CIA ALERT

વાયરલ Archives - Page 67 of 80 - CIA Live

March 23, 2020
CIA_Live_Logo_New2.jpg
5min7070

ભારતમાં તા.25મી માર્ચે સવારે 10 વાગ્યા સુધીમાં કોરોનાનાં 562 પોઝિટિવ કેસ થયા છે 40 દર્દીઓ સંપૂર્ણ પણે સાજા થઇને પોતાના ઘરે પરત ફરી ગયા છે. જ્યારે છેલ્લાં 24 કલાકમાં એકપણ મૃત્યુ નહીં નોંધાતા કુલ આંક 10 યથાવત છે. દેશનાં કુલ મળીને 103 જિલ્લાઓમાં કોરોનાનાં પોઝિટિવ કેસ સામે આવી ગયા છે. આજથી 25 મી માર્ચ 2020થી ભારતમાં સંપૂર્ણપણે લૉકડાઉન કરી દેવામા આવ્યું છે

ભારતમાં સૌથી વધુ કેસ કેરળમાં 87 અને મહારાષ્ટ્રમાં 84 નોંધાયેલા છે. ત્યારબાદ કર્ણાટકમાં 37, રાજસ્થાનમાં 31, યુપીમાં 32 અને દિલ્હીમાં 30 સૌથી વધુ ધરાવતા કેસ છે.

ભારતમાં કોરોના કેસનું સ્ટેટસ તા.25મી માર્ચ 2020 સવારે 10 કલાકે

STATE/UTCONFIRMEDDEATHS
KERALA1090
MAHARASHTRA1012
KARNATAKA411
TELANGANA350
UP350
GUJARAT331
RAJASTHAN320
DELHI311
PUNJAB291
HARYANA280
TAMIL NADU180
LADAKH130
ANDHRA PRADESH90
WEST BENGAL91
MADHYA PRADESH90
J&K70
CHANDIGARH70
UTTARAKHAND40
HIMACHAL PRADESH31
BIHAR31
ODISHA20
PUDUCHERRY10
CHHATTISGARH10

ગુજરાતની સ્થિતિ, ગુજરાતમાં લોકલ ટ્રાન્સમિશનનો ભય, પખવાડિયું નિર્ણાયક

ગુજરાતમાં કોરોના વાયરસનો ચેપ વિદેશ પ્રવાસની સાથો સાથ હવે આવા શંકાસ્પદોના સંપર્કમાં આવવાથી પણ પ્રસરવાની શરૂઆત થતાં રાજ્યના આરોગ્ય વિભાગે આગામી એક પખવાડિયું નિર્ણાયક જાહેર કર્યું છે. વાયરસનો ચેપ હવે વાહકોમાંથી આગળ વધી રહ્યો હોવાના સંકેતો સ્પષ્ટ થતાં રાજ્ય સરકારે વધારે સતર્ક બની કવોરન્ટાઈન અને શંકાસ્પદ દર્દીઓની સંભવિત સંખ્યા મુજબ આઈસોલેશન હોસ્પિટલોની તાબડતોબ તૈયારીઓ શરૂ કરી છે.

બીજી તરફ છેલ્લા ચોવીસ જ કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમિત પોઝિટીવ દર્દીઓની સંખ્યા 29થી વધીને 35 સુધી પહોંચી ગઈ છે. જેમાં ગાંધીનગરમાં 2 દર્દી અને સુરતમાં 2 દર્દીનો વધારો થયો છે. જ્યારે રાજકોટમાં 36 વર્ષીય પુરુષ અને 75 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

Reported on 25 March 2020

દેશમાં 1,87,000 લોકો પર કોરોના સંક્રમણ સંદર્ભે 24×7 નજર રાખવામાં આવી રહી છે

ભારતમાં કોરોના સંક્રમણ અંગે કુલ 1,87,000 જેટલા લોકો પર દિવસ રાત વોચ રાખવામાં આવી રહી છે. આ લોકો એવા છે જેમના હજુ સુધી કોરોના પોઝીટીવ ડિટેક્ટ થયો નથી પરંતુ, આ વ્યક્તિઓમાં આગામી દિવસોમાં કોરોના પોઝીટીવ રિપોર્ટ આવી શકે તેમ હોવાથી તેમને સતત વોચમાં રાખવામાં આવ્યા હોવાનું કેન્દ્રના આરોગ્ય મંત્રી ડો.હર્ષવર્ધને જણાવ્યું હતું.

મહારાષ્ટ્રમાં 4ના મોત, કુલ કેસ 101ને પાર

મહારાષ્ટ્રમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. દરમિયાન આજે મહારાષ્ટ્રમાં કોરોનાથી મુંબઈમાં વધુ એક મોત થયું છે. UAEની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા એક 65 વર્ષના વૃદ્ધ 15મી માર્ચે પરત ફર્યા હતા. વિદેશથી અમદાવાદ આવીને મુંબઈ ગયા હતા. મહારાષ્ટ્રમાં ચોથું મોત, 101 કેસ પોઝીટીવ નોંધાયા

દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 101 પાર થઈ ગઈ છે. રાજ્ય સરકારે તા.24મી માર્ચ 2020થી રાજ્યમાં કરફ્યૂ જાહેર કરી દીધો છે.

Union Health Minister Dr Harsh Vardhan :

National Centre for Disease Control has been keeping an eye on all potential Coronavirus patients. Today, more than 1,87,000 people in the country are being monitored by the way of community surveillance.

ભારતમાં 728 પૈકી 606 જિલ્લાઓમાં લૉકડાઉન

વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાયરસના કહેરને અટકાવવા માટે દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં દેશભરના 728 જિલ્લામાંથી 606 હાલ લોકડાઉન હેઠળ છે. તો કેટલાક રાજ્યોમાં કર્ફ્યૂ જેવી સ્થિતિ છે. જેમાં મહારાષ્ટ્ર અને પંજાબમાં સંપૂર્ણ કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. નેશનલ હાઈવેના ટોલ પ્લાઝા પણ બંધ કરી દેવામાં આવ્યા છે. દેશના સૌથી ખરાબ કોરોનાગ્રસ્ત રાજ્ય કેરળમાં સીએમ વિજયને કેન્દ્ર સરકારના આદેશ મુજબ 10 જિલ્લામાં લોકડાઉન જાહેર કર્યું હતું.

સોમવારે અન્ય રાજ્યોમાં પણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં તમિલનાડુ, કર્ણાટક, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, આસામ અને મણિપુર હતા. રવિવારે આંધ્રપ્રદેશ, તેલંગાણા, પંજાબ, ઉત્તરાખંડ, ઝારખંડ, જમ્મુ-કાશ્મીર, ચંદીગ., રાજસ્થાન, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને મિઝોરમમાં સંપૂર્ણ લોકડાઉન કરવાનો આદેશ આપ્યો હતો.

પંજાબમાં વિદેશથી 90,000 NRI પરત ફર્યા

દુનિયાભરમાં કોરોના વાયરસના સંક્રમણના મામલાની વચ્ચે પંજાબમાં વિદેશથી પરત ફરનાર 90 હજાર ભારતીય લોકોની તપાસ કરવાની તૈયારી ચાલી રહી છે. પંજાબના મુખ્યમંત્રીએ કેન્દ્રને પત્ર લખીને લોકો વિશે જાણકારી આપતાં 150 કરોડ રૂપિયાના વિશેષ ફંડની માગ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે, વિદેશોથી પરત આવેલા તમામ લોકોમાંથી કેટલાક કોરોનાથી સંક્રમિત હોઈ શકે થે અને જો એમ હશે તો પંજાબમાં કોરોનાથી સંક્રમિત લોકોનો આંકડો જબરદસ્ત રીતે વધી શકે છે.

