CIA ALERT

કિડઝિસ્તાન Archives - Page 6 of 12 - CIA Live

June 30, 2020
banapps.jpg
6min6480

ભારત-ચીન તણાવ દરમિયાન કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે 59 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. બૅન કરેલી એપ્લિકેશનમાં ટિકટૉક એપ પણ સામેલ છે. આ સિવાય યૂસી બ્રાઉઝર, કૅમ સ્કૅનર જેવા એપ પણ સામેલ છે. આથી ભારતીય સુરક્ષા એજન્સીઓથી ચાઇનીઝ એપની એક લિસ્ટ તૈયાર કરી કેન્દ્ર સરકારને અપીલ કરી હતી તેમને બૅન કરવામાં આવે અથવા લોકોને કહેવામાં આવે કે આ એપ તરત જ પોતાના ફોનમાંથી ડીલિટ કરી દે. આની પાછળ એ દલીલ આપવામાં આવી ગતી કે ચીન ભારતીય ડેટા હૅક કરી શકે છે.

છેલ્લા કેટલાક દિવસથી ભારત અને ચીન સીમા પર તણાવની સ્થિતિ જળવાયેલી છે. બન્ને દેશોની સેનાઓ સામ-સામી ટકરાઈ રહી છે. દરમિયાન ભારતે આ મોટો નિર્ણય લઈને સ્પષ્ટ કરી દીધું છે કે ભારત કોઇપણ સ્તરે નમતું નહીં જોખે. કેન્દ્ર સરકારે 59 એપ્સ પર બૅન લગાડી દીધું છે. આમાં કેટલીક એપ્સ એવી છે જે તમને દરેક મોબાઇલમાં સરળતાથી મળી જશે.

આ છે 59 એપ્લિકેશન્સનું લિસ્ટ

1. TikTok

2. Shareit

3. Kwai

4. UC Browser

5. Baidu map

6. Shein

7. Clash of Kings

8. DU battery saver

9. Helo

10. Likee

11. YouCam makeup

12. Mi Community

13. CM Browers

14. Virus Cleaner

15. APUS Browser

16. ROMWE

17. Club Factory

18. Newsdog

19. Beutry Plus

20. WeChat

21. UC News

22. QQ Mail

23. Weibo

24. Xender

25. QQ Music

26. QQ Newsfeed

27. Bigo Live

28. SelfieCity

29. Mail Master

30. Parallel Space

31. Mi Video Call – Xiaomi

32. WeSync

33. ES File Explorer

34. Viva Video – QU Video Inc

35. Meitu

36. Vigo Video

37. New Video Status

38. DU Recorder

39. Vault- Hide

40. Cache Cleaner DU App studio

41. DU Cleaner

42. DU Browser

43. Hago Play With New Friends

44. Cam Scanner

45. Clean Master – Cheetah Mobile

46. Wonder Camera

47. Photo Wonder

48. QQ Player

49. We Meet

50. Sweet Selfie

51. Baidu Translate

52. Vmate

53. QQ International

54. QQ Security Center

55. QQ Launcher

56. U Video

57. V fly Status Video

58. Mobile Legends

59. DU Privacy

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલયને ઘણી ફરિયાદો મળી રહી હતી. આ એપ્સ ભારતીય સંપ્રુભતા, સુરક્ષા અને અખંડતા પર ઘાતક હુમલો કરી રહી હતી. ચીન આ એપ્સની મદદથી ભારતીય ડેટા સાથે છેડછાડ કરી શકતું હતું. ભારતીય ગુપ્ત એજન્સીઓએ સરકારને આ એપ્સની લિસ્ટ તૈયાર કરીને પહેલા જ સોંપી દીધી હતી. ત્યાર બાદ સરકારે પોતાના સ્તરે આ એપ્સની માહિતી મેળવી અને જ્યારે તેમને લાગ્યું કે ખરેખર આ એપ્સ ભારતી સુરક્ષામાં અડિંગો નાખી શકે એવી છે ત્યારે તરત તેને બૅન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

June 16, 2020
CIA_Live_Logo_New2.jpg
3min6930

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કુલ સર્ટિફિકેટ CISCE Board ના સત્તાધીશોએ આજે જારી કરેલી એક અખબારી યાદીમાં પોતાના ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓ જોગ જણાવ્યું છે કે તેઓ બોર્ડના બન્ને ધોરણોના વિદ્યાર્થીઓને બે વિકલ્પોમાંથી એક વિકલ્પ પસંદ કરવાનું જણાવી રહ્યા છે.

