CIA ALERT

શિક્ષણ સર્વદા Archives - Page 25 of 53 - CIA Live

May 11, 2020
ugc.jpeg
1min5740

કોઇપણ કોલેજીયન પોતાના પ્રશ્નો 011-23236374 અથવા covid19help.ugc@gmail.com રજૂ કરીને નિવારણ મેળવી શકે

હાલમાં કોવીડ-19 અને તેને પગલે ઉદભવેલી લૉકડાઉનની સ્થિતિમાં દેશની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં અનેક દ્વિધા, પ્રશ્નો, સમસ્યાઓ ઉદભવી છે. કોલેજીયન્સ પોતાના પ્રશ્નો અંગે સોશ્યલ મિડીયામાં પોસ્ટસ મૂકી રહ્યા છે પરંતુ, તેનાથી કોઇ ઉકેલ મળતો નથી. આવી સ્થિતિમાં દેશના શિક્ષણમંત્રી ડો. રમેશચંદ્ર પોખરીયાલે દરેક યુનિવર્સિટીને હાલના સંજોગોમાં વિદ્યાર્થીઓના પ્રશ્નો, સમસ્યાઓ, મૂંઝવણો દૂર કરવા માટે એક અલાયદું સેલ શરૂ કરવા માટે જણાવ્યું છે.

બીજી તરફ, જો કોલેજ કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને કોઇ પ્રશ્નો કે સમસ્યા નડતી હોય તો તેના માટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન યુજીસીએ ગ્રીવન્સીસ સેલ શરૂ કર્યું છે. આ સેલનો હેલ્પલાઇન નંબર, ઇમેલ આઇ.ડી. તેમજ વેબસાઇટ એડ્રેસ જાહેર કરવામાં આવ્યા છે જ્યાં વિદ્યાર્થી પોતાના પ્રશ્નો રજૂ કરીને સમાધાન મેળવી શકે છે.

શિક્ષણ મંત્રીએ શું કહ્યું

યુજીસીએ પણ સેલ શરૂ કર્યું, દેશના કોઇપણ વિદ્યાર્થી પોતાની ક્વેરીઝ અહીં પાઠવીને સમાધાન મેળવી શકે

May 8, 2020
CIA_Live_Logo_New2.jpg
1min7920

દેશના શિક્ષણ મંત્રી ડૉ.રમેશચંદ્ર પોખરીયાલે આજે જાહેરાત કરી હતી કે સેન્ટ્રલ બોર્ડમાં અભ્યાસ કરતા દેશભરના ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓની બાકી રહેલી પરીક્ષાઓ તા.1લી જુલાઇથી તા.15 જુલાઇ વચ્ચે લેવામાં આવશે. તેમણે સેન્ટ્રલ બોર્ડની સ્કુલો તેમજ વિદ્યાર્થીઓને પરીક્ષા અંગેની આ તારીખોની નોંધ લઇને એ મુજબ કામગીરી આરંભી દેવા જણાવ્યું હતું.

દેશના શિક્ષણ મંત્રીએ ટ્વીટ તરીને માહિતી આપી

CBSE 2020 Board Exams for pending papers of CBSE 12th & 10th will be conducted from 1st To 15th July 2020, tweeted HRD Minister Ramesh Pokhroyal ‘Nishank’.  He recently announced exam dates for JEE Advanced 2020 (August 23), NEET 2020 (26 July) & JEE Main 2020 (18 July to 23 July). 


May 7, 2020
jeeadv.png
2min4920

દેશના શિક્ષણ મંત્રી રમેશચંદ્ર પોખરીયાલે આજે તા.7મી મે ના રોજ એવી ઘોષણા કરી હતી કે આઇ.આઇ.ટી.માં પ્રવેશ માટે લેવામાં આવતી જેઇઇ એડવાન્સ્ડ 2020 પરીક્ષા હવે તા.23મી ઓગસ્ટ 2020ના રોજ લેવામાં આવશે. સ્વાભાવિક છે કે પરીક્ષા લેટ લેવાની હોવાથી હવે આઇ.આઇ.ટી.માં અભ્યાસ આ વર્ષે અતિશય વિલંબથી શરૂ થશે.

આઇ.આઇ.ટી.માં પ્રવેશ માટે જેઇઇ મેઇન્સમાં દેશના ટોચના 2.40 લાખ વિદ્યાર્થીઓની જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષા લેવામાં આવે છે. સૌથી પ્રથમ આઇ.આઇ.ટી.માં પ્રવેશ ફાળવવામાં આવે છે, એ પછી એન.આઇ.ટી., ત્રિપલઆઇટી વગેરેમાં પ્રવેશ ફાળવવામાં આવશે.

