CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 38 of 76 - CIA Live

May 5, 2020
luxarybus.jpg
1min4830

હીરા ઉદ્યોગને કારણે સૌરાષ્ટ્રથી સૂરત આવીને વસેલા મૂળ સૌરાષ્ટ્રવાસીઓને હાલ કોવીડ-19 લૉકડાઉનમાં સૂરત રહીને કંટાળ્યા છે અને હવે તેમને માદરે વતન જવું છે. સૂરતના વરાછાના ધારાસભ્ય અને સરકારના મંત્રી કુમાર કાનાણીએ આ અંગે સરકારમાં વાતચીત કરતા હવે સૂરતથી સૌરાષ્ટ્ર તેમજ અન્ય જિલ્લાઓમાં જવા માટેની એક પ્રોસીજર નક્કી કરવામાં આવી છે.

જેમકે સુરતથી સૌરાષ્ટ્ર કે અન્ય જિલ્લામાં જવા માગતા લોકોએ ઓનલાઇન નોંધણી કરાવવાનું રહેશે. આ અંગેની વેબસાઈટ તા.5મીએ સાંજે અથવા 6એ સવારે લોંચ કરી દેવામાં આવશે. એમ મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે.

કલેક્ટર ઓફિસમાં ઓનલાઈન અરજી કર્યા બાદ જેમને પરવાનગી મળશે તેમનું મેડિકલ સ્ક્રિનિંગ કરાશે.

ચેકપોસ્ટ પર સહી-સિક્કા કરી બસ કે ખાનગી વાહનમાં જે-તે વ્યક્તિ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી, માસ્ક પહેરીને સુરતથી સૌરાષ્ટ્ર જવા રવાના થઈ શકશે. આ અંગેની તૈયારીઓ કરવા માટે સીએમ દ્વારા એક કમિટિ બનાવાઈ છે, જેના અધ્યક્ષ સ્થાને કિશોર કાનાણીની નિમણૂંક કરાઈ છે. સુરતથી સૌરાષ્ટ્ર જવામાં એક જ શરત રખાઈ છે કે કોઈપણ વ્યક્તિને એક કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાંથી બીજા કન્ટેઈન્મેન્ટ ઝોનમાં જવાની પરવાનગી નહીં અપાય.

સુરતથી ઓલપાડ, અંકલેશ્વર અને જંબુસરના રસ્તે સૌરાષ્ટ્ર જઈ શકાશે. આવતીકાલથી તેના માટે રજિસ્ટ્રેશન શરુ કરાશે અને ત્યારબાદ મંજૂરી આપવાનું શરુ કરાશે. જે લોકોને શરદી, ઉધરસ કે શ્વાસ લેવામાં કોઈ તકલીફ ના હોય તે લોકોને જ પરમિશન અપાશે. સૌરાષ્ટ્ર પહોંચ્યા બાદ જે-તે જિલ્લાના તંત્ર દ્વારા પણ આ લોકોની ચકાસણી કરાશે.

જે લોકોમાં કોરોનાના કોઈપણ લક્ષણ દેખાશે તેને નજીકની હોસ્પિટલમાં મોકલાશે. જે લોકોમાં લક્ષણ નથી તેઓ હોમ ક્વોરન્ટાઈન કે તંત્ર દ્વારા ઉભી કરાયેલી ક્વોરન્ટાઈન ફેસિલિટીમાં રહેવું પડશે. 14 દિવસનો ક્વોરન્ટાઈન પિરીયડ પૂરો થયા બાદ 30 દિવસ સુધી તેમને ત્યાં જ રહેવું પડશે. મતલબ કે, તેઓ 45 દિવસ સુધી સુરત પરત નહીં આવી શકે.

May 5, 2020
diamond-cutting.jpg
1min4810

સૂરતના હીરા ઉદ્યોગમાં સક્રીય એવા નાના અને મધ્યમ કક્ષાના કારખાનેદારો કફોડી હાલતમાં મૂકાયા છે. એક તરફ છેલ્લા દોઢ મહિનાથી ધંધો બંધ અને બીજી તરફ લોકડાઉનના દોઢ મહિનાથી પણ વધુ સમયમાં પગાર ના મળતાં લાખો રત્ન કલાકારો કફોડી સ્થિતિમાં મૂકાયા છે. સરકારનો આદેશ હોવા છતાંય રત્ન કલાકારોને પગાર નહીં કરી શકનારા સૂરતના અંદાજે 118 જેટલા કારખાનેદારો સામે કારીગરોના યુનિયને લેબર કમિશનમાં ફરિયાદ કરી હોવાનું જાણવા મળ્યું છે.

