શાળાઓ 50 ટકા સ્ટાફને બોલાવી શકશે’નવીદિલ્હી,તા.8: કોરોના મહામારીનાં કારણે બંધ રાખવામાં આવેલી શાળાઓ હવે આંશિક રૂપે ખોલવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દિશાનિર્દેશો આપી દેવામાં આવ્યા છે. દેશમાં 21 સપ્ટેમ્બરથી ધોરણ 9થી 12નાં છાત્રો માટે શરતોને આધીન શાળાઓ ખોલવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે. જો કે, શાળાએ જવું કે નહીં તે છાત્રોની સ્વેચ્છા આધારિત રહેશે.
શાળામાં છાત્રો વચ્ચે કમસેકમ 6 ફૂટનું અંતર અનિવાર્ય રહેશે. તેમનાં માટે ફેસકવર કે માસ્ક પણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે અને કન્ટેનમેન્ટ ઝોનમાં આવતી શાળાઓને ખોલવાની મંજૂરી મળશે નહીં. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ધો.9થી 12 સુધીની સ્કૂલો માટે આજે આપવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર ઓનલાઈન કે ડિસ્ટન્સ લર્નિંગની મંજૂરી યથાવત ચાલુ રહેશે. શાળાઓ પોતાનાં સ્ટાફમાંથી મહત્તમ પ0 ટકા શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફને ઓનલાઈન શિક્ષણ અને ટેલીફોનિક માર્ગદર્શનનાં કાર્ય માટે બોલાવી શકશે. ધો.9થી 12નાં છાત્રો જો માર્ગદર્શન મેળવવા માટે શાળાએ જવા ઈચ્છે તો તેનાં માટે હવે મંજૂરી રહેશે. જો કે આના માટે તેમણે પોતાનાં માતા-પિતા કે વાલીની લેખિત અનુમતિ લાવવી પડશે. છાત્રો પાસે ઓનલાઈન શિક્ષણનો વિકલ્પ પણ રહેશે. શાળામાં છાત્રોને ટોળે વળવાની કે ખેલકૂદ સંબંધિત ગતિવિધિઓમાં સામેલ થવાની મનાઈ રહેશે.
ઇન્સ્ટીટ્યુટ ઓફ બેંકિંગ પર્સોનેલ સિલેક્શન The Institute of Banking Personnel Selection (IBPS) દ્વારા દેશની નામાંકિત 11 નેશનલાઇઝ્ડ બેંકોમાં ખાલી પડેલી ક્લેરીકલ કેડરની કુલ 1558 જેટલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા આજરોજ તા.2 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમ્બર સુધી શરુ કરવામાં આવી છે.
કોઇપણ ફેકલ્ટીમાંથી ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો આ ભરતી પ્રક્રિયામાં ભાગ લઇ શકે છે
રસ ધરાવતા ઉમેદવારોએ official website of IBPS — ibps.in પરથી ઓનલાઇન એપ્લિકેશન સબમિટ કરવાની રહેશે.
આ બેંકોમાં ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરાશે
Bank of Baroda,
Canara Bank,
Indian Overseas Bank,
UCO Bank,
Bank of India,
Central Bank of India,
Punjab National Bank,
Union Bank of India,
Bank of Maharashtra,
Indian Bank Punjab &
Sind Bank
રસ ધરાવતા ઉમેદવારો માટે અગત્યની તારીખો
Activity
Tentative Dates
On-line registration
02.09.2020 to 23.09.2020
Payment of Application Fees
02.09.2020 to 23.09.2020
Download of call letters for Pre- Exam
17.11.2020 onwards
Conduct of Pre-Exam Training
23.11.2020 to 28.11.2020
Download of call letters for Online
examination
Preliminary 18.11.2020
Online Examination – Preliminary
05.12.2020, 12.12.2020 and 13.12.2020
Result of Online exam – Preliminary
31.12.2020
Download of Call letter for Online exam –
Main
12.01.2021
Online Examination – Main
24.01.2021
Provisional Allotment
01.04.2021
પરીક્ષા દ્વી સ્તરીય
આ પરીક્ષા પ્રીલીમનરી અને મેઇન એમ બે તબક્કામાં લેવામાં આવશે. પ્રીલીમનરી પરીક્ષા 5મી ડિસેમ્બર, 12 ડિસેમ્બર અને 13મી જાન્યુઆરીએ લેવાશે. મેઇન એક્ઝામ તા.24મી જાન્યુઆરીએ લેવામાં આવશે.
