CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 30 of 76 - CIA Live

January 18, 2021
surat_metro-1280x693.jpg
1min449
Four Firms submit bids for Construction of Underground Line of Surat Metro  - Metro Rail News

આજરોજ તા.18મી જાન્યુઆરી 2021ના દિને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા અમદાવાદ અને સુરતમાં મેટ્રો રેલ પ્રોજક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2 તેમજ સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના ભૂમિપૂજન કાર્યક્રમ પ્રસંગે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રુપાણી ઉપસ્થિત રહ્યા હતા.

વિડીયો કોન્ફરન્સિંગમાં ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ
રૂટ: સરથાણા-ડાયમંડ સિટી, ભેસાણ-સરોલી
ટોટલ કિલોમીટર: 40.35
સ્ટેશનની સંખ્યા: 38
અંદાજિત પ્રોજેક્ટ ખર્ચ: 12020 કરોડ રૂપિયા

January 16, 2021
breaking_CIA-1280x831.jpg
3min1130

Jayesh Brahmbhatt 9825344944

16 જાન્યુઆરી એટલેકે આજે શનિવાર મળસ્કે સુરતીઓ જ્યારે મીઠી નિંદર માણી રહ્યા હતા ત્યારે સુરતનું હવામાન સિવિયર કક્ષાએ બગડ્યું હતું. સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ પર રાઉન્ ધ ક્લોક થઇ રહેલા મોનિટરિંગમાં સુરતનો એર ક્વોલિટી ઇન્ડેક્ષ AQI વરાછા અને લિંબાયતના મેઝર ઇક્વિપમેન્ટ પર 410 પ્લસ નોંધાયો હતો. સિવિયર કેટેગરીમાં એર ક્વોલિટી ઇન્ડેક્ષ AQI હોય તો એ ફેફ્સા અને હાર્ટ પર સીધી અને ગંભીર રીતે અસર કરી શકે છે.

નીચે દર્શાવેલો સ્ક્રીન શૉટ સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ પરથી લેવાયેલું દ્રશ્ય છે. જ્યાં આજે તા.16મી જાન્યુઆરી 2021ના રોજ મળસ્કે આ સિઝનમાં સૌથી ખરાબ એર ક્વોલિટી ઇન્ડેક્ષ AQI 414 જે લિંબાયત ખાતેના મેઝર ઇક્વિપમેન્ટ ખાતે નોંધાયો હતો. જ્યારે વરાછા ખાતે મૂકાયેલા મશીન પર એર ક્વોલિટી ઇન્ડેક્ષ AQI 441 નોંધાયો હતો.

પાછલા વર્ષ સુધી દિવાળીના સમયે આવું બનતું

ગત વર્ષ સુધી દિવાળીના તહેવારો દરમિયાન સુરતનો એર ક્વોલિટી ઇન્ડેક્ષ AQI 400 પ્લસ એટલે કે સિવિયર કેટેગરીમાં જોવાતો હતો પરંતુ, આ વખતે જાન્યુઆરીના મધ્યમાં આ પ્રકારનું વાતાવરણ અને એ પણ સિઝનમાં પહેલી વખત આવું બન્યું છે.

આ રીતે સમજીએ એર ક્વોલિટી ઇન્ડેક્ષ AQIને

Air Quality Index (AQI) categories:

  • AQI between 0-50 is considered Good.
  • AQI between 51-100 is considered Satisfactory.
  • AQI between 101-200 is considered Moderately Polluted.
  • AQI between 201-300 is considered Poor.
  • AQI between 301-400 is considered Very Poor.
  • AQI between 401-500 is considered Severe.

AQI levels and likely impact on Human Health

  • Good – Minimal impact.
  • Satisfactory – May cause minor breathing discomfort to sensitive people.
  • Moderately polluted – May cause breathing discomfort to people with lung disease such as asthma, and discomfort to people with heart disease, children and older adults.
  • Poor – May cause breathing discomfort to people on prolonged exposure, and discomfort to people with heart disease.
  • Very poor – May cause respiratory illness to the people on prolonged exposure. The effect may be more pronounced in people with lung and heart diseases.
  • Severe – May cause respiratory impact even on healthy people, and serious health impacts on people with lung/heart disease. The health impacts may be experienced even during light physical activity.

