CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 13 of 79 - CIA Live

July 10, 2024
sda-pc-1280x853.jpg
1min309
  • ભારતના મોટા શહેરો ઉપરાંત અમેરીકા, લંડન, હોંગકોંગ, દુબઇમાં પણ રોડ શો યોજાયા
  • સુરત ડાયમંડ એસોસીએશન દ્વારા આયોજિત 5માં કેરેટ એક્ષ્પોમાં લૂઝ ડાયમડ્સ, ડાયમંડ સ્ટડેડ જ્વેલરી, મશીનરી, સોફ્ટવેર, ટેક્નોલોજીના 118 એક્ઝિબિટર્સ જોડાયા

સુરત ડાયમંડ એસોસીએશન દ્વારા આયોજિત 5મો ડાયમંડ એક્ષ્પો કેરેટ્સનું આયોજન આગામી તા.12થી 14 જુલાઇ દરમિયાન સરસાણા ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે. સ્થાનિક હીરા ઉદ્યોગ માટે આ કેરેટ એક્ષ્પો મંદીના સમયમાં ગેમ ચેન્જર પુરવાર થાય તેવી ધારણા સેવાય રહી છે. આ એક્ષ્પોમાં ભારત દેશના ખરીદારો આવે તે ઉપરાંત વિદેશી ખ્યાતનામ બાયર્સ આવે તે માટે દુબઇ, અમેરીકા, લંડન, હોંગકોંગ ખાતે રોડ શો કરવામાં આવ્યા હતા. વિદેશી ખરીદારોને સુરતના અવધ ઉટોપીયા ખાતે બિલકુલ મફત એકોમોડેશન અને એરટિકીટ આપવામાં આવી છે. સ્થાનિક સ્તરેથી કેરેટ એક્ષ્પોની મુલાકાત માટે 8 હજારથી વધુ ખરીદારોના પ્રી રજિસ્ટ્રેશન પણ થઇ ચૂક્યા છે.

કેરેટ એક્ષ્પોના આયોજન અંગે વધુ માહિતી આપતા સુરત ડાયમંડ એસોસીએશનના પ્રેસિડેન્ડ જગદીશભાઇ ખૂંટ, મંત્રી ધીરુભાઇ સવાણી, કન્વીનર વીનુભાઇ ડાભી, સહ કન્વીનર જયેશભાઇ એમવી, ચંદ્રકાંત તેજાણી, ચંદ્રકાંત તેજાણી, ગૌરવ શેઠી વગેરેએ જણાવ્યું હતું કેરેટ્સ એક્ઝિબિશનમાં લુઝ ડાયમંડમાં નેચરલ, લેબગ્રોન,જ્વેલરી તેમજ મશીનરી, સોફ્ટવેર, ટેકનોલોજીના મળીને ૧૧૮ જેટલા એક્ઝિબિટર્સ પોતાની પ્રોડક્ટસ કે સર્વિસીસ ડિસ્પ્લે કરશે.આ વખતે ડાયમંડ ઉદ્યોગમાં ખુબ જ મંદીનો માહોલ હોવા છતાં આ વખતે ડાયમંડ મેન્યુફેકચરર્સ અને વેપારીઓ ખુબજ ઉત્સાહ સાથે કેરેટ્સ એકપોમાં જોડાવા ઉત્સાહીત છે અને તમામ બુથનું બુકિંગ ફૂલ થઇ ગયેલ છે. ગત્ત કેરેટ્સ એક્સ્પોમાં B2B વ્યવહારોને ખુબ જ વેગ મળ્યો હતો. એકજીબીટર્સને ખુબજ સારો વેપાર મળ્યો હતો. તેઓને સુરત ડાયમંડ એસોસીએશન અને તેના દ્વારા થતાં આ કેરેટ્સ એક્સ્પો પર વિશ્વાસ વધ્યો છે. અને આ વખતનો એક્ષ્પો એટલા માટે જ ગેમ ચેન્જર નિવડશે.

કેરેટ્સમાં ખરીદારો આવે તે માટે ભારતના મોટા શહેરો જેવાકે બેંગલોર, ચેન્નઈ, હૈદ્રાબાદ, વિજયવાડા, કોલકાતા, કેરલા, મુંબઈ, પુણે દિલ્હી, જયપુર, તેમજ ગુજરાતના મોટા શહેરો અને સુરત વિગેરે શહેરોમાં તેમજ વિદેશમાં દુબઈ, અમેરિકા, લંડન, હોંગકોંગ વિગેરે જગ્યાએ રોડ શો કરી જવેલર્સ અને જવેલરી મેન્યુફેકચરર્સ અને ડાયમંડ વેપારીઓને રૂબરૂ મળી CARATS – સુરત ડાયમંડ એકસ્પોની વિઝીટ કરવા ખાસ આમંત્રિત કરવામાં આવ્યા છે. કેરેટ્સની મુલાકાત માટે 8,000 થી વધારે ઓનલાઈન વિઝીટર્સ રજીસ્ટ્રેટેશન થઇ ગયેલ છે. જેમાં ૫૦૦ થી વધારે રજીસ્ટ્રેટેશન નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલથી થયેલ છે. એક્સ્પોમાં લેબોરેટરી પાર્ટનર તરીકે IGI જોડાયેલ છે.

પ્રીમીયમ બાયર્સ માટે રહેવા, જમવા સહિતની સુવિધાઓ

કેરેટ્સમાં આવીને ખરીદી કરી ચૂકેલા અને અવશ્ય ખરીદી કરતા હોય તેવા પ્રીમીયમ બાયર્સ માટે સુરત ડાયમંડ એસોસીએશને અવધ ઉટોપિયા ક્લબમાં રહેવાની સગવડ, એરપોર્ટથી તેમને પીકઅપ અને ડ્રોપની ફેસીલીટી આપી છે.આ સુવિધા તેમને બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ પૂરી પાડવામાં આવશે. તેમને સવારે બ્રેકફાસ્ટ લંચ ડીનર અને ત્રણ દિવસ માટે રૂમનું બુકિંગ પણ કરવામાં આવ્યું છે.

