દેશના શિક્ષણ પ્રધાન શ્રી રમેશચંદ્ર પોખરીયાલે આજે તા.14મી જુલાઇએ બપોરે 12.25 કલાકે ટ્વીટ કરીને એવી માહિતી આપી હતી કે સીબીએસઇ, એટલે કે સેન્ટ્રલ બોર્ડના ધો.10ના વિદ્યાર્થીઓનું પરીણામ તા.15મી જુલાઇને બુધવારે વેબસાઇટ પરથી ઘોષિત કરવામાં આવશે.
સેન્ટ્રલ બોર્ડના ધો.12ના પરીણામો તા.13મી જુલાઇ 2020ના રોજ જાહેર થયા હતા. તેના બે દિવસ બાદ એટલે કે તા.15મી જુલાઇએ ધો.10નું પરીણામ ઘોષિત કરવામાં આવશે.
My dear Children, Parents, and Teachers, the results of class X CBSE board examinations will be announced tomorrow. I wish all the students best of luck.????#StayCalm#StaySafe@cbseindia29
— Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) July 14, 2020
ધો.12 સાયન્સ, કોમર્સ કે આર્ટસમાં નાપાસ થયેલા કોઇપણ બોર્ડના વિદ્યાર્થીઓને NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) દ્વારા ઓક્ટોબર 2020 લેવાનારી પરીક્ષામાં પાસ કરાવી આપવા, તેમજ જે વિષયોમાં પાસ થયા હોય તે વિષયોની ક્રેડીટ ટ્રાન્સફર કરાવી આપવાની ગેરેન્ટી આપતા એજન્ટો સુરતમાં સક્રિય છે અને સેંકડો વાલીઓ અને વિદ્યાર્થીઓ આવા એજન્ટોના રવાડે પણ ચઢી ગયા છે. રૂ.70 હજારથી લઇને એક લાખ સુધીના રૂપિયા ઉસેટતા એજન્ટોથી એટલા માટે સાવધ રહેવાની જરૂર છે કે NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) ના ચોક્કસ ધારાધોરણો અને નીતિનિયમો છે અને હાલમાં મળેલી ફરીયાદો બાદ NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) કડકાઇપૂર્વક કામ કરી રહ્યું છે.
NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ)
એવું નથી કે કોઇ બોર્ડમાં જેટલા વિષયમાં પાસ હોય તેટલા બધા વિષયોની ક્રેડીટ ટ્રાન્સફર કરીને NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) ફક્ત નાપાસ વિષયોની પરીક્ષા લે છે. NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) ફક્ત વધુમાં વધુ પાસ થયા હોય એવા બે જ વિષયોની ક્રેડીટ ટ્રાન્સફર કરી આપે છે.
એવું નથી કે બધા જ નાપાસ વિષયોની પરીક્ષા NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) દ્વારા લેવાય છે. NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) ની વિષયોની યાદીમાં સમાવિષ્ટ હોય એ જ વિષયોની પરીક્ષા આપી શકાય છે.
એવું નથી કે ધો.12 માં અન્ય બોર્ડમાં અડધા વિષયોમાં પાસ થયા હોય અને બાકીના અડધા વિષયોમાં NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) ની પરીક્ષા આપીને તેમાં પાસ થાવ તો કોલેજ કે યુનિવર્સિટીમાં એડમિશન મળી જાય.
NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) જે તે બોર્ડની જુની ઓરિજિનલ માર્કશીટ લઇ લેશે અને તેના આધારે પાસ વિષયોની ક્રેડીટ ટ્રાન્સફર કરીને NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) નું સિનિયર સેકન્ડરી લેવલનું સર્ટિફિકેટ આપશે.