In English
The Institute of Banking Personnel Selection (IBPS) has invited online applications for the next Common Recruitment Process for selection of personnel for Clerical cadre Posts in the Participating Organisations.
The interested candidates can submit their online applications for the IBPS Clerk 2020 recruitment through the official website of IBPS — ibps.in — from today, i.e., September 2, 2020. The last date to submit online applications for the IBPS Clerk post is September 23. Candidates can make application fee payments between September 2 to 23.
IBPS is conducting this recruitment drive to fill up 1558 Clerical vacancies. The recruitment process will include online preliminary exam and online main examination.
The notification reads “Depending on the vacancies to be filled in during the financial year 2021-22 based on the business needs of the Participating Organisations and as reported to IBPS, candidates shortlisted will be provisionally allotted to one of the Participating Organisations keeping in view the spirit of Govt. Guidelines on reservation policy, administrative convenience, etc. The validity for CRP Clerks-X will automatically expire at the close of business on 31.03.2022 with or without giving any notice.”
ભરતી પ્રક્રિયાનું સત્તાવાર નોટિફિકેશન પીડીએફ ફાઇલમાં મેળવવા માટે 98253 44944 પર IBPS sms કરો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આજરોજ તા.28મી ઓગસ્ટના રોજ ગઇ તા.24મી ઓગસ્ટે લીધેલી ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટની વિષયવાર પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી છે. આ આન્સર કી નીચે પ્રમાણે છે.
ગણિત વિષયની આન્સર કી (ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ ત્રણેય મિડીયમ)
બાયોલોજી વિષયની આન્સર કી (ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ ત્રણેય મિડીયમ)
ફિઝિક્સ – કેમેસ્ટ્રી વિષયની આન્સર કી (ગુજરાતી-હિન્દી મિડીયમ)
ફિઝિક્સ – કેમેસ્ટ્રી વિષયની આન્સર કી (ગુજરાતી-હિન્દી મિડીયમ)
ફિઝિક્સ – કેમેસ્ટ્રી વિષયની આન્સર કી (ઇંગ્લિશ મિડીયમ)
ફિઝિક્સ – કેમેસ્ટ્રી વિષયની આન્સર કી (ઇંગ્લિશ મિડીયમ)
જે વિદ્યાર્થીઓને આન્સર કી માં પ્રોબ્લેમ હોય તેઓ વાંધા અરજી તા.1લી સપ્ટેમ્બર સુધીમાં મોકલાવી શકે છે
વિશ્વમાં પરોપકારી વૃતિ એટલી બધી વધી ગઇ છે કે કોઇએ પોતાનો ધંધો-રોજગાર કરવો નથી અને બીજાનું જ ભલું કરવું છે. અને હાલમાં ભારત અને હવે તો વિશ્વમાં ભારતના ધો.12 સાયન્સના વિદ્યાર્થિઓ પર ઉપકાર કરવાની વૃતિ સાથે એક અભિયાન છેડાયું છે કે NEET/JEE જેવી પરીક્ષાઓ કોવીડ-19 અને અતિવૃષ્ટી, પૂરજનક સ્થિતિમાં મુલતવી રાખી દેવી જોઇએ.
ભારતમાં કહેવાતા બીજેપીના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ સોશ્યલ મિડીયામાં પલિતો ચાંપ્યો હતો કે NEET/JEEને વર્તમાન સંજોગોમાં મુલતવી રાખવા જોઇએ. એ પછી દિલ્હીના ડેપ્યુટી મુખ્યમંત્રી મનીષ સિસોદીયા, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ( મોટા ભાગના મોદી વિરોધી નેતાઓ)એ NEET/JEE મુલતવી રાખવા માટે સોશ્યલ મિડીયામાં પોસ્ટ મૂકી દીધી છે. આ બધા નેતાઓને ભારતના ધો.12ના વિદ્યાર્થીઓની એટલી ફિકર છે કે કોઇપણ સંજોગોમાં NEET/JEE મુલતવી રાખવા માટે હવે તેઓ છેલ્લી લડાઇ લડી લેવા તૈયાર થયા છે.
