CIA ALERT

વાયરલ Archives - Page 9 of 80 - CIA Live

May 7, 2025
image-1.png
2min288

ભારતે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે પાકિસ્તાન અને પીઓકે પર હુમલો કર્યો છે. મંગળવારે મોડી રાત્રે આ હુમલો કરવામાં આવ્યો હતો. દેશની ત્રણેય સેનાઓએ સંયુક્ત કાર્યવાહીમાં 9 સ્થળોએ હુમલો કર્યો. આ અભિયાનને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે. ભારતના આ હુમલામાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આખી રાત ઓપરેશન સિંદૂરનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારે આવો જાણીએ ભારતના ઓપરેશન સિંદૂર અંગેની મિનિટ ટુ મિનિટની કાર્યવાહી

ભારતની કાર્યવાહીની માહિતી રાત્રે 1 વાગે પ્રકાશમાં આવી
જેમાં ભારતની કાર્યવાહીની માહિતી રાત્રે 1 વાગ્યાની આસપાસ પ્રકાશમાં આવી હતી. ઘણા પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે મંગળવારે મધ્યરાત્રિ પછી મુઝફ્ફરાબાદ શહેરની આસપાસના પર્વતો પાસે ઘણા મોટા વિસ્ફોટો સંભળાયા હતા. આ વિસ્ફોટો પછી શહેરમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો. તેના થોડા સમય પછી, પાકિસ્તાન સેના તરફથી એક નિવેદન આવ્યું. તેમણે કહ્યું કે તેઓ ભારતની કાર્યવાહીનો જવાબ આપશે.

એવા સમયે સત્તાવાર માહિતી આવી કે ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં હુમલો કર્યો છે. તેને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું. કુલ 9 સ્થળોએ હુમલો કરવામાં આવ્યો હતો. જેની મિનિટ ટુ મિનિટ વિગતો આ મુજબ છે.

-રાત્રે 1.45 વાગ્યે – પાકિસ્તાનના ન્યૂઝના અહેવાલ મુજબ, ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) ના ડિરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ જણાવ્યું હતું કે ભારતે કોટલી, બહાવલપુર અને મુઝફ્ફરાબાદમાં મિસાઇલ હુમલા કર્યા છે.

  1. 13 વાગ્યે – હુમલામાં ત્રણેય દળો, ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આમાં પ્રિસિઝન એટેક વેપન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

4.32 વાગ્યે: ​​અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને વિદેશ સચિવ માર્કો રુબિયોએ ભારતીય હુમલા અંગે પાકિસ્તાની NSA અને ISIના વડા લેફ્ટનન્ટ જનરલ અસીમ મલિક સાથે વાત કરી.

4.35 : ​​ભારતીય હુમલા બાદ પાકિસ્તાન જતી ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી.

5.04 વાગ્યે – હુમલો કરાયેલા નવ સ્થળોમાંથી ચાર પાકિસ્તાનમાં અને પાંચ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં છે.
પાકિસ્તાનમાં આવેલા આતંકી કેમ્પોમાં બહાવલપુર, મુરીદકે અને સિયાલકોટનો સમાવેશ થાય છે.

-5.27 વાગ્યે: ​​અમેરિકાના વિદેશ મંત્રી માર્ક રુબિયોએ કહ્યું કે અમે ભારત અને પાકિસ્તાન વચ્ચેની પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. અમેરિકાને આશા છે કે આ ટૂંક સમયમાં સમાપ્ત થશે.

-5.45 વાગ્યે: ​​કતાર એરવેઝે પાકિસ્તાન જતી બધી ફ્લાઇટ્સ રદ કરી.

6.00 વાગ્યે- પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કર્યું છે અને પૂંછ-રાજૌરી સેક્ટરના ભીમ્બર ગલી વિસ્તારમાં તોપમારો કર્યો છે.

6.08 વાગ્યે- ઓપરેશન સિંદૂરમાં સામેલ તમામ ભારતીય પાઇલટ્સ અને ફાઇટર જેટ સુરક્ષિત રીતે બેઝ પર પાછા ફર્યા.

  1. 14 વાગ્યે- પાકિસ્તાને પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું.

ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને POKમાં આતંકવાદીઓના ચોક્કસ ઠેકાણા પર હુમલો કર્યો છે. એ કેમ્પ પર હુમલો કરવામાં આવ્યો છે જ્યાંથી પહલગામ હુમલાનું કાવતરું ઘડાયું હતું. આ ઓપરેશન લગભગ મોડી રાતે 1.30 વાગ્યાની આસપાસ કરાયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

સત્તાવારી રીતે મળતી માહિતી મુજબ કુલ 9 સ્થળો પર એકસાથે ભારતીય સેનાએ હુમલો કરી આતંકવાદી કેમ્પનો ખાત્મો બોલાવ્યો છે.

સરકારે જણાવ્યું હતું કે આ કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાને કોઈ પણ રીતે ટાર્ગેટ નથી કરાઈ.

