ખેડૂતો ફરી એકવાર સરકારની સામે મોરચો માંડવાની તૈયારીમાં છે. ખેડૂતો ત્રણ નવા ફોજદારી કાયદાને લઈને દિલ્હી તરફ કૂચ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ જાહેરાત કિસાન મજદૂર મોરચા અને સંયુક્ત કિસાન મોરચા દ્વારા કરવામાં આવી છે. આગામી સ્વતંત્રતા દિવસ 15 મી ઓગષ્ટના દિવસે દેશભરમાં ખેડૂતો દ્વારા ટ્રેક્ટર માર્ચની જાહેરાત કરવામાં આવી છે. આ માટે ખેડૂતોને સાંઘુ અને શંભુ સહિત દિલ્હીની સરહદે પહોંચવાની અપીલ કરવામાં આવી છે. ટ્રેક્ટર માર્ચની સાથે નવા ફોજદારી કાયદાની નકલો પણ બાળવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.
ખેડૂત સંગઠનો દ્વાર નિર્ણય લેવામાં આવ્યો છે કે 1 ઓગસ્ટે તેઓ મોદી સરકારની ‘અર્થી’ સળગાવશે. આ દરમિયાન એમએસપી પર કાયદાકીય ગેરંટી માટે જિલ્લા મુખ્યાલય પર પ્રદર્શન કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. ખેડૂત સંગઠનો દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે 15મી ઓગસ્ટે દેશભરમાં ટ્રેક્ટર માર્ચ કાઢવામાં આવશે.
આ પ્રદર્શન દરમિયાન નવા ફોજદારી કાયદાઓની નકલ પણ સળગાવવામાં આવશે. જો કે દેશભના ખેડૂતોને સરકારની નીતિનો વિરોધ કરવા માટેની અપીલ કરવામાં આવી છે. શંભુ બોર્ડર પર ખેડૂતોને રાશન લઈને પહોંચવા લાગ્યા છે. શંભુ બોર્ડર પર ખેડૂતોએ લાંબા સમયથી પડાવ નાખ્યો છે. 31 ઓગસ્ટના રોજ ખેડૂત આંદોલનને 200 દિવસ પૂરા થશે. ખેડૂત સંગઠનોએ આ દિવસે તમામ ખેડૂતોને સરહદ પર પહોંચવાની અપીલ કરી છે. જો કે આ દરમિયાન 15મી સપ્ટેમ્બરે હરિયાણાના જીંદમાં અને 22મી સપ્ટેમ્બરે હરિયાણાના પીપલીમાં ખેડૂતોની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અજય ટેનીએના પુત્ર આશિષ મિશ્રાને આપવામાં આવેલી જામીનની પણ નિંદા કરી હતી. આશિષ પર લખીમપુરમાં ખેડૂતો પર હુમલો કરવાનો આરોપ છે. ખેડૂતોએ કહ્યું કે બોર્ડર ખુલતાની સાથે જ અમે ટ્રેક્ટરમાં માલ ભરીને દિલ્હી જવા રવાના થઈશું.
પંજાબ-હરિયાણા હાઈકોર્ટે પોતાના ચુકાદામાં એક સપ્તાહની અંદર શંભુ બોર્ડર ખોલવાનો આદેશ આપ્યો હતો. તેની મુદ્દત 17 જુલાઈએ પૂર્ણ થઈ હતી, પરંતુ તે પહેલા હરિયાણા સરકારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં ઉઠાવ્યો હતો.
તમને જણાવી દઈએ કે 13 ફેબ્રુઆરીના રોજ પંજાબના ખેડૂતો MSPની કાયદાકીય ગેરંટી સહિત લગભગ 12 માંગણીઓ સાથે દિલ્હી જવા રવાના થયા હતા. પરંતુ હરિયાણા સરકાર દ્વારા પટિયાલા અને અંબાલા વચ્ચે શંભુ બોર્ડર પર તેમનો રસ્તો બંધ કરી દેવાયો છે. ત્યારથી ખેડૂતો શંભુ બોર્ડર પર પડાવ નાખી રહ્યા છે.
બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની વાત પર પૂર્ણ વિરામ લાગી ચૂક્યું છે. લોકસભામાં જેડીયું સાંસદ રામપ્રિત મંડલ દ્વારા પૂછવામાં આવેલ એક પ્રશ્ન જવાબમાં કેન્દ્રીય મંત્રી પંકજ ચૌધરીએ આ વાતનો જવાબ આપ્યો હતો. આ દરમિયાન તેમણે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું હતું કે બિહાર નિર્ધારિત નિયમોનું પાલન કરતું નથી, તેથી તેને વિશેષ રાજ્યનો દરજ્જો આપી શકાય નહીં.
જનતા દળ યુનાઈટેડ (JDU)ના નેતા દ્વારા છેલ્લા ઘણા સમયથી બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની જાહેરાત કરી રહ્યા હતા. જો કે કેન્દ્ર સરકાર દ્વારા આ બાબતે નીતિશ કુમારની પાર્ટીને સ્પષ્ટ જવાબ મળી ચૂક્યો છે. આ બાબતે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં બિહારને વિશેષ રાજ્યના દરજ્જા પર હાલ પૂર્ણવિરામ લાગી ચૂક્યું છે. લોકસભામાં જેડીયું સાંસદ રામપ્રિત મંડલ દ્વારા પૂછવામાં આવેલ એક પ્રશ્ન જવાબમાં કેન્દ્રીય મંત્રી પંકજ ચૌધરીએ આ વાતનો જવાબ આપતા ચોખ્ખા શબ્દોમાં કહી દીધું હતું કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપી શકાય નહીં.
