CIA ALERT

કિડઝિસ્તાન Archives - CIA Live

September 30, 2025
SS_Logo_Red-1280x986.png
1min161

સુરત સમેત રાજ્યના મોટા શહેરોના શિક્ષણમાં જેનો ભારે ઉપદ્રવ વધી ગયો છે એવા ધંધાદારી ટ્યુશન, કોચિંગ ક્લાસીસો પર સકંજો કસતા ગુજરાત સરકારે એક્ટ બનાવવાનો ઇરાદો ઘોષિત કરી દીધો છે અને એક્ટ તેમજ નીતિ નિયમો નક્કી કરવા માટે ગુજરાત બોર્ડના અધ્યક્ષની રાહબરી હેઠળ 8 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી આગામી બે મહિનામાં એક્ટ તૈયાર કરીને સરકારને સોંપશે અને પછી તેને કાયદાકીય સ્વરૂપ આપવામાં આવશે.

શિક્ષણ વિભાગના સચિવે બહાર પાડેલા નોટિફિકેશનમાં નિર્દેશ કર્યો છે કે સ્પુરીમ કોર્ટે તા.25મી જુલાઇના રોજ આપેલા એક ચુકાદામાં રાજ્યમાં પ્રાઇવેટ કોચિંગ સેન્ટર, ટ્યુશન ક્લાસ માટે નિયમો બનાવવા આદેશ કર્યો છે. આ નિયમો માટે સૌથી પહેલી જરૂરીયાત એક્ટ અને તે અન્વયે નિયમોનો મુસદ્દો ઘડવાની છે. આથી ગુજરાત સરકારે 8 સભ્યોની એક કમિટીની રચના કરી છે. આ કમિટીમાં કુલ 8 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિમાં શિક્ષણ વિભાગના નાયબ સચિવ, કમિશ્નર, શાળાઓના નિયામક અને શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાત વ્યક્તિઓને સામેલ કરાશે. આ આઠ સભ્યોની સમિતિ ખાનગી ટ્યુશન વર્ગો માટે નિયમો અને ધારાધોરણોનો મુસદ્દો તૈયાર કરશે.

આ કાયદો ટ્યુશન ક્લાસની ફી, અભ્યાસક્રમ, સલામતીના ધોરણો અને અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવામાં મદદ કરશે. આ ડ્રાફ્ટ કાયદાનો મુખ્ય હેતુ શિક્ષણ ક્ષેત્રમાં પારદર્શકતા અને જવાબદારી લાવવાનો છે, જે સુપ્રીમ કોર્ટના નિર્દેશોને અનુરૂપ હશે. આ કાયદો લાગુ થયા બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓને આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે થતાં શોષણથી રક્ષણ મળશે તેવી આશા છે. આ કાયદો ખાનગી ટ્યુશન ક્લાસની મનમાની પર લગામ કસશે અને એક સુવ્યવસ્થિત શિક્ષણ પ્રણાલી સ્થાપિત કરવામાં મદદ કરશે.

આ કાયદાનો મુસદ્દો અંતિમ મંજૂરી અને અમલીકરણ માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગને સુપરત કરવામાં આવશે. સરકારની મંજૂરી બાદ આ કાયદો લાગુ થશે, જે ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં એક નવો અધ્યાય શરુ કરશે.
સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર જેવા મહાનગરો તેમજ નાના ટાઉનોમાં ટ્યુશન ક્લાસીસોના સંચાલકોનો એટલો વ્યાપક ઉપદ્રવ છે કે તેઓ સ્કુલોના સંચાલકોને તેમનો સમય બદલવા માટે બાનમાં લઇ રહ્યા છે. એથી વિશેષ ઉચ્ચતર માધ્યમિકમાં ખાસ કરીને ધો.11-12 સાયન્સમાં કોચિંગ ક્લાસીસોના સંચાલકો એટલા ફાટીને ધુમાડે ગયા છે કે તેઓ રેગ્યુલર સ્કુલોમાં એડમિશન નહીં લઇને પોતાના કન્ટ્રોલમાં ચાલતી ડમી સ્કુલોમાં એડમિશન લેવડાવી રહ્યા છે. આ બધી બાબતો પર એક્ટને કારણે સકંજો કસી શકાશે એમ મનાય રહ્યું છે.

September 5, 2025
image-12.png
1min61

ભારતમાં હાલમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે. એટલી વધી ગઈ છે કે એ હવે રૅકોર્ડ બની ગયો છે. ભારતમાં ઇન્ટરનેટ સબ્સ્ક્રાઇબર્સનો ઓફિશિયલ આંકડો 100 કરોડ છે. આ આંકડો ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા (TRAI) દ્વારા આપવામાં આવ્યો છે. તેમણે એપ્રિલ-જૂન 2025ના ઇન્ડિયન ટેલિકોમ સર્વિસ પર્ફોર્મન્સ ઇન્ડિકેટર રિપોર્ટમાં આ વિશે જણાવ્યું છે.

