CIA ALERT

Uncategorized Archives - Page 10 of 13 - CIA Live

April 21, 2019
rahul_gandhi-1.jpg
1min3570

દેશના લોકોએ ચોકીદારને ફરજમાંથી મુક્ત કરવાનો નિર્ણય લીધો હોવાનું જણાવી કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નવેસરથી આક્રમક પ્રહાર કર્યા હતા.

મોદીએ ચોકીદારની ભૂમિકા ભજવવાનું વચન આપીને લોકો પાસે મત માગ્યા હતા, પરંતુ તેઓ માત્ર અનિલ અંબાણીના ચોકીદાર બનીને રહી ગયા હોવાને કારણે હવે દેશના લોકોએ તેમને ચોકીદારની ફરજમાંથી મુક્ત કરવાનો નિર્ણય લીધો છે, એમ રાહુલ ગાંધીએ કહ્યું હતું.
આજની તારીખમાં ચોકીદારના ચહેરા પર ભય સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હોવાનું રાહુલે કહ્યું હતું.

પરાજય, લોકો સામે ખુલ્લા પડી જવાનો અને એક વખત રાફેલ સોદાની યોગ્ય રીતે તપાસ શરૂ થશે પછી અનિલ અંબાણીની સાથેસાથે ચોકીદાર પોતે પણ જેલમાં જશે એવો ભય તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે, એમ રાહુલે કહ્યું હતું.

મોદીજીને જેટલા પ્રયાસ કરવા હોય તેટલા કરી લેવા દો. બિહાર અને દેશના લોકોએ હવે તેમને ચોકીદારની ફરજમાંથી મુક્ત કરવાનો અને બીજી મુદત માટે તેમને ચૂંટી ન કાઢવાનો નિર્ણય લઈ લીધો છે, એમ રાહુલે કહ્યું હતું. બિહારમાં ભાજપ સત્તા પર હોવા છતાં મનમોહનસિંહના વડપણ હેઠળની યુપીએ સરકાર બિહારને સહાય કરવામાં એનડીએ સરકાર કરતા વધારે ઉદાર રહી હતી, એમ રાહુલે કહ્યું હતું. રાહુલે દાવો કર્યો હતો કે વર્ષ 2008માં જ્યારે કોશી વિસ્તારમાં પૂર આવ્યાં હતાં ત્યારે યુપીએ સરકારે બિહારને રૂ.100 કરોડ કરતા પણ વધુની સહાય કરી હતી, પરંતુ વર્ષ 2017માં બિહારમાં જ્યારે કુદરતી આફત આવી હતી ત્યારે મોદી સરકારે બિહારને પાંચ રૂપિયાની પણ મદદ નહોતી કરી.

April 20, 2019
mayamula.jpg
1min6270

સમાજવાદી પાર્ટી (સપા)ના સર્વેસર્વા મુલાયમ સિંહ અને બહુજન સમાજ પાર્ટી (બીએસપી)નાં પ્રમુખ માયાવતી અઢી દાયકા પછી શુક્રવારે અહીં ચૂંટણી રૅલી સંબંધિત એક જ મંચ પર ફરી ભેગાં થયાં હતાં. માયાવતીએ મુલાયમ સિંહને પછાત વર્ગના લોકોના ‘ખરા નેતા’ તરીકે ઓળખાવ્યા હતા. બીજી તરફ, માયાવતીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ‘નકલી નેતા’ તરીકે ઓળખાવ્યા હતા.

1995માં (24 વર્ષ પૂર્વે) રાજ્યના વીવીઆઇપી ગેસ્ટ હાઉસના ચકચારભર્યા બનાવને પગલે માયાવતીએ સમાજવાદી પાર્ટી સાથે તમામ પ્રકારના સંબંધો કાપી નાખ્યા હતા. લખનઊના એ બનાવમાં સમાજવાદી પાર્ટીના કાર્યકરોએ બીએસપીના સપોર્ટરો જ્યાં રોકાયાં હતાં એ ગેસ્ટ હાઉસ પર હુમલો કર્યો હતો અને માયાવતીની કથિત મારપીટ કરી હતી. એ બનાવ પહેલાં બન્ને પક્ષો ઉત્તર પ્રદેશની યુતિ સરકારમાં ભેગાં હતા, પરંતુ ગેસ્ટ હાઉસની ઘટના બાદ તેમણે એકમેક સામે જોયું પણ નહોતું.

