CIA ALERT

શિક્ષણ સર્વદા Archives - Page 9 of 53 - CIA Live

June 4, 2022
cia_edu-1280x925.jpg
4min1164

ધો.12 કોમર્સનું 86.01% પરીણામ: ગુજરાતમાં પહેલી વખત બન્યું: 1,44,198 છોકરાઓ સામે 1,47,089 છોકરીઓ પાસ થઇ!!

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આજે તા.4 જૂને ધો.12 સામાન્ય પ્રવાહનું પરીણામ 86.91 ટકા જેટલું ઉદાર આપ્યું છે. પરીણામને જોતા જ શિક્ષણશાસ્ત્રીઓએ એક સૂરમાં કહ્યું કે કોરોના સમયગાળામાં 11-12 કોમર્સ બે વર્ષના અભ્યાસ પૈકી દોઢ વર્ષ ઓનલાઇન અભ્યાસ કરીને 12 સામાન્ય પ્રવાહમાં પાસ થયેલા વિદ્યાર્થીઓએ લાઇફમાં કંઇક બનવા માટે સ્પેશયલ કરવું પડશે.

આદિવાસી જિલ્લા ડાંગનું પરીણામ તમામ જિલ્લાઓમાં સૌથી વધુ

ગુજરાતના ઓવરઓલ પરીણામની વાત કરીએ તો કુલ 3.35 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 2.91 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી જિલ્લા ગણાતા ડાંગના સુબિરનું પરીણામ 100 ટકા આવ્યું છે. જે સમગ્ર રાજ્યના 488 પરીક્ષા કેન્દ્રોમાં સૌથી વધુ છે. સમગ્ર ડાંગ જિલ્લામાં એકપણ વિદ્યાર્થી એ-વન ગ્રેડમાં સ્થાન પામ્યો નથી પણ હકીકત એ પણ છે કે આ કેન્દ્રમાંથી પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ પાસ થતા સમગ્ર રાજ્યમાં 100 ટકા પરીણામ ધરાવતું કેન્દ્ર સુબિર બન્યું છે અને સમગ્ર રાજ્યમાં સૌથી વધુ પરીણામ ધરાવતો જિલ્લો પણ ડાંગ બન્યો છે. ડાંગનું પરીણામ 95.41 ટકા આવ્યું છે. સૌથી વધુ એ-વન ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ સુરત શહેર જિલ્લાના છે. આ જિલ્લામાંથી 643 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ હાંસલ કર્યો છે. સુરત પછી રાજકોટમાંથી 402 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડમાં પરીણા મેળવ્યું છે.

છોકરાઓ કરતા છોકરીઓ વધુ પાસ થઇ

ધો.12 સામાન્ય પ્રવાહમાં 2022માં ઇતિહાસ રચાયો છે. બોર્ડમાં પહેલી વખત એવું નોંધાયું છે કે છોકરાઓની સંખ્યા કરતા છોકરીઓની સંખ્યા વધુ છે. સમગ્ર રાજ્યમાંથી કુલ 1,42,904 વિદ્યાર્થીઓ પાસ થયા છે જેની સામે 1,45,760 વિદ્યાર્થિનીઓ પાસ થઇ છે. સામાન્ય પ્રવાહના ત્રણેય વિભાગમાં ઓવરઓલ પરીણામ પર નજર કરીએ તો 1,44,198 છોકરાઓ સામે 1,47,089 છોકરીઓ પાસ થઇ છે.

સુરત શહેર જિલ્લાનું પરીણામ 87.52 ટકા

સુરત શહેર જિલ્લાનું ધો.12 કોમર્સનું પરીણામ 87.52 ટકા આવ્યું છે. સુરત શહેર જિલ્લામાંથી 38551 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 643 એ-વન ગ્રેડ, 4382 એ-ટુ ગ્રેડ, 7521 બી-વન ગ્રેડ, 8995 બી-ટુ ગ્રેડ, 8128 સી-વન ગ્રેડ, 3813 સી-ટુ ગ્રેડ અને 255 વિદ્યાર્થીઓ ડી ગ્રેડમાં પાસ થયા છે.

