Slider Archives - Page 431 of 488 - CIA Live

October 24, 2018
Alok_vs_ashtna.jpg
1min7560

ગુજરાત ફેડરના આઈપીએસ અધિકારી રાકેશ અસ્થાના સામે સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્માએ લાંચની ફરિયાદ એક જ દિવસમાં નોંધીને તપાસનો દોર શરૂ કરતા ગુજરાતના આઈપીએસમાં ખળભળાટ મચી ગયો છે.

સરકાર વિરુદ્ધના આઈપીએસ અધિકારીઓ રાકેશ અસ્થાના ગુજરાતમાં જે જગ્યાએ ફરજ બજાવી હતી ત્યાં તેમની સામે થયેલી અરજીઓની માહિતી એકત્ર કરવાની શરૂઆત કરી દીધી છે. વડોદરા અમદાવાદ સેક્ટર-2 અને સુરતમાં રાકેશ અસ્થાના ફરજ બજાવી હતી. દિલ્હી સીબીઆઈની ટીમ વડોદરામાં અને સુરતમાં રાકેશ અસ્થાના સાથે સંબંધ ધરાવનાર ઉદ્યોગપતિઓની તપાસ કરી રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે.

સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્મા સામે ખુદ સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાએ સીવીસીમાં પત્ર લખીને ગંભીર આક્ષેપો કર્યા હતા. ત્યાર પછી વડોદરાના આદેસરા ગ્રૂપના ત્યાંથી ઇન્કમટેક્ષ વિભાગને મળેલી ડાયરીમાં રાકેશ અસ્થાનાનું નામ સામે આવતા આલોક વર્માએ ઈડી અને ઇન્કમટેક્ષ વિભાગ પાસેથી સ્ટ્રલીંગ ગ્રૂપના દરોડાની માહિતી મગાવી હતી. એટલું જ નહીં સીબીઆઈના સાદેસરા ગ્રૂપમાં ચાલતી તપાસ ઉપર સીબીઆઈના વડા ખાનગીમાં વોચ પણ રાખી હતી. બંને અધિકારીઓ વચ્ચે છેલ્લા આઠેક માસથી પત્રયુદ્ધ ચાલતું હતું. તેમ જ સીબીઆઈના બંને જણાની ફાઈલોની તપાસ પણ કરી રહ્યા હતા. સીબીઆઈના વડા આલોક વર્મા અને સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાની આગામી દિવસોમાં બદલી કરીને તપાસ શરૂ કરે તેવી શક્યતાઓ છે.

October 24, 2018
swadeshi1.jpeg
1min5910

પૂર્ણપણે કમ્પ્યુટરાઈઝ ‘ટ્રેન 18’ને વિશેષરીતે બુલેટ ટ્રેનના મૉડેલ પ્રમાણે તૈયાર કરાઈ છે. 18 મહિનામાં તૈયાર કરાયેલ ‘ટ્રેન 18’ના નિર્માણમાં લગભગ 100 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. ટ્રેનના રૅકને તૈયાર કરનાર ઈન્ટિગ્રલ કૉચ ફેક્ટરીના વ્યવસ્થાપક સુધાંશુ મણિના જણાવ્યા મુજબ આ ટ્રેનમાં 16 એસી કૉચ અને બે એક્ઝિક્યુટિવ ક્લાસના કૉચ લગાવવામાં આવ્યા છે.

ભારતીય રેલવે દ્વારા આગામી સમયમાં એક મોટા ફેરફારની તૈયારી શરૂ થઈ ગઈ છે. રેલવે તરફથી આગામી વર્ષમાં હાઈ સ્પીડ ‘ટ્રેન-18’ને દોડાવવાની તૈયારીઓ થઈ રહી છે. તામિલનાડુ સ્થિત રેલવેની ઈન્ટિગ્રલ કૉચ ફેક્ટરીએ આ વિશેષ ટ્રેનને હાઈ ટૅક સુવિધાઓ સાથે તૈયાર કરી છે. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે વગર એન્જિને દોડનારી ‘ટ્રેન 18’ને લગભગ 220 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ દોડાવાશે. તમામ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ‘ટ્રેન 18’ના દરેક કૉચમાં છ સીસીટીવી કૅમેરા લગાવવામાં આવશે. 16 એસી ચેર કાર કૉચ અને બે એક્ઝિક્યુટિવ કૉચ હાઈ ટૅક સુવિધાથી સજ્જ હશે. આ કૉચમાં સ્પેનથી ખાસ મગાવાયેલ સીટ લગાડાઈ હશે જે 360 ડિગ્રી સુધી રૉટેટ કરી શકાશે. ઉપરાંત દિવ્યાંગો માટે વિશેષપણે બે બાથરૂમ અને બેબી કૅર માટે અલગ વ્યવસ્થા કરાઈ છે.