23મી ઓગસ્ટ 2020ના રોજ જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષા લેવાશે એનો સીધો મતલબ કે પરીક્ષાના પંદરથી વીસ દિવસ બાદ તેનું પરીણામ જાહેર થશે અને એ પછી જોસા (જોઇન્ટ સીટ એલોકેશન ઓથોરિટી) દ્વારા પ્રવેશ પ્રક્રીયા હાથ ધરવામાં આવે છે. આમ સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે એવો અંદાજ હાલ બંધાઇ રહ્યો છે.

JEE Advanced 2020 to be conducted on August 23

The Joint Entrance Examination (Advanced) for admission to IITs will be conducted on August 23, HRD minister Ramesh Pokhriyal announced on Thursday.

The exam was scheduled to be held on May 17 but had to be postponed due to the coronavirus pandemic. JEE Advanced is conducted for admissions to various undergraduate programmes at IITs. This year, IIT Delhi is organising the exam.

The HRD minister on Tuesday announced that the engineering entrance examination, JEE (Main), will be held from July 18-23 and the National Eligibility cum Entrance Test(NEET-UG) for admission to medical colleges will be conducted on July 26. These exams were also postponed due to the nationwide lockdown imposed to curb the COVID-19 spread.

May 5, 2020
CIA_Live_Logo_New2.jpg
2min11800

દેશના શિક્ષણ મંત્રી શ્રી રમેશચંદ્ર પોખરીયાલે આજે વિદ્યાર્થીઓ સાથેની ઓનલાઇન વાતચીતમાં એવી જાહેરાત કરી હતી કે મેડીકલ અને ડેન્ટલના પહેલા વર્ષમાં પ્રવેશ માટેની પરીક્ષા નીટ તા.26મી જુલાઇએ રાષ્ટ્રવ્યાપી ધોરણે લેવામાં આવશે જ્યારે જેઇઇ મેઇન્સ ઓનલાઇન ટેસ્ટ તા.18મી જુલાઇથી તા.23 જુલાઇ દરમિયાન લેવામાં આવશે.

NEET 2020 on July 26 & JEE Main to begin on July 18, says HRD Minister

The Ministry of Human Resource and Development on Tuesday announced the fresh schedule for Joint Entrance Exam-Mains (JEE-Mains) and National Eligibility cum Entrance Test (NEET).

As per the announcement the JEE (Mains) 2020 will be conducted between July 18-23 while NEET 2020 will be held on July 26, 2020.
While Joint Entrance Exam-Mains (JEE-MAINS) is conducted for admission to engineering colleges across the country, the National Eligibility cum Entrance Test (NEET) is held for medical colleges.

The entrance exam schedule for the doctors/engineers was announced by the HRD Minister Ramesh Pokhriyal ‘Nishank’ on May 5.

The exams were postponed due to nationwide lockdown announced to contain the Covid-19 spread.

More than 15 lakh students across the country have registered for NEET this year, which is the gateway to medical colleges in India, whereas more than 9 lakh have registered for JEE Mains, the entrance exam for all other engineering colleges except IITs.

The HRD Ministry’s National Testing Agency (NTA) had also given students an option to change their opted centres for the two tests as students have moved to different places since the lockdown.

The Central Board of Secondary Education (CBSE) has yet to announce the remaining Class X and XII remaining examinations, however the paper evaluation work is to begin soon. Many states like Bihar, Uttar Pradesh have started their exam papers evaluation work.

May 5, 2020
aicte_logo.png
2min17920

ભારતમાં AICTE એ 49 ઓનલાઇન કોર્સ શરૂ કર્યા : કોલેજીયન, હાઉસવાઇફ, ધંધાર્થી કોઇપણ વ્યક્તિ માટે લૉકડાઉનમાં સૌથી પ્રોડક્ટીવ કામ નિવડશે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

હાલમાં લૉકડાઉન 3.0 સમગ્ર ભારતીયો માટે કંટાળાજનક પુરવાર થઇ રહ્યું છે. કોલેજીયનથી લઇને હાઉસવાઇફ તેમજ ધંધાર્થીઓ તમામ માટે સમય કેવી રીતે પસાર કરવો એ કામ હવે મહામુશ્કેલ બન્યું છે. એવા સંજોગોમાં ભારતમાં ટેકનિકલ અભ્યાસક્રમોનું સંચાલન કરતી ભારત સરકારની ઓટોનોમસ સંસ્થા ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન AICTE દ્વારા લૉકડાઉનમાં મોડે મોડે પણ 49 ઓનલાઇન કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. આ 49 કોર્સ એક એકથી ચઢીયાતા છે.