July 7, 2024
Govind-dholakia.png
1min369

સુરત ડાયમંડ બુર્સના ચેરમેન અને રાજ્યસભાના સભ્ય, ખ્યાતનામ હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ આજે સુરત ડાયમંડ બુર્સના સેકન્ડ ઓપનિંગ પ્રસંગે સુરત એરપોર્ટ બાબતે નિખાલસ બાબતો કહી હતી. તેમણે કહ્યું કે 20 વર્ષ, 30 વર્ષથી કે 50 વર્ષથી, એરપોર્ટ બાબતે સુરત શહેરને બહુ મોટો અન્યાય થઇ રહ્યો છે. એનો હું સાક્ષી છું. તેમણે કહ્યું કે વસતિની દ્રષ્ટીએ સુરત 9માં નંબરનું શહેર છે જ્યારે વિમાની સેવાઓ બાબતે સુરતનો નંબર 37મો છે, આ જ એક દેખિતો અન્યાય છે, તેમણે કહ્યું કે વસતિ અને બિઝનેના પ્રમાણમાં સુરતને વિમાની સેવાઓ મળવી જોઇએ. આ તબક્કે તેમણે વિદેશી શહેર, બ્રસેલ્સનો દાખલો આપ્યો હતો. બ્રસેલ્સમાં 20 લાખની વસતિ છે, જ્યાં દરરજો 300 પ્લેન અવરજવર કરે છે. એની સામે સુરતમાં વર્ષો અગાઉ 40 લાખની વસતિ હતી ત્યારે એકેય પ્લેન આવતું ન હતું.

ગોવિંદ ધોળકિયાએ કહ્યું કે મારી સરકારને, એરપોર્ટવાળાને, એરલાઇન્સ વાળાને પણ નમ્ર વિનંતી તમે સુરત બાજુ નજર દોડાવો, સુરતમાં જલ્દીમાં જલદી વિમાની સેવાઓ ચાલુ કરો. ઇન્દૌરની વસતિ 32 લાખની છે ત્યાં 100 ફ્લાઇટ આવે છે, જ્યારે સુરતની હાલની વસતિ 82 લાખની છે એ હિસાબે અહીં 300 ફ્લાઇટ સુરતને મળવી જોઇએ.

રાજ્યસભાના સભ્ય હોવાના નાતે તેમણે કહ્યું કે એવું નથી કે કોઇને સુરત પર દાઝ છે પણ સુરત તરફ કોઇનું ધ્યાન નથી એટલે અન્યાયપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે.

July 6, 2024
sachin-gidc-building.png
1min270
સુરતના સચિન GIDCમાં 6 માળની બિલ્ડિંગ ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત, 5 લોકો ફસાયાની આશંકા 1 - image

સુરતમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શહેરમાં છ માળની એક બિલ્ડિંગ ધરાશાયી થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે. જેમાં 15 લોકોને ઈજા પહોંચી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 5 લોકો ફસાયા હોવાની આશંકા છે. 

સુરતના સચિન વિસ્તારની GIDCમાં 6 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હોવાની ઘટના બની છે. બિલ્ડિંગ ધરાશાયી થતા 15 લોકોને ઈજા થઈ છે.  કેટલાક લોકોને નાની મોટી ઈજા થઈ છે. ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર અને પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે બિલ્ડિંગનો કાટમાળ ખસેડવાની શરૂઆત કરવામાં આવી છે.બિલ્ડિંગમાં 15 જેટલા લોકો રહેતા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. જે બિલ્ડિંગ ધરાશાયી થઈ છે તે જર્જરીત હોવાની પણ વાત સામે આવી છે. હાલ પોલીસ ઘટનાસ્થળેથી લોકોને દૂર કરાવી રહી છે. 

July 4, 2024
WhatsApp-Image-2024-07-04-at-09.53.59-1280x960.jpeg
1min265

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની આગેવાનીમાં ડાયમંડ તથા જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા સુરતના ઉદ્યોગકારોના પ્રતિનિધિ મંડળે તા. ર૮મી જૂન, ર૦ર૪ના રોજ શ્રીલંકામાં કોલંબો ખાતે નેશનલ જેમ એન્ડ જ્વેલરી ઓથોરિટી દ્વારા આયોજિત ‘રત્નપુરા ઇન્ટરનેશનલ જેમ એકઝીબીશન– ર૦ર૪’ની મુલાકાત લીધી હતી. આ એકઝીબીશનમાં શ્રીલંકા તથા અન્ય દેશોની આંતરરાષ્ટ્રીય કક્ષાની ૭રથી વધુ બ્રાન્ડ દ્વારા જેમ્સ, જ્વેલરી અને સ્ટોનનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આ એકઝીબીશનનું ઉદ્‌ઘાટન શ્રીલંકાના માનનીય પ્રધાનમંત્રી શ્રી દિનેશ ગુણવર્દેનાજીના હસ્તે કરવામાં આવ્યું હતું. રતનપુરા પ્રોવિન્સના માનનીય ગવર્નર શ્રી નવિન દિસાનાયકે, મિનિસ્ટ્રી ઓફ ઇન્ડસ્ટ્રી ડો. રમેશ પથીરાનાજી, પ્રાઇમરી મિનિસ્ટર શ્રી ચમરા સમર્થ દિસાનાયકે ઉપરાંત વિવિધ મંત્રીઓની ઉપસ્થિતિમાં આ પ્રદર્શન યોજાયું હતું.

એકઝીબીશનના ઉદ્‌ઘાટન પ્રસંગે શ્રીલંકાના માનનીય પ્રધાનમંત્રી શ્રી દિનેશ ગુણવર્દેનાજીએ પોતાના સંબોધનમાં જેમ એન્ડ જ્વેલરીના ઉદ્યોગકારોને ગુજરાત સાથે વેપાર કરવા પ્રાથમિકતા આપવી જોઇએ તેમ જણાવ્યું હતું. તેમણે ગુજરાત સાથેના શ્રીલંકાના પૌરાણિક વ્યાપાર સંબંધનો પોતાના સંબોધનમાં ત્રણથી વધુ વખત ઉલ્લેખ કર્યો હતો. આ પ્રસંગે અન્ય દેશો જેવા કે વિયેતનામ, ચાઇના, હોંગકોંગ, થાઇલેન્ડ, કિર્ગીસ્તાનના ડેલીગેશનો પણ ઉપસ્થિત રહયા હતા. ભારતમાંથી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા જયપુરના વેપારીઓ જોડાયા હતા.

