નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) UG 2024નું અંતિમ પરિણામ જાહેર કર્યું છે. નવા સુધારેલા પરિણામ બાદ લગભગ ચાર લાખ ઉમેદવારોની રેન્ક બદલાઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે ફિઝિક્સમાં અસ્પષ્ટ પ્રશ્ન અંગે સુપ્રીમ કોર્ટના નિર્દેશો બાદ મેરિટ લિસ્ટમાં ફેરફાર કરવાની જરૂર પડી હતી. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને 23 જુલાઈએ જાહેરાત કરી હતી કે સુધારેલા પરિણામોને બે દિવસમાં જાહેર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે 4 જૂને જાહેર થયેલા પરિણામમાં 67 વિદ્યાર્થીઓએ ટોપ રેન્ક મેળવ્યો હતો. જોકે, IIT-દિલ્હીની નિષ્ણાત સમિતિના આધારે સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં વિવાદિત પ્રશ્ન માટે માત્ર એક જ સાચો વિકલ્પ સ્વીકારવાનો આદેશ આપ્યો હતો. આથી બાબત અંદાજે 4.2 લાખ વિદ્યાર્થીઓના માર્કસને અસર કરશે જેઓએ પહેલેથી જ સ્વીકૃત જવાબ પસંદ કરવામાં આવ્યો હતો. જેમાં ટોચના સ્કોર કરનારા વિદ્યાર્થીની સંખ્યા 61થી ઘટીને 17 થઈ ચૂકી છે.
NEET UG સંશોધિત પરિણામ કેવી રીતે જોવું: સ્ટેપ 1: ઉમેદવારો પહેલા NTAની ઓફિશિયલ વેબસાઇટ exam.nta.ac.in/NEET પર જાઓ. સ્ટેપ 2: “NEET-UG સુધારેલ સ્કોર કાર્ડ” માટેની લિંક પર ક્લિક કરો. સ્ટેપ 3: અહીં તમારા લૉગિન ઓળખપત્રો દાખલ કરો અને સબમિટ કરો. સ્ટેપ 4: હવે સ્ક્રીન પર પ્રદર્શિત થયેલ સુધારેલું સ્કોરકાર્ડ જુઓ. સ્ટેપ 5: ભવિષ્યમાં સંદર્ભ માટે એક નકલ ડાઉનલોડ કરો અને સાચવો.
નોંધનીય છે કે NEET UG સુધારેલ સ્કોરકાર્ડ 2024 ના જાહેર થયા બાદ ટૂંક સમયમાં જ કાઉન્સેલિંગ પ્રક્રિયા શરૂ થશે. સુધારેલા સ્કોર કાર્ડના જાહેર થયા બાદ મેડિકલ કાઉન્સેલિંગ કમિટી (MCC) NEET-UG કાઉન્સેલિંગ માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરશે. આ પ્રક્રિયા સમગ્ર ભારતમાં MBBS અને BDS કાર્યક્રમોમાં પ્રવેશ નક્કી કરે છે. નોંધણી દરમિયાન, ઉમેદવારો પસંદગી-ફાઈલિંગના તબક્કે કોલેજો અને અભ્યાસક્રમો માટે તેમની પસંદગીઓ પસંદ કરી શકે છે.
આ છોકરીએ 11 માં અને 12 માં ધોરણ માટે કોચિંગ સેન્ટરમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને તે માત્ર ડમી સ્ટુડન્ટ તરીકે જ સ્કૂલમાં રજીસ્ટર થઈ હતી
દેશભરમાં NEET UG પરીક્ષાના પેપર લીક અને તેમાં થયેલા ઘોટાળાને (NEET UG Exam) લઈને વિવાદ શરૂ થયો છે. આટલી મહત્ત્વની પરીક્ષાના પેપર લીક થતાં અનેક વિદ્યાર્થીઓએ ફરી પરીક્ષા લેવાની માગણી કરી છે તો અનેક વિદ્યાર્થીઓએ ફરી પરીક્ષા સામે વિરોધ દર્શાવ્યો છે. પેપર લીક મામલે સીબીઆઇએ તપાસ હાથ ધરી છે અને અનેક લોકોની ધરપકડ પણ કરી છે. આ બધા વચ્ચે ગુજરાતથી NEET UG એવો મામલો સામે આવ્યો છે જેને લઈને આ પરીક્ષા બાબતે ફરી પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવી રહ્યા છે.