સુરતમાં આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સે ઇતિહાસ રચ્યો, 209 A-1 Grade – CiA Live News Web…

ગુજરાતના ધો.12 સામાન્ય પ્રવાહના પરીણામમાં સુરતની આશાદીપ સ્કુલના પરીણામે ન ભૂતો ન ભવિષ્યતિ પરીણામ હાંસલ કર્યું છે. સમગ્ર રાજ્યમાં એ-વન ગ્રેડની બોલબાલા ચાલી રહી છે. આવી સ્થિતિમાં સુરતની આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સના 205 વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડમાં પરીણામ હાંસલ કરી લાવ્યા છે. આ પરીણામનો તુલનાત્મક અભ્યાસ કરીએ તો ગુજરાતના કુલ 31 જિલ્લાઓમાં સુરત અને રાજકોટના બાદ કરતા બાકીના તમામ 31 જિલ્લાઓ અને બે કેન્દ્ર શાસિત પ્રદેશ આ બધાના એ-વન ગ્રેડ કરતા સુરતની એક જ શાળા આશાદીપ કોમર્સ ભવનના વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે. ગુજરાતમાંથી કુલ 2092 વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડમાં પરીણામ હાંસલ કરી શક્યા છે તેમાંથી એકલા 10 ટકા જેટલો હિસ્સો આશાદીપ કોમર્સ ભવનના વિદ્યાર્થીઓનો છે. www.cialive.in

સુરત શહેર જિલ્લામાં એ-વન ગ્રેડના લાવનાર વિદ્યાર્થીઓ કઇ શાળાના છે તેનું લિસ્ટ www.cialive.in

શાળાનું નામ- CiA Liveવિસ્તાર- CiA Liveએ-વન ગ્રેડ            CiA Live
આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સવરાછા209
મૌની અંકુર સ્કુલએકે રોડ33
સંસ્કારભારતી વિદ્યાલયઅડાજણ18
એલપીડી હાઇસ્કુલપૂણા09
ભૂલકાભવનઅડાજણ08
ઉમરીગર સ્કુલઉમરા08
ભૂલકા વિહાર સ્કુલપાલ07
જીજી ઝડફીયા સ્કુલએ.કે. રોડ07
આઇ એન ટેકરાવાલાપાલનપુર પાટીયા06
પ્રેસિડેન્સી સ્કુલઅડાજણ06
એસ્પાયર સ્કુલમોટા વરાછા06
પ્રેરણા વિદ્યાલયપૂણાગામ05
નોબલ પબ્લિક સ્કુલપૂણા05
સ્વામીનારાયણ ગુરુકુળસિંગણપોર04
ઉત્તર ગુજરાત કેએસકેપીભટાર રોડ03
દિપદર્શન વિદ્યાસંકુલડીંડોલી03
વનિતા વિશ્રામ ગર્લ્સ સ્કુલઅઠવાલાઇન્સ03
એચએમબી સરદાર સ્કુલપાલનપુર પાટીયા02
લિયો સ્કુલ ઓફ કોમર્સઉધના02
સદભાવના સ્કુલપૂણા02
જીવનભારતીનાનપુરા02
વિશ્વભારતી ગર્લ્સ સ્કુલકામરેજ02
લીલાબા કન્યાશાળાલાલદરવાજા01
સરસ્વતિ વિદ્યાલયઅડાજણ01
વિદ્યાનિકેતન હાઇસ્કુલઅમરોલી01
રિવરસાઇડ સ્કુલડિંડોલી01

જો આપની કોઇ સ્કુલના બાળકો ધો.12 સામાન્ય પ્રવાહના પરીણામમાં એ-વન ગ્રેડ લાવ્યા હોય તો તેની માર્કશીટ અમને 98253 44944 વ્હોટએપ પર મોકલી શકો જેથી અમે ઉપરોક્ત લિસ્ટને અપડેટ કરી શકીએ.

May 31, 2022
adm_guide-1280x874.jpg
1min3960

ગુજરાત સરકારની એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (એસીપીસી) દ્વારા આજે ચાલુ વર્ષ માટેના ઇજનેરી કોર્સના પહેલા સેમેસ્ટરમાં પ્રવેશની ઓનલાઇન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. એક મહિના સુધી ચાલનારી ઇજનેરીની રજિસ્ટ્રેશન પ્રક્રિયાના નિયમમાં એક મહત્વનો ફેરફાર એ કરવામાં આવ્યો છે કે મેરીટ તૈયાર કરવામાં ધો.12 ફિઝિક્સ કેમેસ્ટ્રી અને મેથ્સના કુલ પર્સન્ટાઇલના 50 ટકા અને ગુજકેટ પરીક્ષાના સ્કુલ પર્સન્ટાઇલ સ્કોરના 50 ટકા મળીને મેરીટ તૈયાર કરવામાં આવશે.