એકઝીબીશન દરમ્યાન નેશનલ જેમ એન્ડ જ્વેલરી ઓથોરિટીના ડાયરેકટર જનરલ શ્રી જનકા ઉદયા કુમારા તથા ચેરમેન શ્રી વિરાજ ડિસીલ્વાએ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિ મંડળે શ્રીલંકાના માનનીય પ્રધાનમંત્રી શ્રી દિનેશ ગુણવર્દેનાજી સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. SGCCI ગ્લોબલ કનેકટના સીઇઓ શ્રી પરેશ ભટ્ટે સુરતના ઉદ્યોગ સાહસિકો સાથે શ્રીલંકાના વેપારીઓનો વ્યાપાર વધે અને તેના થકી સમગ્ર ઉદ્યોગને તેનો લાભ મળે તે હેતુથી વ્યાપારિક સંબંધો વિકસાવવા માટે શ્રીલંકાના પ્રધાનમંત્રીને વિનંતી કરી હતી.

શ્રીલંકાના માનનીય પ્રધાનમંત્રી અને તેમના મંત્રીશ્રીઓએ પણ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ટેક્ષ્ટાઇલ અને જેમ્સ એન્ડ જ્વેલરી સંંબંધિત એકઝીબીશનો, ફૂડ એન્ડ બેવરેજીસ, લોજિસ્ટીક અને ઉદ્યોગ સંબંધિત એકઝીબીશનોની તેમજ સુરતના ઉદ્યોગ – ધંધાઓની મુલાકાત માટે સુરત આવવાની ઇચ્છા દર્શાવી હતી. તદુપરાંત ગવર્નર પ્રોવિન્સ શ્રી નવિન દિસાનાયકે ગુજરાતનું ટુરિઝમ તથા કલ્ચરલ ટ્રાન્સફોર્મેશન માટે થતા અનેક કાર્યક્રમોમાં ગુજરાત સાથે ભાગીદારી કરી આગામી દિવસોમાં શ્રીલંકા સાથે ભારતના વ્યાપારિક સંબંધો વધુ મજબુત થાય એ દિશામાં કાર્ય કરવા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી આગેવાની લે તેવી આશા વ્યકત કરી હતી.

શ્રીલંકાના ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર શ્રી રમેશ પથીરાનાજી, પ્રાઇમરી મિનિસ્ટર શ્રી ચમરા સમર્થ દિસાનાયકેજીએ વેપારિક જોડાણને ધ્યાનમાં લઇ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વિવિધ ઇન્ડસ્ટ્રી પ્રતિનિધિઓ સાથે શ્રીલંકાના વેપારીઓનું સંમેલનનું આયોજન થાય, જેનું સુકાન SGCCI સંભાળે અને તેમાં શ્રીલંકાની મિનિસ્ટ્રી ઓફ ઇન્ડસ્ટ્રી તરફથી સંપૂર્ણ સહકાર આપવામાં આવશે તેવી ખાત્રી આપી હતી.

July 4, 2024
praful-1280x850.jpg
2min260
પૂર્ણાહુતિ વખતે રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિ સૌ માટે પ્રેરક બની રહી.
આ કેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓને સુમુલ ડેરી તેમ જ પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે પણ લઈ જવામાં આવ્યા હતા.

વિદ્યાર્થીઓમાં કાયદાઓ અંગે જાગરૂકતા આવે તે મ જ તેઑ આદર્શ નાગરિક તરીકે પોતાના પંથે પ્રયાણ કરી શકે એ હેતુસર સુરક્ષા સેતુ યોજના અંતર્ગત સુરત શહેર પોલીસ દ્વારા સાત દિવસના સમર કેમ્પનું આયોજન પાર પડ્યું. જેમાં ૬૦૦થી પણ વધારે વિદ્યાર્થીઓએ હોંશભેર ભાગ લીધો હતો. જે.બી ડાયમંડ સ્કૂલ ખાતે વિવિધ શાળાનાં વિદ્યાર્થીઓ માટે યોજાયેલ આ કેમ્પમાં સુરત શહેર પોલીસ સહિત રાજ્ય શિક્ષણમંત્રીશ્રી પ્રફૂલભાઇ પાનશેરીયા પણ ઉપસ્થી રહ્યા હતા. જુઓ આ કેમ્પની કેટલીક તસવીરો

સુરત પોલીસ દ્વારા સમર કેમ્પની યાદગાર તસવીરો

વિવિધ ૩૫ શાળાઓમાંથી ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ આ કેમ્પમાં જોડાવા માટે હોંશભેર આવ્યા હતા.

વિવિધ ૩૫ શાળાઓમાંથી ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ આ કેમ્પમાં જોડાવા માટે હોંશભેર આવ્યા હતા.

વિવિધ ૩૫ શાળાઓમાંથી ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ આ કેમ્પમાં જોડાવા માટે હોંશભેર આવ્યા હતા.

સૌ વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકો સાથે આ કેમ્પમાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓને પણ વિવિધ આયોજનોમાં ખૂબ જ રસ પડ્યો હતો.
વિદ્યાર્થીઓમાં રહેલ પ્રતિભાને બહાર આવવા પણ અવકાશ આપવામાં આવ્યો હતો.
અંતે ડીસીપી ગર્જર સાહેબ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
વહેલી સવારે ૬ વાગ્યે વિદ્યાર્થીઓ યોગામાં જોડાઈ જતાં હતા ત્યારબાદ દિવસ દરમિયાન અન્ય પ્રવૃત્તિમાં જોડાતાં હતાં.
May 31, 2024
kanji_bhalala_cialive.jpg
1min423

વરાછા કો-ઓપરેટિવ બેંકના બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન સહકારી અગ્રણી શ્રી કાનજીભાઈ આર. ભાલાળાને રૂપિયા ૧૧ લાખના પુરસ્કાર સાથે ઇફકો સહકારિતા-બંધુ એવોર્ડ એનાયત થયો છે. 