ગુજરાતના એક વિદ્યાર્થીનીએ એવું અદ્ભુત કામ કર્યું છે જે દેશના તમામ વિદ્યાર્થીઓ માટે એક ઉદાહરણ બની ગયું છે. ગુજરાતમાં એક વિદ્યાર્થીનીએ NEET UG પરીક્ષામાં 720માંથી 705 માકર્સ મેળવ્યા છે. આ અંગે ચોંકાવનારી વાત એ છે કે આ વિદ્યાર્થીની 12 માં ધોરણમાં (NEET UG Exam) નાપાસ થઈ હતી. શનિવારે NEET UG પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. મળેલી માહિતી મુજબ આ પરાક્રમ અમદાવાદની એક વિદ્યાર્થીનીએ કર્યું છે. 12 માં ધોરણ અને NEET UG ની પરીક્ષા આપનાર આ વિદ્યાર્થીનીની માર્કશીટ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં બંને માર્કશીટ વચ્ચે આટલો તફાવત જોઈને યુઝર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જો કે, આ માર્કશીટ ગુજરાતના એક જ વિદ્યાર્થીનીની જ છે કે નહીં તે બાબતે કોઈપણ માહિતીનો ખુલાસો કરવામાં આવ્યો નથી.
આ વિદ્યાર્થીનીની 12 માં ધોરણની માર્કશીટ મુજબ તેને ફિઝિક્સમાં 21 તો કેમેસ્ટ્રી અને બાયોલોજીમાં (NEET UG Exam) અનુક્રમે 31 અને 39 માકર્સ મળ્યા હતા તેમ જ અંગ્રેજીમાં તેને માત્ર 59 માકર્સ મળ્યા હતા. જેથી તેને કુલ 700 માકર્સમાંથી 352 માકર્સ મળ્યા હતા. રિપોર્ટ અનુસાર, સ્કૂલે તેના ખરાબ પ્રદર્શન વિશે વાત કરવા માટે તેના માતાપિતાને પણ બોલાવ્યા હતા. તેના કોચિંગ સેન્ટરે જણાવ્યું કે તે 12માં ધોરણમાં ભણતી હતી ત્યારે તેણે બે વાર ભણવાનું છોડી દીધું હતું. અહેવાલો અનુસાર, છોકરીએ 11 માં અને 12 માં ધોરણ માટે કોચિંગ સેન્ટરમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને તે માત્ર ડમી સ્ટુડન્ટ તરીકે જ સ્કૂલમાં રજીસ્ટર થઈ હતી.
દરમિયાન, શનિવારે NEET UG પરીક્ષાના પરિણામ જોઈને શાળા પ્રશાસન પણ આશ્ચર્યચકિત થઈ (NEET UG Exam) ગયું હતું. ધોરણ 12માં નાપાસ થયેલી છોકરીએ NEET UG પરીક્ષામાં 720 માંથી 705 માકર્સ મેળવ્યા, જેનાથી તેને ગુજરાતની ટોચની વિદ્યાર્થી બની ગઈ છે. તેણે NEET પરીક્ષામાં ફિઝિક્સમાં 99.1 ટકા માકર્સ મેળવ્યા હતા. આ ઉપરાંત તેણે કેમેસ્ટ્રી અને બાયોલોજીમાં 99.1 ટકા મેળવ્યા છે અને તેની કુલ ટકાવારી 99.8 ટકા થઈ ગઈ છે જેથી બધા ચોંકી ગયા છે.
ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (GMERS) હસ્તકની 13 મેડિકલ કોલેજોની ફીમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વિવિધ સંગઠનો અને રાજકીય પક્ષોએ સરકારને આ ફી વધારા મામલે ઘેરવામાં આવી હતી. આ બાદ સરકારે GMERS હસ્તકની 13 મેડિકલ કોલેજોની ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. સરકારી ક્વોટામાં 1.75 લાખ જ્યારે પ્રાઇવેટ ક્વોટામાં 5 લાખ રૂપીયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. સરકારની કેબિનેટ બેઠકમાં લેવાયેલા ફી ઘટાડાના નિર્ણયની માહિતી સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે આપી હતી.