કરીયર કાઉન્સિલર હોવાના નાતે લેખકે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન AICTE દ્વારા શરૂ કરવામાં આવેલા ઓનલાઇન ફ્રી કોર્સનું લિસ્ટ તેમજ સ્ટ્રક્ચરનો અભ્યાસ કર્યો છે અને આ કોર્સ હાલના લૉકડાઉનમાં સૌથી પ્રોડક્ટીવ કામ બની રહે એવા શક્તિશાળી અને સ્કીલ ડેવલપમેન્ટ કરે એવા છે.

કોલેજીયન, હાઉસવાઇફ, નોકરીયાત, ધંધાર્થી કોઇપણ જોડાઇ શકે એવા પણ કોર્સ

ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન AICTE ના ઓનલાઇન કોર્સની યાદીમાં એવા પણ કોર્સ છે જેમાં કોઇપણ વ્યક્તિ જોડાઇ શકે છે. જેમકે હાલ ડિજીટલ માર્કેટિંગનો જમાનો છે અને ડિજિટલ માર્કેટિંગ ઘરે બેઠા કે મોબાઇલ ફોનથી પણ થઇ શકે છે. કેટલીક ટેકનિકલ ટીપ્સ મળી જાય એટલે કોઇપણ વ્યક્તિ પદ્ધતિસર આ કામ કરી શકે છે. આના સમેત મશીન લર્નિંગ વગેરે કોર્સ એટલા પાવરફુલ છે કે જો રસ પડી જાય તો જીવનભર આ કોર્સ રૂપિયા રળી આપે એવી સ્કીલનું આરોપણ કરી શકે તેમ છે.

ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન AICTE જાહેર કરેલા કોર્સની યાદી માટે નીચેની લિંક ક્લીક કરો

https://www.aicte-india.org/sites/default/files/Free%20ELIS%20Products%20Poster.pdf.pdf

May 4, 2020
CIA_Live_Logo_New2.jpg
2min8780

Fresh dates for JEE, NEET might be announced on May 5

દેશના માનવ સંશાધન વિકાસ મંત્રાલયે રવિવાર તા.3 મે ના રોજ આપેલી માહિતી મુજબ દેશના શિક્ષણ મંત્રી શ્રી રમેશચંદ્ર પોખરીયાલ તા.5મી મે 2020ના રોજ બપોરે 12 વાગ્યે વિદ્યાર્થીઓ સાથે નિશંક પ્રોગ્રામ અન્વયે લાઇવ સન્મુખ થશે. સૂત્રોએ જણાવ્યું હતું કે કોવીડ-19ના કારણે મુલતવી રાખવામાં આવેલી મેડીકલ પ્રવેશ પરીક્ષા નીટ તેમજ એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા જેઇઇ મેઇન્સ વગેરેની નવી તારીખોની ઘોષણા પણ આવતીકાલ તા.5મી મે ને મંગળવારે નિશંક લાઇવ પ્રોગ્રામમાં થઇ શકશે.

આ લાઇવ પ્રોગ્રામમાં દેશમાંથી કોઇપણ વિદ્યાર્થીઓ પોતાને મૂંઝવતા પ્રશ્નો પણ દેશના શિક્ષણ મંત્રીને પૂછીને તેમની સમસ્યાનું નિરાકરણ શોધી શકશે.

Attention Engineering and medical aspirants,

The HRD ministry on Sunday said fresh dates for competitive exams –JEE and NEET– will be announced on May 5.

The exams were postponed due to nationwide lockdown announced to contain the Covid-19 spread.

“The fresh dates will be announced by HRD Minsiter Ramesh Pokhriyal ‘Nishank’ on May 5. This will put an end to uncertainty for the aspirants. The minister will also interact with students online the same day,” a senior ministry official said.

While Joint Entrance Exam-Mains (JEE-MAINS) is conducted for admission to engineering colleges across the country, the National Eligibility cum Entrance Test (NEET) is conducted for medical colleges.

April 30, 2020
ugc.jpeg
1min18990

વિશ્વ વિદ્યાલય અનુદાન આયોગ એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન જે સમગ્ર દેશમાં આવેલી યુનિવર્સિટીઓના નીતિ નિયમો તેમજ તેનું સંચાલન કરે છે એ ઓટોનોમસ સંસ્થાએ આજે તા.30મીના રોજ દેશભરની કોલેજો તથા યુનિવર્સિટીઓ જોગ સ્પષ્ટતા કરતા નવા શૈક્ષણિક વર્ષ 2020-21નું સમગ્ર કેલેન્ડર જાહેર કર્યું છે.