ટોટલ ઇન્ટરનેટ સબ્સ્ક્રાઇબર્સ : 100.28 કરોડ યુઝર્સ છે. માર્ચમાં 96.91 કરોડ હતાં. જાન્યુઆરીથી-માર્ચની સરખામણીમાં 3.48 ટકાનો વધારો થયો છે.

મોટાભાગના બ્રોડબેન્ડ યુઝર્સ : 100.28 કરોડ યુઝર્સમાંથી 97.97 કરોડ સબ્સ્ક્રાઇબર્સ બ્રોડબેન્ડનો ઉપયોગ કરે છે. ફક્ત 2.31 કરોડ યુઝર્સ નેરોબેન્ડનો ઉપયોગ કરે છે.

વાયરલેસ વર્સસ વાયર ઇન્ટરનેટ : 95.81 કરોડ યુઝર્સ ઇન્ટરનેટ માટે વાયરલેસ નેટવર્કનો ઉપયોગ કરે છે. બીજી તરફ ફક્ત 4.47 કરોડ યુઝર્સ વાયર કનેક્શનનો ઉપયોગ કરે છે.

અર્બન અને રુરલ : અર્બન યુઝર્સની સંખ્યા 57.94 કરોડ છે અને રુરલ યુઝર્સની સંખ્યા 42.33 કરોડ છે.

મહિનાનો એવરેજ ઉપયોગ : એક યુઝર દ્વારા એક મહિનામાં અંદાજે 24.01 GB ઇન્ટરનેટ ડેટાનો ઉપયોગ કરવામાં આવે છે. આ વાયરલેસ યુઝર્સ છે.

રેવેન્યુ : એક GBના અંદાજે 8.51 રૂપિયા છે. આથી મહિનાનો અંદાજિત ખર્ચ 186.62 રૂપિયા છે. TRAIના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દરેક ટેલિકોમ કંપનીએ તેમના ટેરિફ પહેલાં કરતાં વધારી દીધા છે. હવે મહિનાના ઓછામાં ઓછા 190 રૂપિયાની આસપાસ અંદાજિત આંકડો છે.

મોબાઇલ યુઝર્સમાં વધારો : વાયરલેસ સબ્સ્ક્રાઇબર્સનો ખૂબ જ વધારો જોવા મળ્યો છે. એમાં 5G સર્વિસનો પણ સમાવેશ થાય છે. આ યુઝર્સમાં 71.2 લાખ નવા યુઝર્સનો સમાવેશ થયો છે અને એથી આ આંકડો 117 કરોડને પાર પહોંચ્યો છે.

વાઇ-ફાઇ હોટસ્પોટ : અત્યારે ભારતમાં અંદાજિત 55,000 પબ્લિક હોટસ્પોટ કાર્યરત છે જે 13281 TB ડેટાને ટ્રાન્સફર કરી રહ્યા છે. આ હોટસ્પોટની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે.

5G યુઝર્સમાં વધારો : 78.50 લાખ નવા કસ્ટમર્સનો સમાવેશ થયો છે જેઓ ફક્ત 5G સર્વિસનો ઉપયોગ કરે છે. તેઓ હવે નેક્સ્ટ-જનરેશન કનેક્ટિવિટીનો ઉપયોગ કરી રહ્યા છે.

ઇન્ટરનેટ અને મોબાઇલ સર્વિસના ઉપયોગ કરતાં વધી રહ્યા હોવાથી હવે ડાયરેક્ટ-ટુ-હોમ સર્વિસનો ઉપયોગ ઓછો થઈ રહ્યો છે. 5,69,20,000 એક્ટિવ યુઝર્સમાંથી હવે 5,60,70,000 એક્ટિવ યુઝર્સ રહી ગયા છે. આ આંકડો ધીમે-ધીમે ઓછો થઈ રહ્યો છે.

મોબાઇલ યુઝર્સનો આંકડો વધવાની સાથે હવે લેન્ડલાઇન યુઝર્સની સંખ્યા પણ વધી રહી છે. માર્ચ 2025ની સરખામણીએ જૂન 2025માં 28.20 ટકા નવા યુઝર્સનો વધારો થયો છે. આથી હવે યુઝર્સ ટ્રેડિશનલ લેન્ડલાઇન તરફ પણ વળી રહ્યા છે.

August 20, 2025
image-26.png
1min55

NCERT ના અભ્યાસક્રમમાં સમાવિષ્ટ પહેલું મોડ્યુલ, ‘ઓપરેશન સિંદૂર – એ સાગા ઓફ વેલર’ ધોરણ ત્રણ થી આઠમાં શીખવવામાં આવશે. બીજું મોડ્યુલ, ‘ઓપરેશન સિંદૂર – એ મિશન ઓફ ઓનર એન્ડ બ્રેવરી’ ધોરણ 9 થી 12માં શીખવવામાં આવશે.