✅મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીના માર્ગદર્શન હેઠળ આજે મળેલ કેબીનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ રાજ્યના મેડિકલ વિદ્યાર્થીઓના હિતમાં GMERS કોલેજની ફી માં ઘટાડો કરાયો છે.
✅તદ્ અનુસાર ગવર્નમેન્ટ ક્વોટોમાં ₹. 3.75 લાખ અને મેનેજમેન્ટ ક્વોટોમાં ₹. 12 લાખ ફી રહેશે.
ગુજરાત સરકાર દ્વારા ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (GMERS) હસ્તકની 13 મેડિકલ કોલેજોની ફીમાં ધરખમ વધારાઓ કરવામાં આવ્યો હતો. મેડિકલ કોલેજોની સ્વનિર્ભર બેઠકો, મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો અને NRI ક્વોટાની બેઠકોની ફીમાં વધારો કરવામાં આવ્યો હતો. જેમાં સ્વનિર્ભર બેઠકોની ફી રૂ. 3.30 લાખથી વધારીને રૂ. 5.50 લાખ રૂપિયા કરી દેવામાં આવી હતી.
જ્યારે મેનેજમેન્ટ ક્વોટાની ફી રૂ. 9.07 લાખથી વધારીને રૂ. 17 લાખ અને NRI ક્વોટાની ફી રૂ. 22 હજાર યુએસ ડોલરથી વધારીને રૂ. 25 હજાર યુએસ ડોલર કરવામાં આવી હતી. સ્વનિર્ભર બેઠકોની ફીમાં 67 ટકા, મેનેજમેન્ટ ક્વોટાની બેઠકોની ફીમાં 87 ટકા અને એનઆરઆઈ ક્વોટાની બેઠકોની ફીમાં 14 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.
જો કે આ ફી વધારા મામલે ગુજરાત સરકારને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. સરકર દ્વારા કરવામાં આવેલા ફી વધારાને લીધે મેડિકલ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી હતી અને ત્યારબાદ ઇંડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા પણ મુખ્યમંત્રીને પત્ર લખી આ ફીમાં ઘટાડો કરવાની માંગ કરવામાં આવી હતી. ગુજરાત કોંગ્રેસે પણ આ મામલે ખૂબ વિરોધ કર્યો હતો. શક્તિસિંહ ગોહિલે સરકાર પર આકરા આરોપો કરીને તોતિંગ ફી વધારાને ઘટાડવા માટે મુખ્યપ્રધાન અને આરોગ્યપ્રધાનને પત્ર લખ્યો હતો.
નીટ પરીક્ષા-2024માં પેપર લીક મુદ્દે આવતીકાલે (11 જુલાઈ) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. જોકે તે પહેલા કેન્દ્ર સરકારે આજે (10 જુલાઈ) સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે. કેન્દ્રએ તેમાં કહ્યું છે કે, NEET પરીક્ષા ફરી યોજવાની જરૂર નથી, તેમાં મોટા પાયે ચોરી થઈ નથી. ભારત સરકાર નીટ પરીક્ષા આપનારા તમામ વિદ્યાર્થીઓની ચિંતા દૂર કરવા માટે બંધાયેલું છે.
સરકાર સમાધાન શોધવાના તમામ પ્રયાસો કરી રહી છે સરકાર
સોગંદનામામાં કહેવાયું છે કે, સરકાર સમાધાન શોધવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. આ ઉપરાંત સરકાર દોષી ઉમેદવારોને કોઈપણ લાભ ન મળે, તે પણ સુનિશ્ચિત કરી રહી છે. સરકાર પ્રયાસ કરી રહી છે કે, માત્ર આશંકાઓના કારણે 23 લાખ વિદ્યાર્થીઓ પર નવી પરીક્ષાનો બોજ નાખવામાં ન આવે.
તેમાં એમ પણ કહ્યું છે કે, સરકાર તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ નિષ્પક્ષ અને પારદર્શી રીતે યોજાય, તે માટે એક મજબૂત પરીક્ષા પ્રક્રિયા બનાવવા માટે પ્રતિબદ્ધ છે. સરકાર પરીક્ષાઓની અખંડિતતા સુનિશ્ચિત કરવા અને વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ છે. જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા, નિષ્પક્ષતા અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે તેમજ પેપર લીક અટકાવવા માટે કડક કાયદો બનાવાયો છે. આ માટે સંસદમાં પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એક્ટ, 2024 કાયદો ઘડવામાં આવ્યો છે.