મોડી રાતે પાકિસ્તાન અને POKમાં આતંકવાદીઓના અડ્ડા પર એર સ્ટ્રાઈક અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે મને આ કાર્યવાહીની ખબર પડી અને મને લાગતું જ હતું કે કંઈક તો થવાનું છે. ભારત-પાકિસ્તાન વર્ષોથી લડે છે તે આપણે જાણીએ છીએ, આ લડાઈનો જલ્દીથી અંત આવે તેવું હું ઈચ્છું છું

April 6, 2025
image-1280x720.png
1min282

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તમિલનાડુના રામેશ્વરમને રેલ્વે દ્વારા જોડતા નવા પંબન બ્રિજનું ઉદ્ઘાટન કર્યું. આ 2.07 કિલોમીટર લાંબો પુલ ભારતનો પ્રથમ વર્ટિકલ સી બ્રિજ છે. નવો પંબન પુલ 100 વર્ષ સુધી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન ચલાવવા માટે સક્ષમ છે. પીએમ મોદીએ વર્ષ 2019મા પંબન પુલનો શિલાન્યાસ કર્યો હતો અને 5 વર્ષમાં દરિયા પર તેનું નિર્માણ કાર્ય પૂર્ણ થયુ છે.

પંબન બ્રિજની વિશેષતાઓ

આ બ્રિજ 2.07 કિલોમીટર લાંબો છે. જેમાં 18.3 મીટરના 99 સ્પાન અને 72.5 મીટરનો એક વર્ટિકલ લિફ્ટ સ્પાન
આ બ્રિજ જૂના પુલ કરતા 3 મીટર ઊંચો
બ્રિજ નીચેથી મોટા જહાજો સરળતાથી પસાર થઈ શકશે
બ્રિજ નિર્માણમાં આધુનિક ટેકનોલોજી અને પોલિસીલોક્સેન પેઇન્ટનો ઉપયોગ કરાયો
નવો પંબન બ્રિજ 100 વર્ષ સુધી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન સંચાલન માટે સલામત
બ્રિજ પર ટ્રેનો 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે
બ્રિજ વચ્ચેથી ખુલશે જેથી જહાજો પસાર થઈ શકશે
આ બ્રિજનું નિર્માણ 5 વર્ષમાં પૂર્ણ કરાયું.
તેનો બાંધકામ ખર્ચ રૂપિયા 535 કરોડ
પીએમ મોદીએ 2019 માં શિલાન્યાસ કર્યો હતો
પીએમ મોદીએ વર્ષ 2019 મા પંબન પુલનો શિલાન્યાસ કર્યો હતો. આવા પ્રોજેક્ટ્સને પૂર્ણ થવામાં સામાન્ય રીતે દાયકાઓ લાગે છે. જેના કારણે ખર્ચ અનેકગણો વધી જાય છે. જોકે, આ બ્રિજનું કામ રેકોર્ડ ટાઇમમા પાંચ વર્ષમાં પૂર્ણ કરવામાં આવ્યો છે.

રેલવેના માહિતી અને પ્રચાર વિભાગના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દિલીપ કુમારે જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં દેશે ઘણી નવી ઊંચાઈઓ હાંસલ કરી છે. આ સમયગાળા દરમિયાન ભારતીય રેલ્વેએ નવા રેકોર્ડ પણ બનાવ્યા છે. વંદે ભારત, અમૃત ભારત અને નમો ભારત ટ્રેનોએ દેશને એક નવું વિકસિત પરિમાણ આપ્યું છે. કાશ્મીર સુધી સીધી રેલ સેવા માટે ચેનાબ અને અંજી પુલના નિર્માણથી દેશનું ગૌરવ વધ્યું છે.

March 13, 2025
holika-dahan.jpg
1min412

દર વર્ષે ફાગણ માસની પૂનમના દિવસે માર્ચ મહિનામાં આવતો લોકપ્રિય હિંદુ તહેવાર એટલે હોળી. રંગોનો આ તહેવાર દેશભરમાં ધામધૂમથી મનાવવામાં આવે છે. હોળીના તહેવાર સાથે જોડાયેલી ભક્ત પ્રહલાદ અને હોળીકા દહનની વાત તો આપણે સૌ જાણીએ છીએ. પરંતુ ‘હોલિકા’ અને ‘હોળી’ કહીએ છીએ તે શબ્દ કેવી રીતે અસ્તિત્વ આવ્યો તેના વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. આ સાથે ગુજરાત સિવાયના રાજ્યમાં હોળીના તહેવાર માટે અલગ અલગ નામ છે. તો આવો જાણીએ આ રસપ્રદ માહિતી વીશે.

હરિયાણામાં હોળીને ‘દુલંડી’ કહેવાય છે તો પંજાબમાં હોળીને ‘હોલા મોહલ્લા’, જ્યારે બિહાર અને ઉત્તરપ્રદેશમાં હોળીનું નામ છે ‘ફાગ અને લઠમાર’, તો મહારાષ્ટ્રમાં હોળીને ‘ફાલ્ગુન પૂર્ણિમા’, અને દક્ષિણ ભારતમાં ‘કામદહન’ નામ ઓખળવામાં આવે છે.