January 4, 2021
pavan_sharma.jpg
1min477

પાન મસાલા અને પૂજા બન્નેમાં વપરાતી સોપારીના ફળ ઉપર કોતરણી કરીને જુદા જુદા મિનિએચર તૈયાર કરી રહેલા સુરતી સિટીઝન પવન શર્માના આર્ટની વિશ્વભરમાં પ્રશંસા થઇ રહી છે.

માર્ચથી જુન સુધી લાગૂ થયેલા લૉકડાઉનના સમય દરમિયાન મિનિએચર સુરતી આર્ટિસ્ટ પવન શર્માએ સોપારીના ફળ ઉપર ચિત્રો બનાવવાનું શરૂ કર્યું હતું. પવન શર્માએ અત્યાર સુધીમાં સોપારી ફળ પર રામમંદિર, ગણેશજી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં ચિત્રો કોતરણી કરીને ઉપસાવ્યા છે.

सूरत के मिनिएचर आर्टिस्ट ने सुपारी पर बनाई अद्भुत कलाकृतियां

सूरत के मिनिएचर आर्टिस्ट ने सुपारी पर बनाई अद्भुत कलाकृतियां, देखें Photos

ફક્ત લોક ડાઉનના સમયમાં જ પવન શર્માએ સોપારી પર કોતરણીને શોખ તરીકે વિકસાવ્યો અને હવે એ પ્રોફેશનલ આર્ટીસ્ટ તરીકે આગળ વધી રહ્યા છે. પવન શર્માએ સોપારી પર પાંદડાંઓનાં બૉક્સ, શંખ શેલ સ્ટૅન્ડ્સ,  કોરોના-વૉરિયર્સ, નાનાં લઘુચિત્ર, પાણીનાં વાસણ જેવાં લગભગ ૬૦ ચિત્રો કોતર્યાં છે.

સોપારી સખત હોવાથી એના પર ચિત્રો કોતરવામાં ખૂબ મહેનત અને સમય માગી લે છે. એ વિશે પવન શર્માનું કહેવું છે કે શરૂઆતમાં બેથી ત્રણ કલાકનો સમય લેતાં આ ચિત્રો હવે માત્ર ૧૫ મિનિટમાં તૈયાર કરી શકાય છે.

Image may contain: 1 person

January 3, 2021
seaplane-1280x826.jpg
1min497
Ahmedabad: India’s first seaplane lands at Sabarmati River ahead of its inauguration by Prime Minister Narendra Modi in Ahmedabad, Monday, October 26, 2020.

ભારતની જળમાર્ગ મંત્રાલયે સાગરમાલા સીપ્લેન સેવા માટે એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ મગાવ્યા છે. મંત્રાલયે યમુના રિવરફ્રન્ટથી અયોધ્યા, ટિહરી, શ્રીનગર અને ચંડીગઢ, મુંબઈથી શિરડી, લોનાવાલ અને ગણપતિપુલે, સુરતથી દ્વારકા, માંડવી અને કંડલા ઉપરાંત અંડમાન અને નિકોબારથી લક્ષદ્વીપ સમૂહ માટે ઈઓઆઈ માગ્યા છે.

આ રૂટ ઉપર સીપ્લેન ઉડાન યોજના હેઠળ સંચાલીત કરવામાં આવશે. આ સ્કીમ હેઠળ સામાન્ય લોકો વાજબી કિંમતમાં મુસાફરી કરી શકે છે.

મંત્રાલયે પરિયોજના માટે એક હબ અને સ્પોક મોડલનો ઉપયોગ કરવાની યોજના બનાવી છે. પરિયોજનાના સફળતાપૂર્વક શરૂ થવા ઉપર નક્કી રૂટ ઉપર સેવા શરૂ થઈ શકે છે. અમદાવાદ રિવર ફ્રન્ટથી કેવડિયા સુધી સ્પાઈસજેટ કંપની સીપ્લેન સેવા આપે છે.

કંપની આ માટે 15 સીટર ટ્વીટ ઓટેર 300 એરક્રાફ્ટનો ઉપયોગ કરે છે. જે દુનિયામાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતું સૌથી સુરક્ષિત એરક્રાફ્ટ છે.