સીબીઆઈએ વધુ બે લોકોની ધરપકડ કરી
દરમિયાન કેન્દ્રી તપાસ એજન્સી સીબીઆઈએ NEET UG પેપર લીક અને ગેરરીતિના કેસમાં બિહારથી વધુ બે લોકોની ધરપકડ કરી છે. એજન્સીએ નીટ ઉમેદવાર સની કુમાર અને એક અન્ય નીટ ઉમેદવારના પિતાને પટનાથી ઝડપી લીધા છે. એવા અહેવાલો સામે આવ્યા છે કે, રંજીતે પરીક્ષા માટે પોતાના પુત્રનું સેટિંગ કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, નીટ પરીક્ષા પેપર લીકની તપાસ કરી રહેલી સીબીઆઈએ અત્યાર સુધીમાં પટણા, ગોધરા અને હજારીબાગમાંથી ઘણા આરોપીઓની ધરપકડ કરી અને પેપર લીકનો ભેદ ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે.
ગત મંગળવારે સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં નીટ પેપર લીક કેસની સુનાવણી દરમિયાન CBI તપાસના રિપોર્ટનો ઉલ્લેખ કરાયો હતો. સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે, સીબીઆઈએ આગામી સુનાવણીમાં તપાસ રિપોર્ટ કોર્ટમાં સબિદ કરવાનો રહેશે. આવી સ્થિતિમાં સીબીઆઈએ અત્યાર સુધીની ધરપકડોમાંથી એકત્ર કરાયેલા તમામ પુરાવાઓ વિશે કોર્ટને જાણ કરવી પડશે.
ગુજરાત ખાનગી યુનિવર્સિટી અધિનિયમ હેઠળ સ્થપાયેલી પ્રતિષ્ઠિત સંસ્થા, સાર્વજનિક યુનિવર્સિટી અને L&Tના પેટા કંપની, L&T એજ્યુટેક વચ્ચે શૈક્ષણિક સહયોગ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં L&T ની આ પ્રકારની પ્રથમ ભાગીદારી છે, જેનો ઉદ્દેશ્ય ઉદ્યોગ અને એકેડેમિક સંસ્થા વચ્ચેના અંતરને દૂર કરવા, ખાસ કરીને એન્જિનિયરિંગ અને IT વિદ્યાર્થીઓની રોજગાર ક્ષમતામાં વધારો કરવાનો છે.
સાર્વજનિક યુનિવર્સિટી વિશે
૧૧૨ વર્ષ જૂની સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા સ્થાપિત સાર્વજનિક યુનિવર્સિટી કિફાયતી ફીમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે સમર્પિત છે. એન્જિનિયરિંગ, સાયન્સ, કોમર્સ, મેનેજમેન્ટ, આર્ટસ, હ્યુમેનિટીઝ, આર્કિટેક્ચર, ડિઝાઇન, પ્લાનિંગ એન્ડ ટેક્નોલોજી અને કાયદાનો સમાવેશ કરતી 8 ફેકલ્ટીઓ સાથે, યુનિવર્સિટી અંડરગ્રેજ્યુએટથી લઈને ડોક્ટરલ સ્તર સુધીના 65 થી વધુ પ્રોગ્રામ્સ ઑફર કરે છે. 600 થી વધુ અનુભવી શિક્ષકોની અને લગભગ 7500થી વધુ વિદ્યાર્થીઓના ગૌરવ સાથે, સાર્વજનિક યુનિવર્સિટી શૈક્ષણિક શ્રેષ્ઠતા અને સર્વગ્રાહી વિકાસ માટે પ્રતિબદ્ધ છે.
એલ એન્ડ ટી એજ્યુટેક વિશે
L&T Edutech એ 85 વર્ષથી કાર્યરત ભારતની અતિ-પ્રતિસ્થિત અને વૈશ્વિક નામના ધરાવતી L&Tનું એક ગતિશીલ નવું સાહસ છે, જે એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોની રોજગાર ક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેના ઉદ્યોગની આગેવાની હેઠળના, એપ્લિકેશન-ઓરિએન્ટેડ પ્રોગ્રામ્સ દ્વારા, L&T એજ્યુટેકનો ઉદ્દેશ્ય વિધ્યાર્થીઓને તેમની કારકિર્દીમાં શ્રેષ્ઠ બનવા માટે જરૂરી કૌશલ્યોથી સજ્જ કરવાનો છે. L&T કૉલેજ કનેક્ટ પ્રોગ્રામ આ સાહસ હેઠળ એક મુખ્ય પહેલ છે, જે શૈક્ષણિક જ્ઞાનને વ્યવહારિક ઉદ્યોગની કુશળતા સાથે સાંકળવા માટે રચાયેલ છે.
