સુરતના સરકારી તંત્રો ખાસ કરીને પોલીસ તંત્ર અને મહાનગરપાલિકા તંત્ર મોટા ધરમસંકટમાં મૂકાયા છે. આજરોજ તા.24મી જુલાઇએ ગુજરાત પ્રદેશ પ્રમુખ બન્યા પછી પહેલી વખત સુરત આવી રહેલા સી.આર. પાટીલને સત્કારવા માટે જે પ્રકારે વાલકથી ઉધના મગદલ્લા રોડ સુધીની કાર રેલી કાઢવામાં આવી છે. એ જ પ્રકારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ પહેલી વખત સુરત આવી રહ્યા હોઇ તેમના સ્વાગત માટેની રેલી કાઢવાની પરવાનગી માગતી અરજી સ્થાનિક કોંગ્રેસી કોર્પોરેટર નિલેશ કુંભાણીએ કરી છે.
કોંગ્રેસના કોર્પોરેટર નિલેશ કુંભાણીએ તા.23મી જુલાઇએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને સત્કારવા માટેની રેલીને મંજૂરી આપવા અંગેનો પત્ર સરથાણી પી.આઇ.ને લખ્યો છે. હવે પોલીસ તંત્ર શું કરશે એના પર તમામની નજર ઠરી છે.
કોંગ્રેસના કોર્પોરેટર નિલેશ કુંભાણીએ તા.23મી જુલાઇએ હાર્દિક પટેલની રેલીને પરવાનગી માટે અરજી કરી
નિલેશ કુંભાણીની ફેસબુક વોલ પરથી લેવાયેલા ચિત્રમાં 2જી ઓગસ્ટે હાર્દિક પટેલની રેલીનું આયોજન થયાની માહિતી મળી
સુરતમાં ખાસ કોવીડ-19ની ડ્યુટી માટે તૈનાત કરવામાં આવેલા આઇ.પી.એસ. અધિકારી હરેકૃષ્ણ પટેલ આજરોજ તા.23મી જુલાઇએ કોરોના સંક્રમિત હોવાના ઇલેક્ટ્રોનિક મિડીયામાં ફેલાયેલા સમાચારે સમગ્ર ગુજરાતના પોલીસ બેડા સમેત સમગ્ર સૌરાષ્ટ્રવાસી બહુલ વસતિ ધરાવતા વિસ્તારોમાં ખાસ્સી ચર્ચા જગાડી છે.
વરાછામાં કોરોના સંક્રમણ સામે જાગૃતિ લાવવા પાયાનું કામ કર્યું હરેકૃષ્ણ પટેલે
લોકોના સંક્રમણથી બચાવવા આ રીતે પોતાના સ્ટાફ સાથે પોલીસ અધિકારી હરેકૃષ્ણ પટેલ વરાછા, કતારગામ ખૂંદી વળ્યા
સુરતમાં વય મર્યાદાને કારણે નિવૃત થયેલા પોલીસ કમિશનર સતીશ શર્માની જગ્યાએ ઇન્ચાર્જ પૂર્વ પોલીસ કમિશનર તરીકે કામગીરી બજાવી ચૂકેલા અને હાલમાં ખાસ કોવીડ-19ની ડ્યુટી માટે સુરતમાં તૈનાત કરવામાં આવેલા હરેકૃષ્ણ પટેલ એક એવા આઇ.પી.એસ. અધિકારી કે જેમણે વરાછા, કતારગામ વિસ્તારોમાં સોસાયટીએ, સોસાયટીએ, ગલીઓ, મહોલ્લાઓમાં ફરી ફરીને કોરોના સંક્રમણથી મુક્ત કેવી રીતે રહી શકાય એ અંગેની સમજ આપી હતી. વરાછા કતારગામમાં હજારો લોકોને તેઓ રૂબરૂ મળ્યા અને તેમને સોશ્યલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવા, સાફસફાઇ રાખવા જેવી બાબતોથી વાકેફ કર્યા અને તેમને કોરોના સંક્રમિત થતા બચાવ્યા છે.
સરથાણા વિસ્તારમાં આવેલી સોસાયટીઓના પ્રમુખોને કોરોના સંક્રમણ અટકાવવા માટેનું માર્ગદર્શન આપવા માટે હજુ ગઇ તા.19મી જુલાઇએ જ મિટીંગ યોજાઇ હતી. જેમાં હરિકૃષ્ણ પટેલ અને સરથાણા પી. આઈ. સોલંકી અન્ય ઉચ્ચ અધિકારીશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું.
