CIA ALERT

WE Archives - Page 10 of 63 - CIA Live

May 31, 2022
upsc-topper.jpg
1min512

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુ.પી.એસ.સી.)એ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૧માં લેવાયેલી સિવિલ સર્વિસિસની પરીક્ષાના પરિણામોમાં ટોચની ત્રણ રૅન્ક ગર્લ્સને ફાળે ગઈ છે. ૬૮૫ ઉમેદવારોમાં પ્રથમ સ્થાન શ્રુતિ શર્માએ, બીજું સ્થાન અંકિતા અગ્રવાલે અને ત્રીજું સ્થાન ગામિની સિંગલાએ પ્રાપ્ત કર્યા છે. ઉત્તીર્ણ થયેલા ૬૮૫ પરીક્ષાર્થીઓમાં ૫૦૮ યુવકો અને ૧૭૭ યુવતીઓનો સમાવેશ હતો. ઉત્તીર્ણ ઉમેદવારોની કેન્દ્ર સરકારની વિવિધ સેવાઓમાં નિયુક્તિની ભલામણ યુ.પી.એસ.સી.એ કેન્દ્ર સરકારને કરી છે. 

પ્રથમ સ્થાને આવેલી શ્રુતિ શર્મા દિલ્હી યુનિવર્સિટીમાં ઇતિહાસમાં સ્નાતક, બીજા સ્થાને આવેલી અંકિતા અગ્રવાલ દિલ્હી યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રમાં સ્નાતક છે. અંકિતાએ વૈકલ્પિક વિષયો રાજ્યશાસ્ત્ર અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં બીજી રૅન્ક મેળવી છે. કૉમ્પ્યુટર સાયન્સમાં બી.ટેક (બૅચલર ઑફ ટેક્નોલૉજી)ની ડિગ્રી મેળવનારી ગામિની સિંગલાએ વૈકલ્પિક વિષય રૂપે સોશિયોલૉજીમાં ત્રીજી રૅન્ક મેળવી હતી. ઐશ્ર્વર્ય વર્માએ ચોથી અને ઉત્કર્ષ દ્વિવેદીએ પાંચમી રૅન્ક મેળવી હતી. ટોચના પચીસ ઉમેદવારોમાં ૧૫ યુવકો અને ૧૦ યુવતીઓ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સફળ ઉમેદવારોને અભિનંદન આપ્યા હતા અને પરીક્ષામાં પાસ ન થયા હોય એવા ઉમેદવારોને ઉદ્બોધનમાં પ્રોત્સાહનના શબ્દો કહ્યા હતા.


યુ.પી.એસ.સી.ના અધિકારીઓએ જણાવ્યું હતું કે સફળ ઉમેદવારોમાં ટોચના પચીસ ક્રમ પ્રાપ્ત કરનારા ઉમેદવારોએ મુખ્ય લેખિત પરીક્ષામાં વૈકલ્પિક વિષયોમાં નૃવંશશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ભૂગોળ, હિન્દી સાહિત્ય, ઇતિહાસ, ગણિત, તબીબી વિજ્ઞાન, રાજ્યશાસ્ત્ર અને આંતરરાષ્ટ્રીય સંબંધો, સાર્વજનિક વહીવટ, સમાજશાસ્ત્ર (સોશિયોલૉજી) અને ઝૂઓલૉજીની પસંદગી કરી હતી.

May 14, 2022
ardern.jpg
1min444

ન્યુઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા આર્ડર્ન કોરોના પોઝિટિવ થયા છે. આની જાણકારી તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર આપી છે. જાણકારી શેર કરતા તેમણે જણાવ્યુ કે તેઓ પોઝિટિવ થઈ ગયા છે પરંતુ આ મહિનાના અંતમાં તેઓ બિઝનેસ ટૂર કરવાની સાથે-સાથે હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભાષણ આપવા માટે યુએસ જવાની યોજના બનાવી રહ્યા છે. શનિવારે આર્ડર્નએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના કોરોના પોઝિટિવ રિપોર્ટની તસવીર શેર કરી અને જણાવ્યુ કે તેઓ આવનારા સપ્તાહમાં કેટલીક મહત્વપૂર્ણ રાજકીય જાહેરાત કરવાના હતા. તેમણે કહ્યુ કે હુ વ્યક્તિગત રીતે આ કાર્યક્રમોમાં રહેવાથી ચૂકી જઈશ, પરંતુ ટીમની સાથે સંપર્કમાં રહીશ. આ યોજનાઓમાં સરકારનો વાર્ષિક બજેટ જારી કરવા અને ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનને ઓછુ કરવાનુ પ્લાનિંગ સામેલ છે. 

