CIA ALERT

યંગિસ્તાન Archives - Page 14 of 37 - CIA Live

August 26, 2020
Greta-Thunberg-.jpg
2min7310

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

વિશ્વમાં પરોપકારી વૃતિ એટલી બધી વધી ગઇ છે કે કોઇએ પોતાનો ધંધો-રોજગાર કરવો નથી અને બીજાનું જ ભલું કરવું છે. અને હાલમાં ભારત અને હવે તો વિશ્વમાં ભારતના ધો.12 સાયન્સના વિદ્યાર્થિઓ પર ઉપકાર કરવાની વૃતિ સાથે એક અભિયાન છેડાયું છે કે NEET/JEE જેવી પરીક્ષાઓ કોવીડ-19 અને અતિવૃષ્ટી, પૂરજનક સ્થિતિમાં મુલતવી રાખી દેવી જોઇએ.

ભારતમાં કહેવાતા બીજેપીના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ સોશ્યલ મિડીયામાં પલિતો ચાંપ્યો હતો કે NEET/JEEને વર્તમાન સંજોગોમાં મુલતવી રાખવા જોઇએ. એ પછી દિલ્હીના ડેપ્યુટી મુખ્યમંત્રી મનીષ સિસોદીયા, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ( મોટા ભાગના મોદી વિરોધી નેતાઓ)એ NEET/JEE મુલતવી રાખવા માટે સોશ્યલ મિડીયામાં પોસ્ટ મૂકી દીધી છે. આ બધા નેતાઓને ભારતના ધો.12ના વિદ્યાર્થીઓની એટલી ફિકર છે કે કોઇપણ સંજોગોમાં NEET/JEE મુલતવી રાખવા માટે હવે તેઓ છેલ્લી લડાઇ લડી લેવા તૈયાર થયા છે.

બીજી તરફ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્લાઇમેટ માટે બ્રિટનની સ્કુલોમાં હડતાળ પડાવી ચૂકેલી ઇન્ટરનેશનલ એન્વાયરન્મેન્ટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ સુધી NEET/JEEનો મુદ્દો પહોંચાડીને તેમના ટ્વીટર હેન્ડલ પરથી ભારતના વિદ્યાર્થીઓ પર પરોપકાર કરવાની વૃતિએ પોસ્ટ પણ મૂકવામાં આવી છે.

ગ્રેટા થનબર્ગનું ટ્વીટ

ગ્રેટા થનબર્ગે ટ્વીટ કરતા કહ્યું છે કે ભારતના વિદ્યાર્થીઓ સાથે ઘેરો અન્યાય થઇ રહ્યો છે, તેમને કોવીડ-19 પેન્ડેમિકની સ્થિતિ અને એક્સ્ટ્રીમ ફ્લડની સ્થિતિમાં રાષ્ટ્રીય પરીક્ષાઓમાં બેસવાનું કહેવામાં આવી રહ્યું છે. હું NEET/JEE મુલતવી રખાવવાના તેમના અભિયાનમાં સાથે ઉભી છું.

ગ્રેટા થનબર્ગ કોણ છે

ગ્રેટા થનબર્ગ (જન્મ: ૩ જાન્યુઆરી ૨૦૦૩)

ગ્લોબલ વોર્મિંગના જોખમો પર લડી રહેલી સ્વીડિશ પર્યાવરણ ચળવળકાર છે. ઓગસ્ટ ૨૦૧૮માં, ૧૫ વર્ષની ઉંમરે ગ્રેટા થનબર્ગે સ્કૂલમાંથી સમય કાઢી હાથમાં સ્ટ્રોંગર ક્લાઇમેટ એક્શન લખેલા કાર્ડ બોર્ડ વડે સ્વીડનના સંસદની બહાર પ્રદર્શન કરવાનું શરૂ કર્યું. ઓગસ્ટ ૨૦૧૮ પછી 15 વર્ષની ગ્રેટા થનબર્ગ અંગે દુનિયાને જાણ થઈ. એ સમયે તેમણે #FridaysForFuture નામની એક ઝુંબેશ શરૂ કરી હતી. તેમણે ત્રણ અઠવાડિયાં સુધી સ્વીડનની સંસદ બહાર પર્યાવરણના સંકટ મામલે પૂરતાં પગલાં ન લેવાયાં હોવાનો વિરોધ કર્યો.

પોતે કરી રહેલા વિરોધ પ્રદર્શન વિશે તેમણે સોશિયલ મીડિયામાં માહિતી આપી અને તેમની પોસ્ટ વાઇરલ થઈ ગઈ, જે બાદ વિશ્વભરના લોકોનું ધ્યાન તેમની તરફ ખેંચાયું. જે બાદ ૮ સપ્ટેમ્બર ૨૦૧૮ના દિવસથી તેમણે નક્કી કર્યું કે પર્યાવરણને બચાવવા માટે તેઓ દર શુક્રવારે હડતાળ કરશે.