નવા વર્ષ પહેલા સેમેસ્ટર કે પહેલા વર્ષમાં પ્રવેશ કાર્યવાહી તા.1લી ઓગસ્ટથી શરૂ કરવામાં આવશે

UGC એ ટ્વીટ કરીને માહિતી આપી

UGC દ્વારા તા.30મી એપ્રિલ 2020ના રોજ બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો

https://www.ugc.ac.in/pdfnews/4276446_UGC-Guidelines-on-Examinations-and-Academic-Calendar.pdf

April 29, 2020
cbse_logo.jpeg
2min10220

બાકી રહેલી પરીક્ષા જ્યારે પણ લેવાશે તેના 10 દિવસ અગાઉ લાગતાવળગતા તમામને જાણ કરાશે

CBSE દ્વારા આજરોજ તા.29મી માર્ચે ફરીથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે સીબીએસઇ બોર્ડ દ્વારા કોઇપણ પ્રકારની પરીક્ષા રદ કરવામાં આવી નથી. હાલના સંજોગોને કારણે પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. દેશભરમાં જ્યારે કોવીડ-19ની સ્થિતિ સુધરશે એ પછીના 10 દિવસમાં સીબીએસઇ દ્વારા પરીક્ષા લેવામાં આવશે. વિદ્યાર્થીઓથી લઇને પરીક્ષા સાથે સંકળાયેલા તમામ લોકો, ઓથોરિટી સમેત લાગતા વળગતા સૌને સીબીએસઇની પરીક્ષા લેવાના 10 દિવસ અગાઉથી જાણકારી આપવામાં આવશે.

સીબીએસઇ દ્વારા સત્તાવાર રીતે એવું કહેવામાં આવ્યું કે ગઇ તા.1લી એપ્રિલ 2020ના રોજ જે માર્ગદર્શનક સૂચનાઓ જારી કરવામાં આવી છે એ સૂચનાઓ અનુસાર હાલનું પણ સ્ટેટસ માનવું. કોઇપણ પ્રકારની ગેરસમજ કે અફવાઓથી દોરાવું નહીં.

CBSE એ ટ્વીટ કરીને માહિતી આપી

તા.1લી એપ્રિલ 2020ના રોજ જાહેર કરેલી માર્ગદર્શક સૂચનાઓ ડાઉનલોડ કરવા નીચેની લિંક ક્લીક કરો

http://cbse.nic.in/newsite/attach/PRESS%20RELEASE%2001.04.20.pdf

April 28, 2020
gseb-1280x720.jpg
2min10300

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવામાં આવેલી ધો.12 સાયન્સની મુખ્ય વિષયની ઓબ્જેક્ટીવ ટાઇપ પરીક્ષાની પ્રોવીઝનલ આન્સર કી વેબસાઇટ પર રિલીઝ કરી છે. નીચે મુજબના વિષયોની આન્સર કી રીલીઝ કરવામાં આવી છે.

  • Maths-050 Provisional Key (GHE – all Medium)
  • Chemistry-052 Provisional Key (GHE – all Medium)
  • Physics-054 Provisional Key (GHE – all Medium)
  • Biology-056 Provisional Key (Gujarati Medium)

How to check GSEB HSC Science Answer Key 2020

Candidates can follow the steps given below to check and download the answer key.
1. Go to the official website of GSEB —gsebeservice.com
2. On the homepage click on the link which reads “HSC Science Examination March 2020 Provisional Answer key”
3. It will direct to a new page of the GSEB website
4. Your GSEB HSC Science Answer Key 2020 will be displayed on the screen
5. Download and take a print out of GSEB HSC Science Answer Key 2020 for future reference

વધુ સૂચનાઓ માટે નીચેની લિંક ક્લીક કરો

https://www.gsebeservice.com/assets/news/science%20key.pdf

March 29, 2020
CIA_Live_Logo_New2.jpg
1min7280

NATA 19 એપ્રિલે લેવાનું આયોજન હતું, નવી તારીખ લૉકડાઉન પૂર્ણ થયા પછી જાહેર થશે

આર્કિટેક્ચર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ એવી જાહેરાત કરી છે કે આગામી તા.19મી એપ્રિલ 2020ના રોજ લેવામાં આવનારી નાટા ફર્સ્ટ પ્રવેશ પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. નાટા ફર્સ્ટની નવી તારીખ લૉકડાઉન પિરીયડ પૂરો થાય પછી ઘોષિત કરવામાં આવશે.

આર્કિટેક્ચર કોલેજોમાં પહેલા વર્ષમાં પ્રવેશ માટેના મેરીટમાં નાટાનો હિસ્સો 50 ટકાનો હોય છે. નાટા વર્ષમાં બે વખત લેવામાં આવે છે. 2020ની પહેલી નાટા પરીક્ષા 19મી એપ્રિલે લેવાની હતી. હવે આ તારીખ મુલતવી રાખી ને કાઉન્સિલે તા.15મી એપ્રિલ સુધી જે વિદ્યાર્થીઓ નાટા માટે રજિસ્ટ્રેશન કરાવવા ઇચ્છે છે તેમને જણાવ્યું છે કે તેઓ ઘરે બેઠા ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકે છે.