CIA ALERT

Slider Archives - Page 444 of 492 - CIA Live

October 2, 2018
HARDIK_kalsaria.jpg
1min6080
  • ખેડૂતોને દેવા માફી
  • પાટીદારોને અનામત
  • રાજદ્રોહને કેસમાં ધરપકડ કરવામાં આવેલા પાસના કન્વિનર અલ્પેશ કથિરીયાની જેલમુક્તિની માગ

HARDIK

19 દિવસના ઉપવાસ પછી બેંગાલુરુમાં નેચરોપથીની સારવાર દીધા બાદ ફરી એકવાર પાસ કન્વીનર હાર્દિક પટેલ મેદાનમાં આવી ચૂક્યા છે. હાર્દિક પટેલે તા.2જી ઓક્ટોબર 2018ને ગાંધી જયંતીથી ફરી એકવાર ઉપવાસની શરૂઆત કરી છે. મોરબીના બગથળા ગામેથી હાર્દિક પટેલે પ્રતીક ઉપવાસ શરૂ કર્યા છે. ખેડૂતોને દેવા માફી, પાટીદારોને અનામત અને રાજદ્રોહને કેસમાં ધરપકડ કરવામાં આવેલા પાસના કન્વિનર અલ્પેશ કથિરીયાની જેલમુક્તિની માગ સાથે હાર્દિક પટેલે પ્રતીક ઉપવાસ શરૂ કર્યા છે.

HARDIK1

હાર્દિક પટેલના પ્રતીક ઉપવાસ આંદોલનમાં પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કળસરિયા પણ હાજર રહ્યા હતા. તો હાર્દિક પટેલના પ્રતીક ઉપવાસમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો પણ જોડાયા હતા. ઉપવાસ શરૂ કરવાની સાથે હાર્દિક પટેલે કહ્યું,’મે આ લડાઈને ક્રાંતિ અને અહિંસાના માર્ગે ચલાવવાનો સંકલ્પ લીધો છે. આ કાર્યક્રમને રાજ્યના દરેક તાલુકાઓ સુધી લઈ જવામાં આવશે.’

October 2, 2018
farmer.jpg
1min12690

મંગળવારે મોડી રાત્રે ખેડૂતોનાં આ આંદોલનને દિલ્હીમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. દિલ્હીમાં પ્રવેશ મેળવ્યા બાદ ખેડૂતોએ સીધા કિસાન ઘાટ પહોંચીને કિસાન ક્રાંતિ યાત્રાને પૂર્ણ કરી હતી.

ખેડૂત આંદોલનનાં નેતા ચૌધરી ચરણ સિંહનાં સ્મારક કિસાન ઘાટ પહોંચીને ખેડૂતોએ પોતાની હડતાળ પાછી લેવાની જાહેરાત કરી હતી. જો કે, હજી સુધી ખેડૂતોની માંગણીઓ પર સરકાર તરફથી કેવી પ્રતિક્રિયા કરવામાં આવી છે તે અંગેની કોઈ ખાસ જાણકારી નથી મળી રહી. ભારતીય કિસાન સંઘનાં અધ્યક્ષ નરેશ ટિકૈતે કહ્યું, ‘૨૩ સપ્ટેમ્બરનાં રોજ શરૂ થયેલી ‘કિસાન ક્રાંતિ યાત્રા’ કિસાન ઘાટ પહોંચીને પૂર્ણ કરવામાં આવી.’ તેમણે કહ્યું કે, ’દિલ્હી પોલીસે અમને રાજધાનીમાં પ્રવેશવાની પરવાનગી નહતી આપી જેનાં કારણે અમારે પ્રદર્શન કરવું પડ્યું. અમારો હેતુ આ યાત્રાન પૂર્ણ કરવાનો હતો જે હવે પૂર્ણ થઈ ગયો છે. અને હવે અમે અમારા ગામ પરત ફરી રહ્યાં છે.’

 

ખેડૂતો દ્વારા કરવામાં આવેલ માંગણીઓ: 
  • -ખેડૂતોને ૬૦ વર્ષની ઉંમર બાદ પેન્શન મેળવવાની માંગ
  • – ‘પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના’માં કેટલાક ફેરફાર કરવાની માંગ 
  • – શેરડીની કિંમતોની ચૂકવણી ઝડપથી કરવા અંગેની માંગ
  • – ખેડૂતોનાં દેવા માફ કરી દેવાની માંગ
  • – ખેતી કરવા માટે ખેડૂતોને વીજળી મફતમાં આપવાની માંગ 
  • – ‘કિસાન ક્રેડિટ કાર્ડ’ પર વ્યાજ મુક્ત લોન આપવાની માંગ 
  • – જંગલી પશુઓનાં ત્રાસથી ખેડૂતોનાં પાકને બચાવવા માટેની માંગ 
  • – દરેક પાકની ખરીદી કરવાની માંગ
  • – ‘કિસાન સ્વાભિમાન કમિટી’નો રિપોર્ટ લાગૂ કરવાની માંગ

એ પૂર્વે તા.2જી ઓક્ટોબર 2018ના રોજ પ્રકાશિત સમાચાર

  • 11 મુદ્દા પર વાત થઈ, જેમાંથી 7 સરકારે માની છે, પરંતુ 4 મુદ્દા પર હજી ઉકેલ નથી આવ્યો
  • ટ્રેક્ટરને એનજીટીના આદેશમાંથી મુક્તિ અપાવવા માટે સરકાર ટૂંક સમયમાં જ સુપ્રીમ કોર્ટમાં અરજી કરશે
  • ખેડૂતોની જીએસટીને લઈ જે માગ છે, તેને જીએસટી પરિષદમાં મૂકાશે

દિલ્હીને અડીને આવેલા ગાઝીપુરમાં ખેડૂતો પોતાના આંદોલનને લઈ અડગ છે. કૃષિપ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે ખેડૂતો સાથે વાત કરી તેમની સમસ્યાનો ઉકેલ લાવવાનું આશ્વાસન આપ્યું છે. શેખાવતે ખેડૂતો સાથેની વાતચીતમાં કહ્યું કે પીએમ મોદીએ ખેતીને મનરેગામાં સામેલ કરવા માટે 6 સીએમની એક પેનલ બનાવવાની જાહેરાત કરી છે.