જેસિન્ડા આર્ડર્ન સંપૂર્ણ વેક્સિનેટેડ છે પરંતુ તેમના મંગેતર ક્લાર્ક ગેફોર્ડના પોઝિટીવ મળ્યા બાદ તેઓ પણ કોરોના સંક્રમણની ચપેટમાં આવી ગઈ. રવિવારથી જ હોમ આઈસોલેશનમાં છે. ન્યુઝીલેન્ડના સ્વાસ્થ્ય નિયમો હેઠળ કોરોના પોઝીટીવ લોકોએ સાત દિવસ માટે આઈસોલેટ થવુ એટલે તેમના ઘરમાં કોઈ વ્યક્તિ પોઝીટીવ આવ્યા તો આર્ડર્ન કહ્યુ કે તેમણે શુક્રવારની રાતે રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાવ્યો અને બાદમાં શનિવારે તેઓ કોરોના પોઝીટીવ થઈ ગયા. પોતાની પોસ્ટમાં આર્ડર્ન પોતાના લક્ષણો વિશે જણાવ્યુ નહીં. જોકે તેમના કાર્યાલયે એક નિવેદનમાં કહ્યુ કે તેમને શુક્રવારથી લક્ષણ જોવા મળ્યા હતા.

કીવી સરકારે એક નિવેદનમાં કહ્યુ કે આર્ડર્નના લક્ષણ સામાન્ય છે અને તેઓ સાત દિવસ માટે ઘરે આઈસોલેટ રહેશે. તેઓ ગયા રવિવારથી જ હોમ આઈસોલેશનમાં છે, જ્યારે તેમના મંગેતર ક્લાર્ક ગેફોર્ડ કોરોના પોઝીટીવ થયા. ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતા કેપ્શનમાં તેમણે લખ્યુ કે તમામ પ્રયત્નો છતાં પોતાના પરિવારના બાકી સભ્યોમાં સામેલ થઈ ગયા, જે કોવિડ પોઝીટીવ થયા છે. અમે ગયા રવિવારથી આઈસોલેટ છીએ, જ્યારે સૌથી પહેલા ક્લાર્કનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો. બુધવારે નેવ પણ કોરોના પોઝીટીવ થઈ ગયા અને આજે હુ કોરોના પોઝીટીવ થઈ ગઈ.

May 3, 2022
cia_edu-1280x925.jpg
1min1382

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધો.12 સાયન્સનું પરીણામ ચાલુ મે મહિનાના ત્રીજા સપ્તાહમાં જાહેર થઇ શકે તેવી શક્યતાઓ ગુજરાત બોર્ડના ઉચ્ચ અધિકારીએ વ્યક્ત કરી છે. ગુજરાત બોર્ડની ધો.12 વિજ્ઞાન પ્રવાહની ઉત્તરવહીઓની ચકાસણીનું કામ પૂર્ણ થઇ ચૂક્યું છે, હવે રિઝલ્ટ શીટ તૈયાર થશે અને એ પછી પરીણામની ડેટા એન્ટ્રીનું કામ હાથ ધરાશે.

ધો.12 સાયન્સનું પરીણામ જાહેર થયા બાદ જૂન ના બીજા સપ્તાહમાં ધો.10 અને ધો.12 સામાન્ય પ્રવાહના પરીણામો જાહેર થઇ શકે છે. બોર્ડનું પરિણામ જાહેર કરવા માટે પરીક્ષાઓ પછી એપ્રિલ મહિનાની 11 તારીખથી ધોરણ-10ની અને 13 એપ્રિલથી ધોરણ-12 સાયન્સ ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી શરુ કરવામાં આવી હતી.આ કામગીરીમાં 61 હજાર શિક્ષકો રોકાયા હતા. જેમાં સૌ પ્રથમ ધોરણ-12 સાયન્સની ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. એ પછી અને ધોરણ-10ની અને હવે સામાન્ય પ્રવાહની લગભગ 10 ટકા જેટલી કામગીરી બાકી છે. આ કામગીરી પણ ચાલુ અઠવાડિયા દરમિયાન પૂર્ણ થઈ જશે તેમ માનવામાં આવી રહ્યું છે.

ધો.12 સાયન્સનું પરીણામ જાહેર થયા પછી પણ નીટ-જેઇઇ બાકી હોવાથી અડધી કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા તો બાકી જ રહેશે

ધો.12 સાયન્સ પછી ઇજનેરીની આઇઆઇટી, એનઆઇટી, ત્રીપલ આઇટી જેવી કોલેજોમાં પ્રવેશ માટે લેવાતી જેઇઇ મેઇન્સ અને જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષા છેક ઓગસ્ટ મહિના સુધી લેવાશે અને તે પછી જ પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે. એવી જ રીતે ધો.12 બાયોલોજી ધરાવતા વિદ્યાર્થીઓ માટે નીટ પરીક્ષા છેક 17 જુલાઇએ લેવાશે અને એ પછી ઓગસ્ટમાં તેનું પરીણામ જાહેર થશે ત્યાર પછી જ મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથીકમાં પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે.

આ અભ્યાસક્રમોમાં પ્રવેશ કાર્યવાહી શરૂ થઇ જશે

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન એન્જિનિયરિંગ કોલેજોમાં એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ દ્વારા પ્રવેશ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવે તેવી શક્યતા છે. કેમકે એસીપીસી દ્વારા મેરીટ બનાવવા માટે ધો.12 સાયન્સ અને ગુજકેટનો સ્કોર જરૂરી છે, આ બન્ને રિઝલ્ટ આવી ચૂક્યા હોઇ, એસીપીસી દ્વારા ઇજનેરી, ફાર્મસીની પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત રજિસ્ટ્રેશન શરૂ કરી દેવાશે.