એડમિશન કમિટીએ કરેલી જાહેરાતમાં જણાવાયું છે કે એસીપીસી દ્વારા હાથ ધરાનારી પ્રવેશ પ્રક્રિયામાં મેરીટ કેલક્યુલેશનમાં ધો.12 અને ગુજકેટ બન્નેનું વેઇટેજ 50-50 ટકા રાખવામાં આવ્યુ છે. વાલીઓ અને વિદ્યાર્થીઓમાં એવી માન્યતા હતી કે ગયા વર્ષે ગુજરાત બોર્ડ સહિત દેશના તમામ બોર્ડની 12ની ઓફલાઇન પરીક્ષા થઇ શકી ન હતી અને તેના કારણે ગુજરાત સરકારે ઇજનેરી, ફાર્મસીમાં મેરીટ પ્રિપેરેશનમાં ધો.12 થીયરી પર્સન્ટાઇલ અને ગુજકેટ પર્સન્ટાઇલનો 60-40નો રેશીયો બદલીને 50-50 કરી દીધો હતો.

આ વખતે એવી માન્યતા હતી કે ઓફલાઇન ટેસ્ટ યોજાઇ ગઇ છે એટલે સરકાર ફરીથી ધો.12 અને ગુજકેટનો રેશીયો 60-40 કરશે પરંતુ, એસીપીસીએ આજે એ વાત સ્પષ્ટ કરી દીધી છે કે ઇજનેરી કોર્સમાં પ્રવેશ માટે ધો.12 અને ગુજકેટનું ભારણ 50-50 ટકા જ રહેશે.

સૂત્રો જણાવે છે કે ફાર્મસી અને એગ્રિકલ્ચરમાં ધો.12 અને ગુજકેટનું ભારણ 50-50 જ રહેશે પરંતુ, એસીપીસીએ હજુ સુધી સત્તાવાર રીતે આવી કોઇ જાહેરાત કરી નથી. હાલ ફક્ત ઇજનેરીમાં જ આ ભારણની જાહેરાત કરવામાં આવી છે.

Admission Announcement

May 12, 2022
cia_edu-1280x925.jpg
1min3268

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

જે વિદ્યાર્થીઓ ધો.11-12 સાયન્સના બે વર્ષના અભ્યાસમાં દોઢ વર્ષ સુધી કોરોનાના કારણે ઓનલાઇન જ ભણી શક્યા હતા તેવા વિદ્યાર્થીઓનું ધો.12 સાયન્સનું ગુજરાત બોર્ડનું પરીણામ આજે જાહેર થયું છે. બોર્ડના પરીણામ પર ઘેરી અસર વર્તાયેલ જોવા મળી રહી છે. પાછલા 7 વર્ષમાં આટલું કંગાળ બોર્ડનું પરીણામ આવ્યું નથી. કુલ 68681 વિદ્યાર્થીઓ પાસ અને 27034 વિદ્યાર્થીઓ નાપાસ જાહેર થયા છે.

સુરત શહેર જિલ્લામાંથી કુલ 42 વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડ સાથે પાસ થયા છે. સમગ્ર રાજ્યમાં 196 એ-વન ગ્રેડ પૈકી સૌથી વધુ એ-વન ગ્રેડ ધરાવતો જિલ્લો સુરત બન્યો છે. રાજકોટ દ્વિતિય ક્રમે 17 એ- વન ગ્રેડ તેમજ ત્રીજા ક્રમે નવસારી, મોરબી અને અમદાવાદ રૂરલ 15 એ-વન ગ્રેડ સાથે ત્રીજા ક્રમે રહ્યા છે.

May 4, 2022
ITI-Logo.png
1min756

વિદ્યાર્થીએ જુદી જુદી ITIમાં પ્રવેશ માટે નહી જવુ પડે : ૫૬૦થી વધુ સરકારી,ગ્રાન્ટેડ અને ખાનગી સંસ્થાઓની ૧.૫૭ લાખ જેટલી બેઠકો હવે ઓનલાઈન જ ફાળવાશે

ધો.૧૦ પછીના આઈટીઆઈ અભ્યાસક્રમો ચલાવતી ગુજરાતની તમામ આઈટીઆઈ (ઔદ્યોગિક તાલીમ સંસ્થા) માટે આ વર્ષથી હવે ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરીની જેમ કોમન ઓનલાઈન કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે.હાલ સરકારના રોજગાર અને તાલીમ વિભાગ દ્વારા ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રવેશ પ્રક્રિયા શરૃ કરી દેવાઈ છે.આ વર્ષથી વિદ્યાર્થીએ હવે જુદી જુદી આઈટીઆઈમાં રૃબરૃ પ્રવેશ માટે જવુ નહી પડે.