પંજાબ સરકારે હાલ રાજ્યના તમામ 22 જિલ્લામાં કર્ફ્યૂ લગાવી દીધો છે, પરંતુ સરકાર માટે તે 90 હજાર લોકો ચિંતાનો વિષય બન્યા છે, જે દુનિયાભરમાં કેસ સામે આવ્યા બાદ પંજાબમાં પોતાના ઘરે પરત ફર્યા છે. પંજાબ સરકારના મંત્રી બલવીર સિંહ સંધૂએ આ તમામ વિષયમાં કેન્દ્ર સરકારને માહિતી આપતો એક પત્ર લખ્યો છે.

India Update on 24/03/2020 at 10 a.m.

Reported on 23/03/2020

સોમવાર તા.23મી માર્ચે સવારે 10 વાગ્યે ભારતમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 429 થઇ

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચના જણાવ્યા અનુસાર તા.23મી માર્ચ 2020ને ગુરુવારે સવારે 10 વાગ્યે ભારતમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા વધીને 420 થવા પામી છે. આઇ.સી.એમ.આર. સંસ્થા દ્વારા આપવામાં આવતી માહિતી જ ભારતમાં અધિકૃત સંસ્થા છે.

મહારાષ્ટ્રમાં વધુ એક મોત સાથે રાજ્યનો મૃત્યુઆંક 03 થયો છે. ભારતમાં કોરોનાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 07 થઇ છે.

કોરોનાની અસરથી નાસમજ લોકો ફર્યા કરે છે : પીએમ મોદીએ ટ્વીટ કરવી પડી

સોશ્યલ ડિસ્ટન્સીંગ નહીં પાળીશું તો પરિસ્થિતિ વકરતા વાર નહીં લાગે

સૂરતના લોકોને ખાસ જણાવવાનું કે ઘરમાં બેસી રહીશું તો કોરોનાને વધતો અટકાવવાના સરકાર તેમજ આપણા પ્રયાસો કારગત નિવડશે. કેમકે હજુ પણ કોરોના ઇન્ફેકશનની પરિસ્થિતિ ગંભીર જ છે. જે રીતે સૂરતના લોકો માર્ગો પર બિનજરૂરી રીતે ફરી રહ્યા છે એ પ્રમાણે કોરોનાને લાઇટલી લઇશું તો આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ વકરશે.

ઇટલી, ઇરાન, સ્પેન, અમેરિકા, ચીન વગેરે દેશોના અનુભવો પરથી જણાય છે કે કોરોના વાયરસ જે પણ દેશમાં લાંબા સમય સુધી રહે છે તે ત્યાં વધુ હાહાકાર મચાવે છે. આથી હવે પ્રત્યેક નાગરિકની ફરજ બને છે કે હવે આપણે સૌએ સતર્ક અને સાવચેત રહીએ. જો એક વખત કોરોના વાયરસ ત્રીજા ફેઝમાં દાખલ થઇ જશે તો અંતે ઇટાલી અને અમેરિકા જેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ શકે છે.

March 23, 2020
CIA_Live_Logo_New2.jpg
7min21610

વિશ્વમાં 1 લાખથી વધુ દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે, ભારતમા 37 દર્દીઓ સાજા થયા

Jayesh Brahmbhatt 98253 44944

તા.24મી માર્ચ 2020નો સૂર્ય ભારત બંધ સાથે ઉગ્યો હતો. કોરોના વાઇરસને ભારતમાં ફેલાતો અટકાવવાના ભાગરૂપે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ફરજિયાત લૉકડાઉન લાગૂ કર્યું છે. ભારતમાં કુલ 728 જિલ્લાઓ પૈકી આજે તા.24મી માર્ચ 2020થી તા.31મી માર્ચ 2020 સુધી ભારતના 606 જિલ્લાઓમાં લૉકડાઉન શરૂ થયું છે. લૉકડાઉનને તોડનારા લોકો સામે હવે ફોજદારી રાહે પગલાં ભરવામાં આવી રહ્યા છે. ભારતમાં આ એક અભૂતપૂર્વ સ્થિતિ છે. કોરોના સામે લડવું હશે તો લોકોએ ફરજિયાત એક સપ્તાહ પોતપોતાના ઘરોમાં પૂરાઇ રહેવું પડશે.

ગુજરાતમાં કોરોના પોઝીટવ કેસોની સંખ્યા 33 થઇ, ગાંધીનગર અને સૂરતમાં 2-2 નવા કેસ

તા.23મી માર્ચ 2020ના રોજ સેમ્પલમાં મોકલાયેલા ટેસ્ટમાં ગુજરાતમાં કોરોના પોઝીટીવ હોય એવા 4 નવા દર્દીઓ મળી આવ્યા હતા. આજે સવારે ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિએ આપેલી માહિતી મુજબ સૂરતમાં 2 અને ગાંધીનગરમાં 2 મળીને કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ગુજરાતમાં વધીને 33 થઇ છે. આખા દેશમાં તા.23મી માર્ચે 99 નવા કેસો નોંધાયા છે.

  • ગુજરાતમાં હવે ક્યાં કેટલા કેસો
  • અમદાવાદ 13
  • સૂરત 06
  • વડોદરા 06
  • ગાંધીનગર 06
  • કચ્છ 1
  • રાજકોટ 1

Official Press Release of Gujarat Govt.

સૂરતમાં કોરોના દર્દીઓને સારવાર આપતા 9 મેડીકલ સ્ટાફ આઇસોલેશનમાં ખસેડાયા

ગુજરાતમાં કોરોનાનો પહેલો કેસ જ્યાંથી પોઝીટીવ આવ્યો હતો અને ગુજરાતમાં કોરોનાથી પહેલું મોત જ્યાં થયું હતું એ મહાનગર સુરતમાં મહાવીર હોસ્પિટલના ત્રણ સ્ટાફ મેમ્બર્સને સોમવારે નવી સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ સ્ટાફના ત્રણ કર્મચારીઓમાં 26 વર્ષનો એક પુરુષ, 35 વર્ષનો એક પુરુષ અને 36 વર્ષના એક પુરુષનો પ્રાઈવેટ હોસ્પિટલમાં કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેમણે કહ્યું અન્ય છ કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓને પણ નવી સિલિવ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં રખાયા છે.

SMCની સ્મિમેર હોસ્પિટલમાં ફરજ બજાવતી 38 વર્ષની નર્સને પણ નવી સિવિલના આઈસોલેશન વોર્ડમાં રખાઈ છે. આ ઉપરાંત અન્ય લોકોમાં 59 વર્ષના એક દર્દી છે જેમણે થોડા દિવસો પહેલા ટ્રેનથી હરિદ્વારની યાત્રા કરી હતી. જ્યારે 40 વર્ષની એક મહિલા અને 22 વર્ષના એક યુવકની કોઈ ટ્રાવલે હિસ્ટ્રી નથી તેમને પણ આઈસોલેશનમાં રખાયા છે.

ગુજરાતમાં કોરોના ત્રીજા સ્ટેજમાં 31મી સુધી આખું રાજ્ય લોકડાઉન

કોરોના મહામારી ભારતમાં ભરડો લેવા લાગી છે ત્યારે જાહેર કરવામાં આવેલા લોકડાઉનને દેશમાં હળવાશથી લેવામાં આવતો હોવાનાં અસંખ્ય કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા આજે રાજ્ય સરકારોને લોકડાઉનનો કડકાઈથી અમલ કરાવવા અને તેનું ઉલ્લંઘન કરનાર સામે કાનૂની કાર્યવાહી કરવાની સૂચના આપી દેવામાં આવી છે.

દેશમાં કોવિડ-19 ઘાતક વાયરસનાં ઝડપી પ્રસારને ધ્યાને લેતા ડઝન જેટલા રાજ્યો અને 80 જિલ્લાઓમાં નિષેધાત્મક આદેશો આપવામાં આવ્યા છે.

આજે તા.24 માર્ચે વડાપ્રધાનનું રાષ્ટ્રજોગ સંબોધન

ભારતમાં સોમવાર તા.23 માર્ચે વધુ 99 કેસ : મૃત્યુઆંક 10

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 100 જેટલા નવા કેસ સામે આવતા સ્થિતિ વધુ ગંભીર બની છે અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારો દ્વારા લોકડાઉનના કડકાઈથી પાલન કરાવવાની દિશામાં પગલાં ભરવામાં આવ્યાં છે. ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 496 થઈ છે અને વધુ બે દર્દીના મૃત્યુ થતાં મૃત્યુઆંક 10 થયો છે. કેરળમાં એક જ દિવસમાં 28 જેટલા નવા કેસ સામે આવતા હડકંપ મચ્યો છે અને કેરળના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 91 જેટલી થઈ હતી. મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં પણ નવા કેસ સામે આવી ચૂક્યા છે. કોરોનાને રોકવા માટે ગુજરાત, કર્ણાટક, આસામ, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને મણિપુર સહિતના રાજ્યોએ પણ લોકડાઉનનું એલાન કર્યું હતું. જેના લીધે હવે દેશના કુલ 22 રાજ્યમાં લોકડાઉન છે. આ ઉપરાંત લોકડાઉન બેઅસર રહેતા મહારાષ્ટ્ર અને પંજાબમાં કર્ફ્યૂ જાહેર કરી દેવામાં આવ્યો હતો.

સોમવારે થયેલા મૃત્યુમાં પશ્ચિમ બંગાળના 55 વર્ષિય દર્દી અને મહારાષ્ટ્રમાં ફિલિપિન્સના રહેવાસીનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં જે દર્દીનું મૃત્યુ થયું તે કોરોના પોઝિટિવમાંથી નેગેટિવ થયો હતો પણ બાદમાં કિડની ફેઇલ થતાં અને શ્વાસ લેવામાં તકલીફના કારણે જીવ ગુમાવ્યો હતો. દેશમાં 10મું મૃત્યુ હિમાચલમાં નોંધાયું હતું જેમાં અમેરિકાથી પરત ફરેલા 69 વર્ષના તિબેટિયન નાગરિકે જીવ ગુમાવ્યો હતો.

ભારતમાં કેસોની રાજ્યવાર સંખ્યા તા.24મી માર્ચે સવારે 8 વાગ્યા સુધીમાં

STATE/UTCONFIRMEDDEATHS
KERALA940
MAHARASHTRA872
KARNATAKA371
TELANGANA320
DELHI311
UP310
GUJARAT291
RAJASTHAN280
HARYANA260
PUNJAB211
LADAKH130
TAMIL NADU90
ANDHRA PRADESH70
WEST BENGAL71
CHANDIGARH60
MADHYA PRADESH60
J&K40
UTTARAKHAND30
HIMACHAL PRADESH31
ODISHA20
BIHAR21

ભારત અને વિશ્વમાં કોરોનાની સરખામણી તા.24 માર્ચ 2020 સવારે 10 કલાકે

દુનિયાના 1,02,000 દર્દીઓ કોરોનાને પછડાટ આપી ચૂક્યા છે

તા.24મી માર્ચ 2020 સવારે 10 વાગ્યે વિશ્વમાં કોરોનાની સ્થિતિ

Coronavirus Cases : 381,635

Deaths : 16,557

Recovered : 102,429

ચીનમાં અત્યારસુધીમાં 81093 કેસ નોંધાયા છે અને 3270ના મૃત્યુ થયા છે. આ ઉપરાંત 72703 લોકો રિકવર થયા છે. ઈરાનમાં 23049 કેસમાંથી મૃત્યુઆંક 1812 છે. જ્યારે 8376 લોકો કોરોના વાયરસની ચેપટમાંથી બહાર આવી ચુક્યા છે. દક્ષિણ કોરિયામાં 8961 કેસ નોંધાયા છે. જેમાંથી 111ના મૃત્યુ થયા છે અને 3166 લોકોનો બચાવ થયો છે.

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના કારણે મૃત્યુઆંકમાં સતત વધારો થઈ રહ્યો છે. ચીન બાદ હવે ઈટાલી સહિત યુરોપના દેશોમાં કોરોના વાયરસે ભીષણ મહામારીનું રૂપ ધારણ કરી લીધું છે. તો ભારત સહિતના એશિયાઈ દેશોમાં પણ કોરોનાનો પ્રકોપ શરૂ થઈ ચૂક્યો છે. જો કે સાવચેતી અને યોગ્ય તબીબી ઉપચાર એવા હથિયાર છે જેનાથી કોરોના વાયરસ પણ મહાત થઈ શકે છે.

અત્યારસુધીમાં દુનિયાભરમાંથી કોવિડ-19ના 3.5 લાખ કેસ સામે આવ્યા છે. જેમાંથી 15296 લોકોએ જીવ ગુમાવ્યો છે. બીજી તરફ 1 લાખ લોકો કોરોનાની ચપેટમાંથી બહાર પણ નિકળી ચૂક્યા છે અને સાવચેતી સાથેનું સામાન્ય જીવન જીવવાની દિશામાં આગળ વધી રહ્યા છે.
કોરોના વાયરસની દહેશત’ વચ્ચે તબીબો અને સરકાર તરફથી વારંવાર તકેદારી રાખવાનું અને સ્વચ્છતા જાળવવાની સલાહ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત કોરોના વાયરસને પછાડનારા દર્દીઓની આપવિતી પણ સામે આવી ચૂકી છે. જેમાં દર્દીઓ કોરોના વાયરસની ગંભીરતાઓ અને તેને હળવાશથી ન લેવાની સલાહ આપવામાં આવે છે. ચીન કોરોનાના મૃત્યુઆંકમાં દુનિયામાં બીજા ક્રમાંકે છે.

મિડીયા હાઉસીસને વડાપ્રધાન મોદીની અપીલ

વડાપ્રધાને તા.23મી માર્ચે અનેક પ્રસાર માધ્યમોનાં સંપાદકો સાથે વિડીયોલિંકથી સંવાદ સાધ્યો હતો. જેમાં વડાપ્રધાન મોદીએ ટીવી ચેનલોને ત્રણ બાબતો ઉપર વિશેષ ધ્યાન આપવાની સલાહ આપી હતી. વડાપ્રધાને સમાચાર ચેનલોને લોકો પોતાનાં ઘરમાં જ રહે તે માટે સ્ટે હોમ અભિયાનનો મહત્તમ પ્રસાર કરવાં કહ્યું હતું. આવી જ રીતે તેમણે લોકો ડિજિટલ પેમેન્ટનો વપરાશ વધારે તે માટે તેને પ્રોત્સાહન આપવા પણ કહ્યું હતું. આ ઉપરાંત લોકોમાં રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટેનાં જાગૃતિ અભિયાન ચલાવવા માટે પણ જણાવ્યું હતું.’

Reported on 23 March 2020

ગુજરાતમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 29 : ભારતમાં 429 મહારાષ્ટ્રમાં વધુ 1 મોત : મૃત્યુઆંક 09

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા હોઇ લૉકડાઉનનો કડકાઇથી અમલ કરાવવા માટે ગુજરાત સરકારે તમામ તંત્રવાહકોને સૂચના આપી છે. તા.23મી માર્ચને સોમવારે સવારે મળેલી સત્તાવાર માહિતી મુજબ ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના નવા 11 પોઝીટીવ કેસો સામે આવ્યા છે. હવે ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 29 થઇ છે. સોમવારે અમદાવાદમાં કોરોનાના સૌથી વધારે 6 દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. જ્યારે વડોદરામાં 3 અને સુરત-ગાંધીનગરમાં એક-એક નવા દર્દીઓ સામે આવ્યા હતા.