કોવીડ-19ની ડ્યુટીમાં આવ્યા પછી વરાછા કતારગામમાં દિવસ રાત સેંકડો મિટીંગો કરી
કોવીડ-19ની ખાસ ડ્યુટી માટે સુરત મૂકાયેલા આઇ.પી.એસ. હરેકૃષ્ણ પટેલે ડ્યુટી જોઇન કર્યા પછી સુરતના વરાછા, કતારગામ, કાપોદ્રા, સરથાણા, પૂણા વગેરે વિસ્તારોમાં દિવસ રાત એક કરીને અનેક મિટીંગો કરી. પગપાળા સોસાયટીઓની ગલીઓમાં, ખૂણે ખૂણે ગીચ બાંધકામો વચ્ચે જઇને લોકોને કોરોના સંક્રમણ કેવી રીતે થાય એનાથી વાકેફ કર્યા. લોકોની આદતો સુધારવાનું માર્ગદર્શન આપ્યું.
સ્નેહીઓ, મિત્રોને મળવા આવવા પણ સાફ ના પાડતા
ખુદ પોલીસ અધિકારી શ્રી હરેકૃષ્ણ પટેલ પોતે એ વાતથી વાકેફ હતા કે તેઓ જે રીતે લોકોની વચ્ચે જઇ રહ્યા છે, તેઓ સંક્રમિત થઇ શકે. સોસાયટીઓ, એપાર્ટમેન્ટોમાં, ગલીએ, મહોલ્લાઓમાં જઇને લોકોને માર્ગદર્શિત કરી રહ્યા હતા એ જોતા તેમને પણ એવો મનમાં ડાઉટ રહેતો કે તેમને પણ કદાચ સંક્રમણ થઇ શકે અને એટલે જ સુરતમાં તેમના એટલા બધા મિત્રો, સ્નેહીઓ, સગા સબંધીઓ વગેરે તેમને મળવા માટે કોલ કરતા ત્યારે તેઓ સામેથી કહેતા કે મને મળવા આવવું નહીં.
નેતાઓ જેની ‘ગાડી’માં બેસવાથી કતરાતા, એ CR પાટીલ હવે BJPની ડ્રાઇવિંગ સીટ પર !!
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
1995માં સુરતના સાંસદ અને ભાજપના કદાવર નેતા કાશીરામ રાણાનો દબદબો હતો. સાંસદ પણ હતા અને ગુજરાત પ્રદેશ પ્રમુખ પણ. કાશીરામ રાણા એ પછી વાજપેયીજીની આગેવાની હેઠળની એન.ડી.એ. સરકારમાં કેબિનેટ મિનિસ્ટર બન્યા. કાશીરામ રાણા જ્યાં સુધી સાંસદ રહ્યા ત્યાં સુધી તેમને ફાળવવામાં આવેલી નવી દિલ્હીના નોર્થ એવેન્યુ બંગલા નં.213માં રહેતા હતા. આ બંગલો ગુજરાતના નેતા માટે કહેવાય છે કે ખુબ શુકનિયાળ છે.
લોકો જેમની ગાડીમાં બેસવાનું પસંદ કરતા ન હતા એ સી.આર. પાટીલ હવે ગુજરાત બીજેપીની ડ્રાઇવિંગ સીટ પર પહોંચી ગયા છે
આ તસ્વીર ઘણી સૂચક છે. 19 જુલાઇ પહેલાનો સમય એવો હતો કે સ્થાનિક ભાજપી નેતાઓ સી.આર. પાટીલની ગાડીમાં (અહીં ગાડીનો અર્થ સાથે રહેવું સમજવો) બેસવા રાજી ન હતા, એ લોકોએ હવે સી.આર. પાટીલની ડ્રાઇવિંગ સીટ સાથે ભાજપની ગાડીમાં બેસવું પડશે. (CiA Live)
કાશીરામ રાણાની સાંસદ પદેથી એક્ઝિટ થઇ અને 2009માં એક સમયના તેમના ખાસ સી.આર. પાટીલની નવસારીના સાંસદ તરીકે લોકસભામાં એન્ટ્રી થઇ. સી.આર. પાટીલે ખુદ જણાવેલી વાત અનુસાર સાંસદ તરીકે તેમને દિલ્હી ખાતે એલોટ કરવામાં આવતા નિવાસ સ્થાન માટે સી.આર. પાટીલે આગ્રહ કરીને નોર્થ એવન્યુ બંગલા નં.213 જ પોતાના નામે એલોટ કરાવ્યો હતો.
આજે પણ નવસારી સાંસદ તરીકે સી.આર. પાટીલ ભલે નર્મદા ભવન ખાતે રહેતા હોય પરંતુ, તેમણે નોર્થ એવન્યુ 213 નંબરનો બંગલો પોતાના નામે જ એલોટ રખાવ્યો છે.
હિસ્ટ્રી રિપીટ થાય એમ સી.આર. પાટીલની તા.20મી જુલાઇ 2020 ને સોમવતી અમાસના દિવસે ગુજરાત પ્રદેશ ભાજપાના પ્રમુખ પદે નિમણૂંક પામ્યા અને આજરોજ તા.21મી જુલાઇને મંગળવારે શ્રાવણ માસના પહેલા દિવસે તેઓ ગુજરાત બીજેપી ચીફ તરીકે ચાર્જ અખત્યાર કરી રહ્યા છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે કાશીરામ રાણા હોય કે સી.આર. પાટીલ દિલ્હીના નોર્થ એવન્યુ બંગલા નં.213માં જે રહ્યા છે એ ગુજરાતના રાજકારણમાં ટોચે પહોંચ્યા છે એ બાબત હકીકત સ્વરુપે દોહરાઇ ચૂકી છે.