જ્યારે તેમણે સ્વીડનની સરકાર સામે વિરોધ કરવાનું શરૂ કર્યું ત્યારે તેમની માગ હતી કે સરકાર પેરિસ ક્લાઇમેટ સમજૂતીનું પાલન કરે અને તેને અનુરૂપ નીતિઓ ઘડે. પેરિસ ક્લાઇમેટ સમજૂતીમાં વૈશ્વિક તાપમાન ૨ ડિગ્રી સુધી ઘટાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

August 22, 2020
real_cia-1-1280x1022.jpg
2min8130

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

એન્જિનિયરિંગ અને મેડીકલ-ડેન્ટલની પ્રવેશ પરીક્ષા NEET/JEE ની તારીખો કોવિડ પેન્ડેમિકને કારણે બે વખત લંબાઇ ચૂકી છે પરંતુ, હવે સપ્ટેમ્બર 2020માં નિર્ધારિત તારીખોએ બન્ને પરીક્ષા લેવાશે જ એવી જાહેરાત નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ કરી છે. હવે પરીક્ષાર્થીઓ કે વાલીઓ એવા ભ્રમમાં ન રહે કે આ પરીક્ષાઓ હજુ પાછી ઠેલાશે.

સુપ્રીમ કોર્ટે ચાલુ સપ્તાહના સોમવારે જ NEET/JEE મુલતવી રાખવા માટેની રીટ પીટીશનને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે ટકોર પણ કરી હતી કે એક વર્ષનો અભ્યાસ બગાડની આ દેશે ઘણી કિંમત ચૂકવવી પડે એમ છે. સુપ્રીમ કોર્ટની ટકોરને પગલે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ હવે તબક્કાવાર શૈક્ષણિક સંસ્થાઓ, શૈક્ષણિક ગતિવિધિઓ શરૂ કરવાની દિશામાં પ્રયાસો શરૂ કરી દીધા છે.

NEET 13 સપ્ટેમ્બર 2020 / JEE 1-6 સપ્ટેમ્બર દરમિયાન લેવાશે

NEET/JEE અગાઉ ગુજરાતમાં તા.24મી ઓગસ્ટે ગુજકેટ યોજાઇ રહી છે. આમ ધો.12 સાયન્સમાં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓ માટે હવે નિર્ણાયક સમય આવી ચૂક્યો છે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ ટ્વીટ કરીને જાણકારી આપી

NTA on Friday 21st August 2020

The Centre on Friday, 21 Aug. said that the Joint Entrance Examination (Main) and National Eligibility cum Entrance Test (undergraduate) will be conducted on September 1-6 and September 13, 2020 respectively as scheduled.

Following the Supreme Court’s order on Monday, the National Testing Agency (NTA) released the admit cards for the JEE (main) and as on Friday, 6,49,223 aspirants have downloaded theirs.

The SC in its order said, “We find that there is absolutely no justification in the prayer made for postponement of the examination in question relating to NEET UG-2020 as well as JEE (main) April, 2020. In our opinion, though there is a pandemic situation, ultimately life has to go and the career of the students cannot be put on peril for long and a full academic year cannot be wasted.”

August 20, 2020
govt_jobs.jpg
1min6250

કેન્દ્રીય કેબિનેટે બુધવારે કેન્દ્ર સરકારમાં નોકરી માટે લેવાતી વિવિધ પરીક્ષાઓને એક છત્ર હેઠળ લાવવા માટે નેશનલ રીક્રૂટમેન્ટ એજન્સી (NRA)ના ગઠન માટે મંજૂરી આપી દીધી છે. મોદી કેબિનેટના આ સીમાચિહ્ન નિર્ણયથી કેન્દ્ર સરકારમાં રોજગારી માટેની પ્રક્રિયામાં ધરખમ ફેરફાર થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષામાં મળેલી કેબિનેટ બેઠક અંગે પત્રાકારોને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે આ ઐતિહાસિક નિર્ણય છે અને આનાથી નોકરી વાંછુઓને વિવિધ પરીક્ષા આપવામાંછી મુક્તિ મળશે તેમજ તેમનો ખર્ચ પણ ઘટશે.
યુવાઓ વર્ષોથી આ પ્રકારની વ્યવસ્થાની માંગ કરી રહ્યા હતા અને તેને આખરે સ્વીકારવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે કેબિનેટના આ નિર્ણયને દેશના ઈતિહાસમાં પરિવર્તનકારી તેમજ સીમાચિહ્ન ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે, કેન્દ્ર સરકારમાં વિવિધ નોકરીઓ માટે એક પરીક્ષા એજન્સીને પગલે પસંદગી, જોબ પ્લેસમેન્ટ અને ઈઝ ઓફ લિવિંગમાં સરળતા આવશે ખાસ કરીને સમાજના એવા વર્ગ માટે જે લાભોથી વંચિત રહે છે. 

નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સી કોમન એલિજિબિલિટી ટેસ્ટ (CET) યોજી શકશે અને તેના દ્વારા ગ્રુપ બી તેમજ ગ્રુપ સી (બિન ટેક્નિકલ) પદો માટે ઉમેદવારોની પસંદગી કરી તેમને શોર્ટલિસ્ટ કરાશે. આ એજન્સીમાં રેલવે મંત્રાલય, નાણા મંત્રાલય/ નાણા સેવા વિભાગ, સ્ટાફ સીલેક્શન કમિશન, રેલવે રીક્રૂટમેન્ટ બોર્ડ અને ઈન્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સોનલ સીલેક્શનના પ્રતિનિધિઓને સ્થાન અપાશે. કેન્દ્ર સરકારે જણાવ્યા મુજબ એનઆરએ વિશેષજ્ઞોને સમાવતી સંસ્થા હશે જે અદ્યતન ટેક્નોલોજીની મદદથી કેન્દ્ર સરકારની ભરતી પ્રક્રિયામાં શ્રેષ્ઠ ઉમેદવારોની પસંદગી કરવામાં મદદરૂપ થશે. પ્રવર્તમાન સમયે કોમન ટેસ્ટના સ્કોર ત્રણ મુખ્ય રિક્રૂટમેન્ટ એજન્સીઓ દ્વારા ઉપયોગમાં લેવાય છે પરંતુ આગામી સમયમાં વધુ એજન્સીઓનો સમાવેશ કરાશે.  