  • ગુજરાતમાં CISCE Boardની કુલ 39 શાળાઓ છે.
  • સુરત શહેર જિલ્લામાં કુલ 05 શાળાઓ CISCE Board એફિલિયેટેડ છે.
  • CISCE Boardમાં ધો.12 એટલે ICSE અને ધો.10 એટલે ISC.

વિકલ્પ-1

જે વિદ્યાર્થીઓની પરીક્ષા બાકી છે એ વિદ્યાર્થીઓ CISCE Board દ્વારા જાહેર કરવામાં આવેલા ફેર પરીક્ષાના કાર્યક્રમ અનુસાર બાકી રહેતા વિષયોની પરીક્ષા આપે. CISCE Board 22મી મે 2020ના રોજ જાહેર કરેલા પરીક્ષાના કાર્યક્રમ અનુસાર સમગ્ર દેશવ્યાપી ધોરણે પરીક્ષાઓ લેવાનું આયોજન કરશે.

વિકલ્પ-2

જે વિદ્યાર્થીઓએ બાકી રહેલી પરીક્ષા આપવી ન હોય તેવા વિદ્યાર્થીઓએ વિકલ્પ-2 એટલે કે તેમને પ્રમોશન આપીને પાસ કરવામાં આવશે. તેમનું મૂલ્યાંકન તેમની શાળાએ કરેલા આંતરીક મૂલ્યાંકનના આધારે કરવામાં આવશે અને તેમનું રિઝલ્ટ પાસ જાહેર કરવામાં આવશે.

CISCE Board દરેક શાળાઓને સૂચના

CISCE Board બોર્ડની દરેક શાળાઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ પોતાના વિદ્યાર્થીઓને બન્ને વિકલ્પોની જાણ કરીને તેમની પાસે લેખિતમાં વિકલ્પ પસંદગી અંગેનું માર્ગદર્શન મેળવીને બોર્ડને જાણ કરે જેથી બોર્ડ આગળની કાર્યવાહી કરી શકે.

CISCE Boardની સત્તાવાર અખબારી યાદી

To download above notification please click link below

https://cisce.org//UploadedFiles/PDF/PRESS%20RELEASE%2015062020.pdf

CISCE all gujarat School list

Latest on This Web

June 14, 2020
online-class-2.jpg
1min5650

કોરોના લોકડાઉનને કારણે બાળકોને સ્કૂલ મોકલવા શક્ય નથી ત્યારે સરકાર તરફથી ઓનલાઇન શિક્ષણ આપવાની પહેલ કરવામાં આવી છે, પરંતુ અંદાજે ૫૬ ટકા બાળકો પાસે સ્માર્ટફોન જ ન હોવાનું જાણવા મળ્યું હતું. સર્વેક્ષણમાં વિવિધ સ્કૂલના ૪૨,૮૩૧ વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો હતો.

બાળકોના અધિકાર માટે કાર્યકરતી બિનસરકારી સંસ્થા સ્માઇલ ફાઉન્ડેશન દ્વારા ‘સિનારિયો એમિડસ્ટ કોવિડ-૧૯-ઓનગ્રાઉન્ડ સિચ્યુએશન એન્ડ પોસિબલ સોલ્યુશન’ અભ્યાસ હાથ ધરાયો હતો. સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે ૪૩.૯૯ ટકા બાળકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે અને અન્ય ૪૩.૯૯ ટકા વિદ્યાર્થીઓને સ્માર્ટફોનનું બેઝિક જ્ઞાન છે, જ્યારે ૧૨.૦૨ ટકા બાળકો સ્માર્ટફોન વાપરી શકતા નથી. કુલ ૫૬ ટકા બાળકો પાસે સ્માર્ટફોન જ નથી. ‘ટેલિવિઝન અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે ૬૮.૯૯ ટકા વિદ્યાર્થીઓને ટીવી જોવાનો શોખ છે, જ્યારે ૩૧.૦૧ ટકા બાળકોને આવો શોખ નથી. તેથી સ્માર્ટફોન દ્વારા ઓનલાઇન શિક્ષણ આપવું એ એકમાત્ર ઉકેલ રહ્યો નથી’, એમ સર્વેક્ષણમાં જણાવાયું હતું. 