હોળીના અલગ અલગ નામની સાથે તેની ઉજવણીની પરંપરામાં પણ વિવિધતા જોવા મળે છે. વૃંદાવનમાં ફૂલોથી હોળીનો ઉત્સવ મનાવવામાં આવે છે. રાધાકૃષ્ણના મંદિરોમાં ભક્તો એક્બીજા પર ફુલો ફેંકી હોળી મનાવે છે. તો કેટલીક જગ્યાએ ગુલાબી કે પીળા ગુલાલનો જ ઉપયોગ કરાય છે. જ્યારે કોઈ જગ્યાએ ચંદન-કેસર ઘોળીને પાણી બનાવી તેનાથી રંગવામાં આવે છે

કોઈને કોઈ તહેવાર કે તેના નામ પાછળ ઈતિહાસ કે કથા છુપાયેલી હોય છે. આવું જ કંઈક ‘હોળી’ શબ્દ માટે છે. કહેવાય છે કે ફાગણ સુદ પૂનમે પ્રાચીન આર્યજનો નવા ઘઉં અને જુવારના ડૂંડાને હવનના અગ્નિમાં હોમીને અગ્નિહોત્રનો પ્રારંભ કરતા હતા. અનાજના ડૂંડાને સંસ્કૃતમાં ‘હોલક’ કહેવામાં આવે છે. એના પરથી ‘હોલિકા’ અને ‘હોલી’ શબ્દો આવ્યા. ગુજરાતીમાં ‘હોલી’ પરથી સમયાંતરે ‘હોળી’ શબ્દ અસ્તિત્વમાં આવ્યો છે.

હોળીની પરંપરાગત કથા-

હોળી સાથે સંકળાયેલી પૌરાણિક કથા અનુસાર હિરણ્યકશ્યપ નામે એક રાક્ષસ હતો. તેના કુંવરનું નામ પ્રહલાદ હતું. કુંવર પ્રહલાદ પ્રભુ ભજે એ તેમને ન ગમે. પ્રહલાદને મારી નાંખવા હિરણ્યકશ્યપની બહેન હોલિકા તેને ખોળામાં બેસાડી લાકડાઓની ચિતામાં બેઠી. ચિતા સળગાવવામાં આવી ત્યારે એક ચમત્કાર થયો. હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ પરંતુ પ્રહલાદ ઉગરી ગયો. આમ સત્ય અને પ્રભુની ભક્તિનો વિજય થયો.

હોળીના દિવસે સાંજે હોળી પ્રગટાવી લોકો હોળીની પૂજા કરે છે, તેમાં શ્રીફ્ળ-નાળિયેર હોમે છે. અને નાના બાળકોથી માંડી વડીલો પ્રગાટાવાયેલી હોળીની પ્રદક્ષિણા કરે છે. નવ દંપતિ પ્રદક્ષિણા કરી આશીર્વાદ મેળવે છે. તો મહિલાઓ પોતાના બાળકો અને પરિવારના સારા સ્વાસ્થ્યની કામના કરે છે. દિવસ દરમિયાન લોકો રાંધેલું અનાજ નથી આરોગતા, પરંતુ હારડા, ધાણી, ચણા, ખજુર ખાય છે. જ્યારે સાંજે હોળીના દર્શન કર્યા બાદ ઘરે જઈને સહપરિવાર બધા ભોજન કરે છે.

આમ હોળીનો ઉત્સવ એ ફાગણના રંગોથી આપણા જીવનને રંગીન બનાવતો, સત્યનિષ્ઠાનો મહિમા સમજાવતો, તેમજ માનવ મનમાં અને માનવ સમાજમાં રહેલી અસહ્ય પ્રવૃત્તિને બાળવાનો સંદેશ આપનારો ઉત્સવ છે.

March 6, 2025
ind-vs-nz.jpg
1min309

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. બંને ટીમો 25 વર્ષ પહેલા ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ટકરાઈ હતી, જેમાં કિવી ટીમે જીત હાંસલ કરી હતી. હવે 25 વર્ષ બાદ ફરી એક વખત ભારત અને ન્યૂઝીલેન્ડ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં આમને-સામને છે. બંને વચ્ચે 9 માર્ચના રોજ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ‘ટાઈટલ મેચ’ રમાશે. તમને જણાવી દઈએ કે, છેલ્લી વખત જ્યારે બંને ટીમો ચેમ્પિયન્સ ટ્રોફીમાં આમને-સામને આવી હતી ત્યારે કીવી ટીમે ટીમ ઈન્ડિયાને હરાવીને ટાઈટલ પોતાના નામે કર્યું હતું.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને અને ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવીને સ્થાન બનાવ્યું છે. ભારત અને ન્યૂઝીલેન્ડ આ ટૂર્નામેન્ટમાં એક જ ગ્રુપમાં સામેલ હતી. ગ્રુપ સ્ટેજના મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 44 રનથી હરાવ્યું હતું.
25 વર્ષ પહેલા પણ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ

ચેમ્પિયન્સ ટ્રોફીની સેકેન્ડ એડિશન 2000માં કેન્યામાં યોજાઈ હતી, જે ન્યુઝીલેન્ડે જીતી હતી. કિવી ટીમ ફાઈનલમાં ભારતને હરાવીને ચેમ્પિયન બની હતી. આ સમયે ભારતીય ટીમના કેપ્ટન સૌરવ ગાંગુલી હતા અને પ્લેઇંગ 11માં સચિન તેંડુલકર, યુવરાજ સિંહ, રાહુલ દ્રવિડ, અજિત અગરકર, અનિલ કુંબલે, ઝહીર ખાન જેવા મોટા ખેલાડીઓ સામેલ હતા.