એવી જ રીતે ધો.12 બાયોલોજી ધરાવતા વિદ્યાર્થીઓ માટે નોન નીટ, નીટના સ્કોર વગર જ્યાં પ્રવેશ મળી શકે છે તેવા ફિઝિયોથેરાપી, ઓપ્ટોમેટ્રી, નર્સિંગ વગેરે કોર્સ ઉપરાંત સ્થાનિક યુનિવર્સિટીઓના બી.એસસી. અભ્યાસક્રમોમાં પ્રવેશ કાર્યવાહી ધો.12ના પરીણામની સાથે જ શરૂ થઇ જશે.

May 3, 2022
Promotion.jpg
1min658

રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ સોમવારે Dt.2/5/22, તેમના સત્તાવાર હેન્ડલ પરથી એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે સરકારે 21 સપ્ટેમ્બર 2019ના રોજના ઠરાવને અમલમાં નહીં મૂકવાનો નિર્ણય લીધો છે જે શાળાઓને ધોરણ 5 અને ધોરણ 8 ના વિદ્યાર્થીઓને નાપાસ કરવાની મંજૂરી આપે છે. જે અનુસાર 2022-23 શૈક્ષણિક વર્ષ માટે લેવામાં આવેલી પરીક્ષાઓ રોગચાળાની પરિસ્થિતિને કારણે ધોરણ 1થી ધોરણ 8 સુધીના કોઈપણ વિદ્યાર્થીઓને નાપાસ કરશે નહીં.

– વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઈને વર્ષ 2022-23માં લેવાયેલી વાર્ષિક પરીક્ષાઓના પરિણામને આધારે વર્ગબઢતી આપવા અંગેના 21 સપ્ટેમ્બર 2019ના જાહેરનામાના અમલને રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષ પૂરતો મુલતવી રાખવામાં આવશે.
– આ નિર્ણયને કારણે ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓનું પરિણામ જે પણ હોય તેમાં એમના ગુણ, ગ્રેડ કે ટકાને ધ્યાને લીધા વગર તમામ વિદ્યાર્થીઓને વર્ગબઢતી આપવામાં આવશે.
– પ્રાથમિક શાળાઓમાં રાબેતા મુજબ દ્વિતિય (વાર્ષિક) પરીક્ષા પૂર્ણ થઈ હોવાથી પરીક્ષાના પરિણામની અસર વિદ્યાર્થીઓની વર્ગબઢતી પર લાગુ કરવાની રહેશે નહીં.

April 27, 2022
cia_edu-1280x925.jpg
1min1462

Jayesh Brahmbhatt 98253 44944

હાલમાં ધો.12 સાયન્સ બાયોલોજી ગ્રુપની પરીક્ષા આપી ચૂકેલા ઘણાં વિદ્યાર્થીઓ મેડીકલ-પેરામેડીકલની એન્ટ્રન્સ એક્ઝામ, નીટ-2022ના ફોર્મ ભરી શક્તા નથી. અનેક વિદ્યાર્થીઓ અને તેમના પેરેન્ટસના ટેલિફોનિક ફોન શિક્ષણ સર્વદાને મળ્યા, તેમના ફોર્મ કેમ નથી ભરી શકાતા તેનું કારણ તેમને જાણવા મળ્યું નહીં. આથી તેમને સ્પષ્ટીકરણ મેળવી આપ્યું કે જે વિદ્યાર્થીઓની ઉંમર 31-12-2022 સુધીમાં 17 વર્ષ કે તેથી ઉપર હશે તેમને જ આ વર્ષે નીટ પરીક્ષામાં બેસવા દેવાશે અને તેમને જ મેડીકલ કે ડેન્ટલમાં પ્રવેશ આપવામાં આવશે.

ટૂંકમાં કહીએ તો જે વિદ્યાર્થીઓની જન્મ તારીખ 31-12-2005 કે એ પહેલાની છે તેઓ જ નીટ કે મેડીકલમાં પ્રવેશ માટે લાયકાત પાત્ર છે. જેમની જન્મતારીખ 31-12-2005 પછીની છે તેઓ નીટના ફોર્મ જ ભરી શકશે નહીં, એટલે સ્વાભાવિક છે કે તેમને મેડીકલ ડેન્ટલમાં પ્રવેશ મળી શકશે નહીં. આવા વિદ્યાર્થીઓ એક વર્ષ પછી પ્રવેશપાત્ર બની શકશે.

મેડીકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે લઘુત્તમ વય 17 વર્ષની ઉંમર હોવી જરૂરી, ઉપલી વય મર્યાદા હટાવી લેવામાં આવી છે, હવે 17 વર્ષની વય ધરાવતા હોય અને નીટ ક્લીયર કરી હોય તેવા કોઇપણ વયના વ્યક્તિઓ નીટ આપી શકે છે અને મેડીકલમાં અભ્યાસ કરી શકે છે

For One to one career counseling

April 22, 2022
earthquake-zone-map-of-gujarat-1.jpg
1min480

તળાજાની એક સ્કુલમાં ધોરણ 7ના બે પેપરની ચોરી થતાં આ પરીક્ષા રદ્દ કરવામાં આવી હોવાનું જાણીને શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ભારે આશ્ચર્ય વ્યાપ્યું હતું. પહેલી વખત પ્રાથમિક વિભાગનું પ્રશ્નપત્ર ચોરી થતાં સુરત સહિત ગુજરાતમાં આ ચર્ચાનો વિષય બન્યો છે. 