ધો.12માં બે જ પાસ વિષયોની ક્રેડીટ ટ્રાન્સફર મળી શકે
ઘો.12માં નાપાસ વિદ્યાર્થીઓ અને વાલીઓ લેભાગુ એજન્ટોના રવાડે ચઢતા પહેલા સો વાર વિચારજો
કેટલાક લેભાગુ એજન્ટો એવું કહીને વાલીઓના ખીસ્સી ખંખેરી રહ્યા છે કે તેઓ NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) ની પરીક્ષામાં પાસ થઇ જાય તેવી બારોબાર ગોઠવણ કરી આપશે. વાલીઓ અને વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપે કે NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) જવાબદાર બોર્ડ છે અને પાછલા વર્ષોમાં આ પ્રકારની ગેરરીતિ થતી હોવાની ફરીયાદો બાદ NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) દ્વારા હાલ કડકાઈપૂર્વક પરીક્ષા લેવામાં આવશે. આથી પોતાના સંતાનોનું એક વર્ષ બગડતું અટકાવવા લાખો રૂપિયા એજન્ટને આપી દેતા પહેલા પૂરેપૂરી ખરાઇ કરી લેવી ઘટે.
એનઆઇઓએસ બોર્ડ બેસ્ટ છે પરંતુ તેના નામે ગેરકાનૂની ધંધો કરતા એજન્ટો બોગસ છે. આવા લોકો બોર્ડની પ્રતિષ્ઠા ખરડવાનું કામ કરી રહ્યા છે.
લિયો ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુશન્સના જયસુખ કથીરીયા શું કહે છે…
સુરતમાં લીઓ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુશન્સ, ઉધના વિસ્તારમાં સનગ્રેસ વિદ્યાલય, સનરેઝ સ્કુલ વગેરેના સ્થાપક ટ્રસ્ટી શ્રી જયસુખભાઇ કથીરીયાએ જણાવ્યું કે તેમની શાળા NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) નું સત્તાવાર કેન્દ્ર ધરાવે છે. એક વિષયની પરીક્ષા ફી ફક્ત રૂ.1400 છે, તેઓ NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) માં જોડાતા વિદ્યાર્થીઓને ટીચીંગ ફેસેલીટી પણ આપી રહ્યા છે. આગામી તા.31મી જુલાઇ 2020 ઓક્ટોબર 2020ની પરીક્ષા માટેના નામાંકન ભરવાની અંતિમ તારીખ છે. વિદ્યાર્થીઓ NIOS બોર્ડ (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) ના રિલેટેડ કોઇપણ પ્રકારની માહિતી માટે સનગ્રેસ સ્કુલ, ઉધનાનો સંપર્ક કરી શકે છે. હાલ કોવીડ-19ની સ્થિતિમાં રૂબરૂ ન જતા ટેલિફોનિક સંપર્ક સાધવા જણાવાયું છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા આજે તા.9મી જુલાઇના રોજ બપોરે 4 કલાકે એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે સીબીએસઇ દ્વારા ધો.10 અને ધો.12ના પરીણામો અનુક્રમે તા.13 અને તા.11 જુલાઇના રોજ જાહેર કરવામાં આવનાર છે, આ સમાચાર ફેક ન્યુઝ છે. સીબીએસઇએ કહ્યું કે સેન્ટ્રલ બોર્ડના ધો.12- કે ધો.10ના પરીણામોની કોઇ તારીખ હજુ સુધી જાહેર કરી નથી. લોકોએ પરીણામની તારીખોથી ભરમાવું નહીં.
ધો.12 મેથ્સ ગ્રુપ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓના ગુજરાતમાં આવેલી એન્જિનિયરિંગ, ટેક્નોલોજી, ફાર્મસીની કોલેજોના પહેલા વર્ષમાં પ્રવેશ માટેના ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ થયા છે. આ વખતે કોવીડ-19ની સ્થિતિને કારણે હજુ ગુજકેટની પરીક્ષા લઇ શકાઇ નથી, આમ છતાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ દ્વારા જણાવાયું છે કે તમામ પ્રક્રિયા ઓનલાઇન છે. વિદ્યાર્થીઓએ કોઇપણ પ્રકારે કોઇ કચેરીમાં જવાનું નથી. ડોક્યુમેન્ટસની ખરાઇ કરવા પણ જવાનું નથી. જે વિદ્યાર્થીઓ પાસે ઇન્ટરનેટની સુવિધા ન હોય અગર જે વાલીઓ વિદ્યાર્થીઓને પ્રવેશ ફોર્મ ભરવામાં તકલીફ પડતી હોય તેવા વિદ્યાર્થીઓ માટે એ.સી.પી.સી. દ્વારા સાઇબર સેન્ટર સ્પેશ નિર્ધારિત કરવામાં આવ્યા છે.
