સુરતીઓની દુનિયા Archives - Page 62 of 76 - CIA Live

February 1, 2019
girdhar_gopal.jpg
1min5440

બજેટ બ્રિફિંગ બાદ તેની સમીકા કરતા સુરત ટેક્સટાઇલ ઉદ્યોગના અગ્રણી ગિરધર ગોપાલ મુંદડાએ બજેટની જણાવ્યું હતું કે ઇન્ટ્રીમ બજેટમાં ટેક્સટાઇલ ઉદ્યોગને સ્પેશિફિક કોઇ સીધો લાભ મળી રહેલો જણાતો નથી. ચીન, વિયેતનામથી વાયા બાંગ્લાદેશ થઇને સુરતમાં જે કાપડ ડમ્પ થાય છે, તથા અન્ય જે સસ્તા ઇલેક્ટ્રોનિક ગેડજેટ્સ ભારતમાં ખડકાય રહ્યા છે, માલ પ્રેક્ટિકસીસ થઇ રહી છે, તેને અટકાવવા માટે પોઇન્ટ ઓફ ઓરિજિનનો મુદ્દો બજેટમાં સાંકળવાની જરૂરીયાત હતી. આ સાથે ડબલ્યુ.ટી.ઓ.ની ગાઇડલાઇનના કારણે ફાર ઇસ્ટ અને યુરોપિયન કન્ટ્રીઝમાં જે કાપડ આપણે એક્સપોર્ટ કરીએ છીએ તેને ડ્યુટી ડ્રો બેકનો લાભ મળી શકતો નથી. જેમાં પણ સુધારાની આશા હતી. અંદાજે 6 બિલિયન અમેરિકન ડોલરનું એમએમએફ કાપડ વૈશ્વિક બજારમાં વેચાય છે જેમાંથી 40 ટકા હિસ્સો સુરત એકલાનો છે. ત્યારે સ્પેશિયલ રેટ ઓફ ડ્યૂટી મળવી જોઇતી હતી.

 

February 1, 2019
ketan_kallu_desai.jpg
1min6300

શુક્રવાર, તા.1લી ફેબ્રુઆરીએ જાહેર થયેલા વચગાળાના બજેટમાં સૌથી મોટી રાહત સમાન રૂ.5 લાખ સુધીની આવકને ટેક્સ ફ્રી કરવાના સરકારના આ પગલાંને કારણે ઉદ્યોગ જગતમાં નવા વેપારની આશાનું કિરણ જોવા મળશે એવું માનવામાં આવે છે. સ્થાનિક ઉદ્યોગકારોને મત મુજબ ટેક્સની જવાબદારી દૂર થતાં લોકોની ખરીદ શક્તિ વધે અને ડાયમંડ ટેક્સટાઇલ ઉદ્યોગમાં ગતિની આશા જોવા મળી રહી છે.

(SGCCI Vice President Ketan Desai)

બજેટ બ્રિફિંગ બાદ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ખાતે ઉપપ્રમુખ શ્રી કેતન દેસાઇએ સ્થાનિક પત્રકારો તેમજ સ્થાનિક નિષ્ણાંતો વચ્ચે વિચાર સેતુ રચ્યો હતો. બજેટ અંગે પોતાનું મંતવ્ય આપતા ચેમ્બરના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી કેતન દેસાઇએ જણાવ્યું હતું કે નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને કમ્પોઝિશન સ્કીમનો લાભ આપવામાં આવ્યો છે તેમજ 36 કોમોડિટીઝને ઇમ્પોર્ટ એક્ષપોર્ટ ડ્યૂટીમાંથી મુક્ત કરવામાં આવતા આશા છે કે ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગને આ જોગવાઇનો લાભ મળશે. તેમણે ઉમેર્યું કે પ્રાથમિક રીતે ઉપરછલ્લી માહિતી ઉપલબ્ધ છે, જેમ જેમ ડિટેઇલ્ડ નોટિફિકેશન આવતા જશે તેમ તેમ ક્લેરિટી આવતી જશે. શ્રી કેતન દેસાઇએ આ સમગ્ર બજેટને વિકાસ લક્ષી તેમજ ઇન્ડિયા અને ભારત એટલે કે અર્બન અને રૂરલ બન્ને માટે ઉપયોગી ગણાવ્યું હતું.

આજે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ શ્રી હેતલ મહેતા બહારગામ ગયા હોવાથી બજેટ વિચાર વિમર્શમાં ઉપસ્થિત રહી શક્યા ન હતા, તેમની અનઉપસ્થિતિમાં વાઇસ પ્રેસિડેન્ટ શ્રી કેતનભાઇ દેસાઇએ બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું. શ્રી કેતન દેસાઇ ઉપરાંત શ્રી રૂપિભાઇ પચ્ચીગર, શ્રી શાહ, શ્રી ગીરધરગોપાલ મુંડદા વગેરેએ બજેટ અંગે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.

February 1, 2019
jasmat-1.jpg
1min7370

હંગામી કેન્દ્રીય નાણાં મંત્રી પિયુષ ગોયેલએ આજે વચગાળાનું બજેટ જાહેર કરતા બાંધકામ ઉદ્યોગ (રિયલ એસ્ટેટ) સેક્ટરને વેગવંતુ બનાવવા માટે કરેલી જોગવાઇઓ પૈકી ત્રણ મુખ્ય જોગવાઇઓ કરી છે તેમાં નોશનલ રેટની મુક્તિ મર્યાદા એક વર્ષની જગ્યાએ બે વર્ષ,  એક મકાનની જગ્યાએ બે મકાનની ખરીદી પર કેપિટલ ગેઇન ટેક્સમાં મુક્તિ અને ભાડાની આવકની મુક્તિ મર્યાદા રૂ.1.8 લાખથી વધારીને રૂ.2.4 લાખ કરી છે.

આટલી જોગવાઇ કરવા છતાં સ્થાનિક બાંધકામ ઉદ્યોગને કોઇ ખાસ લાભ નહીં થાય તેવો મત વ્યક્ત કરતા સુરત ક્રેડાઇ ચેરમેન શ્રી જસમતભાઇ વિડીયાએ જણાવ્યું હતું કે અમારી વર્ષો જૂની માગણી છે કે બાંધકામ સેક્ટરને ઇન્ડસ્ટ્રીનો દરજ્જો આપવામાં આવે. આ દરજ્જો મળે પછી જ બાંધકામ ઉદ્યોગમાં નવું જોમ-જોશ આવે તેવી શક્યતા છે. એ સિવાય જસમતભાઇએ જણાવ્યું હતું કે જીએસટી દર જે હાલમાં બાંધકામ સેક્ટર પર 12 ટકા છે તેના કારણે પણ મકાનો, ફ્લેટ્સ, દુકાનો વેચાઇ રહ્યા નથી. જીએસટી સ્લેબ ઘટે તો બાંધકામ ઉદ્યોગમાં નવું જોમ આવે તેવી શક્યતા છે.

વધુમાં ઘરો વધુ સસ્તા થાય, લોકોને સારા મકાનો સસ્તા દરે મળે તે માટે ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની એક કમિટી બનાવવામાં આવશે. આ કમિટી દ્વારા જુદા જુદા એરીયામાં પ્રવર્તમાન તકલીફો અંગે ભલામણો કરશે અને તેમાં સંભવ છે કે જીએસટી દર ઘટાડાની પણ જોગવાઇ થઇ શક્શે.