જોકે, શુક્રવારે માયાવતી અહીંના ક્રિશ્ર્ચિયન કૉલેજ ગ્રાઉન્ડ ખાતે આવી પહોંચ્યાં ત્યારે મોટી મેદનીએ તેમનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું અને એ લોકોમાં મોટા ભાગે સમાજવાદી પાર્ટીના ટેકેદારો હતા.

સમાજવાદી પાર્ટીના એક વિધાનસભ્યએ માયાવતી સામે ઝૂકીને નમન કર્યું હતું અને થોડી વાર બાદ મુલાયમ સિંહ કે જેમણે પહેલું પ્રવચન કર્યું હતું તેમણે માયાવતીને આવકાર્યા હતા અને પોતાના ટેકેદારોને અપીલ કરી હતી કે તમે હંમેશાં માયાવતીનું સન્માન જાળવજો.

મુલાયમ સિંહે પ્રવચનમાં કહ્યું હતું કે ‘હું અને માયાવતી ઘણા લાંબા સમય પછી એક જ મંચ પર આવ્યાં છીએ. અમે તેમનું સ્વાગત કરીએ છીએ અને તેમનો આભાર માનીએ છીએ.’ મુલાયમ સિંહે ટૂંકા પ્રવચનમાં પોતાને ચૂંટણીમાં જિતાડવાની મતદાતાઓને અપીલ કરી હતી.

માયાવતીએ તેમનાં પ્રવચનમાં સમાજવાદી પાર્ટી સાથે હાથ મિલાવવાના નિર્ણયનો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે ‘ઘણાને નવાઈ લાગતી હશે કે સ્ટેટ ગેસ્ટ હાઉસના બનાવ છતાં હું કેમ અહીં મુલાયમ સિંહજીના પ્રચારકાર્યમાં સહભાગી થવા આવી છું? જોકે, ક્યારેક પક્ષના અને જનતાના હિતમાં અઘરા નિર્ણયો લેવા પડતા હોય છે. મુલાયમજીએ સમાજના તમામ વર્ગોના લોકોને પોતાના સપાના બૅનર હેઠળ આવરી લીધા છે એમાં કોઈ શંકા નથી. તેઓ પછાત વર્ગના લોકોના ખરા નેતા છે. આ વર્ગના લોકો હજી પણ તેમને ખરા નેતા માને છે. તેઓ કંઈ નરેન્દ્ર મોદીની જેમ ‘નકલી’ કે ‘બનાવટી’ નથી.’

માયાવતી પ્રવચનના છેવટના ભાગમાં થોથવાઈ ગયાં હતાં. તેમણે ટેવ મુજબ પોતાના પક્ષનું સૂત્ર ‘જય ભીમ’ ઉચ્ચાર્યું હતું. જોકે, તરત જ તેઓ ‘જય લોહિયા’ બોલ્યાં હતાં.

April 19, 2019
hardik.jpg
1min4340

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ દ્વારા નામનની આગળ ચોકીદાર લખવાનું અભિયાન શરૂ કર્યું ત્યારે તેના વિરોધમાં પાટીદાર નેતા અને કૉંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલે ટ્વિટરમાં પોતાના નામની આગળ બેરોજગાર શબ્દ લખ્યો હતો, પરંતુ તાજેતરમાં જ સ્ટાર પ્રચાર બનતા તેને કૉંગ્રેસ દ્વારા હૅલિકોપ્ટર ફાળવવામાં આવતા નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે હવે તો ગુજરાતમાં બેરોજગાર પણ હૅલિપ્કોપ્ટરમાં ઊડે છે એવું કહીને ઠેકડી ઉડાવી હતી, પરંતુ આખરે હાર્દિકને આ ટોણો ચચરતાં તેણે ટ્વીટરમાંથી બેરોજગાર શબ્દ હટાવી લીધો છે.

કૉંગ્રેસમાં જોડાયા બાદ હાર્દિક પટેલને સ્ટાર પ્રચારકના રૂપમાં પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યો છે. તેને હૅલિકોપ્ટર પણ ફાળવવામાં આવ્યું છે. હાર્દિક પટેલના હૅલિકોપ્ટરમાં સવાર ફોટો અને વીડિયો મામલે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં બેરોજગારો હૅલિકોપ્ટરમાં ફરે છે. અમે જમીન ઉપર કામ કરી રહ્યા છે, જ્યારે કૉંગ્રેસ હવામાં ફરે છે.

