CIA ALERT

કિડઝિસ્તાન Archives - Page 2 of 12 - CIA Live

September 23, 2024
supreme.jpg
1min366

સુપ્રીમ કોર્ટે તેના એક ઐતિહાસિક ચુકાદામાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવા કે જોવાને POCSO હેઠળ અપરાધ જાહેર કરી દીધો છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે મદ્રાસ હાઈકોર્ટના ચાઈલ્ડ પોર્નોગ્રાફી સંબંધિત ચુકાદાને ફગાવી દીધો હતો, જેમાં જણાવ્યું હતું કે, ચાઈલ્ડ પોર્ન વીડિયો ડાઉનલોડ કરવો અને જોવો એ ગુનો નથી.

ચાઈલ્ડ પોર્નોગ્રાફી શબ્દ ન વાપરવા નિર્દેશ

સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવા વીડિયોને POCSO એક્ટની કલમ 15(3) હેઠળ ગુનો સાબિત કરવા માટે એ સાબિત કરવું પડશે કે આ વીડિયો કોઈ લાભ માટે સ્ટોર કરવામાં આવ્યો હતો. કોર્ટે સંસદને ‘ચાઈલ્ડ પોર્નોગ્રાફી’ શબ્દને ‘બાળકોનું જાતીય શોષણ-અપમાનજનક સામગ્રી’ સાથે બદલવાનું સૂચન કર્યું છે. આ સુધારા માટે વટહુકમ લાવવા સરકારને અપીલ કરવામાં આવી છે. તદુપરાંત સુપ્રીમ કોર્ટે તમામ કોર્ટને ‘ચાઈલ્ડ પોર્નોગ્રાફી’ શબ્દનો ઉપયોગ ન કરવા નિર્દેશ કર્યો છે.

મદ્રાસ કોર્ટના ચુકાદાને પડકાર્યો

ઉલ્લેખનીય છે, ચાઈલ્ડ પોર્નોગ્રાફી મામલે કેરળ હાઈકોર્ટે 13 સપ્ટેમ્બર, 2023માં ચુકાદો આપ્યો હતો કે, જો કોઈ વ્યક્તિ અંગત સ્વરૂપે અશ્લીલ ફોટો કે વીડિયો જોઈ રહ્યો છે તો તે ગુનો નથી, પરંતુ તે બીજાને તે વીડિયો બતાવી રહ્યો છે, તો તે અપરાધ છે. આ નિવેદન આપતાં મદ્રાસ હાઈકોર્ટે એક આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતે. જેના પગલે આ ચુકાદાને પડકારતા એક એનજીઓએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.

August 26, 2024
school-closed-1280x823.webp
1min395
Jalashtami in Gujarat: Heavy rains in more than 230 talukas, schools closed tomorrow

સુરક્ષાના કારણસર ગુજરાતની તમામ પ્રાથમિક સ્કૂલમાં તા.27મી ઓગસ્ટ 2024ને મંગળવારે રજા જાહેર કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણ વિભાગ તરફથી તા.27મી ઓગસ્ટને મંગળવારે તમામ સરકારી ગ્રાન્ડેટ, નોન ગ્રાન્ટેડ, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલને બંધ રાખવાનો નિર્દેશ કર્યો છે.

ગુજરાતમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે સોમવારે ચેતવણી આપી છે કે આગામી૨-૩ દિવસમાં રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. છેલ્લા ૪૮ કલાકમાં ભારે વરસાદ વચ્ચે, ગુજરાતના કેટલાક ભાગોમાં પૂર આવ્યું છે, જેના કારણે સેંકડો રહેવાસીઓને સુરક્ષિત સ્થળોએ વિસ્થાપિત કરવાની ફરજ પડી છે.