December 29, 2020
smc.jpg
1min446

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર બ્રિગ્રેડ વિભાગે રાત્રે કાર્યવાહી હાથ ધરી સપાટો બોલાવી દીધો છે. ફાયર સેફ્ટી વિનાની કોમર્શિયીલ બિલ્ડીંગ્સ સામે પગલાં ભરતાં એક હજારથી વઘારે દુકાનોને સીલ કરીને દુકાનદારોને નોટીસ પાઠવવામાં આવી છે. ફાયર સેફ્ટીના પુરતા સાધનો અને સર્ટીફિકેટ લીધા બાદ જ દુકાનોના સીલ ખોલવા માટે આદેશ અપાયો છે. 

જે દુકાનોને સીલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તેમાં અંબાજી માર્કેટમાં  650 દુકાનો, ન્યૂ અંબાજી માર્કેટમાં 80 દુકાનો, મધુસુદન હાઉસમાં 100 દુકાનો, શંકર માર્કટમમાં 110 દુકાનો, મનીષ માર્કેટમાં 200 દુકાનો, ભેસ્તાનમાં આવેલા પેરિસ પ્લાઝા કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં 54 દુકાનો અને ડ્રીમ હોન્ડાના શો રુમનો સમાવેશ થાય છે

December 21, 2020
CIA_Live_Logo_New2.jpg
1min836

Jayesh Brahmbhatt 98253 44944

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના 2005 પછીના પ્રમુખોએ દાખવેલી ગંભીર બેદરકારી ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારની આંખે ચઢી છે. સરસાણા ખાતે ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરનો પ્રોજેક્ટ હાથ ધરાય એ પહેલાની કાગજકીય કાર્યવાહીમાં રાજ્ય સરકારે સ્પષ્ટ જણાવ્યું હતું કે સુરત કલેક્ટર, સુરત મ્યુનિસિપલ કમિશનર અને ગુજરાતના ઉદ્યોગ કમિશનરને હોદ્દાની રૂએ ચેમ્બર ઓફ કોમર્સના ટ્રસ્ટ (સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર) માં સરકારી પ્રતિનિધિ તરીકે સમાવવામાં આવે.

પત્ર સ્વરુપે જુલાઇ 2004માં આ પ્રકારની સ્પષ્ટ અને લેખિતમાં સૂચના રાજ્ય સરકારે આપી હતી. આ અંગે ચેમ્બરના તત્કાલિન પ્રમુખ દિનેશ માંડલેવાલાએ 2 ફેબ્રુઆરી 2005ના રોજ ઠરાવ પણ કર્યો હતો. એ પછી જ સારને સ્પેશ્યલ પર્પઝ વ્હિકલ બનાવીને સુરત ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરના નિર્માણની પ્રક્રિયા હાથ ધરાવી જોઇતી હતી. પરંતુ, કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર કે રાજ્યના ઉધોગ કમિશનરને ચેમ્બરના ટ્રસ્ટ કે કમિટીમાં લીધા વગર કરોડોનો વહીવટ ચેમ્બરના કેટલાક કારભારીઓએ મનસ્વી રીતે કરી નાંખ્યો છે અને હજુ પણ તેના વહીવટ, મેઇન્ટેનન્સ વગેરેમાં સરકારી પ્રતિનિધિઓને સમાવવાની દરકાર લેવામાં નથી આવી રહી.

આ કોઇપણ પ્રકારના સિમેન્ટ સિલિંગ (સ્લેબ) વગર બનાવવામાં આવેલા સરસાણા કન્વેશન સેન્ટરના નિર્માણમાં કહેવાય છે કે રૂ.46 કરોડ જેવી માતબર રકમ ખર્ચી નાંખવામાં આવી છે. જેમાં 80 ટકા જેટલી રકમ સરકારે આપી છે. આમ છતા, કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને ગુજરાતના ઉદ્યોગ કમિશનરને સમાવ્યા વગર ચેમ્બરના કેટલાક વ્હાઇટ કોલર કારભારીઓએ સમગ્ર વહીવટ મનસ્વી રીતે કર્યો છે. પરંતુ, હવે આ વાત સરકારના ધ્યાને આવી છે અને ટૂંક સમયમાં જ ચેમ્બર, સાર અને ટ્રસ્ટ તમામના વહીવટમાં એકસૂત્રતા જળવાય તે અંગે માર્ગદર્શક સૂચનાઓ ચેમ્બર ઓફ કોમર્સને આપવામાં આવે તેમ છે.