January 30, 2019
modisurat-1280x796.jpeg
1min14640

સુરતના ઇન્ડોર સ્ટેડીયમમાં ફોરેન સ્ટાઇલમાં મોદીની સભા યોજાઇ, મોદીએ કહ્યું હું થાકતો નથી. જે લોકો સ્ટેડીયમમાં નથી આવી શક્યા તેમની માફી માગું છું. દેશનો નવ જવાન દેશનું ભવિષ્ય છે. આજરોજ તા.30મી જાન્યુઆરી 2019ના રોજ સુરતના શ્રોતાઓથી ખચાખચ ભરાયેલા ઇન્ડોર સ્ટેડીયમમાં સી.એ, વકીલો, તબીબો, વ્યાપારીઓ, વ્યવસાયિકો, કોલેજીયન્સ વગેરેની ઉપસ્થિતિમાં નરેન્દ્ર મોદીએ 2019ની ચૂંટણી માટે જબરદસ્ત માર્કેટિંગ કર્યું હતું. તેમણે યંગસ્ટર્સ અને નવા વોટર્સને નમો એપ ડાઉનલોડ કરીને તેમને ગમતી, સારી બાબતોને નેટ પર શેર કરવા માટે પણ આહવાન કર્યું હતું.

સુરતના ઇન્ડોર સ્ટેડીયમમાં મોડી સાંજે સુરતના બુદ્ધીજીવીઓ સાથે ભારતના નરેન્દ્ર મોદીનો વાર્તાલાપ યોજાયો હતો. જે અક્ષરશઃ અત્રે પ્રસ્તુત છે.

દેશ ઝડપી ગતિએ બદલાય રહ્યો છે. આશાઓ અને અપેક્ષા સાથે 2014માં તમે મને દેશની જવાબદારી સોંપી હતી. ગુજરાતના લોકો મને મારા કામને જાણતા હતા, પણ હિન્દુસ્તાન માટે હું નવો હતો, પણ દેશે મારા પર ભરોસો કર્યો, ગુજરાતીઓએ દેશને જણાવ્યું. આજે વિકાસના કામોની વાત ચર્ચાય રહી છે. દુનિયામાં ભારતનો નકશો બદલાવા અંગે છાપ પડી રહી છે. કારણ મોદી નથી, કારણ મતદારોનો એક મત છે. તમને હવે ખબર પડી રહી છે કે તમારા વોટની તાકાત શું છે. તમારા એક મતએ 5 વર્ષ મને કામ કરવાનું બળ આપ્યું, તમારા એક મતે મને દિવસ રાત જાગીને તમારા માટે કંઇક કરવાની પ્રેરણા આપે છે. સુરત વ્યાપારીઓની ભૂમી છે, તમને લાગતું હશે કે તમે 2014માં જે વાવ્યું હતું તેનું ફળ મળ્યું હશે અને ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે મળ્યું હશે.

2014ના દિવસોમાં દેશમાં નિરાશા વ્યાપી હતી, દેશ નહીં બચે એવી ચર્ચાઓ ચાલતી હતી. આજે વાતાવરણ બદલાય જવા પામ્યું છે. દેશમાં આશાઓ વિશ્વાસમાં પલટાય અને આ વિશ્વાસ હિન્દુસ્તાનને બહું જ આગળ વધારવા માટે કાફી છે. કેટલાક લોકોનો સ્વભાવ છે રોયા કરવાનો, મારો રોવામાં વિશ્વાસ નથી કે રોવડાવવામાં વિશ્વાસ નથી, પણ મને આગળ ધપવામાં વિશ્વાસ છે. દેશ ચાલી નીકળ્યો છે, દરેક નવા સપનાઓ સાથે આગળ આવ્યા છે. લોકો મને પૂછે છે તમે કામો તો બહું જ કર્યા, દરેક ક્ષેત્રમાં કામ કર્યા પણ તમે લોકોમાં એટલી આશાઓ જગાડી, અપેક્ષાઓ જગાડી તેને તમે પૂરા નહીં કરી શકો. નિરાશાની જગ્યાએ આશા પેદા કરવાની વાત સારી છે. નવી આકાંક્ષા જોવી સારું છે કે ખરાબ છે. આપણને ગર્વ હોવો જોઇએ કે દેશમાં એવી સરકાર કામ કરી રહી છે જેનું કામ જોઇને લોકો કહી રહ્યા છે કે મોદીજી કંઇક કરી શકતા હોય તો બીજું કોઇપણ કરી શક્શે.

આ જ તાકાત છે જે દેશને આગળ વધારે છે. સ્વચ્છતાનો વિષય દેશે સ્વીકારી લીધો છે, પહેલાના ભારતની કલ્પના કરી છે, બે શબ્દો ભારતની ઓળખ બન્યા હતા, કોઇપણ કામ લઇને જાવ તો મારું શું અને બીજો શબ્દ મારે શું. આ બન્ને વૃત્તિઓ સામે લડાઇ લડી છે, જેનુ પરીણામ છે સબકા સાથ સબકા વિકાસ.

પ્રશ્ન નં. 1 ફેનિલ પરીખ

હું કમ્પ્યુટર એન્જિનિયર છું, પહેલા માનસિકતા હતી, આ દેશનું કશું નહીં થાય, પણ હવે દેખઆય રહ્યું છે કે બદલાવ થઇ રહ્યો છું. મારે જાણવું છે કે આ બદલાવ કેવી રીતે થયો

જવાબ

તમે બદલાવને અનુભવો છે એ માટે ધન્યવાદ. એ વાત સાચી છે કે સૌથી પહેલું જો કોઇ કામ કર્યું હોય અમે તો એ 2004થી 2014 કે જ્યારે રિમોટ વાળી સરકાર ચાલતી હતી એ સમયના હાલત એ હતી કે દરેકે માની લીધું હતું કે ખેલ ખતમ છે. અમે નકારાત્મક માનસિકતા ને જ ખતમ કરી દીધી છે. 2014 સુધીના અખબારો વાંચી જુઓ, પહેલા ગોટાળાઓ, કૌભાંડો જ દેખાતા, આજે 2014 પછી છાપાઓની હેડલાઇન બદલાય કે નહીં..એક નાનુ ઉદાહરણ એ છે કે 26 સપ્ટેમ્બરની ઘટના..મુંબઇમાં આતંકી હુમલો, પછી શું થયું…એ પછી અમારી સરકાર દરમિયાન ઉરી ઘટના બની, ઉરીની ઘટના પછી શું થયું એ તમે જાણો છો, મુંબઇમાં મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા પણ સરકાર ઉંઘતી હતી, પણ ઉરની ઘટનાએ મને ઉંઘવા દીધો નહીં. જવાનોની શહાદત અમારા માટે પવિત્ર હતી. અને એમાંથી જ અંદરની આગ હતી કે જે આગ જવાનના દિલમાં હતી, એ જ આગ પ્રધાનમંત્રીના દિલમાં ભભૂકતી હતી. તેનું જ પરીણામ હતું , સર્જિકલ સ્ટ્રાઇક. બદલાવ આવી રીતે આવે છે. કોઇ કલ્પના કરી શકે કે કાળા નાણાં સામે કોઇ આટલી મોટી લડાઇ લડશે. બધાને હતું કે નેતા આવે છે અને પોતાનું સેટ કરી લે છે, પણ આ (હું) એવો નેતા છે જે સેટ તો થતો નથી પણ બીજાને અપસેટ કરી મૂકે છે. 3 લાખ બેનામી કંપનીઓને બંધ કરાવી દીધી, પાપમાં ડૂબેલા લોકોને ચૂં પણ બોલવા દીધી નથી. દેશ હિતમાં અંગત સ્વાર્થ ન હોય તો મોટા નિર્ણય થઇ શકે.

કલ્પના કોઇ કરી શકે છે કે હિન્દુસ્તાનમાં રોજ આંતકીઓને મારી રહ્યા છે. જવાનો શહીદ થાય છે પણ આતંકીઓ તેનાથી વધારે સફાયો થતો હતો. એ સમયે બોંબ ધડાકાઓ થતા હતા, મારા સાડાચાર વર્ષની સરકારમાં કશું થયું નથી. બધું કશ્મીરમાં સીમીત થઇ ગયું. બદલાયો કે નહીં જમાનો.