ગુજરાતમાં ૫ જિલ્લા સિવાય સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બાકીના પાંચ જિલ્લા માટે પણ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને નીચાણવાળા વિસ્તારોમાંથી રહેવાસીઓને સલામત સ્થળે ખસેડવા નિર્દેશ આપ્યા છે. તેમની ઓફિસે જણાવ્યું હતું કે ભારે વરસાદથી સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, તાપી, નવસારી, સુરત, નર્મદા અને પંચમહાલનો સમાવેશ થાય છે. દરમિયાન, મોરબી જિલ્લામાં એનડીઆરએફ દ્વારા ૭ વ્યક્તિઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેટા અનુસાર, નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં સોમવારે સવારે ૬ વાગ્યે પૂરા થતા ૨૪ કલાકમાં સૌથી વધુ ૩૫૬ મીમી વરસાદ નોંધાયો હતો. ૧૦૦ મીમીથી વધુ વરસાદ ધરાવતા અન્ય જિલ્લાઓમાં નર્મદા, સૌરાષ્ટ્ર, રાજકોટ, તાપી, મહિસાગર, મોરબી, દાહોદ અને વડોદરાનો સમાવેશ થાય છે. ગુજરાતના મુખ્ય સચિવે પ્રશાસનને શ્રાવણ માસ દરમિયાન આવનારા તહેવારોને કારણે જે વિસ્તારોમાં મોટી ભીડ થવાની સંભાવના છે તેવા વિસ્તારોમાં એલર્ટ રહેવા જણાવ્યું છે.

December 7, 2023
cia_edu-1280x925.jpg
1min849

જો તમારું સંતાન આગામી માર્ચ 2024માં ધો.10 (એસ.એસ.સી.)ની પરીક્ષા કોઇપણ બોર્ડમાંથી આપવાનું હોય અને આગળ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવાનું આયોજન હોય તો સુરત શહેર જ નહીં સમગ્ર ગુજરાતની બેસ્ટ સ્કુલ્સની યાદીમાં અગ્રેસર ભૂલકા વિહાર સ્કુલની ધો.11-12 સાયન્સમાં અભ્યાસ કરવાની સિસ્ટમ સમજવા જેવી છે.

અત્યાર સુધી શહેરને અનેક તબીબો, એન્જિનિયર્સ, સી.એ., આર્કિટેક્ટ્સ આપી ચૂકેલી ભૂલકા વિહાર સ્કુલમાં મર્યાદિત વિદ્યાર્થીઓને ધો.11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ આપીને તેમને બોર્ડ સિલેબસ ઉપરાંત જુદી જુદી પ્રવેશ પરીક્ષાઓની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે.

ભૂલકા વિહાર સ્કુલના આચાર્યા મીતાબેન વકીલ કહે છે કે ભૂલકા વિહાર સ્કુલમાં ધો.11-12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જેઇઇ મેઇન્સ, જેઇઇ એડવાન્સ્ડ, નીટ યુજી, ગુજકેટ જેવી પ્રવેશ પરીક્ષાની તૈયારીઓ સાથે જ બોર્ડના સિલેબસ પર પણ પૂરતું ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે છે.

2024ના ધો.11 વિજ્ઞાન પ્રવાહના બેચ માટે ખાસ પેરેન્ટ મિટીંગ

મીતાબેન વકીલે કહ્યું કે આગામી વર્ષે ધો.11 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવાની ઇચ્છા કે આયોજન ધરાવતા વિદ્યાર્થીઓના વાલીઓ પછી એ વિદ્યાર્થી ભલે કોઇપણ બોર્ડમાં અભ્યાસ કરતો હોય તેમને