‘ટ્રેન 18’માં પ્રવાસ દરમિયાન ઈમરજન્સીના સમયે પ્રવાસી ડ્રાઈવર સાથે વાતચીત કરી શકે તે માટે દરેક કૉચમાં એક ખાસ ટૉક બૅક યુનિટ લગાડવામાં આવશે. ટ્રેનમાં ભોજનાલય હશે એવું વ્યવસ્થાપકે જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટ્રેનને મૅક ઈન ઈન્ડિયા અંતર્ગત બનાવી વિદેશી ટૅકનોલોજી અને ટ્રાન્સફરમાં થતા ખર્ચ અને સમય બચાવવામાં આવ્યા છે. જો આ ટ્રેન વિદેશથી આયાત કરાઈ હોત તો તેની કિંમત આશરે 170 કરોડ રૂપિયા સુધીની થઈ હોત, પરંતુ સ્વદેશી નિર્માણને કારણે માત્ર રૂપિયા 100 કરોડના ખર્ચે આ અત્યાધુનિક ટ્રેન બનાવવામાં આવી છે.

October 23, 2018
goti1-1280x852.jpg
1min7440

દાનવીરો દાન આપે તેના કરતા ચાર ઘણું પોતાનું નામ થાય તેવી જાહેરાતો કરાવવાનો આગ્રહ રાખતા હોય. પણ સૌરાષ્ટ્રના વલ્લભીપુર તાલુકાના હળીયાદ ગામના વતની શ્રી કેશુભાઇ ગોટી (ગ્લોસ્ટાર)એ લીધેલા સંકલ્પ જેવો સંકલ્પ લે અને તેને યથાર્થ ઠેરવે એ જ ખરા દાનવીર કહેવાય.

કેશુભાઇ ગોટી માટે કહેવાય છે કે તેમણે આદિવાસી વિસ્તારના ગામડાંઓમાં જ કુલ 108 હોસ્ટેલ બનાવવાનો સંકલ્પ લીધો છે. આ સંકલ્પ એવો છે કે તેનો કોઇ વિકલ્પ ન હોય. આ કાર્ય તેઓ કરીને જ ઝંપશે. અને લગભગ 60 ટકા વિકલ્પ તેઓ પરીપૂર્ણ પણ કરી ચૂક્યા છે.

કેશુભાઇ ગોટીએ 108 હોસ્ટેલ આદિવાસી વિસ્તારમાં બનાવવાના સંકલ્પમાં એવી પણ જાહેરાત કરી છે કે 108 હોસ્ટેલ બનાવવામાં 50 ટકા તેમનું યોગદાન અને 50 ટકા જે કોઇ દાતા સ્વૈચ્છીક રીતે જોડાવા માગે તે આપે અને હોસ્ટેલ પર કેશુભાઇ ગોટી નહીં પણ જે 50 ટકા દાન આપે તેમનું નામ રાખવામાં આવશે.

કેશુભાઇ ગોટીના આ પ્રયાસને દાનવીરો તરફથી ઉમળકાભેર પ્રતિસાદ મળ્યો છે. તાજેતરમાં નવસારીના વાંસદા ખાતે આવેલા ઉપસળ ગામે આ પ્રકારે તૈયાર કરવામાં આવેલી હોસ્ટેલનું લોકાપર્ણ કરવામાં આવ્યું એ વેળાની તસ્વીર. કેશુભાઇ ગોટીની 108 હોસ્ટેલની સંકલ્પ યાત્રામાં નવસારીના વાંસદાના ઉપસળ ખાતેની આ 36મી હોસ્ટેલ હતી જેનું લોકાપર્ણ કરી દેવામાં આવ્યું છે.