છેલ્લા ઘણાં વખતથી ગુજરાતમાં પરીક્ષાના પેપર ફૂટવાની મોસમ ચાલી રહી છે. અત્યાર સુધીમાં પરીક્ષાલક્ષી કે કોલેજની પરીક્ષાના પેપર ફૂટતા હતા પરંતુ પહેલી વાર પ્રાથમિક શિક્ષણના ધોરણ 7ના બે પેપરની ચોરી થઈ છે. જેના કારણે આજે અને આવતીકાલે ધોરણ 7ની જે પરીક્ષા હતી તેને રદ્દ કરવામાં આવી છે. તળાજા નેસવડ શાળામાંથી પ્રશ્નપત્ર ચોરી થયાં હોવાની ફરિયાદ મોડી રાત્રે પોલીસ મથકે કરવામાં આવી હતી. 

ધોરણ7ના બે પ્રશ્ન પત્રની ચોરી થયાની ફરિયાદ લખાવાયાં બાદ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તેને પગલે આજે શુક્રવાર અને શનિવારના રોજની ધોરણ 7ની પરીક્ષા રદ્દ કરવાનો પરિપત્ર જાહેર કરવામા આવ્યો છે. મોડી રાત્રે આ પરિપત્ર જાહેર થતાં સમિતિની સ્કૂલમાં વહેલી સવારે જાણ થઈ હતી. 

હાલ પરીક્ષા ચાલી રહી હોવાથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા ખંડમાં આવી ગયાં હતા. ત્યારે ખબર પડી હતી કે આજે અને આવતીકાલે ધોરણ 7ની પરીક્ષા લેવામાં આવશે નહીં. વર્ગ ખંડમાં પહોંચ્યા બાદ પરીક્ષા રદ્દ થઈ હોવાની જાણ થતાં ભારે આશ્ચર્ય સર્જાયું હતું. જેના પગલે સ્કુલમાં વિદ્યાર્થીઓની હાજરી પુરી અને મધ્યાહ્ન ભોજનનો લાભ આપવામાં આવ્યો હતો. 

સુરતમાં 7 માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે તેમાંથી ગુજરાતી માધ્યમના 25થી 30  હજારથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. જ્યારે બાકીના વિદ્યાર્થીઓની પરીક્ષા રાબેતા મુજબ લેવામાં આવી રહી છે. આજે અને આવતીકાલે ધોરણ 7ની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. હવે સોમવારથી રાબેતા મુજબ પરીક્ષા લેવામાં આવશે. પહેલી વાર પ્રાથમિક  વિભાગ નું પ્રશ્નપત્ર ફુટ્યું હોવાથી સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે.

April 12, 2022
cia_edu-1280x925.jpg
3min723

પ્યોર સાયન્સનો સંપૂર્ણ અભ્યાસ કરાવતા ચાર વર્ષના બેચલર ઓફ સાયન્સ (રિસર્ચ) અભ્યાસક્રમ આઠ સેમેસ્ટરમાં પૂર્ણ થાય છે. ચાર વર્ષના બેચલર ડિગ્રી પ્રોગ્રામને ઓનર્સ પણ કહેવામાં આવે છે. આ અભ્યાસક્રમમાં અંતિમ (આઠમું) સેમેસ્ટર ફક્ત સંશોધન પ્રોજેક્ટ માટે સમર્પિત છે.

ભારતને સૌથી વધુ જરૂર રિસર્ચ કરનારા લોકોની છે અને ભારત સરકાર સૌથી વધુ પ્રોત્સાહન પણ રિસર્ચ ફેલોને આપી રહી છે. ધો.12 પછી બાયોલોજી કે મેથ્સ ગ્રુપમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓએ રિસર્ચ ફિલ્ડમાં કારકિર્દી ઘડવા માટે આ કોર્સમાં જવું જોઇએ.

Indian Institute of Science (IISc) Employees, Location, Alumni | LinkedIn
IISc Bangluru Campus..

