરણના પલટા બાદ આજે બપોરે અંબાજી આસપાસના વિસ્તારમાં ધીમા ધીમા વરસાદી છાંટા પડયા હતા જ્યારે કોટેશ્વરમાં કરા પડયા હતા.
સાબરકાંઠાના પોશીનામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાદળછાયા વાતાવરણના કારણે લોકોને ગરમીમાં રાહત મળી હતી પરંતુ કમોસમી માવઠાની વકીથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. વરસાદ પડે તો બાજરી, મગ, જુવાર જેવા અનેક પાકો તથા શાકભાજીમાં નુકસાન થાય તેવી ભીતિ ખેડૂતોને છે.
અમરેલી જિલ્લામાં આજે આકરા તાપ વચ્ચે બપોરનાં ચારેક વાગ્યાનાં સુમારે હવામાનમાં પલટો આવતા ભર ઉનાળે ચાલાલા પંથકમાં કમોસમી વરસાદનાં આગમનથી રોડ ઉપર અને ચલાલાની બજારોમાં વરસાદી પાણી છવાઇ જતાં ઠંડક પ્રસરી ગઇ હતી. પવન સાથેનાં કમોસમી વરસાદનાં કારણે ચલાલા પંથકમાં કેરીનાં પાકને નુકસાન થયું હતું. અડધો કલાક વરસાદના આગમનથી કેરીનાં બગીચાના માલિકો ઘેરી ચિંતામાં ડૂબી ગયેલા. આ ઉપરાંત સાવરકુંડલા પંથકના જાબાળ અને બાઢડા વચ્ચે પવન સાથે હળવું ઝાપટું પડી ગયું હતું.
બાબરા :
બાબરા અને લાઠી તાલુકામાં અસહ્ય ઉકળાટ બાદ સાંજે 5 કલાકે કમોસમી વરસાદના છાંટા ઓછા વધુ પડવાથી રોડ રસ્તા ભીના થયા હતા અને વાતાવરણમાં ઘડીભર ઠંડકનો અહેસાસ થયો હતો. ઈંટ ઉત્પાદનકારોમાં કાચા માલ સામાન પલળવાની બીકથી ઘડીભર દોડધામ મચી હતી.
ભાવનગર :
ભાવનગર સહિત જિલ્લાભરમાં બપોર બાદ વાતાવરણ પલટાયું હતું. જિલ્લાના ઉમરાળા પંથકનાં ધોળા, વડોદ, ઉજ્જળવાવ, અલમપર સહિતના ગ્રામ્ય વિસ્તારોનાં મોડી સાંજે ભારે પવન, વીજળીના ચમકારા સાથે વરસાદ પડયો હતો. કેટલાંક સ્થળોએ જોરદાર વરસાદના પગલે રોડ પર પાણી વહ્યું હતું.
જામકંડોરણા :
જામકંડોરણા તાલુકાનાં સાતોદડ, કાનાવડાળા, દડવી, મેઘાવડ, રાજપરા ગામે વાતાવરણમાં એકાએક પલ્ટો આવતા અસહ્ય બફારા બાદ ઓચિંતી બપોરબાદ ભારે પવન સાથે વરસાદ પડયો હતો. અમુક ગામોમાં આ ભારે પવન સાથેના વરસાદથી વૃક્ષો પડી ગયાનું જાણવા મળેલ છે.
Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :