CIA ALERT

Slider Archives - Page 468 of 492 - CIA Live

August 10, 2018
adh-1280x720.jpg
1min7400

 

 

સાબરમતી નદી પર એલિવેટેડ વે બનાવવાનો આરંભ

metro

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ મેટ્રો રેલ માટે અમદાવાદમાં યુદ્ધના ધોરણે કામકાજ હાથ ધરાઇ રહ્યું છે. ગુજરાતના સૌપ્રથમ મેટ્રો રેલ પ્રોજેક્ટમાં અમદાવાદમાં સાબરમતી નદી પર એલિવેટેડ વે બનાવવાનું કામ પણ ઝડપભેર હાથ ધરી દેવાયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતની પહેલી મેટ્રો ટ્રેનનું અમદાવાદમાં ટ્રાયલ-રન આગામી ડિસેમ્બર મહિનામાં ધરાશે.

અમદાવાદમાં મેટ્રો રેલ ઈસ્ટ-વેસ્ટ કૉરિડોર અને નૉર્થ–સાઉથ કૉરિડોર એમ બે કૉરિડોરમાં ચાલશે. અમદાવાદના લોકો જેનો ઇન્તેજાર કરી રહ્યા છે એ મેટ્રો રેલની ટ્રાયલ-રન ૮ ડિસેમ્બરે વસ્ત્રાલથી અપૅરલ પાર્ક સુધી શરૂ કરવાનું પ્લાનિંગ હાથ ધરવામાં આવ્યું છે, જ્યારે નૉર્થ–સાઉથ કૉરિડોરમાં વાસણાથી શ્રેયસ સુધી ૨૦૧૯માં ટ્રાયલ-રન શરૂ કરવાનું આયોજન છે. મેટ્રો રેલનો આ આખો પ્રોજેક્ટ જુલાઈ-૨૦૨૦ સુધીમાં પૂરો કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.’

વસ્ત્રાલથી થલતેજ સુધીના રૂટ પર વચ્ચે સાબરમતી નદી આવે છે. સાબરમતી નદી પર મેટ્રો રેલ માટે બ્રિજ બનાવવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે. સાબરમતી રિવરફ્રન્ટ અને નદીમાં પ્લૅટફૉર્મ બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે આરંભાઈ છે. એકાદ વર્ષમાં મેટ્રો રેલ માટે સાબરમતી નદી પર બ્રિજ બની જશે. ૨૦૧૯ સુધીમાં નદી પર મેટ્રો રેલ માટેનો એલિવેટેડ વે ઉપયોગ માટે લઈ શકાય એ રીતે કામગીરી પૂરી કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.

August 10, 2018
isha3.jpg
1min12990

ભારત જ નહીં વિશ્વભરમાં દરેક ઘરમાં માબાપને એક જ ફરીયાદ હોય છે કે ભણતા સંતાનો ગેડ્જેટ્સમાં કલાકો વેડફી નાંખે છે. મોબાઇલ, ટેબ્લેટ, આઇપોડ વગેરેને કારણે કુછંદે પણ ચઢી જતા હોય છે. ભાગ્યે જ કોઇ સંતાન રચનાત્મક કાર્ય કરીને નાની ઉંમરમાં મોટું કામ કરે છે. અમદાવાદની એક કિશોરીએ આવું જ રચનાત્મક કામ કરીને સમગ્ર વિશ્વનું ધ્યાન પોતાના તરફ કેન્દ્રીત કર્યું છે.

અમદાવાદમાં રહેતી ૧૨ વર્ષની ઈશા મજીઠિયાએ રામાયણના સુંદરકાંડ પર આધારિત ૩૫ ચિત્રોની એક શ્રેણી તૈયાર કરીને ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે.

સુંદરકાંડના પાંચમા અધ્યાયમાં ૩૫ તસવીરોની મદદથી સુંદરકાંડની ચોપાઈઓ દર્શાવવામાં આવી છે. આ ચિત્રોમાં કાગળ પર ઍક્રેલિક, ક્રેયોન અને ચારકોલ દ્વારા ચિત્રણ થયું છે. તસવીરોના માધ્યમથી કોઈ શાસ્રનું નિરુપણ થાય એવી પહેલવહેલી ચિત્રકારી આ છે. ઈશા જ્યારે માત્ર ૬ વર્ષની હતી ત્યારથી તેણે આ વિષય પર કામ શરૂ કરેલું.