April 19, 2019
eci_logo.jpg
1min4610

ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે ૨૬ લોકસભા પર ઉમેદવારી કરી રહેલા કુલ ૩૭૧ ઉમેદવારોમાંથી ૮૯ ઉમેદવારોએ ખર્ચનો હિસાબ ન રજૂ કરતાં નોટિસ અપાઈ છે.આચારસંહિતાના નિયમો અનુસાર ચૂંટણી સંદર્ભે થતાં ખર્ચની વિગતો ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરવાની હોય છે.

રાજ્ય ચૂંટણી પંચે ૨૬ બેઠકોના ૮૯ ઉમેદવારોને ખર્ચનો હિસાબ રજૂ ના કરતાં નોટિસ આપી છે. જેમાંથી જામનગર બેઠકના સૌથી વધુ ૧૬ ઉમેદવાર છે. આ સાથે કચ્છ, અમદાવાદ પૂર્વ, ભાવનગર, આણંદ, બારડોલી, સુરત, અને વલસાડ બેઠકના ઉમેદવારોને નોટિસ આપી છે.

April 15, 2019
PM-MOdi-696x447.jpg
1min5390

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દેશના બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે જણાવ્યું હતું કે દેશમાં સામાન્ય પરિવારોમાંથી આવેલા લોકો રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડા પ્રધાન બની શકે છે એ જ દેશના બંધારણની તાકાત દર્શાવે છે.

મોદીએ જણાવ્યું હતું કે દેશમાં એક સમયનો ચાવાળો વડા પ્રધાન બની શક્યો એ બાબત બાબાસાહેબ આંબેડકરે ઘડેલા બંધારણને આભારી છે. તેમણે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશની બધી બેઠકો પરથી ચૂંટણી નહિ લડતા રાજકીય પક્ષોના નેતાઓ વડા પ્રધાન બનવાના સપનાં જોઇ રહ્યા છે.

વડા પ્રધાને જણાવ્યું હતું કે જનતાના ટેકાથી તમારો ‘ચોકીદાર’ બાબાસાહેબે દર્શાવેલા માર્ગે આગળ વધી શક્યો છે અને સરકારને ‘સબકા સાથ, સબકા વિકાસ’ના સૂત્રથી ચલાવી શક્યો છે.

તેમણે જણાવ્યું હતું કે મહાન અર્થશાસ્ત્રી, કાયદાશાસ્ત્રી અને નીતિના ઘડવૈયા બાબાસાહેબને ક્યારેય ભૂલવા ન જોઇએ. આંબેડકર કપરાં સામાજિક સંજોગોમાંની મુશ્કેલીનો સામનો કરીને આગળ આવ્યા હતા.

મોદીએ જણાવ્યું હતું કે અમુક રાજકીય પક્ષો ‘સબસે પહેલે પરિવાર ઔર બાદમેં રિસ્તેદાર’ના સૂત્રમાં માને છે. ઉત્તર પ્રદેશની જનતાએ ૨૦૧૪માં જાતિવાદ પર આધારિત રાજકારણને જાકારો આપ્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે મહામિલાવટ (વિપક્ષોની મહાયુતિ)ના નેતાઓ મોદી પર અનેક ખોટા આક્ષેપ કરી રહ્યા છે, પરંતુ લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા પછી તેઓ માટે ટકી રહેવું મુશ્કેલ બની ગયું છે.

April 14, 2019
amit_shah.jpg
1min4530

દેખીતી રીતે જ નેવુંના દાયકાના બૉલીવૂડના લોકપ્રિય ગીતનો ઉલ્લેખ કરી ભાજપના પ્રમુખ અમિત શાહે કૉંંગ્રેસ પર ત્રાસવાદીઓ સાથે ઈલુ ઈલુ કરવાનો શનિવારે 13/04/2019 આરોપ મૂક્યો હતો. રાહુલ બાબાના ગુરુ સામ પિત્રોડાએ કહ્યું હતું કે પાકિસ્તાન પર બૉમ્બથી હુમલો ન કરો, તેમની સાથે વાટાઘાટ કરો.

રાહુલ બાબા જો તમારો પક્ષ ત્રાસવાદીઓ સાથે ઈલુ ઈલુ કરવા માગતો હોય તો તમે એમ કરી શકો છો, પરંતુ અમારો ઈરાદો સ્પષ્ટ છે. જો અમારા પર ગોળી છોડવામાં આવશે તો અમે તેનો જવાબ બૉમ્બથી આપીશું, એમ શાહે ભાજપના બદાયુન લોકસભા મતદારક્ષેત્રના

ઉમેદવાર સંગમિત્રા મોર્યાના સમર્થનમાં યોજાયેલી એક સભાને સંબોધન કરતા કહ્યું હતું. શાહે દાવો કર્યો હતો કે કૉંગ્રેસના છેલ્લા દસ વર્ષના શાસનકાળ દરમિયાન આતંકવાદીઓ વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી કરવામાં નહોતી આવી. ત્રાસવાદીઓ ભારતીય જવાનનું મસ્તક લઈ ગયા હતા ત્યારે પણ કૉંગ્રેસે કોઈપણ પ્રકારની કાર્યવાહી નહોતી કરી, એમ તેમણે કહ્યું હતું.