આવા 118 લોકો સામે યુનિયન દ્વારા લેબર કમિશનમાં ફરિયાદ કરવામાં આવી છે. જોકે, અહીં મુશ્કેલી એ પણ છે કે ઘણા કારખાનેદારો કારીગરોને પૂરો પગાર ચૂકવી શકવાની સ્થિતિમાં નથી. 50-200 કારીગરો ધરાવતા નાના અને મધ્યમ કક્ષાના ઘણા કારખાનેદારોએ હજુ સુધી કારીગરોને કોઈ આર્થિક મદદ નથી કરી.


April 30, 2020
surat_police.jpg
1min5220

રાજ્યભરમાં જ્યારે લોકડાઉન ચાલુ છે ત્યારે સૂરત શહેર પોલીસ પણ સખતાઈથી લોકડાઉનનું કડક પાલન કરાવી રહી છે. સુરત શહેરમાં કોરોનાના કેસ વધતા પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે અનુસાર હવે આગામી 14 મે સુધી શહેરભરમાં 144 કલમ લાગુ પડશે.

અગાઉના જાહેરનામા અનુસાર કલમ 144નો 30 એપ્રિલના રોજ અંત આવતો હતો. જેથી હવે નવું જાહેરનામું બહાર પાડીને 14 દિવસનો વધારો કરવામાં આવ્યો છે. જેથી હવે શહેરમાં 4થી વધુ વ્યક્તિઓ ભેગા નહીં થઈ શકે.

April 28, 2020
surat_loksabha.png
1min4210

સૂરતમાં આજે બે જુદા જુદા સ્થળોએ બબાલ મચતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઇ હતી. હીરા બુર્સ બની રહ્યું છે એ ખજોદ ખાતે કામ કરતા મજૂરોએ વતન જવાની માગ સાથે તોફાન કરીને સિક્યુરિટી કેબિન સમેતની ચીજવસ્તુઓની તોડફોડ કરતા મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી હતી.

સુરતના ખજોદ સ્થિત હિરાબુર્સ સાઇટ પર બાંધકામ કરતા કામદારો દ્વારા એકાએક હોબાળો કરવામાં આવ્યો હતો. કામદારોના ટોળાએ ઓફિસની કેબિનોમાં ભારે તોડફોડ કરી હતી. લગભગ 300થી 400 કામદારોએ અચાનક જ કન્સ્ટ્રક્શન સાઈટ પર આવી પહોંચ્યા હતા અને વાહનો તેમજ ઓફિસમાં તોડફોડ કરી હતી. બિલ્ડિંગની બહાર પાર્ક કરેલી ગાડીઓમાં પણ મોટું નુકસાન પહોંચાડ્યું છે. હાલ પોલીસ દ્વારા તેમને સમજાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

ડીંડોલીમાં લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

સૂરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા ઠાકોર નગરમાં શાકભાજી લેવા નીકળેલા ચારથી પાંચ લોકોને PCR વાનના પોલીસ જવાનોએ ઉભા રાખી દંડાવાળી કરતા જોતજોતામાં મામલો બિચક્યો હતો. પોલીસની મારઝૂડને પગલે આસપાસની સોસાયટીના રોષે ભરાયેલા લોકો રોડ પર ઉતરી આવ્યા હતા અને પોલીસ સાથે ઘર્ષણ કરતા સામ સામે થઈ ગયા હતા. વહેલી સવારે બનેલી ઘટના બાદ ઘેરાઈ ગયેલી પોલીસ કર્મચારીઓની મદદ માટે એસઆરપી, ડિંડોલી અને લિંબાયત પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. લગભગ એક કલાકના ઘર્ષણ બાદ મામલો થાળે પડ્યો હતો.

April 16, 2020
zones_map-surat.jpg
1min5650

સુરતમાં છેલ્લા 4 દિવસથી કોરોનાના કેસોમાં ઉછાળો આવતા હોટસ્પોટ વિસ્તારોમાં કરફ્યુની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, સુરતના 5 વિસ્તારો જેમાં સલાબતપુરા, મહિધરપુરા, લાલગેટ, અઠવા અને લિંબાયતમાં આજે મઘરાતની કરફ્યુ લાગુ કરવામાં આવશે. જેનો 22 એપ્રિલ 2020 સુધી અમલ કરવાનો રહેશે.