46 કરોડના ખર્ચે સરસાણા ડોમ બને એ પહેલા ચેમ્બરના ટ્રસ્ટમાં મ્યુનિ. કમિશનર, કલેક્ટર અને રાજ્યના ઉદ્યોગ કમિશનરને હોદ્દાની રૂએ સમાવવા રાજ્ય સરકારે સૂચના આપી હતી, તત્કાલિન ચેમ્બર પ્રમુખ દિનેશ માંડલેવાલાએ 5/2/2005ના રોજ ઠરાવ પણ કરાવ્યો હતો, જેનું પાલન આજદિન સુધી કરાયું નથી

CamScanner 06-21-2020 17.22.08
ચેમ્બરના માજી પ્રમુખો દૂધે ધોયેલા હોત તો કલેક્ટર કે મ્યુનિસિપલ કમિશનરને કમિટીમાં સરકારી પ્રતિનિધિ તરીકે કેમ ન લીધા

સરસાણા ખાતે સુરત ઇન્ટરનેશનલ એક્ઝીબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર sieccના નિર્માણ ખર્ચમાં 80 ટકા જેટલો હિસ્સો સરકાર આપવાની હતી, પરીણામે રાજ્ય સરકારે તા.3 જુલાઇ 2004ના પત્રથી ચેમ્બર ઓફ કોમર્સના ત્રણ સભ્યોની સરકારી પ્રતિનિધિ તરીકે ચેમ્બરના ટ્રસ્ટમાં નિમણૂંક કરવા લેખિત સૂચના આપી હતી. કરોડો રૂપિયાના સરકારી ખર્ચ થવાનો હોય તો સ્વાભાવિક છે કે સરકારી પ્રતિનિધિની દેખરેખમાં માલસામાનની ખરીદી, કોન્ટ્રાક્ટ, ટેન્ડરિંગ પ્રક્રિયા વગેરે થવી જોઇએ. પરંતુ, 2005થી લઇને siecc બનીને તૈયાર થઇ ગયું ત્યાં સુધી સુરત કલેક્ટર, સુરત મ્યુનિસિપલ કમિશનર કે ઉદ્યોગ કમિશનરને ટ્રસ્ટમાં કે કન્સ્ટ્રક્શન કમિટીમાં પ્રતિનિધિત્વ કેમ ન આપ્યું એ બાબત શંકાપ્રેરક બની છે.

ચેમ્બરના ટ્રસ્ટને સરકારે સુપરસીડ કરવું પડે તેવી સ્થિતિ, નકરી લાલીયાવાડી ચાલી રહી હોઇ ચેરિટી કમિશનરે એકપણ ફેરફાર રિપોર્ટ મંજૂર કર્યા નથી

સરસાણા ખાતે ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરના નિર્માણમાં સરકારની કરોડો રૂપિયાની ગ્રાન્ટ મળે તે માટે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ભૂતપૂર્વ કારભારીઓએ મનસ્વી રીતે નિર્ણયો કર્યે રાખ્યા હતા. ચેમ્બર ઓફ કોમર્સ હોવા છતાં તેને રેગ્યુલરાઇઝ કરવાની જગ્યાએ ટ્રસ્ટ બનાવવામાં આવ્યું, ટ્રસ્ટની જો તપાસ કરાવવામાં આવે તો આજે પણ એના બંધારણમાં અનેક છીંડાઓ અને લાલીયાવાડીઓ મળી આવે તેમ છે. ચેરિટી કમિશનરે એક પણ ફેરફાર રિપોર્ટ મંજૂર કર્યા નથી તેના પરથી પ્રથમદર્શી નજરે ખ્યાલ આવી જાય કે બધો કારભાર મનસ્વી રીતે થઇ રહ્યો છે.

હવે સમગ્ર મામલો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના અધિકારીઓના ધ્યાનમાં આવ્યો છે અને ટૂંક સમયમાં આ મુદ્દે સરકાર દરમિયાન થાય તેવું જણાય રહ્યું છે.