ત્યારે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભારતે પ્રથમ બેટિંગ કરીને 264 રનનો સ્કોર બનાવ્યો હતો. કેપ્ટન ગાંગુલીએ 117 રનની શાનદાર ઈનિંગ રમી હતી. સચિન તેંડુલકરે 69 રન બનાવ્યા અને બંનેએ પ્રથમ વિકેટ માટે 141 રનની પાર્ટનરશીપ કરી હતી. જોકે, ત્યારબાદ અન્ય બેટ્સમેનો મોટી ઈનિંગ્સ નહોતા રમી શક્યા. ટાર્ગેટનો પીછો કરતા ક્રિસ કેર્ન્સે 102 રનની મેચ-વિનિંગ ઈનિંગ રમી હતી. ન્યૂઝીલેન્ડે 2 બોલ બાકી રહેતા લક્ષ્ય હાંસલ કર્યું અને 4 વિકેટે જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયાને રનર-અપ રહીને સંતોષ માનવો પડ્યો હતો.

આમ તો બંને ટીમો ખૂબ જ મજબૂત છે, પરંતુ ટીમ ઈન્ડિયા પાસે 25 વર્ષ પહેલા રમાયેલી ફાઈનલ મેચનો બદલો લેવાની સારી તક છે. ટીમ ઈન્ડિયાએ તમામ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં જીતી છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડે દુબઈમાં આ ટુર્નામેન્ટ (ચેમ્પિયન્સ ટ્રોફી 2025)માં માત્ર એક જ મેચ રમી હતી, જેમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું.

ન્યૂઝીલેન્ડ પાસે એક એડવાન્ટેજ એ છે કે તે આ ટૂર્નામેન્ટમાં એક મેચ દુબઈ સ્ટેડિયમમાં રમી ચૂક્યું છે. ભલે તેણે આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ પરંતુ ત્યાંથી તેઓ પરિસ્થિતિઓને અને ભારતીય ખેલાડીઓની ગેમને સમજ્યા હશે. એટલું નક્કી છે કે, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ રોમાંચક હશે. આ ટાઈટલ મેચ દુબઈમાં 9 માર્ચે રમાશે.

February 20, 2025
Rekha-Gupta.png
1min256

ભાજપના ધારાસભ્ય રેખા ગુપ્તાને દિલ્હીના મુખ્યમંત્રી પદે શપથ ગ્રહણ કર્યા છે. રામલીલા મેદાનમાં આજે બપોરે 12.35 વાગ્યે રેખા ગુપ્તાએ મુખ્યમંત્રી પદે શપથ લેતાં જ ભાજપનો દિલ્હીમાં 27 વર્ષનો વનવાસ પૂરો થયો છે. દિલ્હીમાં સુષ્મા સ્વરાજ, શીલા દિક્ષિત અને આતિશી બાદ રેખા ગુપ્તા ચોથા મહિલા મુખ્યમંત્રી છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા ઉપરાંત પરવેશ વર્મા, આશિષ સૂદ, મનજિંદર સિંહ સિરસા, રવિન્દ્ર ઈન્દ્રરાજ, કપિલ મિશ્રા અને પંકજ સિંહે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આ શપથગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં ટોચના ધર્મગુરુઓ અને ધાર્મિક નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમના માટે કેન્દ્રીય મંચની બાજુમાં જ સ્ટેજ બનાવવામાં આવ્યો હતો.

દિલ્હીના મુખ્યમંત્રી પદ ગ્રહણ કરતાં પહેલાં જ રેખા ગુપ્તાને ઝેડ કેટેગરીની સુરક્ષા પ્રદાન કરવામાં આવી હતી. ગૃહ મંત્રાલયના આદેશ પર દિલ્હી પોલીસે રેખા ગુપ્તાના ઘર પર ચાર પોલીસ કર્મી, બેક સાઇડ પર ચાર પોલીસ કર્મી અને બે કમાન્ડો સાથે ઝેડ કેટેગરીની સુરક્ષા વ્યવસ્થા કરી છે. મુખ્યમંત્રી બનતાં જ તેમને આ સુરક્ષા આપવામાં આવશે.

February 17, 2025
earth-quake.png
2min193

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જોરદાર ભૂકંપ પર પ્રતિક્રિયા આપી હતી.

સોમવારે વહેલી સવારે દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ જણાવ્યું હતું કે, રિક્ટર સ્કેલ પર ચારની તીવ્રતાના આંચકા સવારે લગભગ ૫:૩૬ વાગ્યે ૫ કિલોમીટરની ઊંડાઈએ અનુભવાયા હતા.

એનસીએસે ઉમેર્યું હતું કે, દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ અને ગાઝિયાબાદમાં અનુભવાયેલો ભૂકંપ ૨૮.૫૯ ઉત્તર અક્ષાંશ અને ૭૭.૧૬ પૂર્વ રેખાંશ પર સ્થિત હતો.

“દિલ્હી અને નજીકના વિસ્તારોમાં આંચકા અનુભવાયા હતા. દરેકને શાંત રહેવા અને સલામતીની સાવચેતી રાખવા, સંભવિત આફ્ટરશોક્સ માટે સતર્ક રહેવા વિનંતી કરી. અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે,” તેમણે કહ્યું.