આગામી સમયમાં સીઈટીનો સ્કોર કેન્દ્ર સરકાર, રાજ્ય તેમજ કેન્દ્રશાસિત સરકાર, જાહેર ક્ષેત્રના સાહસ અને ખાનગી ક્ષેત્ર સહિત અન્ય રિક્રૂટિંગ એજન્સીઓને પણ આપવામાં આવશે. આમ કરવાથી ખર્ચ અને સમય બન્ને બચી શકશે.

કેન્દ્ર સરકારે એનઆરએની રચના માટે 1,517.57 કરોડ મંજૂર કર્યા છે. એનઆરએનું વડુમથક દિલ્હીમાં સ્થપાશે. આ સંસ્થાના વડા તરીકે સિચવ કક્ષાના વ્યક્તિની ચેરમેન પદે નિમણૂક કરાશે. વર્તમાન સમયે ઉમેદવારો વિવિધ પદ માટે લાયકાત ધરાવતા હોવા છતા જુદી જુદી એજન્સી દ્વારા યોજાતી પરીક્ષામાં એકથી વધુ પરીક્ષા આપવી પડે છે તેમજ ફી પણ ભરવી પડે છે. વિદ્યાર્થીઓને જુદા જુદા સ્થળે પરીક્ષા આપવા જવું પડે છે જેમાં ઘણો સમય પણ લાગે છે.  એનઆરએ દ્વારા દેશમાં કોમન ટેસ્ટ માટે પ્રારંભિક ધોરણે 1,000 જેટલા પરીક્ષા કેન્દ્રો સ્થાપવાની યોજના છે. દરેક જિલ્લામાં એક કેન્દ્ર રહેશે જેથી કોઈ ઉમેદવારને જિલ્લા બહાર મુસાફરી ના કરવી પડે.

August 19, 2020
vnsgu.jpg
1min5380

ધો.12 સાયન્સ, કોમર્સના પરીણામો જાહેર થયાના દોઢથી ત્રણ મહિના જેટલો સમય વિતી ગયો છે, ગુજરાતની અન્ય યુનિવર્સિટીઓમાં તો ધો.12 પછી કોલેજોમાં પહેલા વર્ષના ઓનલાઇન ક્લાસીસ શરૂ થઇ ચૂક્યા છે ત્યારે દક્ષિણ ગુજરાતના 7 જિલ્લા વચ્ચેની એકમાત્ર સ્ટેટ સરકારી યુનિવર્સિટી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પહેલા વર્ષના પ્રવેશના ઠેકાણા નથી. વીર નર્મદ યુનિવર્સિટીમાં હજુ તો તા.17મી ઓગસ્ટ સુધી ઓનલાઇન ફોર્મ ભરવાની મુદત પૂરી થઇ છે.

ભણવાનું શરૂ કરવાની વાત તો દૂર રહી પ્રવેશ કાર્યવાહીનું શિડ્યુલ સુદ્ધાં જાહેર નથી

પ્રવેશાર્થીઓના પ્રશ્નો અનુત્તર

  • ક્યાં સુધી ચાલશે ઓનલાઇન એપ્લિકેશન
  • કયારે જાહેર કરાશે મેરીટ યાદી
  • ક્યારે પ્રવેશ કન્ફર્મેશન
  • કેવી રીતે પ્રવેશ લેવાનો રહેશે
  • કયા ડોક્યુમેન્ટસ આપવાના રહેશે
  • કોલેજો ઓરિજિનલ ડોક્યુમેન્ટસ માંગશે તો શું કરવું
  • પહેલો રાઉન્ડ ક્યારે, રાઉન્ડવાઇઝ સમયપત્રકનું શું
  • પ્રવેશ કન્ફર્મ કરાવવા પહેલી ફી ક્યાં જમા કરાવવાની
  • પ્રવેશ એપ્લિકેશનમાં એડિટનો ઓપ્શન વિકલ્પ જ નથી અપાયો