December 16, 2020
CIA_Live_Logo_New2.jpg
1min838

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર (મેડીકલ કોલેજ)માં હાલ એમ.બી.બી.એસ.ની 200 બેઠકો છે, આગામી વર્ષ 2021-22ના શૈક્ષણિક વર્ષથી એમબીબીએસની 50 વધુ સીટ મળે એ માટે સુરત મહાનગરપાલિકાએ તા.15મી ડિસેમ્બર 2020ના રોજ એમ.એન.સી.માં અરજી કરી દીધી છે. મેડીકલ કોલેજમાં નવી બેઠકોની મંજૂરી માટેની અરજી કરવાની અંતિમ તા.15મી ડિસેમ્બર હતી. હવે આગામી વર્ષથી સ્મીમેર (મેડીકલ કોલેજ)માં એમબીબીએસની કુલ 250 સીટોનો લાભ સમગ્ર દક્ષિણ ગુજરાત અને ગુજરાતના વિદ્યાર્થીઓને મળશે.

સી.આર. પાટીલે રસ દાખવીને સ્મીમેરમાં 50 સીટ વધે એ માટે નિર્ણય લેવડાવ્યો

Surat Municipal Institute of Medical Education and Research - Wikipedia

સ્મીમેર (મેડીકલ કોલેજ)માં એમબીબીએસની 50 સીટ વધવાને કારણે તેના સ્ટેટસમાં બદલાવ તો આવશે જ પરંતુ, તેનાથી અનેક ફાયદાઓ મળે એમ હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટીલ આ બાબતથી વાકેફ હતા. તેમણે અંગત રસ લઇને સ્મીમેર (મેડીકલ કોલેજ)માં એમબીબીએસની 50 સીટ વધારવા માટે સ્થાનિક સ્તરે મિટીંગ યોજીને નિર્ણય લેવડાવ્યો હતો.

સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની, સ્મીમેરના ડીન, સુરત મહાનગરપાલિકાના મેયર જગદીશભાઇ પટેલ, સ્થાયી સમિતિના ચેરમેન અનિલભાઇ ગોપલાણી વગેરેએ દીર્ઘદ્રષ્ટીપૂર્ણ નિર્ણય પાલિકાની સામાન્ય સભાની ટર્મ પૂરી થાય એ પહેલા લઇ લીધો હતો.

સ્મીમેર (મેડીક કોલેજ)માં એમબીબીએસની 50 સીટ વધવાથી શું ફાયદા

  • સુરત સમેત ગુજરાતના વિદ્યાર્થીઓને આગામી વર્ષથી એમબીબીએસની 50 સીટો વધુ મળશે, સ્મીમર મોટી મેડિકલ કોલેજ કે જેની 250 સીટની સ્ટ્રેન્થ છે એ ક્લબમાં સામેલ થશે.
  • 35 એસોસીએટ પ્રોફેસર્સને પ્રોફેસર તરીકેનું પ્રમોશન મળશે. વર્ષોથી સ્મીમેર કોલેજના અધ્યાપકોની ડિમાંડ હતી કે તેમને બઢતી આપવામાં આવે.
  • એવી જ રીતે કમસે કમ 30 જેટલા આસિસ્ટન્ટ પ્રોફેસરને એસોસીએટ પ્રોફેસર તરીકેની બઢતી મળશે.
  • સ્મીમેર (મેડીકલ કોલેજ)માં પોસ્ટ ગ્રેજ્યુએશનની 50 જેટલી બેઠકો વધશે.
December 5, 2020
CIA_Live_Logo_New2.jpg
3min797

CiA Live એ 18 જુને લખ્યું હતું કે ‘ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં વિલંબ નિશ્ચિત’

Jayesh Brahmbhatt 98253 44944

ભાજપાના 80 અને કોંગ્રેસના 36 મળીને કુલ 29 વોર્ડમાં 116 કોર્પોરેટરોનું સંખ્યાબળ ધરાવતી સુરત મહાનગરપાલિકાની વર્તમાન ચૂંટાયેલી પાંખના છેલ્લા દિવસનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે. તા.14મી ડિસેમ્બર 2015ના રોજ વર્તમાન ચૂંટાયેલી પાંખ અસ્તિત્વમાં આવી હતી જેની પાંચ વર્ષની અવધિ આગામી તા.13મી ડિસેમ્બર 2020ના રોજ પૂરી થઇ રહી છે. આ વખતે કોરોનાકાળના અસામાન્ય સંજોગોને કારણે હજુ સુધી ચૂંટણીઓ યોજી શકાઇ નથી. આ અંગે CiA Live એ ગઇ તા.18મી જુન 2020ના રોજ સ્પષ્ટ લખ્યું હતું કે ચૂંટણીઓમાં વિલંબ નિશ્ચિત છે.