મુદ્રા યોજના હેઠળ બેકના દરવાજો ખટખટાવો એટલે જામીન વિના ધિરાણ મળે છે, આ દેશમાં બળાત્કાર પહેલા પણ થતો હતો, આજે ત્રણ દિવસમાં બળાત્કારીઓને તત્કાલ ફાંસી મળી જાય છે. બેટીઓને બચાવવા માટે મોટા નિર્ણયો લેવાય છે. ટીવી પર બળાત્કાર 7 દિવસ ચાલે પણ ફાંસીની સજાની ખબર ફટાફટ નીકળી જાય છે. ફાંસીની સજાની ખબર ફેલાવવી જોઇએ જેથી બીજા બળાત્કારની સજાથી ફફડીને આવું દૃષ્કૃત્ય ન કરે.

દેશ બદલાય રહ્યો છે, આપણો સ્વભાવ છે કે બસ, ટ્રેન, પ્લેનમાં બાજુની સીટ ખાલી પડે એટલે આપણે સામાન મૂકી દઇએ છીએ. પણ જ્યારે સીટવાળો આવે ત્યારે અમારે ચીજવસ્તુઓ પાછી લેવી પડે છે ત્યારે મોઢું પડી જાય છે. આપણી સીટ નથી હોતી છતાં ખરાબ લાગે છે, પણ કેટલાકને આ બદલાવ નથી ગમતો. દેશમાં બદલાવ આવ્યો છે, હકારાત્મક બદલાવ મળ્યો. રેલવેમાં સિનિયર સિટીઝન્સને મળતી રાહત સરન્ડર કરવાનો વિકલ્પ ઉમેરવા માટે વિકલ્પ અપાયો, ત્યારે દેશના 45 લાખ સિનિયર સિટીઝન્સે દેશ હિતમાં પોતાની રાહત આપી દેવાનો વિકલ્પ અપનાવ્યો. આ દર્શાવે છે કે દેશનું ભવિષ્ય ઉજ્જવળ બની રહ્યું છે. આશાઓ, અપેક્ષાઓને અનુકુળ સરકારની ગતિ, સરકારની મતિ નવી તાકાત આપે છે.

પહેલા એવી માન્યતા હતી કે બધું સરકાર કરે છે, અમે આવીને બદલી નાંખ્યું કે નહીં લોકો જ દેશમાં બધું કરે છે અને દેશ જાતે બધું કરી શકે છે. લોકોના ભરોસે સરકાર દેશને આગળ વધારી રહી છે. એક મોદી નથી, સવાસો કરોડ મોદી છે જે દેશ બદલે છે.

પ્રશ્ન નં.2 ડો. નિશિલ શાહ

ભારતના નાગરિક હોવાનો ગર્વ છે. 2019માં મહાગઠબંધન બનાવે છે ત્યારે કોંગ્રેસ મુક્ત ભારત વિશે શું કહેશો

જવાબ

તમે સાચું કહ્યું કે તમે સામાન્ય પરિવારમાંથી આવો છે, આટલી મોટી લડાઇ કેવી રીતે લડી રહ્યા છો, હું એટલે લડું છું કેમકે હું સામાન્ય પરિવારમાંથી આવ્યો છે. જો હું પણ અમીર પરિવારમાંથી આવ્યો હોત તો મને પણ ડર હોત કે મારા પણ રહસ્યો ખુલ્લા પડી ગયા હશે. પણ મને ડર નથી મારું જીવન ખુલ્લી કિતાબ જેવું છે.14 વર્ષ ગુજરાતમાં કામ કર્યું વિરોધીઓએ કોઇ આંગળી પણ ઉઠાવી શક્યા નથી. ક્યારેય ડર નથી લાગતો. દેશ સમસ્યાઓની જડમાં ભ્રષ્ટાચાર ઉધઇની જેમ ઘૂસીને બધી વ્યવસ્થાઓ ખોરવી નાંખી હતી. હવે કોઇએ તો શરૂઆત કરવી પડે કે નહીં. મારી આત્મા કહી રહી હતી કે ક્યાંકથી તો શરૂ કરવું પડશે, અને મારે ઉપરથી શરૂ કરવું પડ્યું. ઉપર (ધનિક વર્ગ) ઠીક થઇ જશે એટલે બાકી બધું ભમાભમ થવા માંડશે. તમે જોયું જેની ચાર-ચાર પેઢીઓ, જેમનું નામ લેતા જ દેશ ધ્રુજી ઉઠતો હતો, દેશને 18 મહિનો જેલખાનું બનાવી દીધો હતો. 4-4 પેઢી ભારત પર રાજ કરનારાઓને એક ચા વાળો ચૂનોતી આપી રહ્યો છે, લોકોને આ પ્રશ્ન થઇ રહ્યો છે. તમને ખબર છે ને, કોઇએ વિચાર્યું હશે કે તેમના સાગરિતો કોર્ટના ચક્કર કાપી રહ્યા છે, બધા જાણી લે કે તેમણે એક દિવસ જેલ જવું પડશે. દેશનું જેમણે લૂંટ્યું છે એમણે દેશને પાછું આપવુ જ પડશે. પહેલા પણ બેઇમાની કરીને લોકો દેશ છોડીને ભાગ્યા છે કે નહીં, ત્યારે શું થયું. શું કરીએ ભાગી ગયા એવી માનસિકતાથી વિપરીત અમે કાયદા બનાવ્યા, જે ભાગી ગયા છે તેની પાઇ પાઇ જપ્ત કરી લઇશું. જે ભાગી ગયા છે તેઓ પણ આઘાપાછા થઇ રહ્યા છે. 125 કરોડ લોકોના ઉજ્જળ ભવિષ્ય માટે કઠોર નિર્ણય લઇશ. 2019ની ચૂંટણીમાં શું લાગે છે એવા સવાલના જવાબમાં લોકોએ મોદી મોદીના નારા લગાડ્યા હતા. જુઓ જનતા જનાર્દન ઇશ્વરનું સ્વરૂપ હોય છે. 2019માં અમારી સામે કસોટી છે, એક દળ કે એક પક્ષના રૂપમાં કોંગ્રેસ હારી જાય એનાથી માની જવાનું નથી. કોંગ્રેસે જે પરિવારવાદ, જાતીવાદ, વંશવાદ, ભ્રષ્ટાચાર, મેરા-તેરાની બિમારીમાંથી દેશને બહાર કાઢવો જ પડશે. એટલે જ અમે મંત્ર લઇને આવ્યા છે સબકા સાથ સબકા વિકાસ.

પ્રશ્ન નંબર 3 શ્રીમતી ઉર્મિલા બારોટ,

હું પોલિટીક્સ ફોલો કરી રહી છું, 2014માં જે લોકો તમને હારતા જોવા માંગતા હતા, એ જ લોકો મિડીયા અને પ્રસાર માધ્યમો મારફતે નકારાત્મકતા ફેલાવીને ખોટા મેસેજ પાસ કરી રહ્યા છે, આપણો દેશ વિશ્વગુરુ બની રહ્યો છે, મહાસત્તા બની રહ્યો છે ત્યારે અરાજકતા બંધ થવી જોઇએ. નાગરીકો માટે તમારો શું સંદેશ છે