June 11, 2020
online-class-1.jpg
1min13560

સમગ્ર દેશમાં કોવીડ-19ને કારણે ઉદભવેલી સ્થિતિમાં 2020-21નું શૈક્ષણિક વર્ષ શરૂ થઇ ચૂક્યું છે અને ફિઝિકલ ક્લાસીસ શક્ય ન હોઇ, સમગ્ર દેશમાં હાલ શાળાકીય શિક્ષણ ઓનલાઇન કે ટેલિવિઝન મારફતે શરૂ કરાવવામાં આવી રહ્યું છે. પરંતુ, કર્ણાટક સરકારે બાળમંદિરો તેમજ ધો.1થી 5માં કોઇપણ પ્રકારના ઓનલાઇન ક્લાસીસ પર પ્રતિબંધ લાદી દીધો છે. કર્ણાટક સરકારે જણાવ્યું છે કે રાજ્યમાં કોઇપણ બોર્ડ સાથે સંલગ્ન કોઇપણ શાળાઓ ધો.5 સુધીના બાળકોને ઓનલાઇન એજ્યુકેશન આપી શકશે નહીં.

આ પહેલા નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યૂરોસાયન્સએ સબમીટ કરેલી રિપોર્ટમાં જણાવ્યું હતું કે આવા વર્ચ્યુઅલ ક્લાસ 6 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે સારા નથી.

કર્ણાટકના પ્રાઈમરી એન્ડ સેકન્ડરી શિક્ષણ મંત્રી એસ. સુરેશ કુમારે જણાવ્યું હતું કે ‘પ્રી-પ્રાઈમરી અને પ્રાઈમરી (પાંચમાં ધોરણ સુધી) ક્લાસ ઓનલાઈન ન લેવા જોઈએ. આવા ક્લાસને ક્લાસરૂમ અભ્યાસની બદલી શકાતા નથી અને તેનાથી બાળકોની ઉંમર માનસિક સ્વાસ્થયને નુકસાનકર્તા નિવડી શકે છે.

પ્રાઈવેટ સ્કૂલો ઓનલાઈન ભણાવવા માટે કોઈ ફી નહીં લઈ શકે. જોકે પહેલાથી રેકોર્ડ કરેલા ક્લાસ ચલાવવાની મંજૂરી છે. બેંગલુરુમાં શિક્ષા એક્સપર્ટ્સ સાથેની મીટિંગ બાદ સુરેશ કુમારે સ્પષ્ટતા કરી હતી કે, આ દરમિયાન ધોરણ 6 થી 10 સુધીના ઓનલાઈન ક્લાસ ચલાવવા માટે મંજૂરી આપવામાં આવી છે.

Latest on This Web

June 4, 2020
CIA_Live_Logo_New2.jpg
2min16980

બાળકને વહેલું ભણતું કરી દેનારા માબાપે ધો.12 પછી પસ્તાવાનો વારો આવે છે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાત સરકારે આમ તો ફેબ્રુઆરીમાં એક આવકારદાયક નિર્ણય લઇને વર્ષોથી ચાલી આવતી એક ગંભીર ભૂલને સુધારી લીધી છે. આ નિર્ણયનો અમલ કરવા અંગેનો સરક્યુલર તા.3જી જૂન 2020ના રોજ બહાર પાડવામાં આવ્યો છે.

ગુજરાત સરકારે એવો નિર્ણય કર્યો છે કે હવે પછી રાજ્યમાં એવા બાળકોને જ ધો.1માં પ્રવેશ આપવામાં આવશે જેમની ઉંમર તા.1લી જૂને 6 વર્ષની પૂર્ણ થઇ ચૂકી હોય. આવા નિર્ણયના બેકગ્રાઉન્ડમાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની જોગવાઇ કારણભૂત મનાય છે.