એનસીઈઆરટી એ ઓપરેશન સિંદૂર પર એક ખાસ મોડ્યુલ બહાર પાડ્યું છે. હવે તેને NCERT ના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યું છે. તે ધોરણ ત્રણ થી 12 સુધીના પુસ્તકોમાં શીખવવામાં આવશે. આ મોડ્યુલમાં કહેવામાં આવ્યું છે કે ઓપરેશન સિંદૂર ફક્ત લશ્કરી કાર્યવાહી નહોતી. પરંતુ તે શાંતિ લાવવા માટે લેવામાં આવેલું એક પગલું પણ હતું. આ સાથે આ ઓપરેશન પોતાના જીવ ગુમાવનારા લોકોના સન્માનને પરત કરવાનો પ્રયાસ પણ હતો. ઓપરેશન સિંદૂરના લગભગ ત્રણ મહિના પછી તેને અભ્યાસક્રમમાં પૂરક સામગ્રી તરીકે સમાવવામાં આવ્યું છે.

ભારતીય સેનાની કાર્યવાહીની વિગતો

આ મોડ્યુલમાં જણાવાયું છે કે આમ તો પાકિસ્તાન પહેલગામ હુમલામાં સીધી સંડોવણીનો ઇનકાર કરે છે. પરંતુ તે પાકિસ્તાની લશ્કરી અને રાજકીય નેતૃત્વના સીધા આદેશ પર કરવામાં આવ્યું હતું. આ મોડ્યુલમાં જણાવાયું છે કે પાકિસ્તાન પહેલગામ હુમલામાં સીધી સંડોવણીનો ઇનકાર કરે છે. પરંતુ તે પાકિસ્તાની લશ્કરી અને રાજકીય નેતૃત્વના સીધા આદેશ પર કરવામાં આવ્યું હતું. ઓપરેશન સિંદૂરની વિગતો પણ એક મોડ્યુલમાં આપવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે ભારતે પાકિસ્તાન અને PoK માં સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવા માટે મિસાઇલો ચલાવી હતી. આ ઉપરાંત હવાઈ હુમલા પણ કરવામાં આવ્યા હતા.

આતંકવાદી ઠેકાણાઓનો નાશ

આગળ લખેલું છે કે ભારતીય સેના દ્વારા આ નવ આતંકવાદી ઠેકાણાઓમાંથી સાતનો નાશ કરવામાં આવ્યો હતો. ભારતીય વાયુસેનાએ મુરીદકે અને બહાવલપુરમાં સ્થિત આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. આ બધા લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા હતા. NCERT ના અભ્યાસક્રમમાં ભારત સરકારનું વલણ મજબૂત રીતે રજૂ કરવામાં આવ્યું છે કે આ સમય દરમિયાન કોઈ પણ નાગરિકને નુકસાન થયું નથી. એવું કહેવાય છે કે દરેક લક્ષ્યને બે વાર તપાસવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન ફક્ત આતંકવાદીઓ પર જ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઓપરેશનથી દર્શાવવામાં આવ્યું છે કે ભારત કોઈપણ કિંમતે આતંકવાદીઓના માસ્ટરને છોડશે નહીં.

વિદ્યાર્થીઓને સેનાની તાકાત વિશે જણાવવામાં આવશે

NCERT ના અભ્યાસક્રમમાં સમાવિષ્ટ પહેલું મોડ્યુલ, ‘ઓપરેશન સિંદૂર – એ સાગા ઓફ વેલર’ ધોરણ ત્રણ થી આઠમાં શીખવવામાં આવશે. બીજું મોડ્યુલ, ‘ઓપરેશન સિંદૂર – એ મિશન ઓફ ઓનર એન્ડ બ્રેવરી’ ધોરણ 9 થી 12માં શીખવવામાં આવશે. શાળાના અભ્યાસક્રમમાં આ મોડ્યુલનો સમાવેશ કરવાનો હેતુ વિદ્યાર્થીઓને ભારતીય સેનાની તાકાતથી વાકેફ કરવાનો છે.

June 10, 2025
kanya.jpg
1min104

ગુજરાત બોર્ડ હેઠળની રાજ્યની તમામ સ્કૂલોમાં આજે 9મી જૂનથી નવું શૈક્ષણિક વર્ષ 2025-26ની શરુ થયું છે. જ્યારે રાજ્યની તમામ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને જૂન 2025થી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC) આપતી વખતે હવેથી અટક પાછળ લખવા અંગે ગુજરાત શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે.

શિક્ષણ વિભાગે પરિપત્ર મુજબ, રાજ્યમાં શાળા બદલતી વખતે વિદ્યાર્થીઓને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC) આપવામાં આવે છે. LCમાં વિદ્યાર્થીના નામ, પિતા, માતાનું નામ, અટક, જન્મ તારીખ સહિતની મહત્ત્વની માહિતી નોંધવામાં આવે છે. જ્યારે હાલ APAAR ID અને તેના અંતર્ગત આધારકાર્ડ સાથે બાળકોના નામ મેપિંગ કરવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે જૂન 2025થી LCમાં વિદ્યાર્થીઓનું આખું નામ લખવામાં નામના અંતે અટકનો ઉલ્લેખ કરવાને લઈને શિક્ષણ વિભાગે સૂચન કર્યું છે.