બીજી તરફ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્લાઇમેટ માટે બ્રિટનની સ્કુલોમાં હડતાળ પડાવી ચૂકેલી ઇન્ટરનેશનલ એન્વાયરન્મેન્ટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ સુધી NEET/JEEનો મુદ્દો પહોંચાડીને તેમના ટ્વીટર હેન્ડલ પરથી ભારતના વિદ્યાર્થીઓ પર પરોપકાર કરવાની વૃતિએ પોસ્ટ પણ મૂકવામાં આવી છે.
ગ્રેટા થનબર્ગનું ટ્વીટ
ગ્રેટા થનબર્ગે ટ્વીટ કરતા કહ્યું છે કે ભારતના વિદ્યાર્થીઓ સાથે ઘેરો અન્યાય થઇ રહ્યો છે, તેમને કોવીડ-19 પેન્ડેમિકની સ્થિતિ અને એક્સ્ટ્રીમ ફ્લડની સ્થિતિમાં રાષ્ટ્રીય પરીક્ષાઓમાં બેસવાનું કહેવામાં આવી રહ્યું છે. હું NEET/JEE મુલતવી રખાવવાના તેમના અભિયાનમાં સાથે ઉભી છું.
It’s deeply unfair that students of India are asked to sit national exams during the Covid-19 pandemic and while millions have also been impacted by the extreme floods. I stand with their call to #PostponeJEE_NEETinCOVID
ગ્લોબલ વોર્મિંગના જોખમો પર લડી રહેલી સ્વીડિશ પર્યાવરણ ચળવળકાર છે. ઓગસ્ટ ૨૦૧૮માં, ૧૫ વર્ષની ઉંમરે ગ્રેટા થનબર્ગે સ્કૂલમાંથી સમય કાઢી હાથમાં સ્ટ્રોંગર ક્લાઇમેટ એક્શન લખેલા કાર્ડ બોર્ડ વડે સ્વીડનના સંસદની બહાર પ્રદર્શન કરવાનું શરૂ કર્યું. ઓગસ્ટ ૨૦૧૮ પછી 15 વર્ષની ગ્રેટા થનબર્ગ અંગે દુનિયાને જાણ થઈ. એ સમયે તેમણે #FridaysForFuture નામની એક ઝુંબેશ શરૂ કરી હતી. તેમણે ત્રણ અઠવાડિયાં સુધી સ્વીડનની સંસદ બહાર પર્યાવરણના સંકટ મામલે પૂરતાં પગલાં ન લેવાયાં હોવાનો વિરોધ કર્યો.
પોતે કરી રહેલા વિરોધ પ્રદર્શન વિશે તેમણે સોશિયલ મીડિયામાં માહિતી આપી અને તેમની પોસ્ટ વાઇરલ થઈ ગઈ, જે બાદ વિશ્વભરના લોકોનું ધ્યાન તેમની તરફ ખેંચાયું. જે બાદ ૮ સપ્ટેમ્બર ૨૦૧૮ના દિવસથી તેમણે નક્કી કર્યું કે પર્યાવરણને બચાવવા માટે તેઓ દર શુક્રવારે હડતાળ કરશે.
જ્યારે તેમણે સ્વીડનની સરકાર સામે વિરોધ કરવાનું શરૂ કર્યું ત્યારે તેમની માગ હતી કે સરકાર પેરિસ ક્લાઇમેટ સમજૂતીનું પાલન કરે અને તેને અનુરૂપ નીતિઓ ઘડે. પેરિસ ક્લાઇમેટ સમજૂતીમાં વૈશ્વિક તાપમાન ૨ ડિગ્રી સુધી ઘટાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આજરોજ તા.26મી ઓગસ્ટ 2020થી નીટ અન્ડરગ્રેજ્યુએટ પરીક્ષાના એડમિટ કાર્ડ ઓનલાઇન પ્રસારિત કરવામાં આવશે. ધો.12 પછી મેડીકલ, ડેન્ટલમાં પ્રવેશ મેળવવા માટે તા.13મી સપ્ટેમ્બરના રોજ ભારતમાં રાષ્ટ્રવ્યાપી ધોરણે આ પરીક્ષા લેવામાં આવશે. વિદ્યાર્થીઓ નીટ યુજીના એડમિટ કાર્ડ પોતાના આઇ.ડી. પાસવર્ડની મદદથી ડાઉનલોડ કરી શકશે. દરેક વિદ્યાર્થીઓને એડમિટ કાર્ડની તમામ વિગતો ચેક કરી લેવા તેમજ પરીક્ષા કેન્દ્રની ખાસ ખરાઇ અગાઉથી કરી લેવા માટે જણાવવામાં આવ્યું છે.