રહેવાસીઓને સલામતીની સાવચેતી રાખવાનું કહેતા, વડા પ્રધાને તેમને “સંભવિત આફ્ટરશોક્સ માટે” સતર્ક રહેવા વિનંતી કરી. “અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે,” તેમણે ઉમેર્યું.

આ જોરદાર આંચકાને કારણે દિલ્હી-એનસીઆર પ્રદેશોમાં રહેતા લોકોને તેમના રહેણાંક સંકુલોમાંથી બહાર નીકળવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.

ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ પણ X પર વાત કરી અને માહિતી આપી કે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના મોટા આંચકા અનુભવાયા છે.

દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પણ X પર પોસ્ટ કરી: “હું દરેકની સલામતી માટે પ્રાર્થના કરું છું”.

દિલ્હી પોલીસે પણ લોકોની સલામતીની તપાસ કરી, રહેવાસીઓને આ સમય દરમિયાન કોઈપણ કટોકટીની સ્થિતિમાં “112 ડાયલ” કરવા કહ્યું. “અમે આશા રાખીએ છીએ કે તમે બધા સુરક્ષિત હશો, દિલ્હી!”

નેટીઝન્સે તરત જ સોશિયલ મીડિયા પર કહ્યું કે તેમને ભયંકર આંચકા અનુભવાયા, જે “તમને ઊંઘમાંથી ઉડાડી દે છે”. ઘણા લોકોએ કહ્યું કે ભૂકંપથી તેમના પલંગ હલી ગયા. લોકો આટલી તીવ્રતાવાળા 4 ના આંચકા પર આઘાત વ્યક્ત કરતા જોવા મળ્યા.

પ્રતિક્રિયાઓ આવવાનું ચાલુ રહ્યું, જેમાં એક યુઝરે પોસ્ટ કરી, “આ મારા જીવનમાં મેં અનુભવેલો સૌથી પાગલ ભૂકંપ છે,” અને બીજાએ કહ્યું “મારા જીવનની સૌથી ભયાનક થોડી મિનિટો.”

નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર મુસાફરોએ સમાચાર એજન્સી ANI ને જણાવ્યું હતું કે એવું લાગ્યું કે જાણે કોઈ ટ્રેન ભૂગર્ભમાં દોડી રહી હોય. “બધું ધ્રુજી રહ્યું હતું,” એક વ્યક્તિએ કહ્યું. સ્ટેશન પર એક વિક્રેતાએ જણાવ્યું હતું કે ગ્રાહકો ચીસો પાડવા લાગ્યા કારણ કે ભૂકંપથી બધું ધ્રુજી ઉઠ્યું.

“તે થોડા સમય માટે હતું, પરંતુ તેની તીવ્રતા એટલી વધારે હતી. એવું લાગ્યું કે કોઈ ટ્રેન ખૂબ જ ઝડપથી આવી રહી છે,” ટ્રેનની રાહ જોઈ રહેલા અન્ય એક મુસાફરે ANI ને જણાવ્યું.

ગયા મહિને, નેપાળમાં 7.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકા દિલ્હી-NCR અને ઉત્તર ભારતના અન્ય કેટલાક વિસ્તારોમાં અનુભવાયા હતા. જો કે, કોઈ પણ મિલકતને નુકસાન થયું નથી.

February 11, 2025
SS_Logo_Red-1280x986.png
2min813

Jayesh Brahmbhatt 98253 44944

ત્રણ વર્ષના સ્નાતકો માટે બે વર્ષનો B.Ed ચાલુ રહેશે; ફક્ત ચાર વર્ષ ઓનર્સની ડિગ્રીધારક સ્નાતકો અને અનુસ્નાતક માટે જ 1 વર્ષના ટૂંકા સમયગાળાનો બી.એડ. પ્રોગ્રામ

ટીચીંગ પ્રોફેશનલ્સ માટે કેન્દ્ર સરકાર નીતિમાં મોટા ફેરફાર લાવી રહી છે, રાષ્ટ્રીય શિક્ષક શિક્ષણ પરિષદ (NCTE) એક વર્ષના B.Ed અને M.Ed કાર્યક્રમોને પુનઃસ્થાપિત કરવા માટે તૈયાર છે, નવા ડ્રાફ્ટ નિયમોનો ભાગ, આ ફેરફાર 2026-27 થી અમલમાં આવશે, જે ફરી એકવાર પાત્ર ઉમેદવારો માટે શિક્ષણ કારકિર્દી માટે ટૂંકા માર્ગો ઓફર કરશે.

