CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 23 of 76 - CIA Live

September 18, 2021
surat_police.jpg
1min381

મૂળ ભાવનગરના વતની અને હાલમાં કતારેશ્વર મહાદેવ શિવશક્તિ સોસાયટીમાં રહેતો યોગેશ ડાંગર અને જ્યોતી સુંદરલાલ દાસ પીપલોદમાં ઓલ વિમળહબના આઠમાં માળે સ્પા મસાજ સેન્ટર ચલાવતા હોઈ તેમાં થાઈલેન્ડની છ યુવતીઓને રાખી સ્પાના ઓઠા હેઠળ કુટણખાનું ચલાવવામાં આવતુ હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો.

પોલીસે સ્પા સંચાલક યોગેશ ડાંગર અને ગ્રાહક વેસ્મા કાલાગચ્છા ગામના ઈસ્માઈલ નસીમ નૈનાને ઝડપી લીધા હતા અને ચાર મોબાઈલ, નાની ડાયરી, રોકડ સહિત રૂ. 71,600ની મતા કબજે કરી હતી. જ્યારે સંચાલિકા જ્યોતી સુંદરલાલ દાસ ફરાર થઈ ગઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સ્પામાં ગ્રાહકો પાસેથી રૂ. 3 હજાર લેવામાં આવતા હતા અને યુવતીઓને રૂ. 1 હજાર આપવામાં આવતા હતા. પોલીસે થાઈલેન્ડની છ યુવતીઓને મુક્ત કરાવી હતી.

September 17, 2021
covid-19-vaccine.jpg
1min653

આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના 71માં જન્મદિનના ઉપલક્ષમાં સુરત મહાનગરપાલિકા દ્વારા મહત્તમ લોકોને વેક્સીન મળે તે માટે ગોઠવાયેલા વ્યવસ્થા તંત્રના કારણે રાત્રે 9 વાગ્યા સુધીમાં રેકોર્ડતોડ અંદાજે 2 લાખ 2 હજાર જેટલા લોકોને કોરોના વિરોધી રસી મૂકી આપવામાં આવી હતી. આજે સુરતમાં સેંકડો સ્થળો પર વેક્સીનેશ કેમ્પ યોજવામાં આવ્યા હતા.

સુરત મહાનગરપાલિકાની આગેવાની હેઠળ ખાનગી, એન.જી.ઓ., શૈક્ષણિક વગેરે સંસ્થાઓએ મળીને જબરદસ્ત વેક્સીનેશન કાર્યવાહી હાથ ધરી હતી અને તેના કારણે જ વેક્સીનનો સૌથી તોતિંગ રેકોર્ડ સુરત દ્વારા પાર પાડવામાં આવ્યો હતો.

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ કર્યું આ ટ્વીટ

મ્યુનિસિપિલ કમિશનરના આ ટ્વીટ પછી પણ જારી રહેલા વેક્સીનેશન અંગે સાંજે સાડાસાત કલાકે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો. આશિષ નાયકે જણાવ્યું હતું કે આજે સુરતમાં પોણા બે લાખથી વધુ લોકોને વેક્સીન મૂકવામાં આવી છે. આટલું વેક્સીનેશન અગાઉ ક્યારેય ગુજરાતના કોઇ શહેરમાં થઇ શક્યું નથી.

સચિન જીઆઇડીસીમાં ફાયર સ્ટેશન ખાતે 4100નું વેક્સીનેશન

સચિન જીઆઇડીસીના આગેવાન શ્રી મહેન્દ્ર રામોલીયાએ જણાવ્યું હતું કે આજે સુરતમાં જો કોઇ સેન્ટર પર સૌથી વધુ વેક્સીનેસન થયું હોય તો એ સચિન જીઆઇડીસી ફાયર સ્ટેશન ખાતેના વેક્સીનેશન બુથ છે. સચિન જીઆઇડીસીના આ વેક્સીનેસન બુથ પર આજે દિવસ દરમિયાન કુલ 4100 જેટલા લોકોને કોરોના રસી બિલકુલ સરળતાથી મૂકી આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે સચિન અને આસપાસના વિસ્તારોના હજારો લોકો અત્યાર સુધી વેક્સીનેશન કેમ્પનો લાભ લઇ ચૂક્યા છે.

પ્રસ્તુત તસ્વીર સુરતના સચિન વિસ્તારમાં આવેલી રોટરી હોસ્પિટલ ખાતે આયોજિત વેક્સીનેશન કેમ્પની છે. જ્યાં આજે તા.17મી સપ્ટેમ્બરે દિવસ દરમિયાન અંદાજે 1600થી વધુ લોકોને રસી મૂકવામાં આવી હતી.

September 17, 2021
Cia_business_news-1280x936.jpg
1min354

આજે તા.17મી નવેમ્બરે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સરસાણા પ્લેટિનમ હોલ ખાતે આયોજિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ઉદ્યોગપતિઓ સાથે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ અને ટેક્ષટાઇલ મંત્રી દર્શના જરદોષ સાથેના સંવાદ કાર્યક્રમ જોરદાર રીતે સફળ રહ્યો હતો. ખુદ પિયુષ ગોયેલે કાર્યક્રમના વખાણ કરતા કહ્યું કે ચેમ્બર દ્વારા આયોજિત આવા લાઇવ ઇન્ટરએક્ટિવ કાર્યક્રમો બધી જગ્યાએ યોજાય તો ઉદ્યોગોને કોઇ પ્રશ્નો જ નહીં રહે.