અને મહત્વની વાત એ છે કે આખા રાજ્યમાં આવેલા આદિવાસી વિસ્તારોમાં 108 હોસ્ટેલ બનાવવાના કેશુભાઇ ગોટીના સંકલ્પમાં 80 જેટલી હોસ્ટેલ બનાવવા માટેનું 50 ટકા દાન આપનારાઓ તેમને મળી ચૂક્યા છે.

October 23, 2018
statue-of-unity.jpg
1min12700

Jayesh Brahmbhatt 98253 44944

સ્ટેચ્યુ ઓપ યુનિટી, સરદાર વલ્લભભાઇ પટેલની એવી પ્રતિમા કે જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા હશે અને એ ગુજરાતના નર્મદા જિલ્લામાં આકાર પામી છે. આગામી તા.31મી ઓક્ટોબર 2018ના રોજ સરદાર જયંતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાને જ્યારે અનાવરણ કરશે ત્યારે એ પ્રસંગ ઐતિહાસિક બનવાનો છે. ગુજરાત માટે તો જાણે આ એવો પ્રસંગ છે કે કોઇ ઘરમાં લગ્ન પ્રસંગ ન હોય. ગુજરાત સરકાર પણ એ જ પ્રકારે મહાનુભાવોને નિમંત્રી રહી છે.

તા.31મી ઓક્ટોબર 2018ના રોજ નર્મદા જિલ્લામાં નર્મદા ડેમ સમીપ યોજાનારા સ્ટેચ્યુ ઓફ યુનિટી કાર્યક્રમમાં સહભાગી થવા માટે ગુજરાત સરકારે લગભગ દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓ, રાજ્યપાલોને આમંત્રિત કર્યા છે અને આ આમંત્રણ આપવા માટે ગુજરાત સરકારે અનેક કમિટીઓ બનાવીને તેમને રૂબરૂ મોકલ્યા છે.

સ્ટેચ્યુઓફ યુનિટીના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપવા અંગેની આમંત્રણ પત્રિકા આપવાની કમિટીઓમાં સુરતના બે નેતાઓ સી.આર. પાટીલ અને હર્ષ સંઘવીને મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી.

સી.આર. પાટીલએ મહારાષ્ટ્રના સી.એમ. અને રાજ્યપાલને ઇન્વાઇટ કર્યા

સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તેમજ મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી ચેનામનીની વિદ્યાસાગર રાવને આપવા માટેના પ્રતિનિધિમંડળમાં ગુજરાતના ડેપ્યુટી સી.એમ. નીતિન પટેલની સાથે નવસારીના સાંસદ અને ગુજરાતના કદાવર નેતા સી.આર. પાટીલને મોકલવામાં આવ્યા હતા.

(મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદઘાટન સમારોહની આમંત્રણ પત્રિકા આપી રહેલા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ સાથે સુરતના નેતા નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલ તેમજ અન્ય દ્રશ્યમાન છે.)

(મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી ચેનાની વિદ્યાસાગર રાવને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદઘાટન સમારોહની આમંત્રણ પત્રિકા આપી રહેલા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ સાથે સુરતના નેતા નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલ તેમજ અન્ય દ્રશ્યમાન છે.)

યુવા ધારાસભ્ય હર્ષ સંઘવીને બિહાર સીએમ નીતિશ કુમારને ઇન્વાઇટ કરવા મોકલાયા

સુરતના મજૂરા વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાતના યુવા બીજેપી નેતા શ્રી હર્ષ સંઘવીને ગુજરાત સરકારે બિહારના મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમાર તેમજ અન્ય વીવીઆઇપીઓને આમંત્રિત કરવા માટેના પ્રતિનિધિ મંડળમાં સમાવેશ કર્યો હતો. સુરતના નેતા હર્ષ સંઘવી સાથે રાજ્ય પ્રધાનમંડળના શ્રી જયનારાયણ વ્યાસ તેમજ સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ તેમજ અન્યો જોડાયા હતા.

(બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદઘાટન સમારોહની આમંત્રણ પત્રિકા આપતી વખતે નીતિશ કુમારે યુવા ધારાસભ્ય, સુરતના નેતા હર્ષ સંઘવીને વિશેષ આદર આપ્યો .)

(બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદઘાટન સમારોહની આમંત્રણ પત્રિકા આપતી વખતે નીતિશ કુમારે યુવા ધારાસભ્ય, સુરતના નેતા હર્ષ સંઘવીને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા.)

October 23, 2018
Sharad_Purnim.png
1min10310

ભારતીય સંસ્કૃતિના અનેક શાસ્ત્રોમાં કરાયેલા નિર્દેશ અનુસાર શરદ પૂનમની મધ્યરાત્રિ બાદ માતા મહાલક્ષ્મી પોતાના વાહન ઘુવડ પર બેસીને ધરતીની સુંદરતાનો આનંદ લે છે. તેઓ પૃથ્વીનો વિહાર કરતા હોવાની ચર્ચા દરેક ગ્રંથોમાં જોવા મળે છે. આ દિવસે દેશના અનેક વિસ્તારોમાં લક્ષ્મી પૂજનનો મહિમા હોય છે.

11

શરદ પૂનમની રાત સૌથી અજવાળી રાત હોય છે. ચંદ્રની રોશનીમાં જાણે ધરતી પણ ચાંદીની દેખાય છે. લાગે છે જાણે ચોમાસા બાદ કુદરત સ્વચ્છ અને નયનરમ્ય થઈ ગઈ છે. કહેવાય છે કે આ ચાંદનીમાં માતા લક્ષ્મી પૃથ્વીની મુલાકાતે આવે છે.

શરદ પૂનમ આવતીકાલ તા.24 ઓક્ટોબર 2018ને બુધવારે છે.

12

શરદ પૂનમે થયો હતો માતા લક્ષ્મીનો જન્મ 

1. માન્યતા છે કે માતા લક્ષ્મીનો જન્મ શરદ પૂનમના દિવસે થયો હતો. એટલે જ દેશના કેટલાક ભાગમાં શરદ પૂનમના દિવસે લક્ષ્મી પૂજન પણ થાય છે.

13

શરદ પૂનમના દિવસે રાસલીલા

2. દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો. ત્યારે માતા લક્ષ્મી પણ રાધા રૂપે અવતર્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાની આ અદભૂત રાસલીલાનો પ્રારંભ શરદ પૂર્ણિમાના દિવસે થયો હોવાની માન્યતા છે.

કુમાર કાર્તિકેયનો જન્મ 

3. શિવ ભક્તો માટે પણ શરદ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. માન્યતા છે કે ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર કુમાર કાર્તિકેયનો જન્મ પણ શરદ પૂનમના દિવસે થયો હતો. જેને કારણે શરદ પૂનમને કુમાર પૂર્ણિમા પણ કહેવાય છે. પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં આ દિવસે કુંવારિકાઓ સ્નાન કરીને સૂર્ય અને ચંદ્રની પૂજા કરે છે. માન્યતા છે કે આમ કરવાથી યોગ્ય પતિ મળે છે.

October 23, 2018
firecrackers.jpg
2min14640

Jayesh Brahmbhatt 98253 44944

દિવાળીના તહેવારોના ઉપલક્ષમાં આજે સુપ્રીમ કોર્ટે ગ્રીન ક્રેકર્સ એટલે કે લૉ કાર્બન અને ઓછું પ્રદૂષણ ફેલાવતા ફટાકડાનું ઉત્પાદન, વેચાણ અને ફોડવાની બાબત પર કોઇપણ પ્રકારની રોક લગાડવાનો ઇન્કાર કરી દીધો છે.

સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ આજે ભારતમાં દિવાળીના તહેવારો કે અન્ય પ્રસંગોએ ફટાકડાનું ઉત્પાદન કરવા, વેચાણ કરવા કે ફોડવા પર પ્રતિબંધ (બ્લેંકેટ બેન) મૂકવાની દરખાસ્ત ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ધોરણસરના ફટાકડાનું ઉત્પાદન કરી શકાશે, નિર્ધારિત સમયે તેને ફોડી પણ શકાશે. ફટાકડાનું વેચાણ ચોક્કસ માર્કેટમાંથી જ કરી શકાશે, લારીઓ કે ફૂટપાથ પર બિલકુલ પણ ફટાકડા વેચી શકાશે નહીં. સુપ્રીમ કોર્ટે એ પણ નિશ્ચિત કર્યું છે કે જો કોઇ પોલીસ મથક વિસ્તારમાં નિર્ધારિત ધારાધોરણોનો ભંગ કરતા ફટાકડાનું વેચાણ થતું ઝડપાશે, અગર તો નિર્ધારિત સમય ઉપરાંત ફટાકડા ફૂટતાં જોવા મળશે તો જે તે પોલીસ મથકની જવાબદારી નિશ્ચિત કરીને શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે.

  • ફટાકડા અંગે આજરોજ તા.23મી ઓક્ટોબર 2018ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા મહત્વના આદેશો આ મુજબ છે.
  • દિવાળીના તહેવારોમાં રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન ફટકડા ફોડી શકાશે.
  • નવા વર્ષ ક્રિસમસ સેલિબ્રેશનના દિવસોમાં રાત્રે 11.45 કલાકથી 00.30 કલાક સુધી ફટાકડા ફોડી શકાશે.
  • ઓનલાઇન શોપિંગ સાઇટ્સ કે જેઓ આડેધડ રીતે ફટાકડાઓનું વેચાણ કરી રહી છે તેમણે પદ્ધતિસર કેવી રીતે ફટાકડા વેચી શકાશે, નીતિ નિયમોની જાળવણી કેવી રીતે થશે એ અંગે સુપ્રીમ કોર્ટને જણાવવું પડશે એ પછી તેમને મંજૂરી મળશે એ સંદર્ભનો આદેશ પણ અપાયો છે.
  • લારીઓ કે ફૂટપાથ પર કોઇપણ સંજોગોમાં ફટાકડાનું વેચાણ કરવાની મંજૂરી આપી શકાય નહીં.
  • નિર્ધારિત ડેસીબલની મર્યાદામાં અવાજ કરતા હોય તેવા ફટાકડા વેચવાની જ ફટાકડા બજારમાં મંજૂરી આપી શકાશે.

Ahead of Diwali, the SC permitted the sale and manufacture of “green” crackers which have low emission across the country.

  • The apex court fixed 8 pm to 10 pm time period for bursting of firecrackers on Diwali.
  • For New Year and Christmas celebrations, bursting of firecrackers will be allowed between 11:45 pm to 12:30 am.
  • However, it restrained e-commerce websites like Flipkart and Amazon from selling firecrackers.
  • It said e-commerce websites will be hauled up for contempt of court if they don’t adhere to the direction.
  • The SC also said that selling of ‘larries’ or series firecrackers will not be allowed in the country.
  • Only the firecrackers with permissible decibel sound limits will be allowed to be sold in the market.
  • The top court asked the Centre to encourage community cracker bursting during Diwali and other festivals in Delhi-NCR.
  • It also directed all the states to explore the feasibility of community cracker bursting during festivals.
  • Station house officers of police station concerned will be held liable if banned firecrackers are sold in their areas.
October 23, 2018
congress.jpg
1min11910