કરફ્યુ દરમિયાન બપોરે 1થી 4 દરમિયાન માત્ર મહિલાઓ જીવન જરૂરી વસ્તુઓ લેવા માટે બહાર નીકળી શકશે. વિડીયો કોન્ફરન્સ બાદ એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે આજે મધરાતેથી 22 એપ્રિલ 2020 સુધી સુરત શહેરમાં 4 પોલીસ સ્ટેશન અને એક પોલીસ ચોકી વિસ્તારમાં કરફયુનો અમલ કરવાનો રહેશે. જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરફયુનો અમલ થવાનો છે તેમાં સલાબતપુરા, મહિધરપુરા, લાલગેટ, અઠવા અને લિંબાયતના કમરૂનગર પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે. સૌથી વધુ કેસ સામે આવ્યા છે તેવા 5 વિસ્તારમાં 22 એપ્રિલ સુધી કરફ્યુ જાહેર કરવામાં આવ્યું છે.

એ પૂર્વે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સુરત શહેરમાં વધતા જતા કોરોના સંક્રમણની સ્થિતી અંગે મુખ્ય સચિવ અનિલ મુકિમ, રાજ્યના પોલીસ વડા  શિવાનંદ ઝા, ACS સંગીતા સિંહ, સુરતના પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા કલેકટર સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને સમીક્ષા કરી હતી. કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા લોકડાઉનને વધુ સખ્ત બનાવવા અંગે પણ આ વિડીયો કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવી હતી.

March 30, 2020
sanitizer.jpg
1min5060

કુરાર પોલીસે શનિવારે સવારે મલાડમાં કાર રોકી નીલકુમાર રાજેશભાઈ શાહને પકડી પાડ્યો હતો. તેની કારમાં સેનિટાઈઝરનાં કેન મળી આવ્યા હતા, જેની પર કોઈ પણ અધિકૃત કંપનીનું લેબલ નહોતું, ઉત્પાદનની તારીખ, ગ્રુપ નંબર, એક્સપાયરી ડેટ નહોતી. ઉત્પાદન કરતી સંસ્થાનો લાઈસન્સ નંબર વગેરે વિગતો પણ નહોતી. પોલીસે પૂછપરછ કરતાં નીલે બરોબર જવાબ આપ્યા નહોતા. આથી ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા.

ડ્રગ્સ ઈન્સ્પેક્ટર ખિવસરાએ પૂછપરછ કરતાં નીલે કેનમાં સેનિટાઈઝર છે, જે સુરતમાં પોતાની કંપનીમાં ઉત્પાદન કરીને મુંબઈમાં લોઅર પરેલમાં વેચવા માટે આવ્યો હતો એવું જણાવ્યું હતું. જોકે તે સેનિટાઈઝર ઉત્પાદનની પરવાનગી આપતું લાઈસન્સ રજૂ કરી શક્યો નહોતો. કારમાંથી ખાખી રંગનાં ૪૦ બોક્સ મળી આવ્યાં હતાં. એક બોક્સમાં અંદાજે ૫ લિટર સેનિટાઈઝરના ૧૬૦ કેન હતા. એક કેનની કિંમત રૂ. ૫૦૦ મળી કુલ રૂ. ૮૦,૦૦૦નો માલ હતો. આમાંથી ચાર કેન તાબામાં લઈ દ્રવ્યની તપાસ અને વિશ્લેષણ કરવા માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. નીલની ધરપકડ કર્યા પછી જામીન પર છોડી મુકાયો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.

March 26, 2020
corona-1.jpg
1min13220

जिंदगी की पहली रेस होगी जिसमें रुकने वाले की जीत पक्की है : ગુજરાતમાં કોરોના કેસ 43 થયા

સૂરત શહેરના લાખો લોકો માટે આજે તા.26મી માર્ચ 2020નો દિવસ રાહતના સમાચાર લઇને આવ્યો છે. સૂરત શહેરમાં કોરોના વાઇરસ જેવા શંકાસ્પદ લક્ષણો ધરાવતા 8 દર્દીઓના સેમ્પલ લેબોરેટરીમાં ટેસ્ટિંગ અર્થે પેન્ડીંગ સ્ટેટસ ધરાવતા હતા. એ તમામનો આજે રિપોર્ટ નેગેટીવ જાહેર થયો છે.

આજે સવારે 10.30 કલાકે જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ સૂરત શહેરમાં હવે કોરોના શંકાસ્પદ એક પણ દર્દીના સેમ્પલનો રિપોર્ટ પેન્ડીંગ નથી. સૂરત શહેરમાં હવે કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 6 જ છે. 8 દર્દીઓના સેમ્પલ્સ ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેમનો રિપોર્ટ નેગેટીવ આવતા તંત્રવાહકો સમેત શહેરીજનો માટે ખાસ્સી રાહતના સમાચાર છે.