ધો.1માં પ્રવેશ માટે 6 વર્ષની ઉંમરનો પરિપત્ર

હજુ 3 વર્ષ સુધી એટલે કે 2022-23 સુધી 5 વર્ષના બાળકને ધો.1માં પ્રવેશ આપી શકાશે

પરિપત્ર પૂર્વે ગેઝેટ ફેબ્રુઆરી 2020માં પ્રસિદ્ધ થઇ ચૂક્યું છે

ઘણી બધી શાળાઓ આંધળે બહેરું કૂટાય એમ 5 વર્ષના બાળકોને પહેલા ધોરણમાં પ્રવેશ આપ્યે રાખે છે

દેશ અને રાજ્યમાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 6થી 13 વર્ષના બાળકો માટે અમલી છે. પરંતુ, ગુજરાતમાં ઘણીબધી સ્કુલો પાંચ વર્ષના બાળકોને જ પહેલા ધોરણમાં પ્રવેશ આપી રહી છે. જેને કારણે વિદ્યાર્થી એક વર્ષ વહેલો ધો.10 અને ધો.12ની પરીક્ષા આપી ચૂક્યો હોય છે. જેની સીધી અસર મેડીકલ કે એન્જિનિયરિંગમાં પ્રવેશની વય મર્યાદા પર પડે છે.

રાજ્યમાં એવી અનેક શાળાઓ છે જ્યાં ત્રણ વર્ષની વયે બાળકને જુનિયર કે.જી., ચાર વર્ષે સિનિયર કે.જી. અને પાંચમાં વર્ષે સીધા પહેલા ધોરણમાં પ્રવેશ આપી દેવામાં આવે છે. આ બાળક જ્યારે ધો.12 પાસ કરે છે ત્યારે તેને ખ્યાલ આવે છે કે મેડીકલ કે એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે એક વર્ષની રાહ જોવી પડશે.

મેડીકલ અને એન્જિનિયરિંગ જેવી મહત્વની કોલેજોમાં પહેલા વર્ષમાં પ્રવેશ માટેની વય મર્યાદા 17 વર્ષની કરવામાં આવી છે.

મા-બાપે સમજવું જોઇએ બાળક 6 વર્ષે જ પહેલા ધોરણમાં આવે એ રીતે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે

હકીકતમાં ગુજરાતમાં પૂર્વપ્રાથમિક એટલે કે બાળમંદિરોનો એવો ટ્રેન્ડ ચાલ્યો છે કે માબાપ ખુદ એવું ઇચ્છે છે કે તેમનું બાળક વહેલી તકે સ્કુલમાં પ્રવેશ મેળવી લે. હજુ તો અઢી વર્ષનું બાળક થાય એટલે સીધા નર્સરીમાં પ્રવેશ, ત્રણ વર્ષે જુનિ.કે.જી. અને ચોથા વર્ષે સિનિ. કે.જી.માં અભ્યાસ કરાવીને સીધા પહેલા ધોરણમાં બાળકને ભણતું કરી દેવામાં આવે છે. માબાપને એ સમયે નહીં પણ જ્યારે ધો.12 પછી કોલેજમાં પ્રવેશ માટે એક વર્ષની રાહ જોવાની નોબત આવે ત્યારે ખબર પડે છે કે કેટલી ગંભીર ભૂલ પૂર્વપ્રાથમિક શિક્ષણમાં કરી હતી.

Latest on this web

May 30, 2020
kbckidcorer.jpg
1min615

રિયાલિટી ક્વિઝ શો ‘કોન બનેંગા કરોડપતિ’ એટલે કેબીસી દેશમાં સૌથી લોકપ્રિય શો ગણતરી કરવામાં આવે છે, જેમાં દર વર્ષે લોકોને તેની ઇંતજારી રહે છે. જોકે, હોટફેવરિટ શોની હોટસીટ પર બેસનારા ક્ધટેસ્ટંટ માતબર રકમ જીતતા હોય છે. આ શોમાં જીતનાર એક ક્ધટેસ્ટંટ અત્યારે સૌથી વધારે લાઈમલાઈટમાં આવ્યો છે.

કેબીસીમાં ૧૪ વર્ષના બાળકે પણ ભાગ લીધો હતો, જે બે દસકા પછી આ બાળક ફરી પોતાની સફળતાને કારણે ચર્ચાનો વિષય બન્યો છે. ૨૦૦૧માં કેબીસીમાં સ્પેશિયલ સીઝન કેબીસી જુનિયરમાં ભાગ લીધો હતો, જેમાં ૧૪ વર્ષના રવિ મોહન સૈની નામના બાળકે ૧૫ સવાલના જવાબ સાચા આપીને એક કરોડ રૂપિયાની રકમ જીતી લીધી હતી, જે વાતને બે દાયકા પૂરા થયા છે, પરંતુ હવે તેને આઈપીએસ અધિકારી બન્યા પછી તે લાઈમલાઈટમાં આવ્યો છે.