જવાબ

2013-14ના લોકસભાની ચૂંટણીના સમાચારો જોશો તો ખબર પડશે કે એક ટોળી હતી, ભોળી કે ભલી ટોળી નહીં પણ આ ટોળી એવો પ્રચાર કરી રહી હતી કે ભાજપા મોદીને પીએમ ઘોષિત કરી દેશે એટલે ભાજપા ખતમ. તેમણે એવો પ્રચાર શરૂ કર્યો કે મોદીને ગુજરાત સિવાય કોણ જાણે છે, ફરી એમણે શરૂ કર્યું કે બીજીપીને કુલ મતો જોઇને અંદાજ લગાડ્યો કે પૂર્ણ બહુમત નહીં મળે ભાજપાને. અનેક વાતો ફેલાવવામાં આવી. જનતાના ગળે એમની વાત નહીં પણ જનતાના ગળે મોદી ઉતર્યા.  2014માં જેમણે મોદીના નામનો વિરોધ કર્યો અને કશું હાથ ન લાગ્યું એવા લોકો અપમાન સહન કરતા હશે, એટલે એ લોકો મોદીને નીચા જોવડાવવાનો પ્રયાસ કરશે. આવી નકારાત્મકતાની ચિંતા કર્યા વગર તેનો ઉત્તમ ઉપાય સકારાત્મકતાનો અપનાવીને સાચી, સારી, ખરી વાતો સો વખત કરવી જોઇએ. સારી બાબતો ફેલાવવામાં તેમને કરતા વધુ પ્રયાસ કરવો પડશે. જેમને મારું મોઢું પસંદ નથી, જેમને મારું નામ પસંદ નથી. કેટલાક લોકો એવા છે કે જેને મેં જ પેદા કર્યા છે. એવા લોકો બોલશે કે મોદી બેકાર છે. પહેલા સસ્તા અનાજની દુકાનો હતી, તેમાં સરકાર 30-35 રૂપિયે ખરીદે અને ગરીબને 3-4 રૂપિયામાં આપે. પણ કેટલાક લોકો ગરીબોનું પણ ખાય જતા હતા. 6 કરોડ રેશન કાર્ડ એવા હતા જે લોકો પેદા જ થયા ન હતા, તેવા લોકોના નામ પર અનાજ પહોંચી જતું હતું. આવા 6 કરોડ લોકો જેઓ ભૂતિયા હતા, જેમનું અસ્તિત્વ ન હતું એવા વચેટાઓની દુકાન બંધ થઇ ગઇ. જેના ખિસ્સામાં દર વર્ષે 90 હજાર કરોડ રૂપિયા જતા હતા, મોદીએ તેના પર તાળાબંધી કરી દીધી તો એ લોકો મોદીને પસંદ કરશે ખરા, મોદી તેમને નહીં ગમે. દેશ માટે મારે આવા કામો કરવા જોઈએ કે નહી…મારે મારી ચિંતા છોડીને કોઇ કામ ન કરવા જોઇએ કે નહીં. એટલે જ મેં નકારાત્મકતા છોડીને દેશ હિતમાં પવિત્ર કામો કર્યા છે. તમારા તરફથી પોઝિટીવ પ્રચાર થવો જોઇએ. નમો એપ ડાઉનલોડ કરો, તેના પર તમામ સાચી, સારી અને એક એક મિનિટની જાણકારી ઉપલબ્ધ છે, જે માહિતી ગમે તે તમારા સર્કલ સુધી પહોંચાડો જુઓ પછી બદલાવ જોવાશે.

સવાલ 4 શ્રીમતી વિરાજ દિવાન

તમે અમારા જેવા યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત છો, અનેક કામો કર્યા છે જેનાથી આવનારી પેઢી આભાર માનશે. એક સી.એ. હોવાના નાતે હું કહેવા માંગું છું કે જીએસટી બેસ્ટ પગલું છે. વોટ બેંકની પરવાહ કીયે બિના કૈસે કર શક્તે હૈ.

જવાબ

125 કરોડ લોકો મારી સાથે છે એટલે હું કરી શકું છું. સમાજ જીવનમાં ભારત આજે એવી અવસ્થામાં છે, આ તક જતી કરવી જોઇએ નહીં. જ્યારે સરકાર બની ત્યારે આપણે અર્થવ્યવસ્થામાં 10મો નંબર હતો, આજે આપણે વિશ્વમાં 6 નંબર પર આવી ગયા છે. 4 વર્ષમાં 10માં નંબરથી 6 નંબર પર પહોંચી ચૂક્યું છે. દુનિયાના સમૃદ્ધ દેશોને પાછળ મૂકી દીધા છે. દુનિયાની અનેક ગૌરવવંતી બાબતો આજે ભારત શ્રેય લઇ રહ્યું છે. પહેલાની સરખામણીમાં દેશમાં 38 ટકા જ રૂરલ સેનિટેશન હતું, આજે 98 ટકા પહોંચી ચૂક્યું છે. દેશમાં અડધા લોકો પાસે જ બેંક અકાઉન્ટ હતા, આજે લગભગ બધા લોકો પાસે બેંક અકાઉન્ટ છે. સમાજે મને અહીંયા ઉંઘવા માટે નથી મોકલ્યો. કાળી મજૂરી કરીશ પણ દેશને પાછળ નહીં પડવા દઉ.

સવાલ નં. 5 શીખા નારંગ

ભારતના વિકાસ માટે કઠોર મહેનત કરી, યોજનાઓથી ભારત દેશનું ભવિષ્ય કેવું જુઓ છો

જવાબ

હું ભારતનું ખૂબ ઉજ્જવળ ભવિષ્ય જોઇ રહ્યું છે. શાનદાર, જાનદાર ભવિષ્ય જોઇ રહ્યો છું. આજે સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વાગે છે કે નહીં. અમેરીકા, યુકે. ઓસ્ટ્રેલિયા, કેનેડા સમેત દુનિયામાં ચારો તરફ ભારતના ગૌરવગાન થઇ રહ્યા છે, આટલા ઓછા સમયમાં જો આપણે દુનિયામાં ભારતના અધિકારને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કર્યા એ આજે મળ્યા છે. આંતર રાષ્ટ્રીય યોગા દિવસ આખી દુનિયાએ સ્વીકાર્યો ત્યારે ગર્વ થાય કે નહીં. ઇઝરાયેલ અને પેલેન્સ્ટાઇન ભલે દુશ્મન છે, પણ બન્ને ભારતના દોસ્ત છે કે નહીં. ભારતે પોતાની જગ્યા બનાવી છે, એવી જ રીતે આર્થિક ક્ષેત્ર સમેત દરેકમાં ભારત આગળ છે. સ્ટાર્ટઅપ જે દેશ પાસે 800 મિલિયન યુથ હોય ત્યારે આ યુવાન દેશ પાસે જવાનીની તાકાત, ઉર્જા, ઉંમગ હોય તે દેશ કેવી રીતે પાછળ રહી શકે. આવશ્યકતા હોય ત્યારે અવસર આપવો જોઇએ. દુનિયાની સૌથી ઝડપે ચાલતી મોટી ઇકોનોમીમાં ભારત પહેલો નંબર છે. મારા દેશનું ભવિષ્ય ઉજ્જવળ છે.