સહયોગ
સાર્વજનિક યુનિવર્સિટી અને L&T Edutech વચ્ચેનો શૈક્ષણિક કરાર કોર એન્જિનિયરિંગ અને ITT ડોમેન્સ માટે ખાસ તૈયાર કરાયેલા સંકલિત અને સાંપ્રત સમયના ઉધોરોને જરૂરી એવા કોખ રજૂ કરશે. જેમાં મુખ્યત્વે મેકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, સિવિલ, કોમ્પ્યુટર તથા આઇટી ઈજનેરીના વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરવામાં આવશે. આ કાર્યક્રમો, જેમાં 30 ક્રેડિટનો સમાવેશ થાય છે જે સમગ્ર 4 વર્ષ (8 સેમિસ્ટર) દરમિયાન વિદ્યાર્થીઓને ઓફર કરવામાં આવશે. તદુઉપરાંત આર્કિટેક્ચર અને સિવિલના વિદ્યાર્થીઓ માટે બિલ્ડિંગ ઇન્ટિગ્રેટેડ મોડલિંગ (BIM) જેવા કોર્ષ તથા કોમર્સ અને મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ માટે પણ વિવિધ શોર્ટ ટર્મ (૨ થી ૩ ક્રેડિટ ) કોર્ષ તૈયાર કરવામાં આવ્યા છે, જે L&T એજ્યુટેકની અનુભવી ફેકલ્ટી દ્વારા હાઇબ્રિડ મોડમાં હાથ ધરવામાં આવશે, જ્યાં જરૂરીયાત મુજબ પ્રેક્ટિકલ સત્રોનો સમાવેશ કરવામાં આવશે. આ અભ્યાસક્રમ પૂર્ણ થવા પર, વિદ્યાર્થીઓને તેમની મુખ્ય ગ્રેજ્યુએશન ડિગ્રી સાથે L&T Edutech તરફથી પ્રમાણપત્ર અને સાર્વજનિક યુનિવર્સિટીમાંથી પણ ઇન્ટિગ્રેટેડ અથવા માઇનર ડિગ્રી પ્રાપ્ત થશે.
વિદ્યાર્થીઓ માટે લાભ
આ અનન્ય શૈક્ષણિક કરાર સાર્વજનિક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને કાર્યક્રમો પૂરા થયા પછી પ્રતિષ્ઠિત ઉદ્યોગો સાથે કામ કરવાની અમૂલ્ય તકો પ્રદાન કરશે. વધુમાં, વિદ્યાર્થીઓ તેમની વ્યાવસાયિક કારકિર્દીમાં સરળતાથી સંક્રમણ કરે તે સુનિશ્ચિત કરવા માટે L&T Edutech પ્લેસમેન્ટ સહાય પ્રદાન કરશે.
એમઓયુ પર હસ્તાક્ષર
સમજૂતી કરાર પર 8 જુલાઇ 2024ના રોજ એલ એન્ડ ટી એજ્યુટેકના કોલેજ કનેક્ટના વડા સુશ્રી ફેબેન મેડમ અને સાર્વજનિક યુનિવર્સિટીના પ્રમુખ શ્રી ભરત શાહે હસ્તાક્ષર કર્યા હતા. આ કાર્યક્રમમાં L&T Edutech ના મુખ્ય વડા શ્રી રંગનાથન, શ્રી અતિકભાઈ દેસાઇ તથા અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના કમિટી સભ્યો દ્વારા આ પહેલને સમયોચિત અને વિદ્યાર્થીઓ માટે ખૂબ લાભ દાયક નિવડશે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી, જે ઉદ્યોગ- શૈક્ષણિક ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે યુનિવર્સિટીની પ્રતિબદ્ધતામાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે.