આ વખતે નરેન્દ્ર મોદીની સરકાર હતી, નહીં કે મૌનીબાબા મનમોહનસિંહની સરકાર અને એટલે જ પુલવામા આતંકવાદી હુમલાના માત્ર 13 જ દિવસમાં ભારતીય હવાઈ દળ પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને આતંકવાદીઓની છાવણી પર સફળ હુમલો કરી સુરક્ષિત રીતે પાછું ફર્યું હતું, એમ તેમણે કહ્યું હતું. કાશ્મીર ભારતનો જ હિસ્સો રહે અને ઘૂસણખોરોને દેશની બહાર ખદેડી મૂકવામાં આવશે એ વાતની કાશ્મીરસ્થિત ભાજપના કાર્યકર્તાઓ ખાતરી કરશે, એમ તેમણે કહ્યું હતું.

મહાગઠબંધન પર નિશાન તાકતા તેમણે કહ્યું હતું કે લોકસભાની ચૂંટણી બાદ જો મહાગઠબંધનની સરકાર સત્તા પર આવશે તો અઠવાડિયાના દરેક દિવસે દેશને નવો વડા પ્રધાન જોવા મળશે. એક તરફ નરેન્દ્ર મોદીના વડપણ હેઠળનો ભાજપ છે જે દેશ માટે કામ કરી રહ્યો છે તો બીજી તરફ રાહુલબાબા, બહેનજી-માયાવતી, ભતીજા-અખિલેશ, કૉંગ્રેસ અને અન્યોનું મહાગઠબંધન છે.

હું તમને પૂછું છું કે તમારો વિપક્ષનો નેતા કોણ છે? અમારા નેતા તો મોદીજી છે એ સ્પષ્ટ છે અને એ જ વડા પ્રધાન બનશે, પરંતુ તમારો નેતા કોણ છે એનો જવાબ કોઈ નથી આપતું પણ હું તમને જણાવીશ એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે સોમવારે મમતા બેનરજી, મંગળવારે માયાવતી, બુધવારે ચંદ્રાબાબુ નાયડુ, ગુરુવારે દેવ ગોવડા, શુક્રવારે…. અને શનિવારે મુલાયમસિંહ યાદવ..વગેરે.

શું કોઈ સરકાર આ રીતે ચાલી શકે? દેશની સુરક્ષાનું ધ્યાન કોણ રાખશે? શું આ મહાગઠબંધન દેશની સુરક્ષાનું ધ્યાન રાખી શકશે? એવા સવાલ શાહે કર્યા હતા. દેશવાસીઓ મોદીના નામનો જાપ કરી રહ્યા છે અને તેમને જ ફરી વડા પ્રધાન બનાવવાનો જનતાએ નિર્ણય લીધો છે એવો દાવો શાહે કર્યો હતો.