સુરત મહાનગરપાલિકાની જેમ જ રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓમાં પણ આ જ સ્થિતિ સર્જાયેલી છે. હવે પછીના 8 દિવસમાં રાજ્ય સરકાર બેમાંથી એક નિર્ણય જાહેર કરશે

  • તા.14મી ડિસેમ્બરથી સુરત મહાનગરપાલિકા સમેત તમામ મહાનગરપાલિકાઓમાં વહીવટદારનું નિમણૂંક કરીને જ્યાં સુધી ચૂંટણીઓ નહીં યોજાય ત્યાં સુધી વહીવટ વહીવટદારોને હવાલે કરશે અથવા
  • વર્તમાન ચૂંટાયેલી પાંખને બે મહિના જેટલું એક્ષટેન્શન આપી શકે

29 વોર્ડ 116 કોર્પોરેટર્સની બનેલી ચૂંટાયેલી પાંખનું વિસર્જન તા.13મી ડિસેમ્બર 2020ના રોજ થશે

વર્તમાન ચૂંટાયેલી પાંખમાં ભાજપાના કુલ 80 કોર્પોરેટરો અને કોંગ્રેસના કુલ 36 કોર્પોરેટરોનો સમાવેશ થાય છે

નવા વોર્ડ સીમાંકન પ્રમાણે જો સુરત મહાનગરપાલિકામાં ચૂંટણી યોજાશે તો 30 વોર્ડ અને 120 કોર્પોરેટરો પાંચ વર્ષ માટે પાલિકાના વહીવટ કરશે

મહાનગરપાલિકાની ચૂંટણીઓ સંદર્ભે બે મેટર સબજ્યુડીશ છે, જેનો અંતિમ નિર્ણય સામાન્ય ચૂટણીઓને અસરકર્તા બની રહેશે

  • એક વોર્ડ અને એક કોર્પોરેટર હોવા અંગે સુપ્રીમ કોર્ટમાં રીટ કરવામાં આવી છે
  • જો ધારાસભાની પેટા ચૂંટણીઓ યોજી શકાય તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ કેમ ન યોજી શકાય એ સંદર્ભે હાલમાં બે પીટીશન ચાલી રહી છે

નવી ટીમની રચનાઓ અને પેજ પ્રમુખ અભિયાનને કારણે ભાજપા એક્ટિવ મોડ પર છે

ગુજરાત બીજેપી ચીફ સી.આર. પાટીલે ગઇ તા.27મી નવેમ્બર 2020ના રોજ પોતે પ્રદેશ પ્રમુખ હોવા છતાં પોતાનું નામ મતદાર યાદીના જે પેજ પર છે તે પેજના પ્રમુખ બન્યા હતા અને તેમણે કાર્યકર્તાઓ જોગ જણાવ્યું હતું કે મારા બુથ નંબર 94નાં પેજ નંબર 36નાં પેજ પ્રમુખ તરીકે મેં પેજ પર આવતા પ્રત્યેક ઘરમાંથી એક સદસ્યને સમાવિષ્ટ કરી પેજ કમિટીની રચના સંપૂર્ણ કરી, સુરત મહાનગર ભાજપા અધ્યક્ષ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરાને સુપરત કરી છે. ભારતીય જનતા પાર્ટીનાં પ્રત્યેક કાર્યકર્તાશ્રીઓને મારી નમ્ર અપીલ છે કે આપ સૌ પણ આપની પેજ કમિટીની રચના શીઘ્ર પૂર્ણ કરશો.

હાલમાં ચાલી રહેલી બિનઆધારભૂત ચર્ચાઓ મુજબ આગામી ફેબ્રુઆરી 2020માં ગુજરાતમાં મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓની ચૂંટણીઓની સામાન્યૂ ચંટણીઓ યોજાઇ શકે એમ છે. તૈયારીની વાત કરીએ તો સુરત ભાજપા નહીં બલ્કે સમગ્ર રાજ્યમાં ભાજપા એક્ટિવ મોડ પર છે. ભાજપામાં દિવાળી પૂર્વે જ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ શહેર અને જિલ્લાના પ્રમુખોની નિમણૂંકો કરીને ભાજપાને એક્ટિવ મોડમાં લાવી દીધી છે. હાલમાં મતદાર યાદી પેજ પ્રમુખ અભિયાનને કારણે ગમે ત્યારે ચૂંટણીઓ યોજાય ભાજપાના કાર્યકરો એક્ટીવ મોડમાં જણાય રહ્યા છે.