ભવિષ્ય
અત્રે એ ઉલલેખનીય છેઃ કે હમણાં આ કરાર દ્વારા ઇન્ટિગ્રેટેડ કોર્ષ ઈજનેરીની વિવિધ શાખા ઉપરાંત આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓને ઓફર કરવામાં આવશે અને ભવિષયમાં ક્રમશ: અન્ય બીજી ફેકલ્ટી જેમ કે સાયન્સ, કોમર્સ તથા મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ માટે પણ ઉપલબ્ધ કરવામાં આવશે. જેથી આ ભાગીદારીનો લાભ યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓને મળી રહેશે એવું યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પરસી એન્જિનિયર દ્વારા જણાવવામાં આવ્યું હતું. યુનિવર્સિટી એડ્મિનિસ્ટ્રેટિવ કમિટીના અધ્યક્ષ શ્રી રાજેશ દેસાઇ દ્વારા આ કરાર સમાજ અને તેના ભવિષ્ય ના ધડતર માટે કેટલો જરૂરી છે એ બાબત પર વિશેષ જાણકારી આપવામાં આવી હતી.
મુંબઈ સહિત રાજ્યભરમાં ધો.3થી 9ના વિદ્યાર્થીઓની બેઝલાઈન ટેસ્ટ 10 થી 12 જુલાઈ દરમિયાન થવાની છે. લેખિત અને મૌખિક પદ્ધતિએ આ પરીક્ષા લેવામાં આવશે. ગયા વર્ષે મહારાષ્ટ્રમાં ધો. 3થી 8ના 44.23 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી.
ધો. 3 અને 4ના વિદ્યાર્થીઓની પરીક્ષા 40 માર્કની તો પાંચમા અને છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓની પરીક્ષા 50 માર્કની અને ધો.7 થી 9ના વિદ્યાર્થીઓની પરીક્ષા 60 માર્કની હશે. આ પરીક્ષા તમામ સરકારી, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની શાળાઓ તેમજ તમામ ખાનગી અનુદાનિત શાળાના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે.
વિદ્યાર્થીઓએ પાછલા વર્ષના અભ્યાસક્રમમાં તેમની પ્રથમ ભાષા, ગણિત અને બીજી ભાષા અંગ્રેજીમાં અપેક્ષિત લર્નિંગ આઉટકમ પ્રાપ્ત કર્યા છે કે નહીં તે તપાસવા બઝલાઈનટેસ્ટ લેવાય છે. શિક્ષકો વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરે તે રીતે આગળ શિક્ષણ પદ્ધતિ અપનાવશે.
ભવિષ્યની શૈક્ષણિક નીતિઓનો પરિચય મેળવવા તમામ જિલ્લા- સ્તરીય ડેટાને રાજ્ય સ્તરે એકત્ર કરાશે. શિક્ષણ-અધ્યયનની પદ્ધતિમાં સુધારો કરી બાળકોના શૈક્ષણિકસ્તરને સુધારવા સ્થાનિક કાર્યક્રમોની રચના અને નીતિ ઘડવામાં કેન્દ્રીય સ્તરે નિર્ણય લઈ શકાશે.
ગયા વર્ષે શિક્ષણ વિભાગે સમગ્ર મહારાષ્ટ્રમાં, 17અને 19 ઓગસ્ટની વચ્ચે બેઝલાઈન પરીક્ષા લીધી હતી. તેમાં ધો.3થી 8ના 44.23 લાખથી વધુ વિદ્યાર્થીઓના શૈક્ષણિક સ્તરનું મૂલ્યાંકન કરાયું હતું.
NEET-UG પેપર લીક કેસ: CBIએ ઝારખંડના હજારીબાગમાંથી ‘કિંગપિન’ અમન સિંહની ધરપકડ કરી નવી દિલ્હી: NEET-UG પેપર લીક કેસમાં એક મોટી સફળતામાં, CBIએ બુધવારે અમન સિંહની ઝારખંડના હજારીબાગમાંથી આ મામલે તેની કથિત ભૂમિકા બદલ ધરપકડ કરી હતી.
ANIના અહેવાલ મુજબ, CBIના સૂત્રોએ જણાવ્યું કે સિંઘ પેપર લીક રેકેટનો કિંગપિન હતો.
NEET-UG તપાસના સંબંધમાં તપાસ એજન્સી દ્વારા આ સાતમી ધરપકડ છે.