જેડીયું સાંસદ દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય મંત્રી પંકજ ચૌધરીએ જવાબ આપતા કહ્યું હતું કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવો શક્ય નથી. વિશેષ રાજ્યના દરજ્જા માટે અમુક ચોક્કસ નિયમોનું પાલન કરવું પડે છે. બિહાર નિર્ધારિત નિયમોનું પાલન કરતું નથી, તેથી તેને વિશેષ રાજ્યનો દરજ્જો આપી શકાય નહીં. છેલ્લા કેટલાક વર્ષોમાં બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ ઉઠી ચૂકી છે, જો કે બિહારમાં આ માંગ ફરી એકવાર ઉઠી છે.
રવિવારે Dt.21/7/24 દિલ્હીમાં મળેલી સર્વપક્ષીય દળની બેઠકમાં પણ આ મુદો ઉઠ્યો હતો. જેમાં જેડીયુંનાં સાંસદ સંજય ઝાએ બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપીને વિશેષ પેકેજ આપવાની માંગ કરી હતી. બિહારના વિશેષ રાજ્યના દરજ્જાની માંગ નીતિશ કુમાર પણ કરતાં આવ્યા છે, જો કે આ બાબતે આરજેડી વડા લાલુપ્રસાદ યાદવે મુખ્ય પ્રધાન પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે નીતિશ કુમારે રાજીનામું આપી દેવું જોઈએ, અમે બિહાર માટે વિશેષ રાજ્યનો દરજ્જો લઈને રહીશું.
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાતાં પોરબંદરમાં ગઈકાલ સવારે છ વાગ્યાથી લઈને બપોરના ચાર સુધીમાં 22 ઈંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. અતિભારે વરસાદને પગલે નર્મદા, કચ્છ, રાજકોટ, વલસાડ, દ્વારકા, ગીર સોમનાથ સહિતના જિલ્લામાં એક-એક NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. ત્યારે પોરબંદર બાદ જૂનાગઢમાં જળબંબાકાર થતાં તાલુકમાં બે દિવસની અંદરમાં 14 ઈંચ વરસાદ પડ્યો હતો. જેમાં અતિભારે વરસાદને પગલે અનેક ગામોમાં દયનીય પરિસ્થિતિ ઉભી થઈ હતી. જ્યારે આજે (19 જુલાઈ) રાજ્યના 94 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આ સાથે દ્વારકામાં 12 ઈંચથી વધુ વરસાદ પડતા નીચાણવાલા વિસ્તારમાં ફસાયેલા બે વ્યક્તિને NDRFની ટીમે રેસક્યુ કરીને બચાવ્યાં હતા.
કેસોદ તાલુકમાં બે દિવસની અંદરમાં 14 ઈંચ વરસાદ
રાજ્યમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં પોરબંદર જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદે હાહાકાર મચાવી દીધો છે, ત્યારે જૂનાગઢના કેશોદ તાલુકમાં બે દિવસની અંદરમાં 14 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે વંથલીમાં બે દિવસની અંદર 13 ઈંચ પડ્યો છે. આ સાથે મેંદરડામાં સાડા ત્રણ ઈંચ, જૂનાગઢ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સવા ત્રણ ઈંચ, માણાવદરમાં પોણા ઈંચ, માળિયા હાટીનામાં ત્રણ ઈંચ, માંગરોળમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો. તેવામાં વિસાવદર તાલુકામાં સૌથી ઓછો 11 મિ.મી. વરસાદ નોંધાયો હતો.
જૂનાગઢ જિલ્લાના 75 જેટલા રસ્તાઓ બંધ હાલતમાં
રાજ્યમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે પોરબંદર અને જૂનાગઢમાં અતિભારે વરસાદ પડ્યો છે. જેમાં જૂનાગઢ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને પગલે કેટલાય વિસ્તારોમાં પાણી ભરાતા 75 જેટલા રસ્તાઓ બંધ હાલતમાં છે. જ્યારે જૂનાગઢના 62 જેટલા ગામડોમાં વરસાદે ધબડાટી બોલાવી છે.
જિલ્લામાં વરસાદી પરિસ્થિતિને લઈને કલેક્ટરે આપી જાણકારી
હવામાન વિભાગે જૂનાગઢ જિલ્લાને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ, જૂનાગઢમાં અતિભારે વરસાદને પગલે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, ‘ભારે વરસાદને કારણે 75થી વધુ રસ્તાઓ પર પાણી ફરી વળતાં 65 જેટલા ગામડાઓ સંપર્કવિહોણા બન્યા હતા. આ સાથે 14 રૂટ પર એસટી બસ બંધ કરવામાં આવી છે. જ્યારે નવ ડેમો ઓવરફ્લો થતા નીચાણવાળા 53 જેટલા ગામડામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વરસાદની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે.’
દ્વારકામાં આખા દિવસમાં 12 ઈંચ વરસાદ
રાજ્યમાં સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ત્યારે દ્વારકામાં આખા દિવસમાં 12 ઈંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો અને ખેતરોમાં પાણી ભરાયા હોવાથી સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે દ્વારકામાં 12 કલાકના સમયગામાં વીજળીના કડાકા-ભડાકા સાથે કલ્યાણપુર તાલુકામાં છ ઈંચ, ખંભાળિયામાં સાડા ચાર ઈંચ અને ભાણવડમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો.