તારીખ ૩૦-૦૫-૨૦૨૪ના રોજ દિલ્હી ખાતે મળેલ ઇફકોની ૫૩મી વાર્ષિક સાધારણ સભામાં  દેશભરમાંથી  આવેલ ડેલિગેટ્સની ઉપસ્થિતિમાં શ્રી કાનજીભાઈ ભાલાળાને સહકારી ક્ષેત્રે નોંધનીય  કાર્ય બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીએ  જણાવ્યું હતું કે કાનજીભાઈ ભાલાળાએ આર્થિક જાગૃતિ અને સહકારી સંસ્થાઓના વિકાસ માટે નિષ્ઠાથી નોંધનીય કાર્ય કર્યું છે. તેથી ઇફકો તરફથી આ સન્માન આપતા અમો ગૌરવ અનુભવીએ છીએ. વિશ્વની સૌથી મોટી ખાતર ઉત્પાદક સહકારી સંસ્થા ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટીલાઇઝર કો. ઓપરેટિવ ઇફકો તરફથી દર વર્ષે સહકારી પ્રવૃત્તિના વિકાસ માટે પાયાનું નોંધનીય પ્રદાન કર્યું હોય તેવા વ્યક્તિને ઇફકો સહકારિતા-બંધુ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવે છે.

સહકારી ક્ષેત્રની ટોચની સંસ્થા ઇફકો તરફથી રાષ્ટ્રમાં સહકારી પ્રવૃત્તિનું જતન થાય અને છેવાડાના માણસને સહકારી પ્રવૃત્તિ સાથે જોડવા માટે વધુ નોંધનીય કામગીરી કરનારને પ્રોત્સાહન મળે તેવા હેતુથી ઇફકો સહકારીતા બંધુ એવોર્ડ અને ઇફકો સહકારિતા રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવે છે. તેમાં વર્ષ ૨૦૨૨-૨૩ માટેના ઇફકો સહકારિતા-બંધુ એવોર્ડ માટે ગુજરાતના સહકારી અગ્રણી અને સામાજિક કાર્યકર એવા શ્રી કાનજીભાઈ આર. ભાલાળાની પસંદગી કરવામાં આવી છે. જ્યારે સહકારિતા રત્ન એવોર્ડ યુ.પી. સરકારમાં સહકારી મંત્રી શ્રી જે. પી. એસ. રાઠોડ ને આપવામાં આવેલ છે.

         ૧૯૯૫માં વરાછા કો-ઓપરેટીવ બેંકનાં સ્થાપના કાળથી એમ.ડી., ચેરમેન અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન તરીકે સતત નેતૃત્વ કરી વરાછા બેંકના ઝડપી અને નક્કર વિકાસમાં નોંધનીય કાર્ય કર્યુ છે. ૧૯૯૨માં આરાધના અર્બન કો.ઓપરેટીવ સોસાયટીના સ્થાપક પ્રમુખ તરીકે સહકારી પ્રવૃત્તિ શરૂ કરનાર શ્રી કાનજીભાઈ ભાલાળા આજે નેશનલ ફેડરેશન ઓફ અર્બન કો-ઓપ. બેંક્સ અને ક્રેડિટ સોસાયટી લિ. (NAFCUB), ન્યુ દિલ્હીના ડિરેક્ટર તરીકે કાર્યરત છે. દક્ષિણ ગુજરાતની સહકારી સંસ્થાઓ સાથે તેઓ જોડાયેલા છે. સાઉથ ગુજરાત અર્બન કો-ઓપ. બેંક્સ એસોસિએશનના ઉપપ્રમુખ તથા ગુજરાત રાજ્ય કો.ઓ.વર્કસ ફેડરેશનના ડિરેક્ટર તરીકે પણ સેવા આપી રહ્યા છે. સુરત જિલ્લા સહકારી સંઘમાં નિષ્ણાંત ફેકલ્ટી તરીકે તાલીમ વર્ગો માટે સેવા પણ આપી છે.

         શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતની સમૂહ લગ્ન પ્રવૃત્તિમાં સ્વયંસેવક તરીકેની શરૂઆતથી આજે સંસ્થાના પ્રમુખ તરીકે ફરજ બજાવી રહ્યા છે. સુરત ઉપરાંત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સામાજિક જાગૃતિનું  નેત્ર દિપક કાર્ય કરી રહ્યા છે. કુદરતી કે માનવસર્જિત આફતોમાં કામ કરતી એક પાંખ સિવિલ ડિફેન્સ સુરતના ચીફ વોર્ડન છે. તેમાં તેમની દીર્ઘકાલીન સેવાને ધ્યાનમાં લઇ ૨૦૨૧માં રાષ્ટ્રપતિ ચંદ્રક પ્રાપ્ત થયો છે. ૧૯૯૩માં કારગિલ યુદ્ધ સમયથી જય જવાન નાગરિક સમિતિ સુરત શહીદ જવાનોના પરિવારોને સન્માન સાથે આર્થિક સહાય અર્પણ કરે છે. આ સંસ્થાની સ્થાપના કાળથી ટ્રસ્ટી તરીકે ભૂમિકા નિભાવે છે.

         મૂળ સૌરાષ્ટ્ર અમરેલીના બળેલ પીપરીયા ગામના વતની અને ૧૯૭૯ થી સુરતને કર્મભૂમિ   બનાવનાર શ્રી કાનજીભાઈ ભાલાળાએ ધોરણ-૧૦ પછીનું શિક્ષણ સુરતમાંથી મેળવ્યું છે. એમ.કોમ., એલ.એલ.બી કરી ઇન્કમટેક્ષ પ્રેક્ટિસનર તરીકે વ્યવસાય શરૂ કર્યાની સાથે શિક્ષણ અને સામાજિક પ્રવૃત્તિઓમાં પણ સક્રિય કામગીરી કરતા રહ્યા છે. અભ્યાસમાં ડિપ્લોમા ઇન જર્નાલિઝમ કર્યું હતું. રીયલ ટીવી ચેનલના ન્યુઝ એડિટર તરીકે પણ કાર્ય કર્યું છે. આજે ૬૨ વર્ષની ઉંમરે પણ તેઓ  ભણી રહ્યા છે.  એમ.એ. વીથ પોલિટિકલ સાયન્સની પદવી મેળવી છે અને હાલ એમ.એ. વીથ ઇકોનોમિક્સમાં અભ્યાસ કરી રહ્યા છે. સુરતમાં આવેલી આપત્તિ-દુર્ઘટના સમયે લોકોના જાન-માલના રક્ષણ માટે જાગૃતિ અને  સેવાના કાર્ય માટે અગ્રેસર રહ્યા છે.