સવાલ નં. 6  આર.જે. વિશ્રુતિ

ટીવી પર જે પોલિટિકલ ડિસ્કશન ચાલતા હોય છે તેનાથી ભારતીય યુવાઓ બહું જ મૂઝાય રહ્યા છે આવા યુથને શું કહેવા માંગશો

જવાબ

આપણું લોકતંત્ર મજબૂત છે, વાઇબ્રન્ટ છે, પણ દેશના રાજનીતિક દળોની માનસિકતા આજે પણ પૂરાણી છે, એટલે સતત વિકાસના મુદ્દા પર ચર્ચા થાય, સામાજિક મુદ્દા પર ચર્ચા થાય તેની જગ્યાએ કમનસીબે અમારા વિરોધીઓ માટે આવા મુદ્દાઓ પર ચર્ચા કરવી મુશ્કેલ છે, કેમકે પહેલાની સરકાર કરતા મોદીની સરકારે સારું કામ કર્યું છે એટલે તેમના માટે પરેશાની થાય છે. એટલે કમનસીબે જવાબદાર પાર્ટીઓ પણ મુદ્દાઓ પર ચર્ચા કરવા રાજી નથી. તેમનો એક જ મુદ્દો છે મોદી. સવારે ઉઠે એટલે મોદી, મોદી અને રાત્રે પણ ઉંઘતા હશે કે કેમ એ સવાલ છે. તેમના માટે મુદ્દો મોદી છે, મારા માટે મુદ્દો સવાસો કરોડ લોકોના સપના છે., આશા, આકાંક્ષાઓ છે, જે શહેર પાસે સુવિધા છે તે ગામડાઓ સુધી પહોંચાડવાની છે. પહેલા ટીવી, છાપાઓ જે પીરસી રહ્યા હતા એ જ લેવું પડતું હતું, પણ આજે તમારી પાસે મોબાઇલ ફોન છે, હવે તમે પોતે જ વેરીફાય કરી શકો છો. નવી પેઢીના ફર્સ્ટ ટાઇમ વોટર, ગુગલ ગુરુના વિદ્યાર્થીઓ છે, તેઓ સારી નરસી બાબતો ચકાસી શકે છે, દેશની યુવા પેઢી સમાચારોને બારીકાઇથી ચકાશે. પણ પરિવારવાદ, વંશવાદ, જાતિવાદ, ભ્રષ્ટાચાર આવી ચીજોએ દેશને બરબાદ કર્યો છે તેમની સાથે નહીં જ જવું જોઇએ. આપણા નવા વોટરને ખબર નથી કે કટોકટીકાળ શું હતો, નવી પેઢીને વાકેફ કરવી પડશે કે પહેલાની સ્થિતિ, બરબાદી શું હતી, હું એવું નથી કહેતો કે બધું કર્યું છે, પણ જે કર્યું છે એ સાચી દિશામાં કર્યું છે, મારી ચામડી બચાવવા માટે નહીં, જી જાનથી કર્યું છે, જીવન જોખમમાં મૂકીને કર્યું છે, હું ક્યારેય ઝુકવાનો નથી. મારું માથું ફક્ત સવાસો કરોડ લોકો સામે ઝુકશે, મારું રિમોટ કન્ટ્રોલ ફક્ત સવાસો કરોડ લોકો પાસે છે.

January 30, 2019
modi.jpg
1min20820

સુરત અને નવસારીની અડધા દિવસની મુલાકાતે આજે સુરત પધારેલા નરેન્દ્ર મોદીએ સુરત એરપોર્ટ પર પોતાની પહેલા જ કાર્યક્રમને સંબોધતા પૂર્ણ બહુમતવાળી સરકાર આપવા માટે સુરતવાસીઓ સમેત દેશવાસીઓને અપીલ કરી હતી. તેમણે પોતાની સરકારની સિદ્ધિઓ વર્ણવતા કહ્યું હતું કે પૂર્ણ બહુમતવાળી સરકાર હશે તો જ મોટા, કઠોર અને ત્વરીત નિર્ણય લઇ શકાશે. વાંચો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું આખું ભાષણ અહીં…

પૂર્ણ બહુમતવાળી સરકાર આપજો મને, મોદીએ કહ્યું

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના એક્સપાન્સના વિધિવત પ્રારંભ પ્રસંગે આજે સુરત ખાતે ઉપસ્થિત રહેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ એરપોર્ટ ખાતે યોજાયેલી જાહેરસભાને સંબોધતા સુરતના પોંક અને ઉંધીયાનો ઉલ્લેખ કર્યો હતો. પૂ. બાપૂની પૂણ્યતિથીએ નવસારી નજીક દાંડીના નમક  સત્યાગ્રહ સ્મારકનું લોકાર્પણ આજે થવાનું છે ત્યારે કર્મયોગીઓના શહેર સુરતથી સ્વ.પૂ.બાપૂને નમન. સુરતના સેંકડો સત્યાગ્રહીઓ દાંડી માર્ચમાં પૂ.બાપૂ સાથે જોડાયા છે. સ્વચ્છતા, સ્વાવલંબન અને સ્વદેશી જેવા ગાંધીજીના ગુણોને સુરતે બખૂબી નિભાવ્યા છે. હીરા અને કપડાની સાથોસાથ અનેક નાના ઉદ્યોગોથી મેઇક ઇન ઇન્ડિયાને સુરત સશક્ત બનાવી રહ્યું છે. સુરતની સ્પિરીટને વધુ મજબૂતી મળશે જ્યારે આજે સેંકડો કરોડના પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ થયો છે. સુરતને સ્માર્ટ બનાવવા માટે ડઝનો પ્રોજેક્ટનું ઉદઘાટન થયું, સુરતના વિકાસને વધુ વેગ મળશે. વિકાસના પ્રોજેક્ટસ માટે સુરતી ભાઇઓને ખૂબ ખૂબ અભિનંદન.

આગામી 10-15 વર્ષમાં દુનિયાના સૌથી ઝડપથી વિકસતા વિશ્વના જે 10 શહેરો હશે એ ભારતના છે અને તેમાં સૌથી ટોચ પર સુરત હશે. આગામી સમય સુરતનો હશે, ભારતના શહેરોનો સમય આવશે. સમગ્ર વિશ્વમાંથી સુરત સમેત ભારતના શહેરોમાં રોકાણ થશે, લાખો રોજગારીઓની તકો ઉપલબ્ધ બનશે. દુનિયા ભારતના શહેરોથી એટલી આશાવાદી છે ત્યારે આપણું દાયિત્વ છે કે શહેરોને વર્તમાનની સાથે ભવિષ્ય માટે તૈયાર કરવું જોઇએ. માળખાગત સુવિધા, વ્યવસ્થા, શિક્ષણની સાથે માનવીના મનને પણ ઉંચાઇ પર લઇ જવાનું છે.

દેશમાં દરેક પ્રકારની કનેક્ટિવિટીના પ્રોજેક્ટસ હાથ ધરવામાં આવી રહ્યું છે. સુરત એરપોર્ટ ગુજરાતના ત્રણ મોટા એ પોર્ટ, વ્યસ્ત એરપોર્ટમાં સામેલ થઇ ચૂક્યું છે. એક દિવસમાં સુરતથી 1800 મુસાફરોની વિમાની અવરજવર શક્ય બનશે. સુરત એરપોર્ટની ભવિષ્યની ક્ષમતા વાર્ષિક 4 લાખથી વધીને 26 લાખ મુસાફરોની થઇ જવાનો આશાવાદ વડાપ્રધાને વ્યક્ત કર્યો હતો. બહારગામથી આવનારા લોકોના સમયનો પણ બચાવ થશે. થોડા દિવસોમાં સુરતથી શારજાહ ઇન્ટરનેશલ ફ્લાઇટ પહેલી શરૂ થઇ રહી છે. વ્યાપારની દ્રષ્ટીએ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઘણી ઉપયોગી નિવડશે.