દ્વારકાના નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ફસાયેલી બે વ્યક્તિનું NDRF ની ટીમે રેસક્યુ કર્યું
ધોધમાર વરસાદને લઈને દ્વારકાના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. આ સ્થિતિમાં ભાટિયા ગામમાં પાણી ફરી વળતા ફસાયેલ બે વ્યક્તિને NDRF ની ટીમે રેસક્યુ કરીને બચાવી લેવામાં આવ્યાં હતા. બીજી તરફ, જિલ્લા કલેક્ટરે વરસાદની ગંભીર પરિસ્થિતિને લઈને સાવચેતી રાખવા સૂચના આપી હતી.
મહિલા એશિયા કપ ટી20 મેચમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટે પરાજય આપ્યો છે. સુકાની હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળ ટીમ ઈન્ડિયાએ સાત વિકેટે જીત મેળવી છે. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી. આ દરમિયાન પાકિસ્તાનની ટીમ 108 રનના સ્કોરે ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ભારતે સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માની મજબૂત બેટિંગના કારણે જીત નોંધાવી હતી. ભારત તરફથી સૌથી વધુ દીપ્તિ શર્માએ ત્રણ વિકેટ લીધી હતી. ભારતે આ ટાર્ગેટ માત્ર 14.1 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો. મહિલા એશિયા કપ 2024માં ભારતીય ટીમની આ પ્રથમ મેચ હતી.
શેફાલી-મંધાનાનું દમદાર પ્રદર્શન
પાકિસ્તાને આપેલા લક્ષ્યનો પીછો કરી રહેલી ભારતીય ટીમ તરફથી સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા ઓપનિંગ કરવા આવ્યા હતા. બંનેએ ભારતે સારી શરૂઆત અપાવી હતી. મંધાનાએ 31 બોલમાં નવ ફોર સાથે 45 રન અને શેફાલીએ 29 બોલમાં છ ફોર અને એક સિક્સ સાથે 40 રન નોંધાવ્યા હતા. દયાલન હેમલતા 14 રન બનાવીને આઉટ થઈ હતી. ત્યારબાદ હરમનપ્રીત કૌર પાંચ રન અને જેમિમા ત્રણ રન બનાવ્યા બાદ અણનમ રહી હતી.
ભારતે પાકિસ્તાનને 108 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. પાકિસ્તાન તરફથી અમીને સૌથી વધુ 35 બોલમાં 25 રન બનાવ્યા હતા. ફાતિમા સનાએ 16 બોલમાં એક પોર અને બે સિક્સની મદદથી અણનમ 22 રનની ઇનિંગ રમી હતી. હસને 19 બોલમાં ત્રણ ફોર સાથે 22 રન નોંધાવ્યા હતા. બાકીની તમામ ખેલાડીઓ નબળું પ્રદર્શન કર્યું હતું.
દીપ્તિની ત્રણ વિકેટ
આજની મેચમાં ભારતીય બોલર દીપ્તી શર્માએ દમદાર બોલિંગ કરી હતી. તેણે ચાર ઓવરમાં 20 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. દીપ્તિએ પાકિસ્તાનની કેપ્ટન નિદાનને માત્ર આઠ રને પેવેલીયન ભેગી કરી દીધી હતી, જ્યારે હસનને 22 રને આઉટ કરી હતી. ભારત તરફથી રેણુકા સિંહ, શ્રેયંકા પાટીલ અને પૂજાએ 2-2 વિકેટ ખેરવી હતી.
દુનિયાભરની એરલાઇન્સને લગતા સર્વરમાં મોટી ખામીના અહેવાલ સામે આવ્યા હતા. માહિતી અનુસાર ટેક્નિકલ ખામીને કારણે વિમાનોના સંચાલનમાં તકલીફ ઊભી થઈ છે. અનેક કંપનીઓના વિમાનો ઉડાન ભરી શકી રહ્યા નથી.
માઈક્રોસોફ્ટના સર્વર ડાઉનને કારણે સૌથી વધુ અસર અમેરિકામાં થઈ છે, અત્યાર સુધીમાં 200થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. આ ઉપરાંત વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીના એક સિંગાપોરના ચાંગી એરપોર્ટ પર ચેક-ઈન પ્રક્રિયા મેન્યુઅલી શરૂ કરવામાં આવી રહી છે. હાલ 74 ટકા યુઝર્સને માઇક્રોસોફ્ટના સ્ટોરમાં લોગિન કરવામાં મુશ્કેલી પડી રહી છે. તો 26 ટકા યુઝર્સને માઇક્રોસોફ્ટ એપમાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
કયા કયા દેશોમાં કેવી કેવી ખામીઓ સર્જાઈ ?
માઈક્રોસોફ્ટ આઉટેજને કારણે અનેક દેશોની એરલાઈન્સ સેવા ખોરવાઈ ગઈ છે. જેમાં સ્પેનિશ હવાઈ સેવાઓને પણ અસર થઈ છે. તો ઓસ્ટ્રેલિયાની ન્યૂઝ ચેનલ એબીસીના પ્રસારણને પણ અસર થઈ છે. ત્યારે સ્પાઇસજેટે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે અમે હાલમાં અમારા સેવા પ્રદાતા સાથે ટેકનિકલ પડકારોનો અનુભવ કરી રહ્યા છીએ, જે બુકિંગ, ચેક-ઇન અને બુકિંગ કાર્ય સહિતની ઓનલાઈન સેવાઓને અસર કરી રહી છે. આ કારણે, અમે એરપોર્ટ પર મેન્યુઅલ ચેક-ઇન અને બોર્ડિંગ પ્રક્રિયાઓ સક્રિય કરી છે.