બેચલર ઑફ સાયન્સ (સંશોધન) B.S. Research પ્રોગ્રામમાં નીચેની મુખ્ય શાખાઓ ઉપલબ્ધ છે: બાયોલોજી

  • રસાયણશાસ્ત્ર Chemistry
  • પૃથ્વી અને પર્યાવરણ વિજ્ઞાન Earth and environment
  • સામગ્રી Material Science
  • ગણિત Mathematics
  • ભૌતિકશાસ્ત્ર Physics

ઉપરોક્ત કોઈપણ વિદ્યાશાખામાં વિશેષતા ધરાવતા વિદ્યાર્થીઓએ પસંદ કરેલા ફિલ્ડમાં મુખ્ય (મેજર) અને વૈકલ્પિક (ઓપ્શનલ) વિષયો પસંદ કરવાના રહે છે. તેઓ સારી રીતે ગોળાકાર શિક્ષણ અનુભવ માટે એન્જિનિયરિંગ, માનવતા અને આંતરશાખાકીય ક્ષેત્રોમાં અભ્યાસક્રમો પણ લેશે. જ્યારે વિદ્યાર્થી એક મુખ્ય વિદ્યાશાખામાં નિષ્ણાત હોય છે, ત્યારે તે અન્ય વિદ્યાશાખાઓમાં અભ્યાસક્રમો લઈને તેના/તેણીના જ્ઞાન અને કૌશલ્યોને પણ વિસ્તૃત કરી શકે છે. વિદ્યાર્થીઓ કે જેઓ તેમના મુખ્ય સિવાયની કોઈ ફિલ્ડમાં પર્યાપ્ત સંખ્યામાં પસંદગીના અભ્યાસક્રમો લે છે તો તેમને માન્યતા આપવામાં આવે છે. વિદ્યાર્થી દ્વારા પસંદ કરવામાં આવેલા વિષયોનું સંયોજન તેની/તેણીના અંતિમ ટ્રાન્સક્રિપ્ટમાં સૂચિબદ્ધ કરવામાં આવશે.

પ્રવેશ રજિસ્ટ્રેશન માટે આ લિંકનો ઉપયોગ કરોઃ https://admissions.iisc.ac.in/

Important Dates

Commencement of submission of online applications:01-04-2022
Last date for submission of online applications:31-05-2022

સેમેસ્ટર 1, 2 અને 3:

પ્રથમ ત્રણ સેમેસ્ટર દરમિયાન વૈજ્ઞાનિક, ગાણિતિક અને ઈજનેરી સિદ્ધાંતોનું વ્યવસ્થિત એક્સપોઝર થશે. આ દરેક સેમેસ્ટરમાં, વિદ્યાર્થીઓ ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિત, જીવવિજ્ઞાન, એન્જિનિયરિંગ અને માનવશાસ્ત્રમાં પ્રત્યેક એક કોર્સ લેશે. વિજ્ઞાન અને એન્જિનિયરિંગના ફરજિયાત મુખ્ય અભ્યાસક્રમોના શિક્ષણમાં પ્રયોગશાળાના પ્રદર્શનો અને હાથ પરના પ્રયોગોના નોંધપાત્ર ઘટકોનો સમાવેશ થશે. વિદ્યાર્થીઓને માનવતાના અભ્યાસક્રમોથી પણ પરિચિત કરવામાં આવશે જે તેમને વિજ્ઞાન અને સમાજ માટે તેની અસરોની પ્રશંસા કરવામાં મદદ કરશે અને નિષ્ણાતો અને સામાન્ય લોકો બંને સાથે વિજ્ઞાનની વાતચીતમાં તેમની કુશળતાને વધુ તીવ્ર બનાવશે.

સેમેસ્ટર 4, 5 અને 6:

ચોથા સેમેસ્ટરની શરૂઆતમાં, દરેક વિદ્યાર્થી તેની/તેણીની શૈક્ષણિક રુચિ અનુસાર વિશેષતા (“મેજર”) માટે એક ફિલ્ડ પસંદ કરવાનું રહેશે. નીચેની વિશેષતાઓ ઉપલબ્ધ છે: (1) જીવવિજ્ઞાન (2) રસાયણશાસ્ત્ર (3) પૃથ્વી અને પર્યાવરણ વિજ્ઞાન (4) સામગ્રી (5) ગણિત (6) ભૌતિકશાસ્ત્ર. આ તમામ વિશેષતાઓ આંતરશાખાકીય છે અને અન્ય વિદ્યાશાખાઓમાં પર્યાપ્ત એક્સપોઝર હશે. દરેક વિદ્યાશાખામાં વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ સમાન હશે. વિદ્યાર્થીની શૈક્ષણિક રુચિઓ અને પ્રથમ ત્રણ સેમેસ્ટરમાં તેનું પ્રદર્શન બંનેને મુખ્ય શિસ્ત સોંપવામાં ધ્યાનમાં લેવામાં આવશે. “મેજર” ફિલ્ડ ઉપરાંત, વિદ્યાર્થી “માઇનોર” ફિલ્ડ પણ પસંદ કરી શકે છે. આ દરેક સેમેસ્ટરમાં, વિદ્યાર્થીઓ સામાન્ય રીતે પસંદ કરેલ મેજર અને માઇનોર શાખાઓમાં ચાર અભ્યાસક્રમો લેશે; તેઓ એન્જિનિયરિંગનો એક વૈકલ્પિક અભ્યાસક્રમ અને માનવતામાં એક સેમિનાર અભ્યાસક્રમ પણ લેશે.