હવે તે આઈપીએસનું પોસ્ટિંગ પણ મળ્યું છે. ૩૩ વર્ષની વય ધરાવનારા સૈનીનું અત્યારે ગુજરાતના પોરબંદરમાં પોસ્ટિંગ (એસપી) મળ્યું છે. તેણે કહ્યું હતું કે મેં મહત્મા ગાંધી મેડિકલ કોલેજ જયપુરમાંથી એમબીબીએસ કર્યું છે તથા એમબીબીએસ પછી ઈન્ટર્નશિપ દરમિયાન સિવિલ સર્વિસીસમાં પસંદગી કરી હતી. મેં મારા પિતાજીમાંથી પ્રેરણા લઈને આઈપીએસ બનવાનું સપનું સેવ્યું હતું અને એ સપનું ૨૦૧૧માં સાકાર કર્યું હતું, જેમાં ૪૬૧મી રેંક આવ્યો હતો.

જોકે, કેબીસીની વાત કરતા કહ્યું હતું કે ૧૨મી સીઝન બહુ ટૂંક સમયમાં થઈ શકે છે. કેબીસી કાર્યક્રમમાં બિગ-બી જે અંદાજમાં પ્રશ્ર્ન પૂછે છે એ મને સૌથી વધારે ગમે છે. લોકડાઉન પછી આ શો પણ ચાલુ થશે, એવું તેમણે જણાવ્યું હતું.

March 25, 2020
Promotion.jpg
1min6590

ગુજરાતમાં કોરોના વાયરસના કારણે પ્રવર્તેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા સરકારે રાજ્યમાં ધોરણ 1થી 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને આગલા ધોરણમાં બઢતી (માસ પ્રમોશન) આપવાનો મોટો અને અપેક્ષિત નિર્ણય કર્યો છે. આ નિર્ણય અમલમાં આવતાં આ વર્ષે અત્યારથી જ શાળાઓમાં ઉનાળું વેકેશન લાગુ પડી જશે. મહત્ત્વનું છે કે રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓ સમાપ્ત થઇ ગઇ છે અને શાળાકીય પરીક્ષાઓ લેવાની બાકી હતી પરંતુ વર્તમાન કોરોના વાયરસની પરિસ્થિતિમાં શાળાકિય પરીક્ષાઓ રદ કરવાનો મોટો નિર્ણય લેવાતાં હવે તમામ વિદ્યાર્થીઓને આગલા ધોરણમાં બઢતી આપવામાં આવશે.

રાજ્યમાં મુખ્યપ્રધાન દ્વારા કોરોના વાયરસ સામે લડવા માટે તૈયાર કરવામાં આવેલી કોર કમિટીના સદસ્ય અને રાજ્યના માહિતી ખાતાના સચિવ અશ્વિનીકુમારે આજે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે રાજ્યની તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક વિભાગની તમામ શાળાઓ બંધ રાખવામાં આવશે અને ધોરણ 1થી 9 અને 11માં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે. રાજ્ય સરકારના નિર્ણય બાદ વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોને પણ રજા આપવામાં આવશે.

અશ્વિનીકુમારે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાજ્યમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક વિભાગના શિક્ષકોને પણ વેકેશન અને રજા જાહેર કરવામાં આવી છે. હવે શિક્ષકો પણ શાળાએ નહીં જાય અર્થાત શિક્ષકોએ શાળાએ જવું ફરજિયાત નહીં રહે. સાથે જ નવું શૈક્ષણિક સત્ર પણ અગાઉ મુજબ જૂન મહિનાથી જ ચાલુ થશે. આમ તો ગઇકાલે જ આ માસ પ્રમોશનના અહેવાલ આવ્યા હતાં પણ મોડેથી સરકારે કહ્યું હતું કે, હજી સ્પષ્ટ થયું નથી.