દક્ષિણ આફ્રિકાની સૌથી મોટી બેંક પ્રભાવિત
હાલમાં આ ટેક્નિકલ ખામીને કારણે બ્રિટિશ રેલ્વેએ તેની તમામ સેવાઓ બંધ કરી દીધી છે. ઈન્ડિગોએ કહ્યું છે કે હાલમાં અમારી સિસ્ટમ્સ માઈક્રોસોફ્ટ આઉટેજથી પ્રભાવિત છે, જે અન્ય કંપનીઓને પણ અસર કરી રહી છે. આ સમય દરમિયાન, બુકિંગ, ચેક-ઇન, તમારા બોર્ડિંગ પાસની તેમજ ઍક્સેસ અને કેટલીક ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ શકે છે. ભારતની રાજધાની દિલ્હી એરપોર્ટ પર ઓનલાઈન સેવાઓ ઠપ થઈ ગઈ છે. અને સર્વરની ખામીને કારણે સેવાઓ પ્રભાવિત થઈ છે. દક્ષિણ આફ્રિકાની સૌથી મોટી બેંક કેપિટેક પણ આ સમસ્યાથી પ્રભાવિત થઈ છે.
યુરોપમાં રાયનએરે કહ્યું છે કે નેટવર્કની ખામીને કારણે ફ્લાઇટ્સ સંચાલનને અસર થઇ છે. મુસાફરોને ફ્લાઇટમાં સવાર થતાં પહેલાં રાયનએર એપ પર ફ્લાઇટ્સના અપડેટ્સ ચકાસતા રહેવા કહેવાયું છે. બ્રિટનમાં રેલવે સિસ્ટમ પણ પડી ભાંગી છે. માઈક્રોસોફ્ટ આઉટેજના કારણે રેલવે કંપનીઓએ મુસાફરોને કહ્યું છે કે તેઓને ચાલતી ટ્રેનોમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આઉટેજને કારણે સ્કાય ન્યૂઝ ચેનલ બંધ કરવી પડી હતી. લંડન સ્ટોક એક્સચેન્જમાં પણ કામકાજ બંધ થઈ ગયું છે.
માઈક્રોસોફ્ટમાં ગ્લોબલ ટેકનિકલ ખામી સર્જાતા ઓસ્ટ્રેલિયા સરકાર હરકતમાં આવી છે. સરકારે આ મુદ્દે ઈમરજન્સી બેઠક બોલાવી છે. મહત્ત્વનું છે કે ઓસ્ટ્રેલિયામાં પણ એરલાઈન્સ, સુપર માર્કેટ, મોલ અને મીડિયા સેવાઓ પર અસર થઈ છે. અહીં ABC ન્યૂઝ ચૅનલમાં ખામી સર્જાતા બંધ થઈ હતી.
અમે સેવાઓમાં સતત સુધારો કરી રહ્યા છીએ : માઈક્રોસોફ્ટ
સર્વરમાં ખામીન પર માઈક્રોસોફ્ટનું મોટું નિવેદન સામે આવ્યું. માઈક્રોસોફ્ટે કહ્યું કે અમે સેવાઓમાં સતત સુધારાના પ્રયાસો કરી રહ્યા છીએ. અમને આ ખામીની જાણ થઈ છે. અનેક ટીમ કામે લાગી છે. અમે આ ખામીનું કારણ જાણવાના પ્રયાસો પણ કરી રહ્યા છીએ.
અમેરિકાની ફ્રન્ટિયર એરલાઇન્સ સૌથી વધુ પ્રભાવિત
માઈક્રોસોફ્ટના સર્વરમાં ખામીને લીધે અમેરિકાની ફ્રન્ટિયર એરલાઇન સૌથી વધુ પ્રભાવિત થઇ છે. તેણે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું કે સર્વરમાં ખામીને લીધે 131 ફ્લાઈટો રદ કરવામાં આવી છે. જ્યારે 200થી વધુ ફ્લાઈટ મોડી પડી હતી. આ ખામીને લીધે અમેરિકાની ઈમરજન્સી સર્વિસને પણ અસર થઇ હતી.
વિશ્વની જાણીતી ટીવી ન્યૂઝ ચેનલ પણ બંધ થઈ
માઈક્રોસોફ્ટની આ એરરને કારણે બ્રિટનની જાણીતી સ્કાય ન્યૂઝ પણ ઓફ એર થઈ ગઈ હતી. તો બીજી બાજુ લંડન સ્ટોક એક્સ્ચેન્જમાં પણ આ એરરને કારણે ટેકનિકલ ખામી સર્જાતા અસર થઈ છે. જ્યારે ઓસ્ટ્રેલિયા અને અમુક અન્ય દેશોમાં સુપર માર્કેટ અને મોલમાં પણ સેવાઓ પ્રભાવિત થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે.
કયા કયા ક્ષેત્રો પર અસર થઇ?
આ ખામી ક્યારે સર્જાઈ?
આ ખામી તાજેતરની ક્રાઉડ સ્ક્રાઈક અપડેટ બાદ આવી છે. તેમાં ખામી સર્જાતા મોટી સંખ્યામાં લોકોને અસર થઈ છે. માઈક્રોસોફ્ટે આ મામલે જાણકારી શેર કરી હતી. શુક્રવારે સવારે તેની ક્લાઉડ સર્વિસિઝ અવરોધિત થવાને કારણે દુનિયાભરમાં અનેક વિસ્તારોમાં ખામી સર્જાઈ હતી. તેના કારણે એરલાઈન્સની ઉડાનો પ્રભાવિત થઇ હતી. ભારત, અમેરિકા સહિત અનેક દેશોમાં વિમાનોની ઉડાનો પર આ આઉટેજની અસર દેખાઈ.
કયા કયા દેશોમાં અસર થઇ?