ગુજરાત સરકારના રોજગાર અને તાલીમ વિભાગ હેઠળ આવેલી રાજ્યની ઈન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઈન્સ્ટિયુટ (આઈટીઆઈ)માં  ધો.૧૦ પછીના રાષ્ટ્રીય કક્ષાના (એનસીવીટી) અને રાજ્ય કક્ષાના (જીએસવીટી) ૧૪૦થી વધુ વિવિધ રોજગારલક્ષી કોર્સીસ ચલાવવામા આવે છે.ગત વર્ષે આઈટીઆઈમાં પ્રવેશ માટે માત્ર ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા કરવામા આવી હતી.એટલે કે વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કર્યા બાદ જે આઈટીઆઈમાં પ્રવેશ લેવો હોય ત્યાં રૃબરૃ જવુ પડતુ અને દરેક સંસ્થા માટે અલગ અલગ ૫૦-૫૦ રૃપિયાના ફોર્મ ભરવા પડતા હતા.પરંતુ આ વર્ષે હવે રાજ્ય સરકારના રોજગાર તાલીમ વિભાગ દ્વારા સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન અને સેન્ટ્રલાઈઝડ કરવાનો નિર્ણય લેવાયો છે.વિભાગ દ્વારા હાલ ધો.૧૦ના વિદ્યાર્થીઓ માટે એડમિશન પોર્ટલ શરૃ કરીને રજિસ્ટ્રેશન પણ શરૃ કરી દેવાયુ છે અને પ્રવેશ માહિતી પુસ્તિકા પણ જાહેર કરી દેવાઈ છે.આ અંગે રોજગાર અને તાલીમ વિભાગના અગ્રસચિવ અંજુ શર્માએ જણાવ્યુ કે ઓનલાઈન કોમન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયાથી વિદ્યાર્થીને હવે જુદી જુદી આઈટીઆઈમાં ધક્કા ખાવા નહી પડે.એક જ ઓનલાઈન પ્રવેશ ફોર્મથી તમામ આઈટીઆઈમાં પ્રવેશ માટેની તક મળશે.હાલ રાજ્યમાં સરકારી,ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની ૫૮૫ જેટલી આઈટીઆઈ આવેલી છે.જેની ૧.૫૭ લાખ જેટલી બેઠકો હવે કોમન કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયાથી ભરાશે.

અત્યાર સુધી આઈટીઆઈની માંડ એક લાખ જેટલી બેઠકો ભરાતી હતી પરંતુ હવે આ કોમન ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાથી બેઠકો વધુ ભરાશે અને વિદ્યાર્થીઓને ખૂબ જ સરળતા રહેશે. રજિસ્ટ્રેશન બાદ વિદ્યાર્થીનો ધો.૧૦ના પરિણામના ડેટા પણ ઓનલાઈન જ ઓટોમેટિક સબમીટ થઈ જશે. આઈટીઆઈ અને કોર્સની પસંદગી માટે મોક રાઉન્ડ પણ કરાશે.ત્યારબાદ વિવિધ ઓનલાઈન એડમિશન રાઉન્ડ થશે.જેમાં વિદ્યાર્થીની પસંદગી અને મેરિટ મુજબ ઓનલાઈન બેઠક ફાળવાશે.

May 3, 2022
cia_edu-1280x925.jpg
1min602

કેઆઇઆઇટી ડીમ્ડ ટુ બી યુનિવર્સિટી, ભુવનેશ્વરને 28 એપ્રિલ 2022 એ પ્રકાશિત થયેલ પ્રતિષ્ઠિત ટાઇમ્સ હાયર એજ્યુકેશન ઇમ્પેક્ટ રેંકિંગ 2022માં ‘અમસાનતાઓને ઓછી કરવાના’ સતત વિકાસ લક્ષ્ય (SDG)માં દુનિયાના વિશ્વવિદ્યાલયમાં 8મુ સ્થ।ન આપવામાં આવ્યુ છે.