રવિવારે, સીબીઆઈએ ગુજરાતના ગોધરા જિલ્લામાં એક ખાનગી શાળાના માલિકની ધરપકડ કરી હતી, આ કેસમાં છઠ્ઠી ધરપકડ હતી. પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક આવેલી જય જલારામ સ્કૂલના માલિક દીક્ષિત પટેલની પરીક્ષાના સ્કોર્સ વધારવાનું વચન આપીને ઉમેદવારો પાસેથી ₹5 લાખથી ₹10 લાખની માંગણી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.
NEET-UG પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા 5 મેના રોજ દેશના 571 શહેરો અને વિદેશના 14 શહેરોમાં 4,750 કેન્દ્રો પર આયોજિત કરવામાં આવી હતી જેમાં 23 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.
પરિણામો 4 જૂનના રોજ જાહેર કરવામાં આવ્યા હતા, જેના કારણે ઉમેદવારોએ બહુવિધ મુદ્દાઓ ઉઠાવતા તરત જ હોબાળો મચાવ્યો હતો. અભૂતપૂર્વ 67 ઉમેદવારોએ 720 માંથી 720 માર્કસનો સંપૂર્ણ સ્કોર હાંસલ કર્યો જેના કારણે દેશમાં વ્યાપક વિરોધ થયો.
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ 23 જૂનના રોજ NTA દ્વારા NEET-UG અને UGC-NET પરીક્ષાઓના આચરણમાં કથિત અનિયમિતતા અંગે ફોજદારી કેસ નોંધ્યો હતો અને આ બાબતની તપાસ માટે વિશેષ ટીમોની રચના કરી હતી.
વર્ષે 40,000થી વધુ વિદ્યાર્થીઓને મોબાઇલ અને ડ્રગ્સના દુષણથી થતી મુશ્કેલીઓ અને કોઇપણ વ્યક્તિને હેલ્થ ઇમરજન્સીમાં કેવી રીતે મદદ કરવી તે અંગેનું નોલેજ શેરીંગ કરાશે
ધો.8થી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ડ્રગ્સથી દૂર રહે, મોબાઇલના વ્યસની ન બને અને ઇમરજન્સીમાં દર્દીને કેવી રીતે ટ્રીટ કરી શકાય તેનાથી વાકેફ કરાશે
કિરણ હોસ્પીટલ દ્વારા સુરત શહેરની તમામ સ્કુલો તથા કોલેજોના ધો.8થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ હેલ્થકેર નોલેજ અભિયાનનો આરંભ આગામી શનિવારે સવારે 10 કલાકે કિરણ હોસ્પિટલના ઓડીટોરીયમ ખાતે શિક્ષણ મંત્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવશે.
કિરણ હોસ્પીટલ દ્વારા સુરત શહેરની તમામ સ્કુલો તથા કોલેજોના ધો.8થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ હેલ્થકેર નોલેજ અભિયાનનો આરંભ આગામી શનિવારે સવારે 10 કલાકે કિરણ હોસ્પિટલના ઓડીટોરીયમ ખાતે શિક્ષણ મંત્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવશે.વધુ માહિતી આપતા કિરણ હોસ્પિટલના ચેરમેન મથુર સવાણી અને અગ્રણી શાળા સંચાલક સવજીભાઇ પટેલ સહિત અન્યોએ જણાવ્યું હતું કે આ એક એવું અભિયાન છે જેમાં કિરણ હોસ્પિટલ ખાતે દર શનિવારે તેના ઓડીટોરીયમમાં જુદી જુદી શાળાના 350 વિદ્યાર્થીઓના એક એવા બે સેશનમાં તબીબો વિદ્યાર્થીઓને હેલ્થકેરના આજીવન જરૂરી પાઠ ભણાવશે. જેમાં હાલમાં સુરતમાં વધી રહેલા ડ્રગ્સના દુષણને કારણે થતી સમસ્યાઓ, મોબાઇલના વધુ પડતા ઉપયોગને કારણે થતી મુશ્કેલીઓ ઉપરાંત આસપાસમાં કોઇક વ્યક્તિની તબિયત અચાનક બગડે તો ક્વીક રિસ્પોન્સ સ્વરૂપે શું કરવું અને શું ન કરવું તે અંગેનું નોલેજ શેરીંગ કિરણ હોસ્પિટલના તબીબો દ્વારા કરવામાં આવશે. કન્યા છાત્રાઓ માટે મહિલા તબીબો તેમના પ્રશ્નોનું નિરાકરણ તેમજ ખોટી માન્યતાઓ કે ભ્રમણાઓથી ગેરમાર્ગે ન દોરવાવા અંગે માહિતગાર કરશે.આ કાર્યક્રમમાં નિરંતર રીતે દશ શનિવારે બે સેશનમાં જારી રહેશે. સુરત શહેર જિલ્લા કે બહારગામની કોઇપણ શાળા તેમના વિદ્યાર્થીઓ માટે આ નોલેજ શેરીંગ સેશન ઓનલાઇન બુક કરાવી શકશે.