અમેરિકાના અનેક ભાગોમાં ઈમરજન્સી સેવા 911 ને અસર થઈ છે. અમેરિકા ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને જર્મનીમાં પણ બેન્કિંગ, ટેલીકોમ, મીડિયા આઉટલેટ અને એરલાઈન્સની સેવાઓ પ્રભાવિત થઈ છે. ઓસ્ટ્રેલિયાના નેશનલ સાઈબર સિક્યોરિટી કોઓર્ડિનેટરે કહ્યું કે દેશમાં આજે બપોરે મોટાપાયે અનેક કંપનીઓની સેવાઓ પ્રભાવિત થઇ હતી.
ભારત અને અમેરિકા સહિત દુનિયાભરની અનેક એરલાઇન્સ વિમાન સેવાઓ ઠપ થઈ ગઈ છે. માઈક્રોસોફ્ટના સર્વરમાં ખામીઓને કારણે ઉડાન સેવાઓ પ્રભાવિત થઈ છે. અનેક કંપનીઓના વિમાન ઉડાન ભરી શકી રહ્યા નથી. સ્પાઈસજેટ અને ઈન્ડિગોએ પણ આ પ્રકારની સમસ્યાનો હવાલો આપ્યો હતો. ફક્ત વિમાન સેવાઓ જ નહીં પણ અનેક દેશોમાં બેન્કિંગ સેવાઓથી લઈને ટિકિટ બુકિંગ અને સ્ટોક એક્સચેન્જ ઉપર પણ અસર થઇ છે.
ક્રાઉડ સ્ટ્રાઈકે ભૂલ સ્વીકારી!
માહિતી અનુસાર ક્રાઉડ સ્ટ્રાઈકે ભૂલ સ્વીકારી હતી અને તે આ ખામીની તપાસ કરી રહી છે. આ મામલે વધુ માહિતી આપતા જણાવ્યું કે અમને આ એરરની માહિતી મળી છે. તે વિન્ડોઝની મોટાભાગની સિસ્ટમમાં દેખાઈ રહી છે. ઘણાં યૂઝર્સ તેના વિશે ફરિયાદ કરી રહ્યા છે. આ ખામીને કારણે લાખો યૂઝર્સ પ્રભાવિત થયા છે. અનેક યૂઝર્સ ફરિયાદ કરી રહ્યા છે કે તેમની સિસ્ટમ કાં તો શટડાઉન થઈ છે કે પછી તેમને બ્લૂ સ્ક્રિન દેખાઈ રહી છે. તેની અસર પ્રમુખ બેન્ક, ઈન્ટરનેશનલ એરલાઈન્સ, જીમેઈલ, એમેઝોન અને બીજી ઈમરજન્સી સર્વિસ પર થઇ રહી છે.
શું છે આ ખામીનું કારણ?
માહિતી અનુસાર સાઈબર સિક્યોરિટી પ્લેટફોમર્ ક્રાઉડ સ્ટ્રાઈકમાં ખામીને કારણે સેવાઓ પ્રભાવિત થઈ છે. ઈન્ડિગો અને સ્પાઈસજેટ જેવી એરલાઈન્સ કંપનીઓ કહે છે કે સર્વરમાં ખામીને કારણે જ સેવાઓ ઠપ છે. એરપોર્ટ પર ચેક ઈન અને ચેક આઉટ સિસ્ટમ ઠપ થઈ ગઇ છે. બુકિંગ સેવા પણ પ્રભાવિત થઇ છે. જેના લીધે સૌથી વધુ અમેરિકન વિમાન સેવા પર અસર થઇ છે.
શ્રીલંકાના આગામી પ્રવાસ માટે પસંદગી સમિતિએ ગુરુવારે ભારતની ટીમની જાહેરાત કરી હતી. T-20 ક્રિકેટ માટે કેપ્ટનની પસંદગી ટીમ મેનેજમેન્ટ માટે એક મોટો પડકાર હતો પરંતુ હવે તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકાઇ ગયું છે. સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સૂર્યકુમાર યાદવને વર્ષોથી ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઈની આગેવાની કરવાનો અનુભવ છે.
હાર્દિક પંડ્યાને નુકસાન
ભારત તાજેતરમાં જ T20 વર્લ્ડકપમાં ચેમ્પિયન બન્યું એમાં હાર્દિક પંડ્યા ઉપકપ્તાન હતો. કેપ્ટન રોહિત શર્માએ હવે ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી દીધી છે. જેથી લાગતું હતું કે હાર્દિક પંડ્યાને આગામી સમયમાં ક્રિકેટના ટૂંકા ફોરમેટમાં કેપ્ટન બનાવવામાં આવશે અને આગામી ટી-20 વર્લ્ડકપની તૈયારી શરૂ કરાશે, પરંતુ ક્રિકેટ ફેન્સની આ તમામ ગણતરી ઊંધી પડી અને સૂર્યકુમાર યાદવને કેપ્ટન્સી સોંપવામાં આવી છે.
શ્રીલંકાના આગામી પ્રવાસ માટે પસંદગી સમિતિએ ગુરુવારે ભારતની ટીમની જાહેરાત કરી હતી. T-20 ક્રિકેટ માટે કેપ્ટનની પસંદગી ટીમ મેનેજમેન્ટ માટે એક મોટો પડકાર હતો પરંતુ હવે તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકાઇ ગયું છે. સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સૂર્યકુમાર યાદવને વર્ષોથી ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઈની આગેવાની કરવાનો અનુભવ છે.