શેખાવતનું કહેવું છે કે ખેડૂતોની મોટા ભાગની માગ માની લેવાઈ છે. ટ્રેક્ટરને એનજીટીના આદેશમાંથી મુક્તિ અપાવવા માટે સરકાર ટૂંક સમયમાં જ સુપ્રીમ કોર્ટમાં અરજી કરશે. NGTએ પોતાના એક આદેસમાં ખેતી માટે 10 વર્ષથી જૂના ટ્રેક્ટરના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ ચુકાદાનો ખેડૂતો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે. તો શેખાવતના કહેવા મુજબ ખેડૂતોની જીએસટીને લઈ જે માગ છે, તેને જીએસટી પરિષદમાં મૂકવામાં આવશે.

બીજી તરફ યુપીના સીએમ યોગી આદિત્યનાથે પ્રેસ કોન્ફરન્સ કરી. પ્રેસ કોન્ફરન્સમાં યોગીએ કહ્યું, ‘છેલ્લા ચાર વર્ષથી પીએમ મોદીની આગેવાનીમાં કેન્દ્ર સરકાર ખેડૂતોની દરેક મુશ્કેલીનો ઉકેલ શોધવા પ્રયત્ન કરી રહી છે. દેશની આઝાદી બાદ મોદી સરકાર સૌથી સંવેદનશીલ સરકાર છે.’

સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે વાતચીત વિશે ભારતીય કિસાન સંઘના પ્રવક્તા યુદ્ધવીર સિંહે કહ્યું,’હકીકતમાં 11 મુદ્દા પર વાત થઈ, જેમાંથી 7 સરકારે માની છે, પરંતુ 4 મુદ્દા પર હજી ઉકેલ નથી આવ્યો. સરકારનું કહેવું છે કે આગામી બેઠકમાં તેનું સમાધાન શોધી શકાશે, કારણ કે આ મુદ્દા આર્થિક છે.’

તો ભારતીય કિસાન સંઘના અધ્યક્ષ રાકેશ ટિકૈતે પણ કહ્યું,’સરકારની દાનત સાફ નથી. અમારી કોઈ પણ માગ પૂરી નથી થઈ. વિરોધ પ્રદર્શન ચાલુ જ રહેશે. સરકાર દાવો કરી રહી છે કે ખેડૂતોની માગ મનાઈ છે, પણ આવું કશું નથી.’

ઉલ્લેખનીય છે કે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ખેડૂતોનો કાફલો દિલ્હી પહોંચ્યો હતો. જો કે યુપી દિલ્હી બોર્ડર પર પોલીસે બેરિકેડિંગ કરી ખેડૂતોને રોકવાની કોશિશ કરી. પરંતુ ખેડૂતો અને પોલીસ વચ્ચે સંઘર્ષ થયો. આ દરમિયાન પોલીસે વોટર કેનની મદદથી ખેડૂતોને વિખેરવાનો પ્રયાસ કર્યો, તો ટિયર ગેસના સેલ પણ છોડાયા.

October 2, 2018
cable_1stday.jpg
1min26270

બ્રિજ ખુલ્લો મુકાતા જ જાણે સુરતીઓ ઉમટી પડ્યા, અઠવાથી અડાજણ આવવા માટે જાણે મોટરકારોનો કાફલો વેઇટિંગમાં હતો

આજે તા.2જી ઓક્ટોબર 2018ના રોજ સવારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીના હસ્તે અડાજણ અને અઠવાલાઇન્સને જોડાતા કેબલ સ્ટેઇડ બ્રિજનો ખુલ્લો મૂકાયો અને લોકોની અવરજવર શરૂ કરી એની 5મી જ મિનીટે બ્રિજ પર એટલા વાહનો આવી ગયા કે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય જવા પામી હતી. ખાસ કરીને અઠવા લાઇન્સથી અડાજણ આવવા માટે હજારો મોટરકારો, ટુ વ્હીલર્સ જાણે વેઇટિંગમાં હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. અઠવાથી અડાજણના ટ્રેક પર વાહનોના કતાર લાગી ગઇ અને એક પછી એક વાહનો ગોઠવાય ગયા હતા. એ સમયે ટ્રાફિકની ગતિ માંડ 10 કિ.મી. પ્રતિ કલાકની હતી. જે આપ આ તસ્વીરથી જોઇ શક્શો.

બ્રિજ ખુલ્લો મૂકાતા જ લોકો ઉમટી પડ્યા હતા. એમાં પણ આજે 2જી ઓક્ટોબર 2018 ગાંધીજયંતિની રજા હોવાથી લોકો મિત્રમંડળ કે પરિવારજનો સાથે બ્રિજને જોવા ઉમટી પડ્યા હતા. કેબલ સ્ટેઇડ બ્રિજની રાઉન્ડ ટ્રીપ માટે નીકળેલા સુરતીઓએ બ્રિજના બન્ને છેડે અડાજણ સ્ટાર બજાર સામે અને અઠવાલાઇન્સ ખાતે યુ ટર્ન લેવામાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જી દીધી હતી. ટ્રાફિક પોલીસે બન્ને પોઇન્ટ પર ટ્રાફિક સરળ બનાવવા માટે આકરાં તાપમાં ભારે પરિશ્રમ કરવો પડ્યો હતો.

એવી જ રીતે અડાજણ છેડેથી કેબલ સ્ટેઇડ બ્રિજ પર જવા માટે એલ.પી. સવાણી રોડ પર છેક ચોર આમલા ઝાડ સુધી વાહનોની આ રીતે કતારો સર્જાય જવા પામી હતી.

Posted by Tejash Modi on Tuesday, 2 October 2018

સુરતના જાણીતા પત્રકાર તેજસભાઇ મોદીએ ટ્રાફિક જામનો વિડીયો આ પ્રકારે લીધો હતો.

તા.1લી ઓક્ટોબર 2018ના રોજ સી.આઇ.એ. લાઇવ વેબસાઇટે આ અહેવાલ પ્રકાશિત કર્યો હતો, જે આજે રિયાલિટીમાં જોઇ શકીએ છીએ

કાલે પહેલા જ દિવસે કેબલ સ્ટેઇડ બ્રિજ પરથી 3 લાખ વાહનો પસાર થઇ જશે

 

એ પૂર્વે આ પ્રકારે સુરતના કેબલ સ્ટેઇડ બ્રિજને રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીના હસ્તે ઉદઘાટિત કરવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રીએ અડાજણ અને અઠવાને જોડતા કેબલ સ્ટેઇડ બ્રિજ પરની તક્તીનું  અનાવરણ કર્યું હતું.