સેમેસ્ટર 7 અને 8: અદ્યતન વૈકલ્પિક અભ્યાસક્રમો સાથે સાતમા સેમેસ્ટરમાં સંશોધન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. અંતિમ સેમેસ્ટર ફક્ત પ્રોજેક્ટને જ સમર્પિત કરવામાં આવશે. પ્રોજેક્ટ પસંદ કરેલ મુખ્ય શિસ્ત અથવા આંતરશાખાકીય વિષયમાં હોવો જોઈએ જે મુખ્ય શિસ્ત સાથે નોંધપાત્ર રીતે ઓવરલેપ થાય છે. તમામ વ્યાખ્યાન અભ્યાસક્રમો IISc ફેકલ્ટી દ્વારા શીખવવામાં આવશે જેઓ તેમના સંશોધન અને સ્નાતક તાલીમના સમૃદ્ધ અનુભવને અંડરગ્રેજ્યુએટ સ્તરે શિક્ષણ પર સહન કરવા માટે લાવશે. માર્ગદર્શન અને ટ્યુટોરિયલ્સ IISc ખાતે અંડરગ્રેજ્યુએટ અનુભવના બે મહત્વપૂર્ણ પાસાઓ હશે. લેક્ચર કોર્સ ટ્યુટોરિયલ્સ સાથે હશે જેમાં IISc ના અનુસ્નાતક વિદ્યાર્થીઓ ફેકલ્ટી સભ્યોની દેખરેખ હેઠળ વિદ્યાર્થીઓને મદદ કરશે. અનુસ્નાતક વિદ્યાર્થીઓ પણ પ્રયોગશાળાના વર્ગો ચલાવવામાં સામેલ થશે. જે વિદ્યાર્થીઓ બેચલર ઓફ સાયન્સ (સંશોધન) ડિગ્રી પુરસ્કાર માટે તમામ આવશ્યકતાઓને પૂર્ણ કરે છે તેમની પાસે પાંચમા વર્ષ માટે સંસ્થામાં અભ્યાસ કરીને માસ્ટર ઑફ સાયન્સ ડિગ્રી મેળવવાનો વિકલ્પ હોય છે. અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામમાં હાલમાં ઉપલબ્ધ છ મુખ્ય શાખાઓમાં માસ્ટર ઑફ સાયન્સ ડિગ્રી એનાયત કરવામાં આવશે. માસ્ટર ઓફ સાયન્સ પ્રોગ્રામ માટે પસંદગી કરતા વિદ્યાર્થીઓ પાંચમા વર્ષના અંતે બેચલર ઓફ સાયન્સ (સંશોધન) અને માસ્ટર ઓફ સાયન્સ ડિગ્રી બંને મેળવશે જો તેઓ માસ્ટર ઓફ સાયન્સ ડિગ્રી પુરસ્કાર માટે તમામ આવશ્યકતાઓને પૂર્ણ કરે.

April 11, 2022
cia_edu-1280x925.jpg
5min1236

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

તાજેતરમાં ધો.12 સાયન્સ, કોમર્સ અને આર્ટસની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ હવે કોલેજ પ્રવેશ અંગેની કાર્યવાહી સમયસર શરૂ કરવી પડશે. અહીં શિક્ષણ સર્વદા (વિદ્યાર્થીઓનું અખબાર)ની ટીમ દ્વારા ધો.12 પછીની પ્રવેશ પરીક્ષાઓની સઘળી માહિતીનું સંકલન કરીને પ્રસ્તુત કરી છે.
વિદ્યાર્થીઓ અને વાલીઓને જણાવવાનું કે પ્રવેશ પરીક્ષાના આધારે જે કોર્સ, કોલેજ પ્રવેશ આપતી હોય તેનું કન્ટેન્ટ સામાન્ય યુનિવર્સિટીઓથી અલગ હોય છે.

ધો.12 સાયન્સ, કોમર્સ, આર્ટસના વિદ્યાર્થીઓ અને વાલીઓ જોગ

સારા કોર્સ કન્ટેન્ટ અને સારા કેમ્પસ માટે ઓછામાં ઓછી બેથી ત્રણ પ્રવેશ પરીક્ષા આપવી ઘટે

આ કન્ટેન્ટ શિક્ષણ સર્વદાએ વિદ્યાર્થીઓ માટે સંકલિત કર્યું છે,

વન ટુ વન, વ્યક્તિગત કાઉન્સેલિંગ અથવા તો આપના જ્ઞાતિ, સમાજ, મંડળ, ક્લબ, સોસાયટી, સ્કુલ, કોલેજ વગેરેના સભ્યો માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવું હોય તો સંપર્ક કરોઃ 98253 44944