હાર્દિક પંડ્યાને નુકસાન
ભારત તાજેતરમાં જ T20 વર્લ્ડકપમાં ચેમ્પિયન બન્યું એમાં હાર્દિક પંડ્યા ઉપકપ્તાન હતો. કેપ્ટન રોહિત શર્માએ હવે ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી દીધી છે. જેથી લાગતું હતું કે હાર્દિક પંડ્યાને આગામી સમયમાં ક્રિકેટના ટૂંકા ફોરમેટમાં કેપ્ટન બનાવવામાં આવશે અને આગામી ટી-20 વર્લ્ડકપની તૈયારી શરૂ કરાશે, પરંતુ ક્રિકેટ ફેન્સની આ તમામ ગણતરી ઊંધી પડી અને સૂર્યકુમાર યાદવને કેપ્ટન્સી સોંપવામાં આવી છે.
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામે ગુજરાત ATS એ રેડ કરીને 51 કરોડ રૂપિયાનો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં પતરાના શેડમાં છેલ્લા 1 મહિનાથી મેફેડ્રોન બનાવવામાં આવતું હતું. જેમાં આરોપી દ્વારા એક મહિનામાં ચાર કિલો મેફેડ્રોન ડ્રગ્સ બનાવીને મુંબઈમાં વહેંચવામાં આવ્યું હતું. જ્યારે ATS એ ત્રણ આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રિમાન્ડ માટે મોકલવાની કામગીરી હાથ ધરી છે.
ATS એ 51.409 કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યો
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામમાં દર્શન ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ પતરાના શેડ ખાતે ગુજરાત ATS ના 2 PI, 5 PSI સહિતની ટીમ રેડ મારી હતી. ATS દ્વારા રેડ મારતાં જાણવા મળ્યું હતું કે, પતરાના શેડમાં આરોપી દ્વારા ડ્રગ્સનું બનાવવામાં આવતું હતું. જેમાં ATS દ્વારા 4 કિલો મેફેડ્રોન અને 31.409 કિલો લિક્વિડ મેફેડ્રોનનો કુલ 51.409 કરોડનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ સાથે મેફેડ્રોનનું ગેરકાયદેસર ઉત્પાદન કરતાં પતરાનો શેડ ભાડે રાખી ડ્રગ્સ બનાવતા સુનીલ યાદવ, વિજય ગજેરા અને હરેશ કોરાટ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
મેફેડ્રોન બનાવવા માટે આરોપીએ છેલ્લા એક મહિનાથી પતરાના શેડની જગ્યા 20 હજાર રૂપિયામાં ભાડે રાખી હતી. ત્રણેય આરોપી માંથી એક ઇલેક્ટ્રિકલ એન્જિનિયર રો- મટીરિયલના આધારે મેફેડ્રોન તૈયાર કરતો હતો. જેમાં આરોપી દ્વારા છેલ્લા એક મહિનાના સમયગાળાની અંદરમાં જ ચાર કિલો મેફેડ્રોનનો જથ્થો બનાવીને મુંબઈના સલીમ સૈયદને મોકલવામાં આવ્યો હતો. બીજી તરફ, ATS ની ટીમ દ્વારા મુંબઈના સલીમને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
કરોડો રુપિયાના મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો પકડાવાના કેસમાં ATSના DySP એસ.એલ ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘ભાડે રાખેલા પતરાના શેડમાં મોટાપાયે મેફેડ્રોન બનાવવામાં આવતા હોવાથી માલિકની પૂછપરછ કરવામાં આવશે.’
ભારતીય ટીમના ક્રિકેટર હાર્દિક પંડ્યા અને બોલિવૂડની અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક વચ્ચે છૂટાછેડા થઈ ગયા છે. આ અંગે બંનેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જાહેરાત કરી છે અને નેગેટિવિટીથી બચવા માટે કોમેન્ટ સેક્શન પણ બંધ કરી દીધું છે. બંને વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી અણબનાવ ચાલી રહ્યો હોવાના અહેવાલો સામે આવ્યા હતા. તાજેતરમાં જ નતાશા તેના પરિવારના ઘરે જતી રહી હતી. આ ઉપરાંત અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં પણ હાર્દિક એકલો મસ્તી કરતા જોવા મળ્યો હતો.
આ પહેલા નતાશાએ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી હતી, જેમાં તેણે લખ્યું હતું કે, ‘હોમ સ્વીટ હોમ’. આ પોસ્ટમાં એક કાર દેખાઈ રહી છે અને આ ઘર વિદેશનું હોવાનું જણાઈ આવે છે. અર્થાત નતાશા તેના સર્બિયાના ઘરની વાત કરી રહી છે. તેની બીજી સ્ટોરીમાં તેનો અને હાર્દિક પંડ્યાનો પુત્ર અગત્સ્ય દેખાય છે. સાથે તેનું એક પેટ એટલે કે પાલતુ શ્વાન દેખાય છે. આ સ્ટોરીમાં તેણે માસા એવું લખીને સફેદ હાર્ટ રાખ્યું છે અને ત્રીજી સ્ટોરીમાં તેણે અગત્સ્યને ભેટીને હેપી બર્થ ડે વિશ કર્યું છે. જો કે અગત્સ્યનો જન્મદિવસ 30 જુલાય છે.
હવે પુત્રની દેખભાળ કોણ કરશે?
હાર્દિકે પુત્રની દેખભાળ અંગે લખ્યું છે કે, ‘અમે અમારા જીવનમાં પુત્ર અગસ્ત્યને મેળવીને ભાગ્યશાળી છીએ. અમારો પુત્ર અમારી જિંદગીનો હંમેશા આધાર રહેશે. અમે બંને તેની દેખભાળ કરીશું. પુત્રને દુનિયાની બધી જ ખુશીઓ મળે તેની ખાતરી કરવા અમે પૂરો પ્રયાસ કરીશું અને તેની ખુશી માટે અમે જે કંઈ કરી શકીએ તે કરીશું. અમે આશા રાખીએ છીએ કે, આ મુશ્કેલ સમયમાં તમારો સપોર્ટ મળશે અને અમારી પ્રાઈવસી સમજશો.’