કોંગ્રેસમાં સંગઠનાત્મક પ્રવૃતિ નહીંવત્

કોંગ્રેસની પરિસ્થિતિ એ છે કે ભાજપા જે રીતે સંગઠનની નવરચના અને પેજ પ્રમુખ જેવા અભિયાનો કરીને કાર્યકરોને સતત પાર્ટી માટે એંગેજ રાખી શકે છે તેવી કોઇ જ સ્થિતિ કોંગ્રેસમાં જોવા મળતી નથી. કોંગ્રેસમાં કેટલાક પ્રાદેશિક નેતાઓ અને સ્થાનિક કોર્પોરેટરો સ્વયંના જોરે એક્ટીવ રહ્યા છે, એ સિવાય સંગઠનાત્મક સક્રિયતામાં ભાજપા સામે કોંગ્રેસનો કોઇ કાળે મેળ પડે તેમ જણાતો નથી.

120/120 થી ઓછું કંઇ નહીં ખપે ભાજપાને

ગમે ત્યારે ચૂંટણી લડી શકે એવા મોડ પર હાલ એક્ટીવ સુરત ભાજપના પ્રમુખ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરાને નાનપુરા ટીમલિયાવાડના ભાજપાના આગેવાન શ્રી અશોકભાઇ રાંદેરીયાએ મતદાર યાદીના પેજ પ્રમુખ તરીકે પેજ કમિટીની રચનાનું પત્રક સુપરત કર્યું હતું. આ રીતે ભાજપા માઇક્રોલેવલ પર કાર્યકરોને મતદાન માટે તૈયારી કરાવી રહી છે.

સુરત શહેર ભાજપાના પ્રમુખ પદે નિયુક્તિ બાદ પહેલી પ્રતિક્રિયા નિરંજનભાઇ ઝાંઝમેરાએ આપી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે નવા વોર્ડ સીમાંકનના આધારે 20 વોર્ડમાં 120 કોર્પોરેટરો માટે ચૂંટણી યોજાશે તો ભાજપનો તમામ 120 બેઠકો પર વિજય થશે, આનાથી ઓછું કંઇ ખપે નહીંં. ભાજપાનું સંગઠન ચૂંટણીમાં ક્લીન સ્વીપ માટે તૈયાર છે.

CiA Live એ 18 જુન 2020ના રોજ લખ્યું હતું કે ચૂંટણીમાં વિલંબ નિશ્ચિત

ગુજરાતમાં એક માત્ર મિડીયા CiA Live ન્યુઝ વેબ એ 18 જુન 2020ના રોજ લખ્યું હતું કે ચૂંટણીમાં વિલંબ નિશ્ચિત છે, અને એ પ્રમાણે જ થઇ રહ્યું છે.

December 4, 2020
CIA_Live_Logo_New2.jpg
1min645

આજરોજ તારીખ ૩ 11 2020 ને સવારે 11:00 જુનિયર ડૉકટર નેટવર્ક (જે ડી એન) ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત ના ડોક્ટર સભ્યોએ Indian Medical Association સૂરતના પ્રેસિડેન્ટ ડોક્ટર હિરલ શાહ, Gujarat વાઈઝ પ્રેસિડન્ટ ડોક્ટર પારુલ વડગામા, મીડિયા કોઓર્ડીનેટર ડોક્ટર હેતલ કુમાર યાજ્ઞિક અને સેનેટ મેમ્બર ડોક્ટર વિપુલ ચૌધરી વગેરે પ્રતિનિધિમંડળે આયુર્વેદિક તબીબોને જનરલ સર્જરીની છૂટ આપવાના લીધેલા નિર્ણયનો પદ્ધતિસર વિરોધ થાય અને સરકાર આ નિર્ણય રૉલબેક કરે એ માટેના પ્રયાસો હાથ ધર્યા છે.

IMA સુરતે એક્શન કમિટી બનાવી, ટૂંક સમયમાં શ્રેણીબદ્ધ વિરોધ પ્રદર્શન કરશે

No description available.