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ડો.શિવેન્દ્ર ગુપ્તાનો કાર્યકાળ વિદ્યાર્થીઓ માટે એટલો હાનિકર્તા નિવડ્યો છે કે તેમની કારકિર્દીના પારાવાર નુકસાન થઇ રહ્યું છે અને સિન્ડીકેટ કે સેનેટ સભ્યો અસરકારક રીતે વિદ્યાર્થી હિતનું રક્ષણ કરવામાં વામણા પૂરવાર થયા છે. આ વર્ષે ધો.12 સાયન્સનું પરીણામ મે મહિનામાં જાહેર થઇ ચૂક્યું હતું, એ પછી જુનમાં ધો.12 સામાન્ય પ્રવાહના પરીણામો જાહેર થયા એ પછી અત્યાર સુધી યુનિવર્સિટી પહેલા વર્ષમાં હજુ તો પ્રવેશ કાર્યવાહીના ફીફા ખાંડી રહી છે. ઓનલાઇન એપ્લિકેશન પછી ક્યારે શું પ્રોસેસ કરવાની એ અંગેની કોઇ જ જાણકારી યુનિવર્સિટીએ પ્રવેશાર્થીઓને આપી નથી. હજારો પ્રવેશાર્થીઓ રોજેરોજ યુનિ.ના પ્રવેશ અંગે નવી નવી મૂંઝવણોથી પીડાય રહ્યા છે પણ યુનિવર્સિટી તરફથી કોઇ જ સ્પષ્ટતા કરાતી નથી.

કેટલાય અભ્યાસક્રમોમાં તો હજુ એપ્લિકેશનની મુદતો વધારાય રહી છે

ધો.12ના પરીણામો જાહેર થયા બાદ જે વિદ્યાર્થીઓએ વીર નર્મદ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં જ અભ્યાસ કરવો છે એવા વિદ્યાર્થીઓની કારકિર્દીને ભારે નુકસાન થઇ રહ્યું છે કેમકે યુનિવર્સિટી હજુ સુધી તો ઓનલાઇન એપ્લિકેશનનો સમય વધાર્યે જ જાય છે. પ્રવેશ કાર્યવાહી ક્યારે પૂર્ણ થશે એ તો રામ જાણે પણ વિદ્યાર્થીઓ અને વાલીઓની ધીરજ ખૂટી રહી હોય તેઓ પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવીને અભ્યાસ શરૂ કરી રહ્યા છે.

વીર નર્મદ યુનિ. પ્રવેશમાં વિલંબથી પ્રાઇવેટ યુનિવર્સિટીને ફાયદો

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશમાં થઇ રહેલા અસહ્ય વિલંબનો સીધો ફાયદો ગુજરાતની પ્રાઇવેટ યુનિવર્સિટીઓને મળી રહ્યો છે. કેમકે ધો.12 સાયન્સ કોમર્સના પરીણામોને બેથી ત્રણ મહિના પછી પણ જો વીર નર્મદ યુનિવર્સિટી પ્રવેશ નિશ્ચિત કરી શકતી ન હોય તો વિદ્યાર્થીઓનો અભ્યાસ ક્યારે શરૂ થશે. બીજી તરફ પ્રાઇવેટ યુનિવર્સિટીઓએ દક્ષિણ ગુજરાતના ધો.12 પાસ વિદ્યાર્થીઓને અભ્યાસની તકો, એક્સપોઝર, સ્કોલરશીપ વગેરેની ઓફર કરીને વિદ્યાર્થીઓને આકર્ષિત કરવા માંડ્યા છે.

August 18, 2020
CIA_Live_Logo_New2.jpg
2min9660

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કોલેજોના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા તેમજ ગ્રેજ્યુએટ પૂર્ણ કરી ચૂકેલા યુવાનો માટે સૌથી મહત્વની તક ગણાતી સિવિલ સર્વિસીઝની 2021 કેલેન્ડર વર્ષ દરમિયાન લેવાનારી પરીક્ષાઓનું સમયપત્રક યુપીએસસી દ્વારા ઘોષિત કરી દેવામાં આવ્યું છે.

યુપીએસસી દ્વારા ધો.12ના વિદ્યાર્થીઓ માટે નેશનલ ડિફેન્સ એકેડેમી તેમજ ગ્રેજ્યુએટ્સ થયેલા વિદ્યાર્થીઓ માટે પ્રીલિમ્સ સમેત અનેક પરીક્ષાઓ વર્ષ દરમિયાન યોજવામાં આવે છે.

2021ની સિવિલ સર્વિસીઝ પ્રિલીમ્સની પરીક્ષા તા.27 જુને, ફોર્મ 2 માર્ચ સુધી ભરી દેવા પડશે

Union Public Service Commission (UPSC) has released the schedule for the upcoming recruitment exams 2020-2021 on the official website of the Commission – upsc.gov.in. As per the UPSC Recruitment Tests Schedule 2020-21, the notification for the Combined Geo-Scientist (Preliminary) Examination 2021 will be released on October 07, 2020 and the exam will be held on February 21, 2021.

The UPSC aspirants should note that Civil Services (Main) Examination, 2020 will be conducted on 8, 9, 10, 16, 17 January, 2021. Indian Forest Service (Main) Examination, 2020 to commence on February 28, 2021, and will continue for 10 days till March 09, 2021. While the UPSC Civil Services Prelims 2021 will be held in June month next year and Mains 2021 will be conducted on September 2021.

The candidates who wish to appear for the UPSC Recruitment exams are advised to visit the official website of the Commission – upsc.gov.in – to check the complete schedule.