SubjectExamFor Whom?Registration up toExam Date
LawCLAT 15 Law Univerties IIM Rohtak IPL12 Any Stream31/03/202208/05/2022
Humanities and Social SciencesHSEE – IIT Madras12 Any Stream27/04/202212/06/2022
ALL SS_web_logo.jpgCUET – Central Universities all over India12 Any Stream01/04/2022July First Week
For Perfect Career GuidanceContact98253 44944Shikshan Sarvada 
ManagementUGAT – India’s 200 Business Schools12 Any Stream29/04/202207/05/2022
ManagementNPAT – Narsee Monjee Mumbai12 Any StreamRunning nowSS_web_logo.jpg
ManagementIPM Aptitude Test – IIM Rohtak12 Any Stream02/05/202221/05/2022
ManagementJIPMET-22 – IIM Bodhgaya – IIM Jammu12 Any Stream30/04/202220/06/2022
ManagementIPMAT – IIM Indore – IIM Ranchi – NIRMA Uni12 Any Stream21/05/202202/07/2022
ManagementSYM-SET – Symbiosis Pune12 Any Stream08/06/202226/06/2022
Engineering SS_web_logo.jpgJEE Main Phase-1   JEE Main Phase-2 – NITs, IIITs12 PCM30/04/202220 to 29 June 2022  21 to 30 July 2022
EngineeringJEE Advanced – IITs12 JEE Main qualified14/06/202203/07/2022
Engineering/PharmGUJCET – Engineering – Pharmacy – Agriculture12 Science A/B05/02/202218/04/2022
EngineeringBITSAT Phase-1 BITSAT Phase-212 PCM21/05/202220-26/06/2022 22-26/06/2022
ArchitectureNATA Phase-1 NATA Phase-2 NATA Phase-312 PCM30/04/202212/06/2022 03/07/2022 24/07/2022
Medical/ParamedicalNEET UG12 PCB06/05/202217/07/2022

કારકિર્દી માર્ગદર્શન એપોઇન્ટમેન્ટ મેળવવા માટે લિંક ઓપન કરીને ફોર્મ ભરો

https://forms.gle/QH7adNwgSLAxYime6

April 10, 2022
lrd.jpg
1min631

રાજ્યમાં ભરતી પરીક્ષાઓ અને હવે બોર્ડની પરીક્ષાના પણ પેપર ફૂટવાની ઉપરાછાપરી ઘટનાઓ વચ્ચે આજે તા.10મી એપ્રિલ રવિવારે ગુજરાતભરમાં આવેલા કેન્દ્રો પરથી એલઆરડી (લોક રક્ષક દળ) ભરતીની લેખિત પરીક્ષા યોજવામાં આવી છે. અગાઉની જેમ આ પરીક્ષા દરમિયાન કોઇ વિવાદ સર્જાય નહીં એ માંટે તેમજ કોઇપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે.

વનરક્ષકની પરીક્ષામાં ઉમેદવારે ટોઇલેટમાં જઇને પેપર લીક કર્યું હોવાનો કિસ્સો સામે આવતા એલઆરડીની પરીક્ષામાં કોઇપણ ઉમેદવારને પેશાબ કે પાણી પીવા માટે પણ ક્લાસરૂમની બહાર નીકળવા પર મનાઇ ફરમાવવામાં આવી છે. દરેક ક્લાસરૂમમાં પાણીની વ્યવસ્થા કરાશે. એલઆરડીની લેખિત પરીક્ષા 7 જિલ્લાના 954 કેન્દ્રો પરથી લેવામાં આવશે. 2.95 લાખ ઉમેદવારો આ પરીક્ષા આપશે જોકે, તે પૈૈકી 1875 ઉમેદવારો દ્વારા કૉલલેટર ડાઉનલોડ કરાયા નથી જેમને ભરતી બોર્ડ દ્વારા મેસેજ પણ કરાયા છે.

એલઆરડી ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે કહ્યું કે, ‘કોઇપણ પ્રકારની ગેરરીતિ ચલાવી લેવાશે નહીં. પરીક્ષા કેન્દ્રો પર પહોંચનાર તમામ વિદ્યાર્થીઓનું બાયોમેટ્રીક વેરીફિકેશન કરાશે અને તેની વિડીયોગ્રાફી પણ કરાશે.​​​​​​​ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા માટે પણ ખાસ તકેદારી રખાઇ છે. એક જ વિસ્તારના વિદ્યાર્થીઓને અલગ- અલગ જિલ્લામાં કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. જેથી એક કેન્દ્ર પર જાણીતા ઉમેદવારો ભેગા થઇને ચોરી કરી શકે નહીં. પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારો ઉપરાંત ફરજ પરના સ્ટાફને પણ મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તમામ ક્લાસરૂમનું સીસીટીવીથી મોનિટરીંગ થશે. તમામ કેન્દ્રો પર ભરતી બોર્ડના પ્રતિનિધિ તરીકે પીઆઇ કે પીએસઆઇ કક્ષાના અધિકારીને મૂકાશે.’

એલઆરડીની લેખિત પરીક્ષામાં ક્લાસરૂમમાં ઉમેદવારોની હાજરીમાં જ ઓએમઆર શીટના કવરનું સીલ ખોલાશે. આ પદ્ધતિ જીપીએસસીમાં છે પરંતુ તમામ ભરતીમાં સૌપ્રથમ એલઆરડીમાં એવી પણ પદ્ધતિ દાખલ કરાઇ છે કે પેપર પૂરૂ થયા બાદ ઉમેદવારોને ક્લાસમાં બેસાડી રખાશે અને સુપરવાઇઝર દ્વારા તમામ ઓએમઆર શીટ ફરી કવરમાં મૂકી તેમની સામે જ સીલ કરાશે. આ માટે બે ઉમેદવારની સહી પણ લેવામાં આવશે.