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

રાહુલ ગાંધી ભલે કોંગ્રેસને બેઠી કરવા માટે દિવસ રાત એક કરતા હોય પણ ગુજરાતમાં કોંગ્રેસીઓ વચ્ચેના ડખાં ક્યારેય કોંગ્રેસને ઉપર આવવા નહીં દે એવું લાગે છે. ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં અમદાવાદ અને સુરત જે બન્ને શહેરો કોંગ્રેસ માટે હાઇપ્રોફાઇલ ગણાય છે, આ બન્ને શહેરોમાં ધારે તો કોંગ્રેસ આગામી દિવસોમાં ભાજપાના કાંગરા ખેરવી શકે તેવા અન્ડર કરન્ટ વચ્ચે કોંગ્રેંસી કાર્યકરો એવા બાખડ્યાં કે મામલો છેક દિલ્હી સુધી પહોંચ્યો. અમદાવાદમાં તો 500 જેટલા કોંગ્રેસી કાર્યકરોએ અંદરોઅંદરની લડાઇમાં પાર્ટીને જ રામરામ કરી દીધા છે જ્યારે સુરતમાં કોંગ્રેસીઓ એવા બાખડ્યા કે પ્રદેશ પ્રમુખ અમિતભાઇએ દરમિયાનગીરી કરવી પડી. સુરત કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાને ધક્કો મારીને પાડી દેવાની પેરવીમાંથી ડખો થયો હતો.

અમદાવાદ કોંગ્રેસમાં શું બન્યું 

શહેર કૉંગ્રેસના 500 કાર્યકર્તાઓએ એક સાથે રાજીનામાં આપ્યા હતા. પ્રદેશ કૉંગ્રેસના કાર્યાલય રાજીવ ગાંધી ભવન જઈને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. ચાંદખેડાના કૉંગી નેતાઓ સંગઠનમાં પોતાની બાદબાકીથી નારાજ થતા રોષે ભરાયા હતા. કૉંગ્રેસ સંગઠનમાં પોતાની બાદબાકીથી નારાજ કૉંગ્રેસના નેતાઓ ચાંદખેડાથી રેલી કાઢી હતી. આ રેલીમાં જોડાયેલા કૉંગ્રેસના 500 જેટલા કાર્યકરોએ રાજીવ ગાંધી ભવન ખાતે જઈને રાજીનામાં આપ્યા હતા. લોકસભા ચૂંટણીને અનુલક્ષીને ભાજપ-કૉંગ્રેસમાં પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે, પરંતુ કૉંગ્રેસના 500 કાર્યકર્તાઓના એકસાથે રાજીનામાંથી કૉંગ્રેસને લોકસભા ચૂંટણીમાં મોટો ફટકો પડી શકે તેમ છે. નિમણૂકોમાં વહાલા-દવલાની નીતિ દાખવવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

October 23, 2018
guj.jpg
1min5510

ગુજરાતમાં આ વર્ષે મોટાભાગના તાલુકાઓમાં પૂરતો વરસાદ ન વરસતા તળાવ-નદી નાળા અને ડૅમો ખાલીખમ છે ત્યારે હવે પીવાનાં પાણી અને સિંચાઇ માટે એક માત્ર નર્મદા નીરનો જ મોટો વિકલ્પ બચ્યો છે. અગાઉ કચ્છના તમામ 10 તાલુુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા બાદ આજે વધુ 250 મિ.મી.થી ઓછો સરેરાશ વરસાદ વરસ્યો હોય તેવા તમામ 51 તાલુકાને પણ સરકારે અછતગ્રસ્ત જાહેર કરતા ઉનાળાના દિવસોમાં પરિસ્થિતિ ગંભીર બને તેવી સ્થિતિ સર્જાઇ છે. સરકારે અછતગ્રસ્ત 51 તાલુકાના ખેડૂતો અને પશુપાલકોને તત્કાળ નહીં પણ ડિસેમ્બર મહિનાથી સરકાર સહાય મળશે, કારણ કે સરકારે આગોતરી અછત જાહેર કરી છે. અછતગ્રસ્ત જાહેર કરાયેલા તાલુકાઓમાં કચ્છના તમામ 10, પાટણના આઠ, બનાસકાંઠાના 9, મહેસાણાના ચાર, સુરેન્દ્રનગરના સાત, રાજકોટના બે, મોરબીના ચાર, દેવભૂમિ દ્વારકાના બે, ભાવનગરના એક, અમદાવાદના ત્રણ, જામનગરના બે તાલુકાનો સમાવેશ થાય છે.