સિવિલ સર્વિસીઝ પ્રીપેરેશન કે અન્ય કોઇપણ માહિતી, કાઉન્સેલિંગ માટે મળો

August 18, 2020
neet.jpg
1min6310

સુપ્રીમ કોર્ટમાં જેઈઈ મેન 2020ની પ્રવેશ પરીક્ષા 1 સપ્ટેમ્બરથી અને નીટ 2020ની પરીક્ષા 13 સપ્ટેમ્બરથી યોજાનારી પરીક્ષાઓ રદ્દ કરવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. અરજી ફગાવતા જસ્ટિસ અરુણ મિશ્રાની પીઠે કહ્યું કે શું કોરોનાને કારણે દેશમાં બધું જ રોકી દેવામાં આવશે? વિદ્યાર્થીઓનું એક કિંમતી વર્ષ આમ જ બરબાદ કરી દેવું યોગ્ય ગણાશે?

સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજીમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસના કારણે સપ્ટેમ્બરમાં યોજાનારી પ્રવેશ પરીક્ષાઓ રદ્દ કરવાની માગ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન વિદ્યાર્થીઓનો પક્ષ રજૂ કરી રહેલા વકીલે જસ્ટીસ અરુણ મિશ્રાને પૂછ્યું કે જો પરીક્ષા યોજવામાં નહીં આવે તો દેશને નુકશાન નહીં થાય? વિદ્યાર્થીઓના શ2ક્ષણિક સત્રને નુકશાન પહોંચશે. પરીક્ષા રદ્દ કરવા કરતા યોગ્ય આયોજન તેમજ સાવધાની માટેના જરૂરી તમામ પગલાઓ ભરીને શું પરીક્ષાનું આયોજન ન થઈ શકે?

બીજી તરફ એનટીએનો પક્ષ રજૂ કરી રહેલા સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે, પરીક્ષાઓનું આયોજન પૂરતી સાવધાનીની સાથે થવું જોઈએ. ત્યારબાદ અધિવક્તા અલખે કહ્યું કે કોરોનાની રસી ટૂંક જ સમયમાં બજારમાં આવી જશે તેવી પૂર્ણ શક્યતાઓ છે. વડાપ્રધાન મોદીએ પણ પોતોના 15 ઓગસ્ટના સંબોધનમાં આ અંગે કહ્યું હતું. તેમણે પોતાના ભાષણમાં કહ્યું હતું કે પરીક્ષાઓ અનિશ્ચિત સમય સુધી નહીં પરંતુ થોડા સમય માટે જ સ્થગિત થવી જોઈએ. 

નોંધનીય છે કે 11 રાજ્યોના વિદ્યાર્થીઓએ દેશમાં વાયુવેગે વધી રહેલા કોરોના વાયરસના કેસોને ધ્યાનમાં રાથીને જેઈઈ મેન અને નીટ યૂજી પરીક્ષાઓ સ્થગિત કરવાની માગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી હતી. 

August 5, 2020
real_cia-1-1280x1022.jpg
5min7810

માહિતી આપવાની અમારી ફરજ પૂરી હવે તમારી ફરજ છે ગ્રેજ્યુએટ ઉમેદવારો સુધી આ પહોંચાડો

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

શિક્ષણ સર્વદા મારફતે અમે યુવાનો સુધી જુદી જુદી તકો અંગેની માહિતીઓ પહોંચાડીએ છીએ. આપ વાચક છો આપને એ જણાવવા માગીએ છીએ કે માહિતી આપવાની અમારી ફરજ અમે અદા કરી હવે તમે ગ્રેજ્યુએટ થયેલા અથવા છેલ્લા વર્ષમાં હોય એવા વિદ્યાર્થીઓ સુધી આ માહિતી પહોંચાડવાનું કરો.

આગામી તા.29મી નવેમ્બર 2020ના રોજ સમગ્ર દેશમાં આવેલી ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટમાં પ્રવેશ માટેની કેટ પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા માટેની નોંધણી ઓનલાઇન શરૂ થઇ ચૂકી છે.

iimcat.ac.in વેબસાઇટ પર શરૂ ગ્રેજ્યુએટ થયેલા અથવા તો છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે લાયક ગણવામાં આવે છે. રજિસ્ટ્રેશનની પ્રક્રિયા તા. 16મી સપ્ટેમ્બર સુધી ચાલશે.

The online registration process for the Common Admission Test 2020 (CAT 2020) will begin today at 10.00 am. The candidates who wants to apply for the CAT 2020 examination are advised to visit the official website of the exam – iimcat.ac.in – to register and fill in the online application form for the CAT 2020 examination.

CAT 2020 Important Dates

  • The CAT 2020 registration will close on Wednesday, September 16, 2020, at 5.00 PM.
  • The CAT 2020 admit cards will be available online on the official website of the examination from 5.00 PM onward on October 28, 2020.
  • The CAT 2020 will be held on Sunday, November 29, 2020, across the country and test centres located outside India.

Indian Institutes of Management (IIMs) conducts the CAT examinations for admission to campuses located at

  • Ahmedabad,
  • Amritsar,
  • Bangalore,
  • Bodh Gaya,
  • Calcutta,
  • Indore,
  • Jammu,
  • Kashipur,
  • Kozhikode,
  • Lucknow,
  • Nagpur,
  • Raipur,
  • Ranchi,
  • Rohtak,
  • Sambalpur,
  • Shillong,
  • Sirmaur,
  • Tiruchirappalli,
  • Udaipur, and
  • Visakhapatnam.

CAT 2020 will be conducted on November 29, 2020 (Sunday) in two sessions in test centres spread across approximately 156 cities.