ડ્રાફ્ટ નિયમો 2025 ને NCTE ની તાજેતરની સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવ્યા હતા અને પ્રતિસાદ મેળવવા માટે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

2014માં બદલાવ થયો હતો
દાયકાઓ સુધી એક વર્ષ ચાલતા B.Ed અને M.Ed કાર્યક્રમોને NCTE (માન્યતા ધોરણો અને પ્રક્રિયા) નિયમો હેઠળ 2014 માં લંબાવીને બે વર્ષ કરવામાં આવ્યા હતા. 2015 માં સંસદમાં એક પ્રશ્નના જવાબમાં, તત્કાલીન માનવ સંસાધન વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે B.Ed અભ્યાસક્રમ 2014 ના નિયમો હેઠળ સુધારવામાં આવ્યો હતો જેમાં યોગ શિક્ષણ અને જાતિ અભ્યાસ સહિતના નવા મોડ્યુલોનો સમાવેશ થાય છે, અને 20 અઠવાડિયાની ઇન્ટર્નશિપ રજૂ કરવામાં આવી હતી. “તેની ગુણવત્તા સુધારવા માટે, B.Ed. કાર્યક્રમનો સમયગાળો વધારવામાં આવ્યો છે જેથી તે વધુ વ્યાવસાયિક અને કડક શિક્ષક શિક્ષણ કાર્યક્રમ બની શકે,” સંસદમાં જવાબમાં જણાવાયું હતું.

શિક્ષક શિક્ષણ માટે ધોરણો નક્કી કરતા આ નિયમોમાં ત્યારથી કોઈ સુધારો કરવામાં આવ્યો નથી.

જોકે, એક વર્ષના B.Ed અને M.Ed કાર્યક્રમોના પુનર્જીવનનો અર્થ એ નથી કે બે વર્ષના કાર્યક્રમો રદ કરવામાં આવી રહ્યા છે. એક વર્ષનો M.Ed કાર્યક્રમ પૂર્ણ-સમયનો હશે, જ્યારે બે વર્ષનો પાર્ટ-ટાઇમ કોર્સ શિક્ષકો અને શિક્ષણ વહીવટકર્તાઓ જેવા કાર્યરત લોકોને ઓફર કરવામાં આવશે, એમ NCTEના ચેરમેન પંકજ અરોરાએ જણાવ્યું હતું.

ડ્રાફ્ટ નિયમો મુજબ, એક વર્ષના B.Ed કાર્યક્રમ માટે, ફક્ત તે જ લોકો પાત્ર બનશે જેમણે ચાર વર્ષનો ગ્રેજ્યુએશન ડિગ્રી અથવા અનુસ્નાતક કાર્યક્રમ પૂર્ણ કર્યો છે. NCTEના ચેરમેન પંકજ અરોરાએ જણાવ્યું હતું કે તે ત્રણ વર્ષની ગ્રેજ્યુએશન ડિગ્રી ધારકો માટે એક વર્ષનો બી.એડ. કાર્યક્રમ ઉપલબ્ધ થશે નહીં, અને આવા વિદ્યાર્થીઓ માટે, બે વર્ષનો B.Ed કાર્યક્રમ ચાલુ રહેશે.

“2015 માં શરૂ થયેલ બે વર્ષનો M.Ed કાર્યક્રમ, શિક્ષક શિક્ષણ અથવા યુવાન વિદ્યાર્થીઓમાં શિક્ષણના શિસ્તને પ્રોત્સાહન આપવામાં મદદ કરી શક્યો નથી. ઘણી સંસ્થાઓમાં, બેઠકો ખાલી પડી રહી હતી અને અભ્યાસક્રમમાં તે રીતે સુધારો થયો ન હતો જે રીતે તે હોવો જોઈએ. સંશોધન ઘટક ઉપરાંત, M.Ed અભ્યાસક્રમમાં ફિલ્ડ-વર્ક ઘટક અને સમુદાય જોડાણ ઘટક હશે,” અરોરાએ જણાવ્યું હતું.

“૨૦૧૪ સુધી એક વર્ષના B.Ed અને M.Ed અભ્યાસક્રમો શિક્ષક શિક્ષણના મુખ્ય કાર્યક્રમો હતા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦ ના પ્રકાશમાં આ કાર્યક્રમોનું પુનરુત્થાન છે. NEP સાથે, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) રાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષણ લાયકાત માળખું લઈને આવ્યું છે. આમાં, સ્તર ૬.૫ પર, એક વર્ષની માસ્ટર્સ ડિગ્રી હોઈ શકે છે. અમારા વિદ્યાર્થીઓ ચાર વર્ષના ITEP (સંકલિત શિક્ષક શિક્ષણ કાર્યક્રમ) અથવા ચાર વર્ષના સ્નાતકની ડિગ્રી અને એક વર્ષના B.Ed પછી સ્તર ૬.૫ પર હશે,” અરોરાએ જણાવ્યું.

ITEP, ચાર વર્ષના કાર્યક્રમ (BA B.Ed/ B.Sc B.Ed/ B.Com B.Ed), ૨૦૨૩-૨૪ શૈક્ષણિક સત્રથી ૫૭ સંસ્થાઓમાં પાયલોટ મોડમાં શરૂ કરવામાં આવ્યો હતો. તે એવા વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે જેમણે ધોરણ ૧૨ પૂર્ણ કર્યું છે. ૨૦૨૫-૨૬ સત્રથી, ITEP હવે પાયલોટ મોડમાં રહેશે નહીં અને તે શિક્ષક શિક્ષણનો નિયમિત કાર્યક્રમ હશે, એટલે કે સંસ્થાઓ આ વર્ષથી આ અભ્યાસક્રમ ઓફર કરવા માટે માન્યતા મેળવી શકે છે, અરોરાએ જણાવ્યું. તેમણે કહ્યું કે, ૨૦૨૫-૨૬ સત્રથી ચાર વિશિષ્ટ ITEP કાર્યક્રમો – ITEP યોગ, શારીરિક શિક્ષણ, સંસ્કૃત શિક્ષણ અને કલા શિક્ષણ – પણ ઓફર કરવામાં આવશે.