અછતગ્રસ્ત 51 તાલુકાના ખેડૂતો અને પશુપાલકોને તત્કાળ નહીં પણ ડિસેમ્બર મહિનાથી સરકાર સહાય મળશે

  • કચ્છના તમામ 10 તાલુુકાને અછતગ્રસ્ત
  • પાટણના 08
  • બનાસકાંઠાના 09
  • મહેસાણાના 04
  • સુરેન્દ્રનગરના 07
  • રાજકોટના 02
  • મોરબીના 04
  • દેવભૂમિ દ્વારકાના 02
  • ભાવનગરના 01
  • અમદાવાદના 03
  • જામનગરના 02

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે સરકારના નિર્ણયની જાહેરાત કરતા કહ્યું હતું કે, રાજ્યમાં 250 મિ.મી. થી ઓછો વરસાદ થયો હોય તેવા તાલુકાઓ અછતગ્રસ્ત જાહેર કરાયા છે. ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ.3000 કરોડ થી વધુ ચુકવણું થશે આનો અમલ પહેલી ડિસેમ્બર-2018 થી થશે. આ 51 અછતગ્રસ્ત તાલુકાઓમાં ખેડૂતોને હેક્ટરદીઠ 6800 રૂપિયા સહાય અપાશે તેમજ વધુમાં વધુ બે હેક્ટર સુધી સહાય ચુકવાશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે 125 મિ.મી. થી ઓછો વરસાદ થયો હોય તેવા તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવાની પદ્ધતિ હતી. કેન્દ્ર સરકારના ધોરણોને અનુસરીને ગુજરાત સરકારે પણ 125 મિ.મી. સુધીના વરસાદને બદલે 250 મિ.મી. થી ઓછો વરસાદ થયો હોય તેવા તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. આ તાલુકાના ગામોમાં ખેડૂતોએ જે વાવેતર કર્યું હોય અને જે ખર્ચ થયું હોય તેમાં ભારત સરકારના ધારાધોરણ મુજબ હેક્ટરદીઠ રૂ.6800 સહાય આપવાનો નિર્ણય કર્યો છે અને વધુમાં વધુ આ સહાય 2 હેક્ટર સુધી ચુકવવામાં આવશે.

તેમણે ઉમેર્યું કે, આ અછતગ્રસ્ત તાલુકાઓમાં પશુપાલકોને પણ ઓછા વરસાદને કારણે ઘાસચારો મેળવવામાં મુશ્કેલી પડતી હોય છે અને પશુ સાચવવાનું મોંઘું પડતું હોય છે તેથી આવા અબોલ પશુઓને સાચવવા અને પશુપાલકોને મદદરૂપ થવા જ્યાં જ્યાં ઢોરવાડા ઊભા કરવામાં આવશે તથા પાંજરાપોળ અને ગૌશાળામાં જે પશુઓ રાખવામાં આવે છે તેમને સાચવવામાં મદદરૂપ થવા માટે ગુજરાત સરકાર દ્વારા પશુદીઠ રૂ.25 ની મદદ કરવામાં આવે છે તેમાં વધારો કરીને મોટા પ્રમાણમાં પશુઓને ઢોરવાડામાં મૂકવામાં આવે ત્યારે તેના સંચાલકોની માંગ આવ્યેથી બે મહિના માટે મોટા પશુદીઠ રૂ.70 ની સહાય આપવામાં આવશે. જેના કારણે જે બે મહિના મોટા પ્રમાણમાં આ સંસ્થાઓ પશુઓને સાચવશે ત્યારે તેમને રૂ.70 ની સહાય મળવાના કારણે તેમનું ભારણ ઘટશે. આ બે મહિના સિવાયના બાકીના સમયમાં હાલ જે રીતે પશુદીઠ રૂ.25 ની સહાય આપવામાં આવે છે એ યથાવત ચાલુ રહેશે. અત્યારે જે પશુપાલકો પોતાના ઘરે ગાય-ભેંસ જેવા પશુઓ રાખે છે તેમને બે રૂપિયા કિલોના ભાવે જે ઘાસ આપવામાં આવે છે તે પ્રમાણે હવે આ અછતગ્રસ્ત જાહેર કરેલા 51 તાલુકાઓમાં પણ પશુદીઠ રૂ. બે કિલોના ભાવે ઘાસ અપાશે. આ અછત રાહતનો અમલ તા.01.12.2018 થી કરવામાં આવશે. આ માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો, પશુપાલકો માટે રૂ.3000 કરોડથી વધુ રકમનો ખર્ચ કરવામાં આવશે.