કેન્દ્ર સરકાર હવાઇ કનેક્ટિવિટી માટે સતત પ્રયત્નશીલ છે. 17 એરપોર્ટને અપગ્રેડ કરવામાં આવ્યા છે. સરકારનું લક્ષ્ય છે કે આગામી ચાર વર્ષોમાં 50 એવા એરપોર્ટને સક્રિય કરશે જ્યાં એરપોર્ટની સુવિધા

હવાઇ ચપ્પલ પહેરવાવાળા પણ હવાઇ મુસાફરી કરી શકે તેવું સપનું સાકાર કરવામાં આવશે. ઉડાન યોજનાથી દેશ  એવીએશન સેક્ટરમાં 12 લાખ વિમાની સીટ્સ ઉપલબ્ધ બની શકી, નવા 40 એરપોર્ટ એવીએશન મેપમાં ઉમેરાયા, ગુજરાતમાંથી ચાર ફ્લાઇટ્સ ઉડાન-1 અને ઉડાન-3થી ગુજરાતના ચાર નાના શહેરોને જોડી શકાયા. ઉડાન-3માં પણ ગુજરાતના નવા 4 એરપોર્ટને જુદા જુદા ભાગો સાથે જોડી દેવાશે. ગુજરાતમાં સીપ્લેન પ્રોજેક્ટસ સાકાર થશે. સાબરમતિ રિવરફ્રન્ટથી સરદાર સ્ટેચ્યુ સુધી વોટર પ્લેન દોડશે. પાસપોર્ટ માટે લોકોએ મોટા શહેરોના ચક્કર ન લગાડવા પડે એટલા માટે મુખ્ય પાસપોર્ટ કેન્દ્રોની સંખ્યા ફક્ત 80 હતી, પાછલા 4 વર્ષમાં મુખ્ય પાસપોર્ટ કચેરીઓની સંખ્યા 400નો આંકડો પાર કરી ગઇ છે. બડા સોચના, જ્યાદા સોચના, અચ્છે ઢંગ સે કરના વગેરે નીતિઓ સાથે સરકાર કામ કરી રહી છે. મોટી સંખ્યામાં પાસપોર્ટ સેવા કેન્દ્રો શરૂ કરાયા જેથી પાસપોર્ટ સરળતાથી અને ઝડપથી ઇશ્યુ કરી શકાય છે.

દેશમાં ફોક્સ એપ્રોચ અને મિશન મોડ પર કામ થઇ રહ્યું છે. દરેક સ્તરના પ્રોજેક્ટસ હાથ ધરવામાં આવી રહ્યા છે. સુરતમાં થયેલા પ્રોજેક્ટસ તેની નિશાની છે. ગરીબોના આવાસો ગરીબ પરિવારોને સમૃદ્ધ બનાવશે. શહેરોમાં રહેવાવાળા ગરીબ પરીવારો માટે કેન્દ્ર સરકારે 13 લાખ મકાનો બનાવ્યા, 37 લાખ નવા મકાનો બની રહ્યા છે. 70 લાખ નવા આવાસો બનાવવા માટે જુદા જુદા શહેરોના પ્રોજેક્ટસને સરકારે મંજૂરી આપી દીધી છે. ગ્રામીણ વિસ્તારોમાં 1.30 કરોડ આવાસો બની ચૂક્યા છે, ગરીબો આ ઘરોમાં રહેવા માંડ્યા છે. ગ્રામીણ વિસ્તારના ઘરોની સવા કરોડની સંખ્યા પરથી જાણી શકાય છે કે કોંગ્રેસી સરકારે ફક્ત 25 લાખ ઘરો બનાવ્યા હતા, બેઘર, ગરીબોને પાકા મકાનો મળે તે માટે કેન્દ્ર સરકારે સાડા ચાર વર્ષમાં સવા કરોડથી વધુ મકાનો બનાવીને તેમને સમર્પિત કરી દેવાયા છે. મારી સરકારમાં દેશમાં પહેલી વખત મધ્યમવર્ગીય પરિવારો માટે આવાસોની નવી કેટેગરી બનાવી, તેમના ધિરાણમાં રાહત આપવાની યોજના અમલમાં મૂકી. મધ્યમવર્ગીય પરિવાર રૂ.20 લાખની આવાસ લોન લે છે તે તેને તેના વ્યાજમાં ઘટાડો કરી આપવામાં આવશે. જ્યારે એ પરિવાર લોન પૂરી કરશે ત્યારે વ્યાજમાં રૂ.6 લાખની મોટી બચત થશે. હિન્દુસ્તાનમાં આવી લાભકારી યોજના અન્ય કોઇ સરકારે આપી નથી, ફક્ત મારી સરકારે આપી છે.

કેટલાક લોકો નોટબંધીનો ફાયદો પૂછે છે, તેમને સવાલ એવા લોકોને પૂછવો જોઇએ, જેમને નોટબંધી પછી સસ્તા મકાનો મળ્યા. મોટા મોટા બિલ્ડરો કેટલો ફાયદો ઉઠાવ્યો એ સુરતવાળા જાણે છે, નોટબંધી પછી મકાનો સસ્તા થયા તેનો શ્રેય કેમ કોઇ આપતું નથી. રેરા કાયદાથી લોકોના નાણાંનો વ્યય થતો અટક્યો. સરકારમાં ઇચ્છા શક્તિ હોય તો શું ન થાય. પહેલા જે એલ.ઇ.ડી. બલ્બ રૂ.350માં મળતો હતો એ જ બલ્બ આજે રૂ.40-50માં મળે છે. આટલો મોટો ફર્ક કેવી રીતે પડ્યો. કેન્દ્ર સરકારે 32 કરોડ એલ.ઇ.ડી. બલ્બ સસ્તા ભાવે વેચ્યા. પરિવારોને એલ.ઇ.ડી. બલ્બથી રૂ.16,500 કરોડની વીજબિલ બચત થઇ છે.

મુદ્રા યોજના લાગૂ કરીને અમારી સરકારે 15 કરોડથી વધુ લોન બેંક ગેરેન્ટી વિના યુવાનોને પોતાનો રોજગાર શરૂ કરવા માટે અપાવી છે. 7 લાખ કરોડ રૂપિયાના ધિરાણની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. 4.25 કરોડ યુવાનો એવા છે જેમણે પહેલી વખત ધંધા માટે ધિરાણ મેળવ્યું છે. આવું બધું પૂર્ણ બહુમતિની સરકારને કારણે થયું છે. ગરીબોને આવાસો ન તો મોદી, ન તો ભારત સરકાર પણ સુરતના લોકો આપી રહ્યા છે. મતદારોના એક વોટની તાકાત છે કે ગરીબને એક મત મળ્યો છે. જે પણ પરિવર્તન આપ જોઇ રહ્યા છો એ પરિવર્તન તમારા વોટની તાકાત છે. 30 વર્ષ ભારતમાં અસ્થિતરતાનો દૌર રહ્યો, ત્રિશંકુ પાર્લામેન્ટ, જોડતોડની રાજનીતિથી દેશ કેટલીક બાબતોમાં પછડાયો, છેલ્લા 4.5 વર્ષથી સ્થિરતાનું કારણ દેશના લોકોએ પરિપક્વતાથી મતદાન થયું. પૂર્ણ બહુમતવાળી સરકાર કડક અને મોટા નિર્ણયો લઇ શકાય એ તમે છેલ્લા 4 વર્ષમાં જોયું. પૂર્ણ બહુમતની સરકાર ના હોત કડક, કઠોર, મોટા નિર્ણય ન લઇ શકાયા હોત. પૂર્ણ બહુમત એટલે એક એક મતદાતા પોતાના મતની તાકાત જોઇને મતદાન કરે.

યાદ કરો અગાઉ સરકારો કેવી રીતે ચાલતી હતી. મને કહો આજે સુરત એરપોર્ટ પર 70-72 વિમાનો અવરજવર કરે છે, પણ ક્યારે આપણે ભૂલી શકીશું કે અહીંયા એરપોર્ટ માટે આંદોલન કરવું પડ્યું હતું, મેમોરેન્ડમ આપવા પડતા હતા. અનેક રજૂઆતો મારે મુખ્યમંત્રી તરીકે પણ કરવી પડતી હતી. સુરત એરપોર્ટ વિકાસ થયો એ અમે જોયું પણ અગાઉની સરકારોને કેમ ન દેખાયું. નવું ભારત બનાવવાના અમારા પ્રયાસોને કેટલાક લોકો મજાક ઉડાડી રહ્યા છે. બદલાતા ભારતને કેટલાક અદેખાઓ જોઇ શક્તા નથી. નવા ભારતની નવી ઉર્જાને વિકાસમાં લગાડવા માટે પ્રયત્નશીલ છું.