CAT 2020 exam pattern

The duration of the CAT 2020 test will be 180 minutes. There will be three sections:

  • Section I: Verbal Ability and Reading Comprehension
  • Section II: Data Interpretation and Logical Reasoning
  • Section III: Quantitative Ability

Candidates will be allotted exactly 60 minutes for answering questions in each section and they will not be allowed to switch from one section to another while answering questions in a section.

Some questions in each section may not be of multiple-choice type. Instead, direct answers will have to be typed on the screen. The tutorials will clearly explain this. Also, the candidates will be allowed to use basic on-screen calculator for computation.

Tutorials to understand the format of the test will be available on the CAT website from October 16, 2020. Candidates are advised to work on the tutorials available on the CAT website well in advance.

In a disclaimer published on the official website of the CAT 2020 exam, the IIM said, “The Common Admission Test (CAT) 2020 is to be conducted taking into account the COVID-19 crisis. The information provided on the CAT 2020 website is contingent upon the decisions and directions issued from time to time by the Central, & State governments, and CAT Group. Candidates are advised to regularly check the CAT website for further information.”

July 30, 2020
educationpolicyjpg.jpg
1min8472

 ભારતમાં 34 વર્ષના લાંબાગાળા બાદ આખરે નવી શિક્ષણ નીતિ આવી છે. કેન્દ્રીય કેબિનેટની આજે મળેલી બેઠકમાં નવી શિક્ષા નીતિને મંજૂરી આપવામાં આવી હતી. જેનાં ભાગરૂપે હવે માનવ સંસાધન મંત્રાલયનું નામ પણ બદલાવીને ફરીથી શિક્ષા મંત્રાલય કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ અંગે નિર્ણયો કરવામાં આવ્યા હતા. કેબિનેટની બેઠક બાદ માનવ સંસાધન મંત્રી રમેશ પોખરિયાલ નિશંક અને સૂચના-પ્રાસરણ મંત્રી પ્રકાશ જાવડેકરે દેશની શિક્ષણ વ્યવસ્થામાં ધરખમ સુધારાઓની ઘોષણા કરી હતી.

માનવ સંસાધન મંત્રાલયનું નામ પહેલા શિક્ષણ મંત્રાલય જ હતું પણ 198પમાં તેને બદલવામાં આવેલું. નવી શિક્ષણ નીતિના મુસદ્દામાં ફરીથી તેનું નામ બદલીને શિક્ષણ મંત્રાલય કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું. જેને કેબિનેટે મંજૂરી આપી છે.

પોખરિયાલ નિશંકે કહ્યું હતું કે, નવી શિક્ષણ નીતિના અમલ પછી ભારત જ્ઞાનની મહાશક્તિ બનીને ઉપસી આવશે. આ નવી નીતિ વ્યાપક વિચારવિમર્શ પછી બનાવવામાં આવેલી છે. વિદ્વાનોથી લઈને જનપ્રતિનિધિઓ સુધી ગહન ચર્ચા અને પરામર્શ પછી તેને તૈયાર કરવામાં આવી હતી.

આ નવી નીતિ માટે કુલ સવા બે લાખ જેટલાં સૂચનો મળેલા અને ઉચ્ચ શિક્ષણ તથા શાળાકીય શિક્ષણ માટે અલગ-અલગ ટીમો બનાવીને તેને તૈયાર કરવામાં આવી હતી. નવી શિક્ષણ નીતિ માટે ઈસરોના પૂર્વ વડા કે.કસ્તૂરીરંગનનાં વડપણમાં એક સમિતિની રચના થયેલી. આ પેનલે ગત વર્ષે માનવ સંસાધન મંત્રાલયેને પોતાની ભલામણોનો મુસદ્દો સુપરત કરી દીધો હતો. ત્યારબાદ તેને તમામ હિતધારકોનાં સૂચનો માટે સાર્વજનિક મંચ ઉપર રાખવામાં આવેલી.

દેશની વર્તમાન શિક્ષણનીતિને 1986માં તૈયાર કરવામાં આવી હતી. જેમાં 1992માં સુધારા કરવામાં આવેલા. ભાજપ દ્વારા વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં પણ નવી શિક્ષણ નીતિને પોતાના ઘોષણાપત્રનો હિસ્સો બનાવી હતી. જેનો હવે અમલ થવા જઈ રહ્યો છે.