એલઆરડીની પરીક્ષા બપોરે 12થી 2 વાગ્યા દરમિયાન યોજાશે પરંતુ તમામ ઉમેદવારોનું બાયોમેટ્રિક વેરિફિકેશન કરવાનું હોવાથી અને ઉમેદવારોની સંખ્યા વધારે હોવાથી તમામ ઉમેદવારોને સવારે 9.30 કલાકે પરીક્ષા કેન્દ્ર પર હાજર થવાની સૂચના આપવામાં આવી છે. 11 વાગ્યા બાદ ઉમેદવારોને કેન્દ્ર પર પ્રવેશ નહીં મળે.

તમામ કેન્દ્રોના ક્લાસરૂમમાં સીસીટીવીની સુવિધા રખાઇ છે પરંતુ જ્યાં પરીક્ષાનું સાહિત્ય આવે અને જ્યાંથી વહેંચણી થાય તે સ્કૂલના પ્રિન્સિપાલની ચેમ્બરમાં પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. પરીક્ષાની કામગીરી સાથે જોડાયેલા ડીઇઓથી લઇને સુપરવાઇઝર અને પીઆઇ- પીએસઆઇને પણ ભરતી બોર્ડ દ્વારા તાલીમ અપાઇ છે.

April 3, 2022
australia-women-icc_625x300_03_April_22.jpg
1min566

ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે વન-ડે વર્લ્ડ કપ 2022 પોતાના નામે કરી લીધો છે. ન્યૂઝીલેન્ડમાં રમાયેલ ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને રનોથી હરાવ્યું હતું. આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ રેકોર્ડ 7મી વખત મહિલા વર્લ્ડ કપ પર જીત હાંસલ કરી હતી. ઈંગ્લેન્ડની ટીમ 2017માં રમાયેલ વર્લ્ડ કપની ચેમ્પિયન બની હતી. પણ આ ફાઈનલ મેચમાં તેમની ટીમ ઓસ્ટ્રેલિયાની સામે ટકી શકી ન હતી. ઓસ્ટ્રેલિયાએ આ ટુર્નામેન્ટમાં રમાયલે તમામ મેચોમાં જીત હાંસલ કરી હતી. ઈંગ્લિશ ટીમ પ્રથમ ત્રણ લીગ મેચ હાર્યા બાદ ફાઈનલ સુધી પહોંચી હતી.

ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતાં 5 વિકેટના નુકસાન પર 356 રનનો સ્કોર બનાવ્યો હતો. ઓપનિંગ બેટર એલિસા હીલીએ આક્રમક બેટિંગ કરતાં 170 રનોની શાનદાર ઈનિંગ્સ રમી હતી. હીલીએ 41 રનોના સ્કોર પર જીવતદાન મળ્યું હતું, જેનો તેણે ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો, અને ઈંગ્લેન્ડના બોલર્સને ધોવામાં કોઈ કચાશ રાખી ન હતી. તેણે પોતાની ઈનિંગ્સમાં 138 બોલ રમ્યા હતા અને 26 ચોગ્ગા ફટકાર્યા હતા.

હીલીએ તેની ઓપનિંગ બેટર રાચેલ હેન્સ (93 બોલ પર 68 રન) અને બેથ મૂની (47 બોલ પર 62 રન)ની સાથે પાર્ટનરશિપ કરી હતી. જેનાથી ઓસ્ટ્રેલિયા મહિલા વર્લ્ડ કપ ફાઈનલમાં સૌથી વધારે રનનો રેકોર્ડ બનાવવામાં સફળ રહ્યું હતું. આ પુરુષ અને મહિલા વર્લ્ડ કપ ફાઈનલમાં બીજો સૌથી મોટો સ્કોર છે. ઓસ્ટ્રેલિયાની પુરુષ ટીમે વર્લ્ડ કપ 2003ની ફાઈનલમાં ભારત સામે બે વિકેટના નુકસાન પર 359 રન બનાવ્યા હતા.

ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. હીલીએ હેન્સ સાથે મળી પ્રથમ વિકેટ માટે 160 અને મૂની સાથે બીજી વિકેટ માટે 156 રનોની પાર્ટનરશિપ કરી હતી. 357 રનોનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને ટીમને ત્રીજી જ ઓવરમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. સેમિફાઈનલમાં સદી લગાવનાર ડેનિયલ વેટને મેગલ સ્કટે બોલ્ડ કરી હતી. જે બાદ સતત ઈંગ્લેન્ડની વિકેટો પડતી રહી હતી. જો કે એકબાજુથી નતાલી સિવરે મોરચો સંભાળી રાખ્યો હતો, તેણે 90 બોલમાં સદી ફટકારી હતી. પણ ઈંગ્લેન્ડની અન્ય કોઈ બેટરે તેનો સાથ આપ્યો ન હતો. 44 ઓવરમાં 285 રન બનાવી ઈંગ્લેન્ડ ઓલઆઉટ થઈ ગયું હતું. સિવરે 148 રનોની વિસ્ફોટક ઈનિંગ્સ રમી હતી. ઓસ્ટ્રેલિયાના લેગ સ્પિનર અલાના કિંગ અને જાનેસને સૌથી વધારે 3-3 વિકેટ ઝડપી હતી.