ચેમ્બર ઓફ કોમર્સના ઇન્ટરએક્ટીવ સેશનમાં કુલ 25 જેટલા પ્રશ્નો જુદા જુદા ઉદ્યોગપતિઓ દ્વારા પૂછવામાં આવ્યા હતા જેના સ્પષ્ટ જવાબો પિયુષ ગોયેલે સમારોહના અંતે આપ્યા હતા.

પિયુષ ગોયેલે સુરતના વિકાસ અંગે દર્શના જરદોષ અને ચેમ્બર પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતી પાસેથી વાતો સાંભળીને મંત્રમુગ્ધ બની ગયા હતા. તેમણે સુરતને ભવિષ્યમાં ટેક્ષટાઇલ ક્રાંતિની આગેવાની લેવાનું આહવાન કર્યું હતું.

સુરતના ઉદ્યોગકારો સાથે યોજાયેલા ઇન્ટરેક્ટીવ સેશનને સંબોધતા દેશના વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે વાત વાતમાં એ બાબતનો સંકેત આપી દીધો હતો કે મેગા ટેક્ષટાઇલ પાર્ક માટે સુરત દાવેદાર છે, સુરતમાં 45 કિ.મી. ત્રિજ્યામાં સમગ્ર ટેક્ષટાઇલ ઉદ્યોગ વિકસ્યો છે, આમ છતાં પણ મિત્રા જેવા મેગા ટેક્ષટાઇલ પાર્ક માટે સુરતે શહેરથી 40-50 કિ.મી. દૂરનું સ્થળ વિચારવું જોઇએ, જેથી જમીન પણ સસ્તી મળી રહે અને સુરતના ટેક્ષટાઇલ ઉધોગનો દાયરો પણ વધી જાય, રોજગારીનું સર્જન પણ વધુ થાય એકંદરે તમામને ફાયદો મળી રહે.

તેમણે કહ્યું કે સુરત મેગા ટેક્ષટાઇલ પાર્ક માટે દાવેદાર છે જ એમાં કોઇ બેમત નથી.સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સરસાણા સ્થિત પ્લેટિનમ હોલ ખાતે આજે બપોરે સુરતના ઉદ્યોગપતિઓ અને કેન્દ્ર વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ તથા ટેક્ષટાઇલ મંત્રી દર્શના જરદોષ સાથે યોજવામાં આવેલા ઇન્ટરએક્ટિવ સેશનમાં પહેલા તો પિયુષ ગોયલે બધા જ પ્રશ્નકર્તાઓના પ્રશ્નો એક પછી એક સાંભળ્યા હતા. કુલ 25 જેટલા પ્રશ્નો એક પછી એક દરેક ક્ષેત્રમાંથી લોકોએ કર્યા અને તેને સાંભળ્યા અને નોટિંગ કર્યા બાદ પિયુષ ગોયેલે તેના જવાબો આપવાનું શરૂ કર્યું હતું.

પ્રોડકશન લિંક્ડ ઇન્સેન્ટીવ્સ સ્કીમમાં કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ અને પ્રોડકશન ટાર્ગેટના આંકડા ઘણાં ઉંચા હોવા બાબતની રજૂઆતના પ્રતિસાદમાં પિયુષ ગોયેલ કહ્યું કે સુરતના ઉદ્યોગપતિઓએ હવે મોટા મેદાન પર રમવાનો વખત આવી ગયો છે. રૂ.100 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ એકલા નહીં કરો તો બે ત્રણ જણાં ભેગા થઇ ને કરો, આ બાબત તમારી સાથે ભારતનો પણ વિકાસ કરશે.બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડસનો ઉલ્લેખ કરતા પિયુષ ગોયેલે કહ્યું હતું કે હવે આપણે સેકન્ડ ક્વોલિટીનું વિચારવાનું છોડી દેવું જોઇએ.

અવ્વલ દરજ્જાની ક્વોલિટી માટે સરકાર તમારો સાથ આપવા તૈયાર છે, તેમણે કહ્યું કે કોઇપણ ઉત્પાદન માટે બીઆઇએસ સ્ટાન્ડર્ડ લાગૂ કરવા હોય તો તેઓ બેશક અમને મળે અમે એ પ્રોડક્ટ માટે બીઆઇએસ ધોરણો લાગૂ કરવામાં પૂરેપૂરી મદદ કરીશું. બીઆઇએસને કારણે ભારતનો માલ એટલે ક્વોલિટી માલ એવી પ્રતિષ્ઠા ભારતની થઇ જશે.

September 17, 2021
societynews-1280x1040.jpg
1min368

સુરતના વરાછા વિસ્તારમાં ખરા અર્થમાં બહુજન હિતાય, બહુજન સુખાય સૂત્રને ચરિતાર્થ કરી રહેલી માતૃશ્રી રામુબા તેજાણી અને માતૃશ્રી શાંતાબા વિડીયા સુરત ડાયમંડ હોસ્પિટલને જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ તરફથી રૂ.50 લાખની માતબર રકમનું દાન પ્રાપ્ત થયું છે.