 

કેબલ સ્ટેઇડ બ્રિજનું લોકાર્પણ રિબન કાપીને કર્યું હતું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ

રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રકારે બ્રિજનું નિરીક્ષણ પણ કર્યું હતું.

બ્રિજનું ઉદઘાટન કરવા માટે જઇ રહેલા મુખ્યમંત્રી વિજય રુપાણી સાથે સ્થાનિક આગેવાનો દ્રશ્યમાન છે

October 2, 2018
operacoes.jpg
1min9620

ગુજરાતમાં ચાલુ વર્ષે મોટાભાગના વિસ્તારોમાં પૂરતો વરસાદ વરસ્યો નથી તેમ જ હજુ પણ ખેડૂતોને નર્મદાનું પૂરતું સિંચાઇનું પાણી પણ આપવામાં આવતું નથી. બીજી બાજુ ખેતપેદાશોના ભાવ પણ તળિયે છે આવી અનેક સમસ્યાઆઓથી ઘેરાયેલા ખેડૂતોના માથે શિયાળુ સિઝનના જીરુ, ઘઉં, ઇસબગુલ, ચણા વરીયાળી અજમો સહિતના પાકોના વાવેતર પહેલા જ સરકારે આ પાકોમાં સૌથી વધારે વપરાતા રાસાયણિક ખાતરોના ભાવમાં તોતિંગ ભાવવધારો કર્યો છે.

  • ડીએપી ખાતરની એક બેગનો ભાવ 1400 રૂપિયા
  • એનપીકે ખાતરની એક બેગનો ભાવ 1,340 રૂપિયા
  • પોટાશ ખાતરની એક બેગનો ભાવ 950 રૂપિયા

ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરતી સરકાર ખેડૂતોને પોષણક્ષણ ભાવો તો આપી શક્તી નથી, તેની સાથે ખેત ઉત્પાદન માટે જરૂરી વસ્તુઓના પણ ભાવમાં વધારો કરી રહી છે. આમ ખેડૂતોની આવક બમણી કરવાની વાત તો યોજનો દૂર રહી પણ જગતનો તાત દિવસેને દિવસે દેવાંના ડુંગર તળે તો ચોક્કસ દબાઈ રહ્યો છે. સરકારી અને સહકારી ખાતર કંપનીઓએ એનપીકે ખાતરમાં પ્રતિ બેગ 60 રૂપિયાનો વધારો કરવામાં આવતા હવે એનપીકે ખાતરની એક બેગનો ભાવ 1,340 રૂપિયા થઈ ગયો છે.

જ્યારે ડીએપી ખાતરમાં પ્રતિબેગ 60 રૂપિયાનો વધારો કરવામાં આવતા ડીએપી ખાતરની એક બેગનો ભાવ 1400 થયો છે. આ સાથે જ પોટાશ ખાતરની બેગમાં 230 રૂપિયાનો વધારો થતાં પોટાશ ખાતરની એક બેગનો ભાવ 950 રૂપિયા થયો છે. ખેડૂતોને મદદની બાબતે સરકારે હાથ અધ્ધર કરી દીધા હોય તેમ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, પેટ્રોલના ભાવ વધવાથી કદાચ વધારો થયો હોઇ શકે.

October 2, 2018
gir_lion.jpg
1min5410
ગીર અભ્યારણ્યમાં ગીર પૂર્વ વનવિભાગ હેઠળના દલખાણિયા રેન્જના સરસીયા વીડીના સમરડી વિસ્તારમાં વસતા ર૧ ગીર કેસરીની ડણક કાયમ માટે શાંત બની ગયાની વનતંત્રએ સોમવારે નફ્ફટ કબૂલાત આપી હતી. ૧૯ સપ્ટેમ્બર 2018 થી ૧ ઓકટોબર 2018 એટલે કે ૧ર દિવસમાં ર૧ સિંહોના રામ રમી ગયા છે. ગીર જંગલના ઇતિહાસમાં ટૂંકાગાળામાં ર૧ સાવજોનું ગ્રુપ આખે આખું ઇન્ફેકશન અને ઇનફાઇટમાં મોતના મુખમાં ધકેલાઇ ગયાનો વનવિભાગે એકરાર કર્યો છે.
દલખાણિયા રેન્જ હેઠળના સરસીયા વીડી પાસેના સમરડી વિસ્તારમાં ટહેલતા ર૧ ડાલામથ્થાઓનું જૂથ ૧ર દિવસના ટૂંકાગાળામાં તરફડીને મોતને ભેટયા હતા. વનવિભાગે ર૦ સપ્ટેમ્બરે ૧૧ સિંહોના મોત થયાનું જાહેર કર્યુ હતું.
ત્યારબાદ આ ગ્રુપના અન્ય સિંહોને સારવાર માટે જશાધાર એનીમલ કેર સેન્ટરમાં ખસેડાયા હતા. જયાં સારવાર દરિમયાન 30 સપ્ટેમ્બર 2018 સુધીમાં ૧૬ સાવજોની ગર્જના કાયમી માટે શાંત બની ગઇ હતી. દરમિયાન તા.30મી સપ્ટેમ્બર 2018ના રોજ વનવિભાગે ૧૯ સપ્ટેમ્બરથી થી ૧ ઓકટોબર દરમિયાન ર૧ સિંહોના મોત થયાનું નફ્ફટ કબૂલાત કરી હતી. તા.1લી ઓક્ટોબર 2018ના રોજ સિંહ-સિંહણ અને સિંહ બાળ મળી ર૧ના મોત થયાની જાહેરાત કરી હતી.
બીજી બાજુ જશાધાર રેન્જમાં સારવાર હેઠળ રહેલા અને મોતને ભેટેલા ૪ ડાલામથ્થાના મૃતદેહમાંથી વાયરસ મળી આવ્યા હતા. જેની ચકાસણી માટે એફએસએલમાં મોકલાયા છે. દલખાણિયા વિસ્તારના ટહેલતા ૭ સિંહોના સમરડી વિસ્તારમાંથી મૃતદેહ મળી આવ્યા હતા. જયારે ૧૪ સિંહના જશાધાર રેન્જમાં સારવાર દરમિયાન મોત થયાનું સોમવારે વનવિભાગે સ્વીકાર્યુ હતું.
October 1, 2018
weavers.jpg
1min7680