વિદ્યાર્થીઓ ખાનગી સાઇબર કાફેમાં જઇને લૂટાતા નહીં, નીચે જણાવેલી કોલેજોના સાઇબર સેન્ટર પર બિલકુલ મફતમાં કામગીરી કરી આપવામાં આવે છે.
દક્ષિણ ગુજરાતની કોલેજોના આ સાઇબર સેન્ટર પરથી મફતમાં રજિસ્ટ્રેશન થઇ શકે છે
પ્રવેશ પ્રક્રિયાની સઘળી સૂચના બે-ત્રણ વાર વાંચી જાવ એટલે મોટા ભાગના પ્રશ્નો હલ થઇ જશે
એક તરફ સમગ્ર વિશ્વમાં ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહી રહ્યા છે કે ભારત અમેરિકાનું શ્રેષ્ઠ મિત્ર છે. ભારત અમેરીકાને ચાહે છે. ભારત અને અમેરિકા સાથે છે. પણ બીજી તરફ છેલ્લા 7 દિવસમાં અમેરિકાએ ભરેલા બે પગલાંઓને કારણે ભારતના લાખો વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓ મોટી મુશ્કેલીમાં મૂકાય ગયા છે.
વિતેલા સપ્તાહે વીઝા પર પ્રતિબંધ મૂકીને ભારતીયોની ઉંઘ હરામ કરી નાંખી
અગાઉ વિતેલા સપ્તાહે અમેરીકાએ એચ-વનબી વીઝા પર બેન મૂકી દઇને અમેરીકામાં હાલ વ્યવસાય, નોકરી કરતા લાખો લોકો અને તેમના પરિવારો તેમજ હવે પછી આ ક્વોટામાં અમેરીકા જવા બિલકુલ તૈયાર લાખો ભારતીય યુવકોની ઉંઘ હરામ કરી દીધી છે. એચ-વન બી વીઝા બેનથી સૌથી વધુ અસરગ્રસ્ત જો કોઇ બનશે તો એ ભારતીય યુવાનો અને તેમના પરિવારજનો છે.
હવે અમેરીકામાં ઓનલાઇન સ્ટડી કરી રહેલા વિદ્યાર્થીઓ જો રેગ્યુલર ક્લાસીસમાં નહીં જાય તો ફરજિયાત ડિપોર્ટ (પ્લેનમાં બેસાડીને રવાના)
U.S. Immigration and Customs Enforcement said on Monday that international students currently in the U.S. whose classes become fully online have to transfer to a school with in-person classes or depart the country https://t.co/VfSqs6NvoK
તા.7મી જુલાઇએ એવા સમાચારોએ અમેરીકામાં રહીને હાલ કોવીડ 19ના લીધે ઓનલાઇન સ્ટડી કરી રહેલા લાખો ભારતીય વિદ્યાર્થીઓની ઉંઘ હરામ કરી દીધી છે. અમેરીકાએ નિર્ણય કર્યો છે કે જે વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ કરે છે ક્યાં તો એ પ્રત્યક્ષ રીતે ક્લાસીસ જોઇન કરી લે અન્યથા તેમને શોધી શોધીને વતન વાપસી કરવામાં આવશે. આ નિર્ણય અમેરીકામાં વસતા તમામ દેશના વિદ્યાર્થીઓને લાગુ પડશે. પરંતુ, અંહી એ વાત નોંધવી ઘટે કે સૌથી વધુ વિદ્યાર્થીઓ જો અમેરીકામાં હોય તો એ ભારતીય વિદ્યાર્થીઓ છે.
7 દિવસમાં ઉપરા છાપરી બે નિર્ણયોથી લાખો ભારતીયો મુશ્કેલીમાં
સાત દિવસમાં જ અમેરીકાની ટ્રમ્પ સરકારે બે એવા નિર્ણયો કર્યા કે જેની સીધી અસર ભારતના લાખો યુવાનો, નોકરીયાતો, વિદ્યાર્થીઓ પર થઇને પડી છે ત્યારે સવાલ એ થાય છે કે સાલુ અમેરીકા ભારતનું દોસ્ત છે કે દુશ્મન?