તાજેતરમાં ગઇ તા.15મી સપ્ટેમ્બરના રોજ બેંગ્લોર ખાતે આયોજિત ઇન્ડીયા ઇન્ટરનેશનલ જ્વેલરી શૉ અંતર્ગત જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના કોર્પોરેટ સોશ્યો રિસ્પોન્સિબિલીટી પ્રોગ્રામના ભાગરૂપે કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી બસવરાજ બોમ્માઇ, કર્ણાટક રાજ્યના ઉદ્યોગ-વાણિજ્ય વિભાગના જોઇન્ટ સેક્રેટરી શ્રી એસ. સુરેશકુમાર, એડિશનલ ચીફ સેક્રેટરી શ્રી ઇ.વી. રમન્ના રેડ્ડી, જીજેઇપીસીના ચેરમેન શ્રી કોલિન શાહ, વાઇસ ચેરમેન શ્રી વિપુલ શાહ વગેરે આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે સુરત ડાયમંડ હોસ્પિટલ વતી સેક્રેટરી શ્રી દિનેશ નાવડીયાએ રૂ.50 લાખના દાનનો ચેક સ્વીકાર્યો હતો. સુરત ડાયમંડ હોસ્પિટલને આ રકમનું દાન હોસ્પિટલમાં તબીબી સેવાઓ માટેની માળખાગત સુવિધાઓ વિકસાવવામાં ઘણું ઉપયોગી બળ પૂરું પાડશે. આ તકે સુરત ડાયમંડ હોસ્પિટલ વતી પ્રમુખ શ્રી સી.પી.વાનાણી, સેક્રેટરી શ્રી દિનેશ નાવડીયા સમેત સમગ્ર ટ્રસ્ટીમંડળ અને હોસ્પિટલ પરિવાર જીજેઇપીસીનો ખૂબખૂબ આભાર પ્રગટ કરે છે.

September 17, 2021
PD.jpg
1min426

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કેન્દ્રના વાણિજ્ય મંત્રી પિયુષ ગોયેલ આજે તા.17મી સપ્ટેમ્બર, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને સુરત આવી રહ્યા છે. અનેક વ્યાપારીક સંગઠનો, ઔદ્યોગિક સંસ્થાનો સાથે તેઓ મળવાના છે. દેશના વાણિજ્ય મંત્રી જ્યારે કોઇ શહેરની મુલાકાત લેતા હોય, વ્યાપારીક, ઔદ્યોગિક સંગઠનનોને મળતા હોય ત્યારે એ વાત નિશ્ચિત મનાય છે કે એ શહેરના પ્રોજેક્ટ, પ્રશ્નો અને ભાવિ આયોજન વિશે મહત્વના નિર્ણયો લેવાશે. પિયુષ ગોયલની સુરતની મુલાકાતથી બેશક સુરતને ફાયદો મળવાનો જ છે. હજુ ગયા સપ્તાહાંતે જ દેશના ટેક્ષટાઇલ સેક્રેટરી ઉપેન્દ્રસિંઘે સુરતની બે દિવસની સ્ટડી ટૂર કરી અને મોસ્ટ પ્રોબેબ્લી ચાલુ મહિનાના અંતે સુરતને મેગા ટેક્ષટાઇલ પાર્ક મિત્રાની સોગાદ મળશે.

સુરતમાં થઇ રહેલા આ બધા ડેવલપમેન્ટ પાછળ જો કોઇ હોય તો એ સુરતના સાંસદ દર્શના જરદોષ છે. જ્યારથી કેન્દ્રીય પ્રધાનમંડળમાં સુરતના સાંસદ દર્શના જરદોષ ટેક્ષટાઇલ અને રેલ્વે રાજ્યમંત્રી બન્યા છે ત્યારથી ભારતના આ બિઝનેસ સિટીની મુવમેન્ટમાં અનેક ડેવલપમેન્ટ થતાં જોવા મળ્યા છે અને સતત દેખાઇ રહ્યું છે કે દર્શના જરદોષ અત્યંત ઝડપભેર અને પરીણામદાયી કામગીરી કરી રહ્યા છે.

ટેક્ષટાઇલ હોય કે રેલ્વે હોય દર્શનાબેન જરદોષે દિલ્હીથી કરાવેલા એક પછી એક નિર્ણયોથી ભારતનું બિઝનેસ સિટી એક નવા અપગ્રેડેડ સ્ટેજમાં જઇ રહ્યાની અનુભૂતિ એક સક્રિય કોમર્સ કોરસપોન્ડન્ટ તરીકે લેખક કરી રહ્યા છે.