વર્લ્ડ યુનિવર્સિટી રેંકિંગ સિવાય, ટાઇમ્સ હાયર એજ્યુકેશન દર વર્ષે વિવિધ માપદંડો પર સંસ્થાનો માટે કેટલાય અન્ય રેંકિંગ પ્રકાશિત કરે છે. તે પૈકીનું એક સૌથી મહત્વપૂર્ણ પ્રભાવિત શ્રેણીમાં રાખવાનું છે, જેમાં સંયુક્ત રાષ્ટ્ર (યૂએન) સતત વિકાસ લક્ષ્યો (એસડીજી)માં તેમના યોગદાન પર દુનિયાભરના હજારો વિશ્વવિદ્યાલયોનું મૂલ્યાંકન કરે છે. ટાઇમ્સ હાયર એજ્યુકેશન ઇમ્પેક્ટ રેંકિંગ ચાર વ્યાપક ક્ષેત્રો રિસર્ચ, મેનેજમેન્ટ, આઉટરીચ અને શિક્ષણમાં સ્થિરતા માટે તેમની પ્રતિબદ્ધતાનું આકલન કરે છે.

આ વર્ષના રેંકિંગમાં, કેઆઇઆઇટીને એસડીજીના જ એક મહત્વપૂર્ણ પેરામિટર – ‘અસમાનતાઓને ઓછી કરવા’માં તેના પ્રભાવ માટે દુનિયાભરમાં 8મુ સર્વશ્રેષ્ઠ સ્થાન આપવામાં આવ્યુ છે. અન્ય એસડીજીમાં 101-200ના પ્રભાવશાળી રેંક સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ, શાંતિ, ન્યાય અને પ્રબળ સંસ્થાન તેમજ લક્ષ્યો માટે સહભાગિતામાં કેઆઇઆઇટીએ રેંકિંગમાં કુલ 201-300નું સ્થાન હાંસલ કર્યુ છે. જેમાં 106 દેશના 1500થી વધુ વિશ્વવિદ્યાલય લીસ્ટેડ(સૂચિબદ્ધ) છે. યાદીમાં માત્ર કેટલાક જ ભારતીય સંસ્થાન સામેલ છે. અને KIIT ભારતના ટોચના આઠ વિશ્વવિદ્યાલયમાંનું એક છે.

ગુણવત્તાયુક્ત શિક્ષણ અને રિસર્ચની સાથે, કેઆઇઆઇટી તેની સ્થાપના બાદથી જ સામાજિક વિકાસના કાર્યોમાં વ્યાપક શ્રેણીમાં સક્રિય રીતે સામેલ રહ્યુ છે. કેઆઇઆઇટી ડીમ્ડ યુનિવર્સિટીના શૈક્ષણિક સમૂદાયનું માનવુ છે કે, ‘“કેઆઇઆઈટીએ અસમાનતાઓ ઓછી કરવાના ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં કામ કર્યુ છે.
પરિણામે, એસડીજીના આ પેરામિટરમાં તેને દુનિયાભરમાં 8મુ સ્થાન મળ્યુ છે.”

પોતાની ખુશી વ્યક્ત કરતા KIIT Universityના સંસ્થાપક ડૉ. અચ્યુતા સામંતે કહ્યુ કે, ‘અસમાનતાઓને ઓછી કરવા’ના પેરામિટરમાં દુનિયાના સૌથી પ્રભાવશાળી વિશ્વવિદ્યાલયોમાં કેઆઇઆઇટીની સ્થિતિ કેટલાય વર્ષોથી આ ક્ષેત્રમાં કરાયેલી મહત્વપૂર્ણ કામને ઉજાગર કરે છે.
તેમણે કુલાધિપતિ, કુલપતિ પ્રો. સસ્મિતા સામંત, કેઆઇઆઇટીના ફેકલ્ટી કર્મચારી સભ્યો અને વિદ્યાર્થીઓને આ ઉપલબ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા.

કેઆઇઆઇટી,ને પોતાના સમુદાય આધારિત વિશ્વવિદ્યાલય હોવા પર ગર્વ છે. સ્થાપના બાદથી જ તે શિક્ષણ, મહિલા સશક્તિકર, ગ્રામિણ વિકાસ, આદિવાસી ઉત્થાન, કલા સંસ્કૃતિ અને સાહિત્ય વગેરેના માધ્યમથી ગરીબી ઓછી કરવા જેવી સામાજિક પ્રાથમિકતાઓમાં બહોળા પ્રમાણમાં યોગદાન આપી રહ્યું છે. હકીકતમાં કેઆઇઆઇટી બધા 17 એસડીજી માટે પ્રતિબદ્ધ છે અને તેના શૈક્ષણિક અને સામાજિક કાર્યક્રમ સીધા વધુમાં વધુ લક્ષ્યો સુધી પહોંચે છે. ટાઇમ્સ હાયર એજ્યુકેશન ઇમ્પેક્ટ રેેંકિંગમાં કેઆઇઆઇટીની ઉચ્ચ રેંકિંગ તેની ઉચ્ચ સામાજિક જવાબદારી અને સતત વિકાસની દિશામાં પ્રભાવશાળી યોગદાનને દર્શાવે છે.