         કોરોના મહામારીના લોકડાઉન ના સમયે સહકારી સંસ્થાઓ અને ગુજરાત સરકારે સાથે મળી  આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના શરૂ કરવામાં આવી હતી. રૂપિયા ૨૫૦૦ કરોડનું ધિરાણ  ખૂબ નાના વ્યક્તિઓને વગર વ્યાજે આપવામાં આવ્યું હતું. આ યોજના તૈયાર કરવામાં શ્રી કાનજીભાઈ આર. ભાલાળાએ મહત્વપૂર્ણ કામગીરી કરી હતી. વડાપ્રધાન વીમા યોજનાઓમાં વરાછા બેંકના બે લાખથી વધુ ખાતેદારોને જોડવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ૧૨૧૩ ખાતેદારોના અવસાન થતાં તેમના પરિવારોને રૂપિયા ૨૪.૨૬ કરોડની સહાય વડાપ્રધાન વીમા યોજનામાંથી અપાવવામાં આવી છે. વરાછા કો.ઓ. બેન્ક તેમના સભાસદો, ખાતેદારો અને થાપણદારોને અકસ્માત વીમા કવચ પણ પૂરું પાડે છે.

           છેવાડાના નાના માણસો સહકારી પ્રવૃત્તિઓના લાભ લે તથા નાણાકીય જાગૃતિ માટે  છેલ્લા ૩૫ વર્ષના સતત પ્રયાસો અને સફળતા તથા સહકારી ક્ષેત્રને નેતૃત્વ પૂરું પાડવા બદલ ઇફકો તરફથી શ્રી કાનજીભાઈ આર. ભાલાળાને રૂપિયા ૧૧ લાખના પુરસ્કાર સાથે સન્માન મળે છે. ૧૯૯૩થી ઇફકો તરફથી દર વર્ષે એક એવોર્ડ પુરા દેશમાંથી કોઈ એક ને આપવામાં આવે છે. ગુજરાતમાંથી ઇફકો સહકારીતા-બંધુ એવોર્ડ મેળવનાર શ્રી કાનજીભાઈ ભાલાળા બીજા ગુજરાતી છે.

ધી વરાછા કો.ઓ. બેન્ક તથા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તથા જય જવાન નાગરિક સમિતિ સુરત અને અનેકવિધ સંસ્થા તરફથી શ્રી કાનજીભાઈ ભાલાળાને સગૌરવ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

May 23, 2024
kiran-hospital.png
1min600

કિરણ હોસ્પિટલ સીનીયર સીટીઝન હેલ્થ કેર યોજના અંતર્ગત ભારત વડીલ વંદના-૨ કાર્યક્રમ  ૨૬ મે ૨૦૨૪ ના રોજ સાંજે ૩:00 કલાકે સ્થળ: કન્વેન્સન સેન્ટર સરસાણા ખાતે ૧૫ હજારની સીટીંગ વ્યવસ્થા સાથેના વિશાળ એસી ડોમમાં વડીલોના વંદન, સંગીત અને ભોજન સાથેનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. 

     કિરણ હોસ્પિટલના ચેરમેન પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ વધુમાં જણાવતા કહ્યું કે શહેરના વિકાસમાં સીનીયર સીટીઝનો નો મહત્વનો રોલ હોય છે તેથી વિકસિત દેશોમાં સીનીયર સીટીઝનો ને વિશેષ સુવિધાઓ અને આદર આપવામાં આવે છે. આપણા દેશમા આપણા સંસ્કાર અને સંસ્કૃતિ મુજબ વડીલોનું વિશેષ સ્થાન રહ્યું છે, પરંતુ સુવિધાઓ પૂરી પાડવામાં આપણે હજુ ઉણા ઉતરીએ છીએ. તેથી અમોએ કિરણ હોસ્પિટલ સીનીયર સીટીઝન હેલ્થકેર યોજના બનાવીને તે યોજના થકી સીનીયર સીટીઝનો ને હોસ્પિટલ તેમજ ઘર બેઠા આરોગ્ય સારવાર આપવા માટે અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. સીનીયર સીટીઝનો ને વિશેષ સુવિધાઓ આપવા માટે સીનીયર સીટીઝન કંટ્રોલ રૂમ પણ ઉભું કરવામાં આવ્યું છે.

     કિરણ હોસ્પિટલ સીનીયર સીટીઝન હેલ્થ કેર યોજનામા વિવિધ રાજ્યમાંથી આવીને સુરતમાં સ્થાયી થયેલા એવા ૧૫ હજાર સીનીયર સીટીઝનો મેમ્બર બન્યા છે. વિવિધ રાજ્યમાંથી આવેલા અને સુરતમાં સ્થાયી થયેલા એવા અમારા ૧૫ હજાર મેમ્બરો આ યોજના થી ખુબજ ખુશ છે.  દેશ વિદેશમાં રહેતા સીનીયર સીટીઝનના સંતાનો પણ અમને ખુશીના મેસેજ કરે છે અને તેઓ ખુશી વ્યક્ત કરે છે કે અમારા માત પિતાને અચાનક હોસ્પિટલની જરૂર પડે તેવા સમયે કિરણ હોસ્પિટલ તેમની સાથે છે તેથી અમારા માત-પિતાની બીમારી સમયે અમને ખાસ ચિંતા રહેતી નથી.  કિરણ હોસ્પિટલની પાછલા ૭ વર્ષમાં દેશ વિદેશના ૨૭ લાખથી વધારે લોકોએ સેવા લીધી છે.

     સુરતમાં રહેતા દરેક રાજ્યના લોકો કિરણ હોસ્પિટલ સીનીયર સીટીઝન હેલ્થકેર યોજના ના મેમ્બર બન્યા હોવાથી કાર્યક્રમ નું નામ “ભારત વડીલ વંદના” રાખવામા આવ્યું છે.  કાર્યક્રમમાં દરેક વડીલોનું પૂજન અને સ્વાગત કરવામાં આવશે, તથા વડીલો ભોજન સાથે સંગીત કાર્યક્રમ માણશે. આ ઉપરાંત જે માતાએ પોતાના સંતાનો ને કીડની, લીવર વગેરે અંગ આપીને પોતાના સંતાનને નવું જીવન આપ્યું છે તેવી માતાઓનું વિશેષ સન્માન કરવામાં આવશે.