નોંધનીય છે કે હાલ 31મી માર્ચ સુધી ગુજરાતને લોકડાઉન કરવામાં આવ્યું હતું અને જો હજુ કેસ વધશે તો આ લોકડાઉન લાંબું ખેંચાઈ શકે છે એટલે જ ગુજરાતમાં પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. હાલમાં ગુજરાતમાં પેપર ચેકિંગની કાર્યવાહી પણ બંધ કરવામાં આવી છે.

March 11, 2020
CIA_Live_Logo_New2.jpg
1min11260

Jayesh Brahmbhatt 98253 44944

ગુજરાત બોર્ડની હાલ ચાલી રહેલી ધો.10 અને ધો.12ની પરીક્ષાઓ પૈકી આજરોજ તા.11મી માર્ચ 2020ના રોજ ધો.10માં મેથેમેટિક્સની પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષા બાદ પ્રશ્નપત્ર અંગે સી.આઇ.એ. લાઇવ અને શિક્ષણ સર્વદા દ્વારા જુદા જુદા વિષય તજજ્ઞ શિક્ષકો સાથે પરામર્શ કરવામાં આવ્યો, તેના તારણ પરથી એવું જાણવા મળ્યું કે ગણિતનું પેપર ટ્વીસ્ટ કરવામાં આવેલા પ્રશ્નપત્રો ધરાવતું હતું. આવા 7 માર્કસના પ્રશ્નો પૂછાયા હતા. અગાઉના બન્ને પેપરોની સરખામણીમાં ધો.10ના વિદ્યાર્થીઓ માટે ગણિતનું પેપર હાર્ડ રહ્યું છે.

ધો.10 ગણિતના પેપરમાં અત્યાર સુધી એવું હતું કે 100માંથી 100 માર્કસ લાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 600 પ્લસ હતી. પરંતુ, આ વખતે 2020માં ધો.10 ગણિતમાં 80માંથી 80 માર્કસ લાવવાના મુશ્કેલ બની રહેશે. એનો અર્થ એ નથી કે પ્રશ્નપત્ર એટલું પણ અઘરું રહ્યું કે સામાન્ય વિદ્યાર્થીઓની ગીલ્લી ઉડી જાય. પાસ થવાનું અઘરું ન હોય તેવું પેપર હતું.

ધો.10 ગણિતના પ્રશ્નપત્રનું એનાલિસીસ કરતા જણાય છે કે પાઠ્ય પુસ્તકમાંથી ફક્ત 4 પ્રશ્નો સરખી રકમ સાથે પૂછાયા હતા. એ સિવાય બાકીના બધા જ પ્રશ્નોમાં રકમ બદલીને પૂછવામાં આવ્યા હતા.

પ્રમેયમાં ત્રિકોણના નામ નામ બદલીને પૂછાતા અનેક વિદ્યાર્થીઓ મૂઝાયા હતા. 2 રાઇડર પૂછવામાં આવી હતી જેમાંથી એક રાઇડર પ્રમેયની અવેજીમાં પૂછવામાં આવી હતી. થિયરી ટેકનિકનો ઉપયોગ આધારિત દાખલાઓ પૂછવામાં આવ્યા પરીણામે અનેક વિદ્યાર્થીઓને પેપર થોડું લાંબુ લાગ્યુ અને ઘણાં વિદ્યાર્થીઓને થોડું અઘરું પણ લાગ્યું.

ટૂંકમાં કહીએ તો મગજ કસીને પ્રશ્નોના ઉત્તરો લખનારા વિદ્યાર્થીઓ સારો સ્કોર કરી શકે તેવું પેપર રહ્યું.

February 25, 2020
mirchi1.jpg
1min6300

છેલ્લા ૪ વર્ષથી રેડિયો મિર્ચી ૯૮.૩ એફએમ સમગ્ર ભારતમાં એક અલગ જ પ્રકારની દોડનું આયોજન કરે છે. સુરતમાં આ વખતે વેસુ ખાતે આવેલી ભગવાન મહાવીર યુનિવર્સિટી સાથે આ ભવ્ય મિર્ચી નિઓન રન નું આયોજન કરવામાં આવ્યું હતું .

કુલ ૪૬૯૨ લોકોએ આ ૫ કિમી દોડમાં ભાગ લીધો હતો. આ દોડ તમામ માટે આકર્ષણ નું કેન્દ્ર બને છે કારણકે એ રાત્રે થાય છે અને એમાં તમામ સ્પર્ધકો નિઓન કલરના કપડાં સાથે દોડે છે.. અંધારામાં આ કલર ચમકે છે અને એક અલગ જ દુનિયા સર્જાય છે.