કોવીડ 19 સ્થિતિ વચ્ચે લેવામાં આવનાર નીટ પરીક્ષા માટે દરેક પરીક્ષા કેન્દ્રો પર સોશ્યલ ડિસ્ટન્સિંગથી લઇને સ્ક્રિનીંગ, સેનિટાઇઝીંગ સમેતની સૂચનાઓ આપવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓને પણ માસ્ક, સેનિટાઇઝર વગેરેથી સજ્જ થઇને જ પરીક્ષા કેન્દ્ર પર જવા માટે જણાવવામાં આવી રહ્યું છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી પરીક્ષા લેવા મક્કમ
નીટના રાજ્યવાર પરીક્ષાર્થીઓની સંખ્યા
જેઇઇ મેઇન્સના રાજ્યવાર પરીક્ષાર્થીઓની સંખ્યા
નીટ-જેઇઇ પરીક્ષા લેવા માટે મોદી સરકાર મક્કમ
સમગ્ર ભારતમાં કોવીડની સ્થિતિ વચ્ચે પરીક્ષા લેવા માટે મોદી સરકાર મક્કમ છે. મોદી વિરોધીઓ પરીક્ષા મુલતવી રખાવવા માટે સોશ્યલ મિડીયાથી લઇને વિદ્યાર્થીઓને ઉપવાસે ઉતારવા સુધીના પ્રયાસો કરી રહ્યા છે. ખુદ ભાજપાના નેતા સુબ્રમણ્યમ સ્વામી આ પરીક્ષાઓ મુલતવી રખાવવા માટે અધિરા બન્યા છે. આમ છતાં મોદી સરકારે પરીક્ષા લેવા માટેનું મન બનાવી લીધું છે.
ભાજપના સુબ્રમણ્યમ સ્વામી પણ પરીક્ષા મુલતવી રખાવવા મેદાનમાં પડ્યા
JEE-NEET की परीक्षा के नाम पर लाखों छात्रों की ज़िंदगी से खेल रही है केंद्र सरकार. मेरी केंद्र से विनती है कि पूरे देश में ये दोनो परीक्षाएँ तुरंत रद्द करें और इस साल एडमिशन की वैकल्पिक व्यवस्था करे. अभूतपूर्व संकट के इस समय में अभूतपूर्व कदम से ही समाधान निकलेगा. @DrRPNishank
ગુજકેટ ગુજરાત આજે GUJCET લઇને ભારતમાં દાખલો બેસાડશે : કોરોના વચ્ચે પણ જાહેર પરીક્ષા સંભવ
કોરોના કાળને કારણે ગત માર્ચ માસથી સમગ્ર ભારતમાં શૈક્ષણિક કાર્ય ખોરંભે પડ્યું છે ત્યારે ગુજરાત રાજ્ય પહેલું એવું રાજ્ય છે ભારતનું જ્યાં માર્ચ 2020 પછી પહેલી વખત એવી જાહેર પરીક્ષા, ગુજકેટ યોજાઇ રહી છે જેમાં સવા લાખ જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આ સાથે જ ગુજરાત સમગ્ર ભારતમાં એવો દાખલો બેસાડી રહ્યું છે કે કોરોના કાળ હોવા છતાં સાવચેતી, તકેદારી રાખીને જાહેર પરીક્ષાઓ યોજી શકાય છે. ધો.12 સાયન્સ પછી ઈજનેરી અને ફાર્મસી, એગ્રિકલ્ચરના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે સવારે 10 વાગ્યાથી ગુજકેટ પરીક્ષા શરૂ થઇ છે.કોરોના બાદ સ્કૂલોના બાળકોની આ પ્રથમ રાજ્યવ્યાપી પરીક્ષા છે.