January 30, 2019
suratairport1.jpg
1min19540

આજે તા.30મી જાન્યુઆરી 2019ના દિવસે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ બને તે માટે એક્સપાન્સન વર્કનો શિલાન્યાસ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે થઇ રહ્યો છે. ભવિષ્યનું સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ કેવું રહેશે એ બાબતે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આર્ટિસ્ટીક ઇમ્પ્રેશન્સ તૈયાર કરાવવામાં આવી છે. ભવિષ્યમાં સુરતનું એરપોર્ટ અહીં ટેક્નોલોજીની મદદથી તૈયાર કરાયેલી ઇમેજીસ જેવું દેખાશે એમ માનવામાં આવી રહ્યું છે.

આ રહી ભવિષ્યના સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટની સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તૈયાર કરાવાયેલી ઇમેજીસ..

( ભવિષ્યનું સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ, ઇમેજ કર્ટસી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, થેંક્સ શ્રી મનોજ સિંગાપુરી)

( ભવિષ્યનું સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ, ઇમેજ કર્ટસી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, થેંક્સ શ્રી મનોજ સિંગાપુરી)

( ભવિષ્યનું સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ, ઇમેજ કર્ટસી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, થેંક્સ શ્રી મનોજ સિંગાપુરી)

( ભવિષ્યનું સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ, ઇમેજ કર્ટસી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, થેંક્સ શ્રી મનોજ સિંગાપુરી)

( ભવિષ્યનું સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ, ઇમેજ કર્ટસી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, થેંક્સ શ્રી મનોજ સિંગાપુરી)

( ભવિષ્યનું સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ, ઇમેજ કર્ટસી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, થેંક્સ શ્રી મનોજ સિંગાપુરી)

( ભવિષ્યનું સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ, ઇમેજ કર્ટસી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, થેંક્સ શ્રી મનોજ સિંગાપુરી)

( ભવિષ્યનું સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ, ઇમેજ કર્ટસી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, થેંક્સ શ્રી મનોજ સિંગાપુરી)

( ભવિષ્યનું સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ, ઇમેજ કર્ટસી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, થેંક્સ શ્રી મનોજ સિંગાપુરી)

 

( ભવિષ્યનું સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ, ઇમેજ કર્ટસી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, થેંક્સ શ્રી મનોજ સિંગાપુરી)

January 28, 2019
pahechan_logo.jpg
1min8990

સુરત હવે ગુજરાત કે ભારતનું જ નહીં બલ્કે વિશ્વનું સૌથી ઝડપથી વિકસી રહેલું ધંધાકીય સિટી બન્યું છે. સ્માર્ટ સિટી, ડાયમંડ સિટી, ટેક્સટાઇલ સિટી, મોડેલ સિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિટી એવા કઇ કેટલાય હુલામણા નામો સુરતને એમ જ નથી મળ્યા. સુરત સફળ થયું છે તેના સફળ બિઝનેસમેન, સફળ પ્રોફેશનલ્સ થકી. મૂળ સુરતીઓ કે સૌરાષ્ટ્રથી સુરત આવીને વસેલા ગુજ્જુ હોય કે પછી ભારતના કોઇપણ રાજ્યમાંથી સુરતને કર્મભૂમિ બનાવીને અહીં સ્થાયી થયેલા લોકો હોઇ, તાપી નદી તટે વસેલા આ સુરત શહેરે તમામને અપનાવ્યા અને સબકા સાથ સબકા વિકાસ સૂત્રને વાસ્તવિક રીતે ચરિતાર્થ કરી દેખાડ્યું છે.

Posted by Pahechaan By Pooja & Piyush Vyaas on Thursday, 24 January 2019

સુરતમાં છેલ્લા દાયકાઓમાં જબરદસ્ત પ્રગતિ સાધનાર અનેક હસ્તીઓ મૌજુદ છે. આ સુપર સુરતીઓની સક્સેસ સ્ટોરીઝ પાછળ અનેક સિક્રેટ સંતાયેલા છે. આ સફળ સુરતીઓની સક્સેસ સ્ટોરીઝના સિક્રેટ સુરતના જાણીતા કપલ અને પબ્લિક સ્પિકીંગમાં ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર પિયુષ વ્યાસ અને પૂજા વ્યાસની જોડી બખૂબી ઉજાગર કરી રહી છે. પિયુષ-પૂજાની જોડીએ અગાઉ પહેચાન સીઝન-1 બાદ હાલમાં જ પહેચાન સીઝન-2 લોંચ કરી છે. પહેચાન એવો ટૉક શૉ છે જેમાં સુરતમાં રહીને પોતાના કર્મો થકી પોતાની ઓળખ ઉભી કરનારા બિઝનેસમેન, પ્રોફેશનલ્સ કે સેવાકીય કામ કરતા આગેવાનો સાથે વાતચીત, ચર્ચા વિચારણા કરીને તેમના જીવનની એવી અતરંગ વાતો બહાર લાવે છે કે જેનાથી પ્રેરાયને અનેક સામાન્ય લોકોને તેમની મુશ્કેલીઓમાંથી આગળ વધવાનું બળ મળે છે, પ્રેરણા મળે છે. આ જ કારણથી પિયુષ-પૂજા વ્યાસનો ટૉક શૉ પહેચાન સિરીઝ ટુ હાલમાં હીટ થઇ રહ્યો છે.

પહેચાન સીઝન ટુમાં પહેલા જ એપીસોડમાં સુરતમાં વિકલાંગો માટે કાર્યરત એવા કનુભાઇ ટેલરની સાથે પૂજા-પિયુષ વ્યાસની વાતચીત સુપર હીટ રહી અને જુદા જુદા ટેલિવિઝન, સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર આ શૉ લાખો લોકોને આકર્ષવામાં સફળ નિવડ્યો છે.

પિયુષ-પૂજા વ્યાસના પહેચાન સીઝન-2 ટોક શૉના એપિસોડ્સ શરૂ થઇ ચૂક્યા છે અને તેને વી ટીવી ગુજરાતી ન્યુઝ ચેનલ, સી.આઇ.એ. લાઇવ ન્યુઝ વેબ, જુદા જુદા ડિજીટલ પ્લેટફોર્મ્સ જેવા કે ગ્લોબલ સિટી, સિટી તડકા, જલ્સા કરો ને જેંતીલાલ, સુરત પ્રાઇડ વગેરે પરથી નિહાળી શકાય છે.

January 22, 2019
sadhna_vidyabhavan_logo.png
1min6500

વરાછા રોડ પર છેલ્લા 48 વર્ષથી કાર્યરત સાધના વિદ્યાભવન ટ્રસ્ટ સંચાલિત કે.સી. કોઠારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધો.12 સાયન્સમાં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીઓએ તાજેતરમાં જાહેર થયેલા જે.ઇ.ઇ. મેઇન 2019 પેપર-1 પરીક્ષાના પરીણામમાં એ-વન ગ્રેડ પર્સન્ટાઇલ હાંસલ કરીને સાધના વિદ્યાભવનનું નામ સમગ્ર ગુજરાતમાં જ નહીં દેશભરમાં નામ રોશન કર્યું છે. શાળામાં અભ્યાસ કરતા જયદીપ રમેશભાઇ મકવાણાએ કુલ 94.24 પર્સન્ટાઇલ, હર્ષ અશોકભાઇ ડોબરીયાએ કુલ 92.83 પર્સન્ટાઇલ અને ગૌરવ દિલીપભાઇ કાતવાએ કુલ 90.78 પર્સન્ટાઇલ જે.ઇ.ઇ. મેઇન પેપર-1 2019 જેવી રાષ્ટ્રવ્યાપી પરીક્ષામાં હાંસલ કરતા શાળા પરિવારના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઇ કતારગામવાળા સમેત ટ્રસ્ટગણ તેમજ સંચાલક મંડળએ તમામને શુભેચ્છાઓ પાઠવી છે. આ ત્રણ ઉપરાંત શાળાના 9 જેટલા વિદ્યાર્થીઓએ જેઇઇ મેઇનમાં 80 પ્લસ પર્સન્ટાઇલ હાંસલ કર્યા છે. આ તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવારો ફી મુક્તિ આપી છે.