  • ધો.11-12 વિજ્ઞાન પ્રવાહ ભૂલકા વિહાર સ્કુલમાં કેવી રીતે ભણાવવામાં આવે છે?,
  • કયા શિક્ષકો કયો વિષય ભણાવશે, રિવિઝન કેવી રીતે થશે?,
  • ડાઉટ ક્લાસ શું હોય છે?,
  • વિદ્યાર્થીઓએ શું ભોગ આપવો પડશે?,
  • વાલીઓએ કેવી તૈયારી કરવી પડશે?,
  • ભૂલકા વિહાર સ્કુલ તરફથી કેવા પ્રકારનું એક્સ્ટ્રા નોલેજ અપાશે?,
  • ધો.11-12 વિજ્ઞાન પ્રવાહ સફળતાપૂર્વક પાસ થયા પછી કયા અભ્યાસક્રમોમાં કેવી રીતે પ્રવેશ મેળવવો?,
  • ફોરેન જવાનું પ્લાનિંગ કેવી રીતે કરવું?
  • વગેરેની માહિતી વિદ્યાર્થીઓના માબાપ, વાલીઓને મળી રહે તે માટે એક ખાસ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું છે.

મિટીંગની વિગતો

  • તા.10 ડિસેમ્બર 2023
  • રવિવાર
  • સમય સવારે 8.30 કલાકે
  • સ્થળ- ભૂલકાવિહાર સ્કુલ, પાલ-ભાઠા રોડ, સુરત
  • સંપર્ક નં.0261-2971900 – 89800 08283
July 28, 2022
gseb.png
1min655

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા અંતે સ્કૂલો શરૃ થયાના દોઢ મહિને ૨૦૨૨-૨૩નું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરી દેવાયુ છે. જે મુજબ ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા ૧૪મી માર્ચથી શરૃ થશે.જ્યારે ધો.૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષાઓ ૧૦ એપ્રિલથી શરૃ થશે.પ્રથમ સત્ર ૧૯ ઓક્ટોબર સુધીનું રહેશે અને ૧૦ નવે.થી બીજુ સત્ર શરૃ થશે. જ્યારે ૧લી મેથી ઉનાળુ વેકેશન શરૃ થશે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા એકેડેમિક કેલેન્ડર મુજબ આ વર્ષે બોર્ડની પરીક્ષાઓ નિયત સમય કરતા એક સપ્તાહ મોડી છે. ૧૪મી માર્ચથી બોર્ડ પરીક્ષાઓ શરૃ થશે. બોર્ડની સૂચના મુજબ ૨૦૨૨-૨૩ માટે ધો.૯થી૧૨ના અબ્યાસક્રમમાં કોઈ ઘટાડો નહીં થાય. ૯થી૧૨ની પ્રથમ પરીક્ષા માટે જુનથી સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ રહેશે અને ધો.૧૦ તથા ૧૨ની પ્રિલીમ પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે.ધો.૯ અને ૧૧ની દ્રિતિય પરીક્ષા માટે જુનથી જાન્યુઆરી સુધીનો અભ્યાસક્રમ રહેશે. જેમાં જુનથી સપ્ટેમ્બર સુધીના અભ્યાસક્રમમાંથી ૩૦ ટકા અભ્યાસક્રમ અને ઓક્ટોબરથી જાન્યુઆરી સુધીના અભ્યાસક્રમમાંથી ૭૦ ટકા અભ્યાસક્રમ રહેશે.

ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા તેમજ ધો.૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે.આ તમામ પરીક્ષાઓ માટે શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦થી અમલમાં આવેલ પરીક્ષા પદ્ધતિ જ યથાવત રહેશે. કોઈ ફેરફાર થઈ શકશે નહીં. બોર્ડના એકેડેમિક કેલેન્ડ મુજબ પ્રથમ સત્રમાં જુનના ૧૬ ,જુલાઈના ૨૬, ઓગસ્ટના ૨૧, સપ્ટે.ના ૨૬ , ઓક્ટો.ના ૧૫ દિવસ સહિત કુલ ૧૦૪ દિવસ શિક્ષણકાર્યના રહેશે અને બીજા સત્રમાં નવે.માં ૧૮,ડિસે.માં ૨૭, જાન્યુ.આમાં ૨૪, ફેબુ્ર.માં ૨૩, માર્ચમાં ૨૩ અને એપ્રિલમાં ૨૧ દિવસ સહિત કુલ ૧૩૭ દિવસ શિક્ષણ કાર્યના રહેશે. બંને સત્રના મળી કુલ ૨૪૧ દિવસ શિક્ષણના રહેશે.૭ સ્થાનિક રજાઓ રહેશે. પ્રથમ સત્ર ૧૩ જુનથી ૧૯ ઓક્ટો સુધી અને દિવાળી વેકેશન ૨૦ ઓક્ટો.થી ૯ નવે. સુધીનું રહેશે. દ્રિતિય સત્ર ૧૦ નવે.થી ૩૦ એપ્રિલ સુધીનું રહેશે. ઉનાળુ વેકેશન ૧લી મેથી ૪ જુન સુધીનું રહેશે.