March 18, 2024
WhatsApp-Image-2024-03-17-at-20.07.22-1280x853.jpeg
1min682

  • સુરત ડાયમંડ એસોસીએશન સંચાલિત RTSV હોસ્પિટલનો દશાબ્દી મહોત્સવ શાનદાર રીતે સંપન્ન
  • કિરણ-2 હોસ્પિટલ માટે દાતાઓએ મન મૂકીનો દાનનો ધોધ વહાવ્યો
  • ગુજરાતમાં સૌથી વધુ રાહત દરે તબીબી સેવા ઉપલબ્ધ કરાવવાની નેમ સાથે કિરણ-2 હોસ્પિટલને ઝડપભેર વિકસાવવાનો નિર્ધાર કરાયો

સુરત
સુરત ડાયમંડ એસોસીએશનની આરોગ્ય સમિતિ સંચાલિત આર.ટી.એસ.વી. ડાયમંડ હોસ્પિટલનો દશાબ્દી મહોત્સવ આજે રવિવારની સંધ્યાએ શાનદાર રીતે સંપન્ન થયો છે. હકડેઠઠ માનવ મેદની આ સમારોહમાં ઉમટી પડી હતી. ડાયમંડ હોસ્પિટલના આરંભથી જ દર્દીઓનો અત્યંત રાહતદરે તબીબી સેવાઓ પૂરી પાડવાનું શરૂ કરાયું હતું, આ પ્રકારે ગુજરાતમાં સૌથી વધુ રાહતદરે તબીબી સેવાઓ ઉપલબ્ધ કરાવવાની નેમ સાથે સંસ્થાની સૂચિત કિરણ-2 હોસ્પિટલને ઝડપભેર વિકસાવવાનો મક્કમ નિર્ધાર ડાયમંડ હોસ્પિટલના દશાબ્દી મહોત્સવમાં જાહેર મંચ પરથી વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આજે ડાયમંડ હોસ્પિટલના દશાબ્દી મહોત્સવ પ્રસંગે ડાયમંડ હોસ્પિટલમાં જ જન્મ લેનારી 400 દિકરીઓના પરિવારજનોને રૂ.1-1 લાખની કિંમતના બોન્ડ મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.

ડાયમંડ હોસ્પિટલના દશાબ્દી મહોત્સવના સમારોહમાં મહાનુભાવો ઉપસ્થિત થાય ત્યાં સુધીમાં કિરણ-2 હોસ્પિટલ માટે લાખો રૂપિયાનું નવું દાન દાતાઓએ મન મૂકીને જાહેર કર્યું હતું. દાતાઓએ કિરણ-2 હોસ્પિટલના નિર્માણમાં મન મૂકીને દાન આપવાની જાહેરાત કરી હતી. સમારોહમાં નવું દાન આપનારા દાતાઓનું જાહેર અભિવાદન કરવામાં આવ્યું હતું.
બરાબર સાંજે સાતના ટકોરે સમારોહના અધ્યક્ષ એવા કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રી શ્રીમનસુખભાઇ માંડવીયા, રાજ્યસભાના સભ્ય શ્રી ગોવિંદભાઇ ધોળકીયા, ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઇ પાનશેરીયા, ભાજપાના પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઇ વાઘાણી, મેયર શ્રી દક્ષેશ માવાણી સહિતના આગેવાનોનું આગમન મંચ પર થયું હતું.

કેન્દ્રના આરોગ્ય મંત્રી ડો.મનસુખભાઇ માંડવીયાએ રાહતદરે તબીબી સેવા પૂરી પાડવી અને દિકરીઓના જન્મ માટે એક પણ રૂપિયો ચાર્જ નહીં લેવાની ડાયમંડ હોસ્પિટલની બાબતોને બિરદાવતા જણાવ્યું હતું કે આ પ્રકારની સેવાના ભેખધારી સંસ્થાઓની સમાજને તાતી જરૂરીયાત છે. તેમણે કિરણ-2 હોસ્પિટલ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
સમારોહને સંબોધતા શ્રી મનસુખભાઇ માંડવીયાએ કહ્યું કે 200 કરોડથી વધુની રાહત ડાયમંડ હોસ્પિટલ દ્વારા સામાન્ય મધ્યમવર્ગના લોકોને આપવામાં આવી એ બહુ મોટી વાત છે. સુરતની ધરતી નોખી ધરતી છે, આ કર્ણની ધરતી છે, આ ધરતી પર પૂણ્ય અને સેવા આ ધરતીની વિશેષતા છે. 25 વર્ષનો જાહેર જીવનનો અનુભવે છે, કદાચ સૌરાષ્ટ્રમાં ક્યારેય પૂર્ણ્ય દાન ન કર્યું હોય પરંતુ, સુરતની ધરતી પર આવી ગયા અને મંચ પર બેઠા એટલે દાન કરવાનું શરૂ કરી દે છે. પૂણ્ય દાન કરવું બીજાનો સહયોગ કરવો એ ભારતીય પરંપરા, ભારતીય સંસ્કૃતિ, જીવન શૈલીનો ભાગ છે. જરૂરીયાતમંદ લોકોને સહયોગ કરવો એ આપણા સંસ્કાર છે. તેમણે અમેરીકા અને ભારતના તબીબી ખર્ચના ઉદાહરણો રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે સુરતમાં 30 ચેરીટી હોસ્પિટલો છે, જેમાં 50 ટકા જેટલું કામ રાહત દરે કરવામાં આવે છે. અહીં સ્વાસ્થ્ય એ સેવા છે, ધંધો નથી. સંસ્કારએ ભારતની સભ્યતા છે. કોવીડ આવ્યો ત્યારે આખી દુનિયા સાથે વાતો થતી, દરેક દિવસે દુનિયા પૂછતી કે ભારતમાં કેવું છે, ભારતમાં ડોક્ટરો હોસ્પિટલમાં આવે છે, દુનિયામાં ડોક્ટરો અને નર્સો રજા પર હતા, આપણા દેશમાં કોવીડમાં રોગીઓની સેવા કરતા કેટલાય ડોક્ટરો પોતાના પ્રાણના ભોગે ફરજ બજાવતા રહ્યા. તેમણે સંસ્થાને 600 બેડની હોસ્પિટલ કરો એવી હાકલ સાથે કહ્યું કે આટલા બેડ થશે તો 50 સીટની મેડીકલ કોલેજને મંજૂરી આપવામાં આવશે. સી.પી.ભાઇ, દિનેશભાઇ નાવડીયા સહિત ડાયમંડ હોસ્પિટલ સાથે સંકળાયેલા, પ્રત્યક્ષ અપ્રત્યક્ષ સાથ સહકાર આપનારા તમામને અભિનંદન આપતા મનસુખભાઇ માંડવીયાએ પોતાનું વક્તવ્ય પૂર્ણ કર્યું હતું.