ટેક્સટાઇલ ઉદ્યોગના મહત્વના ચાલકબળ સમા વિવર્સે આજે ઉધનાથી મુગલીસરા પગપાળા રેલી કાઢીને પોતાના પડતર પ્રશ્નોના નિકાલની માગણી સાથે લાગણી વ્યક્ત કરી છે. સવારે 9 વાગ્યાથી જ વિવર્સ રેલી પ્રસ્થાન સ્થળે એકત્રિત થવા માંડ્યા હતા અને દસ વાગ્યે રેલીમાં જોત જોતામાં હજારો વિવર્સ ઉમટી પડ્યા હતા. વિવર્સે શાંતિપૂર્ણ રીતે પોતાની માગણીઓના પ્લેકાર્ડસ પ્રદર્શિત કરતા ચાલીને મુગલીસરા ખાતેની કચેરીએ પહોંચ્યા હતા.

મુગલીસરા સ્થિત પાલિકા કચેરી પર પહોંચ્યા બાદ સ્થાનિક આગેવાનોએ સંબોધન કર્યું હતું અને પાલિકાના અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

October 1, 2018
cable_stayed-1280x720.jpg
1min43870

રૂ.૧૪૩.૬૪ કરોડના ખર્ચે તૈયાર થઈ ચૂકેલા સુરતના અડાજણ અને અઠવાલાઈન્સને જોડતા નવલા નજરાણા સમાન કેબલ સ્ટેઈડ બ્રિજને મંગળવાર તા.2 ઓક્ટોબર 2018ને ગાંધી જયંતિના દિવસે સવારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી ખુલ્લો મૂકશે એ પછી પહેલા જ દિવસે ત્રણ લાખથી વધુ વાહનો આ બ્રિજ પરથી અવર-જવર કરશે એવી ગણતરી સુરત મહાનગરપાલિકાના વહીવટીતંત્રએ માંડી છે. પહેલા જ દિવસે કેબલ સ્ટેઇડ બ્રિજ પર સુરતીઓ ઉમટી પડશે. સેલ્ફી અને ફોટોગ્રાફ્સ લેવાથી લઇને ટહેલવા આવનારા સુરતીઓ બ્રિજ પર વાહન પાર્ક કરીને ટ્રાફીક જામની સ્થિતિ પણ સર્જે તેવી ગણતરીને પગલે ટ્રાફિક પોલીસે પણ લો એન્ડ ઓર્ડર જાળવવા માટે કવાયત કરી દીધી છે.

લાખો લોકોની કાયમી અવરજવરનો રસ્તો બદલાય જશે

કેબલ સ્ટેઇડ બ્રિજ ખુલ્લો મૂકાવાની સાથે જ સુરતના અડાજણ (નદીપાર) માં રહેતા લોકો તેમજ અડાજણ (નદી પાર) માં નહીં રહેતા હોય પણ ત્યાં કામ-ધંધો-નોકરી ધરાવતા લાખો લોકોનો કાયમી માર્ગ બદલાય જશે. હાલમાં સરદાર બ્રિજ એકમાત્ર વિકલ્પ હતો, હવે કેબલ સ્ટેઇડ તેમજ થોડા મહિનામાં ઉમરા પાલનો બ્રિજ ખુલ્લો મૂકાશે ત્યારે વધુ લોકોના કાયમી અવરજવરના રસ્તા બદલાય જશે.

લોકો સેલ્ફી લેવા, ફોટા પડાવવા ઉમટી પડશે

કેબલ સ્ટેઇડ બ્રિજ એવું નજરાણું સુરતીઓ માટે છે કે તેની કાગડોળે રાહ જોઇ રહેલા સુરતીઓ જેવો બ્રિજ ખુલ્લો મૂકાશે કે તરત જ તેના પરથી પસાર થવા, સેલ્ફી લેવા કે ફોટોગ્રાફ લેવા માટે પડાપડી કરશે. સાંજથી લઇને મોડી રાત્રે પરિવાર, મિત્રો સાથે ટહેલવા જનારા લોકો પણ થોડા દિવસો રોજેરોજ કેબલ સ્ટેઇડ બ્રિજની મુલાકાત લેશે. આવી સ્થિતિમાં ટ્રાફિક પોલીસે આ બ્રિજને સેલ્ફી પોઇન્ટ કે ફોટોગ્રાફી સેન્ટર બનતો અટકાવવા માટે દિવાળી સુધી તો પરસેવો પાડવો પડશે.

શું છે સુરતના કેબલ સ્ટેઇડ બ્રિજની લાક્ષણિકતાઓ, સુરતના માહિતી ખાતાની ટીમે તૈયાર કરેલો રિપોર્ટ

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લા મૂકાયેલા ભરૂચની નર્મદા નદી પરના કેબલ બ્રિજ અને સુરતના કેબલ સ્ટેઇડ બ્રિજ વચ્ચે અનેક તફાવત છે. ખાસ કરીને ભરૂચનો બ્રિજ વન-વે છે, જ્યારે સુરતનો બ્રિજ ટુ-વે છે. ભરૂચના બ્રિજમાં કેબલ પર ૪૦ ટકા લોડ અને સ્ટ્રકચર પર ૬૦ ટકા લોડ હોય છે. જેને ‘એકસ્ટ્રા ડોઝ કેબલ સ્ટેઇડ બ્રિજ’ તરીકે પણ ઓળખવામાં આવે છે સુરતના બ્રિજનો સંપૂર્ણ લોડ કેબલ પર જ નિર્ભર છે. જેથી તાપી નદી પરનો આ કેબલ સ્ટેઇડ બ્રિજ સમગ્ર રાજ્યમાં એક અલગ ઓળખ ઊભી કરશે. આ જ પ્રકારનો બ્રિજ ભાવનગર ખાતે બનાવાયો હતો, પરંતુ થોડા સમયમાં જ તેને બંધ કરી દેવાની સ્થિતિ સર્જાઈ હતી. આમ આગામી દિવસોમાં તાપી પરનો કેબલ સ્ટેઇડ બ્રિજ સુરતીઓ માટે ગૌરવરૂપ સાબિત થશે.