April 11, 2019
modi_tw-1.jpg
1min4260

સરદાર સાહેબ ના હોત તો જૂનાગઢ ક્યાં હોત? સરદાર ન હોત તો સોમનાથની દશા શું હોત? એવું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આરઝી હકૂમતને ટાંકીને જૂનાગઢમાં ચૂંટણી સભાને સંબોધતા કહ્યું હતું. વડા પ્રધાને કૉંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, પાંચ વર્ષ માટે આદેશ લેવા આવ્યો છું. ચોકીદાર ચૌક્કના હૈ, પૈસા લૂંટવા કૉંગ્રેસ સત્તામાં આવે છે, ગરીબ બાળકોનો કોળિયો છીનવી લૂંટે છે. મોદી આતંકવાદને હટાવવાની વાત કરે છે કૉંગ્રેસ મોદીને હટાવવાની, કોઇ ગાળ મને દેવામાં બાકી નથી રાખી. જવાનોએ પરાક્રમ કર્યું પાકિસ્તાનમાં અને ભારતમાં કૉંગ્રેસને પેટમાં દુખે છે. જવાનો જીવતા પાછા આવ્યાં એટલે કંઇ ન થયું, કોઇને કંઇ થયું હોત તો મોદીના વાળ ખેંચી લેત. પ્રથમવાર વોટ કરનાર યુવાનોને કહ્યું તમારો વોટ શહીદ જવાનોને સમર્પિત કરીને આપજો. જૂનાગઢની સભામાં હાજરી આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ ઍરપોર્ટ પર આવી પહોંચ્યા હતા અને ભાજપના નેતાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી જૂનાગઢ પહોંચ્યા હતાં. મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં બે પીએમ હોવા જોઇએ? કૉંગ્રેસ આવી માગણી કરે છે. જમ્મુ-કાશ્મીરમાં અલગ પીએમને કૉંગ્રેસ સમર્થન આપે છે. કૉંગ્રેસના ગોટાળામાં એક નવું નામ જોડાયું છે. સુબ્રતો સાથે નવો ગોટાળો કૉંગ્રેસનાં ખાતામાં આવ્યો છે. કૉંગ્રેસ ગરીબનાં મોઢામાંથી મળવાપાત્ર આહાર છીનવી એના નેતાના પેટ ભરે છે.

March 26, 2019
CIA_Live_Logo_New2.jpg
1min14800

4થી એપ્રિલએ પૂરવણી મતદાર યાદી પ્રસિદ્ધ થશે

સુરત- આગામી તા.23મી એપ્રિલ 2019ના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાન પૂર્વે જિલ્લા ચૂંટણી તંત્ર હાલ મતદાર યાદીઓ અદ્યતન કરવાની કામગીરીમાં જોતરાયું છે. સુરત શહેર જિલ્લામાં મતદાર યાદી સુધારણા ડ્રાઇવ દરમિયાન 18 વર્ષની વય પૂર્ણ કરનાર તેમજ અન્ય મળીને મતદાર યાદીમાં નામ આમેજ કરવા માટે તંત્રવાહકોને કુલ 18 હજાર જેટલી અરજીઓ મળી છે.

જિલ્લા ચૂંટણી તંત્રએ ગઇ તા.16મી ઓક્ટોબર 2018થી તા.25મી માર્ચ 2019 સુધીના સમયગાળા દરમિયાન મતદાર યાદી સુધારણા ડ્રાઇવ હાથ ધરી હતી. મોટા ભાગે નવા મતદારો દાખલ કરવા, હયાત મતદારોના રેકોર્ડમાં સુધારણા કરવા તેમજ 18 વર્ષની આયુ પૂર્ણ કરનાર મતદારોના નામો દાખલ કરવા જેવી પ્રક્રિયા મતદાર યાદી સુધારણામાં હાથ ધરવામાં આવી હતી.

કલેક્ટરેટના સૂત્રોએ આપેલી માહિતી મુજબ સુરત શહેર જિલ્લામાં કુલ 18000થી વધુ નવા મતદાર તરીકે નોંધણી માટેના આવેદન મળ્યા છે. હવે ચૂંટણી તંત્ર આ 18000 અરજીઓને યુદ્ધના ધોરણે ચકાસણી કરશે અને દસ્તાવેજી પુરાવાઓના આધાર પર જે અરજીઓ માન્ય કરવા જેવી લાગે તેના નામો મતદાર યાદીમાં આમેજ કરશે.

તા.4 એપ્રિલ 2019ના રોજ સ્થાનિક ચૂંટણી તંત્ર સુરત શહેર જિલ્લામાં આવેલી 16 વિધાનસભા બેઠકો પર નવા મતદારોને સામેલ કરતી પૂરવણી મતદારયાદી જાહેર કરશે અને તેમાં આમેજ થયેલા મતદાતાઓને પહેલી વાર મતાધિકાર મળશે.

 