  • કોરોના શહેર પ્રમાણે કેસોની સંખ્યા
  • અમદાવાદ 13
  • વડોદરા 6
  • ગાંધીનગર 4
  • સૂરત 4
  • રાજકોટ 1
  • કચ્છ 2

ગુજરાત સરકારની તા.23 માર્ચની સત્તાવાર માહિતી

સોમવાર તા.23મી માર્ચે સવારે 10 વાગ્યે ભારતમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 429 થઇ

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચના જણાવ્યા અનુસાર તા.23મી માર્ચ 2020ને ગુરુવારે સવારે 10 વાગ્યે ભારતમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા વધીને 420 થવા પામી છે. આઇ.સી.એમ.આર. સંસ્થા દ્વારા આપવામાં આવતી માહિતી જ ભારતમાં અધિકૃત સંસ્થા છે.

મહારાષ્ટ્રમાં વધુ એક મોત સાથે રાજ્યનો મૃત્યુઆંક 03 થયો છે. ભારતમાં કોરોનાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 07 થઇ છે.

કોરોનાની અસરથી નાસમજ લોકો ફર્યા કરે છે : પીએમ મોદીએ ટ્વીટ કરવી પડી

સોશ્યલ ડિસ્ટન્સીંગ નહીં પાળીશું તો પરિસ્થિતિ વકરતા વાર નહીં લાગે

સૂરતના લોકોને ખાસ જણાવવાનું કે ઘરમાં બેસી રહીશું તો કોરોનાને વધતો અટકાવવાના સરકાર તેમજ આપણા પ્રયાસો કારગત નિવડશે. કેમકે હજુ પણ કોરોના ઇન્ફેકશનની પરિસ્થિતિ ગંભીર જ છે. જે રીતે સૂરતના લોકો માર્ગો પર બિનજરૂરી રીતે ફરી રહ્યા છે એ પ્રમાણે કોરોનાને લાઇટલી લઇશું તો આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ વકરશે.

ઇટલી, ઇરાન, સ્પેન, અમેરિકા, ચીન વગેરે દેશોના અનુભવો પરથી જણાય છે કે કોરોના વાયરસ જે પણ દેશમાં લાંબા સમય સુધી રહે છે તે ત્યાં વધુ હાહાકાર મચાવે છે. આથી હવે પ્રત્યેક નાગરિકની ફરજ બને છે કે હવે આપણે સૌએ સતર્ક અને સાવચેત રહીએ. જો એક વખત કોરોના વાયરસ ત્રીજા ફેઝમાં દાખલ થઇ જશે તો અંતે ઇટાલી અને અમેરિકા જેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ શકે છે.

સિટીઝન પોતાનું યોગદાન આ રીતે આપી શકે

કોરોના વાયરસને લઈ રાજ્ય અને કેન્દ્ર સરકાર તેમજ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા કેટલીક એડવાઈઝરી બહાર પાડવામાં આવી રહી છે. જો આપણે તે એડવાઈઝરીનું પાલન નહીં કરીએ તો ચીન અને ઈટાલીમાં હાલ જે પરિસ્થિતિ છે તેવી ભારતમાં પણ થઈ શકે છે. જેથી લોકો થોડા દિવસ માટે ઘરેથી બહાર જવાનું ટાળો, જો તમને શરદી,ઉધરસ અને તાવની તકલીફ હોય તાત્કાલિક ડૉક્ટરનો અથવા રાજ્ય સરકારે જારી કરેલો હેલ્પલાઈન નંબર 104નો સંપર્ક કરો. ઘરમાં કોઈને સર્દી અને તાવ છે તેને સેલ્ફ ક્વોરેન્ટાઈનમાં રહેવું જોઈએ. જેથી ઘરના અન્ય વ્યક્તિને તેનો ચેપ ન લાગે. ખાસતા અને છીંકતા વખતે મો રૂમાલથી ઢાકો અને થોડા થોડા સમયાંતરે હાથ ધોતા રહો. આ રીતે આપણે વાયરસને ફેલાતા રોકી શકીએ છે.

Rajkot : ખોટી અફવા ફેલાવનાર શખસની ધરપકડ

Rajkot કોરોના વાયરસ સંદર્ભે સોશિયલ મીડિયામાં ખોટી અફવા ફેલાવી પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરનાર બે શખસ વિરુદ્ધ સાયબર ક્રાઈમ દ્વારા ગુનો નોંધી એક શખસની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે એક શખસ ફરાર થઈ જતાં શોધખોળ શરૂ કરી હતી.

રાજકોટ શહેરમાં વોટસએપ મારફતે અલગ અલગ ગ્રુપમાં ખોટા મેસેજ વાયરલ થયેલ કે મ્યુ કમિ.નો સંદેશ-નમસ્તે હું તમને વિનંતી કરું છે કે તમે આજે રાત્રે દસ વાગ્યા પછી કાલે સવારે પ વાગ્યા સુધીમાં તમારા ઘરની બહાર ના આવો, કેમ કે તેઓ કોવિડ-19ને મારવા માટે હવામાં દવા છાટશે. આ માહિતી તમારા બધા મિત્રો, સંબંધીઓ અને તમારા પરિવારોને શેર કરો.

આ મેસેજ બાબતે ખરાઈ કરતાં મ્યુ.કમિ. દ્વારા આવી કોઈ સૂચના આપવામાં ન આવી હોવાનું ખૂલ્યું હતું અને ખોટો મેસેજ વાયરલ કરી સોશિયલ મીડિયામાં અફવા ફેલાવવામાં આવી હોવાનું ખૂલ્યું હતું અને સાયબર ક્રાઈમના સ્ટાફે સોશિયલ મીડિયા ગ્રુપ પર વોચ રાખી હતી અને સેલ્સ પ્રમોટર સોશિયલ નામના ગ્રુપમાંથી વાયરલ કરવામાં આવ્યો હોવાનું ખૂલતા સાઈબર ક્રાઈમના સ્ટાફે મોરબી રોડ પરની માધાપર ચોકડી પાસે ડ્રીમવિલા એપાર્ટમેન્ટમાં રહેતા અને સેલ્સમેન તરીકે કામકાજ કરતાં પરેશ રસીક રૂપારેલિયા નામના લોહાણા પ્રૌઢ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

ઓલ ટાઈમ હિટ કોંગ્રેસ નામના ગ્રુપમાંથી પણ અફવા ફેલાવનાર અને રૈયા રોડ પરના મીરાનગરમાં રહેતા તેજશ જોષી નામના શખસ વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

કોરોના કન્ટ્રોલ માટે સૌથી નિર્ણાયક સમય : લોકો ઘરમાં બંધ રહે : નહીં તો સ્થિતિ વણસી જતા વાર નહીં લાગે

March 17, 2020
CIA_Live_Logo_New2.jpg
2min39060

કોરોના કરતા વધુ વેદના સોશ્યલ મિડીયાના ધુતરાષ્ટ્રોએ આપી

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

લંડનથી સૂરત પરત ફર્યા બાદ કોરોનાના શંકાસ્પદ લક્ષણો સાથે સ્વયં નવી સિવિલ હોસ્પિટલ, સૂરતમાં દાખલ થયેલી યુવતિનો પ્રાથમિક ટેસ્ટ રિપોર્ટ આખરે નેગેટીવ આવતા સૂરત સમેત સમગ્ર ગુજરાતમાં રાહતની લાગણી પ્રવર્તી ઉઠી છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે મોડી રાત્રે મંગળવારે મોડી રાત્રે 10 વાગ્યે એ સ્પષ્ટતા કરી હતી કે સૂરતમાં કોરોનાનો એકપણ કેસ નથી, કેસ હોવા અંગેની અફવાઓથી ગેરમાર્ગે દોરાવું નહીં.