ગુજરાતમાં 43 કેસ

સવારે 11 કલાકે રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ આપેલી માહિતી મુજબ ગુજરાતમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા વધીને 43 થઇ છે. જેમાં અમદાવાદના 15, ગાંધીનગર અને સૂરતના 7-7, વડોદરામાં 8, રાજકોટમાં 4 તથા કચ્છ અને ભાવનગરમાં 1-1 કેસ હોવાની પુષ્ટી કરવામાં આવી છે.

ગુજરાતમાં કોરના કેસ તા.26મી માર્ચ 2020 સવારે 11 કલાકે

  • અમદાવાદ 15
  • વડોદરા 8
  • સૂરત 7
  • ગાંધીનગર 7
  • રાજકોટ 4
  • કચ્છ 1
  • ભાવનગર 1

હવે સોશ્યલ ડિસ્ટન્સિંગ મહત્વનું

સૂરત શહેરમાં તા.26મી માર્ચે સવારે 11 કલાકના સ્ટેટસ અનુસાર હાલ કોઇ શંકાસ્પદ દર્દી કોરોના સ્પેશ્યલ વોર્ડમાં નવો દાખલ થયો નથી. આઠ દર્દીઓના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. આવી સ્થિતિમાં હવે સૂરતના લોકો જેટલું સોશ્યલ ડિસ્ટન્સિંગ કરશે એટલો ફાયદો સૂરતને મળશે. સૂરત શહેર પોલીસ તંત્ર, વહીવટીતંત્ર, સૂરત મહાનગરપાલિકા સમેત તમામ વહીવટી તંત્રો લૉકડાઉનને જડબેસલાક બનાવવા માટે કટિબદ્ધ છે. સૂરતના લોકો પણ લૉકડાઉનનો ચુસ્તપણે અમલ કરે એ હવે જરૂરી અને નિર્ણાયક થઇ પડ્યું છે.

March 26, 2020
aqi-1280x737.png
1min12790

જો ભાઇ લૉકડાઉનથી તકલીફ તો રે’વાની, પણ સૌથી મોટો ફાયદો સૂરતીઓને મળી રહ્યો છે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સૂરત શહેર અને જિલ્લાને લૉકડાઉનથી સૌથી મોટો ફાયદો એ મળી રહ્યો છે કે ગઇ તા.22મીથી લગભગ મોટા ભાગે વ્હીકલ મૂવમેન્ટ બંધ થઇ ગઇ છે. 72 કલાક દરમિયાન વાહનોની અવરજવર સૂરતના માર્ગો પર 90 ટકા જેટલી ઘટી છે અને તેનો સીધો ફાયદો સૂરતના વાતાવરણને થયો છે. એક સમયે દિવાળીના દિવસોમાં સૂરતનો એર ક્વોલિટી ઇન્ડેક્ષ એર ક્વોલિટી ઇન્ડેક્ષ (AQI) 400ને પાર પહોંચી ગયો હતો ત્યાં આજે તા.26મી માર્ચ 2020ની સવારે 10.10 કલાકે સૂરત મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ પર અપડેટ કરાયેલી સૂરતના એર ક્વોલિટી ઇન્ડેક્ષ (AQI)ની માહિતી મુજબ સૂરતના વરાછા વિસ્તારમાં મૂકાયેલા પ્રદૂષણ માપક યંત્રમાં 96 એર ક્વોલિટી ઇન્ડેક્ષ (AQI) દર્શાવી રહ્યો છે. જે સૂરતનું વાતાવરણ સંતોષકારક હોવાનું જણાવે છે.

તા.26મી માર્ચ 2020ને સવારે 10.10 કલાકે સૂરત મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ પર અપડેટ કરાયેલી એર ક્વોલિટી ઇન્ડેક્ષ (AQI) ની માહિતીનો સ્ક્રીન શૉટ

છેલ્લા 24 કલાકના એર ક્વોલિટી ઇન્ડેક્ષ (AQI) નો ગ્રાફ

સૂરત મહાનગરપાલિકાએ વરાછા અને લિંબાયત વિસ્તારમાં હવા માપક યંત્રો મૂક્યા છે. જે સતત ચોવીસે કલાક સૂરતની એર ક્વોલિટીને મેઝર કરે છે.