  • ટેક્ષટાઇલ ઉદ્યોગ ઘરેડની બહાર નીકળીને હાઇસ્પીડ ટેક્નોલોજી સાથે વિકસી રહ્યો છે
  • ડાયમંડ ઉદ્યોગની વ્યાપારીક ક્ષિતિજો હવે ડબલ ડિજિટ જેટલા દેશોની જગ્યાએ ત્રિપલ ડિજિટમાં આવતા દેશો સુધી વિસ્તરી ચૂકી છે
  • રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં આખા ગુજરાતમાં સૌથી હાઇએસ્ટ ભાવો અને ભાડાં સુરતમાં છે એ સૂચવે છે કે શહેરમાં સપ્લાય અને ડિમાન્ડ બેલેન્સિંગ સાથે આગળ વધી રહ્યા છે.
  • સુરત એરપોર્ટ પર ચાર વર્ષ અગાઉ એક એક ફ્લાઇટ માટે રડવું પડતું હતું આજે દર ચાળીસ મિનિટે એક ફ્લાઇટની આવનજાવન થઇ રહી છે આ બાબત સૂચક છે કે સુરત હવે શીફ્ટ થઇને અપગ્રેડ થઇ રહ્યું છે.
  • કૃષિ પેદાશોથી લઇને જ્વેલરી, ઓર્ગેન્ઝા અને જેકાર્ડ ફેબ્રિકથી લઇને રેડીમેડ પેક્ડ ઢોસા સુધીની ચીજવસ્તુઓ સુરતમાં બને છે અને એક્ષપોર્ટ થઇ રહી છે
  • ગુજરાતમાં સૌથી વધુ રોજગારી અને અર્થોપાર્જન કરવામાં સુરત શહેર અમદાવાદની નજીક પહોંચી ચૂક્યું છે. સુરત કરતા અમદાવાદની વસતિ 50 લાખ જેટલી વધુ હોવા છતાં સુરત અમદાવાદ જેટલી જ નોકરીની તકો ઉભી કરતું થઇ ગયું છે.
  • નાના મોટા અનેક વેપાર, રોજગાર છે જેની ક્ષિતિજો વિસ્તરી રહી છે.

વેપાર-વણજ ક્ષેત્રના વાચકોના જો કોઇ જાહેર હિતના પ્રશ્નો હોય તો 98253 44944 પર અમને જાણ કરો, અમે આપના વતી કોમર્સ મિનિસ્ટરને એ સવાલ પૂછીને જવાબ મેળવવાનો પ્રયાસ કરીશું

September 10, 2021
Cia_business_news-1280x936.jpg
2min428

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

જો તમે કોઇપણ પ્રકારના કાપડના વેપારી છો તો તા.11, 12 અને 13 સપ્ટેમ્બરના રોજ સરસાણા ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ આયોજિત વીવનીટ એક્ષ્પોની એક મુલાકાત તમારા માટે કાયમ માટે ફાયદો કરાવનારી બની રહેશે.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત વીવનીટ એક્ષ્પોમાં સુરતમાં ઉત્પાદિત થતા 500થી વધુ જાતના કાપડની વેરાઇટી નિદર્શનમાં મૂકાશે એટલું જ નહીં પણ દરેક પ્રકારના કાપડના ઉત્પાદકો એટલેકે વીવર્સ અને નીટર્સને સીધા અને રૂબરૂ મળી શકશો.

SGCCI – Weave-Knitt Expo -2021

વણાટ ઉદ્યોગ માટે ભારતમાં સૌથી પહેલી વખત એક્ષ્પોનું આયોજન સુરતમાં તા.11થી 13 સપ્ટેમ્બરના રોજ થઇ રહ્યું છે : આશિષ ગુજરાતી, પ્રેસિડેન્ટ ચેમ્બર ઓફ કોમર્સ

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ આયોજિત વીવનીટ એક્ષ્પોએ સુરતના જ ફેબ્રિક ઉત્પાદકો દ્વારા ઉત્પાદન કરવામાં આવતા દરેકે દરેક પ્રકારના કાપડના નિદર્શન અને વેચાણ માટેનું એક પ્લેટફોર્મ બની રહેશે. ભારતમાં પહેલી વખત વણાટ ઉદ્યોગ માટે આ પ્રકારના એક્ષ્પોનું આયોજન થયું છે.

ઉદ્દેશ શહેરના વિવિંગ, નીટિંગ, નેરો ફેબ્રિકસ અને ટેકનિકલ ટેક્ષટાઇલ જેવા ઉદ્યોગોને એક નવી દિશા અને ગતિ આપવાનો છે. અહીં ર૦૦૦ ચોરસ મીટરમાં પીલરલેસ એસી હોલમાં ૧રપ જેટલા એકઝીબીટર્સે ભાગ લીધો છે.