મંગળવારે રાત્રે 10 વાગ્યે ગુજરાત સરકારની ટ્વીટ

છેલ્લા ચોવીસ કલાકથી સૂરતની આ યુવતિ અને તેના પરિવારજનો પર કોરોનાએ ન આપી હોય તેટલી વેદના સોશ્યલ મિડીયાના ધુતરાષ્ટ્રોએ આપી હતી. ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી સરકારના ઉચ્ચ અધિકારીઓથી લઇને મિડીયા તેમજ તમામ લોકોની નજર સૂરતની યુવતિના ટેસ્ટ રિપોર્ટ પર હતી. એ દરમિયાન કેટલાક ભેંજાગેપ લોકોએ યુવતિનું નામ શોધી કાઢીને તેના નામજોગ અફવાઓ સોશ્યલમ મિડીયામાં ફેલાવી મૂકી હતી કે ગુજરાતમાં કોરોનાનો પહેલો કન્ફર્મ કેસ સૂરતમાં નોંધાયો. પરંતુ, એ એક અફવા જ બની રહી છે.

મંગળવારે રાત્રે 10 કલાકે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે કરેલી ટ્વીટમાં આપી જાણકારી click the link below

https://twitter.com/GujHFWDept/status/1239955309436768257

જોકે, સદનસીબે આજરોજ તા.17મી માર્ચને મંગળવારે સાંજે 4 વાગ્યે પ્રાઇમરી ફાઇન્ડીંગ્સમાં સૂરતમાં શંકાસ્પદ કોરોના લક્ષણો સાથે દાખલ થયેલી યુવતિનો કોરોના ટેસ્ટ નેગટીવ આવ્યો હોવાની માહિતી મળી છે.

જોકે, કોરોના સેમ્પલનો સત્તાવાર રિપોર્ટ આવ્યો ન હોવા છતાં સોમવારે સાંજથી સોશ્યલ મિડીયામાં સૂરતની આ યુવતિના નામ સાથે તેણે જાણે કોઇ મોટો ગુનો આચર્યો હોય એ રીતે તેની બદનામી કરવા માંડી. યુવતિના માતાપિતા તેમજ પરિવારજનોને પણ એટલા ફોન કોલ્સ કરવામાં આવ્યા કે જેટલા એક વર્ષમાં ના આવ્યા હોય.

આખરે બી.જે. મેડીકલ કોલેજ કે જ્યાં ગુજરાતમાં કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવે છે ત્યાંથી સત્તાવાર રીતે સૂરતની આ યુવતિને કોરોનાનો ચેપ લાગ્યો છે એ મતલબનો નેગેટિવ કોરોના રિપોર્ટ આવતા સર્વત્ર રાહતની લાગણી ફરી વળી છે.

સરકાર સમેત આખા ગુજરાતની નજર હતી

સોમવાર તા.16મી માર્ચે શંકાસ્પદ કોરોનાના લક્ષણો સાથે સૂરતની સિવિલ હોસ્પિટલના કોરોના સ્પેશ્યલ વોર્ડમાં એક યુવતિ દાખલ થયાના સમાચાર બાદ સમગ્ર ગુજરાત સરકાર, આરોગ્ય વિભાગ તેમજ મિડીયાનું ધ્યાન આ કેસ પર હતું. દરેક સ્તરેથી સતત યુવતિના રિપોર્ટ અંગે પૂછપરછ કરવામાં આવી રહી હતી. કેમકે ગુજરાતમાં તા.16મી માર્ચ સુધી કોરોનાનો એકેય કન્ફર્મ કેસ ન હતો. પરીણામે તમામ સ્તરે એ વાતની ઇંતેજારી હતી કે સૂરતની યુવતિનો રિપોર્ટ શું આવશે.

Reported on 16 March 2020

સૂરતમાં લંડનથી પરત થયેલી અને શંકાસ્પદ કોરોના લક્ષણ ધરાવતી યુવતિ સિવિલમાં દાખલ

યુવતિના પરિવારજનોની ખેલદિલી, સંપર્કમાં આવેલા લોકોને સેલ્ફ કૉરન્ટાઇન કરવા અપીલ

સૂરતમાં તા.16મી માર્ચે નવી સિવિલ હોસ્પિટલમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતી એક યુવતિને દાખલ કરીને તેના સેમ્પલ્સ અમદાવાદની બી.જે. મેડીકલ કોલેજમાં મોકલી આપવામાં આવ્યા છે. આ યુવતિની હિસ્ટ્રી અંગે થયેલી તપાસમાં જાણવા મળ્યું છે કે યુવતિ થોડા દિવસો પૂર્વે લંડનથી આવી હતી અને રવિવારે રાત્રે તેને તાવ, ખાંસી જેવા શંકાસ્પદ કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. યુવતિના પરિવારજનોએ ફેમિલી ડોક્ટરની સલાહ અનુસાર સૂરતની સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડનો સંપર્ક કર્યો હતો. પ્રાથમિક તપાસમાં તેણીને શંકાસ્પદ કોરોનાના દર્દી તરીકે દાખલ કરીને તેની સારવાર શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

યુવતિના પરિવારજનોએ જે જે સંપર્કમાં આવ્યા છે તેમને સેલ્ફ કૉરન્ટાઇન અનુસરવા અપીલ કરી

સૂરત પરત ફરેલી અને શંકાસ્પદ કોરોનાના લક્ષણ ધરાવતી યુવતિના પરિવારજનોએ આ યુવતિના સંપર્કમાં જે લોકો આવ્યા એ તમામ સુધી તંત્ર પહોંચે એ પહેલા જ પોતે યુવતિના સિન્ટમ્સ અંગે જાણ કરીને તમામને સાવચેતીપૂર્વક સેલ્ફ કૉરન્ટાઇન અનુસરવા માટે જણાવી દીધું છે.

સૂરતના તંત્રવાહકોએ પણ યુવતિ સાથે સંપર્કમાં આવેલા લોકોને ટ્રેસ કરવા અંગેની કાર્યવાહી કરી હોવાનું જાણવા મળે છે.

March 12, 2020
coronavirus.jpg
1min9160

દુનિયાભરના દેશોમાં કોરોના વાયરસ ભયાનક રીતે ફેલાયો છે. અત્યારસુધીમાં કોરોના વાયરસના કુલ 122289 કેસ નોંધાઈ ચુક્યા છે અને 4389 મૃત્યુઆંક થયો છે. ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને સત્તાવાર રીતે કોરોના વાયરસ એટલે કે કોવિડ-19ને વૈશ્વિક મહામારી ઘોષિત કર્યો છે. ભારતમાં પણ કોરોના વાયરસના 62 પોઝિટિવ કેસ સામે આવી ચુક્યા છે. તેમજ’ કર્ણાટકના કલબુર્ગીમાં કોરોના વાયરસથી સંક્રમિત હોવાની શંકા હતી તેવા એક વ્યક્તિનું મૃત્યુ થતા હડકંપ મચ્યો છે. મૃતક વ્યક્તિના સેમ્પલ તપાસ માટે બેંગલુરૂની એક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. દેશમાં કોરોના સંક્રમિત લોકોની વધતી સંખ્યાને ધ્યાને લઈને ડિપ્લોમેટિક, ઓફિશિયલ, યૂએન, ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશનને બાદ કરતા વિદેશથી આવતા તમામ લોકોના વીઝા 15 એપ્રિલ સુધી રદ કરવામાં આવ્યા છે.