મુદ્દાસર નવી શિક્ષણ નીતિ

  • પ્રાથમિક સ્તર પર અપાતાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે એક નવા ‘રાષ્ટ્રીય પાઠયક્રમ’નું માળખું તૈયાર કરવા પર શિક્ષણ મંત્રાલયે ભાર મૂકયો છે.
  • નવી શિક્ષણનીતિની સૌથી મોટી વિશેષતા એ છે કે, શાળા શિક્ષણ, ઉચ્ચ શિક્ષણની સાથોસાથ કૃષિ, કાયદો, ચિકિત્સા, ટેકનોલોજી જેવાં વ્યાવસાયિક શિક્ષણોને પણ નવી નીતિના દાયરામાં લવાયા છે.
  • નવી’ શિક્ષણનીતિમાં 2009ના શિક્ષણ અધિકાર કાયદાનો દાયરો વ્યાપક બનાવતાં હવેથી 3થી 18 વર્ષનાં બાળકોને આ કાયદાના દાયરા તળે લવાશે.
  • કલા, સંગીત, શિલ્પ, રમતગમત, સામુદાયિક સેવા, યોગ જેવા તમામ વિષયો પણ અભ્યાસક્રમમાં સામેલ કરાશે. આ તમામને સહાયક કે વધારાના અભ્યાસક્રમ નહીં કહેવાય.
  • બાળકોમાં જીવન જીવવાનાં જરૂરી કૌશલ્યો અને ક્ષમતાઓને વિકસિત કરવા પર પણ નવી શિક્ષણનીતિમાં ભાર મુકાયો છે.
  • અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામનો ઢાંચો પણ બદલાશે. હવે કોર્સ દરમ્યાન અનેક કક્ષામાંથી નીકળવા કે પ્રવેશ કરવાના ઘણા વિકલ્પ અપાશે.
  • નવી શિક્ષણનીતિમાં પાઠયક્રમમાં ભારતીય જ્ઞાન પદ્ધતિઓને સામેલ કરવા,
  • ‘રાષ્ટ્રીય શિક્ષણ આયોગ’ની રચના કરવા
  • ખાનગી શાળાઓને મરજી ફાવે તેમ ફી વધારા કરતી રોકવાની ભલામણ કરાઇ છે.
  • નવી શિક્ષણનીતિ તળે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં વિશ્વસ્તરીય સંશોધન અને ઉચ્ચ ગુણવત્તા સાથેના અભ્યાસ પર ભાર મુકાશે.
  • રાષ્ટ્રીય શિક્ષણનીતિ, 2019 ભારતીય લોકો, તેમની પરંપરાઓ, સંસ્કૃતિઓ, ભાષાઓની વિવિધતાને ધ્યાનમાં રાખતાં ઝડપભેર બદલતા સમાજની જરૂરતોના આધારે તૈયાર કરાઇ છે.
  • ઈ-પાઠયક્રમ ક્ષેત્રીય ભાષાઓમાં વિકસિત કરાશે. વર્ચ્યુઅલ લેબ વિકસિત કરવામાં આવી રહી છે અને એક રાષ્ટ્રીય શૈક્ષણિક ટેકનોલોજી ફોરમ (એનઈટીએફ) બનાવવામાં આવી રહ્યું છે.
  • સરકારે નવી શિક્ષણ નીતિ અંતર્ગત જીડીપીના 4.43 ટકા જેટલા ખર્ચ સામે શિક્ષણ પાછળ થતો ખર્ચ વધારીને 6 ટકા કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે.
  • અમેરિકાનાં નેશનલ સાયન્સ ફાઉન્ડેશનની તર્જ ઉપર ભારતમાં નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના થશે. જે મોટા પ્રોજેક્ટ માટે ધિરાણ પણ ઉપલબ્ધ કરાવશે.
  • બાળકોનાં રિપોર્ટ કાર્ડમાં હવે લાઇફ સ્કિલ્સ પણ જોડાશે. અત્યાર સુધી આવી કોઈ વ્યવસ્થા નહોતી.
  • પાઠયક્રમોમાં ભારતીય જ્ઞાન પદ્ધતિઓનાં સમાવેશ માટે રાષ્ટ્રીય શિક્ષણ આયોગ રચાશે
  • વર્ષ 2020માં રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ માટે સામાન્ય પ્રવેશ પરીક્ષાની ઓફર આપવામાં આવશે પણ તે અનિવાર્ય નહીં રહે.
  • શાળાકીય શિક્ષણમાં 10+2ની પ્રણાલી સમાપ્ત
  • હવે નવી શિક્ષણ નીતિમાં 10+2નાં સ્થાને પ+3+3+4નાં ફોર્મેટનો સ્વીકાર કરવામાં આવ્યો છે. તેનો અર્થ એવો થાય કે પ્રથમ પાંચ વર્ષનાં શિક્ષણમાં ત્રણ વર્ષ પ્રી-પ્રાઈમરી અને ધો.1-2 સહિતનું પાયાનું સ્ટેજ રહેશે. ત્યારબાદ ત્રણ – ત્રણ વર્ષનાં બે પ્રાથમિક સ્તર એટલે કે ધો.3થી પનું સ્તર અને ધો.6થી 8નાં તબક્કામાં વિભાજિત થશે. ત્યારબાદ માધ્યમિકનાં 4 વર્ષમાં ધો.9થી 12નો સમાવેશ થશે.
July 28, 2020
hasmukh_patel.jpg
1min11940

ગુજરાતમાં ઓનલાઇન શિક્ષણ વિવાદમાં IPS હસમુખ પટેલની Tweet ઘણી પ્રસ્તુત થઇ પડે છે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

હાલમાં ઓનલાઇન શિક્ષણના મુદ્દે વાલીઓ, સ્કુલ સંચાલકો અને સરકાર વચ્ચે સર્જાયેલી વિકટ પરિસ્થિતિમાં ગુજરાતમાં જાણિતા પોલીસ અધિકારી હસમુખ પટેલે કરેલી એક ટ્વીટ ઘણી પ્રસ્તુત થઇ પડે છે.