SGCCI – Weave-Knitt Expo -2021

પહેલો એક્ષ્પો હશે જેમાં તમામ 125 એક્ઝિબિટર્સ સુરતના : હિમાંશુ બોડાવાલા, વાઇસ પ્રેસિડેન્ટ, ચેમ્બર ઓફ કોમર્સ

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, દેશમાં પ્રથમ વખત યોજાનાર ‘વિવનીટ એકઝીબીશન’ એ વિવર્સ, નીટર્સ, ટેકનીકલ ટેકસટાઇલ્સ, ફેબ્રિક મેન્યુફેકચરર્સને બીટુબી પ્લેટફોર્મ પૂરું પાડનારો એકસકલુઝીવ ફેબ્રિક શો છે. આ એકઝીબીશનમાં ભાગ લેનારા આ તમામ કેટેગરીના ઉદ્યોગકારો વિવનીટ પ્રદર્શનના માધ્યમથી હોલસેલ ટ્રેડર્સ, રીટેલર્સ, ફેશન હાઉસિસ, ફેશન ડિઝાઇનર્સ, બ્રાન્ડ એપેરલ મેન્યુફેકચરર્સ, સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડકટ મેન્યુફેકચરર્સ અને માસ કન્ઝમ્પશન કરતા પ્રોડકટ મેન્યુફેકચરર્સની સાથે સીધા સંપર્કમાં આવી શકશે.

SGCCI – Weave-Knitt Expo -2021

કોવીડ-19ની પરિસ્થિતિ ન હોત તો કદાચ એક્ઝિબિશન માટે જગ્યા નાની પડી ગઇ હોત, એક્સક્લ્યુસિવ ડિઝાઇનના સ્ટોલ્સ જોવા મળશે વીવનીટ એક્ષ્પોમાં : દિનેશ નાવડીયા, ઇમિડીયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ, ચેમ્બર ઓફ કોમર્સ

આ પ્રદર્શન થકી એકઝીબીટર્સને વુવન, નીટેડ, ટેકનીકલ ટેકસટાઇલ્સ, ઇન્ડસ્ટ્રીયલ અને સ્પેશિયલ ફેબ્રિક મેન્યુફેકચરર્સને સમગ્ર ભારતમાંથી આ પ્રદર્શનને જોવા માટે આવનારા બાયર્સ સામે પોતાની પ્રોડકટ રજૂ કરવા માટેની ઉત્તમ તક મળી છે. મેન્યુફેકચરર્સ માટે આ વન સ્ટોપ શોપ એકઝીબીશન હશે કે જેમાં ઉત્પાદકો પોતાના વિવિધ ફેબ્રિકસના આધુનિક કલેકશન્સ જેવા કે પ્લેન, ટવીલ, સાટીન, એપેરલ, હોમ ફર્નિશીંગ, સિંગલ જર્સી, ડબલ જર્સી, નેટ્‌સ અને ટેકનીકલ ટેકસટાઇલ્સ વિગેરે પ્રદર્શિત કરી શકશે.

SGCCI – Weave-Knitt Expo -2021

દુબઇ, યુકે, બાંગ્લાદેશ અને ઇન્ડોનેશિયાથી સુરતનું ફેબ્રિક જોવા-જાણવા-ખરીદવા માટે બાયર્સ આવી રહ્યા છે : મયુર ગોળવાલા, ચેરમેન વીવનીટ એક્ષ્પો

‘વિવનીટ એકઝીબીશન’સુરતનું સૌપ્રથમ એવું એકઝીબીશન બની રહેશે કે જેમાં યાર્નમાંથી કાપડનું ઉત્પાદન કરતા વિવર, નીટર, ટેકનીકલ ટેકસટાઇલ અને નેરો ફેબ્રિકસના ઉત્પાદકો ભાગ લેનારા છે. જેમાં સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી જ નહીં પણ ભારતભરની મુખ્ય કાપડની મંડીઓ જેવી કે ઇન્દોર, કટક, જયપુર, પૂણે, બનારસ, ગ્વાલિયર, હૈદરાબાદ, બેંગ્લોર, મદ્રાસ, ચંડીગઢ, લુધિયાના, કોલકાતા, લખનઉ, ચેન્નાઇ, મુંબઇ અને દિલ્હીથી ફેબ્રિકસના મોટા ગજાના બાયર્સને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ તમામની મુલાકાતથી એકઝીબીટર્સને સ્થળ પર બિઝનેસ મળી રહેશે.

આ પ્રદર્શનમાં ભાગ લેનારા એકઝીબીટર્સ તેઓની પ્રોડકટને પ્રદર્શિત કરીને ઉત્પાદનોને વ્યાપારીઓ સુધી પહોંચાડી શકશે. નવી પ્રોડકટને લોન્ચ કરી શકશે અને બ્રાન્ડ વિશે અવેરનેસ લાવવાની તક ઝડપી શકશે. સાથે જ કોર્પોરેટ ઇમેજ ઉભી કરી શકશે અને નેટવર્કીંગ પણ ગોઠવી શકશે. તદુપરાંત પ્રોડકટ અને ટેકનોલોજીના માધ્યમથી નવી એપ્લીકેશન્સ અને સોલ્યુશન્સ મેળવી શકશે.

September 9, 2021
cia_edu-1280x925.jpg
16min1310

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કેન્દ્રના શિક્ષણ મંત્રાલય દ્વારા આજરોજ દેશની શ્રેષ્ઠ શિક્ષણ આપતી કોલેજો, યુનિવર્સિટીઓના રેન્કીંગ જાહેર કરવામાં આવ્યા હતા. આઇ.આઇ.ટી. મદ્રાસને હાઇએસ્ટ રેન્કીંગ મળ્યું છે. ચેન્નઇ સ્થિત આ એન્જિનિયરિંગ ઇન્સ્ટીટ્યુટ, આઇ.આઇ.ટી. મદ્રાસને ઓવરઓલ રેન્કિંગમાં ભારતની સૌથી બેસ્ટ ઇન્સ્ટીટ્યુટ સાથે પહેલો રેન્ક આપવામાં આવ્યો છે.