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના માજી પ્રમુખ અને સુરતના જાણિતા ઉદ્યોગપતિ પરેશ પટેલ સતત સી.આર. પાટીલની પડખે રહ્યા. (CiA Live)
સી.આર. પાટીલને જ્યારે જ્યારે કોર્નર કરીને એકલા અટૂલા પાડવાનો પ્રયાસ થયો ત્યારે તેઓ અકલ્પ્ય પોઝીશન સાથે બહાર આવ્યા
સી.આર. પાટીલને સમજવામાં તેમના રાજકીય હરીફોએ ભારે થાપ ખાધી છે. ગુજરાત ભાજપના કેટલાક સંગઠનના નેતાઓએ કદાચ સી.આર. પાટીલનો રાજકીય ઇતિહાસ તપાસી જોયો હોત તો એક હિંટ જરૂર મળી હોત કે જ્યારે જ્યારે સી.આર. પાટીલને ઇગ્નોર કરવામાં આવ્યા ત્યારે ત્યારે તેઓ પાવરફુલ થઇને બહાર આવ્યા છે.
રાજનીતિમાં દુશ્મનાવટ એવી થતી હોય છે કે એ બીજાનું વજુદ ખતમ કરી દેવા સુધીની પેંતરાબાજી રોજેરોજ જોવા મળે. સી.આર. પાટીલને સ્પર્શે છે ત્યાં સુધી એક સમયમાં ગુજરાતના કદાવર નેતા તરીકે જેમનું નામ બોલાતું એ સુરતના કાશીરામ રાણા સાથે તેમને અબોલા થયા, દુશ્મનાવટ થઇ એક સમયના પાક્કા વિશ્વાસુ રાજકીય દુશ્મન બન્યા એ સમયે સી.આર. પાટીલના કપરા દિવસો હતા. ડાયમંડ જ્યુબિલી બેંક ડિફોલ્ટ થઇ અને એના અનુસંધાનમાં સી.આર. પાટીલ જેલમાં ગયા. એ સમય હતો કે જ્યારે સુરત અને દક્ષિણ ગુજરાતમાં સી.આર. પાટીલ સાફ થઇ ગયાની વાતો ચાલી હતી. પણ સૌના આશ્ચર્ય વચ્ચે સી.આર. પાટીલે 2009માં નવસારી બેઠકના ભાજપાના ઉમેદવાર તરીકે રીએન્ટ્રી કરી.
હાલમાં પણ સુરત ભાજપામાં સી.આર. પાટીલને સાંસદ અને દિગ્ગજ નેતા હોવા છતાં કોર્નર કરવાના અનેક પ્રયાસો થયા. ભાજપના સંગઠનના નેતાઓ સી.આર. પાટીલને ઇગ્નોર કરવાની એકેય તક જતી કરતા ન હતા. આખા બોલા સી.આર. પાટીલે અનેક પ્રસંગોએ પોતાના દુશ્મનોને જાહેરમાં સંભળાવી પણ દીધું હતું. એવું કહેવામાં આવી રહ્યું હતું કે સી.આર. પાટીલની હવે આ છેલ્લી ટર્મ છે અને હવે તેમનો હાથ કોઇ પકડશે નહીં. આવી વાતો વચ્ચે ગુસ્તાખ ભાજપના કેટલાક નેતાઓને તા.20મી જુલાઇને સોમવતી અમાસે એવો ઝાટકો લાગ્યો કે હવે તેમને પોતાનું ભવિષ્ય જ અંધકાર મય લાગી રહ્યું છે.
સી.આર. પાટીલને એટલા અટૂલા કરી દેવાયા કે કોઇ પદ પર લોબિંગ કરવા માટે સી.આર. પાટીલ પાસે મજબૂત દાવેદારનું નામ ન હતું
સી.આર. પાટીલ માટે છેલ્લા બે વર્ષ સુરત, દક્ષિણ ગુજરાતમાં એટલા કપરાં ચઢાણ જેવા રહ્યા કે તેમને તેમના રાજકીય વિરોધીઓએ ભાજપામાં જ એટલા અટૂલા પાડી દીધા હતા કે તેઓ કોઇ પદ પર પોતાની વ્યક્તિનું નામ રજૂ કરે તેવો સમખાવા પૂરતો એકેય નેતા તેમની સાથે ન હતો. તેમની નજીકના સેકન્ડ કેડરના નેતાઓ સી.આર. પાટીલને જ પોતાના હરીફ ગણવા માંડ્યા હતા. સુરત ભાજપ સંગઠનમાં કે સરકારમાં કોઇ પદ આપવા માટે સી.આર. પાટીલ પાસે દાવો કરવા માટે માથા બાકી બચ્યા ન હતા એવી સ્થિતિ સુધી તેમની અવગણના કરવામાં આવી હતી.