  • પરીક્ષાઓનું કેલેન્ડર
  • પરીક્ષા                 સમય
  • ૯થી૧૨ની પ્રથમ પરીક્ષા              ૧૦-૧૦થી ૧૮-૧૦
  • ૯થી૧૨ની દ્વિતિય પરીક્ષા             ૨૭-૧થી ૪-૨
  • ધો.૯ની પ્રખરતા કસોટી               ૭ ફેબુ્રઆરી
  • બોર્ડ વિષયની સ્કૂલ લેવલની
  • ધો.૧૦-૧૨ની પરીક્ષાઓ               ૧૩-૨થી૧૫-૨
  • ધો.૧૨ સાયન્સ પ્રેક્ટિકલ પરીક્ષા      ૨૦-૨થી૨૮-૨
  • ધો.૧૦-૧૨ની મુખ્ય બોર્ડ પરીક્ષા      ૧૪-૩થી૩૧-૩
  • ધો.૯-૧૧ની વાર્ષિક પરીક્ષાઓ         ૧૦-૪થી૨૧-૪
May 3, 2022
Promotion.jpg
1min739

રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ સોમવારે Dt.2/5/22, તેમના સત્તાવાર હેન્ડલ પરથી એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે સરકારે 21 સપ્ટેમ્બર 2019ના રોજના ઠરાવને અમલમાં નહીં મૂકવાનો નિર્ણય લીધો છે જે શાળાઓને ધોરણ 5 અને ધોરણ 8 ના વિદ્યાર્થીઓને નાપાસ કરવાની મંજૂરી આપે છે. જે અનુસાર 2022-23 શૈક્ષણિક વર્ષ માટે લેવામાં આવેલી પરીક્ષાઓ રોગચાળાની પરિસ્થિતિને કારણે ધોરણ 1થી ધોરણ 8 સુધીના કોઈપણ વિદ્યાર્થીઓને નાપાસ કરશે નહીં.

– વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઈને વર્ષ 2022-23માં લેવાયેલી વાર્ષિક પરીક્ષાઓના પરિણામને આધારે વર્ગબઢતી આપવા અંગેના 21 સપ્ટેમ્બર 2019ના જાહેરનામાના અમલને રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષ પૂરતો મુલતવી રાખવામાં આવશે.
– આ નિર્ણયને કારણે ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓનું પરિણામ જે પણ હોય તેમાં એમના ગુણ, ગ્રેડ કે ટકાને ધ્યાને લીધા વગર તમામ વિદ્યાર્થીઓને વર્ગબઢતી આપવામાં આવશે.
– પ્રાથમિક શાળાઓમાં રાબેતા મુજબ દ્વિતિય (વાર્ષિક) પરીક્ષા પૂર્ણ થઈ હોવાથી પરીક્ષાના પરિણામની અસર વિદ્યાર્થીઓની વર્ગબઢતી પર લાગુ કરવાની રહેશે નહીં.