સુરત મહાનરપાલિકા કમિશનર શ્રી બંછનિધિપાની, રેડિયો મિર્ચીના ગુજરાત હેડ બિથીન્દ્ર બિશ્વાસ, સમિત શાહ, હર્ષવર્ધન વ્યાસ, પ્રોગ્રામ હેડ પાર્થ દેસાઈ સહિત વિવિધ કૉલેજના પ્રિન્સીપાલ એ આ દોડની શરૂઆત કરાવી હતી.

૫ કિમી ની દોડ બાદ તમામ VIP road ગ્રાઉન્ડમાં ભેગા થયા હતા.કોલકતા થી આવેલા ભારતના પ્રસિદ્ધ કલબ મિર્ચી ના ડીજે રિચાર્ડ દ્વારા ડીજે મિક્સમાં તમામ લોકો મન મૂકીને નાચ્યા હતા. આ પેહલા કલ્ટ સ્પોર્ટ્સ દ્વારા નમ ફિટનેસ સેશન અને માનસી દ્વારા ઝુંબા સેશન વોર્મ અપમાં તમામે ભાગ લીધો હતો.

મિર્ચી ના આરજે હર્ષ , કૃતાર્થ , પરીમાં અને ઉમંગ દ્વારા આ કાર્યક્રમ નું સફળ સંચાલન કરાયું હતું.

તમામ દોડવીરો માટે મિલ્કોગ્રફી દ્વારા ફ્રી માં લો ફેટ દુધ નું વિતરણ કરાયું હતું જ્યારે પરફેક્ટ ડાયોગને સ્ટિક દ્વારા ફ્રી બ્લડ ચેક અપ ની સેવા અપાઈ હતી.

આ નિઓન રન ના અંતે મિર્ચી હેડ બીથિન્દ્ર બિશ્વાસ એ જણાવ્યું હતું કે શહેરીજનો ના દર વર્ષના ઉત્સાહને જોઈ ને મિર્ચી દ્વારા આ નિઓન રન નું આયોજન કરવાનો અમને સંતોષ થાય છે. તેમણે તમામ દોડવીરો અને શહેરીજનો નો આભાર માન્યો હતો.

February 5, 2020
gujarateducation.jpg
1min6020

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હવે સેન્ટ્રલ બોર્ડની શાળાઓની માફક શાળાઓમાં પરીક્ષા પૂર્ણ થયા બાદ તાકીદે શાળાઓ શરૂ કરી દેવાનો મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. ચાલુવર્ષ ૨૦૨૦-૨૧થી નવું શૈક્ષણિક વર્ષ તા.૨૦મી એપ્રિલથી શરૂ કરવામાં આવશે. જ્યારે ઉનાળુ વેકેશન તા.૪થી મેથી લઇને તા.૭મી જૂન સુધી યથાવત રાખવામાં આવશે. એટલે કે હવે એપ્રિલ માસના પ્રથમ સપ્તાહથી જ નવુ શૈક્ષણિક સત્ર શરૂ કરી દેવામાં આવશે. 

બોર્ડ દ્વારા કરાયેલી જાહેરાત પ્રમાણે ચાલુ વર્ષ અને હવે પછીના તમામ શૈક્ષણિક વર્ષોમાં એપ્રિલના પ્રથમ સપ્તાહથી જ શૈક્ષણિક કાર્ય શરૂ કરી દેવાનુ રહેશે. મે માસના પ્રથમ સપ્તાહથી લઇને જૂન માસના પ્રથમ સપ્તાહના અંત સુધી એટલે કે પાંચ સપ્તાહનુ વેકેશન યથાવત રાખવાનુ રહેશે. આ પ્રમાણેના દિવસોને ધ્યાનમાં રાખીને તમામ શાળાઓને વ્યવસ્થા કરવા સૂચના આપી દેવામાં આવી છે. પરીક્ષા પૂરી થયા બાદ એપ્રિલમાં શરૂ થનારુ શૈક્ષણિક સત્ર પછીના વર્ષમાં માર્ચ માસ સુધી રહે તે પ્રમાણે કામગીરી કરવાની રહેશે.