સરકાર દ્વારા તમામ નાગરિકોને જરૂર વિના વિદેશ પ્રવાસ ન કરવાનું સુચન પણ આપવામાં આવ્યું છે.’ ભારત સરકારે અત્યારસુધીમાં કોરોના ગ્રસ્ત દેશોમાંથી 948 લોકોને બચાવ્યા છે. જેમાંથી 900 ભારતીય હતા અને બાકીના 48 લોકો, અમેરિકા, શ્રીલંકા, નેપાળ સહિતના દેશોના હતા. વિદેશમંત્રીના કહેવા પ્રમાણે હવે ઈરાન ઉપર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. ઈરાનમાં 6000 ભારતીય અલગ અલગ વિસ્તારમાં છે. જેમાં 1100 શ્રદ્ધાળુ, 200 છાત્ર અને 1000 જેટલા માછીમારોનો સમાવેશ થાય છે.’ દેશભરમાં કોરોના વાયરસને રોકવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. તેવામાં મિલાનથી 80 મુસાફર સાથેનું એક વિમાન ક્રીનિંગ વિના દિલ્હી એરપોર્ટે પહોંચી ગયું હતું. જેથી દિલ્હી એરપોર્ટમાં પાર્કિંગમાં તપાસ પૂર્ણ કરવામાં આવી હતી. ઈટાલીથી આંધ્રપ્રદેશ પહોંચેલા 75 લોકોને 14 દિવસ ઘરમાં જ રહેવા આદેશ આપવામાં આવ્યો છે. આ તમામ ઉપર પુરતી દેખરેખ પણ રાખવામાં આવશે.” 15 ફેબ્રુઆરી 2020 બાદ ચીન, ઈટાલી, કોરિયા, ઈરાન, ફ્રાન્સ, સ્પેન અને જર્મની ગયેલા ભારતીય સહિત તમામ લોકોને 14 દિવસ હેઠળ દેખરેખ હેઠળ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઈરાનમાં કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યામાં 958નો વધારો થતા કુલ આંક 9000ને પાર પહેંચ્યો છે. જ્યારે સ્પેન, દક્ષિણ કોરિયા, સ્વિત્ઝરલેન્ડ વગેરેમાં વાયરસ ઝડપથી ફેલાય રહ્યો છે.

March 7, 2020
CIA_Live_Logo_New2.jpg
3min4920

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

વિશ્વભરમાં કોરોનાનો હાહાકાર મચ્યો છે. અફવાઓ અને ગેરમાન્યતાઓ એવું નથી કે એકલા ભારતમાં પ્રવર્તી રહી છે. કોરોના અંગે વિશ્વના દરેક દેશોમાં અફવાઓ છે. ઓસ્ટ્રેલિયામાં કોરોનાએ એવો કહેર મચાવ્યો છે ટોઇલેટ પેપરની ભારે કમી ઉદભવી છે. મોલ્સ, શોપિંગ સેન્ટર્સ વગેરે જાહેર સ્થળો ટોઇલેટ પેપર વિનાના બની ચૂક્યા છે. લોકો ટોઇલેટ પેપરની તીવ્ર માગ કરી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયામાં ટોઇલેટ પેપરની કમી દૂર કરવા માટે એન.ટી. ન્યુઝ નામના એક ટેબ્લોઇડ અખબારે કુલ 8 પાના કોરા છાપ્યા છે. અખબારે ફ્રન્ટ પેજ પર જાહેરાત કરી છે કે 8 પાના ઇરાદાપૂર્વક કોરા છોડવામાં આવ્યા છે. લોકો આ પાનાનો ઉપયોગ ટોઇલેટ પેપર તરીકે કરી શકે છે.

The editor of NT News, Matt Williams, said in an interview with the Guardian Australia that it was “certainly not a crappy edition.”

લોકો ટોઇલેટ પેપર તરીકે ઉપયોગ કરી શકે એ માટે અખબારના 8 પાના કોરા છાપનાર ઓસ્ટ્રેલિયન અખબાર એન.ટી. ન્યુઝના એડીટર મેટ વિલિયમ્સે જણાવ્યું કે અમે ઇરાદાપૂર્વક આઠ પાના કોરા છાપ્યા છે. ઓસ્ટ્રેલિયામાં ટોઇલેટ પેપરની ભારે કમી છે. મોલ્સમાં એક ગ્રાહકને વધુમાં વધુ 4 રોલ્સ ટોઇલેટ પેપર મળે છે. પબ્લિક ટોઇલેટમાં ટોઇલેટ પેપર્સ આઉટ ઓફ સ્ટોક છે. આવી સ્થિતિમાં અમારી ફરજ છે કે અમે અમારા કસ્ટમર્સને કોઇપણ રીતે ઉપયોગી નિવડીએ.

વિશ્વ પ્રસિદ્ધ ન્યુઝ મિડીયા CNN એ ઓસ્ટ્રેલિયાના અખબાર વિશે શું છાપ્યું વાંચો અહીં

વિશ્વ પ્રસિદ્ધ ન્યુઝ મિડીયા CNN એ ઓસ્ટ્રેલિયાના અખબાર વિશે શું છાપ્યું એ વાંચવા માટે નીચેની લિંક ક્લીક કરો.

https://edition.cnn.com/2020/03/05/world/coronavirus-australia-toilet-paper-scli-intl/index.html?utm_content=2020-03-07T07%3A22%3A34&utm_term=link&utm_source=twCNN&utm_medium=social

An Australian newspaper has printed an extra eight pages to be used as toilet paper after coronavirus fears prompted customers to bulk buy supplies, leaving some supermarket shelves bare.In a bid to tackle the shortage, The NT News provided a practical — if unconventional — solution.Australians living in the Northern Territories would have noticed on Thursday that eight pages in the paper had been left bare, except for watermarks and a cut-out guide edition.”Run out of loo paper? The NT News cares,” the newspaper read.”That’s why we’ve printed an eight-page special liftout inside, complete with handy cut lines, for you to use in an emergency.”

ઓસ્ટ્રેલિયાના અખબારમાં ટોઇલેટ પેપર તરીકે 8 પાના કોરા છાપવામાં આવ્યા, નીચેની લીંક ક્લીક કરો અને જુઓ વિડીયો

https://twitter.com/TheNTNews/status/1235320458733588482

March 7, 2020
coronavirus.jpg
2min8930

કોરોના અપડેટ, 7 માર્ચ સુધીનું સ્ટેટસ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

વિશ્વભરમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા તા.7મી માર્ચ 2020ના રોજ 1 લાખની સંખ્યાને આંબી ગઇ હતી. હવે વિશ્વભરમાં 75 દેશોમાં કોરોના વાઇરસ પહોંચી ચૂક્યો છે. તા.22મી ડિસેમ્બર 2020થી ચીનના વુહાનથી શરૂ થયેલા કોરોના વાઇરસના કહેરમાં હાલમાં 3500 લોકો મોતને ભેટી ચૂક્યા છે. ચીનમાં શરૂ થયેલો કોરોનાનો કહેર હવે ચીનમાં ઘટવા માંડ્યો છે અને ઇટલી તેમજ ઇરાનમાં હાલ કોરોના ભારે હાહાકાર મચાવી રહ્યાના અહેવાલો મળ્યા છે.

ચીનની બહાર કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોય તેવા વિશ્વભરમાં કુલ 20,290 દર્દીઓ છે. ચીનની બહાર કોરોનાથી મોતને ભેટેલો દર્દીઓની સંખ્યા 414ની છે.

On Saturday અમૃતસરમાં કોરોનાના 2 દર્દીઓ કન્ફર્મ કેસ, ભારતમાં કુલ કેસ 33 થયા

ભારતની વાત કરીએ તો સદનસીબે ભારતમાં હજુ 33 લોકો કન્ફર્મ કેસ તરીકે નોંધાયેલા છે અને તેમાંના અડધોઅડધ ઇટાલિયન નાગરીકો છે. તા.7મી માર્ચ 2020ના રોજ અમૃતસર ખાતે કોરોનાથી પીડીત હોય તેવા બે દર્દીઓના સેમ્પલ પોઝીટીવ આવ્યા હોવાની જાહેરાત સાથે ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા શનિવારે 33 પર પહોંચી છે.