April 22, 2022
earthquake-zone-map-of-gujarat-1.jpg
1min538

તળાજાની એક સ્કુલમાં ધોરણ 7ના બે પેપરની ચોરી થતાં આ પરીક્ષા રદ્દ કરવામાં આવી હોવાનું જાણીને શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ભારે આશ્ચર્ય વ્યાપ્યું હતું. પહેલી વખત પ્રાથમિક વિભાગનું પ્રશ્નપત્ર ચોરી થતાં સુરત સહિત ગુજરાતમાં આ ચર્ચાનો વિષય બન્યો છે. 

છેલ્લા ઘણાં વખતથી ગુજરાતમાં પરીક્ષાના પેપર ફૂટવાની મોસમ ચાલી રહી છે. અત્યાર સુધીમાં પરીક્ષાલક્ષી કે કોલેજની પરીક્ષાના પેપર ફૂટતા હતા પરંતુ પહેલી વાર પ્રાથમિક શિક્ષણના ધોરણ 7ના બે પેપરની ચોરી થઈ છે. જેના કારણે આજે અને આવતીકાલે ધોરણ 7ની જે પરીક્ષા હતી તેને રદ્દ કરવામાં આવી છે. તળાજા નેસવડ શાળામાંથી પ્રશ્નપત્ર ચોરી થયાં હોવાની ફરિયાદ મોડી રાત્રે પોલીસ મથકે કરવામાં આવી હતી. 

ધોરણ7ના બે પ્રશ્ન પત્રની ચોરી થયાની ફરિયાદ લખાવાયાં બાદ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તેને પગલે આજે શુક્રવાર અને શનિવારના રોજની ધોરણ 7ની પરીક્ષા રદ્દ કરવાનો પરિપત્ર જાહેર કરવામા આવ્યો છે. મોડી રાત્રે આ પરિપત્ર જાહેર થતાં સમિતિની સ્કૂલમાં વહેલી સવારે જાણ થઈ હતી. 

હાલ પરીક્ષા ચાલી રહી હોવાથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા ખંડમાં આવી ગયાં હતા. ત્યારે ખબર પડી હતી કે આજે અને આવતીકાલે ધોરણ 7ની પરીક્ષા લેવામાં આવશે નહીં. વર્ગ ખંડમાં પહોંચ્યા બાદ પરીક્ષા રદ્દ થઈ હોવાની જાણ થતાં ભારે આશ્ચર્ય સર્જાયું હતું. જેના પગલે સ્કુલમાં વિદ્યાર્થીઓની હાજરી પુરી અને મધ્યાહ્ન ભોજનનો લાભ આપવામાં આવ્યો હતો. 

સુરતમાં 7 માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે તેમાંથી ગુજરાતી માધ્યમના 25થી 30  હજારથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. જ્યારે બાકીના વિદ્યાર્થીઓની પરીક્ષા રાબેતા મુજબ લેવામાં આવી રહી છે. આજે અને આવતીકાલે ધોરણ 7ની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. હવે સોમવારથી રાબેતા મુજબ પરીક્ષા લેવામાં આવશે. પહેલી વાર પ્રાથમિક  વિભાગ નું પ્રશ્નપત્ર ફુટ્યું હોવાથી સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે.

March 28, 2022
cia_edu-1280x925.jpg
1min875

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આજે તા.28મી માર્ચને સોમવાર સવારના સેશનમાં ગુજરાત બોર્ડની ધો.10ની પરીક્ષાઓ શાંતિપૂર્ણ રીતે શરૂ થઇ અને તંત્રવાહકોએ રાહતનો શ્વાસ લીધો. બે વર્ષ પછી શક્ય બનેલી ઓફલાઇન પરીક્ષાનો માહોલ અને બે વર્ષ પહેલાનો માહોલ સાવ જ અલગ હતો.