ચાર લેન ધરાવતાં આ બ્રિજની લોડ ટેસ્ટીંગ સહિતની ફાઈનલ ટચિંગની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે. તાપી નદી પર અડાજણ સ્ટાર બજારથી અઠવાલાઈન્સને જોડતાં કેબલ બ્રિજના લોકાર્પણની સુરતવાસીઓ ઘણા સમયથી કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. પાલ, અડાજણ અને રાંદેર વિસ્તારના ૫ લાખથી વધારે લોકોને અઠવા, ડુમસ, વેસુ તથા પીપલોદ જવા એક મહત્વનો લિંક રોડ મળ્યો છે. અઠવા અને અડાજણ વિસ્તારની ટ્રાફિક સમસ્યાને આ બ્રિજ મહદ્ અંશે દૂર કરશે અને વાહનચાલકો માટે આશીર્વાદરૂપ બનશે.

શહેરના ૧૦૦થી વધુ બ્રિજોમાં બે પિલર વચ્ચે સામાન્ય રીતે ૫૦ મીટરથી વધુ જગ્યા રાખવામાં આવી નથી, ત્યારે આ અનોખા કેબલ સ્ટેઈડ બ્રિજમાં ૧૫૦ મીટરનો સ્પાન મુખ્ય બે પિલર પર સપોર્ટ વગર જ ઉભો છે, જે આ કેબલ બ્રિજની ખાસિયત છે.

બ્રિજ પર બંને તરફ વાહનો અવર જવર કરી શકશે:
દેશનું ડાયમંડ સિટી, ટેક્ષટાઈલ સિટી પછી બ્રિજ સિટી તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરનાર સુરતમાં આજ સુધીમાં ૧૦૦ થી પણ વધુ બ્રિજ નિર્માણ પામી ચુક્યા છે. સુરતનો કેબલ બ્રિજ રાજ્યમાં એક અન્ય કારણસર પણ અવ્વલ છે, જેમાં આ બ્રિજ પર બંને તરફે અવર જવર કરી શકાશે. કેબલ પર જ બ્રિજનો લોડ હોય તેવો કેબલ સ્ટેઇડ બ્રિજ હાલ માત્ર કોલકાતામાં છે, જ્યારે સુરત રાજ્યના પહેલા કેબલ બ્રિજના નિર્માણનો જશ ખાટી જશે.
આ બ્રિજની લંબાઈ ૧૩૪૪ મીટર, પહોળાઈ ૨૧ મીટર, સ્પાનની લંબાઈનો રેશિયો ૧:૫ અને ટાવરની ઊંચાઈનો રેશિયો ૧:૧૦ નો રહેશે, ૧૦૦ ફૂટની ઊંચાઈ ધરાવતા પિલર તેમજ બંને તરફ વાહન વ્યવહાર માટે ૪ લેન ધરાવે છે.

 લોડ ટેસ્ટીંગમાં આ બ્રિજ પાસ થયો છે:
કેબલ સ્ટેઈડ બ્રિજને જાહેરજનતા માટે ખૂલ્લો મૂકતા પહેલા એલ એન્ડ ટીની ગાઇડલાઇન પ્રમાણે બ્રિજ પર ૨૩ ટન રેતી ભરેલી એક ટ્રક એવી કુલ રેતી ભરેલી ૧૨ ટ્રકોનું ૨૭૭ ટન વજન મૂકી બે દિવસ સુધી લોડ ટેસ્ટીંગ હાથ ધરાયું હતું. ચાર દિવસ સુધી બ્રિજમાં થતાં ફેરફારોનું સતત રીડિંગ લેવામાં આવ્યું હતું.

  • અન્ય બ્રિજ કરતાં આ રીતે જુદો છે કેબલ બ્રિજ:
     કુલ 88 ટન વજન ધરાવતા ૧૬૩૨ કેબલનો ઉપયોગ 
     દરેક કેબલ જુદી જુદી સંખ્યાના નાના સ્ટે કેબલોનાં સમૂહથી બનેલો છે.
     બે મુખ્ય પિલર પર ૧૫૦ મીટર લાંબો સ્પાન 
     બ્રિજની કુલ લંબાઇ ૯૧૮.૨૧ મીટર 
     ૮૫૦૦ ઘન મીટરથી વધુ કોન્ક્રીટનો ઉપયોગ
     ૬૫ હજારથી વધુ સિમેન્ટ બેગ વપરાઇ 
     ૨ હજાર ટન જેટલા સ્ટ્રક્ચરલ સ્ટીલનો વપરાશ
     બ્યુટિફીકેશન માટે કોનિકલ સ્ટ્રીટ લાઈટ પોલ મુકાયા
     પોલ પર કારમાં કરાતા પીયુ કોટિંગ પેઈન્ટનો ઉપયોગ 
     અલગ અલગ કેપેસીટી ધરાવતી એલઈડી પ્રકારની લાઈટિંગ
     બ્રિજ ઉભો છે તે બંને તરફ ૧૧૫ ફૂટ હાઈટના બે ‘પાઈલોન’ 
     એક પાઈલોનમાં બંને તરફ ૧૦-૧૦ એમ બંને પાઈલોનમાં ૨૦-૨૦ કેબલનો ઉપયોગ

(કેબલ સ્ટેઇડ બ્રિજના અઠવાલાઇન્સ છેડે કનેક્ટેડ ફ્લાય ઓવર બ્રિજ)

(કેબલ સ્ટેઇડ બ્રિજના અઠવાલાઇન્સ છેડેથી લેવાયેલી તસ્વીર)

(કેબલ સ્ટેઇડ બ્રિજ)

આપના કોઇપણ સમાચાર, ઇવેન્ટ કવરેજ માટે સંપર્ક કરો 98253 44944

October 1, 2018
EWAY-10-1-18.jpg
1min6480

દેશભરમાં કારોબારીઓ અને વેપારીઓને ઈ-વે બિલમાં આજરોજ તા. 1 ઓક્ટોબરથી મોટી રાહત મળી રહી છે. ધંધો કરનારાઓ પોતાનો સામાન એકથી બીજા રાજ્યમાં મોકલવા ઉપર થતા ખર્ચમાં ઘટાડો થશે. થોડા સમય અગાઉ સરકાર દ્વારા કરવામાં આવેલા કાનૂની સંશોધનના કારણે ખર્ચમાં ઘટાડો સંભવ થશે. આ સાથે સરકારે તેના ફોર્મમાં પણ ફેરફારો કર્યા છે. જ્યારે અડધા ડઝન રાજ્યોમાં જોબવર્કના સામાનની આવકજાવક ઈ-વે બિલથી મુક્ત થઈ જશે.