નેશનલ ઇન્સ્ટીટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક એન.આઇ.આર.એફ. ના નામથી આ રેન્કીંગ આપવામાં આવે છે.

સુરતની વાત કરીએ તો સુરત સ્થિત એસ.વી.એન.આઇ.ટી., સરદાર વલ્લભભાઇ પટેલ નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજીને સમગ્ર દેશની શ્રેષ્ઠ સંસ્થાઓના રેન્કીંગમાં 98મો ક્રમ પ્રાપ્ત થયો છે. જે નીચેના રેન્કિંગ લિસ્ટમાં જોઇ શકાય છે.

ભારતની ટોપ-100 કોલેજો, યુનિવર્સિટીઓનું રેન્કિંગ 2021

NameCityScoreRank
IIT MadrasChennai86.761
Indian Institute of ScienceBengaluru82.672
IIT BombayMumbai82.523
IIT DelhiNew Delhi81.754
IIT KanpurKanpur76.55
IIT KharagpurKharagpur75.626
IIT RoorkeeRoorkee71.47
IIT GuwahatiGuwahati69.268
Jawaharlal Nehru UniversityNew Delhi66.619
Banaras Hindu UniversityVaranasi63.110
Calcutta UniversityKolkata61.4511
Amrita Vishwa VidyapeethamCoimbatore59.8712
Jamia Millia IslamiaNew Delhi59.5413
Jadavpur UniversityKolkata58.9314
Manipal Academy of Higher EducationManipal58.9115
IIT HyderabadHyderabad58.5316
University of HyderabadHyderabad57.6717
Aligarh Muslim UniversityAligarh57.3818
University of DelhiDelhi56.0319
Savitribai Phule Pune UniversityPune55.8320
Vellore Institute of TechnologyVellore55.3921
Bharathiar UniversityCoimbatore55.3822
NIT TiruchirappalliTiruchirappalli54.9723
IISER PunePune54.4724
Anna UniversityChennai54.4225
IIT (Indian School of Mines)Dhanbad53.8826
Institute of Chemical TechnologyMumbai53.7627
IIT (Banaras Hindu University) VaranasiVaranasi53.7428
BITS -PilaniPilani53.3229
IIT IndoreIndore53.2230
IIT RoparRupnagar52.8931
NIT KarnatakaSurathkal52.8832
IIT GandhinagarGandhinagar52.7733
Mysore UniversityMysuru50.4934
IISER, KolkataMohanpur50.4835
Homi Bhabha National InstituteMumbai50.4236
Siksha `O` AnusandhanBhubaneswar50.3437
Panjab UniversityChandigarh50.3138
Kalinga Institute of Industrial TechnologyBhubaneswar5039
IISER, MohaliMohali49.5840
NIT RourkelaRourkela49.2741
Shanmugha Arts Science Technology & Research AcademyThanjavur49.1542
Kerala UniversityThiruvananthapuram48.8743
Amity UniversityGautam Budh Nagar48.8743
Thapar Institute of Engineering and TechnologyPatiala48.8345
IIESTShibpur48.746
University of MadrasChennai48.6647
Andhra University, VisakhapatnamVisakhapatnam48.6548
Saveetha Institute of Medical and Technical SciencesChennai48.6349
Indian Institute of Science Education & Research BhopalBhopal48.5750
IIT PatnaPatna47.6751
Mahatma Gandhi UniversityKottayam47.6252
S.R.M. Institute of Science and TechnologyChennai47.353
Delhi Technological UniversityNew Delhi46.9854
Visvesvaraya NITNagpur46.9854
JSS Academy of Higher Education and ResearchMysuru46.9556
Alagappa UniversityKaraikudi46.7957
IIT BhubaneswarBhubaneswar46.7858
NIT WarangalWarangal46.6959
King George`s Medical UniversityLucknow46.6560
Sathyabama Institute of Science and TechnologyChennai46.661
Osmania UniversityHyderabad46.5762
Gujarat UniversityAhmedabad46.5762
Jamia HamdardNew Delhi46.4664
Cochin University of Science and TechnologyCochin46.0265
Banasthali VidyapithBanasthali45.8966
Gauhati UniversityGuwahati45.8767
Symbiosis InternationalPune45.6568
Koneru Lakshmaiah Education Foundation University (K L College of Engineering)Vaddeswaram45.6469
Tata Institute of Social SciencesMumbai45.6370
NIT DurgapurDurgapur45.3671
Malaviya NITJaipur45.2972
Tezpur UniversityTezpur45.2273
Kalasalingam Academy of Research and Higher EducationSrivilliputtur45.0774
Bharath Institute of Higher Education & ResearchChennai44.8175
University of KashmirSrinagar44.6476
Chandigarh UniversityMohali44.6277
Dr. B. R. Ambedkar NITJalandhar44.5378
Sri Ramachandra Institute of Higher Education and ResearchChennai44.479
Dr. D. Y. Patil VidyapeethPune44.1980
Lovely Professional UniversityPhagwara43.9581
IIT MandiMandi43.9382
Madurai Kamaraj UniversityMadurai43.7583
Shiv Nadar UniversityDadri43.684
Guru Nanak Dev UniversityAmritsar43.2185
PSG College of TechnologyCoimbatore43.1486
Pondicherry UniversityPuducherry43.187
Motilal Nehru NITPrayagraj43.0488
Sri Sivasubramaniya Nadar College of EngineeringKancheepuram42.9489
North Eastern Hill UniversityShillong42.7990
Bharathidasan UniversityTiruchirappalli42.7990
Sri Venkateswara UniversityTirupati42.7892
NIT SilcharSilchar42.6893
SVKM`s Narsee Monjee Institute of Management StudiesMumbai42.5694
Calicut UniversityMalappuram42.4295
Mumbai UniversityMumbai41.7996
Visva BharatiSantiniketan41.7497
Sardar Vallabhbhai NITSurat41.7298
Guru Gobind Singh Indraprastha UniversityNew Delhi41.4399
Datta Meghe Institute of Medical SciencesWardha41.1100
SVNIT Surat - Info, Ranking, Cutoff & Placements 2021 | College Pravesh
Sardar Vallabhbhai National Institute of Technology,
Ichchhanath, Surat – 395007, Gujarat, India.