કટઓફ મેરીટથી ખબર પડે કે કેટલા લાગવગીયા ઘૂસ્યા હતા : ABVP – NSUI બન્ને ચૂપ
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ બી.એસસી., બી.સી.એ., એમ.એસસી.આઇ.ટી. વગેરે અભ્યાસક્રમોમાં પ્રવેશ કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રવેશ કાર્યવાહીમાં પ્રવેશાર્થીઓને અત્યારથી જ અન્યાય કરવામાં આવી રહ્યો છે. નવા પ્રવેશાર્થીઓ સ્વાભાવિક છે કે કેટલીક બાબતોથી અજામ હોય અને વીર નર્મદ યુનિવર્સિટીના જાડી ચામડીના વહીવટકર્તાઓમાં એટલી નૈતિકતા નથી કે વિદ્યાર્થીઓને પ્રવેશ અગાઉ કેટલીક જરૂરી માહિતી પૂરી પાડે.
File Photo VNSGU Campus
2019ના કટઓફ મેરીટ અને 2020નું સીટ મેટ્રીક્સ
ગુજરાત કે ભારતમાં કોઇપણ અભ્યાસક્રમોમાં સેન્ટ્રલાઇઝ્ડ એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવે તો પહેલા બે વિગતો વિદ્યાર્થીઓને એડવાન્સ્ડમાં આપી દેવામાં આવે છે. આ બે માહિતીના આધારે નવાંગતુક પ્રવેશાર્થીઓને અને તેમના પેરેન્ટ્સને ખ્યાલ આવી જાય છે કે તેમને પ્રવેશ મળશે કે કેમ, ક્યાં મળશે કેવી રીતે મળશે કઇ બેઠક પર મળશે.
ઉપરોક્ત ત્રણયે બાબતો મેડીકલ, પેરામેડીકલ, એન્જિનિયરિંગ, ફાર્મસી કે અન્ય કોઇપણ અભ્યાસક્રમની સેન્ટ્રલાઇઝ્ડ એડમિશનની સાઇટ પર પ્રવેશ પ્રક્રિયા પહેલા જ મૂકી દેવામાં આવે છે. પરંતુ, વીર નર્મદ યુનિવર્સિટીના વર્તમાન વહીવટકર્તાઓ વિદ્યાર્થીઓને આ માહિતી છેલ્લા કેટલાય વર્ષોથી નથી આપી રહ્યા. આ વર્ષે પણ 2020-21ના શૈક્ષણિક વર્ષ માટે શરૂ થયેલી પ્રવેશ પ્રક્રિયામાં ક્યાંયે પણ વીર નર્મદ યુનિવર્સિટીએ ગત વર્ષનું કટઓફ મેરીટ, આ વર્ષ માટેનું ડિટેઇલ્ડ સીટ મેટ્રીક્સ કે મેરીટના નિયમોની કોઇ જ જાણકારી પ્રવેશાર્થીઓને આપી નથી કે પોતાના બ્રોશર કે કેટલૉગમાં પણ સમાવી નથી.
2019નું કટઓફ મેરીટ મેરીટ જાહેર થાય તો અનેક કોઠાકબાડાઓ બહાર આવે એમ છે
ગયા વર્ષ 2019માં કઇ કોલેજમાં કે કયા ડિપાર્ટમેન્ટમાં કેટલા ટકાએ અંતિમ પ્રવેશ ફાળવવામાં આવ્યો જો એની સાચી, ઓથેન્ટિક માહિતી રજૂ કરવામાં આવે તો આ વર્ષના પ્રવેશાર્થીઓને ખ્યાલ આવે કે તેમને કઇ કોલેજમાં કેટલા માર્કે પ્રવેશ મળી શકે. પરંતુ, વીર નર્મદ યુનિવર્સિટીના સત્તાધીશો આવું કરી શકે તેમ નથી કેમકે સાવ ધુપ્પલ જાહેર થયેલી વીર નર્મદ યુનિવર્સિટીની ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયાનો ગેરલાભ ઉઠાવીને અનેક કોલેજોએ મેરીટ વગર પ્રવેશ આપ્યા છે. હવે કટઓફ જાહેર કરે તો આ બધા કોઠા કબાડાઓ ફરી સપાટી પર આવે તેમ છે.