સરકારે ઈ-વે બિલ જનરેટ કરવા માટે નવા ફોર્મનું પ્રારૂપ જારી કર્યું છે. જે આજે તા.1લી ઓક્ટોબર 2018થી અમલી થઇ ગયું છે. નવા પ્રારૂપમાં જરૂરિયાત વિનાના દસ્તાવેજો અને સૂચનામાં કાપ મૂકવામાં આવ્યો છે. જ્યારે નવાં સંશોધનના પાલન માટે અમુક નવી બાબતો પણ જોડવામાં આવી છે. જીએસટી નેટવર્કની દેખરેખ રાખતી કંપની જીએસટીએનના એક અધિકારીના કહેવા પ્રમાણે ટ્રાન્ઝેક્શનના આધાર ઉપર દસ્તાવેજ જમા કરવાના ડ્રોપ ડાઉન મેનુ પણ દસ્તાવેજોની સંખ્યા સિમિત કરવામાં આવી છે. 10 કરોડ રૂપિયાથી વધુ કિંમતના સામાનની આપૂર્તિ ઉપર ફોર્મ જનરેટ કરતાની સાથે જ સામાન મોકલનારા અને મેળવનારા વ્યક્તિને એસએમએસ એલર્ટ મળી જશે. દેશના અમુક રાજ્યોએ પણ લીધેલા મહત્ત્વના નિર્ણયો એક ઓક્ટોબરથી લાગુ થઈ જશે. જેમાં પંજાબ, ગુજરાત સહિત સાત રાજ્યોમાં જોબવર્ક માટે નિર્માતાને ત્યાંથી આવતા અથવા તૈયાર માલને ઈન્ટ્રાસ્ટેટ બિલથી મુક્ત કરવામાં આવ્યો છે.

October 1, 2018
logocia-1280x748.jpeg
1min9860

આ તે કેવી સરકાર, નવરાત્રીમાં ફરજિયાત વેકેશન પડાવવા માટે રાજ્ય સરકારે હુકમો છોડ્યા છે અને સામે સ્કુલો, વાલીઓએ બાંયો ચઢાવી છે કે અમારે નવરાત્રીમાં સ્કુલોમાં વેકેશન લેવું નથી.

જાણકારો કહે છે કે નવરાત્રીના ફરજિયાત વેકેશનના મુદ્દે રાજ્ય સરકાર ખોટો દાખલો બેસાડી રહી છે. અત્યાર સુધી સરકાર અને સ્કુલો વચ્ચે ઘર્ષણ એ બાબતે રહેતું કે સ્કુલો કારણ વગર રજા આપી દેતી અને સરકારે પગલાં લેવા પડ્યા. નવરાત્રી વેકેશનનો મુદ્દો એવો છે કે જેમાં સરકાર વેકેશન આપવાનું કહે છે અને જેમણે વેકેશન ભોગવવાનું છે એ સ્કુલ સંચાલકો, શિક્ષકો, આચાર્યો, વિદ્યાર્થીઓ, વાલીઓ બધા જ નવરાત્રીમાં વેકેશન લેવાનો ઇન્કાર કરી રહ્યા છે. રાજ્ય સરકારની જોહુકમી ચોમેર ટીકા પાત્ર થઇ રહી છે. રાજ્ય સરકાર કોઇ રચનાત્મક કે શૈક્ષણિક બાબતમાં જોરજુલ્મી, જબરદસ્તી કરે, કરાવે એ માની શકાય પણ શાળાઓમાં શિક્ષણનો ભોગ લઇને વેકેશન આપે એ બાબત તમામને અજુગતી લાગી રહી છે.

કદાચ પહેલી વખત એ પણ ઇતિહાસ સર્જાશે કે વેકેશન નહીં લેવા માટે સ્કુલો, વાલીઓ, વિદ્યાર્થીઓ આંદોલન કરશે અને વેકેશન પડાવવા માટે સરકાર જોરજુલ્મી કરશે.

  • વેકેશન નહીં લેવા પાછળ અનેક કારણો

  • દિવાળીનું 21 દિવસનું વેકેશનમાં કાપ મૂકાય તે યોગ્ય નથી
  • નવરાત્રીમાં વેકેશન પાડવા માટે કોઇ તાર્કિક દલીલ કે નક્કર કારણ નથી
  • રાત્રે 12 વાગ્યા સુધી જ ગરબા ચાલતા હોય છે પછી ઉજાગરાનો સવાલ ઉપસ્થિત થતો નથી
  • શાળામાં શિક્ષણ કાર્ય, પરીક્ષા વગેરેનું સમયપત્રક ખોરવાય તેમ છે
  • સીબીએસઇ તેમજ ગુજરાત સિવાયના બોર્ડની સ્કુલો નવરાત્રી વેકેશન નહીં આપે
  • નવરાત્રી દરમિયાન આમેય શાળાઓમાં ઉત્સવનો માહોલ જ હોય છે
  • નવરાત્રી દરમિયાન દિવસ દરમિયાન કોઇ ઉજવણી થતી કે સ્કુલો બંધ કરીને એ ઉજવણી કરવી પડે

વેકેશનનો કડક અમલ કરવાની જવાબદારી જિલ્લા અધિકારીઓને સોંપાઇ

રાજ્યમાં અનેક ખાનગી શાળાઓ નવરાત્રી વેકેશનનો ઇન્કાર કરીને શાળાઓ ચાલુ રાખવાની જાહેરાત કરી ચૂકી છે ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગે શાળાઓમાં નવરાત્રિ વેકેશનના અમલની જવાબદારી જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની હોવાની સૂચના આપવામાં આવતા ખાનગી શાળાના સંચાલકોએ પણ સરકાર સામે બાંયો ચડાવી છે. રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકે જાહેર કરેલા પરિપત્રમાં જણાવ્યા મુજબ, શિક્ષણપ્રધાને નવરાત્રિ વેકેશનની જાહેરાત કરી છે.