આ ચિત્રોની શ્રેણીનું અમદાવાદમાં પ્રદર્શન પણ થયેલું અને એ વખથે એક પુસ્તક પણ પ્રકાશિત થયું હતું. ઈશાની મમ્મી પ્રિયાનું કહેવું છે કે બાળકો આપણા પ્રાચીન અને પવિત્ર ગંથોના પ્રચાર અને સંરક્ષણમાં જોડાય એ આ પુસ્તક અને ચિત્રો બનાવવાનો ઉદ્દેશ છે. પુસ્તકમાં સુંદરકાંડના મૂળ પાઠનો ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં અનુવાદ પણ કરવામાં આવ્યો છે. આ કામ માટે તાજેતરમાં ઈશાનું નામ ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્સમાં નોંધવામાં આવ્યું છે.

isha2

isha

અમદાવાદની ઈશા મજીઠિયાએ ચિત્રો થકી સુંદરકાંડ સાર્થક કર્યું

 

August 10, 2018
rahul.jpg
1min6180

કૉંગ્રેસે 41 વર્ષ પછી પહેલીવાર રાજ્યસભાના નાયબ અધ્યક્ષની ચૂંટણીનો હારનો સામનો કરવો પડ્યો છે અને બિનકોંગ્રેસી સાંસદ ચૂંટાયા છે. જોકે, હજુ આ પદ પર ભાજપના સાંસદ હજુ બેસી શક્યા નથી. તેમ છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અમિત શાહની ચાલ’ને સમજવામાં રાહુલ ગાંધીએ ફરી એકવાર ગોથું ખાધું છે. રાહુલ ગાંધીએ એવી ઘણી ભૂલો કરી કે રાજ્યસભા ઉપાધ્યક્ષની ચૂંટણીમાં કોંગ્રેસે હારનો સામનો કરવો પડ્યો ?

જો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ પાંચ ભૂલ ન કરી હોત અને સક્રિય રહ્યાં હોત તો હરિવંશ સામે બીકે હરિપ્રસાદ કદાચ જીતી પણ શક્યા હોત. બી.કે. હરિપ્રસાદની પસંદગી સાવ છેલ્લી ઘડીએ કરાઇ. જ્યારે એનડીએ દ્વારા ચૂટણીની જાહેરાત સાથે જ ઉમેદવાર નક્કી કરાયો. વિપક્ષમાં ફોર્મ ભરવાના દિવસ સાથે ઉમેદવાર મામલે માથાકૂટ ચાલતી રહી. વિપક્ષ તરફથી પહેલાં એનસીપીના વંદના ચવ્હાણનું નામ આવ્યું, બાદમાં રાહુલે અંતિમ પત્તુ ખોલ્યું અને બીકે હરિપ્રસાદના નામની જાહેરાત કરી.

કોંગ્રેસે બીકે હરિપ્રસાદને ઉમેદવાર જાહેર કર્યા, એટલે આ ચૂંટણીજંગ વિપક્ષોની સંયુક્ત રીતે નહીં પરંતુ કોંગ્રેસનો વ્યક્તિગત જંગ બની ગયો. એટલે કોંગ્રેસ તરફથી સમર્થન મેળવવાની કોશિશ કરાઈ, પરંતુ યુપીએના બાકી પક્ષોની ભૂમિકા ફક્ત મત આપવા પૂરતી સિમિત થઈ ગઈ. જ્યારે એનડીએ તરફથી હરિવંશ ઉમેદવાર હતા, તેમ છતાં વડાપ્રધાન મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહએ એનડીએના સહયોગી દળો અને વિપક્ષના કેટલાક દળોના સમર્થન માટે વાતચીત કરી હતી.

રાજ્યસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી જીતવામાં એનડીએ પહેલાંથી જ સક્રિય રહ્યું. જ્યારે કોંગ્રેસ તરફથી ખાસ સક્રિયતા જોવા મળી નહીં.

ભાજપના નેતૃત્વયુક્ત એનડીએમાં જેડીયૂના ઉમેદવાર હરિવંશને જાહેર કર્યા ત્યારથી જ શિવસેના અને અકાલીદળે ખુલ્લીને નારાજગી જાહેર કરી હતી. આ બંને પક્ષો જેડી (યુ)ને બદલે પોતાના ઉમેદવારની પસંદગી થાય તેમ ઈચ્છતા હતા. તેમ છતાં આ પક્ષોની નારાજગીનો ફાયદો કોંગ્રેસ ઉઠાવી શકી નહીં. જ્યારે સમયને વહેણને જોઈને મોદી અને અમિત શાહે શિવસેના અને અકાળી દળ સાથે વાતચીત કરીને મનાવી લીધા.