ભારતનું સદનસીબ એ પણ છે કે હજુ સુધી એકપણ દર્દીનું મોત નિપજ્યું નથી અને હાલમાં કોરોનાથી ઇન્ફેક્ટેડ દર્દીઓ પૈકી કોઇની સ્થિતિ ક્રિટીકલ (સિરીયસ) નથી.

અમેરીકામાં ગ્રાન્ડ પ્રિન્સેસ ક્રુઝ પર 3500 દર્દીઓ પૈકી 21 મુસાફરોને કોરોનાનો ચેપ લાગ્યો

In Brief

Total coronavirus cases has crossed one lakh globally, with almost 3,500 deaths. Outside China, a total of 20,290 cases have been recorded around the world since the epidemic began, including 414 deaths. In India, a Delhi resident became the 31st person testing positive. Stay with TOI for live updates.

Incoming flights to/from Kuwait are temporarily suspended for following countries (Bangladesh, Philippines, India, Sri Lanka, Syria, Lebanon, Egypt) starting from March 7, 2020 until one week: Kuwait’s low cost carrier Jazeera Airways

March 6, 2020
rain-1280x720.jpg
1min4770

ગુરુવારે ઉત્તર ગુજરાત અને શુક્રવારે દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા

આજરોજ શુક્રવાર તા.6 માર્ચે સૂરત સમેત દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થળે વરસાદી ઝાપટા સવારના પહોરમાં જ પડતા લોકોમાં ભારે કૂતુહલ સર્જાયું છે. દિવાળીથી શરૂ કરીને લગભગ દરેક મોટા તહેવારો પૂર્વે વરસાદ આવતા લોકોમાં એ ચર્ચા પણ જાગી છે કે 2020માં તહેવારો વરસાદી માહોલમાં જ ઉજવવાના છે કે શું. આ પૂર્વે ગુરુવારે ઉત્તર ગુજરાત, કચ્છ, અમદાવાદ વગેરે વિસ્તારોમાં એવો વરસાદ પડ્યો હોય જાણે ચોમાસું બેઠું હોય.

કચ્છ અને ગુજરાતમાં ગુરુવારે કમોસમી વરસાદ પડ્યો હતો. આખો દિવસ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતાં ચોમાસાનું વાતાવરણ સર્જાયું હતું. રાજ્યના અનેક શહેરોમાં છૂટોછવાયો વરસાદ પડવા સાથે ઠંડીનું વાતાવરણ ઊભું થયું હતું. કચ્છના અનેક શહેરોમાં પણ માવઠું થયાના અહેવાલો મળ્યા છે. વરસાદ પડતાં ખેડૂતોને ઘણું નુકસાન થયું છે જ્યારે અમદાવાદના સાયન્સ સિટી, બોપલ, સેટેલાઇટ સહિતના તમામ વિસ્તારો અને પૂર્વમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. હાટકેશ્ર્વર, ખોખરા મહેમદાવાદ, મણિનગર, શાહઆલમ, ઇશનપુર, નારોલ, વસ્ત્રાલ, અમરાઇવાડી, રખિયાલ,

ઓઢવ, બાપુનગર, નરોડા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. હાથીજણ રામોલ માર્ગ પરના ડાકોર જતા પદયાત્રીઓના સેવા કેમ્પના મંડળો પલળી જવા સાથે ભારે પવનમાં અંશત નુકસાન થયું હતું અને પદયાત્રીઓને વિસામો લેવામાં પણ ભારે હાલાકી પડી રહી હતી.

ગુજરાતમાં હજી શિયાળો ગયો નથી ત્યાં ઉનાળાના આરંભે જ ચોમાસા જેવો ઘાટ સર્જાયો હતો. આખો દિવસ વાદળછાયાં વાતાવરણ અને પવનના સૂસવાટાં સાથે અનેક ઠેકાણે હળવા ઝાપટાં વરસ્યાં હતા. દેવભુમિ દ્વારકા અને કચ્છમાં વહેલી સવારે ઝાપટાં વરસ્યા બાદ સાંજ સુધીમાં અમદાવાદ, ભાવનગર અને મહેસાણા સહિતના જિલ્લાઓમાં માવઠું વરસ્યું હતું. માવઠાને કારણે ખેતીને નુકસાન થયું છે. અમદાવાદમાં સાંજે છાંટા વરસ્યા બાદ ઠંડા પવનથી ઉનાળામાં શીત લહેરનો અહેસાસ થયો હતો. પણ રાત પડતાં જોરદાર ગાજવીજ સાથે સમગ્ર અમદાવાદમાં ધોધમાર વરસાદે લોકોને હાલાકીમાં મૂકી દીધા હતા.

કચ્છ જિલ્લામાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વહેલી સવારથી ઠંડક ફેલાઈ ગઈ હતી. કચ્છના લખપત, નખત્રાણા સહિતના તાલુકામાં ઝાપટાંથી લઈ ઝરમર કમોસમી વરસાદ પડ્યો હતો, જેના પગલે માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. લખપત તાલુકાના દયાપર, દોલતપર, સિયોત, નારાયણ સરોવર, મેઘપર, વિરાણી, ઉમરસર, ગુનેરી, પુનરાજપુર સહિતના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો. જ્યારે નખત્રાણા તાલુકાના પશ્ર્ચિમ ગંગોણ, મોડકુબા, દેશલપર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. અબડાસા તાલુકાના ડુમરા, કોઠારા અને ભુજ શહેરના આસપાસના ગામોમાં પણ વરસાદી છાંટા પડ્યા હતા. દરમિયાન વાતાવરણમાં પલટાના કારણે દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, પોરબંદરમાં સામાન્ય વરસાદી છાંટા પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. એકવાર ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોમાં પણ ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે. આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

વહેલી સવારથી જ રાજ્યના હવામાનમાં પલટો આવ્યો હતો અને વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું હતું અને સૌરાષ્ટ્ર કચ્છ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિતના જિલ્લાઓમાં ઠંડા પવન સાથે માવઠું વરસ્યું હતું, જ્યારે સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, જામનગર, ભાવનગર, રાજકોટ અને મોરબી જિલ્લાઓમાં હળવો વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લામાં પણ કેટલાક ઠેકાણે છાંટા વરસ્યાં હતા.

કમોસમી વરસાદથી જીરૂ, ચણા, ઘઉંના પાકને નુકસાન પહોંચ્યું છે. આથી જગતનો તાત મોઢામાં આવેલો કોળિયો છીનવાતો જોઈ મુશ્કેલીમાં મુકાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે. હાલ જીરાનો અને ઘઉંનો પાક તૈયાર થઈ ગયો છે અને બીજી તરફ વરસાદથી નુકસાન પહોંચ્યું છે.

March 4, 2020
violence_delhi.jpg
1min4480

ઈશાન દિલ્હીમાં ગયા અઠવાડિયે થયેલા કોમી રમખાણો દરમિયાન ૭૯ ઘર અને ૩૨૭ દુકાન આગમાં સંપૂર્ણપણે ખાક થઈ ગઈ હોવાનું નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ મંગળવારે કહ્યું હતું.

અત્યાર સુધીમાં ૪૧ મૃતદેહ કબજે કરવામાં આવ્યા હોવાનું પોલીસે પત્રકારોને આપેલી મુલાકાતમાં કહ્યું હતું.

રમખાણના અસરગ્રસ્તોને અત્યાર સુધીમાં રૂ. ૩૮.૭૫ લાખનું વળતર આપવામાં આવ્યું હોવાનું સરકારે કહ્યું હતું.

રમખાણમાં માર્યા ગયેલાઓના પરિવારજનોને અત્યાર સુધીમાં બાવીસ લાખ રૂપિયા આપવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.

ઈજાગ્રસ્તોને અત્યાર સુધીમાં નવ લાખ રૂપિયા તો જેમના ઘર અને માલસામાનનું નુકસાન થયું હોય તેવા લોકોને રૂ. ૭.૫ લાખ આપવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.