દિવાળી વેકેશન 5 નવેમ્બરથી 18 નવેમ્બર સુધીનું જ રહેશે

પ્રાથમિક શાળાઓમાં પણ તેની મંજૂરી સાથે જ ૧૦થી ૧૭ ઓક્ટોબર સુધી નવરાત્રિ વેકેશન રહેશે. તા. ૫થી ૧૮ નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે અને બાદમાં ૧૯મીથી બીજું શૈક્ષણિક સત્ર ચાલુ થશે. આ બાબતે શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણાધિકારીએ સંકલનમાં રહીને વેકેશનની તારીખો જાહેર કરવાની રહેશે. શિક્ષણાધિકારીએ આ પરિપત્રની જાણ સરકારી, ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, પીટીસી કોલેજો અને તાબા હેઠળની તમામ શાળાઓને કરવાની રહેશે. શિક્ષણાધિકારીએ તમામ ગ્રાન્ટેડ, ખાનગી શાળાઓને પત્ર મોકલીને વેકેશનની સૂચના આપી છે.

 

September 29, 2018
adajanfly.jpg
1min172160

જયેશ બ્રહ્મભટ્ટ  98253 44944

  • કેબલ સ્ટેઇડ બ્રિજનું લોકાપર્ણ સુરતની ઇકોનોમીને બુસ્ટ અપ આપશે
  • એલ.પી. સવાણી રોડ પર ટ્રાફિક જામના દિવસો હવે દૂર નથી
  • પાલ-અડાજણમાં નવા ધંધા-રોજગાર આવશે, શોપિંગ સાઇટ્સ વધશે
  • 8-10 મહિનાના સમયમાં મિલક્તોના ભાવ 20 ટકા સુધી વધી જશે
  • શહેરભરમાંથી લોકો અડાજણ-પાલ આવશે, ડુમસ રોડનું ભારણ ઘટશે

હાલના અડાજણનો એરીયલ વ્યૂ, સરદાર બ્રિજથી શરૂ કરીને આખું અડાજણ ચિત્રમાં કંડારી લેવાયું છે

મંગળવાર તા.2જી ઓક્ટોબર 2018 ને ગાંધી જયંતિના દિવસે, શ્રાધ્ધ પક્ષમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે સુરતના અડાજણ અને અઠવાલાઇન્સને જોડતા તાપી નદી પરના કેબલ સ્ટેઇડ બ્રિજનું લોકાર્પણ થવાના સમાચાર બધાએ સાંભળ્યા હશે પણ સીઆઇએ લાઇવ વેબ પોર્ટલ આપને એવા સમાચાર આપી રહી છે જે આપ પહેલી વખત જાણી રહ્યા છે.

2 જી ઓક્ટોબર 2018ને મંગળવાર ગાંધીજયંતિથી કેબલ સ્ટેઇડ બ્રિજ સુરતીઓ માટે ખુલ્લો મૂકાશે

અડાજણ અઠવાલાઇન્સને જોડતો તાપી નદી પરનો કેબલ સ્ટેઇડ બ્રિજ ખુલ્લો મૂકાતાની સાથે જ સુરતની ઇકોનોમીને બુસ્ટ અપ મળશે. પાલ અને અડાજણમાં ડેવલપમેન્ટ પૂરજોશમાં શરૂ થઇ જશે. પાલ અડાજણમાં બિઝનેસ ફર્મ્સ મોટા પાયે શરૂ થશે. સુરતના અનેક લોકો, નિષ્ણાંતો સાથે થયેલી વાતચીતના નિષ્કર્ષમાં એ વાત સામે આવી કે કેબલ સ્ટેઇડ બ્રિજના ઉદઘાટનને પગલે તાત્કાલિક જમીન-મકાનના ભાવ કે ભાડા વધશે નહીં પણ 8થી 10 મહિનાના સમયગાળામાં જમીન મકાનના ભાવમાં 20થી 25 ટકા જેટલો ઉછાળો જોવા મળશે.

હાલમાં હોટેલ રેસ્તરાં છે, હવે પછી બીજા ધંધા રોજગાર આવશે પાલ-અડાજણમાં

એક્સપર્ટસ કહે છે કે કેબલ સ્ટેઇડ બ્રિજ શરૂ થયા બાદ અડાજણ-પાલ તરફના લોકોને ફાયદો થશે એ વાત સ્વાભાવિક છે પણ અડાજણ-પાલમાં આવેલા ધંધા રોજગારને મોટી ઘરાકી મળશે. ખાસ કરીને એલ.પી. સવાણી રોડ, અડાજણ રોડ, પાલ રોડ, ગૌરવ પથ જેવા નવા વિકસી રહેલા વિસ્તારના ધંધા રોજગારને મોટી ઘરાકી મળવાની સંભાવના છે. હાલમાં એલ.પી.સવાણી સ્કૂલ રોડ ફૂડ ઝોન તરીકે વિકસી રહ્યો છે, અહીં હાલમાં મોટા ભાગની બ્રાન્ડેડ અને અનબ્રાન્ડેડ હોટેલ, રેસ્તરાં સ્થપાઇ ચૂકી છે પણ  નવો બ્રિજ શરૂ થયા પછીના 3-4 મહિના દરમ્યાનમાં અડાજણ અને પાલમાં અનેક બિઝનેસ ફર્મ્સ, દુકાનો, ફ્રેન્ચાઇઝી, એજન્સીઝ વગેરે નવા બિઝનેશ શરૂ કરશે. નિષ્ણાંતો કહે છે ખાસ કરીને હોમ એપ્લાઇયન્સીઝ, મોબાઇલ શોપ્સ, કમ્પ્યૂટર શોપ્સ, રિટેઇલ માર્કેટ, ગારમેન્ટસ જેવા રિટેલ બિઝનેસની નવી નવી ફર્મ્સ પાલ અને અડાજણ વિસ્તારમાં કેબલ સ્ટેઇડ બ્રિજના લોકાર્પણ બાદ શરૂ થશે.