August 10, 2018
download-1.jpg
1min6500

ભારતની મહિલા ક્રિકેટ ટીમના કોચ બનવા ક્રિકેટ બોર્ડને કુલ ૨૦ અરજીઓ મળી છે જેમાં ભૂતપૂર્વ ભારતીય સ્પિનરો સુનીલ જોશી અને રમેશ પોવારનો સમાવેશ છે. તમામ અરજીકર્તાઓના આજે મુંબઈમાં ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.

અન્ય અરજી કરનારાંઓમાં ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર અજય રાત્રા તેમ જ વિજય યાદવ, ભારતની ભૂતપૂર્વ મહિલા કૅપ્ટન મમતા મબેન તેમ જ સુમન શર્મા, મારિયા ફાહે અને પૂર્ણિમા રાવનો સમાવેશ છે. આ બધામાં ભૂતપૂર્વ સ્પિનરો જોશી અને પોવાર સૌથી મજબૂત દાવેદાર ગણાય છે.

તાજેતરમાં તુષાર અરોઠેને તાજેતરમાં ટીમની અમુક ‘સિનિયર’ ખેલાડીઓની ‘સલાહ’ને આધારે કોચના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા હતા અને તેમના સ્થાને પોવારને વચગાળાના કોચ બનાવવામાં આવ્યા છે.

સુનીલ જોશી ભારત વતી ૧૫ ટેસ્ટ અને ૬૯ વન-ડે રમ્યો હતો. પોવાર ભારત વતી બે ટેસ્ટ અને ૩૧ વન-ડે રમ્યો હતો.

August 9, 2018
IMG-0287.jpg
1min11210

Jayesh Brahmbhatt  98253 44944

સુરતમાં 12મી ઓગસ્ટે સ્ટાર બ્રાન્ડ શૉકેસમાં 2014થી અત્યાર સુધી જુદી જુદી બ્યુટી કોન્ટેસ્ટમાં વિનર ખિતાબ હાંસલ કરનારી સુરતની તમામ બ્યુટીઝ એક સાથે એક જ રેમ્પ પર ડ્રીમ કેટવૉક કરશે

2014માં મિસ સુરત અને 2015માં મિસ ગુજરાતનો ખિતાબ હાંસલ કરનાર રિના ટેંક આકર્ષણનું કેન્દ્ર બનશે

સૌંદર્ય સ્પર્ધાઓમાં ગુજરાત જ નહીં બલ્કે દેશભરમાં સુરતનું નામ ઉજાળી ચૂકેલી સુરતની બ્યુટી ક્વીન્સ એક જ પ્લેટફોર્મ પર આવે અને જુદી જુદી બ્રાન્ડ્સનું પ્રમોશન કરે તો તેને શું કહીશું. અફકોર્સ ડ્રીમ વૉક કહીશું. 2014થી અત્યાર સુધી જુદી જુદી બ્યુટી કોન્ટેસ્ટમાં મિસ સુરત અને મિસ ગુજરાતનો ખિતાબ હાંસલ કરી ચૂકેલી સુરતી બ્યુટીક્વીન્સ આગામી તા.12મી ઓગસ્ટના રોજ અવધ યુટોપીયા ખાતે યોજાનારા રંગારંગ કાર્યક્રમમાં એક સાથે કેટવૉક કરશે. સુરતની આ બ્યુટીઝમાં પ્રમુખ આકર્ષણ રીના ટેંક હશે. 2014માં રીના ટેંક મિસ સુરત બની હતી જ્યારે 2015માં રિનાએ મિસ ગુજરાતનો ખિતાબ હાંસલ કર્યો હતો.