May 3, 2022
Promotion.jpg
1min691

રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ સોમવારે Dt.2/5/22, તેમના સત્તાવાર હેન્ડલ પરથી એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે સરકારે 21 સપ્ટેમ્બર 2019ના રોજના ઠરાવને અમલમાં નહીં મૂકવાનો નિર્ણય લીધો છે જે શાળાઓને ધોરણ 5 અને ધોરણ 8 ના વિદ્યાર્થીઓને નાપાસ કરવાની મંજૂરી આપે છે. જે અનુસાર 2022-23 શૈક્ષણિક વર્ષ માટે લેવામાં આવેલી પરીક્ષાઓ રોગચાળાની પરિસ્થિતિને કારણે ધોરણ 1થી ધોરણ 8 સુધીના કોઈપણ વિદ્યાર્થીઓને નાપાસ કરશે નહીં.

– વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઈને વર્ષ 2022-23માં લેવાયેલી વાર્ષિક પરીક્ષાઓના પરિણામને આધારે વર્ગબઢતી આપવા અંગેના 21 સપ્ટેમ્બર 2019ના જાહેરનામાના અમલને રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષ પૂરતો મુલતવી રાખવામાં આવશે.
– આ નિર્ણયને કારણે ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓનું પરિણામ જે પણ હોય તેમાં એમના ગુણ, ગ્રેડ કે ટકાને ધ્યાને લીધા વગર તમામ વિદ્યાર્થીઓને વર્ગબઢતી આપવામાં આવશે.
– પ્રાથમિક શાળાઓમાં રાબેતા મુજબ દ્વિતિય (વાર્ષિક) પરીક્ષા પૂર્ણ થઈ હોવાથી પરીક્ષાના પરિણામની અસર વિદ્યાર્થીઓની વર્ગબઢતી પર લાગુ કરવાની રહેશે નહીં.

April 27, 2022
cia_edu-1280x925.jpg
1min1473

Jayesh Brahmbhatt 98253 44944

હાલમાં ધો.12 સાયન્સ બાયોલોજી ગ્રુપની પરીક્ષા આપી ચૂકેલા ઘણાં વિદ્યાર્થીઓ મેડીકલ-પેરામેડીકલની એન્ટ્રન્સ એક્ઝામ, નીટ-2022ના ફોર્મ ભરી શક્તા નથી. અનેક વિદ્યાર્થીઓ અને તેમના પેરેન્ટસના ટેલિફોનિક ફોન શિક્ષણ સર્વદાને મળ્યા, તેમના ફોર્મ કેમ નથી ભરી શકાતા તેનું કારણ તેમને જાણવા મળ્યું નહીં. આથી તેમને સ્પષ્ટીકરણ મેળવી આપ્યું કે જે વિદ્યાર્થીઓની ઉંમર 31-12-2022 સુધીમાં 17 વર્ષ કે તેથી ઉપર હશે તેમને જ આ વર્ષે નીટ પરીક્ષામાં બેસવા દેવાશે અને તેમને જ મેડીકલ કે ડેન્ટલમાં પ્રવેશ આપવામાં આવશે.

ટૂંકમાં કહીએ તો જે વિદ્યાર્થીઓની જન્મ તારીખ 31-12-2005 કે એ પહેલાની છે તેઓ જ નીટ કે મેડીકલમાં પ્રવેશ માટે લાયકાત પાત્ર છે. જેમની જન્મતારીખ 31-12-2005 પછીની છે તેઓ નીટના ફોર્મ જ ભરી શકશે નહીં, એટલે સ્વાભાવિક છે કે તેમને મેડીકલ ડેન્ટલમાં પ્રવેશ મળી શકશે નહીં. આવા વિદ્યાર્થીઓ એક વર્ષ પછી પ્રવેશપાત્ર બની શકશે.

મેડીકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે લઘુત્તમ વય 17 વર્ષની ઉંમર હોવી જરૂરી, ઉપલી વય મર્યાદા હટાવી લેવામાં આવી છે, હવે 17 વર્ષની વય ધરાવતા હોય અને નીટ ક્લીયર કરી હોય તેવા કોઇપણ વયના વ્યક્તિઓ નીટ આપી શકે છે અને મેડીકલમાં અભ્યાસ કરી શકે છે

For One to one career counseling

April 22, 2022
earthquake-zone-map-of-gujarat-1.jpg
1min489

તળાજાની એક સ્કુલમાં ધોરણ 7ના બે પેપરની ચોરી થતાં આ પરીક્ષા રદ્દ કરવામાં આવી હોવાનું જાણીને શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ભારે આશ્ચર્ય વ્યાપ્યું હતું. પહેલી વખત પ્રાથમિક વિભાગનું પ્રશ્નપત્ર ચોરી થતાં સુરત સહિત ગુજરાતમાં આ ચર્ચાનો વિષય બન્યો છે. 

છેલ્લા ઘણાં વખતથી ગુજરાતમાં પરીક્ષાના પેપર ફૂટવાની મોસમ ચાલી રહી છે. અત્યાર સુધીમાં પરીક્ષાલક્ષી કે કોલેજની પરીક્ષાના પેપર ફૂટતા હતા પરંતુ પહેલી વાર પ્રાથમિક શિક્ષણના ધોરણ 7ના બે પેપરની ચોરી થઈ છે. જેના કારણે આજે અને આવતીકાલે ધોરણ 7ની જે પરીક્ષા હતી તેને રદ્દ કરવામાં આવી છે. તળાજા નેસવડ શાળામાંથી પ્રશ્નપત્ર ચોરી થયાં હોવાની ફરિયાદ મોડી રાત્રે પોલીસ મથકે કરવામાં આવી હતી. 

ધોરણ7ના બે પ્રશ્ન પત્રની ચોરી થયાની ફરિયાદ લખાવાયાં બાદ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તેને પગલે આજે શુક્રવાર અને શનિવારના રોજની ધોરણ 7ની પરીક્ષા રદ્દ કરવાનો પરિપત્ર જાહેર કરવામા આવ્યો છે. મોડી રાત્રે આ પરિપત્ર જાહેર થતાં સમિતિની સ્કૂલમાં વહેલી સવારે જાણ થઈ હતી. 

હાલ પરીક્ષા ચાલી રહી હોવાથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા ખંડમાં આવી ગયાં હતા. ત્યારે ખબર પડી હતી કે આજે અને આવતીકાલે ધોરણ 7ની પરીક્ષા લેવામાં આવશે નહીં. વર્ગ ખંડમાં પહોંચ્યા બાદ પરીક્ષા રદ્દ થઈ હોવાની જાણ થતાં ભારે આશ્ચર્ય સર્જાયું હતું. જેના પગલે સ્કુલમાં વિદ્યાર્થીઓની હાજરી પુરી અને મધ્યાહ્ન ભોજનનો લાભ આપવામાં આવ્યો હતો. 

સુરતમાં 7 માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે તેમાંથી ગુજરાતી માધ્યમના 25થી 30  હજારથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. જ્યારે બાકીના વિદ્યાર્થીઓની પરીક્ષા રાબેતા મુજબ લેવામાં આવી રહી છે. આજે અને આવતીકાલે ધોરણ 7ની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. હવે સોમવારથી રાબેતા મુજબ પરીક્ષા લેવામાં આવશે. પહેલી વાર પ્રાથમિક  વિભાગ નું પ્રશ્નપત્ર ફુટ્યું હોવાથી સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે.

April 15, 2022
jeeadv.png
1min666

જોઈન્ટ એન્ટ્રેસ એક્ઝામિનેશન (JEE) મેઇન્સ પરીક્ષાઓ એપ્રિલ અને મેની જગ્યાએ જૂન અને જુલાઇમાં યોજવાની જાહેરાતને કારણે હવે જેઇઇ એડવાન્સ્ડ 2022ની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. કેમકે જેઇઇ મેઇન્સના પરીણામને આધારે જ જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષા માટે લાયકાત નિશ્ચિત થાય છે.

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી (IIT) બોમ્બે હવે 28 ઓગષ્ટના રોજ JEE Advanced 2022ની પરીક્ષા આયોજિત કરશે. અગાઉ આ પરીક્ષા 3 જુલાઈના રોજ આયોજિત થવાની હતી. 