અડાજણ-પાલમાં પ્રોપર્ટી રેટ્સ વધશે

શહેરના જાણીતા બિલ્ડર્સ અને પાલ અડાજણમાં પ્રોજેક્ટ કરી રહેલા બિલ્ડર્સનું માનવું છે કે કેબલ સ્ટેઇડ બ્રિજનો પ્રોજેક્ટ મૂકાયો ત્યારે ઓલરેડી અડાજણ પાલમાં જમીન મકાનના ભાવો અને ભાડાં વધી ચૂક્યા હતા, એટલે પ્રારંભિક પ્રોજેક્ટ ઇફેક્ટ હાલના રેટમાં સામેલ થઇ ચૂકી છે. સંજોગોવસાત્ કેબલ સ્ટેઇડ બ્રિજના નિર્માણમાં વિલંબ થયો એટલે માર્કેટ સ્લેક થયું. હવે તાત્કાલિક બ્રિજ ખુલે એટલે પ્રોપર્ટીના ભાવો વધી જશે કે ભાડાં વધી જાય તેવું નથી પણ હાલ 8થી 10 મહિના કે વર્ષના સમયગાળામાં પાલ અડાજણની પ્રોપર્ટીના ભાવમાં 20થી 25 ટકાનો વધારો જોવાશે. ખાસ કરીને એલ.પી. સવાણી રોડ, અડાજણ રોડ, પાલ રોડ, ગૌરવ પથ જેવા વિસ્તારમાં પ્રોપર્ટી આખા સુરતમાં સૌથી ઉંચા દરે લે-વેચ થશે. ખાસ કરીને પાલ, ભાઠા, પાલનપોર, જહાંગીરપુરા જેવા વિસ્તારોમાં રેસિડેન્સીયલ પ્રોજેક્ટસ આવશે.

શહેરભરમાંથી લોકો ડુમસ રોડની જગ્યાએ પાલ-અડાજણમાં આવશે

કેબલ સ્ટેઇડ બ્રિજ ખુલ્લો મૂકાવાની સાથે જ શનિ-રવિ કે રજાના દિવસોમાં સુરત ડુમસ રોડ તરફ જતા લોકો અડાજણ તરફ વળશે. ડુમસ રોડ કરતા અડાજણ પાલમાં ખાણીપીણીથી લઇને મલ્ટી પ્લેક્સ, શોપિંગ સાઇટ્સ, મોલ્સ વગેરે વિકસી રહ્યા હોઇ શહેરભરમાંથી લોકો કેબલ સ્ટેઇડ બ્રિજ મારફતે અડાજણ પાલમાં ટાઇમ સ્પેન્ડ કરવા માટે આવશે. રજાના દિવસોમાં ડુમસ ગૌરવપથ પર ટ્રાફિકનું ભારણ ઘટશે જ્યારે એલ.પી. સવાણી રોડ પર ટ્રાફિક જામના દિવસો હવે દૂર નથી. પાલ અડાજણમાં ટ્રાફિક સિગ્નલ્સ મૂકવા પડશે.

ડુમસરોડ-વીઆઇપી રોડ અને અડાજણ વચ્ચેની વસતિનો ફરક વિકાસને વેગ આપશે

હાલમાં વેસુના વીઆઇપી રોડ તેમજ ડુમસ રોડ પર શોપિંગ મોલ્સ, ખાણીપાણી તેમજ પ્રોજેક્ટ આવ્યા છે. સુરતી માટે અત્યાર સુધી આ વિસ્તાર પોશ હતો અને લોકો હેંગ આઉટ માટે ત્યાં જઇ રહ્યા છે. પણ હવે હેંગ આઉટ સેન્ટર બદલાઇને પાલ અડાજણ બનશે. પાલ અડાજણમાં ધંધા રોજગાર વિકસવાનું કારણ ઘરાકી છે અને ઘરાકી ત્યાં વધારે થાય જ્યાં લોકો વસવાટ કરતા હોય. વેસુ વીઆઇપી રોડ કે ડુમસ રોડ કરતા સ્વાભાવિક છે કે અડાજણ અને પાલ વસતિની દ્રષ્ટીએ ગીચ છે અને હજુ વધુ ગીચ થશે. આ વિસ્તારમાં ધંધા રોજગાર સ્થાપનારને વેસુ કે ડુમસ રોડ કરતા વધુ ગ્રાહકો મળશે એમાં બે મત નથી. વેસુ, ડુમસ રોડ પર ઇન્વેસ્ટમેન્ટ માથે પડી રહ્યા છે જ્યારે પાલ અડાજણમાં એવું એટલા માટે નહીં બને કે વસતિ ગીચ હોવાને કારણે કોઇપણ ધંધા રોજગાર વેપાર હોય તેને ઘરાકીની સમસ્યા નહીં નડે. આ વિસ્તાર કરન્ટ બની જશે.

રિંગ રોડ કે ઉધના મગદલ્લા જનારાઓ માટે સરદાર બ્રિજ જ બેસ્ટ વિકલ્પ રહેશે

કેબલ સ્ટેઇડ બ્રિજ શરૂ થવાથી સુરતના પશ્ચિમ વિસ્તારમાં રહેતા લોકોને સવલત જરૂર મળશે. ખાસ કરીને અઠવાલાઇન્સ શાળા કોલેજો કે ધંધા રોજગાર પર જતા લોકોને ફાયદો થશે એમાં બે મત નથી. પણ સુરતની લાઇફ લાઇનસમા રિંગ રોડ, ઉધના, ઉધના મગદલ્લા રોડ વગેરે જતા લોકો માટે તો સરદાર બ્રિજ જ બેસ્ટ વિકલ્પ રહેશે. કેમકે કેબલ સ્ટેઇડ બ્રિજ પરથી અઠવાલાઇન્સ ઉતાર્યા બાદ ઉમરા પોલીસ મથકની ગલીમાંથી ઘોડદોડ રોડ થઇને કેનાલ કોરીડોર બીઆરટીએસ સુધી પહોંચતા ભારે ટ્રાફિક હશે એનાથી બેટર વિકલ્પ સરદાર બ્રિજથી રિંગ રોડ કે ઉધના વિસ્તારમાં જવું સહેલું રહેશે.

 

You Can Find us on Google Play store too