હાલમાં LCમાં વિદ્યાર્થીના નામ લખવાની પદ્ધતિમાં વિસંગતતા જોવા મળે છે, જેના કારણે વિદ્યાર્થીઓને પ્રવેશ, શિષ્યવૃત્તિ અને અન્ય શૈક્ષણિક પ્રક્રિયામાં મુશ્કેલી થાય છે. અપાર આઇ ડીની પ્રક્રિયા ચાલી રહી છે, જેના કારણે LCમાં નામની ચોકસાઈ જરૂરી છે.

ગુજરાત શિક્ષણ બોર્ડે આગામી શૈક્ષણિક સત્રથી LCમાં નામ લખવાની પદ્ધતિમાં સુધારો કરવાની સૂચના આપી છે. LCમાં સંપૂર્ણ નામ, પિતા-માતાનું નામ અને અટક સ્પષ્ટ લખવાનો અનુરોધ કરવામાં આવ્યો છે અને આમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ-1972ને ટાંકીને રાજ્યની તમામ સરકારી અને ખાનગી શાળાઓ માટે LCમાં નામ લખવાની નિયમિતતા જાળવવા માટે સૂચના આપવામાં આવી છે.

June 2, 2025
IPL-25-Final.png
1min160

ક્રિકેટનો મહાકુંભ કહેવાતી ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની ફાઈનલ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. પંજાબ અને બેંગલૂરુ વચ્ચે સાંજે 7.30 કલાકથી મુકાબલો શરૂ થશે. આઈપીએલ ફાઈનલમાં પણ વરસાદનું વિધ્ન નડી શકે છે. અમદાવાદમાં રમાયેલી ક્વોલિફાયર-2માં પણ વરસાદ પડ્યો હતો અને મેચ વિલંબથી શરૂ થઈ હતી. આ સ્થિતિમાં જો આઈપીએલ 2025 ફાઈનલમાં વરસાદ પડે કે કોઈ અન્ય કારણોસર મુકાબલો ન રમાય તો ચેમ્પિયનનો નિર્ણય કેવી રીતે થશે તે જાણવું જરૂરી છે.

જો વરસાદ કે અન્ય કારણોસર 3 જૂને 5-5 ઓવરની રમત શક્ય ન બને તો મેચ રિઝર્વ ડે (4 જૂને) રમાશે. પરિણામ એક જ દિવસે આવે તે માટે બીસીસીઆઈએ વધારાનો 120 મિનિટનો સમય રાખ્યો છે. તેમ છતાં રિઝલ્ટ ન આવે તો મેચ રિઝર્વ ડે પર રમાશે. રિઝર્વ ડે પર મેચ જ્યાં અટકી હતી ત્યાંથી જ શરૂ થશે. વરસાદ રિઝર્વ ડેના દિવસે પણ આવે અને 5-5 ઓવરની રમત શક્ય ન બને તો ઈન્ડિયન પ્રીમિયર લીગના વિજેતાનો નિર્ણય સુપર ઓવરથી થઈ શકે છે.

જો સુપર ઓવર પણ ન થાય તો પોઈન્ટ ટેબલના આધારે વિજેતાનો નિર્ણય થશે. વર્તમાન સિઝનમાં પંજાબ કિંગ્સ પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાન પર છે. જ્યારે આરસીબી બીજા ક્રમે છે. આ સ્થિતિમાં પંજાબ કિંગ્સને વિજેતા જાહેર કરવામાં આવી શકે છે.

રવિવારે (1 જૂન, 2025) ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ના ક્વોલિફાયર-2 મુકાબલામાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 5 વિકેટથી હરાવ્યું હતું. પંજાબ કિંગ્સે 11 વર્ષ પછી IPL ની ફાઇનલમાં જગ્યા બનાવી છે. હવે 3 જૂને પંજાબ અને બેંગ્લોર વચ્ચે ફાઇનલ રમાશે.

રવિવારની મેચમાં પંજાબે ટોસી જીતીને મુંબઈને પહેલા બેટિંગ આપી હતી. જેમાં મુંબઇએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પંજાબે 19 ઓવરમાં 204 રનના લક્ષ્યાંકનો પીછો કર્યો હતો. કેપ્ટન શ્રેયસે છગ્ગો ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો. તેણે 41 બોલમાં 87 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં 5 ચોગ્ગા અને 8 છગ્ગાનો સમાવેશ થાય છે.

May 27, 2025
SS_Logo_Red-1280x986.png
2min241

ભવિષ્યમાં પ્રાથમિક સ્તરે માતૃભાષામાં શિક્ષણ ફરજિયાત બનાવવાના કેન્દ્રના ઇરાદાનું પાલન કરતા સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ તમામ સંલગ્ન શાળાઓને પૂર્વપ્રાથમિકથી ધો.5 સુધીના વિદ્યાર્થીઓની માતૃભાષામાં શિક્ષણ આપવા માટેનું આયોજન કરવા અને ઉનાળાના વેકેશનના અંત પહેલા તે મુજબ સૂચનાત્મક સામગ્રી ગોઠવવા જણાવ્યું છે.