છેલ્લે છેલ્લે તો હર્ષ સંઘવી સિવાય મોટા ભાગના નેતાઓએ સી.આર. પાટીલથી ડિસ્ટન્સ બનાવી લીધું હતું
કોરોના કાળ હોય કે એ પહેલેથી સુરતમાં સી.આર. પાટીલ અને હર્ષ સંઘવીની જોડીએ ભાજપ સંગઠન અને સરકાર બન્ને માટે લોકલ (સુરત, અમદાવાદ)થી લઇને અમેરીકા સુધીના કાર્યક્રમોમાં ખભેખભા મિલાવીને કામ કર્યા. (CiA Live)
વર્તમાન સમયમાં નવસારીના સાંસદ અને સુરતના નેતા સી.આર. પાટીલ માટે કહેવાય છે કે પોતાના ઘર (ભાજપ)માં જ ચોમેર વિરોધીઓનો સામનો કરવાનો સમય આવ્યો હતો. સુરતમાં એક માત્ર હર્ષ સંઘવી સિવાય મોટા ભાગના નેતાઓએ સી.આર. પાટીલ સાથે ડિસ્ટન્સ બનાવી લીધું હતું. સી.આર. પાટીલ માટે અણગમો કહો, સી.આર. પાટીલના એરોગન્સથી નારાજગી હોય, સી.આર. પાટીલની કામ કરવાની પદ્ધતિથી નારાજગી હોય ભગવાન જાણે પણ ભાજપાના નેતાઓ સી.આર. પાટીલથી દૂર રહેવાનું પસંદ કરતા હતા. પણ હવે જ્યારે પ્રદેશ પ્રમુખ બની ચૂક્યા છે ત્યારે તેમણે મને કમને પણ તેમને અપનાવવા રહ્યા.
સુરતમાં વધી રહેલા કોરોના સંક્રમણને નાથવા માટેના પ્રયાસોના ભાગરૂપે સુરતીઓએ અનેક સામાજિક સંસ્થાઓ, સ્વૈચ્છીક સંસ્થાઓ, ધંધાકીય સંસ્થાઓના આગેવાનો દ્વારા કરવામાં આવેલી સ્વૈચ્છીક લૉકડાઉનની હાકલને અનુસરીને હવે સુરતીઓમાં સ્વયંભુ લૉકડાઉનની જાગૃતિ જોવા મળી રહી છે. આજે તા.14મી જુલાઇએ શહેરમાં અવરજવરમાં ખાસ્સી ઓટ જોવા મળી હતી. લોકો સ્વૈચ્છીક રીતે એક સપ્તાહનું લૉકડાઉન પાળવા માટે અગ્રેસર થયા હોવાનું સ્પષ્ટ જણાય આવે છે.
તા.13 જુલાઇથી 21 જુલાઈ સુધીના એક સપ્તાહ દરમિયાન સરકાર ભલે લૉકડાઉન કરે નહીં પરંતુ, સુરતીઓ સ્વયંભુ, સ્વૈચ્છીક લૉકડાઉન પાળે એવા શરૂ કરાયેલા ટ્રેન્ડને આજે તા.14મી જુલાઇએ પહેલા દિવસે જબરદસ્ત પ્રતિસાદ સાંપડ્યો છે. સ્વયંભુ લૉકડાઉનમાં લોકો જોડાઇ રહ્યા છે તેની અનુભૂતિ મુખ્ય માર્ગો પરના ટ્રાફિકની સ્થિતિ પરથી પ્રતીત થઇ રહી છે.
સુરતના મુખ્ય ઉદ્યોગો, ટેક્સટાઇલ, ડાયમંડ, રિયલ એસ્ટેટ સમેત અનેક નાના મોટા ધંધારોજગાર ધરાવતા લોકોએ સ્વયંભુ એક સપ્તાહ માટે લૉકડાઉનમાં જોડવાને સમર્થન આપ્યું છે. આમ છતા, કેટલાક વેપાર ધંધાઓ શરૂ જોવા મળ્યા હતા.
હોસ્પિટલોમાં જગ્યા નથી, જીવનરક્ષક ઇન્જેકશન મળતા નથી, સ્વયંભુ લૉકડાઉન જ સૌથી મોટો ઉપાય
સુરતમાં એક તરફ સિવિલ તેમજ સ્મીમેર જેવી સરકારી હોસ્પિટલોમાં જગ્યા નથી અને શહેરની ખાનગી હોસ્પિટલોમાં તો પહેલેથી જ તમામ બેડ ફુલ થઇ ચૂક્યા છે. કોવીડ-19ના ક્રિટીકલ પેશન્ટસ જીવન રક્ષક ઇન્જેક્શન ટોસીલીઝુમેબ અને રેમડેસીવીર ઇન્જેક્શન માટે રીતસર તરસી રહ્યા છે. આ સ્થિતિને પગલે સુરતવાસીઓ હવે સ્વૈચ્છીક લૉકડાઉન પાળી રહ્યા છે.