March 23, 2019
guj.jpg
1min7740

ગુજરાતની ચૂટણીઓમાં કાળાં નાણાંની રેલમછેલ છચી હોવાનુ સૌ કોઈ જાણે છે. ત્યારે આ વખતે વધુ પ્રચાર ખર્ચ ધરાવતા ક્ષેત્રોમાં વોચ રાખવા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે જેમાં કાળાં નાણાનો ઘૂમ વેડફાટ થતો હોય તેવા 28 વિધાનસભા ક્ષેત્રો અલગ તારવી 18 જેટલા ખર્ચ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. જેઓ રાજકીય પક્ષો અને ઉમેદવારોના ખર્ચા ઉપર નજર રાખશે. સૂત્રોના જણાવ્યા મુજબ ચૂઠણી પંચ રાજ્યની પ્રત્યેક લોકસભા બેઠક દીઠ એક એક્સ્પેન્ડિચર ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવતી હોય છે. તેવી જ રીતે આ વર્ષે પણ 26 બેઠકો માટે 26 ખર્ચ નિરિક્ષકો ઉપરાંત વધારે ખર્ચની દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ એવા 28 વિધાનસભા ક્ષેત્રો વચ્ચે વધારાના 18 એક્સપેન્ડિચર ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી છે. જોકે 28 વિધાનસભા ક્ષેત્રો ક્યા છે તે અંગે ચૂટણી અધિકારીઓ જણાવતા નથી પણ આમા અમદાવાદના બે વિધાનસભા અને પંચમહાલ શહેરના વિધાનસભા ક્ષેત્રોનો સમાવેશ હોવાનું સૂત્રોથી જાણવા મળે છે. દરમિયાન વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો માટે કુલ 31 ખર્ચ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી હતા. જેમાંથી બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, રાજકોટ અને જૂનાગઢ બેઠકો માટે નોંધનીય રીતે બે-બે ખર્ચ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી હતી.

January 2, 2019
meeta_rathod.jpg
6min11770

Dr. Meeta Rathod Vansadia

Ph.D. in Library & Information Science

Email – meetarathod@gmail.com

 

 

“Spread Happiness – It is Contagious”

2nd January, 2019

One of the fond memories of my childhood in Bombay (now Mumbai), is the sweet and refreshing smell of Parle Glucose biscuits, emerging from the Parle factory, situated  at about 10 minutes walking distance from my house. The fragrance is still alive in my mind. As a child, those were the wonderful moments, to visit the factory outlet store of Parle Products, which was placed at the front gate of the factory, along with parents to purchase the fresh Parle products. With growing age the taste diverted from glucose biscuits to other cream and crunchy biscuits and cookies and glucose biscuits disappeared in deep down lane memories of life.

After several years, Parle G again popped up in the life, during the visit of Saputara in monsoon season. Here, came across these beautiful and innocent kids of Dang districts, while passing through the lanes of Dang forest.

Since few years it has become our practice to visit “Saputara” during monsoon. In fact, it is the only beautiful hill station in South Gujarat. During monsoon, the beauty of nature reaches at its peak due to the heavy rain in the region.

One does come across several waterfalls, check dams, lakes during the journey of in and around saputara, in the forests of Dang districts. Once while passing through this, we noticed these were playing and bathing in river. We spent some time with them. In their language they narrated their stories and the games and expressed the feelings of fun. It was an amazing experience to see the kids enjoying in the natural environment, which is completely invisible in the urban kids. These playful activities not only help them in the growth of their physical strength but I suppose the sensitivity towards the environment, nature, trees, river is possible only through this type of direct involvement with the nature.

As we didn’t have anything to offer them like chocolates etc with us, to distribute to the kids, we tried to locate some stores. We found very small hut type store nearby. The only hygienic food I could gather were, Parle G biscuits. We purchased all the packets available with the store keeper and distributed it to these kids. The joy on their face is unmemorable.

While moving ahead we came across a school. The school timings were over. The kids were about to leave. Here, again we spent some quality time with them. We narrated some stories to them. They sang the prayers in complete harmony in the same “sur”. It was an amazing listening to these kids.

“The quality time spent with these lovely kids in the beautiful nature of Dang forest”

While moving ahead, came across another school, another bumch of students. The kids were running outside with their lunch plates, as they were receiving mid day meal from their school. Here again indulged with them, spoke to them. They were so happy to mingle with us and were speaking over each other in their sweet and innocent language. Very disciplinarily and enthusiastically got clicked pics with me. Here, again distributed Parle G biscuits, as we didn’t had any other option. But interestingly, they were very happy to receive this; I felt Parle G biscuits were like a big treat for them, which had been lost from my list, since long.

“The best part of this picture is the focussed eyes of every kid, perfectly on the lens of camera”

These are some four years old pictures. Next year onwards, we used to take story books, stationary materials, note books, water bottles etc and would distribute it among the kids. This is not any philanthropic activity on a big scale. In fact it is a very small attempt we are making for ourselves. And the only reason for sharing this is that it is quite essential to understand the fact that, what we are spreading in our surrounding is very important. If we can ever spread happiness in other’s life, the experience speaks that, in return we will definitely receive added amount of joy and happiness from them.

Somebody has very rightly said that in the journey of our life,

“What we give comes back to us”