હાલમાં, દેશભરની CBSE શાળાઓમાં પ્રાથમિક વર્ગોમાં અંગ્રેજી ભાષાનું જ પ્રભુત્વ છે. સીબીએસઈ એ સૌથી મોટું રાષ્ટ્રીય સ્કૂલ બોર્ડ છે જેની સાથે 30,000 થી વધુ શાળાઓ જોડાયેલી છે.

CBSE પરિપત્ર જણાવે છે કે પૂર્વ-પ્રાથમિકથી ધોરણ 2 સુધીનું શિક્ષણ જેને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ ‘ફાઉન્ડેશનલ સ્ટેજ’ કહેવામાં આવે છે – આ તબક્કામાં શિક્ષણ બાળકની માતૃભાષા અથવા પરિચિત પ્રાદેશિક ભાષામાં હોવું જોઈએ. આ ભાષા, જેને ‘R1’ તરીકે ઓળખવામાં આવે છે, તે આદર્શ રીતે માતૃભાષા હોવી જોઈએ. જો તે વ્યવહારુ ન હોય, તો તે રાજ્ય ભાષા બની શકે છે, જ્યાં સુધી તે બાળકને પરિચિત હોય, પરિપત્રમાં ઉમેર્યું છે.

પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે ધોરણ 3 થી 5 માટે વિદ્યાર્થીઓ R1 (માતૃભાષા/પરિચિત પ્રાદેશિક ભાષા) માં શીખવાનું જારી રાખી શકે છે, અથવા તેમને R1 (એટલે ​​કે, R2) સિવાયના માધ્યમમાં અભ્યાસ કરવાનો વિકલ્પ આપવામાં આવી શકે છે.

22 મેના પરિપત્રમાં જણાવાયું છે કે માતૃભાષામાં શિક્ષણ “જુલાઈથી શરૂ થઈ શકે છે”, પરંતુ યોગ્ય રીતે અમલ કરવા માટે શાળાઓને આ બદલાવ માટે પોતાની વ્યવસ્થા અનુસાર કાર્ય કરવાની ફ્લેક્સીબિલીટી પણ આપી છે.

ઇતિહાસમાં પહેલી વાર બની રહ્યું છે કે જ્યારે CBSE એ સૂચવ્યું છે કે તે તેની એફિલિયેટેડ શાળાઓમાં માતૃભાષા આધારિત શિક્ષણ ફરજિયાત બનાવી શકે છે. અત્યાર સુધી માતૃભાષામાં શિક્ષણ આપવાની બાબતને બોર્ડ ફક્ત સલાહકાર પરિપત્રો દ્વારા તેના ઉપયોગને પ્રોત્સાહન આપતું હતું.

NEP 2020 અને NCFSE 2023 બંને પ્રાથમિક શિક્ષણમાં, ખાસ કરીને ફાઉન્ડેશનલ સ્ટેજ એટલે કે પાયાના તબક્કે, આઠ વર્ષની ઉંમર સુધી શિક્ષણ આપવા માટે માતૃભાષાનો ઉપયોગ કરવાની ભલામણ કરે છે. “બાળકો તેમની માતૃભાષામાં કલ્પનાઓ, વિચારોને સૌથી ઝડપથી અને ઊંડાણપૂર્વક શીખી શકે છે, તેથી શિક્ષણનું પ્રાથમિક માધ્યમ શ્રેષ્ઠ રીતે બાળકની માતૃભાષા/માતૃભાષા/પારિવારિક ભાષા હશે,” NCFSE 2023 જણાવે છે.

CBSE ના એક અધિકારીએ જણાવ્યું હતું કે ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીઓ મુખ્યત્વે બે ભાષાઓ અને ગણિતનો અભ્યાસ કરે છે. તેમણે ઉમેર્યું હતું કે પરિપત્રનો અર્થ એ છે કે આ વર્ગોમાં ગણિતનું શિક્ષણ હવે માતૃભાષા અથવા પરિચિત પ્રાદેશિક ભાષામાં હોઈ શકે છે.

આ તબક્કે, વિદ્યાર્થીઓને બે બોલાતી ભાષાઓ – R1 અને R2 (R1 સિવાયની ભાષા) – થી પરિચિત કરાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે – પરિપત્ર જણાવે છે. શિક્ષણ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે NCERT ના ધોરણ 1 અને 2 માટેના પાઠ્યપુસ્તકો 22 ભારતીય ભાષાઓમાં પહેલાથી જ ઉપલબ્ધ છે, અને ઉચ્ચ વર્ગો માટેના પાઠ્યપુસ્તકોનું ભાષાંતર કરવામાં આવી રહ્યું છે.