દરમિયાન, છેલ્લા ૨૪ કલાકમાં શિવપુરી, મુસ્તફાબાદ અને કરવાલ નગર વિસ્તારમાંથી ૧૦૦૦ જેટલા અસરગ્રસ્ત લોકો મુસ્તફાબાદ ખાતે સરકાર દ્વારા ઊભી કરવામાં આવેલી રાહત છાવણીમાં સ્થળાંતર કરી ગયા હોવાનું સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

રાહત છાવણીઓમાં ડૉક્ટર, દવા, ખોરાક, શૌચાલય, કપડાં તેમ જ જરૂરિયાતની અન્ય ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.

વળતરનું ફૉર્મ ભરવા માટે રાહત છાવણીઓમાં મદદનીશ પણ રાખવામાં આવ્યો છે.

રમખાણોમાં જરૂરી દસ્તાવેજો ગુમાવનારાઓ નવેસરથી તે મેળવી શકે તે માટે વિશેષ હૅલ્પ ડૅસ્ક પણ ઊભી કરવામાં આવી છે.

મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને દિલ્હી સરકારના અન્ય પ્રધાન પણ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું.

February 19, 2020
looplapeta.png
1min7930

બોલીવૂડની પ્રયોગશીલ અભિનેત્રી તાપસી પન્નુ સફળતાના શિખર પર છે. તેની નવી ફિલ્મ ‘થપ્પડ’ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મના ટ્રેલરને લોકો ઘણું પસંદ કરી રહ્યા છે. તાપસીની છેલ્લી ફિલ્મ ‘સાંડ કી આંખ’ હતી. હવે તાપસીએ આજે તેની નવી ફિલ્મની જાહેરાત કરી છે. આ કોમેડી-થ્રીલર ફિલમનું નામ’ ‘લૂપ લપેટા’ છે. આ ફિલ્મ 1998ની જર્મન ફિલ્મ ‘રન લોલા રન’ની ઓફિશિયલ રિમેક હશે. લૂપ લપેટા ફિલ્મમાં તાપસીની સાથે તાહીર રાજ ભાસીન જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ એપ્રિલમાં શરૂ થશે અને 29 જાન્યુઆરી, 2021ના રિલીઝ થશે. આકાશ ભાટિયા દિગ્દર્શક છે. જ્યારે સોની પિકચર્સ ઇન્ડિયા અને અન્યો મળીને આ ફિલ્મ પ્રોડયુસ કરી રહ્યા છે.

February 17, 2020
coronavirus.jpg
2min6960

કોરોના વાઈરસ: ચીનમાં મરણાંક 1775 : 71 હજારથી વધુ દર્દીઓ

Reported on 17 February 2020 : 8.30 a.m.

Infection Summary as of 8 am IST on February 17th, 2020: –

  • 71,223 Confirmed Cases –
  • 1,770 Deaths –
  • 10,699 in Serious/Critical Condition –
  • 10,559 Recovered –
  • 29 Territories

ચીનમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસ અંગે તા.17મી ફેબ્રુઆરી 2020ની સવારે 8.30 કલાકે મળેલા સત્તાવાર અપડેટ અનુસાર કોરોના વાઇરસથી મોતને ભેટનારા લોકોની સંખ્યા 1170 પર પહોંચી ચૂકી છે. કુલ 71,223 લોકોને વાઇરસનો ચેપ લાગી ચૂક્યો છે.

ભારત માટે સૌથી મહત્વના સમાચાર એ છે કે ભારતમાં કોરોના વાઇરસનો ભોગ બનેલા કેરળના ત્રણેય દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે. તા.17મીએ સવારે સોશ્યલ મિડીયા પર કેરળ સરકારે સત્તાવાર નિવેદન આપીને જાણકારી આપી હતી કે કોરોનાથી પીડીત ત્રણેય દર્દીઓ રીકવર થઇ ચૂક્યા છે. આમ ભારતે કોરોના વાઇરસ પર સૌથી મોટી જીત મેળવી હોવાનું માનવામાં આવે છે.

Reported on 16 Feb.

ચીનના ખતરનાક કોરોના વાઈરસે અત્યાર સુધીમાં ૧૬૬૫નો ભોગ લીધો છે. શનિવારે એક જ દિવસમાં ૧૪૨નાં મરણ થયાં હતાં. વાઈરસથી અસરગ્રસ્ત કેસ વધીને ૬૮૫૦૦ થયા છે.શનિવારે ૨૦૦૯ નવા કેસ નોંધાયા હતા, એમ ચીનના નેશનલ હેલ્થ કમિશને જણાવ્યું હતું. હુબેઈ અને વુહાનમાં સૌથી વધારે કેસ જોવાયા છે.કોરોના વાઈરસને નાથવા ચીન સતત પ્રયાસ કરી રહ્યું છે. ડબ્લ્યુએચઓના નિષ્ણાતો પણ મદદ કરી રહ્યા છે. ૯૪૧૯ દર્દીઓને રીકવરી બાદ હૉસ્પિટલમાંથી રજા અપાઈ છે. વાઈરસથી અસરગ્રસ્તોની સારવાર કરતાં આરોગ્યના અનેક અધિકારી પણ ઝપટમાં આવ્યા છે. ૧૭૦૦ ચાઈનીસ અધિકારીને વાઈરસનો ચેપ લાગ્યો છે તે પૈકી છનાં મોત થયાં હતાં. તેથી સારવાર કરનારાઓમાં ડર પેસી ગયો છે.તમામ નાગરિકને માસ્ક પહેરવા સલાહ અપાઈ છે. હાથ-પગ અને મ્હોં અવારનવાર ધોતાં રહેવા જણાવાયું

છે. બેન્ક નોટ- કોઈનનું કવોરેન્ટાઈન શરૂ થયું છે. વૈજ્ઞાનિકો વેકસીન

તૈયાર કરવા રાત-દિવસ મહેનત કરી રહ્યા છે.

ક્રૂઝ શિપમાં કોરોના વાઈરસથી અસરગ્રસ્તોની સંખ્યા વધીને ૩૫૫ થઈ

જાપાનના દરિયાકાંઠે લાંગરેલી શિપ ક્રૂઝમાં કોરોના વાઈરસથી અસરગ્રસ્ત પેસેન્જરની સંખ્યા વધીને ૩૫૫ થઈ છે, એમ જાપાનના આરોગ્ય પ્રધાને રવિવારે જણાવ્યું હતું.અત્યાર સુધીમાં ૧૨૧૯ પેસેન્જરના ટેસ્ટ કરાયા છે તે પૈકી ૩૫૫ના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. ડાયમંડ પ્રિન્સેસ ક્રૂઝ શિપ ૫, ફેબ્રુઆરીથી જાપાનના દરિયાકાંઠે અટકાવી દેવાયું છે. શિપમાં ભારત સહિત ૫૦ દેશનાં ૩૭૦૦ પેસેન્જર છે. શિપમાં હોંગકોંગના પેસેન્જરો પણ હતા. તેઓને કોરોના વાઈરસની અસર થઈ હતી. તે અન્ય પેસેન્જરને પ્રસરે નહીં તે માટે તમામની ટેસ્ટ માટે શિપને અલગ રખાયું છે.અમેરિકા તેના પેસેન્જરોને શિપમાંથી ખસેડવાની તૈયારી કરી રહ્યું છે. કેનેડા, હોંગકોંગ પણ પોતાના નાગરિકને શિપમાંથી ખસેડવાની તૈયારી કરે છે. ભારતના પણ ૧૩૮ જેટલા પેસેન્જર છે. શિપમાં ટેસ્ટિંગ સવલત સિમીત હોવાથી તથા આરોગ્ય અધિકારી પણ ઓછા હોવાથી ટેસ્ટિંગ પ્રક્રિયા ધીમી રહી છે.