મેરીટના નિયમોથી વિદ્યાર્થીઓ સાવ અજાણ
વીર નર્મદ યુનિવર્સિટીએ જુદા જુદા કોર્સમાં પ્રવેશ માટેની લઘુત્તમ લાયકાત જાહેર કરી છે પરંતુ, મેરીટ કેલક્યુલેશન કેવી રીતે ગણાશે તેની કોઇ જ માહિતી પ્રવેશાર્થીઓને આપવામાં આવી નથી. એવા અનેક કોર્સ છે કે જેમાં સાયન્સ, કોમર્સ, આર્ટસ, વોકેશનલ પ્રવાહ તમામને એડમિશન આપવામાં આવે છે, તો તેમની સીટ કેલક્યુલેશન ઉપરાંત કયા માર્ક, કેટલાક વિષયના માર્કસના આધારે તેમનું મેરીટ બને છે એ અંગેની કોઇ જ માહિતી યુનિવર્સિટી દ્વારા આપવામાં આવતી નથી.
ABVP કે NSUI ને આવા વિદ્યાર્થી હિતના પ્રશ્નો દેખાતા નથી
વીર નર્મદ યુનિવર્સિટીના સત્તાધીશો સામે છાશવારે બાંયો ચઢાવતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ કે નેશનલ સ્ટુડન્ટસ યુનિયન ઓફ ઇન્ડિયાના બની બેઠેલા નેતાઓ 5-10 વિદ્યાર્થીઓ નહીં હોય તેવા વિદ્યાર્થીનેતાઓને લઇને યુનિવર્સિટી ખાતે પોતાની ખીચડી પકવતા મુદ્દાઓ ચગાવીને આંદોલન છેડે છે પરંતુ, જે મુદ્દાઓ પર ખરેખર વિદ્યાર્થીઓ, પ્રવેશાર્થીઓને અન્યાય થઇ રહ્યો છે એવા મુદ્દાઓ પર લડત ઉપાડવામાં આવા નેતાઓને પેટમાં દુખે છે એટલે જ અત્યાર સુધીની કોઇપણ સેન્ટ્રલાઇજ્ડ પ્રવેશ પ્રક્રિયામાં યુનિવર્સિટીએ ક્યારેય કટઓફ મેરીટ, મેરીટના નિયમો અને નવા વર્ષ માટેના સીટ મેટ્રીક્સ જાહેર કર્યા નથી.
કટઓફ મેરીટ, મેરીટના નિયમો કે સીટ મેટ્રીક્સ જાહેર કર્યા વગર જ યુનિવર્સિટીએ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દીધી આમ છતાં એનએસયુઆઇ કે એબીવીપી ના એકેય નેતાએ એકેય હરફ ઉચ્ચાર્યો નહીં. ક્યાં તો આ બની બેઠેલા વિદ્યાર્થી નેતાઓને કશું ખબર નથી પડતી ક્યાં તો તેઓ વિદ્યાર્થીઓના આ પાયાના મુદ્દા પર બિલકુલ ઇરાદાપૂર્વક ચૂપકીદી સાધીને બેઠા છે.
લૉકડાઉનને કારણે ઑનલાઈનનું મહત્ત્વ વધી ગયું હોવાથી સાઈબર ઠગો પણ લોકોને છેતરવા નવા નવા માર્ગો શોધી રહ્યા છે. સામે મહારાષ્ટ્ર સાઈબર વિભાગ પણ સક્રિય બન્યો હોઈ આવા ઠગોની પ્રવૃત્તિઓ પર નજર રાખી નાગરિકોને સાવધાન કરી રહ્યો છે. હાલમાં નાગરિકો મફતમાં ઑનલાઈન ફિલ્મો, વેબ સિરીઝ જુએ છે અને તેને ડાઉનલૉડ પણ કરી રહ્યા છે. આ બાબતનો સાઈબર ઠગો ગેરફાયદો લેવાની શક્યતા સાઈબર પોલીસે વ્યક્ત કરી છે.