ફેશન અને બ્યુટી ક્ષેત્રમાં સુરત હવે અવ્વલ દરજ્જે જઇ રહ્યું છે અને આગામી તા.12મીઓ અવધ યુટોપીયા ખાતે યોજનાર સ્ટાર બ્રેન્ડસ શૉ કેશ સુરતને બ્યુટી એન્ડ ફેશનની દુનિયામાં નવી ઉંચાઇએ લઇ જશે. સુરત સમેત રાજ્ય અને દેશની જુદી જુદી બ્રાન્ડસ પ્રોડક્ટસને પ્રમોટ તો કરાશે જ સાથોસાથ આ પ્રમોશન 2014થી 2018 સુધીમાં બ્યુટી કોન્ટેસ્ટ જીતનારા સુરતની તમામ બ્યુટીઝ રેમ્પ વૉક કરશે. તમામ વિનર્સ આ શૉમાં ભાગ લેશે સાથો સાથ સુરતની નામી-અનામી હસ્તીઓને આ બ્રેન્ડ શૉકેશના સાક્ષી બનવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. સુરતમાં બ્યુટી કોન્ટેસ્ટ વિનર્સ એક સાથે એક જ સ્ટેજ પર એક જ શૉમાં વૉક કરે એવી પહેલી ઘટના તા.12મી ઓગસ્ટના રોજ અવધ યુટોપીયા ખાતે આકાર પામશે.

સુરતની વિનર બ્યુટીઝ રેમ્પ પર ડ્રીમ વૉક તો કરશે જ સાથોસાથ જુદી જુદી ગારમેન્ટસ, કોસ્મેટિક્સ, ડ્રેસીંગ, સ્ટાઇલ, ફેશન, એસેસરીઝ વગેરે તમામનું પણ અદભૂત પ્રમોશન કરશે. સુરતમાં યોજાઇ રહેલા આ સ્ટાર બ્રેન્ડસ શૉને લઇને સમગ્ર રાજ્ય અને ખાસ કરીને મુંબઇ જેવા ફેશન સિટીના માંધાતાઓની પણ નજર કેન્દ્રીત થઇ છે.

 

August 9, 2018
harivansh_a123_1533555361_618x347.jpeg
1min8390
2019ની લોકસભા ચૂંટણી પહેલાં આજરોજ તા.9મી ઓગસ્ટ 2018ના રોજ રાજ્યસભાના ઉપાધ્યક્ષ માટે ચૂંટણી યોજાઇ હતી.
મુખ્ય ટક્કર એન.ડી.એ. અને યુ.પી.એ. વચ્ચે થઇ હતી. જેમાં NDAના ઉમેદવાર હરિવંશ સિંહની જીત થઇ છે. હરિવંશને 125ને મત મળ્યા હતા, જ્યારે UPAના બી.કે.હરિપ્રસાદને 105 મત મળ્યા હતા જો કે કેટલાક સાંસદોએ ખોટા બટન દબાવ્યા હોવાથી બે વખત મતદાન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ મતદાનમાં તેમને 115 અને બીજી વખતના મતદાનમાં કુલ 122 મત મળ્યા હતા. આ સાથે કુળ 222 સાંસદોએ રાજ્યસભામાં મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો.
August 9, 2018
tiranga-yatra-759.jpg
1min7110

સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ સમગ્ર રાજયમાં ‘‘ત્રિરંગા યાત્રા’’ યોજાશેઃ 
———— 
સૌ નાગરિકોને કાર્યક્રમમાં જોડાવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધઃ
કાર્યક્રમના સુચારૂ આયોજન માટે બેઠક યોજાઈઃ
————
રેડલાઈન સર્કલ ખાતેથી નીકળી વાય જંકશન થઈ પોલિસ કોમ્યુનીટી હોલ ખાતે સમાપન થશે.
———–

Members of ABVP and other students of Govt College Sector 1 Panchkula to protest against JNU issue, organised Tiranga Yatra in Panchkula on Friday, February 19 2016. Express Photo by Kamleshwar Singh *** Local Caption *** Members of ABVP and other students of Govt College Sector 1 Panchkula to protest against JNU issue, organised Tiranga Yatra in Panchkula on Friday, February 19 2016. Express Photo by Kamleshwar Singh

દેશભરમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માનની ભાવનાનું સિંચન થાય તેમજ દેશ પ્રત્યે સમર્પણની ભાવના જાગૃત થાય તેવા આશયથી ૭૨માં સ્વતંત્રતાપર્વ પર્વની પૂર્વ સંધ્યાએ એટલે કે તા.૧૪મી ઓગષ્ટના રોજ ‘‘ત્રિરંગા યાત્રા’’નું આયોજન કરવામાં આવ્યું છે. જેના સુચારૂ આયોજન સંદર્ભે નિવાસી અધિક કલેકટરશ્રી સંજય વસાવાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી.

કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં ત્રિરંગા યાત્રા સ્વાતંત્ર્યપર્વની પૂર્વ સધ્યાએ સાંજે ૫.૩૦ વાગે સુરત શહેરના રેડલાઈન સર્કલ ખાતેથી નીકળી વાય જંકશન થઈ પોલિસ કોમ્યુનીટી હોલ ખાતે સમાપન થશે. યાત્રાના આરંભે પોલીસની ખુલ્લી જીપમાં રાષ્ટ્રધ્વજ રાખવામાં આવશે. પાછળ પોલીસ બેન્ડ, ૭૨ બાઈક સવારો, નાગરિકો, પોલીસ સ્ટુડન્ટ કેડેટ, કોલેજના વિદ્યાર્થીઓ, એન.સી.સી. તેમજ સ્વામી વિવેકાનંદ યુવક મંડળ જોડાય તે પ્રકારની વ્યવસ્થા કરવા સંબધિત અધિકારીઓને સૂચના આપી હતી.

ત્રિંરગા યાત્રાના સમાપન વેળાએ મહામૂલી આઝાદીને યાદ કરવા માટે યાદ કરો કુરબાની કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશભકિતના ગીતો સ્થાનિક કલાકારો દ્વારા રજુ કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લાના મહાનુભાવો દ્વારા મશાલ પ્રજવલ્લન તથા સમર્પણનો સંકલ્પ પત્રનું વાંચન કરવામાં આવશે.

શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરનારી ત્રિંરગા યાત્રાને કોઈ સંસ્થાઓ સન્માનિત કરવા માંગતા હોય તો સન્માનિત કરી શકે શકશે. બેઠકમાં પોલીસ, આર.ટી.ઓ., રમત ગમત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

August 9, 2018
india.jpg
1min10670

અગાઉના ચાર વર્ષની તુલનામાં છેલ્લાં ચાર આર્થિક વર્ષમાં દેશના લોકોની સરેરાશ માથાદીઠ આવકમાં વધારો થઇને 79,882 રૂ. થઇ છે, એવી સંસદમાં માહિતી આપવામાં આવી હતી.

2011-12થી 2014-15માં લોકોની સરાસરી માથાદીઠ આવક 67,594 રૂ. હતી. જ્યારે 2014-15થી 2017-18 સુધીમાં લોકોની સરેરાશ માથાદીઠ આવક 79,882 રૂ. થઇ છે, એવી માહિતી લોકસભામાં રાજ્યકક્ષાના આંકડાકીય બાબતોના પ્રધાન વિજય ગોયલે આપી હતી.

છેલ્લાં ચાર વર્ષમાં દેશના લોકોની માથાદીઠ આવકમાં અગાઉના વર્ષોની સરખામણીમાં વધારો થયો છે કે નહીં એ અંગેના સવાલનો તેઓ જવાબ આપી રહ્યા હતા.

August 9, 2018
NRI-Club.jpg
1min11240

ભારતીયોને વીઝીટર વીઝા પણ નહીં આપવાની નીતિ અખત્યાર કરવા પાછળ અમેરિકાએ એક મજબૂત કારણ રજૂ કર્યું છે અને એ આ મુજબ છે. અમેરિકામાં ગયા વર્ષે 21,000થી વધુ ભારતીય તેમના વીઝાની મુદત પૂરી થયા પછી પણ વધુ સમય સુધી ગેરકાયદે રહ્યા હોવાનું હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટે તા.8મી ઓગસ્ટ 2918ના રોજ જણાવ્યું હતું.

વીઝાની મુદત પૂરી થયા પછી અમેરિકાથી પાછા નહીં જનારા ભારતીયની સંખ્યા બીજા દેશના લોકોની સરખામણીમાં વધુ નહીં હોવા છતાં અમેરિકામાં કાયદેસર આવતા અને ગેરકાયદે રહી પડતા ટોચના 10 દેશની યાદીમાં ભારતનો સમાવેશ થાય છે.