January 21, 2019
mosmi-1280x622.jpg
1min5780

મૂળ કોંગ્રેસી અને અનેક પરાક્રમોને કારણે બદનામ ઉમેશ મહેતાએ આજે મૌસમી ચૈટરજીની પ્રત્રકાર પરીષદ યોજીને ભાજપા પ્રમુખ નીતિન ભજીયાવાળા, મહામંત્રી મદનસિંહ અટોદરીયા અને ભાજપાના સ્થાનિક આગેવાન પીવીએસ શર્માની મુશ્કેલી વધારી મૂકી છે. મૌસમી ચૈટરજીએ પત્રકારો સાથે વાદવિવાદ કર્યા એ મુદ્દો વિવાદીત બન્યો છે પણ મોડી રાત્રે કોંગ્રેસી ઉમેશ મહેતાએ એવી સ્પષ્ટતા કરી હતી કે મૌસમી ચૈટરજી તેમના અંગત આમંત્રણને માન આપીને સુરત આવ્યા હતા. પત્રકાર પરિષદ ઉમેશ મહેતાએ યોજી હતી, તેમાં ભાજપાનું કોઇ આયોજન ન હતું.

ઉમેશ મહેતાનો ખુલાસો આ મુજબનો છે

જમીનના કોઠાકબાડા માટે બદનામ થઇ ચૂકેલા ઉમેશ મહેતાએ કરેલા ઉપરોક્ત ખુલાસાએ ભાજપમાં મોટું ઘમસાણ ઉભું કરી દીધું છે. ખુદ ભાજપાના પ્રમુખ નીતિન ભજીયાવાલા, મહામંત્રી મદનસિંહ અટોદરીયા તેમજ પીવીએસ શર્મા હવે ફિક્સમાં મૂકાઇ ગયા છે, કેમકે ભાજપામાં જોડાયેલા મૌસમી ચૈટરજીનો કાર્યક્રમ કે પ્રેસકોન્ફરન્સ જો કોંગ્રેસી ઉમેશ મહેતાએ કરી હતી એવી સ્પષ્ટતા બાદ ભાજપમાં હવે ભજીયાવાલા વિરોધી જૂથે આ સમગ્ર મુદ્દાને ભાજપની પ્રતિષ્ઠા સાથે જોડી દીધો છે અને આ મુજબના સવાલો સોશ્યલ મિડીયામાં પૂછાઇ રહ્યા છે.

  1. ઉમેશ મહેતા કોંગ્રેસી છે તેમાં ભાજપના પ્રમુખ નીતિન ભજીયાવાળા, મદનસિંહ અટોદરીયા અને પીવીએસ શર્મા કોના આમંત્રણથી ત્યાં ગયા ?

  2. આયોજન કોંગ્રેસી ઉમેશ મહેતાનું હતું તો મંચ પર 20 ફૂટનું બેનર ભાજપ સુરત મહાનગરનું નામ, મોદી-અમિતશાહ અને નીતિન ભજીયાવાળાના ફોટા સાથે કોણે છપાવ્યું , છપાવનારાની સામે શું પગલાં લીધા?

  3. મૌસમી ચૈટરજીને મળવા માટે અન્ય કોઇ સ્થળ મળી શક્યું હોત પણ પ્રેસ કોન્ફરન્સમાં કેવી રીતે ઉપસ્થિત રહ્યા ?

  4. ભાજપાનું નામ વટાવવાની કોશીસ કરનાર ઉમેશ મહેતા સામે ભાજપા સુરત મહાનગર શું પગલાં ભરશે ?

  5. પ્રેસ કોન્ફરન્સની વાત છેલ્લા 3 દિવસથી ચાલી રહી હતી આમ છતાં ભાજપાએ કેમ તેને રોકવાની કોશીસ ન કરી ?

  6. ભાજપાના સાંસદો કે અન્ય નેતાઓને મૌસમી ચૈટરજીના કાર્યક્રમ અંગે કેમ વિશ્વાસમાં ન લેવાયા

બદનામ ઉમેશ મહેતાને ભાજપામાં પ્રવેશ અપાવવાનો તખ્તો હોવાની વાત

મૂળ બંગાળના અને બોલીવુડની પીઢ એક્ટ્રેસ મૌસમી ચૈટરજીને આજે સુરતમાં પ્રેસકોન્ફરન્સ યોજીને આ પ્રેસકોન્ફરન્સના આયોજક અને એક બદનામ કોંગ્રેસી ઉમેશ મહેતાને ભાજપામાં પ્રવેશ અપાવવાનો તખ્તો ગોઠવાયો હોવાની પણ ચર્ચાઓ ભાજપા અને કોંગ્રેસમાં જોરશોરથી ચાલી રહી છે. ખાસ કરીને કોંગ્રેસીઓ એવી મજા લઇ રહ્યા છે કે જેને કોંગ્રેસ હવે પોતાનો નેતા ગણતી નથી એ ઉમેશ મહેતા કે જમીનોના કોઠાકબાડા માટે બદનામ થઇ ચૂક્યા છે તેમને ભાજપા પોતાની પાર્ટીમાં સામેલ કરવા માટે આમંત્રી રહી છે. જોકે, આજે મૌસમી ચૈટરજીની પ્રેસ કોન્ફરન્સમાં થયેલા ભવાડા બાદ ભાજપે પ્રેસકોન્ફરન્સના આયોજન પોતાનું ન હોવાનું જણાવી દઇને ઉમેશ મહેતાના ભાજપામાં પ્રવેશની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું.

 

January 19, 2019
buddh-1280x960.jpg
1min5050

સુરતમાં ધર્મ પરિવર્તન માટે 500થી વધુ વ્યક્તિઓએ પાંચ વર્ષ પહેલા કલેકટરને અરજી કરી હતી કે બાદ્વધર્મ અંગિકાર કરવા માટેની મંજૂરી આપો   આ ધર્મ પરિવર્તન માટે આખરે પાંચ વર્ષ બાદ સરકારે 432 વ્યક્તિઓને બૌદ્ધધર્મ અંગિકાર કરવાની મંજૂરી આપી છે. જે સુરતના ઇતિહાસમાં પ્રથમ વખત ધર્મ પરિવર્તનની ઘટના બનશે.

આજરોજ તા.19 જાન્યુઆરીને શનિવારે સવારે  સુરત શહેરના ગોડાદરા ખાતે આવેલા મંગલ પાંડે કોમ્યુનિટી હોલ  ખાતે બૌદ્ધધર્મ દિક્ષા અંગિકાર કરવાનો સમારોહ અનેક લોકોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ સમારોહમાં 430 વ્યકિતઓ બૌદ્ધધર્મ અપનાવ્યો હતો.  સુરતમાં પ્રથમ વખત આ પ્રકારનો સમારોહ યોજાયો હોઇ, સમગ્ર દેશ દુનિયામાં આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બનવા પામ્યો છે.

બૌદ્ધધર્મ દીક્ષા અંગિકાર સમિતિના સુરતના કન્વીનર એડવોકેટ પરીક્ષિત રાઠોડએ જણાવ્યું હતું કે ધર્મ પરિવર્તન કરવા કાયદાની લાંબી પ્રકિયા પૂર્ણ કરાયા બાદ સુરત જિલ્લા કલેકટર તરફથી ધર્મ પરિવર્તનની મંજૂરી પ્રાપ્ત થઇ છે. જે અંગેના પ્રમાણપત્રના વિતરણ માટે આ સમારોહનું આયોજન કરાયું છે.