આ પરિપત્રમાં બધી શાળાઓને મે મહિનાના અંત સુધીમાં ‘NCF અમલીકરણ સમિતિ’ બનાવવાનું કહેવામાં આવ્યું છે. આ સમિતિ વિદ્યાર્થીઓની માતૃભાષાઓનો નકશો બનાવશે, ભાષા સંસાધનોને સંરેખિત કરશે અને અભ્યાસક્રમમાં ગોઠવણોનું માર્ગદર્શન આપશે. શાળાઓને ભાષા મેપિંગ કવાયત વહેલી તકે પૂર્ણ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.

“ઉનાળાના વેકેશનના અંત સુધીમાં, શાળાઓએ અભ્યાસક્રમ અને શિક્ષણ સામગ્રીનું પુનર્ગઠન કરવું જોઈએ જેથી R1 નો MoI (શિક્ષણનું માધ્યમ) તરીકે ઉપયોગ થાય, અને યોગ્ય તબક્કે R2 નો માળખાગત પરિચય સુનિશ્ચિત થાય. અમલીકરણ શરૂ થાય તે પહેલાં શિક્ષક ઓરિએન્ટેશન અને તાલીમ વર્કશોપ પણ પૂર્ણ કરવા જોઈએ, જેમાં બહુભાષી શિક્ષણશાસ્ત્ર, વર્ગખંડની વ્યૂહરચનાઓ અને ભાષા-સંવેદનશીલ મૂલ્યાંકન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે,” પરિપત્રમાં કહેવામાં આવ્યું છે.

આ વર્ષે જુલાઈથી અમલીકરણ શરૂ થઈ શકે છે, પરંતુ પરિપત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જે શાળાઓને સંક્રમણ માટે સમયની જરૂર હોય છે તેઓ સંસાધનો ઉપલબ્ધ થાય, શિક્ષકો ફાળવવામાં આવે અને અભ્યાસક્રમ ફરીથી ગોઠવવામાં આવે તેની ખાતરી કરવા માટે વધારાનો સમય મેળવી શકે છે. “જોકે, અમલીકરણમાં અતિશય વિલંબ ન થાય તેની કાળજી લેવી જોઈએ,” તે કહે છે.

સીબીએસઈએ શાળાઓને જુલાઈથી માસિક પ્રગતિ અહેવાલો સબમિટ કરવા જણાવ્યું છે. “સહાય અને માર્ગદર્શન માટે શૈક્ષણિક નિરીક્ષકો દ્વારા શાળાઓની મુલાકાત પણ લઈ શકાય છે,” પરિપત્રમાં જણાવાયું છે.

આ પરિપત્ર શાળાઓ ભાષા શિક્ષણ માટે પ્રયાસ કરે તે સુનિશ્ચિત કરવા માટે છે તે દર્શાવતા, CBSE અધિકારીએ કહ્યું કે તેઓએ તેમના સંસાધનો એકત્રિત કરવાનું શરૂ કરવાનું છે, અને જો તેમને વધારાના સમયની જરૂર હોય તો સમયમર્યાદા સૂચવવી પડશે. અધિકારીએ જણાવ્યું હતું કે, વધુ સંસાધનો ધરાવતી શાળાઓને અવરોધોનો સામનો કરવો પડવાની અપેક્ષા નથી, પરંતુ નાની શાળાઓને સંસાધનો ઉપલબ્ધ કરાવવા માટે વધુ સમયની જરૂર પડી શકે છે.

દરમિયાન, શિક્ષણ મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે NCFSE વિદ્યાર્થીઓને માતૃભાષામાં શીખવાનો વિકલ્પ આપવાનું કહે છે, અને CBSE પરિપત્ર તે દિશામાં એક શરૂઆત દર્શાવે છે. અધિકારીએ જણાવ્યું હતું કે, મેપિંગ નક્કી કરશે કે શાળામાં કઈ ભાષાઓ શીખવવામાં આવે છે.

દરમિયાન, ડીએલએફ ફાઉન્ડેશન સ્કૂલ્સના ચેરપર્સન અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અમિતા મુલ્લા વટ્ટલે સીબીએસઈના સૂચનોના અમલીકરણમાં શાળાઓને સામનો કરવો પડી શકે તેવા પડકારો તરફ ધ્યાન દોર્યું.

પડકાર

“એક જ R1 પસંદ કરવાનું મુશ્કેલ બની શકે છે. જો તેમની માતૃભાષા પસંદ ન કરવામાં આવે તો કેટલાક વિદ્યાર્થીઓને અલગ પડી જવાનો અનુભવ થઈ શકે છે. કદાચ સુવિધા ખાતર, માતા-પિતા કહી શકે છે કે ચાલો હિન્દી સાથે ચાલુ રાખીએ, જોકે આપણી માતૃભાષા અલગ છે. પરિવારો પણ અંગ્રેજી-માધ્યમ શિક્ષણ પસંદ કરી શકે છે. ઘરની આકાંક્ષાઓ અને શાળા નીતિઓ વચ્ચે સંઘર્ષ હોઈ શકે છે. માતૃભાષા તરફ સંક્રમણ ધીમે ધીમે અને સારી રીતે સમર્થિત હોવું જોઈએ. ઉપરાંત, જો વિવિધ ભાષાકીય પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓ હોય તો વર્ગખંડો કેવી રીતે ગોઠવવા જોઈએ