આજે સવારના સેશનમાં બે પરીક્ષા કેન્દ્ર પર જવાનું થયું. મોટા ભાગના પરીક્ષાર્થીઓના મનમાં એક જ સવાલ મૂઝવતો હતો અને એ કોવીડ રિલેટેડ હતો. કોવીડ-19 કેટલી હદે મન પર છવાઇ ગયો છે તેની પ્રતીતી પણ પરીક્ષાર્થીઓના એક જ કોમન સવાલ પરથી થઇ.

લગભગ સાતેક પરીક્ષાર્થીઓએ પૂછ્યું કે પરીક્ષા ખંડમાં પરીક્ષા ચાલતી હોય ત્યારે માસ્ક પહેરી રાખવાનો કે કાઢી નાંખે તો ચાલે, આ સવાલનો જવાબ વિદ્યાર્થીઓ જયારથી ટાઇમટેબલ જાહેર થયું ત્યારથી પૂછી રહ્યા છે પણ કોઇ તંત્રવાહકોએ ક્લીયરકટ જવાબ આપ્યો નહીં.

ન તો જિલ્લા કક્ષાની પરીક્ષા સમિતિએ ના તો ગુજરાત બોર્ડે સ્પષ્ટતા કરી કે પરીક્ષા દરમિયાન માસ્ક પહેરી રાખવું કે કાઢી નાંખે તો ચાલશે.

પરીક્ષા સમય દરમિયાન માસ્ક પહેરવું કે ન પહેરવું એ અંગે સ્પષ્ટતા કરવાથી બચ્યા તંત્રવાહકો

એક તો બે વર્ષ બાદ બોર્ડની ઓફલાઇન પરીક્ષા યોજાઇ રહી છે, ધો.8ની પરીક્ષા આપનાર વિદ્યાર્થી સીધો જ આ વર્ષે ધો.10ની ઓફલાઇન પરીક્ષા આપી રહ્યો છે અને પરીક્ષા ખંડમાં ત્રણ કલાકની પરીક્ષા દરમિયાન માસ્ક પહેરવો કે નહીં તે અંગે સ્વાભાવિક છે કે વિદ્યાર્થીઓમાં મૂંઝવણ હોય કેમકે ઘરે પરીક્ષા પ્રેક્ટીસ માસ્ક વગર જ કરી હતી અને હવે જ્યારે માસ્ક પહેરીને ત્રણ કલાક પેપર લખવાનું આવ્યું હોઇ, વિદ્યાર્થીઓને મુશ્કેલી સર્જાય એ માનવાને કારણ છે. પરંતુ, તંત્રવાહકોએ ન તો ભારપૂર્વક કીધું કે માસ્ક પહેરી રાખવું પડશે ન તો તેમાં રાહત આપતી કોઇ જાહેરાત કરી.

વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ પહોંચ્યા પરીક્ષા સ્થળો પર

આજે સવારે ધો.10ની પરીક્ષાઓ શરૂ થવાના દોઢેક કલાક પહેલાથી જ પરીક્ષાર્થીઓનું સ્કુલ બિલ્ડીંગો પર આવવાનું શરૂ થઇ ગયું હતું. પરીક્ષાર્થીઓની સાથે તેમના વાલીઓ પણ આવતા અમૂક સ્કુલો કે જે મેઇન રોડ પર આવેલી છે ત્યાં ટ્રાફિક, પાર્કિંગ અને ભીડના પ્રશ્નો સર્જાયા હતા. જે સ્કુલોમાં પ્લેગ્રાઉન્ડ છે ત્યાં ટ્રાફિક કે ભીડભાડ કે પાર્કિંગની કોઇ સમસ્યા જોવા મળી ન હતી. વાલીઓને સ્કુલના દરવાજાના બહાર જ અટકાવી દેવાયા હતા. વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે સ્કુલ બિલ્ડીંગમાં પ્રવેશી ચૂક્યા બાદ પણ વાલીઓ જે તે સ્કુલોની બહાર ઉભા રહ્યા હોઇ, ટ્રાફિક અને પાર્કિગના પ્રશ્નો સર્જાયા હતા.