૨૦૧૪ના નિયમોમાં ચાર વર્ષના BA/B.Sc B.Ed માટે જોગવાઈ હતી, જે હવે ITEPમાં પરિવર્તિત થઈ ગઈ છે. તેમણે ત્રણ વર્ષના સંકલિત B.Ed- M.Ed કાર્યક્રમની પણ જોગવાઈ કરી હતી, અને આ અંગે NCTE એ હજુ સુધી નિર્ણય લીધો નથી. “અમે બાકીના કાર્યક્રમો વિશે પછીથી નિર્ણય લઈશું,” અરોરાએ કહ્યું.

“ધોરણ ૧૨ પછી, જો કોઈ વ્યક્તિ શાળા શિક્ષક બનવાનું નક્કી કરે છે, તો ITEP છે. જો તેઓ ત્રણ વર્ષ સ્નાતક થયા પછી નક્કી કરે છે, તો બે વર્ષના B.Ed નો વિકલ્પ છે. “પોસ્ટ ગ્રેજ્યુએશન અથવા ચાર વર્ષના ગ્રેજ્યુએશન કોર્સ પછી, એક વર્ષનો બી.એડ. ઓફર કરવામાં આવી રહ્યો છે. આ ત્રણેય કાર્યક્રમો સંપૂર્ણપણે અલગ ઉમેદવારો માટે છે. કોઈપણ વ્યક્તિ, કોઈપણ તબક્કે, જે શિક્ષણમાં આવવા તૈયાર છે, તેને યોગ્ય કાર્યક્રમ આપવો જોઈએ. NEP હેઠળ નવા શાળા શિક્ષણ માળખા મુજબ આ કાર્યક્રમોમાં ચાર વિશેષતાઓ પણ હશે – પાયાના, પ્રારંભિક, મધ્યમ અને માધ્યમિક શાળા સ્તરો,” તેમણે કહ્યું.

February 7, 2025
rbi.jpeg
1min206

ભારતીય રિઝર્વ બેન્કે શુક્રવારે એટલે કે 7 ફેબ્રુઆરીના રોજ છેલ્લા લગભગ પાંચ વર્ષમાં પહેલીવાર રેપો રેટમાં 25 બેઝિસ પોઇન્ટનો ઘટાડો કરીને 6.25% કર્યો છે અને ભારતના નાણાકીય વર્ષ 2026ના વિકાસ લક્ષ્યાંક અને 6.6% થી વધારીને 6.7 ટકા કર્યો છેમોટા ભાગના અર્થશાસ્ત્રીઓએ રેપો રેટમાં 25 બેસિસ પોઇન્ટના ઘટાડાની આશા રાખી હતી. જોકે, કેટલાક 50 બેસિસ પોઇન્ટના ઘટાડાની પણ અપેક્ષા રાખતા હતા. ભારતીય રિઝર્વ બેન્કની નાણાકીય નીતિ સમિતિએ આખરી લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરી છે અને રેપોરેટમાં પોઇન્ટ 25 ટકાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ રેપો રેટ હવે 6.25% થઈ ગયો છે. આ પહેલા સતત 11 વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ રેપો રેટમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.

12,00,000 રૂપિયા સુધીની આવક પર આવકવેરો નહી વસૂલવાના સારા સમાચાર બાદ લોકોને હવે એક વધુ સમાચાર સારા જાણવા મળ્યા છે. આરબીઆઇએ પાંચ વર્ષ પછી રેપો રેટ ઘટાડ્યો છે. આનાથી હોમ લોનના વ્યાજ દરમાં નોંધપાત્ર ઘટાડો થશે. આરબીઆઈએ સામાન્ય માણસોને મોટી રાહત આપી છે. રેપોરેટ ઘટાડાની સીધી અસર તમારી ઘર, કાર અને પર્સનલ લોનના વ્યાજ દરમાં પડશે. તમારા લોનના વ્યાજ દરમાં ઘટાડો થશે. EMIમાં ઘટાડો થવાથી સામાન્ય લોકોને રાહત થશે.

નોંધનીય છે કે રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર શક્તિકાન્ત દાસે તેમની છેલ્લી 11 નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં રેપોરેટમાં ઘટાડો કર્યો ન હતો અને દરેક વખતે છૂટક ફુગાવો નિર્ધારિત મર્યાદા કરતા વધારે હોવાનું જણાવ્યું હતું, પરંતુ હવે જ્યારે છૂટક ફુગાવો નિર્ધારિત મર્યાદામાં આવી ગયો છે ત્યારે રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ રેપો રેટમાં ઘટાડો કર્યો છે જેને કારણે સામાન્ય લોકો માટે સસ્તી લોનનો માર્ગ ખુલ્યો છે. આ પહેલાં કેન્દ્ર સરકારે આવકવેરામાં ઘટાડો કરીને મધ્યમ વર્ગને મોટી રાહત આપી હતી.

સંજય મલ્હોત્રાએ ડિસેમ્બરમાં રિઝર્વ બેંકના ગવર્નર તરીકે કાર્યભાળ સંભાળ્યો છે અને પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસ કરતા તેઓ નરમ વલણ અપનાવશે એવી અપેક્ષા રાખવામાં આવે છે.