ન્યુ નોર્મલ
દરેક ક્લાસમાં 20 જ વિદ્યાર્થીને ઝીગઝેગ સ્ટાઈલથી બેસાડવામા આવશે.
દરેક સેન્ટર પર થર્મલ સ્કેનિંગ કરવામા આવશે.
સેનિટાઇઝ્ડ ક્લાસરૂમ, બેન્ચની વ્યવસ્થા
દરેકે દરેક માટે માસ્ક ફરજિયાત
ગુજકેટની પરીક્ષામાં બોર્ડ દ્વારા પાણીની બોટલ લઈ જવાની છુટ અપાતી નથી પરંતુ કોરોનાને લઈને ખાસ પાણીની બોટલ લઈ જવા વિદ્યાર્થીઓને છુટ અપાઈ છે.પરંતુ વિદ્યાર્થી પારદર્શક હોય તેવી બોટલ લઈ જવાની રહેશે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ તા.24મી ઓગસ્ટ 2020ના રોજ ગુજકેટ પરીક્ષા લેવાય રહી છે. કોરોના અને વરસાદ વચ્ચે રાજ્યભરના જિલ્લા કેન્દ્રો પરથી પરીક્ષા શરૂ થઇ છે.ગુજકેટ પરીક્ષા માટે 1.27 લાખથી વધુ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ ધો.12માં બેથી વધુ વિષયોમાં નાપાસ થયા હોય તેવા 18થી20 હજાર જેટલા વિદ્યાર્થીઓ માટે ગુજકેટ હવે બિનઉપયોગી હોવાથી સંભવ છે કે તેઓ આજની ગુજકેટ પરીક્ષા નહી આપે.
સુપ્રીમ કોર્ટે પણ વિતેલા પખવાડીયે કહ્યું હતું કે કોરોના હજુ એક વર્ષ ચાલશે તો શું શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખી દેવી જોઇએ..સુપ્રીમ કોર્ટની ટકોર બાદ કેન્દ્રને પણ નીટ અને જેઇઇ જેવી પરીક્ષાઓ યોજવા માટે બળ મળ્યું છે અને તેમાં આજે ગુજરાતમાં યોજાઇ રહેલી ગુજકેટ પરીક્ષા બાદ દેશમાં શૈક્ષણિક ગતિવિધિઓ ક્રમશ શરૂ થવાની શક્યતાઓ પણ ઉજળી જણાય રહી છે.
ગુજકેટ બાદ યુનિવર્સિટી પરીક્ષાઓ પણ યોજાશે
ગુજકેટ લેવાયા બાદ ગુજરાતમાં આવેલી વિવિધ યુનિવર્સિટીઓ પણ ફાઇનલ ઇયરના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા માટેની તૈયારીઓ કરી રહી છે. યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે ઓછામાં ઓછું ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમોના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓની તો ફિઝિકલ પરીક્ષા લેવાવી જ જોઇએ. હવે ગુજકેટની સફળતા બાદ ગુજરાતમાં યુનિવર્સિટીઓની પરીક્ષાઓ પણ યોજાશે.
ગુજરાતના શિક્ષણનું ભાવિ આજની ગુજકેટ પર
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે ગુજકેટ અને 25મીથી ધો.10-12ની પુરક પરીક્ષા લેવનાર છે ત્યારે ગુજરાત સરકાર માટે પણ કોરોના વચ્ચે સ્કૂલોના બાળકોની આ પ્રથમ રાજ્ય વ્યાપી પરીક્ષા પડકાર સમાન છે.પાંચ મહિનાથી સ્કૂલો બંધ છે ત્યારે ધો.10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓની સ્કૂલો બંધ રહેતા અભ્યાસનું નુકશાન થતુ હોઈ કેન્દ્ર સરકાર દ્વારા હવે પછીના અનલોકમાં શાળાઓ ઓડ ઈવન પદ્ધતિથી શરૂ કરવાની પણ વિચારણા થઇ રહી છે ત્યારે ગુજરાત સરકાર માટે ગુજકેટ અને પુરક પરીક્ષા સારી અને સફળ રીતે લેવાય તે એક મોટી રાહત કહી શકાય. વિદ્યાર્થીઓ પરીક્ષા માટે પણ કલાકના સમય સુધી ઓછી સંખ્યા સાથે રૂમમાં બેસશે અને વિદ્યાર્થી માટે માસ્ક ફરજીયાત કરાયા છે.આગળ જતા સ્કૂલો જલ્દીથી શરૂ કરવા માટે આ પરીક્ષા પણ પથદર્શક બની શકે.