પરીક્ષા સંબંધિત કોઇપણ ઘટના કે બાબત અમને જણાવવા માંગતા હોવ તો 98253 44944 પર સંપર્ક કરવો.

March 16, 2022
kids.jpg
1min526

કેન્દ્ર સરકારે મંગળવારે 12-14 વર્ષના બાળકો માટે COVID-19 વેક્સિનેશન માટેની ગાઈડલાઈન જાહેર કરી દીધી છે. આજથી એટલે કે, બુધવારથી વેક્સિનેશન પ્રોગ્રામ શરૂ થવા જઈ રહ્યો છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, આ ઉંમરના બાળકોને ફક્ત કોર્બેવેક્સ વેક્સિન (Corbevax Vaccine)નો ઉપયોગ કરવામાં આવશે. 

ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, 12થી 14 વર્ષની ઉંમરના બાળકોને બાયોલોજિકલ-ઈની વેક્સિન Corbevaxના 2 ડોઝ 28 દિવસના અંતરાલમાં આપવામાં આવશે. મતલબ કે વેક્સિનના બંને ડોઝ વચ્ચે 28 દિવસનો ગેપ રહેશે. કેન્દ્રએ સોમવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક પત્ર દ્વારા આ ગાઈડલાઈન મોકલી હતી. તા. 01 માર્ચ 2021 સુધીની ગણતરી પ્રમાણે દેશમાં 12 અને 13 વર્ષની ઉંમરના 4.7 કરોડ બાળકો છે. વેક્સિનેશન માટે CoWIN એપ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. 

તે સિવાય હવે 60 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના તમામ લોકોને પણ પ્રિકોશન ડોઝ આપી શકાશે. હકીકતે આ ડોઝ વેક્સિનના બીજા ડોઝના 9 મહિના કે 39 સપ્તાહ પૂર્ણ થયા બાદ વૃદ્ધોને આપવાનો છે. ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, પ્રિકોશન ડોઝમાં એ જ વેક્સિન આપવામાં આવશે જે પહેલા અને બીજા ડોઝમાં લીધી હોય. 

March 16, 2022
basic.jpg
1min713

28મી માર્ચથી રાજ્યભરમાં Gujarat બોર્ડની SSC & HSC પરીક્ષા શરૂ થઇ રહી છે. શૈક્ષણિક વર્ષ 2021-22થી ધોરણ 10માં ગણિત વિષયમાં ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિક એમ બે પ્રકારના પ્રશ્નપત્રના વિકલ્પ આપવા અંગે સરકારે નિર્ણય કર્યો હતો. શિક્ષણ બોર્ડે આ વર્ષથી બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિતનો વિકલ્પ આપતા 80% વિદ્યાર્થીઓએ સરળ ગણિત પસંદ કર્યું.

ધો.10ની પરીક્ષા આપતા કુલ 9.64 લાખ વિદ્યાર્થીમાંથી અંદાજિત 8.10 લાખથી વધુ વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડ (અઘરું) ગણિત છોડી દીધું છે અને તેમણે બેઝિક એટલે કે સરળ ગણિત વિષય પસંદ કર્યો છે. જ્યારે માત્ર 1.25 લાખથી વધુ વિદ્યાર્થીઓએ જ સ્ટાન્ડર્ડ ગણિત વિષય પસંદ કર્યુ છે.

જેનો સીધો મતલબ એ નીકળી રહ્યો છે કે 8.10 લાખ વિદ્યાર્થીઓ હવે પછી ધો.11માં સાયન્સ બાયોલોજી ગ્રુપ, કોમર્સ, હ્યુમેનિટીઝ કે ડિપ્લોમા ઇજનેરી અભ્યાસક્રમમાં ભણવા માટે જશે. જ્યારે 1.25 લાખ પૈકી કેટલા વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ, ટેક્નોલોજીને વળગી રહે છે તે પણ જોવું રહ્યું.