જો કોઈ વપરાશકાર ફ્રી વેબસાઈટ પર ક્લિક કરે ત્યારે તેની જાણ બહાર કમ્પ્યુટર અથવા મોબાઈલમાં માલવેર ડાઉનલૉડ થઈ જાય છે અને તે સંબંધિત કમ્પ્યુટર અથવા મોબાઈલમાંની બધી માહિતી ઠગને મોકલે છે. આ માહિતીનો ઉપયોગ ઠગો નાગરિકોને ત્રાસ આપી ખંડણી માગવા માટે અથવા આર્થિક ગુના કરવા માટે કરી શકે છે. આથી નાગરિકોએ ફ્રી વેબસાઈટ પર ફિલ્મ અથવા વેબ સિરીઝ જોવાનું શક્ય હોય ત્યાં સુધી ટાળવું જોઈએ અને ડાઉનલૉડ કરવાથી પણ સાવચેત રહેવું જોઈએ.
સાઈબર પોલીસ દ્વારા ટોપ-૧૦ વેબ રિસ્ક ધરાવતી ટેલિવિઝન સિરીઝ અને ટોપ-૧૦ ફિલ્મોની યાદી જાહેર કરવામાં આવી છે. આ સિરીઝ અને ફિલ્મ ફ્રી વેબસાઈટ પરથી જોવાનું ટાળી પૈસા ચૂકવીને અધિકૃત પ્લૅફોર્મ પરથી જ જોવાનો અનુરોધ પોલીસે કર્યો હતો.
દેશની જાણીતા ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજીના મદ્રાસ યુનિટે ભારતના યુવા યુવતિઓ માટે એક એક્સેલન્ટ કરીયર કોર્સ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ કોર્સ હાલમાં અને ભવિષ્યમાં અનેક તકો ધરાવતા ડેટા સાયન્સના અન્ડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ અને તે પણ ઘરે બેઠા ઓનલાઇન અભ્યાસ અંગેનો છે.
IIT એટલે સ્ટેટસ સિમ્બોલ ગણાય
ધો.10માં અંગ્રેજી અને ગણિત વિષય સાથે પાસ થયેલા હોય એવા ધો.12 પાસ વિદ્યાર્થીઓ આ કોર્સમાં પ્રવેશ માટે લાયક છે. એથી વિશેષ હાલમાં ગ્રેજ્યુએટ થઇ ચૂક્યા હોય એવા વિદ્યાર્થીઓ, અધવચ્ચેથી અભ્યાસ પડતો મૂકનાર વિદ્યાર્થીઓ પણ આ કોર્સમાં જોડાઇને અભ્યાસ કરી શકે છે.
કોર્સની ડિઝાઇન અફલાતૂન રીતે તૈયાર કરવામાં આવી છે. ઓનલાઇન એટલે કે ઘરે બેઠા બી.એસસી. ડેટા સાયન્સ અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓએ દર મહિને નિર્ધારિત પરીક્ષા કેન્દ્ર પર જઇને પ્રત્યક્ષ રીતે પરીક્ષા આપવી પડશે. આઇ.આઇ.ટી. મદ્રાસ જોબ પ્લેશમેન્ટ પણ કરી આપશે.
Weekly release of Term 1 Qualifier courses content starts
2nd November 2020
Qualifier Exam Hall Ticket (only for those who get minimum required marks in Assignments)
20th / 21st / 22nd November, 2020**
Qualifier Exam (only for those with Hall Ticket)**
7th December, 2020
Qualifier Exam Results
11th December, 2020 to 3rd January 2021
Registration for Term 1 (only for those who clear Qualifier Exam)
4th January, 2021
Foundational Level Batch 1 starts
*We are limiting the maximum number of applications to 2,50,000. Hence, we will close receipt of applications on 15 September 2020 or once we receive 2,50,000 applications, whichever occurs first.