health

This Institute was established in 1961 as one of the RECs for imparting technical education in Civil, Mechanical and Electrical Engineering. In the year 1983-84 the Under Graduate programmes in Electronics Engineering was introduced and in the year 1988-89 the UG programmes in Computer Engineering and Production Engineering was started. In the year 1995-96, UG programme in Chemical Engineering was introduced. In exercise of the powers conferred by section 3 of the University Grants Commission (UGC) Act, 1956, the Central Government on the advice of the University Grants Commission, has declared the Sardar Vallabhbhai Regional College of Engineering & Technology (SVREC), Surat to Sardar Vallabhbhai National Institute of Technology (SVNIT), Surat with status of “Deemed University” with effect from 4th December 2002. The Institute has been granted the status of ‘Institute of National Importance’ w.e.f. Aug. 15, 2007. At present, the Institute is offering Six UG Programmes, Eighteen PG Programmes and Three M.Sc. Five Years Integrated Programme including doctoral programme in all above branches.

Mission Statement

The mission of the Sardar Vallabhbhai National Institute of Technology, Surat is to be a leading technical Institute not only at national level but also at International level for imparting training to manpower as per the needs of technology. It is also envisaged to provide the necessary infrastructure to take up research work and to provide the mechanism to interact with industries effectively.

Vission Statement

Sardar vallabhbhai national institute of technology, surat, perceives to be a globally accepted centre of excellence in technical education catalyzing absorption, innovation, diffusion and transfer of high technologies resulting in enhanced quality for all the stakeholders.

Objectives
  • To offer quality programmes in the engineering at UG, PG and Ph.D.level.
  • To impart instruction and training to students to meet the technological needs.
  • To promote research environment.
  • To promote Industry – Institute interaction.
  • To foster national integration and value based education.
  • To interact with Alumni for development of the Institute and for making use of their expertise and resources.
  • To impart quality education alongwith development of confidence for being an entrepreneur.  To inculcate environment Innovations amongst students.

health

September 6, 2021
surat.jpg
1min748

આજે તા.6 સપ્ટેમ્બર 2021ની સવાર સુરતીઓએ સવાર વીજળીના કડાકા ભડાકા સાથે સોલીડ વરસાદ પડી હતી. વીજળીના પ્રચંડ કડાકા એવા હતા કે જ્યારે પહેલો વરસાદ પડ્યો ત્યારે પણ આવા કડાકા ભડાકા જોવા મળ્યા ન હતા. સવારે પોણાસાતની આસપાસ શરૂ થયેલો વરસાદ સતત દસ વાગ્યા સુધી જારી રહ્યા હતો અને આ સમયગાળા દરમિયાન ખાબકેલા વરસાદે સર્વત્ર પાણી પાણી કરી નાંખ્યું હતું.

કલેક્ટરેટના કન્ટ્રોલરૂમ પરથી આપવામાં આવેલી માહિતી મુજબ આજે સવારના સેશનમાં કુલ 84 મી.મી. વરસાદ પડ્યો હતો જે સાડા ત્રણ ઇંચ જેટલો કહી શકાય. સુરત શહેર ઉપરાંત ઓલપાડ તાલુકામાં 31 મી.મી. અને માંગરોળમાં 22 મી.મી. જેટલો વરસાદ પડ્યો હતો. સુરત સિટી સાથે જોડાયેલા ચોર્યાસી તાલુકામાં ફક્ત 4 મી.મી. વરસાદ પડ્યો હતો.

આશ્ચર્યની વાત એ છે કે સુરત શહેરમાં જ વરસાદ પડ્યો હતો, સુરત સિટી, ચોર્યાસી અને ઓલપાડ સિવાયના જિલ્લાના અન્ય તાલુકાઓ સાવ કોરાકટ રહ્યા હોવાનું જણાવાયું છે.