આઇ.પી.એસ. હસમુખ પટેલ, ગુજરાત રાજ્ય

IPS હસમુખ પટેલ કે જેઓ પેરેન્ટીંગ ફોર પીસ સંદર્ભની પ્રવૃતિઓમાં પણ સક્રીય છે એમણે ટ્વીટમાં જણાવ્યું છે કે જો સુવિધાઓથી જ શિક્ષણ થતું હોત તો હું અભણ હોત., તૂટેલા પતરાંની છત વાળા એક વર્ગખંડમાં એક શિક્ષકથી ચાલતી ચાર ધોરણની શાળામાં હું ભણ્યોછું.

ગુજરાત કેડરના આઇપીએસ હસમુખ પટેલે આ ટ્વીટ કોઇને ઉદ્દેશીને કે અનુસંધાને ભલે ન કરી હોય પરંતુ, હાલ ચાલી રહેલા ઓનલાઇન શિક્ષણના વિવાદમાં આ ટ્વીટ ઘણી પ્રસ્તુત થઇ પડે છે. વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, શાળા સંચાલકો, સરકાર સમેત તમામને માટે હસમુખ પટેલ સાહેબની ટ્વીટ અનેક મેસેજ આપી જાય છે.

આ બધી ફરીયાદોનો એક જ જવાબ ટ્વીટમાંથી મળે છે

  • ઇન્ટરનેટ કનેક્ટીવીટી નથી
  • મોબાઇલ ફોન નથી
  • ઝુમ એપ્લિકેશન નથી
  • ટેલિવિઝન નથી
  • ટેલિવિઝન છે પણ ચેનલનું પેકેજ નથી
  • ફી નથી ભરાતી એટલે ઓનલાઇન શિક્ષણ બંધ
  • વગેરે જેટલા સવાલો એટલાનો આ એક જ ટ્વીટ ઉત્તર છે
July 24, 2020
adm_guide-1280x874.jpg
1min9420

નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નોલોજી (એનઆઈટી) જેઈઈ ઍડવાન્સ (જૉઈન્ટ ઍન્ટ્રન્સ ઍક્ઝામ-ઍડવાન્સ)ના આધારે વિદ્યાર્થીઓને ઍડમિશન આપશે અને વિદ્યાર્થીઓએ બારમા ધોરણમાં માત્ર પાસ થવાની જ જરૂર હશે. કોરોના વાઈરસને કારણે ફાટી નીકળેલી મહામારી વચ્ચે સેન્ટ્રલ સીટ ઍલોકેશન બૉર્ડ (સીએસએબી)એ ગુરુવારે એનઆઈટી તેમ જ સેન્ટ્રલી ફંડેડ ટૅક્નિકલ ઈન્સ્ટિટ્યૂટ (સીએફટીઆઈ)માં ઍડમિશન માટેના નિયમો હળવાં કર્યાં હતાં.

મેરીટની ગણતરી યથાવત IITs માટે એડવાન્સ્ડ અને NITs, IIITs મેઇન્સના માર્કસના આધારે પ્રવેશ

એનઆઈટી સ્નાતક ન થયેલા વિદ્યાર્થીઓને જેઈઈ ઍડવાન્સના માર્ક્સને આધારે ઍડમિશન આપશે અને બારમા ધોરણમાં મેળવેલા માર્ક્સ ગણતરીમાં નહીં લે એમ જણાવતાં માનવસંસાધન અને વિકાસ ખાતાએ ગુરુવારે કહ્યું હતું કે વિદ્યાર્થી બારમા ધોરણમાં પાસ થયેલો હશે એ બાબત ઍડમિશન માટે પૂરતી હશે.

જેઈઈ મૅઈન ૨૦૨૦માં પાત્ર ઠરેલા ઉમેદવારે હવે માત્ર બારમા ધોરણનું પાસિંગ સર્ટિફિકેટ મેળવેલું હોય તે જરૂરી હશે, એમ માનવસંસાધન અને વિકાસ ખાતાના પ્રધાન ડૉ. રમેશ પોખરિયાલે કહ્યું હતું.

અગાઉ, એનઆઈટીમાં ઍડમિશન માટે વિદ્યાર્થીએ જેઈઈ-ઍડવાન્સમાં કરેલા દેખાવની સાથે સાથે બૉર્ડની પરીક્ષામાં તેણે ૭૫ કે તેથી વધુ ટકા મેળવ્યા હોય કે પછી જે તે બૉર્ડમાં ટોચના ૨૦ પર્સન્ટાઈલમાં સ્થાન મેળવ્યું હોય તે જરૂરી હતું.

અગાઉ, ઈન્ડિયન ઈન્સ્ટિીટ્યૂટ ઑફ ટૅક્નોલોજી (આઈઆઈટી)એ પણ કહ્યું હતું કે જેઈઈ-ઍડવાન્સમાં કરેલા દેખાવને આધારે તેઓ વિદ્યાર્થીઓને ઍડમિશન આપશે. આ વરસે આઈઆઈટીમાં ઍડમિશન મેળવવા માટે બારમા ધોરણના માર્ક્સ જરૂરી નહીં હોય, એમ તેમણે કહ્યું હતું.

કોરોનાને કારણે અનેક બૉર્ડની બારમા ધોરણની અમુક પરીક્ષાઓ રદ થઈ હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તેમણે કહ્યું હતું.