“ઉદાહરણ તરીકે, ગુડગાંવમાં ખાસ કરીને મોબાઇલ વસ્તી છે. બધા રાજ્યોમાંથી યુવાનો આવી રહ્યા છે, અને ગુડગાંવમાં વિવિધ ભાષાઓ છે. વિદ્યાર્થીની ભાષાકીય પ્રોફાઇલ મેળવવી પોતે જ મુશ્કેલ હોઈ શકે છે – માતાપિતાએ તેઓ શું બોલે છે તે જાહેર કરવું પડશે, ક્યારેક માતાપિતા ઘરે માતૃભાષા બોલતા ન પણ હોય. શહેરી વિસ્તારોમાં, તમારી પાસે મિશ્ર ભાષાના વર્ગખંડો છે અને અમારા સંસાધનો મર્યાદિત છે. આપણે એવા શિક્ષકોની ભરતી કરવી પડશે જેઓ ફક્ત ભાષા જ નહીં પણ તે ભાષામાં કેવી રીતે શીખવવું તે પણ જાણે છે. આપણે માતાપિતા સાથે વાતચીત કરવી પડશે, અને આના તર્કને સમજાવવા માટે એક અભિગમ રાખવો પડશે.

May 8, 2025
SS_Logo_Red-1280x986.png
2min323

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે આજરોજ ગત ફેબ્રુઆરી-માર્ચ માસમાં લેવાયેલી ધો.10ની પરીક્ષાનું પરીણામ વેબસાઇટ મારફતે જાહેર કર્યું હતું. ગુજરાત રાજ્યનું ધો.10નું સરેરાશ પરીણામ 83.08 ટકા આવ્યુ હતું જ્યારે સુરત શહેર જિલ્લાનું સરેરાશ પરીણામ 86.20 ટકા આવ્યું હતું. 2025ની ધો.10ની ગુજરાત બોર્ડની પરીક્ષાનું અત્યાર સુધીના ઇતિહાસનું સૌથી હાઇએસ્ટ પરીણામ 83.08 ટકા છે. ગયા વર્ષે 82 ટકા પરીણામ આવ્યું હતું.

સમગ્ર રાજ્યમાંથી 746892 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 620532 વિદ્યાર્થીઓને આજે પાસ જાહેર કરવામાં આવ્યા હતા. સુરત શહેર જિલ્લામાંથી વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી વિદ્યાર્થીઓ પાસ થયા હતા.

સમગ્ર રાજ્યમાંથી કૂલ 28055 વિદ્યાથીઓ 100 ટકાથી 91 પર્સન્ટાઇલ માર્ક એટલે કે એ-વન રેન્કમાં પરીણામ હાંસલ કરી શક્યા છે. સુરત શહેર જિલ્લામાથી 5393 વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડમાં પરીણામ હાંસલ કરી શક્યા છે.

ગ્રેડવાર પરીણામ

વિષયવાર પરીણામ

મિડીયમ વાઇઝ પરીણામ

September 30, 2024
cbse.jpg
1min207

CBSE દ્વારા ગાઇડલાઇન જાહેર કરીને આગામી 2025માં ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષામાં ચોરીના બનાવો ન બને તેની સાવચેતી માટે CCTV કેમેરા ફરજિયાતનો નિર્ણય કરાયો છે. આમ જે શાળામાં CCTV કેમેરા નહીં હોય ત્યાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવશે નહીં.

CBSE બોર્ડે દાવો કર્યો છે, 2025માં આશરે 44 લાખ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 10-12ની પરીક્ષા આપવાના છે, ત્યારે પરીક્ષામાં કોઈ પ્રકારે ચોરીના બનાવ ન બને તે માટે સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. જેમાં શૈક્ષણિક સંસ્થાઓને હાઇ રિઝોલ્યુએશન કેમેરા લગાવવાની સૂચના આપવામાં આવી છે. જો કે, બોર્ડની પરીક્ષા માટે રજીસ્ટ્રેશન શરુ કરવામાં આવ્યા છે, જે આગામી 16 ઑક્ટોબર સુધી ચાલશે.

બોર્ડે જણાવ્યું હતું કે, ધોરણ 10-12ની પરીક્ષામાં ચોરીના બનાવની કોઈ સ્થિતિ ઊભી થાય તો, તેની સમીક્ષા કરવા માટે પરિણામ જાહેર થયાના બે મહિના માટે તમામ પરીક્ષા કેન્દ્રના રેકોર્ડિંગનો સંગ્રહ કરાશે. જેનું એક્સેસ માત્ર અધિકૃત કર્મચારી પાસે રહેશે.