ડિપાર્ટમેન્ટ ઑફ હોમલેન્ડ સિક્યોરિટી (ડીએચએસ)ના છેલ્લા વાર્ષિક અહેવાલમાં જણાવાયા પ્રમાણે અમેરિકામાં હવાઇ અથવા દરિયાઈ માર્ગે કાયદેસર પ્રવેશતા 701,900 વિદેશી નાગરિકો તેમની વીઝાની મુદત પૂરી થઈ હોવા છતાં 2017ના સપ્ટેમ્બર અને 2016ના ઑક્ટોબર વચ્ચેના સમયગાળા દરમિયાન ગેરકાયદે રહ્યા હતા. અહેવાલમાં જણાવાયું હતું કે 2017માં 10.7 લાખ કરતાં વધુ ભારતીય લોકપ્રિય બી-1 અને બી-2 વીઝા પર અમેરિકા આવ્યા હતા. આ પ્રકારના વીઝા બિઝનેસ અથવા પર્યટન માટેના છે. આવા વીઝા પર આવેલા લોકો પૈકી 14,204 લોકો વીઝાની મુદત પૂરી થયા પછી પણ ગેરકાયદે રહ્યા હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

1,708 ભારતીય વીઝાની મુદત પૂરી થતાં અમેરિકા છોડી ગયા હતા જ્યારે અમેરિકા છોડી જનારા 12,498નો કોઈ રેકોર્ડ નથી મળતો. એથી ધારી લેવામાં આવે છે કે તેઓ અમેરિકામાં ગેરકાયદે રહે છે.

આની સરખામણીએ 2016માં દસ લાખથી થોડા વધુ ભારતીય બી-1, બી-2 વીઝા પર અમેરિકા આવ્યા હતા જે પૈકી 17,763 અમેરિકામાં વધુ સમય રહ્યા હતા. તેમાંના 2,040 વીઝાની મુદત પૂરી થયે અમેરિકા છોડી ગયા હતા. જ્યારે 15,723 ગેરકાયદે વસવાટ કરી રહ્યા હોવાનું ડીએચએસની સત્તાવાર આંકડાકીય માહિતીમાં જણાવવામાં આવ્યું હતું.

August 9, 2018
we2-1280x853.jpg
1min16450

દૃઢ વિશ્વાસ સાથે આગળ વધો સફળતા જલ્દી મળશે: નરેન્દ્ર સોમાણી

 

 

સુરત : ઔદ્યોગિકનગરી સુરતના ઉદ્યોગ સાહસિકોના સર્વાંગી વિકાસ સાથેજ દેશમાં રોજગારીની તકો ઉભી કરવા અને નવા ઉદ્યોગ સાહસિકોને પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદેશ્ય સાથે શહેરના ઉદ્યોગ સાહસિકોએ એક વર્લ્ડવાઈડ આંત્રપ્રિન્યોર(WE)એ આજ રોજ પોતાના પહેલા ચેપ્ટર આગાજનું પ્રી-લૉન્ચિંગ કર્યું હતું. આ પ્રસંગે ટીજીબીના નરેન્દ્ર સોમાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રેરક  ઉદ્દબોધન કર્યું હતું. તેમને એક ચાની લારીથી ફાઈવસ્ટાર હોટલ સુધીની પોતાની સફર કહી હતી. વધુમાં કહ્યું હતું કે સફળતા માટે સતત નવું કરવું જોઈએ. જો દૃઢ વિશ્વાસથી આગળ વધો તો સફળતા જલ્દી મળે છે. ત્યારે કન્ફર્ટ ઝોનમાંથી બહાર આવી સાહસ કરવું જોઈએ અને હંમેશા પોઝીટીવ એટીટ્યુડ રાખવો જોઈએ.

ડુમસ રોડની ટી.જી.બી. હોટલ ખાતે આયોજિત લોન્ચિંગ સેરેમનીમાં મોટી સંખ્યામાં ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા. WEના સ્થાપક રાજેશ માહેશ્વરીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આજે ઉદ્યોગ સાહસિકોની જરૂર છે ત્યારે આંત્રપ્રિન્યોરોનું ગ્રુપ જો એક મંચ પર આવીને કામ કરે તો એક બીજાના નેટવર્ક થકીબધાને ફાયદો થશે. ખાસ કરીને નવા ઉદ્યમીઓને પ્લેફોર્મ મળવાથી નવા ઉદ્યોગો સ્થપાશે અને રોજગારીની તકો પણ ઉભી થશે. પરિણામે ભારતના વિકાસને પણ નવી દિશા મળી શકશે ત્યારે સુરતના ઉદ્યોગ સાહસિકોએ પણ આજ ઉદેશ્ય સાથેWEની સ્થાપના કરી છે.

 

-x-x-x-x-