હાર્દિક-નતાશાએ 2020માં કર્યા હતા લગ્ન
ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યાએ 2020માં દુબઈમાં નતાશાને પ્રપોઝ કર્યું હતું. બાદમાં 31 મે, 2020માં બંનેના લોકડાઉનમાં લગ્ન થયા હતા. બંનેએ હિન્દુ અને વેસ્ટર્ન બંને વિધિ પ્રમાણે લગ્ન કર્યા હતા. 30 જુલાઈના રોજ પુત્ર અગસ્ત્યનો જન્મ થયો હતો. જેનું નામ અગત્સ્ય રાખવામાં આવ્યું હતું.
ધી સૂરત પીપલ્સ કો ઓપ બેન્ક ના એમ. ડી. / સી. ઈ. ઓ. ડો. જતીન નાયક ની નિમણુંક દિલ્હી સ્થિત નેશનલ કાઉન્સિલ ઓફ કો ઓપરેટીવ ટ્રેનિંગ દ્વારા ચાલતા અભ્યાસક્રમ નક્કી કરવા માટેની કમિટીમાં કરવામાં આવી છે.
નેશનલ કાઉન્સિલ ફોર કોઓપરેટીવ ટ્રેનિંગના મુખ્ય સચિવ મોહનકુમાર મિશ્રાએ નિમણુંક અંગેનો પત્ર ડો. જતીન નાયકને પાઠવ્યો છે અને પહેલી મિટીંગ માટે નવી દિલ્હી તેડાવ્યા છે. ઊચ્ચ શૈક્ષણિક કારકિર્દી ધરાવતા સુરતની પીપલ્સ કો.ઓ. બેંકના એમડી અને ચીફ એક્ઝિક્યુટિવ ડો. જતીન નાયક હાલમાં ત્રણ યુનિવર્સીટીઓના બોર્ડ ઓફ સ્ટડીસના પણ મેમ્બર છે. સુરત પીપલ્સ બેન્કના બોર્ડ ઓફ ડિરેકટર્સ અને કર્મચારીઓએ એમની આ સિધ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે. અને આવી દિર્ઘર્દષ્ટી તેમજ કર્તવ્યનિષ્ઠ વ્યકિત મેળવવા બદલ સંસ્થા ખૂબ જ ગર્વની લાગણી અનુભવે છે.
અનુમોદન અને સ્વીકારની અપેક્ષા જ માણસને દુઃખી કરે છે – થર્સ-ડે થોર્ટ
જીવનનું રૂપાંતરણ એ જ ગીતાજીનું કેન્દ્રબિંદુ છે.
માણસનું મન દલા તરવાડી જેવું છે. પોતાની રીતે જ જીવવા મન બનાવી લે છે. – કાનજી ભાલાળા
માણસ પોતે જ પોતાનો વકીલ છે જે હંમેશા નિષ્ફળતાનો બચાવ કરે છે. – ડો. બાલુભાઈ શેલડીયા
બીજાની ઈર્ષા કરવી તે વિકૃતિ છે – ડો. બાલુભાઈ શેલડીયા
શુદ્ધિકરણ અને ઉર્ધ્વીકરણએ સુખી થવાનો ખરો રસ્તો છે. – કાનજી ભાલાળા
સુખાકારી માટે લોકોને જીવનની નવી દિશા આપવા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે નવા વિચારનું વાવેતર કરવામાં આવે છે. તા. ૧૮/૦૭/૨૪ ના રોજ વરાછા બેંક ઓડીટોરીયમ ખાતે યોજાયેલ ૭૦માં થર્સ-ડે થોર્ટ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખશ્રી કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, આપણા વ્યક્તિત્વને નીખારીએ તો જ સુખનો અહેસાસ થઈ શકે. જયારે કોઈપણ પ્રકારનું અભિમાન જ માણસનું પતન કરે છે. માનસીક રીતે માણસ, માણસ સાથે અથડાય છે. ત્યારે દુઃખોના તણખા શરૂ થાય છે. માણસનું મન દલા તરવાડી જેવું છે. પોતે જ પોતાનો વકીલ છે. અને પોતે જ પોતાનો ન્યાયધીશ બની પોતાની રીતે જીવવા મન બનાવી લે છે. પરિણામ જીવનમાં સુધારો થતો જ નથી. કોઈ દોષ હોય, કોઈ ભૂલ હોય કે કોઈ ઘરના હોય વ્યક્તિ હંમેશા દોષનો ટોપલો બીજા ઉપર નાખતો હોય છે. માણસ પોતે જ સાચો છે. હું કહું તેમ જ થાય તે જ બરાબર છે. આવું માનતો વ્યક્તિ હંમેશા બીજાના અનુમોદનની અપેક્ષા રાખે છે. અપેક્ષા પ્રમાણે અનુમોદન ન મળે ત્યારે માણસ દુઃખી થાય છે.