લૉકડાઉનથી લોકોને મુશ્કેલીઓ પડી રહી છે પણ સિક્કાની બીજી બાજુ સકારાત્મક ફેરફારો પણ આપણા સ્વાસ્થયને ફાયદો થાય એવા છે

લોકડાઉનથી કેટલાક લોકોને મુશ્કેલીઓનો સામનો જરૂરથી કરવો પડી રહ્યો છે, પરંતુ કહેવાઈ છે ને કે દરેક સિક્કાની બે બાજુ હોય છે. લોકડાઉનની પણ બીજી બાજુ છે, જે સકારાત્મક છે. ફેક્ટરીઓ, વાહનોની અવર-જવર તેમજ કંસ્ટ્રક્શન કામ વગેરે બંધ થવાના કારણે હવાનું પ્રદૂષણ ઘટ્યું છે. આખો દેશ લોકડાઉન છે તેથી હવાની ગુણવત્તામાં સુધારો થઈ રહ્યો છે.

દેશના અન્ય મહાનગરોના એર ક્વોલિટી ઇન્ડેક્ષ (AQI)ની સ્થિતિ

મુંબઈનું AQI લેવલ 53, ચેન્નઈનું 59 અને કોલકાતાનું 50 છે. દેશના અન્ય શહેરોમાં પટનાનું AQI લેવલ 130, રાંચીનું 68, ભોપાલનું 226, જયપુરનું 101, લખનઉનું 116 જ્યારે દહેરાદુનનું AQI લેવલ 126 છે.

March 24, 2020
sumul_dairy.jpg
1min4580

સુમુલ ડેરીના ચેરમેન શ્રી રાજુભાઇ પાઠકે સુરત શહેર તેમજ સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં પણ સુમુલ ડેરીનું દૂધ તેમજ દુધની પ્રોડક્ટસ અગાઉ જે રીતે મળતી રહી છે એ રીતે સતત લૉકડાઉન દરમિયાન પણ મળતી રહેશે. લોકો કોઇપણ પ્રકારની દોડધામ કે સ્ટોરેજ કરે નહીં.

તેમણે કહ્યું કે સુમુલ ડેરી પાસે તમામ સામગ્રી તેમજ દુધનો આવરો અવિરત પણે જારી છે અને રહેશે. અફવાઓથી ભરમાશો નહીં કે ખોટી દોડધામ કરશો નહી. કોઇ નકારાત્મક વાત નહીં માનવા રાજુ પાઠકે સૂરત શહેર તેમજ જિલ્લાના તમામ નાગરીકો તેમજ સુમુલ ડેરીના યુઝર્સને જાહેર અપીલ કરી છે.

સુમુલ ડેરીના ચેરમેન શ્રી રાજુ પાઠકે વિડીયો મેસેજથી યુઝર્સને ફિકર નહીં કરવા જણાવ્યું

March 23, 2020
cp2.jpg
1min8810

સૂરતને લૉકડાઉન કરવામાં આવ્યું હોવા છતાં સામાન્ય સૂરતીઓ આજે ડેઇલી રૂટિનની જેમ સવારથી જ ઘરની બહાર નીકળી પડ્યા હતા. કોરોના વાઇરસ સ્પ્રેડનું મોટું રિસ્ક હોવા છતાં પણ સૂરતના લોકો બિલકુલ બેફિકર થઇને રસ્તાઓ પર ફરી રહ્યા હોઇ, ખુદ મ્યુનિસિપલ કમિશનર શ્રી બચ્છાનિધિ પાની તેમજ પોલીસ કમિશનર શ્રી બ્રહ્મભટ્ટ આજે તા.23મી માર્ચે સવારે શહેરના માર્ગો પર આવ્યા હતા અને લોકોને ઘરે રહેવા સમજાવ્યા હતા.

શહેરના અનેક વિસ્તારોમાં આજે જાણે સામાન્ય રૂટિન લાઇફ હોય એમ લોકો ટોળે વળ્યા હતા, પોલીસે રોકતા પોલીસ સાથે જીભાજોડીના પણ બનાવો બન્યા હતા. કેટલાક સ્થળોએ પોલીસે બળ પ્રયોગ કરવો પડ્યો હતો. મોટા ભાગના વિસ્તારોને પોલીસે કોર્ડન કરી લીધા હતા.

શહેરીજનોએ વાતનો સમજવી જોઇએ કે લૉકડાઉન દરમિયાન ફક્ત આવશ્યક સેવાઓ સંકળાયેલા લોકો માટે જ અવરજવર ખુલ્લી રાખવામાં આવી છે. સામાન્ય લોકોએ શક્ય હોય ત્યાં સુધી ઘરે બેસીને પોતાના કામો કરવા જોઇએ.

SMC commissioner