**Dates for in-person exams are subject to government restrictions prevalent at that time.
ટૂંકમાં વિગત
Indian Institute of Technology, Madras (IIT-Madras) has introduced an online BSc degree course in Programming and Data Science. The online BSc program by IIT Madras is for those who are interested in studying Programming and Data Science. The course has been made online so that anyone can study from anywhere in India.
Require qualification
The candidate must have cleared class 12 or equivalent and should also be currently enrolled in a Bachelor’s Degree Program or should have graduated with a Bachelor’s Degree (BA, BSc, BE, BTech, BCom, etc.).” Those who have dropped out of a Bachelor’s degree can also apply.
Though the new BSc degree offered by IIT Madras is designed for online study mode, but when it comes to quizzes and examinations, students will need to work hard and appear in-person to clear these tests.
The Institute will also provide placement support to top-performing students. Apart from this, the IIT-Madras will provide soft-skill training as well invite them to take part in internal projects of the Institute.
Whole course fees Rs. 3.55 lac
The students also have the flexibility to exit at any level with a certificate or diploma. To successfully complete the course with a BSc degree, it may cost around Rs 3.55 lakh for general category students while the foundation course costs around Rs 32,000. However, there are fee waivers for select categories of students.
Those interested are advised to visit the official website of IIT Madras – onlinedegree.iitm.ac.in — to check all the details about the course.
ભારત-ચીન તણાવ દરમિયાન કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે 59 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. બૅન કરેલી એપ્લિકેશનમાં ટિકટૉક એપ પણ સામેલ છે. આ સિવાય યૂસી બ્રાઉઝર, કૅમ સ્કૅનર જેવા એપ પણ સામેલ છે. આથી ભારતીય સુરક્ષા એજન્સીઓથી ચાઇનીઝ એપની એક લિસ્ટ તૈયાર કરી કેન્દ્ર સરકારને અપીલ કરી હતી તેમને બૅન કરવામાં આવે અથવા લોકોને કહેવામાં આવે કે આ એપ તરત જ પોતાના ફોનમાંથી ડીલિટ કરી દે. આની પાછળ એ દલીલ આપવામાં આવી ગતી કે ચીન ભારતીય ડેટા હૅક કરી શકે છે.
છેલ્લા કેટલાક દિવસથી ભારત અને ચીન સીમા પર તણાવની સ્થિતિ જળવાયેલી છે. બન્ને દેશોની સેનાઓ સામ-સામી ટકરાઈ રહી છે. દરમિયાન ભારતે આ મોટો નિર્ણય લઈને સ્પષ્ટ કરી દીધું છે કે ભારત કોઇપણ સ્તરે નમતું નહીં જોખે. કેન્દ્ર સરકારે 59 એપ્સ પર બૅન લગાડી દીધું છે. આમાં કેટલીક એપ્સ એવી છે જે તમને દરેક મોબાઇલમાં સરળતાથી મળી જશે.
આ છે 59 એપ્લિકેશન્સનું લિસ્ટ
1. TikTok
2. Shareit
3. Kwai
4. UC Browser
5. Baidu map
6. Shein
7. Clash of Kings
8. DU battery saver
9. Helo
10. Likee
11. YouCam makeup
12. Mi Community
13. CM Browers
14. Virus Cleaner
15. APUS Browser
16. ROMWE
17. Club Factory
18. Newsdog
19. Beutry Plus
20. WeChat
21. UC News
22. QQ Mail
23. Weibo