આ સ્થિતિમાં શહેરમાં હવે સ્વૈચ્છિક લોકડાઉન માટે લોકો આગળ આવી રહ્યાં છે. શહેરના વરાછા સ્થિત માનગઢ ચોકમાં અને ચોકસીબજારને તારીખ 19મી જુલાઈ સુધી સ્વંયભૂ રીતે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો એ મુજબ આજે તા.14મી જુલાઇએ હીરા બજાર સ્વયંભુ બંધ જોવા મળ્યા હતા.
કોરોના વાયરસના આ વિસ્તારોમાં વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં લઈને માનગઢ 1 અને 2 તેમજ ચોકસીબજારને 19મી જુલાઈ સુધી એટલે કે એક અઠવાડિયા માટે શટડાઉન કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બંધ સ્વંયભૂ છે, વરાછામાં આવેલા સેફ ડિપોઝિટ વોલ્ટ પણ આ સમય દરમિયાન બંધ જોવા મળ્યા હતા.
કતારગામ, વરાછા સૌથી વધુ અસરગ્રસ્ત
સુરતમાં છેલ્લાં 10 દિવસમાં સૌથી વધુ કોરોના વાયરસનું સંક્રમણ વરાછા અને કતારગામમાં જોવા મળ્યું છે. સુરતના કુલ પોઝિટીવ કેસમાંથી 50 ટકા કેસ આ બે વિસ્તારમાંથી મળ્યાં છે. સુરત મ્યુનિ. કમિશનર અને પોલીસ કમિશનર રોજે-રોજ સંક્રમિત વિસ્તારોની મુલાકાત લઈને લોકોને સચેત કરી રહ્યાં છે. કોરોનાથી બચવાના ઉપાયોનું પાલન કરવા અને પાલિકા દ્વારા ઊભી કરવામાં આવેલી આરોગ્ય સેવાઓનો લાભ લેવા જણાવવામાં આવી રહ્યું છે.
તા.13મી જુલાઇને સોમવારે પણ બંને મ્યુનિસિપલ કમિશનર અને શહેર પોલીસ કમિશનરે તેમની ટીમો સાથે શહેરના કોરોના સંક્રમિત વિસ્તારોની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી હતી અને જે-તે વિસ્તારના લોકોને કોરોના સામે જાગૃત રહેવા સૂચનો કર્યા હતા.
કેમકે શહેરના કુલ 2028 પોઝિટીવ કેસોમાંથી 1043 કેસો વરાછા એ અને બી અને કતારગામ ઝોનમાંથી મળ્યાં છે.
રાજ્યમાં અત્યાર સુધી અમદાવાદ ખાતે દૈનિક નવા કેસો સૌથી વધુ મળી રહ્યા હતા. જે હવે સુરત શહેર અને જિલ્લામાંથી મળવાના શરૂ થયા છે. તા.9મી જુલાઇએ સતત ત્રીજા દિવસે સુરત શહેર જિલ્લાના કેસોની સંખ્યા અમદાવાદ શહેર જિલ્લાના કેસો કરતા વધુ નોંધાઇ છે.
સુરતમાં શહેર અને જિલ્લામાં કેસની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં કોરોનાના 212 નવા કેસ નોંધાયા છે અને 103 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. સુરત જિલ્લામાં પણ કોરોનાના કેસની સંખ્યા 100ની નજીક પહોંચવા આવી છે. છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લામાં 95 નવા કેસ નોંધાયા છે અને 21 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. સુરતમાં ચાર અને સુરત જિલ્લામાં બે લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.
તા.9મી જુલાઇના છેલ્લા 24 કલાકમાં સુરતમાં કોરોનાના 212 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક સમયે સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત રહેલા અમદાવાદમાં 153 કેસ નોંધાયા છે.
અમદાવાદ તથા અમદાવાદ જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા ઘટી રહી છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોરોનાના 153 નવા કેસ નોંધાયા છે અને 133 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. અમદાવાદમાં મૃત્યુઆંક પણ છેલ્લા ઘણા દિવસોથી એક આંકડામાં નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોવિડ-19થી પાંચ લોકો મૃત્યુ પામ્યા છે.
ગુજરાતમાં કોરોના વાયરસથી સૌથી ખરાબ રીતે
અસરગ્રસ્ત અમદાવાદમાં હવે સ્થિતિ ઝડપથી સુધરી રહી હોય તેવું લાગી રહ્યું છે.