September 23, 2024
supreme.jpg
1min244

સુપ્રીમ કોર્ટે તેના એક ઐતિહાસિક ચુકાદામાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવા કે જોવાને POCSO હેઠળ અપરાધ જાહેર કરી દીધો છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે મદ્રાસ હાઈકોર્ટના ચાઈલ્ડ પોર્નોગ્રાફી સંબંધિત ચુકાદાને ફગાવી દીધો હતો, જેમાં જણાવ્યું હતું કે, ચાઈલ્ડ પોર્ન વીડિયો ડાઉનલોડ કરવો અને જોવો એ ગુનો નથી.

ચાઈલ્ડ પોર્નોગ્રાફી શબ્દ ન વાપરવા નિર્દેશ

સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવા વીડિયોને POCSO એક્ટની કલમ 15(3) હેઠળ ગુનો સાબિત કરવા માટે એ સાબિત કરવું પડશે કે આ વીડિયો કોઈ લાભ માટે સ્ટોર કરવામાં આવ્યો હતો. કોર્ટે સંસદને ‘ચાઈલ્ડ પોર્નોગ્રાફી’ શબ્દને ‘બાળકોનું જાતીય શોષણ-અપમાનજનક સામગ્રી’ સાથે બદલવાનું સૂચન કર્યું છે. આ સુધારા માટે વટહુકમ લાવવા સરકારને અપીલ કરવામાં આવી છે. તદુપરાંત સુપ્રીમ કોર્ટે તમામ કોર્ટને ‘ચાઈલ્ડ પોર્નોગ્રાફી’ શબ્દનો ઉપયોગ ન કરવા નિર્દેશ કર્યો છે.

મદ્રાસ કોર્ટના ચુકાદાને પડકાર્યો

ઉલ્લેખનીય છે, ચાઈલ્ડ પોર્નોગ્રાફી મામલે કેરળ હાઈકોર્ટે 13 સપ્ટેમ્બર, 2023માં ચુકાદો આપ્યો હતો કે, જો કોઈ વ્યક્તિ અંગત સ્વરૂપે અશ્લીલ ફોટો કે વીડિયો જોઈ રહ્યો છે તો તે ગુનો નથી, પરંતુ તે બીજાને તે વીડિયો બતાવી રહ્યો છે, તો તે અપરાધ છે. આ નિવેદન આપતાં મદ્રાસ હાઈકોર્ટે એક આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતે. જેના પગલે આ ચુકાદાને પડકારતા એક એનજીઓએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.

August 26, 2024
school-closed-1280x823.webp
1min299
Jalashtami in Gujarat: Heavy rains in more than 230 talukas, schools closed tomorrow

સુરક્ષાના કારણસર ગુજરાતની તમામ પ્રાથમિક સ્કૂલમાં તા.27મી ઓગસ્ટ 2024ને મંગળવારે રજા જાહેર કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણ વિભાગ તરફથી તા.27મી ઓગસ્ટને મંગળવારે તમામ સરકારી ગ્રાન્ડેટ, નોન ગ્રાન્ટેડ, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલને બંધ રાખવાનો નિર્દેશ કર્યો છે.

ગુજરાતમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે સોમવારે ચેતવણી આપી છે કે આગામી૨-૩ દિવસમાં રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. છેલ્લા ૪૮ કલાકમાં ભારે વરસાદ વચ્ચે, ગુજરાતના કેટલાક ભાગોમાં પૂર આવ્યું છે, જેના કારણે સેંકડો રહેવાસીઓને સુરક્ષિત સ્થળોએ વિસ્થાપિત કરવાની ફરજ પડી છે.

ગુજરાતમાં ૫ જિલ્લા સિવાય સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બાકીના પાંચ જિલ્લા માટે પણ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને નીચાણવાળા વિસ્તારોમાંથી રહેવાસીઓને સલામત સ્થળે ખસેડવા નિર્દેશ આપ્યા છે. તેમની ઓફિસે જણાવ્યું હતું કે ભારે વરસાદથી સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, તાપી, નવસારી, સુરત, નર્મદા અને પંચમહાલનો સમાવેશ થાય છે. દરમિયાન, મોરબી જિલ્લામાં એનડીઆરએફ દ્વારા ૭ વ્યક્તિઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેટા અનુસાર, નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં સોમવારે સવારે ૬ વાગ્યે પૂરા થતા ૨૪ કલાકમાં સૌથી વધુ ૩૫૬ મીમી વરસાદ નોંધાયો હતો. ૧૦૦ મીમીથી વધુ વરસાદ ધરાવતા અન્ય જિલ્લાઓમાં નર્મદા, સૌરાષ્ટ્ર, રાજકોટ, તાપી, મહિસાગર, મોરબી, દાહોદ અને વડોદરાનો સમાવેશ થાય છે. ગુજરાતના મુખ્ય સચિવે પ્રશાસનને શ્રાવણ માસ દરમિયાન આવનારા તહેવારોને કારણે જે વિસ્તારોમાં મોટી ભીડ થવાની સંભાવના છે તેવા વિસ્તારોમાં એલર્ટ રહેવા જણાવ્યું છે.