24. Xender
25. QQ Music
26. QQ Newsfeed
27. Bigo Live
28. SelfieCity
29. Mail Master
30. Parallel Space
31. Mi Video Call – Xiaomi
32. WeSync
33. ES File Explorer
34. Viva Video – QU Video Inc
35. Meitu
36. Vigo Video
37. New Video Status
38. DU Recorder
39. Vault- Hide
40. Cache Cleaner DU App studio
41. DU Cleaner
42. DU Browser
43. Hago Play With New Friends
44. Cam Scanner
45. Clean Master – Cheetah Mobile
46. Wonder Camera
47. Photo Wonder
48. QQ Player
49. We Meet
50. Sweet Selfie
51. Baidu Translate
52. Vmate
53. QQ International
54. QQ Security Center
55. QQ Launcher
56. U Video
57. V fly Status Video
58. Mobile Legends
59. DU Privacy
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલયને ઘણી ફરિયાદો મળી રહી હતી. આ એપ્સ ભારતીય સંપ્રુભતા, સુરક્ષા અને અખંડતા પર ઘાતક હુમલો કરી રહી હતી. ચીન આ એપ્સની મદદથી ભારતીય ડેટા સાથે છેડછાડ કરી શકતું હતું. ભારતીય ગુપ્ત એજન્સીઓએ સરકારને આ એપ્સની લિસ્ટ તૈયાર કરીને પહેલા જ સોંપી દીધી હતી. ત્યાર બાદ સરકારે પોતાના સ્તરે આ એપ્સની માહિતી મેળવી અને જ્યારે તેમને લાગ્યું કે ખરેખર આ એપ્સ ભારતી સુરક્ષામાં અડિંગો નાખી શકે એવી છે ત્યારે તરત તેને બૅન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
ધો.12 સાયન્સ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓનું પરીણામ મે માસમાં આવી ચૂક્યું છે. હવે આ વિદ્યાર્થીઓ કોલેજ પ્રવેશ માટે મૂંઝવણ પણ અનુભવી રહ્યા છે અને અધીરા પણ બન્યા છે. વીર નર્મદ યુનિવર્સિટીએ બી.એસસી.માં પ્રવેશની કાર્યવાહી શરૂ કરી દીધી છે. હવે ગુજરાત સરકારની એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (એ.સી.પી.સી.)એ પણ જાહેરાત કરી છે કે ગુજરાતમાં આવેલી ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન ઇજનેરી, ફાર્મસી, આર્કિટેક્ચર કોલેજોમાં પ્રવેશની કાર્યવાહી ચાલુ માસાંતે એટલે કે જુન માસના અંતમાં શરૂ કરી દેવામાં આવશે.
જેઇઇ, ગુજકેટ વગર રજિસ્ટ્રેશન
એડમિશન કમિટીએ સ્પષ્ટતા કરી છે કે સેન્ટ્રલ બોર્ડ, આઇસીએસઇ બોર્ડ તેમજ જેઇઇ મેઇન્સ, ગુજકેટ વગેરે જેવી પરીક્ષાઓ લેવાની બાકી છે, આમ છતાં હાલ ધો.12 સાયન્સની પરીક્ષા આપી ચૂકેલા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવી શકે છે.
પીન નંબર લેવા જવું નહીં, ઓનલાઇન ચાર્જ ભરવો
ગત વર્ષ સુધી એ.સી.પી.સી. દ્વારા ઇજનેરી, ફાર્મસી વગેરે માટે બેંક દ્વારા પીન નંબરનું વિતરણ કરવામાં આવતું હતું. આ વખતે કોવીડ-19ની પરિસ્થિતિને લીધે પીન નંબર વિતરણ વ્યવસ્થા બંધ રાખીને સીધા જ રજિસ્ટ્રેશન અને ઓનલાઇન ચાર્જીસની ચૂકવણી કરવાની રહેશે. વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન પીન માટે ક્યાંયે રૂબરું જવું નહીં પડે.
રજિસ્ટ્રેશન ચાર્જિસ
પ્રવેશ સમયે આ ડોક્યુમેન્ટસ જોઇશે
વિદ્યાર્થીઓ વાલીઓને રજિસ્ટ્રેશનમાં સમજ ન પડે તો હેલ્પ સેન્ટર પર જઇને રજિસ્ટ્રેશન મફતમાં થશે
એ.સી.પી.સી.એ સ્પષ્ટતા કરી છે કે જો વિદ્યાર્થીઓને ઓનલાઇન રજિસ્ટ્રેશનમાં તકલીફ પડે તો તેઓ નિર્ધારિત હેલ્પ સેન્ટર પર જઇને રજિસ્ટ્રેશન કરાવી શકશે. હેલ્પ સેન્ટર પર તમામ સુવિધા ફ્રીમાં ઉપલબ્ધ બનશે. આના માટે કોઇ ચાર્જ આપવાનો રહેતો નથી.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.