અમદાવાદમાં હવે કોરોનાના નવા કેસની સંખ્યા કરતા ડિસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા વધી
રહી છે. તો બીજી તરફ સુરતમાં સતત ત્રીજા દિવસે 200થી વધુ કેસ નોંધાયા છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં 201 નવા કેસ નોંધાયા છે.
અમદાવાદમાં હવે કોરોનાની સ્થિતિ સુધરી રહી છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોવિડ-19ના 168 નવા કેસ નોંધાયા છે. જ્યારે તેની સામે 235 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. અમદાવાદ જિલ્લાની
વાત કરીએ તો 15
નવા કેસ નોંધાયા છે અને
પાંચ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદમાં સાત લોકોના મૃત્યુ થયા છે. આમ
અમદાવાદમાં કેસ અને મૃત્યુઆંક સતત ઘટી રહ્યો છે.
કોરોના વાયરસના કેસની સંખ્યામાં ગુજરાતમાં હવે
સુરત પ્રથમ ક્રમે આવી ગયું છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં 201
કેસ નોંધાયા છે જ્યારે 42 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. સુરત જિલ્લાની વાત
કરીએ તો 40
નવા કેસ નોંધાયા છે અને
44
દર્દીઓ સાજા થયા છે.
છેલ્લા 24
કલાકમાં સુરતમાં ચાર
અને સુરત જિલ્લામાં બે લોકોના મૃત્યુ થયા છે.
સુરતમાં કોરોનાના સતત વધી રહેલા કેસના કારણે રાજ્ય સરકાર પણ એક્શન
મોડમાં આવી ગઈ છે. મુખ્યમંત્રી વિજય રુપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જાતે
સુરતની મુલાકાતે જઈ આવ્યા છે. મુખ્યમંત્રીએ સુરતમાં 100 કરોડના ખર્ચે બે કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલ
બનાવવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત સુરત માટે 200 વેન્ટિલેટર્સ મોકલવામાં આવ્યા છે.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સુરતની મુલાકાત બાદ પરત ગાંધીનગર ગયાના 36 કલાક બાદ આજે તા.6 જુલાઇને સોમવારે બપોરે સુરતના મજુરાના ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ એક ટ્વીટ કર્યું હતું, સોમવારે બપોરે 12.31 મિનિટે કરવામાં આવેલા ટ્વીટમાં હર્ષ સંઘવીએ લખ્યું છે કે કોઇની નજરમાં આવવા માટે મહેનત ન કરો, તમારામાં કાંઇક હશે તો, નજરમાં આવી જ જશો..
Surat Majura MLA Harsh Shanghvi file photo
હર્ષ સંઘવીએ આ ટ્વીટ કોઇને પણ ઉદ્દેશીને લખ્યું નથી. કે નથી હર્ષ સંઘવીએ આ ટ્વીટ સાથે કોઇક હેશટેગ કર્યું. આમ છતાં ભાજપના સુરત સમેત સમગ્ર ગુજરાતના ગ્રુપોમાં તેમની આ ટ્વીટને તીર તરીકે લઇને તેમની ટ્વીટની ઇમેજ જોરદાર રીતે ફરી રહી છે. કહેવા વાળા કહી રહ્યા છે કે સુરતમાં હર્ષ સંઘવી જે ગતિએ આગળ વધી રહ્યા છે એ જોતા ભાજપાના અનેક નેતાઓના પેટમાં તેલ રેડાય રહ્યું છે. હર્ષ સંઘવીએ પોતાના ટ્વીટ અંગે કોઇ સ્પષ્ટતા કરી નથી ફક્ત એ નોર્મલ ટ્વીટ સ્ટેટસ અપડેટ છે પરંતુ, ભાજપામાં હવે આ ટ્વીટ એક તીરની જેમ ચાલી રહ્યું છે.
ખુબ સામાન્ય ભાવે ટ્વીટ કર્યું છે : હર્ષ સંઘવી
સી.આઇ.એ લાઇવ સાથે વાતચીતમાં હર્ષ સંઘવીએ સાહજિકતાથી કહ્યું કે ભાઇ એકદમ સામાન્ય ભાવે આ ટ્વીટ કર્યું છે, આમા કોઇને કશું સંભળાવાનો કે ટોન્ટીંગનો કોઇ ઇરાદો નથી.
ધારાસભ્ય હર્ષ સંઘવીની ટ્વીટ માટે નીચેની લિંક પર ક્લીક કરો
કોઈની નજરમાં આવવા માટે મહેનત ન કરો, તમારામાં કાંઈક હશે તો, નજરમાં આવી જ જશો..