સુરત ડાયમંડ એસોસીએશન સંચાલિત આર.ટી.એસ.વી. ડાયમંડ હોસ્પિટલના દશાબ્દી મહોત્સવનું આયોજન જ્યાં કરવામાં આવ્યું હતું એ કિરણ-2 હોસ્પિટલ જ્યાં નિર્માણ પામવાની છે એ લોકશન (ગ્રાઉન્ડ) પર આજે દશાબ્દી મહોત્સવમાં હકડેઠઠ માનવ મેદની ઉમટી પડી હતી. સાંજે 5 કલાકથી જ લોકોનું ગ્રાઉન્ડ પર આગમન શરૂ થઇ ચૂક્યું હતું. મહાનુભાવોની પણ એન્ટ્રી એક પછી એક શરૂ થઇ હતી અને જોતજોતામાં પ્રેક્ષાગાર અને મંચ બન્નેની તમામ બેઠકો ફુલ થઇ ગઇ હતી.
સમારોહના આરંભે ડાયમંડ હોસ્પિટલના ચેરમેન સી.પી.વાનાણીએ મહાનુભાવોનું સ્વાગત કરતા ડાયમંડ હોસ્પિટલની અત્યાર સુધીની કામગીરીનો ચિતાર આપ્યો હતો. એવી જ રીતે સંસ્થાના ઉપપ્રમુખ કેશુભાઇ ગોટીએ 10 વર્ષમાં ડાયમંડ હોસ્પિટલે કેટલી રકમની રાહત આપી તેનો વિગતવાર ચિતાર આપ્યો હતો.

આ પ્રસંગે ડાયમંડ હોસ્પિટલને દાન આપનારા દાતાશ્રીઓ, જુદાજુદા કાર્યોમાં સહકાર આપનારા આગેવાનો તેમજ ડાયમંડ હોસ્પિટલમાં પોતાની સેવા આપી રહેલા તબીબોનું સન્માન કરવામાં આવ્યું હતું.

છેલ્લા 10 વર્ષમાં ડાયમંડ હોસ્પિટલમાં જન્મેલી દિકરીઓની દર વર્ષની નામાવલી અનુસાર મહાનુભાવોના હસ્તે લકી ડ્રો કરવામાં આવ્યો હતો. અને 2014થી 2023 સુધીના વર્ષમાં પ્રત્યેક વર્ષની એક દિકરીની ચીઠ્ઠી ઉપાડીને ઇનામી ડ્રો કરવામાં આવ્યો હતો.

March 15, 2024
cia_multi-1280x1045.jpg
1min582

  • ડાયમંડ હોસ્પિટલમાં જન્મલેનાર 400 દિકરીઓને રૂ.1-1 લાખના બોન્ડ પ્રમાણપત્રો એનાયત કરાશે
  • ડાયમંડ હોસ્પિટલ દ્વારા કમસેકમ રૂ.250 કરોડની રકમની રાહત દર્દીઓને તેમના મેડીકલ બિલમાં કરાવી આપવામાં આવી
  • છેલ્લામાં 10 વર્ષમાં 11.64 લાખ દર્દીઓને તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવી
  • ડાયમંડ હોસ્પિટલમાં જન્મલેનાર 2000થી વધુ દિકરીઓને રૂ.1-1 લાખના બોન્ડ સુપરત કરવામાં આવ્યા છે.

તા.22મી ફેબ્રુઆરી 2014ના રોજ જેની સ્થાપના થઇ હતી એ સુરત ડાયમંડ હોસ્પિટલ આરોગ્ય સમિતિ સંચાલિત RTSV ડાયમંડ હોસ્પિટલે સફળતાપૂર્વક 10 વર્ષ પૂર્ણ કર્યા છે. દશાબ્દી વર્ષની પૂર્ણાહૂતિના વિરલ પ્રસંગે ડાયમંડ હોસ્પિટલની તબીબી અને આરોગ્યલક્ષી સેવાઓને વધુ લોકાભિમુખ બનાવવાની નેમ સાથે દશાબ્દી મહોત્સવને ભવ્યાતિભવ્ય રીતે ઉજવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

વધુ માહિતી આપતા ડાયમંડ હોસ્પિટલના ચેરમેન શ્રી સી.પી.વાનાણી તેમજ સેક્રેટરીશ્રી દિનેશ નાવડીયાએ પત્રકાર પરીષદને સંબોધતા જણાવ્યું છે કે દશાબ્દી મહોત્સવનું આયોજન તા.17મી માર્ચને રવિવારે સાંજે 5.30 કલાકે કિરણ હોસ્પિટલ-2 ગ્રાઉન્ડ, લેક ગાર્ડન પાસે, ડિજિટલ વેલી, મોટા વરાછા મેઇનરોડ ખાતે કરવામાં આવ્યું છે. ડાયમંડ હોસ્પિટલના દશાબ્દી મહોત્સવમાં કમસેકમ 5000થી વધુ લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે.

છેલ્લા 10 વર્ષમાં 11 લાખ 64 હજારથી વધુ દર્દીઓને ડાયમંડ હોસ્પિટલે જરૂરી જરૂરી તબીબી સેવા પૂરી પાડી છે. 26,556 ગર્ભવતી મહિલાઓની ડિલિવરી અત્યંત રાહત દરે કરી આપવામાં આવી છે. જુદાજુદા સમાજના લોકોને અંદાજે રૂ.250 કરોડથી પણ વધુ રકમની રાહત તબીબી સેવા, સુવિધાઓમાં કરી આપવામાં આવી છે. ડાયમંડ હોસ્પિટલમાં જન્મ લેનાર 2000 દિકરીઓને રૂ.1 લાખના બોન્ડ એનાયત કરવામાં આવ્યા છે.