શહેરના ઇચ્છાપોર ખાતે આવેલી ઑરો યુનિવર્સિટીનો 11મો દિક્ષાંત (વાર્ષિક પદવીદાન) સમારોહ આવતીકાલ તા.18મી જાન્યુઆરીને ગુરુવારે યોજવામાં આવશે. દિક્ષાંત સમારોહમાં પોંડીચેરીના પૂર્વ ગર્વનર અને રિટાર્યડ મહિલા આઇ.પી.એસ. કિરણ બેદી ખાસ ઉપસ્થિત રહીને દિક્ષાંત પ્રવચન આપશે.વધુ માહિતી આપતા ઑરો યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ એચ.પી. રામા અને પ્રોવૉસ્ટ ડો.પરીમલ વ્યાસે જણાવ્યું હતું કે 11માં પદવીદાન સમારોહમાં કુલ 271 વિદ્યાર્થીઓને અન્ડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટની જુદી જુદી પદવીઓ એનાયત કરવામાં આવશે. જેમાં સ્કુલ ઓફ બિઝનેસમાંથી કુલ 116 વિદ્યાર્થીઓ, સ્કુલ ઓફ હોસ્પિટાલિટીમાંથી 46 વિદ્યાર્થીઓ, સ્કુલ ઓફ ઇન્ફર્મેશન ટેક્નોલોજીમાંથી 36 વિદ્યાર્થીઓ, સ્કુલ ઓફ લોમાંથી 32 વિદ્યાર્થીઓ, સ્કુલ ઓફ લિબરલ આર્ટસ એન્ડ હ્યુમન સાયન્સમાંથી 24 વિદ્યાર્થીઓ, સ્કુલ ઓફ ડિઝાઇનમાંથી 21 વિદ્યાર્થીઓ અને સ્કુલ ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશનમાંથી 14 વિદ્યાર્થીઓએ તેમની તમામ પરીક્ષાઓ સફળતાપૂર્વક સંપન્ન કરતા તેમને પદવી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.આ ઉપરાંત ઑરો યુનિવર્સિટીએ અમેરીકાની કેનસાસ યુનિવર્સિટી અને સેન ડિયેગો યુનિવર્સિટી સાથે એમ.ઓ.યુ. સાઇન કર્યા છે. જે અંતર્ગત ફેકલ્ટી એક્ષચેન્જ, એજ્યુકેશનલ ઇવેન્ટ, ટ્રેનિગ, રિસર્ચ વગેરે મુદ્દા પર ટૂંકાગાળા અને લાંબાગાળાના કાર્યક્રમો યોજવામાં આવશે.
ધો.12 સાયન્સ મેથ્સ ગ્રુપમાં હાલ અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને જણાવવાનું કે જે વિદ્યાર્થીઓ આઇ.આઇ.ટી., એન.આઇ.ટી., ત્રિપલ આઇટી જેવી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ લેવા ઇચ્છે છે તેમણે જેઇઇ મેઇન્સ પેપર-1 પરીક્ષા આપવાની ફરજિયાત છે. જેઇઇ મેઇન્સ 2024માં બે વખત લેવાનારી છે. પહેલા ફેઝની જેઇઇ મેઇન્સ પરીક્ષા જાન્યુઆરી 2024ના અંતમાં લેવાશે જ્યારે બીજા ફેઝની પરીક્ષા એપ્રિલ 2024માં લેવાશે.
પહેલા ફેઝમાં લેવાનારી જેઇઇ મેઇન્સ પેપર-1 પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવવાની અંતિમ મુદત તા.30 નવેમ્બર 2023ની છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.