નવો વિચાર આપતા કાનજીભાઈ ભાલાળા એ જણાવ્યું હતું કે, અનુમોદન અને સ્વીકારની અપેક્ષા જ માણસના દુઃખોનું કારણ બને છે. સોશીયલમિડિયામાં મુકેલી પોસ્ટને લાઈક અનુમોદન ન મળે તો પણ માણસ દુઃખી થાય છે, આજે જે માણસ પાસે બધુ જ છે તેને પણ મોજ નથી. જયારે માણસ પોતાની મર્યાદા અને ભૂલોના અસ્વીકાર કરે છે. ત્યારે તેની પ્રગતિ અટકે છે. હંમેશા મર્યાદા સ્વીકારી સતત સુધરતા રહેવુ તે જ ખરૂ જીવન છે. શુદ્ધિકરણ અને ઊર્ધ્વીકરણ જ સુખી થવાનો ખરો રસ્તો છે. આપણે બીજાના દુઃખે દુઃખી થઈએ છીએ પરંતુ બીજાના સુખે સુખી થઈ શકતા નથી. આ ઈર્ષા ભાવ જ માણસને મોટું નુકશાન કરે છે. બીજાની ઈર્ષા કરવી તે વિકૃતિ છે. જે માણસને દુઃખી કરે છે.
કોલેજના નિવૃત આચાર્ય અને લેખક તથા ચિંતક એવા ડો. બાલુભાઈ એમ. શેલડીયા એ જણાવ્યું હતું કે, માણસ હંમેશા પોતાની જાતનો બચાવ કરતો હોય છે. કોઈ જગ્યાએ જવામાં મોડા પડે તો ટ્રાફિકનો દોષ, ઠેસ લાગે તો પથ્થરનો દોષ, દરેક કાર્યમાં પોતાની નિષ્ફળતાનો ટોપલો બીજા ઉપર ઢોળવામાં આવે છે. તેમને જણાવ્યું હતું કે, આપણે રસ્તામાં ખોવાયેલી નદી જેવા છીએ. આપણે સંયમના કિનારાને સ્વીકારવા તૈયાર જ નથી.. તેને કારણે દુઃખી છીએ. કોઈ પણ ભૂલ કે દોષની જવાબદારી સ્વીકારવા તૈયાર નથી પરિણામે આપણામાં સુધારો થતો નથી. પ્રથમ કોઈ ભૂલ કે ખામી દુર કરવી તે શુદ્ધિકરણ અને પછી હંમેશા વિકસતુ રહેવું તે ઊર્ધ્વીકરણ છે. જીવનમાંથી વાસનાને દુર કરવી એ શુદ્ધિકરણ અને જીવનને સમદ્રષ્ટી સાથે એક કરી દેવું એ ઊર્ધ્વીકરણ. શુદ્ધિકરણ અને ઊર્ધ્વીકરણ સુખી થવાન રસ્તા છે. પોતાની પાસે નથી તે જોઈએ છે. પરંતુ બીજાની પાસે હોય તો તેની ઈર્ષા કરીએ છીએ.
આ વિરોધાભાસ માણસને વિક્ષિપ્ત કરે છે. ખરેખર દુનિયા વિરાટ પાગલખાનામાં રૂપાંતરિત થઈ રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભૂલ નો અસ્વીકાર અને મર્યાદા ના ડરથી પ્રગતિ અવરોધાય છે. જાહેરમાં નહીં, તો કંઈ નહીં પણ માણસે મનમાં પોતાની ભૂલ નો સ્વીકાર કરવો જોઈએ. આપણી ભૂલને સ્વીકારવા ને બદલે એ ભૂલ માટે આપણે બીજાનું અનુમોદન માંગીએ છીએ. જસ્ટિફીકેશન આપીને ભૂલો ને આભૂષણ પહેરાવીએ છીએ એનું નામ માલએડજસ્ટમેન્ટ એટલે કુસુમાયોજન. આપણા કર્મો જ આપણા સુખ-દુઃખનું કારણ છે. આપણે જે કંઈ પણ છીએ તે સ્વયં આપણા જ કર્મોનું ફળ છે. બાહ્ય પરિસ્થિતિનું પરિવર્તન કરીને ક્યારેય આપણે સુખી થઈ શકીએ નહીં. પરંતુ સત્યની શોધ કરવાને બદલે પોતાની જ માન્યતાને સાચી માનવી એ પ્રગતિને રોકે છે. સફળતા માટે પરિવર્તન સ્વીકારવું અનિવાર્ય છે. જે કુદરતના ઉત્ક્રાંતિના નિયમને પ્રતિબિંબિત કરે છે. આપણી જાતને રૂપાંતરણ કર્યા વગર આ સંસારમાં સુખી થવું તે અશક્ય છે. સ્થગિતતા નું બીજું નામ એટલે મૃત્યુ. જ્યારે જીવનનું રૂપાંતરણ એ જ ગીતાનું કેન્દ્રબિંદુ છે
રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર પટેલ બોર્ડીંગના પ્રમુખ અને રાજકોટ પીપલ્સ કો-ઓપરેટીવ બેન્કના સ્થાપક ચેરમેન શ્રી શામજીભાઈ ખુંટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ હંમેશા નીડરતાથી જીવ્યા છે. તેમનું સૂત્ર છે કે, “જીવવું તો ડરવુ નહિ અને ડરવુ તો જીવવુ નહિ”. શ્રી શામજીભાઈ ખુંટ તથા તેમના પત્ની ભગવતીબેનનું ખાસ અભિવાદન કરવામાં આવ્યું હતું. ગત ગુરુવારનો વિચાર રજુ કરતા અંકીતભાઈ બુટાણીએ જણાવ્યું હતું કે, “જીવનને નીરોગી રાખવું તે આપણી પ્રાથમિક ફરજ છે”. કાર્યક્રમનું સંચાલન હાર્દિક ચાંચડે તથા વ્યવસ્થા વરાછા બેંકની ટીમ અને યુવાટીમે સંભાળી હતી.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.