October 22, 2018
CBI.png
1min6980

CBIમાં બે ઉચ્ચ દરજ્જાના અધિકારીઓ, ડાયરેક્ટર આલોક વર્મા અને નંબર ટુ ગણાતા રાકેશ અસ્થાના વચ્ચે જામેલા યુદ્ધને ઠારવાના પ્રયાસ રૂપે પીએમઓ એ બન્ને અધિકારીઓને મળવા આવવા માટે તેડું મોકલ્યું છે.

ભારતની સર્વોચ્ચ ઇન્વેસ્ટિગેશન એજન્સીમાં પહેલા અને બીજા નંબરના અધિકારી વચ્ચે હાલ ચાલી રહેલા ઓપન વૉરને કારણે સીબીઆઇ સમેત ભારતની સમગ્ર વિશ્વમાં બદનામી થઇ રહી છે. બન્ને ઉચ્ચ દરજ્જાના અધિકારીઓ વચ્ચે આ યુદ્ધ કેવી રીતે શમી શકે એ માટે પીએમ નરેન્દ્ર મોદીએ સીબીઆઈમાં નંબર એક સીબીઆઈ પ્રમુખ અને નંબર બે વિશેષ નિર્દેશક વચ્ચેનો ઝઘડો ઉકેલવા માટે બંને અધિકારીઓને તેડાવ્યા છે. સાથે જ સીબીઆઈએ માંસના વેપારી મોઈન ખાનને ક્લીન ચિટ આપવાના મામલે SIT CBIના ડેપ્યુટી એસપી દેવેન્દ્ર કુમારની ધરપકડ પણ કરી છે.

CBIના પ્રવક્તા અભિષેક દયાળના કહેવા મુજબ વિશેષ નિર્દેશક રાકેશ અસ્થાના, એજન્સીના અધિકારી દેવેન્દ્ર કુમાર, લાંચ આપવામાં મદદ કરનાર મનોજ પ્રસાદ અને તેમના ભાઈ સોમેશ વિરુદ્ધ 15 ઓક્ટોબરે કેસ નોંધાયો છે.

October 22, 2018
surat_district_co_bank_logo.jpg
5min7170

સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેન્કનો વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ તા.૨૨/૧૦/૨૦૧૮ ના રોજ કેદારેશ્વર મંદિર, બારડોલી ખાતે શાનદાર રીતો યોજાયો હતો. આ આ સમારંભમાં ડિસ્ટ્રીકટ બેન્કના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ, વાઇસ ચેરમેન શ્રી સંદીપભાઇ દેસાઇ, મોટીવેશનલ સ્પીકર શ્રી મેહુલ ઠક્કર, બેંકના CA શ્રી મીતિષભાઈ મોદી, ડીરેકટર શ્રી દિલીપભાઈ ભક્ત, શ્રી પ્રભુભાઇ વસાવા, શ્રી અરવિંદભાઈ પટેલ, શ્રી કિરણભાઈ ડાહ્યાભાઈ પટેલ, શ્રી નારણભાઈ દોનવાળા, મેનેજીંગ ડીરેકટર શ્રી ઈન્દ્રસિહ મહીડા અને જેજીએમ શ્રીઓ, એજીએમ શ્રીઓ, બેંક કામદાર સંઘના પ્રમુખશ્રી તેમજ બેંકના સ્ટાફ હાજર રહ્યો હતો. આજે ઇનામ પામનારા તમામને બેંકના પદાધિકારીઓએ બિરદાવતા અનેક શુભેચ્છાઓ આપી હતી.

સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેન્કનો વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમની સાથોસાથ “બ્લડ ડોનેશન” કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં અધિકારીશ્રીઓં, સ્ટાફએ ભાગ લીધો હતો.

કોને કોને ઇનામો મળ્યા