એન્જિનિયરિંગ અને મેડીકલ-ડેન્ટલની પ્રવેશ પરીક્ષા NEET/JEE ની તારીખો કોવિડ પેન્ડેમિકને કારણે બે વખત લંબાઇ ચૂકી છે પરંતુ, હવે સપ્ટેમ્બર 2020માં નિર્ધારિત તારીખોએ બન્ને પરીક્ષા લેવાશે જ એવી જાહેરાત નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ કરી છે. હવે પરીક્ષાર્થીઓ કે વાલીઓ એવા ભ્રમમાં ન રહે કે આ પરીક્ષાઓ હજુ પાછી ઠેલાશે.
સુપ્રીમ કોર્ટે ચાલુ સપ્તાહના સોમવારે જ NEET/JEE મુલતવી રાખવા માટેની રીટ પીટીશનને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે ટકોર પણ કરી હતી કે એક વર્ષનો અભ્યાસ બગાડની આ દેશે ઘણી કિંમત ચૂકવવી પડે એમ છે. સુપ્રીમ કોર્ટની ટકોરને પગલે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ હવે તબક્કાવાર શૈક્ષણિક સંસ્થાઓ, શૈક્ષણિક ગતિવિધિઓ શરૂ કરવાની દિશામાં પ્રયાસો શરૂ કરી દીધા છે.
NEET 13 સપ્ટેમ્બર 2020 / JEE 1-6 સપ્ટેમ્બર દરમિયાન લેવાશે
NEET/JEE અગાઉ ગુજરાતમાં તા.24મી ઓગસ્ટે ગુજકેટ યોજાઇ રહી છે. આમ ધો.12 સાયન્સમાં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓ માટે હવે નિર્ણાયક સમય આવી ચૂક્યો છે.
The Centre on Friday, 21 Aug. said that the Joint Entrance Examination (Main) and National Eligibility cum Entrance Test (undergraduate) will be conducted on September 1-6 and September 13, 2020 respectively as scheduled.
Following the Supreme Court’s order on Monday, the National Testing Agency (NTA) released the admit cards for the JEE (main) and as on Friday, 6,49,223 aspirants have downloaded theirs.
The SC in its order said, “We find that there is absolutely no justification in the prayer made for postponement of the examination in question relating to NEET UG-2020 as well as JEE (main) April, 2020. In our opinion, though there is a pandemic situation, ultimately life has to go and the career of the students cannot be put on peril for long and a full academic year cannot be wasted.”
કેન્દ્રીય કેબિનેટે બુધવારે કેન્દ્ર સરકારમાં નોકરી માટે લેવાતી વિવિધ પરીક્ષાઓને એક છત્ર હેઠળ લાવવા માટે નેશનલ રીક્રૂટમેન્ટ એજન્સી (NRA)ના ગઠન માટે મંજૂરી આપી દીધી છે. મોદી કેબિનેટના આ સીમાચિહ્ન નિર્ણયથી કેન્દ્ર સરકારમાં રોજગારી માટેની પ્રક્રિયામાં ધરખમ ફેરફાર થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષામાં મળેલી કેબિનેટ બેઠક અંગે પત્રાકારોને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે આ ઐતિહાસિક નિર્ણય છે અને આનાથી નોકરી વાંછુઓને વિવિધ પરીક્ષા આપવામાંછી મુક્તિ મળશે તેમજ તેમનો ખર્ચ પણ ઘટશે. યુવાઓ વર્ષોથી આ પ્રકારની વ્યવસ્થાની માંગ કરી રહ્યા હતા અને તેને આખરે સ્વીકારવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે કેબિનેટના આ નિર્ણયને દેશના ઈતિહાસમાં પરિવર્તનકારી તેમજ સીમાચિહ્ન ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે, કેન્દ્ર સરકારમાં વિવિધ નોકરીઓ માટે એક પરીક્ષા એજન્સીને પગલે પસંદગી, જોબ પ્લેસમેન્ટ અને ઈઝ ઓફ લિવિંગમાં સરળતા આવશે ખાસ કરીને સમાજના એવા વર્ગ માટે જે લાભોથી વંચિત રહે છે.
નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સી કોમન એલિજિબિલિટી ટેસ્ટ (CET) યોજી શકશે અને તેના દ્વારા ગ્રુપ બી તેમજ ગ્રુપ સી (બિન ટેક્નિકલ) પદો માટે ઉમેદવારોની પસંદગી કરી તેમને શોર્ટલિસ્ટ કરાશે. આ એજન્સીમાં રેલવે મંત્રાલય, નાણા મંત્રાલય/ નાણા સેવા વિભાગ, સ્ટાફ સીલેક્શન કમિશન, રેલવે રીક્રૂટમેન્ટ બોર્ડ અને ઈન્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સોનલ સીલેક્શનના પ્રતિનિધિઓને સ્થાન અપાશે. કેન્દ્ર સરકારે જણાવ્યા મુજબ એનઆરએ વિશેષજ્ઞોને સમાવતી સંસ્થા હશે જે અદ્યતન ટેક્નોલોજીની મદદથી કેન્દ્ર સરકારની ભરતી પ્રક્રિયામાં શ્રેષ્ઠ ઉમેદવારોની પસંદગી કરવામાં મદદરૂપ થશે. પ્રવર્તમાન સમયે કોમન ટેસ્ટના સ્કોર ત્રણ મુખ્ય રિક્રૂટમેન્ટ એજન્સીઓ દ્વારા ઉપયોગમાં લેવાય છે પરંતુ આગામી સમયમાં વધુ એજન્સીઓનો સમાવેશ કરાશે.
આગામી સમયમાં સીઈટીનો સ્કોર કેન્દ્ર સરકાર, રાજ્ય તેમજ કેન્દ્રશાસિત સરકાર, જાહેર ક્ષેત્રના સાહસ અને ખાનગી ક્ષેત્ર સહિત અન્ય રિક્રૂટિંગ એજન્સીઓને પણ આપવામાં આવશે. આમ કરવાથી ખર્ચ અને સમય બન્ને બચી શકશે.
કેન્દ્ર સરકારે એનઆરએની રચના માટે 1,517.57 કરોડ મંજૂર કર્યા છે. એનઆરએનું વડુમથક દિલ્હીમાં સ્થપાશે. આ સંસ્થાના વડા તરીકે સિચવ કક્ષાના વ્યક્તિની ચેરમેન પદે નિમણૂક કરાશે. વર્તમાન સમયે ઉમેદવારો વિવિધ પદ માટે લાયકાત ધરાવતા હોવા છતા જુદી જુદી એજન્સી દ્વારા યોજાતી પરીક્ષામાં એકથી વધુ પરીક્ષા આપવી પડે છે તેમજ ફી પણ ભરવી પડે છે. વિદ્યાર્થીઓને જુદા જુદા સ્થળે પરીક્ષા આપવા જવું પડે છે જેમાં ઘણો સમય પણ લાગે છે. એનઆરએ દ્વારા દેશમાં કોમન ટેસ્ટ માટે પ્રારંભિક ધોરણે 1,000 જેટલા પરીક્ષા કેન્દ્રો સ્થાપવાની યોજના છે. દરેક જિલ્લામાં એક કેન્દ્ર રહેશે જેથી કોઈ ઉમેદવારને જિલ્લા બહાર મુસાફરી ના કરવી પડે.
કોલેજોના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા તેમજ ગ્રેજ્યુએટ પૂર્ણ કરી ચૂકેલા યુવાનો માટે સૌથી મહત્વની તક ગણાતી સિવિલ સર્વિસીઝની 2021 કેલેન્ડર વર્ષ દરમિયાન લેવાનારી પરીક્ષાઓનું સમયપત્રક યુપીએસસી દ્વારા ઘોષિત કરી દેવામાં આવ્યું છે.