સ્ટાન્ડર્ડ ગણિત પ્રમાણમાં અઘરું હોય છે, આ વિષય પસંદ કરનાર વિદ્યાર્થીઓ સાયન્સમાં A ગ્રૂપમાં જાય છે, JEE પરીક્ષા પાસ કરી એન્જિનિયરિંગમાં આગળ વધી શકે છે. બેઝિક ગણિત રાખનાર વિદ્યાર્થી સાયન્સમાં B ગ્રૂપ રાખી શકે છે, મેડિકલમાં આગળ વધી શકે, કોમર્સ-આર્ટસ રાખી શકે. 

A ગ્રૂપ: ‘એ’ ગ્રૂપમાં જનારા વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ ગણિત રાખશે. જેમાં વિજ્ઞાનના વિષયો, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સનો સમાવેશ થાય છે. આ વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગના અભ્યાસ માટે આગળ જઈ શકે છે.​​​​​​​
B ગ્રૂપ: ‘બી’ ગ્રૂપના વિદ્યાર્થીઓ સામાન્ય રીતે બેઝિક ગણિત રાખે છે. આગળ ધો.11 સાયન્સમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજીના વિષય ભણે છે, આ વિદ્યાર્થીઓ બાયોલોજી સબ્જેક્ટ હોવાને કારણે મેડિકલ, ફાર્મસી ક્ષેત્રે પ્રવેશ મેળવી શકે છે.

March 14, 2022
kids.jpg
1min616

કોવિડ સામે રસીકરણના અભિયાનમાં હવે બાળકોને પણ સામેલ કરવામાં આવી રહ્યા છે. સરકારે જાહેરાત કરી છે કે 12થી 14 વર્ષના બાળકોને 16 માર્ચ (બુધવાર)થી કોવિડની રસી આપવામાં આવશે. કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ સોમવારે જાહેરાત કરી કે 13થી 13 અને 13થી 14 વર્ષની વયજૂથના બાળકોને બુધવારથી રસી અપાશે. આ ઉપરાંત 60 વર્ષથી વધુ વયના સિનિયર સિટિઝન્સ વેક્સિનનો બૂસ્ટર ડોઝ લઈ શકશે.

તેમણે હિંદીમાં ટ્વિટ કરી હતી કે, “બાળકો સુરક્ષિત રહેશે તો દેશ પણ સુરક્ષિત રહેશે.” 12થી 14 વર્ષના બાળકોને Biological E’ની Corbevax વેક્સિન આપવામાં આવશે. માર્ચની શરૂઆતમાં જ કેન્દ્રિય મંત્રીએ જણાવ્યું હતું કે દેશમાં 15થી 18 વર્ષના વયજૂથમાં ત્રણ કરોડથી વધુ કિશોરોને કોવિડ-19ની વેક્સિન આપવામાં આવી છે. યુવા ભારત વિશ્વમાં સૌથી મોટા રસીકરણ અભિયાનને આગળના તબક્કે લઈ જવા માંગે છે. માંડવિયાએ ટ્વિટ કરી કે સૌને મફત વેક્સિન આપવાના અભિયાનને આગળ વધારવામાં આવી રહ્યું છે.

ભારતે એક વર્ષ અગાઉ કોવિડ-19 રસીકરણની શરૂઆત કરી હતી. 15થી 18 વર્ષના બાળકોને રસી આપવા માટે Covaxin અને ZyCoV-1 વિચારણા હેઠળ હતી. ભારત બાયોટેક દ્વારા ઉત્પાદિત કોવેક્સિન એ પુખ્ત વયના લોકોને પણ આપવામાં આવે છે. જ્યારે ઝાયડસ કેડિલા દ્વારા વિકસાવાયેલી ZyCoC-1 નવી રસી છે અને તેના સંપૂર્ણ વેક્સિનેશનમાં ત્રણ ડોઝની જરૂર પડે છે.