September 6, 2021
darshna_jardos.jpg
1min539

દેશના રાજ્યકક્ષાના કપડા અન રેલવે મંત્રી બન્યા પછી સુરતના સાંસદ દર્શના જરદોષે અનેક ઝડપી નિર્ણયો લઇને કામ કરતી સરકારનો પરચમ લહેરાવ્યો છે. ઇમ્પોર્ટેડ ફિલામેન્ટ યાર્ન પર એન્ટી સબસિડી ડ્યૂટીથી શરૂ કરીને સુરતના કપડા ઉદ્યોગને ખાસ કપડા પાર્સલ ટ્રેન આપવાનું કામ હોય દર્શનાબેન જરદોષે એટલી ઝડપથી કર્યું કે જેની કપડા વિક્રેતાઓને પણ કલ્પના નહીં હોય.

સુરતમાં ઉત્પાદિત ફેબ્રિક તેમજ અન્ય ટેક્ષટાઇલ ઉત્પાદનોને બિહાર સુધી ટ્રાન્સપોર્ટ કરવા માટે રેલવે મંત્રાલયે ખાસ 25 ડબ્બાની પહેલી કપડા પાર્સલ ટ્રેન શિડ્યુલ્ડ કરી હતી જેને ગઇ તા.4 સપ્ટેમ્બર 2021ને શનિવારે ખુદ રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોષે લીલીઝંડી આપીને સુરત નજીકના ઉધના રેલવે સ્ટેશનથી બિહાર રવાના કરી હતી.

ટેક્ષટાઇલ સિટી સુરતના કાપડ વિક્રેતાઓને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા સસ્તી, ઝડપી અને સુરક્ષિત રીતે મળે એ માટે ખાસ કપડા પાર્સલ ટ્રેન શરુ કરવામાં આવી છે.

પશ્ચિમ રેલવેએ જણાવ્યું કે રેલવે અને કપડા રાજ્યમંત્રી દર્શના જરદોશે શનિવારે સુરતના ઉધના ન્યૂ ગુડ્સ શેડથી પટના નજીક દાનાપુર અને મુઝફ્ફરપુરના રામદયાળુ નગર માટે આ ખાસ ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી. આ દરમિયાન રેલવેના વરિષ્ઠ અધિકારીઓ સહિત સ્થાનિક ધારાસભ્ય અને ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ હાજર રહ્યા હતા.

Image

રેલવે તરફથી જણાવવામાં આવ્યું કે, ઉધના ન્યૂ ગુડ્સ શેડમાં એનએમજી ડબ્બામાં પહેલી વાર કપડા સામગ્રીને લોડ કરવામાં આવી હતી. આ દિશામાં પહેલી વાર કપડા પાર્સલ ટ્રેન ઉધનાથી કપડા સામગ્રી લઇને પટનાના મુઝફ્ફરપુર માટે ચલાવવામાં આવી છે.

આ પહેલા પશ્ચિમ રેલવેના મુંબઇ વિભાગે હાલમાં જ પહેલી વાર 202.4 ટન કપડા સામગ્રીને સુરત પાસે ચલથણથી કોલકાતાના શાલીમાર સુધી પહોંચાડી હતી.

September 2, 2021
swaminarayan_motavaracha.jpg
1min469
FILE PHOTO Mandir

સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલા સ્વામીનારાયણ મંદિરમાં ધસી આવી તોડફોડ કરી સંતો સાથે ઝપાઝપી કરી હોબાળો મચાવવાના પ્રકરણમાં પુજારીએ 24 હરિભકતો અને મહિલા ભકતો સામે ફરિયાદ આપી હતી. આ બનાવ અંગે અમરોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મોટા વરાછા લજાંમણી ચોક પાસે આવેલા રાજહંસ ટાવરની સામે મંદિરના પુજારી નિર્દોશચરણદાસજી ગુરૂસ્વામી લક્ષ્મીપ્રસાદ દાસજી સ્વામીએ હરિભકતો મોટા વરાછા હસુભાઈ ફાચરીયા, ધીરૂભાઈ રબારીકા, ભદ્રેશભાઈ ગજેરા, ભીખુભાઈ ગેવડીયા, પ્રવિણભાઈ દેસાઈ સહિત 24 હરિભકતો તથા મહિલા ભકતો સામે ફરિયાદ આપતાં જણાવ્યું હતું કે ગત તા.16 જુલાઈથી આજદિન સુધી મંદિરમાં આવી પુજા હોમહવન જેવા ધાર્મિક કૃત્યોમાં ખલેલ પહોંચાડી અપશબ્દો અને ગાળો બોલી સંતો તથા હરિભકતોની ધાર્મિક લાગણી દુભાવી મંદિરમાં તોડફોડ ચોરી કરી સંતો સાથે હાથ ચાલાકી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

પુજારીની ફરિયાદના આધારે નિર્દોશચરણદાસજી ગુરૂસ્વામી લક્ષ્મીપ્રસાદ દાસજી સ્વામીએ આ તમામ 24 સામે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે. અમરોલી પોલીસના એ.કે.કુવાડીયાએ વધુ તપાસ હાથ ધરી છે.