યુપીએસસી દ્વારા ધો.12ના વિદ્યાર્થીઓ માટે નેશનલ ડિફેન્સ એકેડેમી તેમજ ગ્રેજ્યુએટ્સ થયેલા વિદ્યાર્થીઓ માટે પ્રીલિમ્સ સમેત અનેક પરીક્ષાઓ વર્ષ દરમિયાન યોજવામાં આવે છે.
Union Public Service Commission (UPSC) has released the schedule for the upcoming recruitment exams 2020-2021 on the official website of the Commission – upsc.gov.in. As per the UPSC Recruitment Tests Schedule 2020-21, the notification for the Combined Geo-Scientist (Preliminary) Examination 2021 will be released on October 07, 2020 and the exam will be held on February 21, 2021.
The UPSC aspirants should note that Civil Services (Main) Examination, 2020 will be conducted on 8, 9, 10, 16, 17 January, 2021. Indian Forest Service (Main) Examination, 2020 to commence on February 28, 2021, and will continue for 10 days till March 09, 2021. While the UPSC Civil Services Prelims 2021 will be held in June month next year and Mains 2021 will be conducted on September 2021.
The candidates who wish to appear for the UPSC Recruitment exams are advised to visit the official website of the Commission – upsc.gov.in – to check the complete schedule.
સિવિલ સર્વિસીઝ પ્રીપેરેશન કે અન્ય કોઇપણ માહિતી, કાઉન્સેલિંગ માટે મળો
સુપ્રીમ કોર્ટમાં જેઈઈ મેન 2020ની પ્રવેશ પરીક્ષા 1 સપ્ટેમ્બરથી અને નીટ 2020ની પરીક્ષા 13 સપ્ટેમ્બરથી યોજાનારી પરીક્ષાઓ રદ્દ કરવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. અરજી ફગાવતા જસ્ટિસ અરુણ મિશ્રાની પીઠે કહ્યું કે શું કોરોનાને કારણે દેશમાં બધું જ રોકી દેવામાં આવશે? વિદ્યાર્થીઓનું એક કિંમતી વર્ષ આમ જ બરબાદ કરી દેવું યોગ્ય ગણાશે?
સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજીમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસના કારણે સપ્ટેમ્બરમાં યોજાનારી પ્રવેશ પરીક્ષાઓ રદ્દ કરવાની માગ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન વિદ્યાર્થીઓનો પક્ષ રજૂ કરી રહેલા વકીલે જસ્ટીસ અરુણ મિશ્રાને પૂછ્યું કે જો પરીક્ષા યોજવામાં નહીં આવે તો દેશને નુકશાન નહીં થાય? વિદ્યાર્થીઓના શ2ક્ષણિક સત્રને નુકશાન પહોંચશે. પરીક્ષા રદ્દ કરવા કરતા યોગ્ય આયોજન તેમજ સાવધાની માટેના જરૂરી તમામ પગલાઓ ભરીને શું પરીક્ષાનું આયોજન ન થઈ શકે?
બીજી તરફ એનટીએનો પક્ષ રજૂ કરી રહેલા સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે, પરીક્ષાઓનું આયોજન પૂરતી સાવધાનીની સાથે થવું જોઈએ. ત્યારબાદ અધિવક્તા અલખે કહ્યું કે કોરોનાની રસી ટૂંક જ સમયમાં બજારમાં આવી જશે તેવી પૂર્ણ શક્યતાઓ છે. વડાપ્રધાન મોદીએ પણ પોતોના 15 ઓગસ્ટના સંબોધનમાં આ અંગે કહ્યું હતું. તેમણે પોતાના ભાષણમાં કહ્યું હતું કે પરીક્ષાઓ અનિશ્ચિત સમય સુધી નહીં પરંતુ થોડા સમય માટે જ સ્થગિત થવી જોઈએ.
નોંધનીય છે કે 11 રાજ્યોના વિદ્યાર્થીઓએ દેશમાં વાયુવેગે વધી રહેલા કોરોના વાયરસના કેસોને ધ્યાનમાં રાથીને જેઈઈ મેન અને નીટ યૂજી પરીક્ષાઓ સ્થગિત કરવાની માગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી હતી.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.