શ્રી સી.પી.વાનાણી અને શ્રી દિનેશ નાવડીયાએ જણાવ્યું કે અમને આનંદ છે કે દશાબ્દી મહોત્સવની ઉજવણી પ્રસંગે વધુ 400 દિકરીઓને 1-1 લાખના બોન્ડ વિતરણ કરવામાં આવશે. આગામી દિવસોમાં મોટા વરાછા વિસ્તાર ખાતે રત્નકલાકાર તેમજ દરેક સમાજના જરૂરીયાત મંદ પરીવારોને પરવડે તેવી સુરત મહાનગરપાલિકા અને ગુજરાત સરકારના ભૂમિદાનથી નામકરણના મુખ્યદાતા કિરણ જેમ્સના વલ્લભભાઇ લાખાણી પરિવાર તથા ટ્રસ્ટી દાતાશ્રીઓના સહયોગથી રૂ.425 કરોડના ખર્ચે 450 બેડની કિરણ હોસ્પિટલ-2 અને નર્સિંગ કોલેજનું નિર્માણ કાર્ય ધમધમતું કરકી દેવાનું આયોજન છે.

આ પ્રસંગે કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રી ડો. મનસુખભાઇ માંડવીયા સમારોહના અધ્યક્ષ તરીકે જ્યારે કિરણ જેમ્સના ચેરમેન શ્રી વલ્લભભાઇ એસ. લાખાણી, રાજ્યસભાના નવનિર્વાચીત સદસ્ય શ્રી ગોવિંદભાઇ ધોળકીયા અને આલિધ્રા ગ્રુપના  શ્રી હંસરાજભાઇ ગોંડલિયા ઉદઘાટક તરીકે ઉપસ્થિત રહેશે. ડાયમંડ હોસ્પિટલના દશાબ્દી મહોત્સવમાં કેન્દ્ર સરકારના મંત્રી શ્રી પુરુષોત્તમભાઇ રુપાલા, ગુજરાત ભાજપ પ્રમુખ શ્રી સી.આર. પાટીલ, સુરતના સાંસદ અને કેન્દ્ર સરકારના મંત્રી શ્રીમતી દર્શના જરદોષ, રાજ્યના નાણાં મંત્રી શ્રી કનુભાઇ દેસાઈ, ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, રાજ્યના મંત્રી શ્રી મુકેશભાઇ પટેલ, શ્રી પ્રફુલ્લભાઇ પાનસેરીયા, મેયર સુરત શ્રી દક્ષેશભાઇ માવાણી અને સાંસદ બારડોલી શ્રી પ્રભુભાઇ વસાવા વિશેષ ઉપસ્થિત રહેશે.

March 15, 2024
kiran-hospital.png
1min714

વર્ષે 40,000થી વધુ વિદ્યાર્થીઓને મોબાઇલ અને ડ્રગ્સના દુષણથી થતી મુશ્કેલીઓ અને કોઇપણ વ્યક્તિને હેલ્થ ઇમરજન્સીમાં કેવી રીતે મદદ કરવી તે અંગેનું નોલેજ શેરીંગ કરાશે

Kiran Hospital - About Us

ધો.8થી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ડ્રગ્સથી દૂર રહે, મોબાઇલના વ્યસની ન બને અને ઇમરજન્સીમાં દર્દીને કેવી રીતે ટ્રીટ કરી શકાય તેનાથી વાકેફ કરાશે

કિરણ હોસ્પીટલ દ્વારા સુરત શહેરની તમામ સ્કુલો તથા કોલેજોના ધો.8થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ હેલ્થકેર નોલેજ અભિયાનનો આરંભ આગામી શનિવારે સવારે 10 કલાકે કિરણ હોસ્પિટલના ઓડીટોરીયમ ખાતે શિક્ષણ મંત્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવશે.

કિરણ હોસ્પીટલ દ્વારા સુરત શહેરની તમામ સ્કુલો તથા કોલેજોના ધો.8થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ હેલ્થકેર નોલેજ અભિયાનનો આરંભ આગામી શનિવારે સવારે 10 કલાકે કિરણ હોસ્પિટલના ઓડીટોરીયમ ખાતે શિક્ષણ મંત્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવશે.વધુ માહિતી આપતા કિરણ હોસ્પિટલના ચેરમેન મથુર સવાણી અને અગ્રણી શાળા સંચાલક સવજીભાઇ પટેલ સહિત અન્યોએ જણાવ્યું હતું કે આ એક એવું અભિયાન છે જેમાં કિરણ હોસ્પિટલ ખાતે દર શનિવારે તેના ઓડીટોરીયમમાં જુદી જુદી શાળાના 350 વિદ્યાર્થીઓના એક એવા બે સેશનમાં તબીબો વિદ્યાર્થીઓને હેલ્થકેરના આજીવન જરૂરી પાઠ ભણાવશે. જેમાં હાલમાં સુરતમાં વધી રહેલા ડ્રગ્સના દુષણને કારણે થતી સમસ્યાઓ, મોબાઇલના વધુ પડતા ઉપયોગને કારણે થતી મુશ્કેલીઓ ઉપરાંત આસપાસમાં કોઇક વ્યક્તિની તબિયત અચાનક બગડે તો ક્વીક રિસ્પોન્સ સ્વરૂપે શું કરવું અને શું ન કરવું તે અંગેનું નોલેજ શેરીંગ કિરણ હોસ્પિટલના તબીબો દ્વારા કરવામાં આવશે. કન્યા છાત્રાઓ માટે મહિલા તબીબો તેમના પ્રશ્નોનું નિરાકરણ તેમજ ખોટી માન્યતાઓ કે ભ્રમણાઓથી ગેરમાર્ગે ન દોરવાવા અંગે માહિતગાર કરશે.આ કાર્યક્રમમાં નિરંતર રીતે દશ શનિવારે બે સેશનમાં જારી રહેશે. સુરત શહેર જિલ્લા કે બહારગામની કોઇપણ શાળા તેમના વિદ્યાર્થીઓ માટે આ નોલેજ શેરીંગ સેશન ઓનલાઇન બુક કરાવી શકશે.