હર્ષ સંઘવીનું આ ટ્વીટ ગણતરીની મિનિટોમાં 60 વખત રીટ્વીટ થઇ ચૂક્યું હતું
સુરતના મજુરા વિસ્તારના ધારાસભ્ય હર્ષ સંઘવીની ટ્વીટનો ફોટો હાલ સુરત અને ગુજરાતના પોલીટીકલ વ્હોટ્સએપ ગ્રુપ્સમાં ગરમાગરમ રીતે વાઇરલ થઇ રહ્યો છે, જેની જેપીજી ઇમેજ નીચે પ્રસ્તુત છે
હર્ષ સંઘવી હાઇપ્રોફાઇલ વર્કિંગ પોલિટીકલ લિડર છે, સુરતમાં સાંસદને પણ ઝાંખા પાડે તેવો પ્રભાવ ધરાવે છે
સુરત મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવી પ્રભાવશાળી નેતા છે અને ધૂંઆધાર કામગીરી માટે વખણાય છે. કોવીડ 19 જનતા કરફ્યુથી શરૂ કરીને અત્યાર સુધી અત, તત્ર, સર્વત્ર તેઓ જ બધે કામ કરતા દેખાયા છે, લોકોએ તેમના કામની સરાહના ખૂબ કરી છે. કોવીડ-19માં સતત સક્રિય રહેલા નેતાઓમાં સી.આર. પાટીલ અને હર્ષ સંઘવીનો નામોલ્લેખ બધા કરી રહ્યા છે ત્યારે હર્ષ સંઘવીએ આજે જે ટ્વીટ કરી છે એ કોને ઉદ્દેશીને કરી હશે એ બાબતને લઇને અનેક તર્કવિતર્કો શરૂ થયા છે.
સુરતમાં ટેક્સટાઇલ માર્કેટો શરૂ રાખવાના વેપારીઓના નિર્ણય બાદ સોમવાર તા.6 જુલાઇ 2020ના રોજ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે જો કોઇ ટેક્સટાઇલ માર્કેટમાં એક કરતા વધુ કેસો મળી આવશે તો તેને 7 દિવસ માટે બંધ કરી દેવામાં આવશે.
એ પૂર્વે રવિવારે સુરતમાં સાંસદ સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને ટેક્સટાઇલ વ્યાપારીઓની બેઠક યોજાઇ હતી.
જેમાં લોકડાઉન બાદ શરૂ થયેલ ડાયમંડ અને ટેક્સટાઈલ ઉદ્યોગો છેલ્લા છ દિવસથી બંધ કરવામાં આવ્યા છે પરંતુ કોરોના પોઝિટિવ કેસમાં ચોંકાવાનારો વધારો જોવા મળતા હવે સોમવારે સાતમા દિવસે આ ઉદ્યોગો ચાલુ થશે તો પણ નવી ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવાની શરતને પાળવી પડશે. જોકે કારખાનદાર કે એકમમાં ગાઇડલાઇનું પાલન નહીં થાય તો તેને તાત્કાલીક બંધ કરી દેવાની ચીમકી તંત્ર દ્વારા અપાઇ ચૂકી છે. સુરતમાં કામદારોમાં કોરોનાના કેસ વધી રહ્યા હતા. શનિવારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે સુરતની મુલાકાત કરી હતી. જેના બાદ આજે ડાયમંડ અને કાપડ ઉદ્યોગોના અગ્રણીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. કોરોનાની વિકટ બનતી સ્થિતિ વચ્ચે ઉદ્યોગો શરૂ રાખવા કે બંધ તે અંગે નિર્ણય લેવા ચર્ચા વિચારણા કરાઈ હતી. હીરા અગ્રણીઓ મીટિંગમાં કોરોના મહામારી વચ્ચે કઈ રીતે ઉદ્યોગ ચાલુ રાખી શકાય તે અંગે વાતચીત કરી હતી. સાત દિવસ પૂર્ણ થાય છે. તેઓએ જણાવ્યું હતુ કે, હીરા ઉદ્યોગ નવી ગાઈડલાઇન સાથે શરૂ થશે. આ ગાઈડલાઇનનું કડકપણે પાલન કરવું પડશે.
કોવીડ-19ના કેસો હવે સુરતમાં અમદાવાદ કરતા પણ વધુ નોંધાઇ રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યના હેલ્થ કમિશનર જયંતિ રવિ સુરતમાં છે, રાજ્યના અનેક ઉચ્ચાધિકારીઓ સુરત આવ્યા છે. દરમિયાન આજે શનિવાર, તા.4 જુલાઇ 2020ના રોજ સવારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ, ચીફ પ્રિન્સીપાલ સેક્રેટરી કૈલાશનાથન સમેત ગાંધીનગરથી અનેક અધિકારીઓનો કાફલો સુરતમાં આવ્યો છે.
રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ સાથે ચીફ પ્રિન્સિપાલ સેક્રેટરી કે કૈલાસનાથન પણ સુરત પહોંચ્યા છે. આજે આખો દિવસ સીએમ સુરત મ્યુ. કોર્પોરેશન, કલેક્ટર ઓફિસના ઉચ્ચ અધિકારીઓ સાથે મિટિંગો કરશે. આ ઉપરાંત તેઓ નવી સિવિલ હોસ્પિટલ અને અન્ય સવલતોની પણ મુલાકાત લઈ કોરોનાના દર્દીઓને સારવાર આપવા ઉભી કરાયેલી વ્યવસ્થાની સમીક્ષા કરવાના છે.
મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ સુરત એરપોર્ટ પર ઉતરતાની સાથે જ કલેક્ટર ડો. ધવલ પટેલ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની તેમજ અન્ય અધિકારીઓ પાસેથી સુરતનું સ્ટેટસ જાણ્યું હતું.
સુરતની મુલાકાત અંગે ડેપ્યુટી સીએમ નીતિન પટેલએ ફેસબુક પર સ્ટેટસ અપડેટ કર્યું
સુરતમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણમને કાબુમાં લેવા માટે સુરત માટે આજે નવી નીતિ ઘડાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સુરતમાં હવે કોવીડ-19ના કાયદાઓનું પાલન સખ્તાઇથી કરવામાં આવશે. સુરતમાં લૉ એન્ફોર્સમેન્ટ કરાવવામાં સ્થાનિક મહાનગરપાલિકાનું તંત્ર તેમજ પોલીસ તંત્ર વામણું પુરવાર થયું છે અને તેના કારણે જ સંક્રમણના કેસો વધી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાનું તંત્ર અને પોલીસ બન્નેના સ્ટાફ મનસ્વી રીતે જ કોવીડની ગાઇડલાઇન્સનું પાલન કરાવતા હતા.
રહેમ કરતા હોઇ એ રીતે ફેરીયાઓ, કામદારો પર પોલીસ એકશન લેતી નથી, બધુ જોર મિડલ ક્લાસ પર
પોલીસ સ્ટાફ રહેમ કરતા હોય એ રીતે કોરોના સુપર સ્પ્રેડર શાકભાજીવાળા ફેરીયાઓ, લૉઅર ક્લાસના કામદારો વગેરેએ માસ્ક ન પહેર્યો હોય, જાહેરમાં થૂંકીને ગંદકી કરતા હોય તેની સામે કેસો નથી કરતા ફક્ત જે લોકો કાયદાનું પાલન કરતા હોય છે. એવા મિડલ ક્લાસ પર જ ભીંસ વધારી રહ્યા છે.
સુરતમાં મહાનગરપાલિકા નિર્મિત ઇડબલ્યુએસ આવાસોમાં કોવીડ 19ની ગાઇડલાઇન્સનું કશું પાલન થતું નથી. આવા વિસ્તારોમાં જો સંક્રમણ ફેલાશે તો એ કાબૂમાં આવતા મોટી કિંમત સુરતના લોકોએ ચૂકવવી પડશે. હવે જ્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી અને નાયબ મુખ્યમંત્રી સમેતનો કાફલો આવ્યો છે ત્યારે તેમના ધ્યાને આ જ વાત લાવવામાં આવી છે કે સુરતમાં લૉ એન્ફોર્સમેન્ટમાં સખ્તાઇના અભાવે પરિસ્થિતિ બગડી જવા પામી છે.
સુરતમાં બેકાબુ કોરોનાને અટકાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. તેવામાં આજે સુરત મ્યુનિસિપલ કમિશનરે બંછાનિધિ પાનીએ ગુજરાત રાજ્ય એપેડેમિક ડીસીઝ એક્ટ 1897ની કલમ 2-3-4ના આધારે સુરત મહાનગરપાલિકાના નોર્થ ઝોન (કતારગામ), ઈસ્ટ ઝોન (વરાછા-A) અને ઈસ્ટ ઝોન (સરથાણા-B)માં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે તમામ પાનના લારી/ગલ્લા તથા પાનની દુકાનો 7 દિવસ માટે બંધ રાખવા નિર્ણય કર્યો છે. એટલું જ નહીં, અન્ય વિસ્તારમાં આવેલા પાનના ગલ્લા, દુકાનો અને લારીઓ પર 4થી વધારે લોકોની ભીડ ન કરવા અને જાહેરમાં થૂંકવા પર પણ પ્રતિબંધ લગાવ્યો છે.
સુરતમાં આવેલા તમામ પાનના ગલ્લા/ લારી તથા પાનની દુકાનમાં લોકોની ભીડ થાય છે. તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવામાં આવતું નથી. ઘરથી બહાર નીકળતા લોકો જાહેરમાં માસ્કનો ઉપયોગ કરવાનું પણ ટાળી રહ્યા છે. આ ઉપરાંત પાન મસાલા ખાઈને લોકો જાહેરમાં જ થૂંકતા નજરે પડે છે. જેથી કોરોનાનું સંક્રમણ ભયનજક રીતે ફેલાઈ રહ્યું છે. જેથી શહેરના મ્યુનિસિપલ કમિશનરે ઉપરોક્ત વિસ્તારોમાં પાનના ગલ્લા, દુકાનો અને લારીઓ 7 દિવસ બંધ રાખવા નિર્ણય કર્યો છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.