February 5, 2025
CiA_Live_Mahakumbh.jpg
1min203

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તા.5 ફેબ્રુઆરીએ 2025ની સવારે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ પહોંચ્યા અને ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કર્યું. પી.એમ. મોદીની આ મુલાકાતમાંથી રાજકારણીઓ અને બ્યુરોક્રેટ્સએ એ બોધપાઠ લેવો જોઇએ કે સામાન્ય લોકોને, ભીડને ડિસ્ટર્બ કર્યા વગર પી.એમ. મોદી પ્રયાગરાજ પહોંચ્યા અને તેમણે કુંભમાં ડુબકી લગાવી રહેલા સામાન્ય લોકોને ખલેલ ન પહોંચે તે રીતે કુંભમાં ડુબકી લગાવી હતી.

આ અવસરે તેમણે મહાકુંભમાં પવિત્ર સંગમમાં પવિત્ર સ્નાન કર્યું. આ દરમિાયન તેઓ માતા ગંગાની પૂજા અર્ચના કરી. તેમની સાથે યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત અનેક દિગ્ગજો હાજર રહ્યા હતા.

પીએમ મોદીએ પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં પવિત્ર ડુબકી લગાવી ત્યારે તેમણે ભગવા રંગના વસ્ત્રો પહેર્યા હતા. તેમના ગળા અને હાથમાં રુદ્રાક્ષની માળા પણ જોવા મળી. તેમણે મંત્રોચ્ચાર સાથે સંગમમાં ડુબકી લગાવી હતી.

આ અગાઉ પીએમ મોદીનું વિમાન જ્યારે ઉત્તર પ્રદેશના બમરૌલી એરપોર્ટ પહોંચ્યું હતું. એ સમયે તેમને આવકારવા માટે રાજ્યપાલ આનંદીબેન પટેલ, સીએમ યોગી આદિત્યનાથ, ઉત્તર પ્રદેશના બંને નાયબ મુખ્યમંત્રીઓએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી હેલિકોપ્ટરથી પીએમ મોદી ડીપીએસના હેલિપેડ પહોંચ્યા હતા. અહીંથી તેમનો કાફલો અરૈલના વીઆઈપી ઘાટ પહોંચ્યો હતો. જ્યાંથી તેઓ બોટ દ્વારા સંગમ પહોંચ્યા હતા.

અત્રે જણાવવાનું કે મહાકુંભમાં અત્યાર સુધીમાં 38.29 કરોડ લોકોએ પવિત્ર સ્નાન કર્યું છે.  

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રયાગરાજમાં મહાકુંભની મુલાકાત લીધી. જ્યાં તેમણે પવિત્ર સંગમ સ્થાન ખાતે સ્નાન કર્યા બાદ આસ્થાની ડૂબકી લગાવી હતી. તેમની સાથે આ સમયે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા.

પીએમ મોદીના પ્રયાગરાજ પ્રવાસને લઈને સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. માહિતી અનુસાર પીએમ મોદીની સાથે બંને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક સહિત પ્રદેશ સરકારના ઘણા વરિષ્ઠ મંત્રી પણ હાજર છે.

13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમાં અત્યાર સુધી 14 કરોડથી વધુ શ્રદ્ધાળુ પવિત્ર ડુબકી લગાવી ચૂક્યા છે. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂ, યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત તમામ મોટા નામ પણ સામેલ છે. આ સિવાય ઘણા દેશોના પ્રતિનિધિ પણ મહાકુંભમાં ડુબકી લગાવી ચૂક્યા છે.

February 2, 2025
no-it-on-12-lac.png
1min224

નાણા પ્રધાન નિર્મલા સીતારામન 8મી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટમાં અત્યાર સુધીમાં અનેક મહત્ત્વની જાહેરાત કરી હતી. સૌથી મોટી જાહેરાત ઈન્કમ ટેક્સને લઈ કરી હતી. 12 લાખની આવક સુધી કોઈ ટેક્સ નહીં લાગે. જો તેમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન ઉમેરવામાં આવે તો પગારદાર લોકો 12.80 લાખ રૂપિયાની આવક સુધી કોઈ ટેક્સ નહીં આપવો પડે.

નવા ટેક્સ સ્લેબની જાહેરાત કરતાં કહ્યું, આ પગલાંથી મધ્યમ વર્ગ દેશના અર્થતંત્રને મજબૂતી આપશે. અમે મધ્યમ વર્ગ પર ટેક્સ ઘટાડ્યો છે. ટીડીએસ મર્યાદામાં બદલાવ કરવામાં આવશે. સીનિયર સિટિઝનની ટીડીએસ છૂટ મર્યાદા 50 હજારથી વધારીને એક લાખ કરવામાં આવશે. ભાડાની આવક પર ટીડીએસ છૂટ મર્યાદા વધારીને છ લાખ કરવામાં આવશે.આ ઉપરાંત નોન પેન મામલે હાઈ ટીડીએસ લાગુ રહેશે. અપડેટેડ રિટર્ન દાખલ કરવાની મર્યાદા બે વર્ષથી વધારીને ચાર વર્ષ કરવામાં આવી છે.