JEE Advanced 2022 માટેની આવેદન પ્રક્રિયા 7થી 11 ઓગષ્ટ, 2022 દરમિયાન આયોજિત કરવામાં આવશે. એપ્લિકેશન ફીની ચુકવણી માટે 12મી ઓગષ્ટ તારીખ નિર્ધારીત કરવામાં આવી છે. જે પણ ઉમેદવારો JEE Advanced 2022માં સામેલ થવા ઈચ્છે છે તેઓ 23થી 28 ઓગષ્ટ 2022 દરમિયાન પોતાનું એડમિટ કાર્ડ JEE Advancedની સત્તાવાર વેબસાઈટ jeeadv.ac.in પર જઈને ડાઉનલોડ કરી શકે છે. 

JEE Advanced 2022ની પરીક્ષા સવાર અને બપોરની પાળીમાં આયોજિત થશે. સવારના 9:00થી બપોરના 12:00 વાગ્યા સુધી પેપર-1 અને બપોરના 2:30 વાગ્યાથી સાંજના 5:30 વાગ્યા સુધી પેપર-2 આયોજિત થશે. 

આગામી 11 સપ્ટેમ્બરના રોજ JEE Advanced 2022નું રિઝલ્ટ બહાર પાડવામાં આવશે. જાહેર કરવામાં આવેલા શિડ્યુઅલ પ્રમાણે 3 સપ્ટેમ્બરના રોજ પ્રોવિઝનલ આન્સર કી બહાર પાડવામાં આવશે અને ઉમેદવારો 3થી 4 સપ્ટેમ્બર દરમિયાન પ્રોવિઝનલ આન્સર કી અંગે વાંધો ઉઠાવી શકે છે. સપ્ટેમ્બરમાં પ્રોવિઝનલ આન્સર કી અને રિઝલ્ટ બહાર પાડવામાં આવશે. બેઠકની ફાળવણીની પ્રક્રિયા 12મી સપ્ટેમ્બરથી શરૂ થશે. 

આ બધા વચ્ચે 14 સપ્ટેમ્બરના રોજ આર્કિટેક્ચર એપ્ટિટ્યુડ ટેસ્ટ (AAT) 2022 આયોજિત કરવામાં આવશે અને 17 સપ્ટેમ્બર 2022ના રોજ પરિણામ બહાર પાડવામાં આવશે. AAT 2022 અરજી પ્રક્રિયા 11થી 12 સપ્ટેમ્બર સુધી આયોજિત કરવામાં આવશે. 

ઉમેદવારો સીધી આ લિંક https://jeeadv.ac.in/schedule.html પર ક્લિક કરીને પણ JEE Advanced 2022નું સમગ્ર શિડ્યુઅલ ચેક કરી શકે છે. 

April 13, 2022
degree.jpg
1min705
Dual Degree Education in India - Dr. Yaduvir Singh

સરકારે પહેલીજ વખત કોઈ પણ વિદ્યાર્થીને સમાંતર રીતે બે ફુલ ટાઇમ ડિગ્રી કોર્સ ભણવાની છૂટ આપી છે. બે ડિગ્રી પ્રોગ્રામ્સ એક જ યુનિવર્સિટીના હોય કે અલગ અલગ યુનિવર્સિટીના હોય તોયે સાથે ભણી શકે, એવી જાહેરાત યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના ચૅરમૅન એમ. જગદીશકુમારે કરી હતી. કમિશન તરફથી આ બાબતે વિગતવાર માર્ગદર્શક સૂચનાઓ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૦૨૩ દરમ્યાન ઉપલબ્ધ કરાવવામાં આવશે.

એમ. જગદીશકુમારે Dt. 12/4/22, મંગળવારે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિમાં કરવામાં આવેલી જાહેરાત અને વિદ્યાર્થીઓને વધુ કૌશલ્યો હાંસલ કરવાની મોકળાશ આપવાના ઉદ્દેશથી યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન નવી માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડશે. વિદ્યાર્થીઓ એક જ યુનિવર્સિટીની બે પદવીઓ કે બે જુદી યુનિવર્સિટીની પદવીઓ મેળવવા સમાંતર રીતે અભ્યાસ કરી શકશે. બન્ને કોર્સ ક્લાસરૂમમાં હાજરી (ઑફ્ફલાઇન)ના ધોરણે કે એક ઑફ્ફલાઇન અને એક ઑનલાઇનના ધોરણે અથવા બન્ને ઑનલાઇન કોર્સ ભણવાની વિદ્યાર્થીઓને છૂટ અપાશે.