Indian Medical Association સૂરતના પ્રતિનિધિમંડળે જણાવ્યું હતું કે mixopathy ના નિર્ણયનો વિરોધ કરવા એક એકશન કમિટી ની રચના કરવામાં આવી છે, આ કમિટીના ચેરમેન શ્રીડોક્ટર વિનોદ શાહ છે અને તેમના ગાઇડન્સ હેઠળ કમિટીના સભ્યો Indian Medical Association સૂરત તરફથી આગામી દિવસોમાં તબક્કાવાર વિરોધ પ્રદર્શનો કરશે.

મીડિયા કોર્ડીનેટર ડો. હેતલકુમાર યાજ્ઞિકે જણાવ્યું હતું કે તા.3 ડિસેમ્બરના રોજ સુરત ખાતે આયુર્વેદિક તબીબોને જનરલ સર્જરી કરવાના નિર્ણયનો વિરોધ કરવા માટે થયેલા પ્રદર્શનમાં મોટી સંખ્યામાં તબીબો, મેમ્બર ડોક્ટર્સ, શુભેચ્છકો વગેરે જોડાયા હતા. વધુ એક્શન પ્લાન ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

November 26, 2020
bjp_logo.png
1min487

ભાજપ, સુરત મહાનગરના પ્રમુખ પદે બિરાજ્યા બાદ નિરંજનભાઇ ઝાંઝમેરાએ આજરોજ તા.26મી નવેમ્બર 2020ના રોજ તેમની ટીમ જાહેર કરી હતી. નિરંજનભાઇએ સુરત શહેર ભાજપનું સંચાલન કરવા માટે જાહેર કરેલી પોતાની 19 સભ્યોની ટીમમાં 3 મહામંત્રીઓ, 7 ઉપપ્રમુખો, 8 મંત્રીઓ અને 1 કોષાધ્યક્ષના નામો જાહેર કર્યા છે.

સુરત ભાજપાના 19 હોદ્દેદારોમાં 6 મહિલાઓને સ્થાન

સુરત શહેર ભાજપાની કુલ 19 હોદ્દેદારોની બનાવવામાં આવેલી ટીમમાં કુલ 6 મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં (1) તેજલબેન વિક્રાંતભાઇ કાપડીયાની ઉપપ્રમુખ તરીકે (2) ભાવનાબેન વસંતભાઇ પટેલની ઉપપ્રમુખ તરીકે (3) દેવિકાબેન મુકુંદભાઇ જાદવાણી (4) સુમિત્રાબેન નટવરભાઇ પટેલ (5) રક્ષાબેન નરેશભાઇ સોલંકી અને (6) નલીનીબેન નિલેશભાઇ બારોટ (ચારેય)નો સુરત શહેર ભાજપાના મહામંત્રી તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.

ત્રણ મહામંત્રીઓમાં બે પૂર્વ મહામંત્રીઓનો સમાવેશ

ત્રણ મહામંત્રીઓમાં સ્થાયી સમિતિના માજી અધ્યક્ષ (1) મુકેશ દલાલ, પૂર્વ બીજેપી મહામંત્રી રહી ચૂકેલા લલીત વેકરીયા અને (3) કિશોર બિંદલને સ્થાન આપવામાં આવ્યું છે.

પ્રવીણ માળીને કોષાધ્યક્ષ બનાવાયા

સુરત શહેર ભાજપા માટે દાયકાઓ સુધી કાર્ય કરનાર પ્રવીણભાઇ ટી માળીને આખરે સુરત ભાજપામાં કોષાધ્યક્ષ તરીકેનું પદ મળ્યું છે.

હેમેન્દ્ર બોરસલ્લીવાલા અને વિરલ ગીલીટવાલાનો સમાવેશ

નિરંઝન ઝાંઝમેરાએ પોતાની ટીમ બનાવવામાં સંતુલન જાળવ્યું છે. સિનિયર નેતાઓ ઉપરાંત નવયુવાનોને પણ સમાવવવામાં આવ્યા છે. જેમાં માજી મંત્રી રણજિત ગીલીટવાલાના પુત્ર વિરલ ગીલીટવાલાનો સુરત શહેર ભાજપ મંત્રી તરીકે તેમજ યુવા વકીલ હેમેન્દ્ર બોરસલ્લીવાલાનો પણ ઉપપ્રમુખ તરીકે સમાવેશ તેમની ટીમમાં કરવામાં આવ્યો છે.